Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંયમ ઔર અસંયમકા નિરૂપણ
હવે સૂત્રકાર સંયમ અને સંયમના પ્રતાપક્ષ રૂપ અસંયમનું કથન કરે છે. “gfiરિયાળ બીજા અમારમારણઈત્યાદિ–
સંઘદ્રન આદિ દ્વારા એકેન્દ્રિય નું ઉપમદન ( હત્યા) નહીં કરનારા સાધુ વડે ૧૭ પ્રકારના સંયમમાંથી પાંચ પ્રકારના સંયમનું પાલન થાય છે. અહીં “જ્ઞ” ધાતુ “મરિ” ના અર્થમાં વપરાય છે. સંયમના તે પાંચ પ્રકાર નીચે પ્રમાણે સમજવા-(૧) પૃથ્વીકાયિક સંયમ, (૨) અપકાયિક સયમ (3) તેજસકાયિક સંયમ, (૪) વાયુકાયિક સંયમ અને (૫) વનસ્પતિકાયિક સંયમ. આ પાંચ સંયમોથી વિરૂદ્ધ પાંચ પ્રકારના અસંયમ હોય છે. પૃથ્વી કાયિક જીવોના સંઘટ્ટન આદિને ત્યાગ કરવો તેનું નામ પૃથ્વીકાયિક સંયમ છે. એ જ પ્રમાણે અપૂકાયથી લઈને વનસ્પતિકાયિક પર્યન્તના સંયમ વિષે પણ સમજવું. | સૂ. ૧૯
ચિંરિયા નવા બનનામમાળR” ઈત્યાદિ સૂત્રાર્થ–પંચેન્દ્રિય જીવોનું સંઘઠ્ઠન આદિ દ્વારા ઉપમન નહીં કરવા રૂપ જે સંયમ છે, તેના પાંચ પ્રકાર નીચે પ્રમાણે છે-શ્રોત્રેન્દ્રિય સંયમથી લઈને પશેન્દ્રિય સંયમ પયતના પાંચ ઇન્દ્રિયોના સંયમ અહીં ગ્રહણ કરવા જોઈએ. એ જ પ્રમાણે સંઘટ્ટન આદિ વડે પંચેન્દ્રિય જીવોનું ઉપમર્દન કરવા રૂપ અસંયમના પણ નીચે પ્રમાણે પાંચ પ્રકાર પડે છે–શ્રોત્રેન્દ્રિય અસંયમથી લઈને સ્પર્શેન્દ્રિય અસંયમ પયંતના પાંચ પ્રકારે અહીં ગ્રહણ કરવા જોઈએ. સમસ્ત પ્રાણ, ભૂત, જી અને સર્વેનું સંઘઠ્ઠન આદિ દ્વારા મદન કરવાને ત્યાગ કરનાર જીવ દ્વારા પાંચ પ્રકારના સંયમનું પાલન થાય છે તે પાંચ પ્રકારે નીચે પ્રમાણે છે-એકેન્દ્રિય સંયમથી લઈને પંચેન્દ્રિપ સંયમ પયતના પાંચ પ્રકાર અહીં સમજી લેવા. સમસ્ત પ્રાણુ, ભૂત, જીવે અને સત્તનું સંઘઠ્ઠન આદિ દ્વારા મર્દન કરવા રૂપ અસંયમના પણ નીચે પ્રમાણે પાંચ પ્રકાર છે–એકેન્દ્રિય અસંયમથી લઈને પંચેન્દ્રિય અસંયમ પર્યન્તના પાંચ પ્રકારે અહીં સમજી લેવા.
gવિરમણિમા” ઈત્યાદિ –
આ ગાથા દ્વારા સંયમના જે ૧૭ પ્રકાર બતાવવામાં આવ્યા છે. તેમાં નવમે ભેદ જે પંચેન્દ્રિય સંયમ કહે છે, એ જ અહીં સૂત્રમાં શ્રોત્રેન્દ્રિય સંયમ આદિના ભેદથી પાંચ પ્રકારને કહ્યો છે. જે જીવ પંચેન્દ્રિય જીવોની વિરાધના કરતા નથી, એવા જીવ દ્વારા શ્રોત્રેન્દ્રિય સંયમ આદિ રૂપ પાચ પ્રકારના સંયમનું પાલન થાય છે. તેમાં શ્રોત્રેન્દ્રિયની વિરાધનાને ત્યાગ કર
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