Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વસ કહે છે. તે વસ્ત્ર રેશમના કીડાઓની લાળમાંથી બને છે. મલય વસ્ત્ર મલય દેશમાં બને છે. જે વસ્ત્ર બહુ જ મુલાયમ હોય છે તેને અંશક વસ્ત્ર કહે છે જે વસ્ત્ર ચીન દેશમાં બને છે અથવા રેશમમાંથી બને છે તેને ચીનાંશુક કહે છે.
પંચેન્દ્રિયજન્ય વના નીચે પ્રમાણે અનેક પ્રકાર પડે છે—જે વસ્ત્ર ઘટની વાટમાંથી બને છે તેને ઓપ્ટીક કહે છે. જે વસ્ત્ર ઊનમાંથી બને છે તેને ઔણિક વસ્ત્ર કહે છે. જે વસ્ત્ર મૃગની રુંવાટીમાંથી બને છે તેને મગલોમ વસ્ત્ર કહે છે. ઉપલક્ષણથી “રામર મૂક્યોમા” સસલાની
વાટીમાંથી બનેલું શશશેમજ વસ્ત્ર અને મૂષકેની રુંવાટીમાંથી બનાવેલું મૂષકરાજ પણ અહી ગ્રહણ થવું જોઈએ. (૪) “તુવન્ન” જે વસ્ત્ર બક. રાના વાળમાંથી બને છે, તેને કુતુપવસ્ત્ર કહે છે (૫) “વિનિજ તેમની જ નિકૃષ્ટ વાટીમાંથી જે વસ્ત્ર બને છે તેને કિટિજવસ્ત્ર કહે છે.
અળસી આદિની છાલમાંથી જે વસ્ત્ર બને છે, તેને ભાંગિકવચ કહે છે. શણના રેસામાંથી જે વ વવામાં આવે છે, તેને શાણુકવસ્ત્ર કહે છે. કપાસ ના સૂતરમાંથી જે વસ્ત્ર વણવામાં આવે છે, તેને પિતવસ્ત્ર કહે છે, તિરીટવૃક્ષની છાલમાંથી જે વસ્ત્ર બનાવવામાં આવે છે, તેને તિરીટ પટ્ટક કહે છે. જો કે સાધુઓને માટે ઉપર્યુક્ત પાંચ પ્રકારના વસ્ત્રને ક૯ય કહ્યાં છે, છતાં સાધુઓએ સુતરાઉ અને ઊનના બનાવેલાં વોજ ગ્રહણ કરવા તે વધારે ઉચિત છે. કહ્યું પણ છે કે “પાણિયા ૩ ઝી” ઈત્યાદિ–
સૂતરાઉ આદિ જે વરે સાધુજનેને માટે ધારણ કરવા યોગ્ય કહ્યા છે, તે પણ બહુ મૂલવાન હોવા જોઈએ નહીં, પણ સસ્તા હોવા જોઈએ દશ મુદ્રા આદિ ભાવના કપડાને બહુમૂલ્ય કહ્યાં છે.
સાધુ અને સાધ્વીઓને નીચે પ્રમાણે પાંચ પ્રકારના રહરણ જ પે થro–૭ છે–(૧) ઘેટાની રુંવાટીમાંથી બનાવેલે “ઔણિક રજોહરણ” (૨) ઊંટની સંવાટીમાંથી બનાવેલ “ષ્ટ્રિક હરણ” (૩) શણના રેસામાંથી બનાવેલ “શાણક રજોહરણ” (૪) “દત્તાજિવિઘg” અહી “વવા” આ પદ બલવજ તૃણુનું વાચક છે. બલવજ નામની વનસ્પતિની છાલને કૂટી ફૂટીને જે રહરણ બનાવવામાં આવે છે તેને “બાવજ રજોહરણ ” કહે છે. (૫) સંજને કૂટી ફૂટીને જે રજોહરણ બનાવવામાં આવે છે તેને મૌજિક રજોહરણ કહે છે. એ સૂ. ૬ છે
જેમ વસ્ત્ર, રજોહરણ આદિ નિર્ગથેના ધર્મોપકરણ હોય છે, એ જ પ્રમાણે તે સિવાયના તેમના જે કાય આદિ છે તે પણ તેમના ધર્મોપકરણ છે. એ જ વાત સૂત્રકાર હવે પ્રકટ કરે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