Book Title: Samprat Sahchintan Part 14
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/002058/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન ભાગ ૧૪ આણલાલ ચી શક Page #2 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન ભાગ ચૌદમો લેખક રમણલાલ ચી. શાહ : પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪ : મુખ્ય વિક્રેતા : આર. આર. શેઠની ક. મુંબઈ-૪૦૦ ૦૦૨ * અમદાવાદ-૩૮૦૦૦૨ Page #3 -------------------------------------------------------------------------- ________________ SAMPRAT SAHACHINTAN. (Part 14) (A collection of articles on various subjects) by Dr. RAMANLAL C. SHAH Published by : Shree Mumbai Jain Yuvak Sangh, 385, Sardar Vallabhbhai Patel Road, Mumbai-400 004 First Edition : APRIL, 2003 Price : Rs. 80-00 પ્રથમ આવૃત્તિ : એપ્રિલ ૨૦૦૩ મૂલ્ય : રૂપિયા એંશી No Copyright પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪ મુદ્રક : ક્રિષ્ના ગ્રાફિક્સ ૯૬૬, નારણપુરા જૂના ગામ, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ અ.સૌ. ઊર્મિલાબહેન નગીનભાઈ શેઠ તથા શ્રી નગીનભાઈ પદમશીભાઈ શેઠ ને સ્નેહાદરપૂર્વક - રમણભાઈ શાહ III Page #5 -------------------------------------------------------------------------- ________________ ડો. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો એકાંકીસંગ્રહ શ્યામ રંગ સમીપે જીવનચરિત્ર-રેખાચિત્ર-સંસ્મરણ • ગુલામોનો મુક્તિદાતા • હેમચંદ્રાચાર્ય • વંદનીય હૃદયસ્પર્શ, ભા.૧-૨-૩ • બે૨૨થી બ્રિગેડિયર • તિવિહેણ વંદામિ પ્રવાસ-શોધ-સફર સાંપ્રત સહચિંતન, ભાગ ૧ થી ૧૪ સાહિત્ય-વિવેચન એવરેસ્ટનું આરોહણ - ઉત્તરધ્રુવની શોધ-સફર • પાસપૉર્ટની પાંખે ન્યૂઝીલેન્ડ • ઑસ્ટ્રેલિયા ♦ રાણકપુર તીર્થ • પ્રદેશે જય-વિજયના • પાસપૉર્ટની પાંખે-ઉત્તરાલેખન નિબંધ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી • શ્રી મોહનલાલજી મહારાજ • શેઠ મોતીશાહ • પ્રભાવક સ્થવિરો ભાગ ૧ થી ૫ નલદવદંતી રાસ (સમયસુંદરકૃત) કુવલયમાળા (ઉદ્યોતનસૂરિકૃત) ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન (અન્ય સાથે) • નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય • બુંગાકુ-શુમ • ડિલેહા સમયસુંદર ૦ ક્રિતિકા • ગૂર્જર ફાગુસાહિત્ય ૦ ૧૯૬૨નું ગ્રંથસ્થ વાડ્મય ♦ નળ-દમયંતીની કથાનો વિકાસ સંશોધન-સંપાદન અભિચિંતના જંબુસ્વામી રાસ (યશોવિજયજીકૃત) મૃગાવતીચરિત્ર ચોપાઈ (સમયસુંદરકૃત) For Private &rsonal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ • નલરાય-દવદંતી ચરિત્ર (ઋષિવર્ધનસૂરિકૃત) • ધન્ના-શાલિભદ્ર ચોપાઈ (ગુણવિનયકૃત) • બે લઘુ રાસકૃતિઓ (જ્ઞાનસાગરકૃત અને ક્ષમાકલ્યાણકૃત) • નલ-દવદંતી પ્રબંધ (વિજયશેખરકૃત) ધર્મ-તત્ત્વજ્ઞાન • જૈન ધર્મ (છઠ્ઠી આવૃત્તિ) • જૈન ધર્મ (હિન્દી આવૃત્તિ) • જૈન ધર્મ (મરાઠી આવૃત્તિ) • બૌદ્ધ ધર્મ • નિહનવવાદ • Shraman Bhagwan Mahavir & Jainism • Budhism-An Introduction • Jina Vachana • વીર પ્રભુનાં વચનો • જિનતત્ત્વ, ભાગ ૧ થી ૬ ૦ તાઓ દર્શન • કન્ફયૂશિયસનો નીતિધર્મ • અધ્યાત્મસાર, ભાગ ૧-૨-૩ સંક્ષેપ • સરસ્વતીચંદ્ર, ભાગ ૧ (પાઠ્યસંક્ષેપ) અનુવાદ • રાહુલ સાંકૃત્યાયન (સાહિત્ય અકાદમી, દિલ્હી) • ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિ (નેશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી) સંપાદન (અન્ય સાથે) • મનીષા - શ્રેષ્ઠ નિબંધિકાઓ • શબ્દલોક • ચિંતનયાત્રા - નીરાજના • અક્ષરા - અવગાહન • જીવનદર્પણ - કવિતાલહરી • સમયચિંતન ૦ તત્ત્વવિચાર અને અભિવંદના • મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજી • જૈન સાહિત્ય સમારોહ, ગુચ્છ ૧-૨-૩-૪ • શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ • શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દી ગ્રંથ પ્રકીર્ણ • એન.સી.સી. • જૈન લગ્નવિધિ WWW.jainelibrary.org Page #7 -------------------------------------------------------------------------- ________________ A thought is often original, though you have uttered it a hundred times. - Wendell Holmes No occupation is at once idler and more fruitful than entertaining one's own thought. - Montaigne * It is in human nature to think wisely and to act in an absurd fashion. - Anatole France For Private V!rsonal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ ૧. બડે બાબા ૨. સ્વ. માનભાઈ ભટ્ટ 3. माणं मद्दवया जिणे ૪. અન્ન દાન ૫. સ્વ. પ.પૂ.શ્રી કલાપૂર્ણસૂરિજી મહારાજ ૬. આફ્રિકામાં “જયપુર ફૂટ’ ७. भोगी भमइ संसारे ૮. બાળકો : ઉપેક્ષા અને દુર્વ્યવહાર ૯. સ્વ. ભંવરલાલજી નાહટા ૧૦. નમો લોએ સવ્વસાહૂણં ૧૧. સિન્થળ ટોળપા, વુિં ૨ | નહિ, ૧૨. બાવનગજા ૧૩. આનંદઘનજીની ઉદાત્ત તત્ત્વદૃષ્ટિ ૧૪. અપુછો ? માસે જ્ઞા, માસમાપાસ અંતરી ૧૨૨ ૧૩૦ ૧૩૬ ૧૪૭ For Privavi Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ કોપીરાઇટનું વિસર્જન મારા પ્રગટ થયેલ સર્વ ગ્રંથો અને અન્ય સર્વ લખાણોનાં અનુવાદ, સંક્ષેપ, સંપાદન, પુનઃપ્રકાશન ઈત્યાદિ માટેના કોઈ પણ પ્રકારના કૉપીરાઇટ હવેથી રાખવામાં આવ્યા નથી. અન્ય કોઈ વ્યક્તિને કે કોઈ પ્રકાશકને કોઈ પણ ગ્રંથની પ્રથમ આવૃત્તિ માટે કૉપીરાઇટ આપેલા હોય તો તેનું પણ વિસર્જન કરવામાં આવ્યું છે. હવે પછી પ્રકાશિત થનારા મારા કોઈ પણ લખાણ માટે કૉપીરાઈ ૨e રમણલાલ ચી. શાહ મુંબઈ તા. ૧-૧-૧૯૯૨ For Private Villonal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧ બડે બાબા જૈન તીર્થોમાં ‘બડે બાબા'ના નામથી પ્રચલિત કોઈ તીર્થ હોય તો તે મધ્યપ્રદેશમાં આવેલું કુંડલપુર-કુંડલગિર તીર્થ છે. આ દિગંબર તીર્થ બુંદેલખંડના ‘તીર્થરાજ’ તરીકે સ્થાન ધરાવે છે. તીર્થસ્થળમાં નીચે તળેટીમાં ગામ તે કુંડલપુર કહેવાય છે અને પાસે આવેલો પહાડ તે કુંડલિગિર તરીકે ઓળખાય છે. (બિહારમાં ભગવાન મહાવીર સ્વામીની જન્મભૂમિ કુંડલપુરથી આ તીર્થ ભિન્ન છે. નામસામ્યને કારણે ગેરસમજ ન થવી જોઈએ.) જૈન તીર્થોમાં આ એક તીર્થની એવી લાક્ષણિકતા છે કે ડુંગર ઉપરના મુખ્ય મંદિરમાં વિશાળકાય પ્રતિમા તે ઋષભદેવ ભગવાનની છે અને લોકો સૈકાઓથી આજ દિવસ સુધી આ પ્રતિમાને ભગવાન મહાવીર સ્વામી તરીકે પૂજતા અને ભજતા આવ્યા છે. વસ્તુતઃ લોકો તો એમને ‘બડે બાબા' તરીકે જ પૂજે છે, પછી ભલે એ ઋષભદેવ ભગવાન હોય કે મહાવીર સ્વામી હોય, પ્રથમ તીર્થંકર હોય કે ચરમ તીર્થંકર હોય. લોકોની બડે બાબા માટેની શ્રદ્ધા અનન્ય છે. જૈનો અને અજૈનો - સર્વ કોમના લોકો આ તીર્થની યાત્રાએ આવે છે, ભક્તિભાવપૂર્વક પૂજા કરે છે અને માનતા પણ માને છે. બડે બાબાનો ચમત્કાર ઘણો મોટો છે. વસ્તુતઃ સામાન્ય લોકોએ જ ભગવાનનું બડે બાબા [ ૧ Page #11 -------------------------------------------------------------------------- ________________ નામ “બડે બાબા' પાડી દીધું છે. છેલ્લા ત્રણ સૈકાથી આ જ નામ પ્રચલિત છે. ઋષભદેવ ભગવાન હોય કે મહાવીર સ્વામી, તીર્થંકર સ્વરૂપ તો એકસરખું જ છે. એટલે કે લોકમાન્યતામાં ફેરફાર કરવાના કોઈ પ્રયાસની આવશ્યકતા જણાઈ નથી. બડે બાબાનાં દર્શન કરવાની ભાવના તો મારા મનમાં ઘણા વખતથી હતી. જબલપુર અને દમોહ જવાનું તો ત્રણેક વખત થયું. પણ કુંડલપુર જવાયું નહોતું. એટલે જ મારા મિત્રો શ્રી જગદીશભાઈ ખોખાણી, શ્રી રમેશભાઈ શાહ અને શ્રી બિપિનભાઈ ગોડા સાથે જ્યારે બીજી ઓક્ટોબર ૨૦૦૧ના રોજ જબલપુર આચાર્ય શ્રી વિદ્યાસાગરજીનાં દર્શન-વંદન માટે જવાનું નિશ્ચિત થયું ત્યારે જ અમે સંકલ્પ કર્યો હતો કે એક-બે દિવસ ત્યાં વધુ રોકાઈને વચ્ચે એક દિવસ કુંડલગિરિ જઈને બડે બાબાનાં દર્શન કરી આવવાં. પરંતુ અમે જબલપુર પહોંચ્યા ત્યારે પરિસ્થિતિ જુદી હતી. ત્યારે ત્યાં ભારે વરસાદ પડી ગયો હતો અને હજુ પણ ચાલુ હતો. અમારા યજમાન, જબલપુરના દિગંબર સમાજના એક આગેવાન કાર્યકર્તા શ્રી નરેશદાદાએ કહ્યું કે “કુંડલપુર જવા અને ત્યાં રાત રોકાવા માટે તમારી બધી વ્યવસ્થા થઈ ગઈ છે. પરંતુ વરસાદ ઘણો પડ્યો છે. મધ્યપ્રદેશના રસ્તા આમ પણ ખરાબ છે. તેમાં વરસાદથી વધુ ખાડા પડી ગયા છે અને કાદવવાળા થઈ ગયા છે એટલે જવાઆવવામાં તમને સમય વધુ લાગશે અને થાક પણ વધુ લાગશે. એટલે મારા અભિપ્રાય પ્રમાણે તમારા માટે કુંડલપુર જવાનું યોગ્ય નથી. જવું હોય તો પાસે દોહરીબંધ તીર્થનાં દર્શન કરી આવો.' રસ્તો ખરાબ હોવાથી ન છૂટકે અમે બધાએ આ દરખાસ્ત સ્વીકારી લીધી. પરંતુ બીજે દિવસે મને વિચાર આવ્યો કે મુંબઈથી સંકલ્પ કરીને નીકળ્યા છીએ, વળી આટલે દૂર જબલપુર સુધી આવવાનું હવે પાછું જલદી થાય કે નહિ. એટલે જો શક્ય હોય તો કુંડલગિરિની ૨ ] સાંપ્રત સહચિંતન Page #12 -------------------------------------------------------------------------- ________________ યાત્રા કરી આવીએ. આવી બાબતમાં હંમેશાં સાથ આપવાવાળા મારા મિત્ર રમેશભાઈને મેં પૂછ્યું તો એમણે એ માટે સહર્ષ તત્પરતા બતાવી. જગદીશભાઈ અને બિપિનભાઈને આવો ખરબચડો પ્રવાસ શરીરની પ્રતિકૂળતાને લીધે માફક આવે તેમ નહોતો. અમે નરેશદાદા આગળ પ્રસ્તાવ મૂક્યો કે કુંડલપુર રાત ન રોકાઈએ અને ધારો કે સવારે જઈને સાંજે પાછા આવી જવું હોય તો શક્યતા કેવી છે ? એમણે કહ્યું કે ‘જરૂર જઈ-આવી શકાય.’ અને કહ્યું કે ‘સડકમાં ખાડા ઘણા છે. થાક લાગશે, પણ તમને આંચકા ઓછા લાગે એવી સારી ગાડીની વ્યવસ્થા કરી આપીશ. પણ તમારે સવારે વહેલું નીકળી જવું જોઈએ. જબલપુરથી દમોહ થઈને જવાય છે. આશરે ૧૫૦ કિલોમીટર છે. પણ રસ્તો ખરાબ હોવાથી સાડા ચાર-પાંચ કલાક પહોંચતાં લાગે છે. પાછા ફરતાં રસ્તામાં અંધારું થઈ જાય તો વળી વધુ સમય લાગે.’ રમેશભાઈ અને મારો કુંડલપુર જવાનો મક્કમ નિર્ધાર જોઈને નરેશદાદાએ અમારા માટે સરસ ગાડીની વ્યવસ્થા કરી આપી. બીજે દિવસે સવારે સાડા સાત વાગે અમે બંને કુંડલપુર જવા માટે નીકળ્યા. ગાડી નવી, મોટી અને સારી હતી. ડ્રાઇવર પણ હોશિયાર અને આ રસ્તાનો અનુભવી હતો. વરસાદ પડતો હતો, પણ શરમાતો શરમાતો. જબલપુર શહે૨ના રસ્તા જ એટલા બધા ખાડાવાળા હતા કે શહેરની બહાર નીકળી દમોહની સડક પકડતાં અડધો કલાક થઈ ગયો. દમોહનો રસ્તો તો એથી પણ વધુ ખરાબ હતો. પચીસ કિલોમીટરનું અંતર કાપતાં તો એક કલાક જેટલો સમય થઈ ગયો. જો ઠેઠ સુધી આવો જ રસ્તો હોય તો કુંડલપુર ક્યારે પહોંચાશે ? ક્યારે પાછા આવીશું ? દર્શન માટે પૂરતો સમય રહેશે કે નહિ ? વગેરે તર્ક અમારા મનમાં ઊઠ્યા. એક મિનિટ માટે પણ ભગવાનના મુખનું દર્શન કરવા બડે બાબા [ ૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ જો મળશે તો પણ ઉઠાવેલો આ શ્રમ સાર્થક છે એવો અમારો દૃઢ સંકલ્પ ન હોત તો સડકની વાસ્તવિકતાએ અમને જબલપુર પાછા મોકલી દીધા હોત. * જબલપુરથી આશરે પચાસેક કિલોમીટર સિગ્રામપુર ગામ સુધીનો રસ્તો ધીરજની કસોટી કરે એવો હતો. પણ પછી સાધારણ સારો રસ્તો આવ્યો. ગાડીની ઝડપ વધારી શકાઈ. આ સાધારણ રસ્તો જો પહેલેથી મળ્યો હોત તો અમે એની કદર નહિ પણ નિંદા કરી હોત, પરંતુ આરંભના રસ્તાને પોતે શરમાવી શકે એટલો એ સારો હતો એથી એની અમે કદર કરી. એણે અમારા ઉત્સાહમાં ઉમેરો કર્યો. જોકે વચ્ચે વચ્ચે એ પણ મોટું બગાડતો. પણ એમ કરતાં અમે દમોહ સુધી પહોંચી ગયા. ' હવે દમોહથી કુંડલપુરની ૩૮ કિલોમીટરની સડક એક ગાડી જાય એટલી નાની સાંકડી હતી. પણ તેની હાલત ઘણી સારી હતી. વળી વરસાદ રહી ગયો હતો અને તડકો નીકળ્યો હતો. બંને બાજુ આંબાનાં ઘટાદાર વૃક્ષો આવતાં હતાં. આસપાસનું પ્રાકૃતિક દશ્ય રમણીય હતું અને વાતાવરણમાં શીતળતા હતી. એણે અમારા થાકને ઉતારી નાખ્યો. લગભગ સાડા બાર વાગે અમે કુંડલપુર પહોંચી ગયા. સામે પહાડ ઉપર મંદિરો અને નીચે તળેટીમાં પણ મંદિરો જોઈને કોઈ ભવ્ય તીર્થસ્થળે આવ્યા હોઈએ એવો અનુભવ આ સ્થળે પ્રવેશતાં જ થયો. કુંડલપુર અને કુંડલગિરિનું આગવું નૈસર્ગિક દશ્ય જ વિલક્ષણ અને ચિત્તપટ પર અંકિત થઈ જાય એવું છે. કુંડલગિરિ પહાડ આપણી આસપાસ જાણે વર્તુળ હોય એવો દેખાય છે. નીચે તળેટીમાં વિશાળ તળાવ છે. પહાડનો આકાર કુંડલ જેવો વર્તુળાકાર હોવાથી પ્રાચીન સમયમાં જ એનું નામ કુંડલગિરિ પડી ગયું હશે એમ મનાય છે. ૪ 1 સાંપ્રત સહચિંતન Page #14 -------------------------------------------------------------------------- ________________ અમે મંદિરના સંકુલમાં પ્રવેશ્યા. નીચે તળેટીમાં જ મંદિરો, ધર્મશાળા, કાર્યાલય સહિત આ વિશાળ સંકુલ છે. ગાડી પાર્ક કરીને અમે પહાડ ઉપર ચડવાનો વિચાર કરતા હતા, પણ કાર્યાલયમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે પહાડ ઉપર ગાડીમાં જવા માટે કાચો રસ્તો બનાવ્યો છે અને ઠેઠ બડે બાબાના મંદિર સુધી જવાય છે. એટલે શ્રમ અને સમય બંને બચાવવા અમે ગાડીમાં જ ઉપર પહોંચી ગયા. - કુંડલગિરિના આ તીર્થક્ષેત્રમાં પહાડ ઉપર અને તળેટીમાં મળીને ત્રેસઠ મંદિરો છે. એમાં મુખ્ય મંદિર તે આ બડે બાબાનું છે. એનું ગર્ભગૃહ નાનું અને નીચાણમાં છે. મંદિરમાં પ્રવેશી, પગથિયાં ઊતરી અમે ગર્ભગૃહમાં દાખલ થયા. આપણી નજર ભરી દે એવા બડે બાબાનાં દર્શન કરી અમે ધન્યતા અનુભવી. અમારું સ્વપ્ન ફળીભૂત થયું. બડે બાબાની મૂર્તિ ફોટામાં જોઈએ અને પ્રત્યક્ષ જોઈએ એ બેમાં ઘણો ફરક છે. પ્રત્યક્ષ દર્શનથી જ વિશિષ્ટ અનુભૂતિ થાય છે. આ મૂર્તિની વિશાળતા, સમપ્રમાણતા, સુરેખતા, ભવ્યતા, ચહેરા પરની શાન્ત પ્રસન્નતા ઇત્યાદિ ચિત્તાકર્ષક તત્ત્વોથી અત્યંત પ્રભાવિત થઈ જવાયું. અમારી નજર ત્યાંથી જલદી ખસતી નહોતી. બડે બાબા એવું નામ આ પ્રતિમાની વિશાળતાને કારણે જ પડી ગયું છે. આ પદ્માસનસ્થ પ્રતિમા આશરે સાડા બાર ફૂટ જેટલી ઊંચી છે અને નીચે ત્રણ ફૂટનું સિંહાસન છે. આ પ્રતિમાજીની વિશિષ્ટતા એ છે કે બહારથી લાવીને તે અહીં પધરાવેલી નથી, પરંતુ પહાડના પથ્થરમાંથી ત્યાં જ કંડારેલી છે. પહાડના સાધારણ રતાશવાળા કાળા ભૂખરા એવા અનોખા રંગના નક્કર પાષાણમાંથી તે કંડારવામાં આવી છે. પ્રતિમાજી આગળપાછળ સંપૂર્ણ કંડારેલી નથી. પીઠનો ભાગ, મસ્તક અને કમર સહિત પથ્થરની દીવાલ સાથે તે એકરૂપ છે. કલાકૃતિ તરીકે પણ તે એક ઉત્તમ નમૂનારૂપ છે. પથ્થરની દીવાલમાં જ પરિકરની બડે બાબા [ ૫ Page #15 -------------------------------------------------------------------------- ________________ રચના કરવામાં આવી છે. એમાં મસ્તક ઉપર છત્ર છે અને બંને બાજુ દેવદેવી છે. આ પ્રતિમાજીના બંને કાન લાંબા અને ખભાને અડેલા છે. (શિલ્પની દષ્ટિએ એ જરૂરી પણ છે.) બંને કાનની પાસે વાળની લટ છે, જે જોઈ શકાય છે. ભારતમાં પહાડમાંથી કંડારેલી પદ્માસનસ્થ જૈન પ્રતિમાઓમાં આ સૌથી મોટી છે. જટા અથવા વાળની લટ તથા નીચે ગૌમુખ અને ચક્રેશ્વરી દેવીની આકૃતિ ઉપરથી આ ઋષભદેવ ભગવાનની પ્રતિમા છે એ સુનિશ્ચિત છે. આ પ્રતિમાની બંને બાજુ ખગાસનમાં પાર્શ્વનાથ ભગવાનની, સર્પની ફણા સાથે સાડા અગિયાર ફૂટ ઊંચી એક એક દિગંબર પ્રતિમા છે. જે રીતે અહીં પર્વતના પથ્થરમાંથી પ્રતિમા કંડારેલી છે તે જોતાં ભૂતકાળમાં આ કોઈ ગુફામંદિર હશે એવો સંભવ છે. ગર્ભગૃહની દીવાલોમાં ભિન્ન ભિન્ન નાની નાની પ્રતિમાઓ જે કંડારેલી છે, તે એની નીચેના લાંછન પરથી ઓળખી શકાય છે. આ પ્રતિમા ઋષભદેવ ભગવાનની છે એ નિર્વિવાદ છે. પરંતુ મહાવીર સ્વામીની પ્રતિમાજી તરીકે પણ એ પૂજાતી આવી છે. જૂના વખતથી સામાન્ય માણસો મહાવીર સ્વામી તરીકે જ એને પૂજતા આવ્યા છે. અહીં નગરનું નામ કુંડલપુર છે અને મહાવીર સ્વામીનું જન્મસ્થાન કુંડલપુર હતું એટલે નામ-સામ્યને કારણે કદાચ એમ બન્યું હશે ? મૂળ નાયકની બંને બાજુ પાર્શ્વનાથ ભગવાન છે, એટલે વચ્ચે મહાવીર સ્વામી જ હોવા જોઈએ એવો ખ્યાલ પણ હશે. એ જે હોય તે, પણ એટલું નિશ્ચિત છે કે છેલ્લા ત્રણેક સૈકાથી લોકોમાં એ મહાવીર સ્વામી તરીકે પૂજાતા આવ્યા છે. સાંપ્રત સહચિંતન Page #16 -------------------------------------------------------------------------- ________________ અમે મંદિરમાં બેસી ભાવપૂર્વક ચૈત્યવંદન કર્યું. ત્યાર પછી ફરી એક વાર મૂળ નાયક અને અન્ય પ્રતિમાઓનું ઝીણવટપૂર્વક અવલોકન કર્યું. | દર્શન-ચૈત્યવંદન કરી અમે બહાર નીકળ્યા. આ મંદિરમાં બહારના ભાગમાં સંસ્કૃતમાં એક શિલાલેખ છે. તે મુજબ વિ.