Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ifહં જાનેહિં નવા સુમોતિયાણઈત્યાદિ–
આ પાંચ સ્થાને (કારણે) ને લીધે જેને માટે બેધિની પ્રાપ્તિ દુર્લભ બની જાય છે, તેથી તેઓ મોહનીય આદિ કર્મોને બન્ધ કરે છે. તે પાંચ કારણો નીચે પ્રમાણે છે–(૧) જે જીવ અહંત પ્રભુને અવર્ણવાદ કરે છે, તેને બેધિની પ્રાપ્તિ દુર્લભ બની જાય છે. અવર્ણવાદ એટલે નિન્દા. આ કથનને ભાવાર્થ એ છે કે જે જીવ અહંત પ્રભુની નિન્દા કરે છે, તે જીવ દુર્લભ બાધિતાના ઉત્પાદક કમને બધું કરે છેઅહંન્ત પ્રભુને અવણવાદ આ પ્રકારે થાય છે--“ નથી રહંતત્તિ” ઈત્યાદિ--
જ અહંતનું અસ્તિત્વ જ નથી. જે વિદ્યમાન કેવળજ્ઞાન વડે સમસ્ત પદાર્થોને જાણવા છતાં પણ તે ભેગોને ભક્તા કેવી રીતે હોઈ શકે છે, અને સમવસરણ આદિ રૂપ ઋદ્ધિને ભક્તા કેવી રીતે હોઈ શકે? જે ખરેખર તેઓ અહંત હોત તો એવું કરત જ નહીં” આ પ્રકારના કથન દ્વારા અહંત પ્રભુનો અવર્ણવાદ થાય છે. અહંત થયા જ નથી એવી માન્યતા સાચી નથી, કારણ કે તેમના પ્રત વચનરૂ૫ આગમો અત્યારે પણ મોજુદ છે. તેમણે સમવસરણ આદિ રૂપ અદ્ધિ જોગવી હોવાથી તેમનામાં અજ્ઞતા માન્ય કરવી એ વાત પણ માની શકાય તેમ નથી. કારણ કે તેઓ અવશ્ય જ્ઞાની જ હતા. સાતવેદનીય કર્મ અને તીર્થકર નામ આદિ કર્મ તેમના દ્વારા અવશ્ય વેદ્ય હતા. તે કારણે તેમને ભેગે પણ ભેગવવા પડયા હતા. સમવસરણ આદિ અદ્ધિની જે વાત કરવામાં આવી છે, તે તે તેમના અતિશય પ્રભાવે ઉત્પન્ન થઈ હતી, તેઓ તે વીતરાગ હોવાથી તેમાં તેમની કોઈ પણ પ્રકારની આસક્તિ ન હતી. આ રીતે અહત પ્રભુ થયા જ નથી એ માન્યતા ધરાવનાર તેમને અવર્ણવાદ કરે છે.
બીજુ કારણ--અહત પ્રજ્ઞપ્ત થતચારિત્ર રૂપ ધર્મને અવર્ણવાદ કરનાર જીવ પણ દુર્લભ બધિતાના ઉત્પાદક કને બન્ધ કરે છે. આ પ્રકારને અવર્ણોદ કરનાર જીવ એવું કહે છે કે શ્રુત તે પ્રાકૃત ભાષામાં નિબદ્ધ છે. એવા શ્રતથી શું લાભ થવાને છે? ચારિત્ર કરતાં તે દાન દેવું જ વધારે શ્રેયસ્કર છે. ચારિત્રની આરાધનાથી શું લાભ થવાનું છે? આ પ્રકારે શ્રતચારિત્ર રૂપ ધર્મને અવર્ણવાદ કરનારે જીવ દર્શન મોહનીય કર્મને કરે છે. તે દર્શન મેહનીય કર્મ બેધિની પ્રાપ્તિને દુર્લભ બનાવી નાખે છે, તેમની આ દલીલનું નિરાકરણ આ પ્રમાણે કરી શકાય છે.
શ્રતને પ્રાકૃત ભાષામાં નિબદ્ધ કરવા પાછળનો આશય એ છે કે એમ કરવાથી સ્ત્રીઓ અને બાલકે પણ તેને સારી રીતે સમજી શકે છે. નિર્વાણની
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૩૨