Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પહેલા ભાગમાં (૨) સુપ્રત્યુત્તરે સુપ્રષ્ટિ” જે તે પ્રત્યુપ્રેક્ષા તે સારી રીતે કરતું નથી પણ પ્રમાજના સારી રીતે કરે છે, તે તેને બીજા ભાગમાં મૂકી શકાય છે. “સુત્યુ સુદામષ્ટિ ” (૩) જે તે પ્રત્યુપ્રેક્ષા તો સારી રીતે કરે છે પણ પ્રમાજના સારી રીતે કરતું નથી, તે તેને ત્રીજા ભાગમાં મૂકી શકાય છે. “સુત્યુત્તે પુષ્ટિ” જે તે પ્રયુક્ષિા પણ સારી રીતે કરે છે, અને પ્રમાર્જના પણ સારી રીતે કરે છે તે તેને ચેથા ભાંગાવાળે કહે છે. આ રીતે આગળના ત્રણ ભાંગા અને ચોથા ભંગના જે ચાર ભાંગા બને છે, તે મળીને કુલ ૭ ભાંગા થાય છે. ચેથા ભાંગાના જે ચાર ભાંગા કહેવામાં આવ્યા છે તેમાં જે ચેાથે ભાંગે છે, એજ શુદ્ધ છે, બાકીના ભાંગાઓમાં સામાચારી થતી નથી. જે સાગરિક ત્યાંથી ગમન કરવા માંડે, તે જેટલા સમયમાં તે સાત ડગલાં આગળ વધે છે, તેટલા કાળ સુધી ઉપાશ્રયની બહાર રહેવું જોઈએ અને તે ચાલ્યા ગયા બાદ પગનું પ્રમાર્જન કરવું જોઈએ. આચાર્ય કરતાં દીક્ષા પર્યાયની અપેક્ષાએ જે સાધુ ના હોય તેણે જ આચાર્યના પગનું રજોહરણ આદિ વડે પ્રોફેટન (૨જ ઝાપટવાનું કાર્ય) કરવું જોઈએ, પરંતુ આચાર્ય કરતાં જે સાધુ દીર્ઘ દીક્ષા પર્યાયવાળ હોય, તેણે આચાર્યનું પાદપ્રસ્ફોટને કરવું જોઈએ નહીં, કારણ કે પર્યાયઝ જે સાધુઓ હોય છે તેઓ તે આચાર્યના ગુરુ સમાન ગણાય છે. આચાર્ય સાગરિકની હાજરી હોય ત્યારે ઉપાશ્રયની અંદર જ બન્ને પગની પ્રમાર્જના કરે છે, એવું અહીં જે કહેવામાં આવ્યું છે તેને ભાવાર્થ એ છે કે જે ઉપાશ્રય વિશાળ હોય તે તેમણે અપરિભકત સ્થાનમાં બેસીને જ પોતાના બંને પગ દેવા જોઈએ, પણ જે ઉપાશ્રય ના હોય તો તેમણે પોતાના સંસ્મારકના સ્થાન પર બેસીને જ પિતાના પગની પ્રમ ર્જના કરવી જોઈએ. જે આચાર્ય અને ઉપાધ્યાય બને બહારથી સાથે આવ્યા હોય, તે તે બન્નેમાં દક્ષા પર્યાયની અપેક્ષાએ જયેષ્ઠ હોય તેમણે પિતાના પગની પ્રમાના પહેલાં કરવી જોઈએ, અને ત્યાર બાદ લઘુ દીક્ષા પર્યાયવાળાએ પોતાના પગની પ્રમાર્જના કરવી જોઈએ. આ પ્રકારનું પહેલા અતિશેષનું સ્વરૂપ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૫ ૬