સં. ૧૭૫૭માં, એટલે આજથી બરાબર ત્રણસો વર્ષ પૂર્વે, મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો. મળતી માહિતી પ્રમાણે એ દિવસોમાં મંદિર નષ્ટપ્રાયઃ થઈ ગયું હતું, ભગ્નાવશેષ મંદિરની અંદર પ્રતિમાજી અખંડિત રહ્યાં હતાં. દર્શનપૂજા બંધ થઈ ગયાં હતાં. જૈનોની વસતિ રહી નહોતી. એ દિવસોમાં દિગંબર આચાર્ય ૧૦૮ શ્રી સુરેન્દ્રકીર્તિ પોતાના શિષ્યો સાથે આ વિસ્તારમાં વિચરતા હતા. તે વખતે આચાર્યશ્રીએ એવો અભિગ્રહ ધારણ કરેલો હતો કે ક્યાંક જિનપ્રતિમાનાં દર્શન કરીને પછી આહાર લેવો. પણ આ વિસ્તારમાં જેમને જિનપ્રતિમાનાં દર્શન કરવા મળ્યાં નહિ, એટલે ઉપવાસ ઉપર ઉપવાસ થતા જતા હતા. એમ વિચરતાં વિચરતાં તેઓ હિન્ડોરિયા ગામે પધાર્યા ત્યારે, ગ્રામલોકોએ કહ્યું કે થોડે દૂર પહાડ ઉપર ખંડિયેરમાં જિનપ્રતિમા છે. તેઓ પહાડ ઉપર પહોંચ્યા. ત્યાં આસપાસના પથરાઓ ખસેડ્યા અને ભગ્નાવશેષ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ્યા ત્યારે આદિનાથ ભગવાનની ભવ્ય વિશાળ પ્રતિમા એમણે નિહાળી. તેઓ ગદ્દગદ થઈ ગયા. તેમનો અભિગ્રહ પૂરો થયો. એમણે તે ક્ષણે જ આ પ્રતિમાની ફરીથી પ્રાણપ્રતિષ્ઠા કરાવવાનો દઢ સંકલ્પ કર્યો. એ માટે શ્રેષ્ઠીઓને અને રાજાને વાત કરી. ડુંગર પર હોવાથી કાર્ય ઘણું જ વિકટ હતું અને ખર્ચાળ હતું. પરંતુ એમના શિષ્ય મુનિ સુચન્દ્રકીર્તિ અને બ્રહ્મચારી નેમિસાગરજીએ આ કાર્યની જવાબદારી ઉપાડી લીધી અને વખત જતાં કાર્ય પૂર્ણ કર્યું. મંદિરનો જીર્ણોદ્ધાર થયો તેમાં એક મહત્ત્વની ઘટના બની. - બડે બાબા Page #17 -------------------------------------------------------------------------- ________________ આ પ્રદેશના મહારાજા છત્રસાલનો હીરાની ખાણ માટે પ્રખ્યાત એવો પન્નાનો પ્રદેશ દુશ્મન રાજવીએ પડાવી લીધો હતો. એથી છત્રસાલ બહુ ખિન્ન અને ઉદાસીન રહેતા હતા. એવામાં આ બડે બાબાની મૂર્તિ ચમત્કારી છે એવી વાત એમના કાને આવી. તેમણે અહીં આવી ઋષભદેવ ભગવાનનાં દર્શન કર્યા. તેઓ પ્રતિમાથી પ્રભાવિત થઈ ગયા. એમણે તે જ વખતે માનતા માની કે જો પોતાનો પત્રાનો પ્રદેશ પાછો જીતવા મળે તો પોતે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવશે. પછી તો જાણે ચમત્કાર જ થયો હોય તેમ બહુ થોડા સમયમાં જ છત્રસાલ રાજાએ પત્રાનો પોતાનો પ્રદેશ પાછો જીતી લીધો. આથી એમની શ્રદ્ધા એકદમ વધી ગઈ. પોતાની માનતા પૂરી કરવા માટે એમણે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. પ્રતિષ્ઠા પ્રસંગે મહારાજા છત્રસાલ પોતે કુંડલપુર પધાર્યા હતા. એમણે મંદિર માટે પિત્તળનો બે મણ વજનનો ઘંટ કરાવી આપ્યો. વળી છત્ર, ચામર તથા અન્ય ઉપકરણો સોના-ચાંદીનાં કરાવીને ભેટ આપ્યાં. તદુપરાંત એમણે ડુંગર પર ચડવા માટે પથ્થરનાં પગથિયાં બંધાવી આપ્યાં અને નીચે જે સુંદર તળાવ છે, તેમાં બારે માસ નિર્મળ નીર રહે એ માટે એને ફરતી પથ્થરની પાકી મોટી, કલાત્મક પાળી બંધાવી આપી અને એનું “વર્ધમાન સાગર' નામ રાખવામાં આવ્યું. આથી મંદિરની રમણીયતા અત્યંત વધી ગઈ. અત્યારે જે સ્વરૂપે આ તીર્થ દેખાય છે તેનો યશ ત્રણસો વર્ષ પહેલાં થઈ ગયેલા છત્રસાલ રાજાને જાય છે. મંદિરના શિલાલેખમાં આ ઘટનાનો નિર્દેશ છે. ત્યારથી દર વર્ષે મહા મહિનામાં અને દિવાળીમાં અહીં મેળો ભરાય છે અને ઉત્સવ થાય છે. જે મંદિરમાં અને એના ભગવાનમાં રાજાને શ્રદ્ધા હોય તેમાં આમપ્રજાને પણ હોય એ સ્વાભાવિક છે. એટલે જ બડે બાબા સૌના દેવ છે. બધી કોમના લોકો અહીં દર્શન કરવા આવે છે અને શ્રદ્ધાપૂર્વક માનતા માને છે. બડે બાબાની પ્રતિમા કેટલી પ્રાચીન છે એ વિશે કોઈ સાંપ્રત સહચિંતન ૮ ]. Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણભૂત નિશ્ચિત મત નથી. કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે આ મંદિર ઈસવીસનની આઠમીથી નવમી શતાબ્દી જેટલું એટલે કે લગભગ બારસો વર્ષ પ્રાચીન છે. શિલ્પશૈલીની દૃષ્ટિએ કેટલાક વિદ્વાનો એને દસમીથી બારમી શતાબ્દી વચ્ચેના કાળનું માને છે. બીજી બાજુ પાંચમી શતાબ્દીમાં થઈ ગયેલા પૂજ્યપાદ સ્વામીએ ‘નિર્વાણભક્તિ' નામની સંસ્કૃતમાં જે કૃતિની રચના કરી છે તેમાં ‘કુંડલ' નામના સ્થળનો તેમણે નિર્દેશ કર્યો છે. એ સ્થળ જો આ જ હોય અને પૂજ્યપાદ સ્વામીનો કાળ પાંચમી શતાબ્દીનો હોય તો આ મંદિર પંદરસો વર્ષ જેટલું પ્રાચીન છે એમ મનાય. ગમે તેમ, પણ આ મંદિર બારસોથી પંદરસો વર્ષ પ્રાચીન છે. વચમાં ઘણા કાળ સુધી તે ભગ્ન હાલતમાં દટાયેલું, અપૂજ રહ્યું હશે, પણ ઋષભદેવ ભગવાનનાં પ્રતિમાજી અખંડિત રહ્યાં છે. મુસલમાનોના આક્રમણ વખતે આ વિસ્તારમાં ઘણાં હિંદુ અને જૈન મંદિર ખંડિત કરવામાં આવ્યાં. પણ સદ્ભાગ્યે આ મંદિર બચી ગયું છે. કુંડલિંગગિરનું આ તીર્થ અતિશય ક્ષેત્ર તરીકે મનાતું હતું. પરંતુ ત્યાર પછી થયેલા સંશોધન મુજબ ભગવાન મહાવીર સ્વામીના અંતિમ કાળના એક મુનિવર શ્રીધર કેવળી આ પ્રદેશમાં વિચર્યા હતા અને આ સ્થળે નિર્વાણ પામ્યા હતા એટલે કે સિદ્ધગતિને વર્યા હતા. એટલે આ તીર્થ સિદ્ધક્ષેત્ર તરીકે પણ સુપ્રસિદ્ધ છે. અહીં બડે બાબાના મંદિરના પ્રાંગણમાં શ્રીધર કેવળીની ચરણપાદુકાની સ્થાપના થયેલી છે. બડે બાબાના મંદિર માટે એક દંતકથા એવી છે કે પાસેના પટેરા ગામમાં એક વેપારી રહેતો હતો. તે રોજ પોતાનો માલસામાન ખભે ઊંચકી પહાડ ઓળંગી બીજી બાજુ આવેલાં ગામોમાં વેચવા જતો. એ પહાડ ઉ૫૨ જમીનમાં એક પથ્થર કંઈક એવો થોડો બહાર નીકળેલો હતો કે જતાં-આવતાં માણસને ઠોકર વાગે. આ વેપારીને પણ કેટલીક વાર એવી રીતે ઠોકર લાગેલી. આથી એણે એક દિવસ નિર્ણય કર્યો કે એ પથ્થર ખોદાવી નાખવો. એણે પોતે પ્રયત્નો કર્યા પણ પથ્થર નીકળ્યો બડે બાંબા [ ૯ Page #19 -------------------------------------------------------------------------- ________________ નહિ. એટલે એ ગ્રામવાસીઓને બોલાવી લાવ્યો. તેઓ બધાએ ખોદકામ કર્યું પણ છેવટે થાકી ગયા, પણ પથ્થર નીકળ્યો નહિ કે જરા પણ હાલ્યો નહિ. એવામાં એક રાત્રે તે વેપારીને સ્વપ્નમાં એક દેવે દર્શન આપ્યાં અને કહ્યું કે “એ સામાન્ય પથ્થર નથી પણ જિનેશ્વર ભગવાનની મૂર્તિ છે. બહાર નીકળેલો પથ્થર એ એમનું છત્ર છે. તે પ્રતિમાને લાવીને તારા ગામમાં પ્રતિષ્ઠા કરાવ. તું તારું ગાડું લઈને ડુંગર પર જજે. મૂર્તિ સ્વયમેવ એમાં બિરાજમાન થઈ જશે. પછી તું એને વાજતે ગાજતે તારા ગામે લઈ આવજે. પણ યાદ રાખજે ગામમાં આવે ત્યાં સુધી પાછું વાળીને તું જોતો નહિ. જોયું તો મૂર્તિ ત્યાં જ સ્થિર થઈ જશે.” વેપારી એ પ્રમાણે ગાડું લઈને ગયો. મૂર્તિ જમીનમાંથી નીકળીને પોતાની મેળે ગાડામાં બિરાજમાન થઈ ગઈ. વેપારી મૂર્તિ લઈને આવતો હતો તે વખતે દેવ-દેવાંગનાનાં નૃત્ય-સંગીતનો એટલો મધુર અવાજ આવવા લાગ્યો કે વેપારીથી રહેવાયું નહિ. એણે પાછું વાળીને જોયું. એટલી વારમાં દેવો-દેવાંગનાઓ અદશ્ય થઈ ગયાં. ગાડું ત્યાં જ ઊભું રહી ગયું અને મૂર્તિ ત્યાં જ સ્થિર થઈ ગઈ. બડે બાબાની મૂર્તિ જ્યાં હતી ત્યાં જ રહી ગઈ. આ મંદિર અને મૂર્તિ માટે બીજી એક દંતકથા એવી છે કે ધર્મઝનૂની, મૂર્તિભંજક મોગલ બાદશાહ ઔરંગઝેબ મધ્ય ભારતમાં ગયો અને ઠેર ઠેર હિંદુ અને જૈન મૂર્તિઓ ભગ્ન કરાવતો કરાવતો એક દિવસ આ વિસ્તારમાં આવ્યો. ત્યાં બડે બાબાની પ્રશસ્તિ સાંભળીને એ તોડાવવાનો એણે સંકલ્પ કર્યો. બડે બાબાની મૂર્તિ તોડવા માટે એણે સૈનિકોને હુકમ કર્યો. સૈનિકોએ મૂર્તિ તોડવા માટે એક જગ્યાએ જોરથી હથોડો માર્યો. મૂર્તિમાંથી એક નાની કરચ ઊડી અને ઔરંગઝેબના પગ આગળ પડી. ઔરંગઝેબ એથી ડઘાઈ ગયો. એ વખતે મૂર્તિના પગના નખમાંથી દૂધની ધારા વહેવા લાગી. એ જોઈ ઔરંગઝેબ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે મૂર્તિની પાસે જવા માટે પગ ઉપાડ્યા કે તરત અસંખ્ય ૧૦ ]. - સાંપ્રત સહચિંતન Page #20 -------------------------------------------------------------------------- ________________ મધમાખીઓ ઊડી અને ઔરંગઝેબને તથા એના સૈનિકોને ડંખ દેવા લાગી. બધા ચીસાચીસ કરતા દોડવા લાગ્યા. સૈનિકો સહિત ઔરંગઝેબ ભાગી ગયો. એને થયું કે આ મૂર્તિનું ખંડન કરવાનું જોખમ વહોરવા જેવું નથી. એટલે મૂર્તિ અખંડિત રહી ગઈ.. બડે બાબાનો ચમત્કારિક મહિમા છે. અનેક લોકોને એવા અનુભવો થયા છે. મંદિરમાં દર્શન કરી અમે આસપાસ ફર્યા. પહાડ ઉપરથી નીચે વિહંગાવલોકન કરવાથી સમગ્ર તીર્થક્ષેત્રનો વધુ સરસ ખ્યાલ આવે છે. પર્વત કુંડલાકાર છે અને નીચે જળાશય છે એથી એની રમણીયતાનો વાસ્તવિક અનુભવ થાય છે. પહાડ ઉપર આવીએ ત્યારે જ સમજાય છે કે ઉપરથી નિહાળ્યા વગર તીર્થદર્શન અધૂરું રહે છે. કુંડલપુરમાં પહાડ ઉપર બડે બાબાના મુખ્ય મંદિર સહિત છૂટાંછવાયાં નાનાં-મોટાં કુલ ત્રેસઠ મંદિરો છે. આ ઉપરાંત ત્યાં ગુપ્તકાલીન અંબિકા મઠ, રુકિમણી મઠ વગેરે છે. ઘટાદાર વૃક્ષો અને વનરાજિવાળો આ હરિયાળો પહાડ શ્વેત રંગનાં મંદિરોને લીધે અનોખું સૌન્દર્ય ધારણ કરે છે. વળી તળેટીમાં આવેલાં કેટલાંક મંદિરોનું વર્ધમાનસાગરમાં જે સુરેખ પ્રતિબિંબ પડે છે તે એક એવી અનોખી લાક્ષણિકતા ધારણ કરે છે કે જાણકાર માણસો એ દશ્ય જોતાં જ કહી આપે કે, આ કુંડલગિરિનું દૃશ્ય છે. એવી જ રીતે “બડે બાબાની પ્રતિમા પણ અદ્વિતીય અવિસ્મરણીય છે. એ જોતાં જ મન કહી આપે કે આ કુંડલગિરિના બડે બાબા' છે. છેલ્લાં કેટલાંક વર્ષથી કુંડલપુર-કુંડલગિરિ તીર્થ વધુ પ્રકાશમાં આવ્યું છે. વીસમી સદીના મહાન દિગંબર આચાર્ય, ચારિત્ર ચક્રવર્તી શ્રી શાન્તિસાગરજી મહારાજની પરંપરામાં થયેલા આચાર્ય શ્રી જ્ઞાનસાગરજીના પટ્ટશિષ્ય વર્તમાન આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજે ઈ.સ. ૧૯૭૬માં આ કુંડલગિરિમાં પ્રથમ ચાતુર્માસ કર્યું અને ત્યાર બડે બાબા [ ૧૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ પછી પણ એમણે કેટલાંક ચાતુર્માસ આ તીર્થભૂમિમાં કર્યાં. ત્યારથી આ તીર્થક્ષેત્ર વધુ વિકાસ પામ્યું છે. અહીં વિવિધ પ્રકારનાં નિર્માણકાર્યો થયાં છે અને ‘બડે બાબા'નું નૂતન ભવ્ય જિનાલય બાંધવાની યોજના પણ ચાલુ થઈ ગઈ છે. આચાર્ય શ્રી વિદ્યાસાગરજીના એક શિષ્ય મુનિશ્રી ઉત્તમસાગરજી મહારાજે બડે બાબાના ચાલીસા, અષ્ટપ્રહારી પૂજા, પંચકલ્યાણક પૂજા આરતી, જયમાલા વગેરેની રચના કરી છે. આ તીર્થનાં બધાં જ મંદિરોનાં દર્શન કરવા જેટલો સમય અમારી પાસે નહોતો. અલબત્ત, તળેટીમાં આવેલાં બધાં જ મંદિરોમાં જઈને અમે દર્શન કર્યાં. કેટલાંક મંદિરો નાનાં નાનાં છે. પહાડ ઉપર જતાં-આવતાં વચ્ચે આવેલાં કેટલાંક મંદિરો બપોરનો સમય હોવાથી બંધ હતાં. એટલે ત્યાં દર્શન થયાં નહિ, અલબત્ત, એક બડે બાબાનાં દર્શન કર્યાં એટલે બધું જ આવી ગયું. તીર્થસંકુલની બહાર એક જૈન ભોજનાલયમાં ભોજન કરી અમે જબલપુર પાછા જવા નીકળ્યા. તડકો નીકળ્યો હતો, પણ વાતાવરણમાં ઠંડક હતી. સડક સાધારણ સારી હોવાને લીધે અડધો રસ્તો તો સારી રીતે કપાઈ ગયો. પછીથી ખાડાવાળો રસ્તો ચાલુ થયો. વાહનની ગતિ મંદ પડી. પણ હવે ઘરે જ પહોંચવાનું હતું એટલે મોટું-વહેલું થવાની ચિંતા નહોતી. અમે વેળાસ૨ જબલપુર પહોંચી ગયા. જે તીર્થયાત્રા માટે સંજોગો નહિવત્ હતા તે તીર્થયાત્રા આનંદોલ્લાસ સાથે સંપન્ન થઈ એમાં જાણે બડે બાબાના હુકમે કામ કર્યું હોય એવી કૃતજ્ઞતાની લાગણી અમે અનુભવી. બડે બાબાનાં દર્શન એ અમારા માટે જીવનનું એક સંભારણું બની ગયું. **** ૧૨ ] સાંપ્રત સહચિંતન Page #22 -------------------------------------------------------------------------- ________________ સ્વ. માનભાઈ ભટ્ટ ભાવનગરની સુપ્રસિદ્ધ સંસ્થા “શિશુવિહાર'ના સ્વપ્નદ્રષ્ટા, સર્જક અને સંવર્ધક શ્રી માનશંકરભાઈ ભટ્ટનું તા. ૨-૧-૨૦૦૧ના રોજ ૯૪ વર્ષની વયે અવસાન થતાં આપણને આપબળે આગળ વધેલા, લોકોના સંસ્કારજીવનનું ઘડતર કરનાર એક સમર્થ જીવનવીરની ખોટ પડી છે. ફાજલ માનવશક્તિનો ઉપયોગ કરી કશુંક સામૂહિક રચનાત્મક કાર્ય કેવી રીતે કરી શકાય એની આગવી સૂઝ, વિચારશક્તિ, ધગશ અને તમન્ના સાથે પરિણામલક્ષી વ્યવસ્થિત કાર્ય ઓછામાં ઓછા ખર્ચે કરવાની અનોખી આવડતને લીધે માનભાઈએ પોતાના જીવનકાળ દરમિયાન ભાવનગરમાં લોકસેવાની સરિતા અવિરત વહેતી કરી છે. માનભાઈ છ દાયકાથી અધિક સમય પોતાનાં અને સાથીદારોનાં સક્રિય સેવાકાર્યથી ભાવનગરના જનજીવન ઉપર છવાઈ ગયા હતા. એમાં એમને એમના નાના ભાઈ પ્રેમશંકરભાઈનો તથા પોતાનાં સ્વજનો અને મિત્રોનો પણ પ્રશસ્ય સહકાર સાંપડ્યો હતો. એમણે આરંભેલી “શિશુવિહારની પ્રવૃત્તિમાં તે સમયે બાળક તરીકે જોડાનારનાં સંતાનોનાં સંતાનો અત્યારે શિશુવિહારમાં ખેલી રહ્યાં છે. ત્રણ પેઢીના સંસ્કારઘડતરનું અનોખું કાર્ય કરવાનો યશ માનભાઈના ફાળે જાય છે. પદ, પ્રતિષ્ઠા કે માન-સન્માનથી દૂર રહેનાર, એક સામાન્ય નાગરિકની જેમ સાદું, નિર્મળ અને નિર્ભય જીવન જીવવામાં માનનાર માનભાઈ સ્વ. માનભાઈ ભટ્ટ [ ૧૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ વિવિધલક્ષી પ્રવૃત્તિઓના પ્રણેતા બન્યા હતા. મહાત્મા ગાંધીજીના જીવનનો પ્રભાવ એમના ઉપર ઘણો મોટો પડ્યો હતો. અંગ્રેજી શબ્દો વાપરીને કહેવું હોય તો કહી શકાય કે માનભાઈ Selfmade man હતા, Do it yourself Guy હતા અને service before self એ એમનો જીવનમંત્ર હતો. માનભાઈને મળવાનું મારે થયું હતું તે પહેલાં એમના વિશે અત્યંત આદરપૂર્વક મેં સાંભળ્યું હતું મુંબઈમાં મારા મિત્રો શ્રી ચીનુભાઈ ઘોઘાવાળા અને એમના ભાઈ ચંદ્રકાન્તભાઈ પાસેથી. ત્યારપછી માનભાઈ સાથે મારો પત્ર દ્વારા પહેલો સંપર્ક ત્યારે થયો હતો કે જ્યારે મેં “પ્રબુદ્ધ જીવન”માં “ક્રિકેટનો અતિરેક' નામનો લેખ લખ્યો હતો. ખર્ચ વગરની, ખડતલ બનાવનારી ભારતીય રમતગમતોના ભોગે પાંગરેલી આ વિદેશી રમતે સમગ્ર ભારતીય પ્રજા અને વિશેષતઃ યુવાનોના ચિત્તનો કબજો લઈ લેતાં કેટલા કીમતી માનવકલાકો વેડફાઈ જાય છે અને શિક્ષણસંસ્થાઓમાં, સરકારી અને બિનસરકારી કચેરીઓમાં પોતાના કાર્ય અને કર્તવ્ય અંગે કેટલી બધી ગેરશિસ્ત અને પ્રમાદ પ્રવર્તે છે તે વિશે મેં ફરિયાદ કરેલી. મારા આ લેખની કદર કરતો માનભાઈનો પત્ર આવ્યો હતો અને પછીથી અમારો પરસ્પર સંપર્ક છેવટ સુધી રહ્યો હતો. એમણે મારા કેટલાક લેખો સ્વતંત્ર પુસ્તિકારૂપે છપાવીને તે પુસ્તિકાઓ વહેંચી હતી. છેલ્લે ૨૦૦૧ના જાન્યુઆરીમાં હું એમને ભાવનગરમાં એમના ઘરે મળવા ગયો હતો. અને ત્યાર પછી હજુ થોડાક મહિના પહેલાં મારું પુસ્તક “સાંપ્રત સહચિંતન–ભાગ૧૩ મેં એમને અર્પણ કર્યું ત્યારે એમનો આભારપત્ર આવ્યો હતો. માનભાઈ હંમેશાં પોતાને અભણ અને લોઢાકૂટ મજૂર તરીકે ઓળખાવતા. ક્યારેક લખતા કે પોતે પોતાના શરીર પાસેથી ચાબખા મારીને કામ લીધું છે. બિનજરૂરી ખોટું ખર્ચ થાય એ એમને કઠે અને ૧૪ ] સાંપ્રત સહચિંતન Page #24 -------------------------------------------------------------------------- ________________ મેં મોકલાવેલાં પુસ્તક ઉપર ટપાલની વધુ ટિકિટ ચોડી હોય તો દરેક વખતે અચૂક ઠપકો આવતો. મુંબઈની પોસ્ટ ઑફિસ બુકપોસ્ટ માટે જુદી જ કલમ બતાવી વધુ ટિકિટનો આગ્રહ રાખે અને માનભાઈ જુદી જ કલમ અનુસાર ઓછી ટિકિટ ચોડવાનો આગ્રહ રાખે. પાંચ પૈસાની ટિકિટ વધુ ચોડવાનો આશય એટલો જ કે કોઈ પોસ્ટ ઑફિસ જુદી કલમ દ્વારા કોઈને દંડ ન કરે કે પુસ્તક પાછું ન આવે. માનભાઈનું ચિત્ર નજર સમક્ષ ખડું થાય એટલે ખાદીનાં ટૂંકી ચડ્ડી અને બાંડિયું પહેરેલી છ ફૂટ ઊંચી કદાવર વ્યક્તિ સામે તરવરે. બારે માસ જ્યારે જુઓ કે મળો ત્યારે તેઓ આ જ પહેરવેશમાં હોય. સવા૨થી તે રાત્રે સૂતાં સુધી એક જ વેશ. સવારે કપડાં પહેર્યાં તે બીજે દિવસે સવારે બદલાય. ગમે તેવા મોટા માણસ મળવા આવે કે પોતાને મળવા જવાનું હોય તો પણ આ જ પહેરવેશ. ગાંધીજીએ જીવનભર જેમ પોતડી પહેરી હતી તેમ એમને અનુસરનાર માનભાઈમાં એ ગુણ કેમ ન આવે ? પણ જેમ ગાંધીજીએ પોતડી પહેરવાનું ચાલુ કર્યું એની પાછળ ઘટના રહેલી છે, તેમ માનભાઈની ટૂંકી ચડ્ડી માટે પણ રસિક ઘટના રહેલી છે. આઝાદી પહેલાંના દિવસોમાં એક વખત એકહાઈસ્કૂલમાં સભામાં એમણે ભલામણ કરી કે બધા વિદ્યાર્થીઓએ એક સરખો પહેરવેશ પહેરવો જોઈએ અને એ પહેરવેશ તે ખમીસ અને અડધી ચડ્ડીનો હોવો જોઈએ. એ વખતે શાળામાં પેન્ટ પહેરીને આવનાર ઘણા વિદ્યાર્થીઓએ આ દરખાસ્તનો વિરોધ કર્યો અને કેટલાકે માનભાઈને કહ્યું, ‘પહેલાં તમે અડધી ચડ્ડી પહેરતા થાઓ અને પછી અમને કહો.’ આ વાત માનભાઈને સચોટ રીતે લાગી ગઈ. એમાં રોષ નહોતો, સચ્ચાઈ હતી. બીજા દિવસથી એમણે બાંડિયું અને અડધી ચડ્ડીનો વેશ સ્વીકારી લીધો અને તે જીવનની અંતિમ ક્ષણ સુધી રહ્યો. સાઇકલ એ માનભાઈનો મોટો સાથીદાર. જ્યાં જવું હોય ત્યાં સ્વ. માનભાઈ ભટ્ટ [ ૧૫ Page #25 -------------------------------------------------------------------------- ________________ સાઈકલ ઉપર નીકળી પડતા હતા. રોજના દસબાર કિલોમીટર ફરવાનું થાય. એક કાળે સૌથી વધુ સાઈકલ ધરાવનારાં શહેરોમાં પૂના, અમદાવાદની જેમ ભાવનગરની ગણના થતી. તેમાં પણ ભાવનગરમાં વસ્તીના પ્રમાણમાં સાઈકલની સરેરાશ વધારે. સાઈકલ એટલે અલ્પતમ નિભાવખર્ચવાળું બધાંને પોસાય એવું વાહન. દુનિયામાં સૌથી વધુ સાઈકલો ચીનમાં છે.) માનભાઈએ કિશોરાવસ્થાથી સાઈકલ પર જવાઆવવાનું ચાલુ કરેલું તે ૮૮ વર્ષની વૃદ્ધાવસ્થા સુધી ચલાવ્યું. એક વખત, ભાવનગરના શ્રી મહેન્દ્ર મેઘાણીને કોઈએ કહ્યું કે “તમે હવે સાઈકલને બદલે મોટરસાઈકલ કે સ્કૂટર ચલાવો તો ?' ત્યારે એમણે કહેલું કે “જ્યાં સુધી મારાથી લગભગ દોઢ દાયકા મોટા પૂજ્ય માનભાઈ સાઈકલ ચલાવે છે ત્યાં સુધી મારાથી મોટરસાઈકલ ચલાવી ન શકાય.' માનભાઈના સાદાઈ અને કરકસરભર્યા નિરભિમાની જીવનનો પ્રભાવ કેટલો બધો હતો અને બધાને એમના પ્રત્યે કેટલો બધો આદરભાવ હતો તે આના પરથી જોઈ શકાશે. - સ્વ. માનભાઈનો જન્મ ઈ.સ. ૧૯૦૮ના ઑગસ્ટની ૨૮મી તારીખે તળાજામાં થયો હતો. એમના પિતા નરભેશંકર ભટ્ટ રાજ્યની નોકરીમાં ફોજદાર તરીકે કામ કરતા. માતાનું નામ માણેકબા. માનભાઈએ પાંચ વર્ષની વયે માતા ગુમાવી અને ભાવનગરમાં દાદાજી અંબાશંકર ભટ્ટ પાસે ઊછર્યા. દાદાજીએ માનભાઈ અને બીજા ભાઈબહેનોને સ્વાશ્રયી બનતાં શીખવ્યું. નાની ઉંમરે રાંધતાં, કૂવેથી માથે પાણી લાવતાં, ગાર કરી લીંપણ કરતાં, ચૂનો તૈયાર કરીને ઘર ધોળતાં, દળતાં, સાઈકલ ચલાવતાં, પાણીમાં તરતાં, સાંધતાં-સીવતાં વગેરે ઘણું બધું શીખવ્યું. માનભાઈને નાનાભાઈ ભટ્ટના દક્ષિણામૂર્તિમાં છાત્રાવાસમાં દાખલ કરેલા, પણ ભણવામાં માનભાઈને બહુ રસ પડ્યો નહોતો. ૧૬ ] સાંપ્રત સહચિંતન Page #26 -------------------------------------------------------------------------- ________________ માનભાઈએ કિશોરાવસ્થામાં જ પોતાના પિતા પણ ગુમાવ્યા. હવે કપરા દિવસો આવ્યા. આજીવિકા રળવા માટે ફાંફાં માર્યા. ઘણા અનુભવો થયા. છેવટે સોળ વર્ષની વયે ભાવનગરના બંદરમાં વિલાયતી કોલસાના ટુકડા કરવાની મજૂરી સ્વીકારી. ત્યાં પોતાનાં કામ અને નિષ્ઠાથી પ્રભાવિત થયેલા અંગ્રેજ અમલદાર જૉનસન સાહેબની મહેરબાનીથી માનભાઈને ‘ફોરમેન’ની પાયરી સુધી બઢતી મળી હતી. અહીં ગોદી કામદારોની વચ્ચે કામ કરતાં કરતાં સૌનો પ્રેમ જીતી, તેમના નેતા બની માનભાઈએ ત્યાં ‘આનંદ મંગળ મંડળ'ની સ્થાપના કરેલી અને એના ઉપક્રમે કામદારોના ઉત્કર્ષ માટે ભાતભાતની પ્રવૃત્તિઓ આદરી હતી. એમાં ખાટામીઠા કે કડવા ઘણા અનુભવો એમને થયા હતા. કેટલાંયે સાહસિક કામો એમણે હિંમત અને સૂઝથી કર્યાં હતાં. માનભાઈનું કૌટુંબિક જીવન ભાતીગળ હતું. બાળલગ્નના એ જમાનામાં એમનાં લગ્ન બાળવયે થયાં હતાં. પત્ની મોટી થતાં ઘરે રહેવા આવી, પણ થોડા વખતમાં એનું અવસાન થયું. ત્યાર પછી દાદાના આગ્રહથી, દાદાએ પસંદ કરેલી કન્યા સાથે માનભાઈનાં બીજાં લગ્ન થયાં. એમનાં આ બીજાં પત્નીનું નામ હીરાબહેન. માનભાઈ ગોદીમાં મજૂરી કરે અને ફાજલ સમયમાં જાહેર પ્રવૃત્તિઓ કરે. એમના ટૂંકા પગારમાં હીરાબહેને ઘર સારી રીતે સંભાળી લીધું. બધાં સંતાનોને સારી રીતે ઉછેર્યાં. દામ્પત્યજીવનની શરૂઆતના દિવસોમાં તો કુટુંબનું ભરણપોષણ પૂરું કરવા માટે હીરાબહેન પરચૂરણ કામો કરતાં, હાથે બનાવેલી વસ્તુઓ વેચતાં. માનભાઈ અને હીરાબહેન બંનેની પ્રકૃતિ નિરાળી, વિચારો નિરાળા, છતાં બંનેનું દામ્પત્યજીવન સહકારભર્યું પ્રસન્ન હતું. એમનાં સંતાનોએ બાલ્યકાળમાં કઠિન દિવસો જોયેલા, પણ પછી ઘણી સારી પ્રગતિ કરી હતી. એમનાં એક દીકરી ચિદાનંદ સ્વામી પાસે દીક્ષા લઈ સંન્યાસિની બન્યાં છે. સ્વ. માનભાઈ ભટ્ટ [ ૧૭ Page #27 -------------------------------------------------------------------------- ________________ માનભાઈએ ત્રણેક દાયકા બંદરમાં કામ કર્યું. પછી જ્યારે સ્વમાનભંગનો પ્રશ્ન આવ્યો ત્યારે બંદરની નોકરીમાંથી નિવૃત્તિ સ્વીકારી લીધી, પેન્શન પણ લીધું નહિ. ભારતની સ્વતંત્રતાની ચળવળ વખતે એમાં પણ સક્રિય ભાગ લીધો અને સૌના માનીતા બન્યા હતા. ભાવનગરમાં સરદાર પૃથ્વીસિંહ અને બીજાઓની સાથે મળીને નાનાં નાનાં બાળકોને વ્યાયામ, રમતગમતો ઈત્યાદિ શીખવતાં માનભાઈને લાગેલું કે એમને માટે સ્વતંત્ર ક્રીડાંગણ હોય તો એમનો સમય વધુ આનંદમાં પસાર થાય અને એમનો વિકાસ સારી રીતે થાય. એમને એ માટે પ્રેમશંકરભાઈનો સહકાર મળ્યો. ક્રીડાંગણ માટે નામ વિચાર્યું “શિશુવિહાર'. “શિશુવિહાર' એ માનભાઈની કલ્પનાનું સર્જન. આઝાદી પૂર્વે, ૧૯૩૯માં વિપરીત સંજોગોમાં, અનેક અડચણો વચ્ચે જમનાકુંડ નામની આશરે ચાલીસ ફૂટ ઊંડી અને બસો ફૂટ પહોળી, ખાડાવાળી પડતર જગ્યા ભાવનગર રાજય પાસેથી મેળવીને માનભાઈ અને એમના મંડળના સાથીદાર મિત્રોએ જાતે ખોદકામ અને મહેનત કરી, પુરાણ કરી જગ્યા સમથળ બનાવી, હિંડોળા, લપસણું, સીડી વગેરે ક્રમે ક્રમે વસાવીને વિકસાવેલી સંસ્થા એટલે શિશુવિહાર, બાળકો માટેનું નિર્બધ ક્રીડાંગણ, રાજ્ય તરફથી વધુ જગ્યા મળતાં શિશુવિહારનો વિકાસ થયો. વધુ હીંચકા, વધુ લપસણાં, રમતગમતનાં સાધનો, અખાડો, પુસ્તકાલય, સંગીત વર્ગ, ચિત્રકલાના વર્ગો, સીવણભરતગૂંથણ, નાટક, રાસ, ગરબા, સ્કાઉટ અને ગર્લ્સ ગાઈડ, ટેકનિકલ તાલીમ, એમ શિશુવિહારમાં ઉત્તરોત્તર પ્રવૃત્તિઓનો વિકાસ થતો ગયો. માનભાઈના આ ક્રીડાંગણ પછી એમની જ પ્રેરણા અને એમના જ માર્ગદર્શનથી ભારતમાં ઘણે સ્થળે ક્રીડાંગણીની રચના થઈ છે. એમણે ક્રિીડાંગણનું જાણે કે એક શાસ્ત્ર વિકસાવ્યું અને એની માહિતી માટે પુસ્તિકા પણ તૈયાર કરીને છપાવી છે. સાંપ્રત સહચિંતન ૧૮ ] Page #28 -------------------------------------------------------------------------- ________________ માનભાઈ શરીરે ખડતલ અને મજૂર તરીકે કામ કરેલું એટલે કોઈપણ કામ કરતાં એમને આવડે અને કોઈપણ પ્રકારનું કામ કરતાં એમને શરમ સંકોચ નડે નહિ. ક્ષોભે એમના જીવનમાં ક્યારેય સ્થાન મેળવ્યું નથી. એમની નૈતિક હિંમત ઘણી મોટી. પોતે તદ્દન નિઃસ્વાર્થ, કર્તવ્યનિષ્ઠ, પ્રામાણિક, પરગજુ અને સમાજકલ્યાણના હિમાયતી. એટલે કોઈની શરમ રાખે નહિ. બેધડક સાચી વાત કહી શકે. એમની ધાક પણ મોટી. પોતાની દરેક પ્રવૃત્તિ કરકસરથી ચલાવે. પગારદાર નોકરોના કામ કરતાં જાતે કામ કરવામાં ખર્ચ બચે અને કશુંક કર્યાનો સંતોષ થાય. “બાવડાં એ જ બજેટ’ એ માનભાઈનું પ્રિય સૂત્ર હતું. રોજ સાંજે