Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જેમકે જે નીલવત્ મહહદ છે તે નીલપત્ નામના દેવના નિવાસ રૂપ છે. તે મહાબુદ ચમક નામના બે પર્વતે પછી આવે છે. આ બન્ને પર્વતનું વર્ણન વિચિત્રકૂટ અને ચિત્રકૂટના વર્ણન પ્રમાણે જ સમજવું. તેની દક્ષિણ દિશામાં ઉત્તરકુરુ હદ આદિ ચાર હદ આવેલાં છે. તે પ્રત્યેક મહા હદ દસ દસ કાંચન નામના પર્વતોથી યુક્ત છે. તે બધાં પર્વતે ૧૦૦ જનના વિસ્તારવાળા છે. તેમને વિસ્તાર મૂળભાગમાં ૧૦૦ જનને અને ઉપરના ભાગમાં ૫૦૦ જનને છે, તે પર્વતે તેમના જેવાં જ નામવાળા દેવોથી અધિષ્ઠિત છે. તે પ્રત્યેક પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી ૧૦-૧૦ એજનના અંતરે વ્યવસ્થિત છે. તે વિચિત્રકૂટ આદિ પર્વતવાસી અને હદવાસી જે દેવે છે તેમની જબૂદ્વીપના અસંખ્યાતમાં ભાગમાં ૧૨ જન પ્રમાણવાળી નગરીઓ છે. તે નગરીઓનાં નામે તે દેવોનાં નામ જેવાં જ છે. તે વક્ષસ્કાર પર્વતે કઈ કઈ દિશામાં છે, તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે.
ત વિ ” ઈત્યાદિ–તે વક્ષસ્કાર પર્વતે સીતા અને સતેદા નામની મહાનદીઓ અને મન્દર પર્વતની દિશામાં છે. તેમની ઊંચાઈ તે દિશામાં ૫૦૦ જનની છે. અને તેમને ઉઠેધ (ભૂમિની અંદર વિસ્તાર) ૫૦૦ ગભૂતિ પ્રમાણ છે. મન્દર પર્વતની દિશામાં માલ્યવત્, સૌમનસ, વિદ્યુ—ભ અને ગન્ધમાદન નામના ગજાન્તના આકાર જેવા પર્વતે પૂર્વોક્ત સ્વરૂપવાળા છે. તે સિવાયના જે અન્ય વક્ષસ્કાર પર્વતે છે, તેઓ સીતા અને સીતાદા મહાનદીઓની દિશામાં છે. જંબુદ્વીપમાં જેટલા પ્રમાણુવાળા આ વક્ષસ્કાર પર્વતે અને મહાદે કહ્યાં છે, એટલા જ પ્રમાણવાળા વક્ષસ્ક ૨ પર્વત અને મહાહદે ધાતકીખંડના પૂર્વાર્ધમાં, પશ્ચિમાર્ધમાં અને પુષ્કરાના પૂર્વ અને પશ્ચિમાર્ધમાં પણ આવેલા છે. એ જ વાતને સૂત્રકારે “બાર
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૪
૪૮