Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રાયશ્ચિત્ત રૂપ પ્રકૃષ્ટ કલપ જ્યાં હોય છે, તે પ્રકલ્પ છે. આચારાંગ રૂ૫ આચારને જે પ્રક૯પ છે, તેનું નામ આચાર પ્રકલ્પ છે. તે આચાર પ્રકલ્પ નિશીથ નામના અધ્યયન વિશેષરૂપ છે. તેના પૂર્વોક્ત પાંચ પ્રકારે કહ્યાં છે તે પ્રાયશ્ચિત્તની પ્રરૂપણ કરે છે. માસિક ઉદ્ધાતિકને લઘુમાસ પ્રાયશ્ચિત્ત પણ કહે છે. કહ્યું પણ છે કે “જળ છિન્ન સં” ઈત્યાદિ–
માસિક તપની અપેક્ષાએ આ ગાથાને અર્થ આ પ્રમાણે થાય છે– માસથી અર્થો દિવસ એટલે ૧૫ દિવસ થાય છે. માસની અપેક્ષાએ ૨૫ દિનાત્મક પર્વતપના અર્ધા દિવસે ૧૨ થાય છે. ૧૫ અને ૧૨ને સરવાળે ૨ા સાડીસત્યાવીસ આવે છે. જે એક માસનું લઘુપ્રાયશ્ચિત્ત દેવું હોય તે પૂરા ૩૦ દિવસનું દેવાને બદલે રછા સાડીસત્યાવીસ દિવસનું દેવું જોઈએ, જે ગુરુપ્રાયશ્ચિત્ત દેવું હોય તે તે પૂરા ૩૦ દિવસનું હોવું જોઈએ. આ પ્રકારના ૩૦ દિવસના પ્રાયશ્ચિત્તને માસિક અનુદ્ધાતિક કહે છે. જે પ્રાયશ્ચિત્ત ૩ માસ રા દિવસનું દેવામાં આવે છે તેને લઘુચાતુર્માસિક અથવા ચાતુ મસિક ઉદ્દઘાતિક કહે છે. પૂરા ચાર માસના પ્રાયશ્ચિત્તને ચાતુર્માસિક અનુદઘાતિક અથવા ગુરુચાતુર્માસિક કહે છે. સતત છ માસ પર્યન્તનું જે પ્રાય શ્ચિત દેવામાં આવે છે તેનું નામ આરોપણું છે. મહાવીર પ્રભુના શાસનમાં તેટલા સમય કરતાં વધારે સમયની આરોપણુ દેવામાં આવતી નથી. “ગોગળા કળત્તિમાનાં હો” આપણને આરહણ કહેવામાં આવે છે. જે જીવ જેવા દેષનું સેવન કરે છે, તે દષની તેને દ્વારા તેને અનુરૂપ આલેચના કરાય છે–તેને પ્રતિસેવનાને અનુરૂપ જ માસલઘુ, માસગુરુ આદિ પ્રાયશ્ચિત્ત દેવામાં આવે છે. જે માણસ પ્રતિસેવિત દેશને અનુરૂપ આલેચના કરતો નથી, તેને પ્રાયશ્ચિત્ત તે દેવામાં આવે જ છે, પરંતુ તે પ્રાયશ્ચિત્તમાં માયાથી નિષ્પન્ન થયેલા અન્ય પ્રાયશ્ચિત્તની આરે પણ કરાય છે. આ પ્રકારનું તે આપણનું સ્વરૂપ હોય છે. આ ચાર પ્રકલ્પના કે કોઈ ઉદ્દેશકોમાં લધુમાસ પ્રાયશ્ચિત્તની પ્રરૂપણું કરવામાં આવી છે, કઈ કઈ ઉદ્દેશકમાં ગુરુમાસ પ્રાયશ્ચિત્તની, કઈ કઈ ઉદ્દેશકમાં લઘુ ચાતુર્માસ પ્રાયશ્ચિત્તની, કોઈ કઈ ઉદેશમાં ગુરુ ચાતુર્માસ પ્રાયશ્ચિત્તની અને કઈ કઈ ઉદ્દેશકમાં આરપણાની પ્રરૂપણ કરવામાં આવી છે. આ રીતે પાંચ પ્રકારના પ્રાયશ્ચિત્તોનું પ્રરૂપક હેવાને કારણે આ આચાર પ્રકલ્પને પાંચ પ્રકારને કહેવામાં આવેલ છે, એમ સમજવું. અહીં આપણાને આચાર પ્રકલ્પના પાંચમાં ભેદ રૂપ પ્રકટ કરવામાં આવી છે.
હવે સૂત્રકાર તે આપણાના પાંચ ભેદે પ્રકટ કરે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
४४