Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રકારને ભાવ સંભવી શકતા નથી,” એવી વિચારણા કરવી જોઈએ નહીં, કારણ કે પ્રાન્તન, અશુભ, ઘન, ચીકણું અને વાસાર કર્મના ઉદયથી જ્ઞાનાઢય પુરુષનું પણ પતન થઈ જાય છે અને તે અવળે માર્ગે ચડી જાય છે. કહ્યું પણ છે કે “જન્મ જૂi ” ઈત્યાદિ-ધન, ચીકણા, ગુરુ અને વજસાર કર્મ જ્ઞાનાઢય પુરુષને પણ ઉપથમાં (અવળે માર્ગે) લઈ જાય છે.
પાંચમું કારણું–જે આચાર્ય અથવા ઉપાધ્યાયના સુહૃદજને અથવા જ્ઞાતિગણ (સ્વજનેને સમૂહ) ગણુમાંથી બહાર નીકળી ગયેલ હોય, તે તેમના (નીકળી ગયેલા તે લેકેના) સંગ્રહ અને ઉપગ્રહને માટે-સ્વીકાર અને વઆદિક વડે તેમને ધર્મમાં સ્થિર કરવાને માટે તેમણે ગ૭માંથી નીકળી જવું જોઈએ. જે સૂ૨૯ છે
દ્ધિવાલે મનુષ્ય વિશેષકા નિરૂપણ તીસર ઉદેશા
આગલા સૂત્રમાં આચાર્યના ગણમાંથી અપક્રમણ (નીકળી જવાની ક્રિયા) ના કારણે પ્રકટ કરવામાં આવ્યા. આચાર્યો તે ઋદ્ધિવાળા હોય છે. તેથી હવે સૂત્રકાર ઋદ્ધિસંપન્ન વિશિષ્ટ વ્યક્તિઓનું કથન કરે છે.
ટીકાથ–“ઘરવિહા રૂઢિીમંતા મgeણા વળા” ઈત્યાદિ–
ઋદ્ધિસંપન્ન મનુષ્યને નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે-(૧) અહંત, (૨) ચકવર્તી, (૩) બલદેવ, (૪) વાસુદેવ અને (૫) ભાવિતાત્મા અણગાર.
ઋદ્ધિ એટલે લબ્ધિ, તેના અનેક પ્રકારો કહ્યા છે. જેમકે (૧) આમશૌષધિ, (૨) વિડીષધિ, (૩) શ્લેષિધિ, (૪) જલ્લૌષધિ, (૫) સવૌષધિ, (૬) સંભિત્રોચલબ્ધિ, (૭) અવધિલબ્ધિ (૮) જુમતિલબ્ધિ, (૯) વિપુલમતિ લબ્ધિ, (૧૦) ચારણલબ્ધિ, (૧૧) આશીવિષલબ્ધિ, (૧૨) કેવલીલબ્ધિ, (૧૩) ગણધરલબ્ધિ, (૧૪) પૂર્વધરલબ્ધિ, (૧૫) અહંવલબ્ધિ, (૧૨) ચકવર્તિત્વલબ્ધિ, (૧૭) બળદેવલબ્ધિ, (૧૮) વાસુદેવલબ્ધિ, (૧૯) ક્ષીરાસ્ત્ર, મળ્યાસ્ત્રવ, સપિરાસ્ત્રપલબ્ધિ, (૨૦) કે છબુદ્ધિલબ્ધિ, (૨૧) પદાનુસારીલબ્ધિ, (૨૨) બીજબુદ્ધિલબ્ધિ, (૨૩) તેજલેશ્યાલબ્ધિ, (૨૪) આહારકલબ્ધિ, (૨૫) શીતલેશ્યાધિ , (૨૬) વૈકિયલબ્ધિ, (૨૭) અક્ષણમાનસલબ્ધિ, (૨૮) jલાકલબ્ધિ વગેરે. કહ્યું પણ છે કે “હર ગોવરમો” ઈત્યાદિ –
શુભ કર્મોના ઉદયથી, કર્મોને ક્ષયથી, કર્મોના ક્ષપશમથી, કર્મોના ઉપશમથી અને શુભ પરિણામોના નિમિત્તથી જીને અનેક પ્રકારની લબ્ધિ. એની પ્રાપ્તિ થાય છે. એવી લબ્ધિ અથવા અદ્ધિથી ખૂબ જ સંપન્ન પુરુષને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૬૦