Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કાયાદિક ધર્મોપકરણતાના નિરૂપણ
“પરમં વરમાળા પંર નિકાળા guત્તા'' ઈત્યાદિ– ટીકાર્થ-બૃતચારિત્ર રૂપ ધર્મની આરાધના કરનારા શ્રમણ નિમથેના ધર્મોપ ગ્રહમાં કારણભૂત નીચે પ્રમાણે પાંચ રસ્થાન કહ્યાં છે
(૧) ષજવનિકાય રૂપ છકાય –તેઓ સંયમમાં ઉપકારક થઈ પડે છે, તે વાત તે શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. તેઓ કેવી રીતે સંયમમાં ઉપકારક થાય છે તે હવે પ્રકટ કરવામાં આવે છે–પૃથ્વીકાયિક જીવો એક સ્થાન પર બેસવામાં અને પડખું ફેરવવા આ દિમાં સહાયક હોવાને લીધે સંયમની આરાધનામાં ઉપકારક થઈ પડે છે. એટલે કે સંયમી જીવ એક સ્થાન પર બેસે છે અથવા તે સ્થાન પર પિતાના પાર્શ્વભાગ આદિને બદલે છે તે સ્થાન પૃથ્વીકાય રૂપ જ હોય છે. આ રીતે પૃથ્વીકાવિક જીવ પિતાની ઉપર બેસવા, ઉઠવા આદિ રૂપ થાન આપીને સંયમના પાલનમાં સહાયક બને છે. અપૂકાય પાન (પીવાની ક્રિયા) આદિ દ્વારા સંયમના પાલનમાં ઉપકારક બને છે, વાયુને પ્રકોપ થાય ત્યારે તપ્ત ઈટ વડે સેક આદિ કરાવવામાં તેજસકાયિક ઉપકારક
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૮
૨