Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંયમકે સ્વરૂપના નિરૂપણ
“dવધિ સંગમે પvળ” ઈત્યાદિ
સંયમના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે--(૧) સામાયિક સંયમ, (૨) છેદે પસ્થાપનીય સંયમ, (૩) પરિહાર વિશુદ્ધિક સંયમ, (૪) સૂમ સંપરય સંયમ અને (૫) યથાખ્યાત સંયમ.
સાવધ વ્યાપારોથી નિવૃત્ત થવું તેનું નામ સંયમ છે. તે સંયમના સામાયિક આદિ પૂર્વે ત પાંચ ભેદ છે. જે સંયમમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યકુચારિત્ર અને સમ્યફ ત૫ રૂ૫ રને લાભ થાય છે, તે સયમનું નામ
સમાય છે. અથવા સમરૂપ જ્ઞાનાદિકે માં અથવા સમરૂપ જ્ઞાનાદિકા દ્વારા જે ગમન છે તેનું નામ “સમાય” છે.
અથવા--રાગદ્વેષ આદિ વડે અસ્પૃષ્ઠ અંતઃકરણને જે લાભ છે તેનું નામ “સમય” છે. એટલે કે જે કામધેનું, કલ્પવૃક્ષ અને ચિન્ત મણિને પણ કાકા પાડી દે છે, જે ગહન અટવીના સમાન આ સંસારના ભ્રમણથી જનિત કલેશેને સર્વથા વિનાશ કરી નાખે છે, એવો સંસારના સમસ્ત જી તરફ સમભાવ રાખનાર જે આત્મા છે, અને જે જ્ઞાન દર્શનાદિ વડે સંવૃત હોવાને લીધે વિશદ્ધ બનેલે છે, તેને “સમ” કહે છે. તે સમયની જે આય (પ્રાપ્તિ) થવી તેનું નામ “સમાય છે. તે સમાય આત્માની વિશુદ્ધિ કરવા રૂપ હેય છેએવા સમાયને જ સામાયિક કહે છે. તેને સાવદ્યાગ વિરમણરૂપ છે. ચારિત્ર છે, તે ચારિત્રરૂપ સામાન્યતઃ ગણવામાં આવે છે. તે સામાયિક રૂપ ચારિત્ર જ છેદાદિક વિશેષણેથી યુક્ત થયેલા શબ્દ અને અર્થની અપેક્ષાએ અનેક પ્રકારતાને પ્રાપ્ત કરે છે. તેમાંથી જે પહેલે ભેદ છે તે કોઈ પણ વિશેષણ વિનાને છે. આ પ્રકારે વિશેષણરહિત તે સામાયિકના બે પ્રકાર કહ્યા છે--(૧) ઈત્વરકાલિક અને (૨) યાજજીવ, ઈત્વરકાલિક સામાયિકને સદૂભાવ પહેલા અને છેલલા તીર્થ કરના તીર્થના અનાપિત વ્રતવાળા જીવમાં હેય યાજજીવ સામાયિકનો સદ્ભાવ વચ્ચેના ૨૨ તીર્થકરોના અને મહાવિદેહવર્તી તીર્થકરોના તીર્થમાં ઉપરથાનના અભાવે અનારોપિત વ્રતવાળા માં હોય છે. કહ્યું પણ છે કે-“સબૂમિળ પાનાચં” ઈત્યાદિ.
આ સમસ્ત સામાયિક છેદાદિના વિશેષથી રહિત હોય છે. “સામાયિક ” એવી આ સામાન્ય સંજ્ઞા છે. સાવદ્ય ગેમાંથી વિરતિ થવું તેનું નામ સામાયિક છે. તેના ઈવર અને યાત્મથિક નામના બે ભેદ છે. તેમાંની ઈવર
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