Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. જીવ અને પુદ્ગલેને પિતપોતાની ગતિ કરવામાં તે મદદ રૂપ બને છે. આ પ્રકારનું ધમસ્તિકાય નામના અસ્તિકાયના પહેલા ભેદનું સ્વરૂપ છે.
અધમમસ્તિકાય પણ ધર્માસ્તિકાયની જેમ અવર્ણાદિ સ્વરૂપવાળું છે. દ્રવ્ય, કાળ, ક્ષેત્ર અને ભાવની અપેક્ષાએ તે ધર્માસ્તિકાયના જેવું જ છે, પણ માત્ર ગુણની (કાર્યની) અપેક્ષાએ તેમાં તફાવત છે. ધર્માસ્તિકાય પુદ્રને ગતિકાર્યમાં મદદરૂપ બને છે, ત્યારે અધર્માસ્તિકાય તેમને સ્થિતિકાર્યમાં મદદ રૂપ બને છે. એટલે કે ગતિપરિણત છે અને પદ્રલેને ભવામાં મદદરૂપ થાય છે. જેમ વૃક્ષની છાયા મુસાફરોને થેભવામાં મદદરૂપ બને છે, તેમ ધર્માસ્તિકાય છે અને પુલની ગતિ અટકાવીને તેમને ભવામાં સહાયભૂત બને છે. આ રીતે ગતિને બદલે સ્થિતિમાં ઉપકારક બનવાનું કાર્ય તેના દ્વારા થાય છે. આ આસ્તિકાયના બીજા ભેદનું સ્વરૂપ છે.
હવે આકાશાસ્તિકાયના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે. તે પણ ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાયની જેમ વર્ણ, ગન્ધ, રસ અને સ્પર્શથી રહિત છે. દ્રવ્ય, કાળ અને ભાવની અપેક્ષાએ તે લેકાલેક પ્રમાણ માત્ર જ છે. એટલે કે આકાશના પ્રદેશ અનંત છે, કારણ કે લેક તથા અલોકમાં સામાન્યતઃ આકાશ રહે છે. તેથી તે દષ્ટિએ વિચાર કરતાં આકાશાસ્તિકાયના એટલા પ્રદેશ કહ્યા છે. તેથી કાલેક સંબંધી જે અનંત પ્રદેશપ્રમાણતા છે. એ જ પ્રદેશ પ્રમાણુતા ક્ષેત્રની અપેક્ષાએ આકાશાસ્તિકામાં કહી છે, એમ સમજવું. ગુણકાર્ય (ઉપયોગીતા ) ની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તે અવગાહના ગુણવાળું છે એટલે કે જીવાદિકેને આશ્રય દેવાનું જ તેનું કાર્ય છે. આ રીતે અવગાહના વિષયક ઉપકાર કરનારું હોવાથી તેને અવ. ગાહના ગુણવાળું કહ્યું છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૬૪