શિશુવિહારના ક્રીડાંગણમાં ખુરશીમાં બેસીને બાળકોને રમતાં, ધીંગામસ્તી કરતાં જોવાં એ માનભાઈની પ્રિય પ્રવૃત્તિ. વળી માનભાઈ નખ કાપવાની કલા પણ સરસ જાણે. વર્ષો સુધી એમનો એક ક્રમ એ રહ્યો કે સાંજે શિશુવિહારના ક્રીડાંગણમાં બેસે અને જે કોઈ બાળક આવે તેના નખ કાપી આપે. કેટલીક વાર મોટા માણસો પણ નખ કપાવવા આવે. કોઈ માતાને પોતાના નવજાત શિશુના નખ કાપતાં ડર લાગે તો તે માનભાઈ પાસે કપાવી જાય. કોઈ વાર કોઈ બાળક સ્વાભાવિક પૂછે કે “દાદા, નખ કાપવાના કેટલા પૈસા આપવાના ?' ત્યારે કહે કે “દસ આંગળીના દસ પૈસા, પણ અત્યારે આપવાના નહિ, પણ તું મોટો થાય અને જાતે કમાતો થાય અને જો ઈચ્છા થાય તો આ ડબ્બામાં નાખી જવા.” બાળકોના નખ કાપવા માટેની કાતર પણ માનભાઈએ જાતે બનાવેલી. વસ્તુતઃ પતરાં કાપવા માટેની એ કાતર હતી. પછી એનો ઉપયોગ શરૂ કર્યો નખ કાપવા માટે. ત્રણ દાયકાથી વધુ સમયથી માનભાઈની આ રોજિંદી પ્રવૃત્તિમાં એક લાખ કરતાં વધુ બાળકોના નખ કપાયા હશે. આ કાતર હંમેશાં પોતાની સાથે થેલીમાં જ હોય કે સ્વ. માનભાઈ ભટ્ટ [ ૧૯ Page #29 -------------------------------------------------------------------------- ________________ જેથી કોઈ બાળક નખ કપાવવા આવે તો કહેવું ન પડે કે ‘અત્યારે નહિ, કાતર નથી.’ બાળકોના નખ કાપતી વખતે એમના મનમાં એવી ઉમદા ભાવના રહે કે બાળદેવતાની સેવા કરવાની પોતાને કેવી સરસ તક મળી. બાળકના બધા નખ કપાઈ જાય એટલે પ્રત્યેક બાળકને પોતે પ્રેમથી મસ્તક નમાવી નમસ્કાર કરે. બાળવિકાસ માટેની પ્રવૃત્તિઓમાં માનભાઈની આ પ્રવૃત્તિ અદ્વિતીય હતી. એવી પ્રવૃત્તિ એમને જ સૂઝે. લોકમતને જાગ્રત કરવા માટે માનભાઈ પાસે પોતાની વૈયક્તિક લાક્ષણિક પદ્ધતિઓ હતી. તેઓ બધાંને દૂરથી પણ વંચાય એવા મોટા અક્ષરે બૉર્ડ લખતા. તેઓ પોતાની સાઇકલ ઉ૫૨ કોઈક ને કોઈક બૉર્ડ રાખીને ફરતા. શિશુવિહારના શરૂઆતના દિવસોમાં નાણાની જરૂર હતી, પણ સામેથી માગવામાં માનતા નહિ, એટલે બૉર્ડ રાખતા કે ‘આપશો તો લઈશ, માંગીશ નહિ.' માનભાઈ પોતાની પીઠને જાહેરાતના બૉર્ડ જેવી ગણતા. ભાવનગરમાં સાઇકલ પર કોઈ જતું હોય અને એમના બરડા ઉપર લાંબા લટકણિયામાં મોટા અક્ષરે કંઈ લખેલું હોય તો સમજવું કે એ માનભાઈ ભટ્ટ છે. કોઈક સૂત્ર કે વિશેષ નામ મોટા અક્ષરે લખેલું હોય એવું શર્ટ પહેરવાની ફૅશન તો હવે ચાલુ થઈ. માનભાઈ તો પાંચ દાયકા પહેલાં એટલા ‘મૉડર્ન હતાં.’ તેમનું એક લટકણિયું હતું— ઈશ્વર અલ્લાહ + રામ-રહીમ તારાં નામ સૌને સન્મતિ આપો કૃપાનિધાન. માનભાઈ એટલે એક માણસનું સરઘસ. બીજા જોડાય તો ભલે. તેઓ સાઇકલ પર નીકળે ત્યારે સાથે ચોપાનિયાં લેતા જાય. વચ્ચે વચ્ચે ઊભા રહે. સૌને મળે અને પોતાની પ્રવૃત્તિઓનાં, કે પોતાના સુવિચારોનાં ચોપાનિયાં વહેંચે. ૨૦ ] સાંપ્રત સહચિંતન Page #30 -------------------------------------------------------------------------- ________________ તેઓ સરકાર પાસે કે શ્રીમંતો પાસે સામેથી ક્યારેય માગવા ન જાય, પણ લોકો તરફથી એમને નાણાં મળતાં જાય. પૈસો પૈસો આપીને ઝોળી છલકાવી દેનારા સાધારણ માણસો પણ ઘણા હતા. એક વાર તો એક ભિખારી એમની પ્રવૃત્તિથી અને વાતોથી એટલો પ્રભાવિત થયો હતો કે એણે પોતે ભૂખ્યા રહી પોતાને મળેલી ભીખ માનભાઈની ઝોળીમાં નાખી હતી. અનેકવિધ અનુભવોમાંથી પસાર થયેલા હોવાથી કેટલીક કોઠાસૂઝ, નૈતિક હિંમત, વ્યવહારુ ડહાપણ ઇત્યાદિ માનભાઈમાં સહજ હતાં. કોઈ પણ પ્રશ્નનો તોડ કાઢતાં પણ એમને આવડે. શિશુવિહારના આરંભકાળના એ દિવસો હતા ત્યારે ત્યાં જવાઆવવા માટે રસ્તો થયો, પણ વીજળી આવી નહોતી. વીજળી-કંપની ત્યારે ખાનગી હતી. વારંવાર પત્ર લખવા છતાં ત્યાં વીજળી આવી નહોતી. માનભાઈની લખાપટ્ટીથી ઉપરી સાહેબ તરફથી કામ કરવાવાળા સ્ટાફને ઠપકો મળ્યો. તેઓ આવ્યા, પણ ગુસ્સામાં વીજળીનો થાંભલો જાણી જોઈને એવો વચ્ચોવચ્ચ નાખ્યો કે બધાંને નડે. માનભાઈ ત્યારે બંદર પર કામ કરતા. સાંજે આવ્યા ત્યારે સાથી મિત્રોએ કહ્યું કે માણસો જાણી જોઈને વચ્ચે થાંભલો નાખી ગયા છે માટે ફરિયાદ કરવી જોઈએ. માનભાઈએ પરિસ્થિતિ બરાબર નિહાળી લીધી અને બધા સાથીદારોને કહ્યું કે સાંજે જમીને પાછા આવજો. સાંજે બધા આવ્યા. દરમિયાન આવા કામના અનુભવી માનભાઈએ બધાં માપ લઈ લીધાં હતાં. બધા આવ્યા એટલે માનભાઈએ કહ્યું આપણે જાતે જ થાંભલો ખસેડી નાખીએ. એથી લાઈન નાખવામાં કશો વાંધો આવે એમ નથી. બધાએ રાતોરાત બીજો ખાડો ખોદ્યો અને વીજળીનો થાંભળો ઉખેડી એમાં માપસર ગોઠવી દીધો. પછી વીજળીના થાંભલાવાળા ખાડામાં એક વૃક્ષનો મોટો રોપો વાવી દીધો અને માટી ભરીને એને પાણી પાઈ દીધું. સ્વ. માનભાઈ ભટ્ટ [ ૨૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ બીજે દિવસે સવારે કંપનીના માણસો કામ કરવા આવ્યા ત્યારે જાણે કાંઈ જ બન્યું નથી એવો દેખાવ રાખ્યો. જે મજૂરોએ થાંભલો લગાવ્યો હતો તેઓ આશ્ચર્યમાં પડી ગયા કે થાંભલો રાતોરાત કેવી રીતે ખસી ગયો, પણ કશું બોલી ન શક્યા. પચાસેક વર્ષ પહેલાં, ૧૯૫૩માં માનભાઈનાં એક પરિચિત બહેનનો જીવ બચાવવા માટે દાક્તરે લોહી ચડાવવા માટે કહ્યું. પણ લોહી લાવવું ક્યાંથી? ઘણાં બધાંનાં લોહી તપાસાયાં. એમાં છેવટે એક ભાઈનું લોહીનું ગ્રૂપ મળતું આવ્યું અને એ બહેનનો જીવ બચ્યો. તરત માનભાઈને વિચાર આવ્યો કે ભાવનગરમાં એક બ્લડ બેન્ક થવી જોઈએ. પોતે જ એ પ્રવૃત્તિ ઉપાડી. શેરીએ શેરીએ એ માટે ભૂંગળામાં બોલીને પ્રચાર કર્યો. શિશુવિહારમાં જ રક્તદાનની પ્રવૃત્તિ ચાલુ કરી. પત્રિકાઓ છાપી પ્રચાર કર્યો. રક્તદાન આપનારને “યુવાનીમાં રક્તદાન, મૃત્યુ બાદ ચક્ષુદાન' જેવાં સુવાક્યો લખેલી પેન્સિલો, ડાયરીઓ ભેટ અપાવી. માનભાઈ આવી પ્રવૃત્તિઓની શરૂઆત પોતાનાથી જ કરતા. એમણે પોતે ૩૭ વાર રક્તદાન કર્યું હતું. એમણે રક્તદાનની બ્લડબેન્કની આ પ્રવૃત્તિ ઘણી વિકસાવી હતી અને પછી બીજી સંસ્થાને સોંપી દીધી હતી. એમણે બીજી પણ કેટલીક પ્રવૃત્તિઓનો આરંભ કરી પછી તે અન્ય સક્ષમ સંસ્થાને સોંપી દીધી હતી. તેઓ કહેતા કે દીકરી મોટી થાય પછી સાસરે જ શોભે. અમૃતલાલ ઠક્કર કે જેઓ ‘ઠક્કર બાપાના નામથી જાણીતા હતા તેઓ મૂળ ભાવનગરના વતની હતા અને તેમણે પંચમહાલના આદિવાસીઓ માટે ઘણું મોટું સેવાકાર્ય કર્યું હતું. નિવૃત્ત થઈ તેઓ વૃદ્ધાવસ્થાનાં છેલ્લાં વર્ષોમાં ભાવનગર રહેવા આવ્યા હતા ત્યારે માનભાઈ એમને રોજ મળવા જતા, એમની સંભાળ રાખતા અને એમની દોરવણી પ્રમાણે ભાવનગરમાં લોકસેવાનું કાર્ય કરતા. ઠક્કર ૨૨ ] સાંપ્રત સહચિંતન Page #32 -------------------------------------------------------------------------- ________________ બાપાનો પ્રભાવ માનભાઈ ઉપર ઘણો પડ્યો હતો અને ઠક્કર બાપાએ શિશુવિહારને પોતાની બચતમાંથી સારી આર્થિક સહાય કરેલી. દેશને સ્વતંત્રતા મળ્યા પછી સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર સરકાર થઈ અને ઢેબરભાઈ એના મુખ્ય પ્રધાન થયા ત્યારે માનભાઈને સરકારમાં મજૂર ખાતાના પ્રધાન થવા માટે ઑફર થઈ હતી. પરંતુ રાજકારણમાં માનભાઈને ફાવે નહિ. એમનો સ્વભાવ સત્યપ્રિય, ન્યાયપ્રિય વળી મનસ્વી. એમને એમની રીતે જ કામ કરવાનું ફાવે. તેઓ જરા પણ ખોટું સહન કરી શકે નહિ. એટલે એમણે એ પ્રધાનપદ સ્વીકાર્યું નહિ. એમણે રાજકારણમાં પ્રવેશ કર્યો નહિ, એટલું જ નહિ ત્યાર પછી કેટલેક વખતે ખટપટવાળું મલિન રાજકારણ જોઈને તો એમણે પોતાના ઘરની બહાર બૉર્ડ મૂક્યું હતું : “રાજકારણીઓને પ્રવેશ નથી.” આવું જાહેર બૉર્ડ તો સમગ્ર ભારતમાં માત્ર માનભાઈના ઘરે જ ઘણા વખત સુધી રહ્યું હતું. શિશુવિહારમાં માનભાઈએ વિદ્યાર્થીઓના ચારિત્ર્ય-ઘડતર માટે રાત્રિ શિબિરોનું આયોજન કર્યું. ત્યાર પછી શ્રમ મંદિર, ટેકનિકલ વર્ગો, વ્યાયામશાળા, સ્કાઉટ અને ગાઇડ, પુસ્તકાલય, વાચનાલાય, બાળમંદિર, વિનય મંદિર, મહિલા મંડળ, ચિત્રકળા અને સંગીતના વર્ગો, અભિનયકળાના વર્ગો, “શિશુવિહાર' ઇત્યાદિ પત્રિકાઓનું