Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બાદર જીવવિશેષકા નિરૂપણ
આ મુંડિત અવસ્થાને સદ્ભાવ બાદર છવ વિશેષમાં હોય છે. તેથી હવે સૂત્રકાર બાદર છવ વિશેષનું કથન કરે છે.
“ સોનં ૨ વાયરા વળત્તા” ઈત્યાદિટીકાથ–અધોકમાં નીચે પ્રમાણે પાંચ બાર જ હોય છે-(૧) પૃથ્વીકાયિક (૨) અપ્રકાયિક, (૩) વાયુકાયિક, (૪) વનસ્પતિકાયિક અને (૫ ઉદાર શૂલ ત્રસ પ્રાણી, તેજસ્કાયિક અને વાયુકાયિક પણ ત્રસ હોય છે, તેથી સ્થૂલ ત્રસ પ્રાણુને “ઉદાર ” વિશેષણ લગાડવામાં આવ્યું છે. આ ઉદારતા એકેન્દ્રિયની અપેક્ષાએ સમજવી જોઈએ. ઉMલેકમાં પણ એ જ પ્રકારના પાંચ બાદ છે. અધેલક અને ઉદ્ઘલેકમાં તૈજસ બાદર નથી.
શકા–અલોકમાં અને ઉર્વકપાટ કયમાં પણ તૈજસ બાદરને સભાવ હોય છે, છતાં આપ શા કારણે એવું કહે છે કે ઉર્વલક અને અધલેકમાં તેજસ બાદરનો સદૂભાવ નથી ?
ઉત્તર–શે કે તેમનું ત્યાં અસ્તિત્વ છે ખરું, પણ તેઓ ત્યાં ઘણું જ અલ્પ પ્રમાણમાં છે, તેથી અહીં તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યું નથી.
તથા જે ઉકપાટદ્વયમાં તિજસ બાદર કહ્યા છે, તેઓ પણ ઉત્પસ્યમાન હોવાથી ઉત્પત્તિ સ્થાનમાં આશ્રિત હેવા રૂપે વિવક્ષિત થયા નથી. તિર્યલેકમાં પણ એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય પયતના પાંચ પ્રકારના ખાદર જીવો છે. એકેન્દ્રિય જાતિ નામકર્મના ઉદયથી અને તદાવરણ (તેનું આવરણ કરનાર) ક્ષયપશમથી જેમને એક સ્પર્શેન્દ્રિયને જ સદ્દભાવ હોય છે, તેમને એકેન્દ્રિય જી કહે છે.. પૃથ્વીકાય આદિ છેને એકેન્દ્રિય કહે છે. એ જ પ્રમાણે દ્વીન્દ્રિય આદિ કોના વિષયમાં પણ સમજવું. એકેનિદ્રયથી લઈને પંચેન્દ્રિય પર્યન્તના જીવોમાં પૂર્વ પૂર્વની અપેક્ષાએ ઉત્તરોત્તરમાં ઇન્દ્રિયની વિશેષતા અને જાતિનામકર્મની વિશેષતાનું કથન થવું જોઈએ.
હવે સૂત્રકાર જુદી જુદી ત્રણ રીતે એકેન્દ્રિના પાંચ પ્રકારનું કથન કરે છે. “વિફા” ઈત્યાદિ બાદર તેજસ્કાયિક જીવ પાંચ પ્રકારના કહ્યા છે–(૧) અંગાર, (૨) જવાળા, (૩) મુમ્ર, (૪) અચિં અને (૫) અલાત.
અંગાર એટલે દેવતાને અંગારે. જે અતિશિખા છિન્ન મૂળવાળી હોય છે તેને જવાલા કહે છે, જેના ઉપર રાખ બાઝી ગઈ હોય એવા અગ્નિ. કણને-અંગારાને “મુમુર” કહે છે જે અગ્નિશિખા અછિન્ન મૂળવાળી હોય છે તેને અર્ચિ” કહે છે. અર્ધ દગ્ધ કાણ આદિ રૂપ જે અગ્નિ છે તેને અલાત” કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૭૩