પ્રકાશન, પુસ્તિકાઓનું પ્રકાશન, કવિઓની બુધ સભા, રાઈફલ કલબ, રમકડાં ઘર, અતિથિગૃહ, હૃષીકેશની ડિવાઇન લાઇફ સોસાયટી– “દિવ્ય જીવન સંઘ'ની પ્રવૃત્તિઓનો આરંભ કરી એનું સંચાલન કર્યું. બ્લડ બૅન્ક, દાઝેલા લોકો માટેનો અલાયદો “બર્સ વૉર્ડ, ચક્ષુદાન, દેહદાન, શબવાહિની વગેરે બીજી પણ વિવિધ પ્રવૃત્તિઓ ચાલુ કરાવી અને અન્ય સંસ્થાઓને તે સોંપી દીધી હતી. શિશુવિહારના ઉપક્રમે આટલી બધી પ્રવૃત્તિઓ ચાલે. એમાં સ્વ. માનભાઈ ભટ્ટ . ૨૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ એમના લઘુબંધુ પ્રેમાશંકરભાઈનો પૂરો સહકાર. પરંતુ આટલી બધી પ્રવૃત્તિઓ માટેનું કાર્યાલય ફક્ત એક ઓરડામાં હતું. કાર્યાલય સવારથી સાંજ સુધી બારે માસ ખુલ્લું રહે. રવિવારની કે પર્વ-તહેવારની કોઈ રજા નહિ. કોઈ પણ માણસને “અત્યારે ટાઇમ નથી, પછી આવજો” એવું કહેવાનું નહિ. ધ્યેય હતું બીજાને મદદરૂપ થવાનું. બંધારણ, મિનિટ્સ, નિયમો, સભ્યપદ, લવાજમ ઇત્યાદિની કોઈ જટિલતા કે જડતા નહિ. ફાઈલો, પત્રો, પત્રિકાઓ, ફૉર્મ, રજિસ્ટર, નામસરનામાં, નોંધો, બિલ-વાઉચર, હિસાબો બધું વ્યવસ્થિત. તરત મળે. ટપાલ, પાર્સલ પર માનભાઈ પોતે નામ સરનામાં લખે. ઘણુંખરું મોઢે હોય. કયો કાગળ કઈ ફાઈલમાં હશે એ એમને યાદ હોય. કંઈ પણ શોધતાં વાર ન લાગે. માનભાઈ એટલે one man institution. માનભાઈના જીવનના ઘણા રસિક પ્રસંગો વાંચવા-સાંભળવામાં આવ્યા છે. એમાંના કેટલાક જોઈએ. બહેન શ્રી મીરાંબહેન ભટ્ટ “હાથે લોઢું, હૈયે મીણ'ના નામથી માનભાઈનું પ્રેરક રસિક જીવનચરિત્ર લખ્યું છે. એમાં એવા કેટલાક પ્રસંગો વર્ણવ્યા છે. એક વખત માનભાઈ રક્તદાનનું કામ કરતા હતા તે સ્થળે બે શ્રીમંત યુવાનો આવ્યા. તેમને અમુક દર્દી માટે રક્ત જોઈતું હતું. યુવાનો વાતચીતમાં ઉદ્ધત હતા, એટલું જ નહિ, બંનેનાં મોઢાંમાં તમાકુવાળા પાનનો ડૂચો હતો. માનભાઈ સાથે વાતચીત કરતાં કરતાં બંને વારાફરતી ઊભા થઈ બહાર પગથિયાં ઉપર પાનની પિચકારી છોડી આવતા. માનભાઈને એ ગમ્યું નહિ. પરંતુ તેમણે યુવાનોને ટોક્યા નહિ કે મોઢું બગાડ્યું નહિ. વાતચીત દરમિયાન પોતે ઊભા થયા, હાથમાં ઝાડુ અને પાણીની બાલદી લઈ પગથિયું સાફ કરી પાછા આવીને પોતાની ખુરશીમાં બેસી ગયા. પેલા બંને યુવાનો ભોંઠા પડી ગયા. ૨૪ ] સાંપ્રત સહચિંતન Page #34 -------------------------------------------------------------------------- ________________ વર્ષો પહેલાં, સ્વતંત્રતા પૂર્વે એક વખત માનભાઈ ભાવનગરમાં એક રસ્તા ઉપર સાઇકલ પર જઈ રહ્યા હતા. એ દિવસોમાં ગૃહિણીઓને એંઠવાડ રસ્તા પર નાખવાની ટેવ. દેશી રાજ્ય તકેદારી રાખે, પણ પરિણામ સંતોષકારક ન આવે. લોકમાનસ પણ એવી પરિસ્થિતિથી ટેવાયેલું. સ્વચ્છતા માટેની સભાનતા ખાસ નહોતી. એક ગૃહિણીએ મેડા પરના પોતાના રસોડામાંથી બહાર રસ્તા પર એંઠવાડ ફેંક્યો. બરાબર તે માનભાઈ ઉપર પડ્યો. માનભાઈ સાઇકલ નીચે મૂકી એ બહેનને ત્યાં ગયા અને હીંચકા પર બેસી ગયા. કહ્યું મને કપડાં બદલવા એક ધોતિયું આપો એટલે મારાં કપડાં હું ધોઈ નાખું અને સુકાય એટલે પહેરીને ચાલ્યો જઈશ. હું તમને કશું કહેતો નથી. મારે તો કપડાં ધોવાની સગવડ જોઈએ છે. એટલામાં માણસો ભેગાં થઈ ગયાં. માનભાઈએ હઠ પકડી હતી, પણ પછી એ બહેને અને બીજાંઓએ માફી માગીને વચન આપ્યું કે રસ્તા પર પોતે એંઠવાડ નહિ ફેંકે ત્યારે માનભાઈ ઘરે ગયા હતા. એક વખત શિશુવિહારનો ઝાડુ કાઢવાવાળો બરાબર કામ કરતો નહિ એટલે માનભાઈએ એને છૂટો કર્યો. પછી પેલો બીજા કોઈને આવવા દેતો નહિ એટલે માનભાઈએ જાતે ક્રીડાંગણમાં ઝાડુ કાઢવા માંડ્યું. દરમિયાન એક ભાઈ માનભાઈને મળવા આવ્યા. તેઓ એમને ઓળખી શક્યા નહિ. પછી જ્યારે ખબર પડી કે વાસીદું વાળનાર તે પોતે જ માનભાઈ છે ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. માનભાઈને કામ તરત કરવું ગમે. કોઈને સોંપે તો તે પણ તરત થાય એમ ઇચ્છે. એક વખત એક ભાઈ એમના કાર્યાલયમાં બેઠા . હતા. માનભાઈએ એમને કહ્યું, ‘આટલું જરા કામ કરો ને. આ અર્જન્ટ ટપાલ પોસ્ટના ડબ્બામાં નાખી આવો ને.' પેલા ભાઈએ ટપાલ લઈને પોતાના થેલામાં મૂકી અને કહ્યું, ‘જતી વખતે નાખતો જઈશ.' , સ્વ. માનભાઈ ભટ્ટ [ ૨૫ www.jathelibrary.org Page #35 -------------------------------------------------------------------------- ________________ માનભાઈએ તરત જ હળવેથી એ ટપાલ પાછી માગી લીધી અને પોતે જઈને ટપાલના ડબ્બામાં નાખી આવ્યા. માનભાઈ સ્વમાની, ક્યારેક આખાબોલા અને કોઈની શેહમાં ન તણાય એવા હતા. એક વખત સ્વામી શિવાનંદ અધ્વર્યુ ભાવનગર આવેલા અને એમને લઈને ભાવનગરના મહારાજાને મહેલમાં મળવા જવાનું હતું. તેઓ બંને ત્યાં પહોંચી ગયા. તેમને સ્વાગતખંડમાં બેસાડવામાં આવ્યા. થોડીવારે મહારાજા સિગારેટ પીતા પીતા આવ્યા. માનભાઈએ કડક અવાજે મહારાજાને ઠપકો આપતાં કહ્યું, “આવા સંત મળવા આવે છે અને તમને સિગારેટ પીતાં પીતાં આવો છો તેની શરમ નથી આવતી ?' તરત મહારાજાએ સિગારેટ નાખી દીધી. તેમણે માનભાઈને સામો જવાબ ન આપ્યો કે ન અણગમો બતાવ્યો. પછીથી તો જાણે કશું જ બન્યું નથી એવી સહજ રીતે ત્રણેએ વાતો કરી. પાછા ફરતાં ડૉ. શિવાનંદ અધ્વર્યુએ વાત કાઢી ત્યારે માનભાઈએ કહ્યું, “સાચી વાત કહેવામાં શરમ શી? મારે ક્યાં એમની પાસે કશું માંગવું છે. મેં તો રાજની આબરૂ બચાવવા કહ્યું હતું.' ૯૪મા વર્ષે માનભાઈને લાગ્યું હતું કે હવે પોતે વધુ વખત જીવવાના નથી. અંતિમ દિવસ પાસે આવી રહ્યો છે એટલે એ માટે પોતે સ્વસ્થ મનથી પૂરેપૂરા તૈયાર અને સજ્જ હતા. પોતે અનંતની યાત્રાએ જઈ રહ્યા છે, એટલે પ્રભુરૂપી પ્રિયતમને પોતે પ્રિયતમા સ્વરૂપે મળવા જઈ રહ્યા છે એવા ભાવવાળી કબીરના પદની પંક્તિઓ પોતે ગણગણતા. વળી એ પંક્તિઓ લખીને પોતાની અંતિમ ક્રિયા માટે સ્વજનોને સૂચના આપી દીધી હતી. એ સૂચના સંક્ષેપમાં નીચે મુજબ હતી : ૨૬ ] સાંપ્રત સહચિંતન Page #36 -------------------------------------------------------------------------- ________________ કર લે સિંગાર કર લે સિંગાર, ચતુર અલબેલી, સાજન કે ઘર જાના હોગા, નહા લે ધો લે, સીસ ગુંથા લે, સાજન કે ઘર જાના હોગા. મિટ્ટી ઓઢાવન, મિટ્ટી બિછાવન, મિટ્ટી સે મિલ જાના હોગા, કહત કબીર સુનો મેરી સજની, ફિર વહાં સે નહિ આના હોગા. ...અંતિમ વેળાએ અત્યંત દુ:ખ થાય એ સ્વાભાવિક છે... બાહ્ય દેખાતા વિયોગના દુઃખ સાથે માલિકને મળવાનો થનગનાટ પણ હોય છે. હવે મારી પણ એ જ સ્થિતિ હોવાથી જેઓ મારી અનેકવિધ સેવા કરી રહેલ છે તેઓને નમ્ર વિનંતી છે કે ચેતનાથી દેહ છૂટો પડે ત્યારે તેને મેં સંગ્રહેલ ચડ્ડી, મારા અંતિમ ધ્યેયને અનુલક્ષીને લખાયેલ પહેરણ અને ગાંધી ટોપી પહેરાવવાં અને ગાંધી બાપુની પ્રસાદીરૂપ મેં સાચવેલ ખાદીના કપડાથી ઢાંકવો... શિશુવિહારમાં જ્યાં હોલિકા પ્રગટાવીએ છીએ ત્યાં અગ્નિસંસ્કાર કરવા.... મૃતદેહની રાખમાંથી અસ્થિ વીણી શિશુવિહારમાં કોઈ જગ્યાએ ખાડો કરી તેમાં નાખવાં અને તેમાં વૃક્ષનું વાવેતર કરવું... મારી ભસ્મનો શિશુવિહારમાં છંટકાવ કરવો કે જેથી તેના ઉપર બાળકો ખેલકૂદ કરી આનંદપ્રમોદ પામે... એ દિવસે શિશુવિહારની કોઈ પ્રવૃત્તિ બંધ ન રાખવી, ૨જા ન પાળવી.’ માનભાઈ જીવન જે રીતે જીવ્યા તે જ રીતે મૃત્યુને એમણે સહર્ષ સ્વીકાર્યું. એમની અંતિમ ઇચ્છા પણ કેટલી ભાવનાસભર હતી ! સ્વ. માનભાઈએ પોતાના જીવનને એક ‘મિશન' બનાવ્યું. એક સંસ્થા કરે એટલું કાર્ય એમણે એકલે હાથે કર્યું. અનેકનાં જીવન એમણે ઉદ્ભવળ બનાવ્યાં. એમણે ગુજરાતને, સમગ્ર રાષ્ટ્રને વધુ ઓજસ્વી બનાવ્યું. એમના સ્વર્ગવાસથી ભારતમાતાને એક ઉત્કૃષ્ટ સપૂતની મોટી ખોટ પડી છે. *** સ્વ. માનભાઈ ભટ્ટ [ ૨૭ Page #37 -------------------------------------------------------------------------- ________________ माणं मद्दवया जिणे। – ભગવાન મહાવીર (માનને મૂદુતાથી જીતવું) ભગવાન મહાવીરે દસવૈકાલિક સૂત્રના આઠમા અધ્યયનમાં કહ્યું છે : उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे । माया मज्जवभावेण, लोभं संतोसओ जिणे ॥ અર્થાત્ ઉપશમથી (ક્ષમાથી) ક્રોધનો નાશ કરવો, માનને મૃદુતાથી જીતવું, માયાને સરળતાના ભાવથી દૂર કરવી અને લોભને સંતોષથી જીતવો. ભગવાન મહાવીર સ્વામીના આ વચનમાં જેમ સાંસારિક જીવન સારી રીતે જીવવાની ચાવી રહેલી છે તેમ અધ્યાત્મમાર્ગનું ઊંડું રહસ્ય રહેલું છે. જીવ મુક્તિપથગામી કેવી રીતે બની શકે તેનું દિશાસૂચન એમાં રહેલું છે. ભગવાનની વાણી કેટલી બધી સરળ અને હૃદયસોંસરવી ઊતરી જાય એવી છે ! કેટલા ઓછા શબ્દોમાં માર્મિક વાત એમણે કરી છે ! ૨૮ ] સાંપ્રત સહચિંતન Page #38 -------------------------------------------------------------------------- ________________ આ ચાર વાક્યોને જ માણસ રોજ નજર સમક્ષ રાખે તો પણ એને વર્તમાન જીવનમાં અને મોક્ષમાર્ગમાં કેટલો બધો લાભ થાય ! ભગવાને આ ગાથામાં ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર મોટા શત્રુઓને જીતવાની વાત કરી છે. એમાંથી અહીં આપણે ફક્ત માન' વિશે વિચારણા કરીશું. ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયના પ્રત્યેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજવલન એમ ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે અને તેની છણાવટ શાસ્ત્રગ્રંથોમાં વિગતે થયેલી છે. ભગવાન મહાવીરે કહ્યું કે મૃદુતાથી માનને જીતો. હવે, તત્ત્વજ્ઞાનથી અનભિજ્ઞ, અધ્યાત્મમાં રુચિ ન ધરાવનાર પુદ્ગલાનંદી, ભવાભિનંદી સાંસારિક જીવ પ્રશ્ન કરશે કે માનને જીતવાની જરૂરી શી? માન તો જીવનમાં જોઈએ. સ્વમાન વગર જિવાય કેમ? સ્વમાન વગરનું જીવન એ તો ગુલામીનું બંધન. વળી માનપ્રશંસા વગેરેથી તો બીજાની કદર થાય છે અને કદર કરવી એ તો સમાજનું કર્તવ્ય છે. માણસને પોતાની સિદ્ધિઓ માટે ગૌરવ થાય એ તો સ્વાભાવિક વૃત્તિ છે. નાના બાળકને પણ પહેલો નંબર આવે તે ગમે છે. માણસને પોતપોતાના ક્ષેત્રમાં “ટૉપ ટેનમાં પોતાનું નામ આવે તો પ્રિય લાગે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એવી સિદ્ધિઓની કદર થાય છે. જો આવી કદર કરવામાં ન આવે તો સમાજ બુદ્દો ન થઈ જાય ? અને માણસ આળસુ, ઉદ્યમરહિત, પ્રમાદી ન બની જાય ? એટલે પહેલી વાત તો એ કે માનને જીતવાની જરૂર શી ? અને બીજી વાત એ કે માનને જીતવા માટે મૃદુતાની જરૂર શી ? બીજા કશાથી માનને ન જીતી શકાય? સામાન્ય માનવીને આવા પ્રશ્નો થવા સ્વાભાવિક છે. જેમની महवया www.jatelibrary.org Page #39 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિ ફક્ત સામાજિક અને સાંસારિક સ્તરે જ રહેલી છે અને જેઓ મુખ્યત્વે વર્તમાનને આધારે જ જીવન જીવે અને વર્તમાનથી પ્રભાવિત થાય છે તેઓને ભગવાનનું વચન જલદી નહિ સમજાય. જેઓ ભૂત અને ભવિષ્યનો થોડો વધુ વિચાર કરે છે, જેઓ ‘હું કોણ છું ?’ જીવન પૂરું થતાં મારું શું થશે ? જે જીવો મારી નજર સમક્ષ ચાલ્યા ગયા તે જીવો હાલ ક્યાં હશે ? તેઓને મળેલાં માનપત્રોનું હવે શું કરીશું ? એ કેટલો વખત ટકશે ? આ સંસારમાં જન્મમરણની ભરતીઓટ કેમ ચાલ્યા કરે છે ? દેહથી ભિન્ન આત્મતત્ત્વ જેવું કંઈ છે ? હોય તો એનું સ્વરૂપ કેવું ? એનું લક્ષ્યસ્થાન કયું ? એ કેવી રીતે પમાય ?’ ઇત્યાદિ વિશે વિચાર કરે છે અને તત્ત્વગવેષણા કરવા લાગે છે તેને સમજાય છે કે કંઈક એવું તત્ત્વ છે કે જીવને જન્મમરણના ચક્રમાં પકડી રાખે છે અને કંઈક એવું તત્ત્વ છે કે જે જીવને મુક્ત બનાવે છે. સંસારચક્રમાં જકડી રાખનારાં તત્ત્વોમાં રાગ અને દ્વેષ મુખ્ય છે. એનો વિગતે વિચાર કરીએ તો ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય મુખ્ય છે. જે જીવ અધ્યાત્મમાર્ગે ઉપર ચડતો ચડતો છેવટે કષાયોમાંથી મુક્તિ મેળવે છે તે જ મોક્ષગતિ પ્રાપ્ત કરે છે. એટલે જ કહેવાયું છે કે ઋષાયમુર્ત્તિ: તિ મુરેિવ । હવે બીજો પ્રશ્ન સામાન્ય માણસને એ થાય કે મૃદુતાથી માનને કેવી રીતે જિતાય ? પણ એ માટે માનનું અને મૃદુતાનું સ્વરૂપ સમજવું જોઈશે. મૃદુતાની વ્યાખ્યા આ રીતે અપાય છે : મોર્ભાવ: માનમ્ । મૃદુતાનો ભાવ એનું નામ માર્દવ. મૃદુતા અથવા કોમળતા એ આત્માનો સ્વભાવ છે. પરંતુ જ્યારે આત્મસ્વભાવમાં રહેલી મૃદુતા આવરાઈ જાય છે ત્યારે કર્કશતા, કઠોરતા, અક્કડપણું, અભિમાન પ્રગટે છે. એ માનકષાયનું જ બીજું નામ અથવા સ્વરૂપ છે. શાસ્ત્રકારે કહ્યું છે, 30 ] સાંપ્રત સહચિંતન Page #40 -------------------------------------------------------------------------- ________________ जात्यादिमदावेशादभिमानाभावो मार्दवं मानतिर्हरणम् । [ જાતિ આદિ મદોથી આવેશમય થયેલા અભિમાનનો અભાવ કરવો તે માર્દવ છે. માદવ એટલે માનનો નાશ.] ધર્મનાં જે દસ લક્ષણ ગણાવવામાં આવે છે તે આ પ્રમાણે છે: (૧) ક્ષમા, (૨) માર્દવ, (૩) આર્જવ, (૪) શૌચ, (પ) સત્ય, (૬) સંયમ, (૭) તપ, (૮) ત્યાગ, (૯) આકિંચન્ય, (૧૦) બ્રહ્મચર્ય. આ દરેક ઉત્તમ કોટિનાં હોવાં જોઈએ. વસ્તુતઃ આ બધા આત્માના જ ગુણો છે, પરંતુ તે ઢંકાયેલા કે આવરાયેલા છે. પુરુષાર્થથી એ વિશુદ્ધ અને પ્રકાશિત કરી શકાય છે. એમાં સર્વ પ્રથમ ક્ષમા છે. જયાં સુધી જીવનમાં ક્ષમા ન આવે ત્યાં સુધી માર્દવ ન આવે અને જ્યાં સુધી માર્દવ ન આવે ત્યાં સુધી આર્જવ ન આવે. આ રીતે આત્મવિકાસમાં માર્દવનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. જયાં સુધી મદ છે, અભિમાન છે ત્યાં સુધી માદવ ન આવે. મદ મુખ્યત્વે આઠ પ્રકારના બતાવાય છે. સ્થાનાંગસૂત્રમાં કહ્યું છેઃ अट्ठ मयट्ठाणे पण्णते, तं जहा-जातिमए, कुलमए, बलमए, रूवमए, तवमए, सुयमए, लाभमए, इस्सरियमए । [આઠ મદસ્થાન કહ્યા છે, જેમ કે- (૧) જાતિમદ, (૨) કુલમદ, (૩) બલમદ, (૪) રૂપમદ, (૫) તપમદ, (૬) શ્રતમદ, (૭) લાભમદ અને (૮) ઐશ્વર્યમદ.] આ આઠ પ્રકારનાં સદસ્થાન તે મોટાં અને મુખ્ય મુખ્ય છે. (ક્યારેક એનાં નામ અને ક્રમમાં ફરક હોય છે.) તદુપરાંત પણ બીજા નાના પ્રકારો હોઈ શકે. સ્થાનાંગસૂત્રમાં જ કહ્યું છે કે “મારી પાસે નાગદેવતા, ગરુડદેવતા આવે છે અથવા “મારું અવધિજ્ઞાન ઉત્કૃષ્ટ माणं मद्दवया जिणे । [ ૩૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રકારનું છે? – એવો મદ પણ માણસને થઈ શકે છે. “રત્નકરંડક શ્રાવકાચાર'માં શ્રી સમતભદ્રાચાર્યે કહ્યું છે : ज्ञानं पूजां कुलं जाति बलमृद्धिं तपो वपुः । अष्टावाश्रित्यमानित्वं स्मयमाहु गतस्मयाः ॥ [જેમનું માન (સ્મય) ચાલ્યું ગયું છે એવા ભગવાન (ગતમય) જ્ઞાન, પૂજા, કુળ, જાતિ, બળ, ઋદ્ધિ, તપ અને શરીર એ આઠના આશ્રયે જે માન કરવામાં આવે છે તેને “માન' કહે છે.] એટલે જ શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે : कुलरूवजादिबुद्धिसु तवसुदसीलेसु गारवं किं चि । जो ण वि कुव्वदि समणो मद्दवधम्म हवे तस्स ॥ [જે શ્રમણ (અથવા મનુષ્ય) કુલ, રૂપ, જાતિ, બુદ્ધિ, તપ, શાસ્ત્ર અને શીલના વિષયમાં જરા પણ લોલુપતા અથવા અહંકાર રાખતો નથી તેને “માદવ” ધર્મ થાય છે.] જાતિ, કુળ, ધન, રૂપ વગેરે ગર્વનાં કારણ બને છે. એવું નથી કે ગર્વને માટે માત્ર એક જ વસ્તુ કારણરૂપ હોય. ક્યારેક જાતિ અને ધન એમ બે મળીને માણસને ગર્વિષ્ઠ બનાવે, તો ક્યારેક ધન અને રૂપ ' ભેગાં મળીને અભિમાન છલકાવી દે. ક્યારેક એક કે બેથી વધુ કારણો માણસને અહંકારી બનાવી દે છે. એમ કહેવાય છે કે માણસ જ્યાં સુધી પહેલો પુરુષ એક વચન હું બોલે છે ત્યાં સુધી સ્વાભાવિક લાગે છે, પરંતુ એ જ્યારે એક વચનના શબ્દને બેવડાવીને કે ત્રેવડાવીને “હું-હું, “--હું કરે છે ત્યારે એમાં અહંકારની ગર્જના સંભળાય છે. - સાંપ્રત સહચિંતન ૩ર ] Page #42 -------------------------------------------------------------------------- ________________ કુળ, ધન, રૂપ, જ્ઞાન ઇત્યાદિનો મદ માણસ કરે છે, પણ ક્યારેક તે ન હોવા માટે માણસ અભિમાન કરે છે. નિર્ધનને ધનવાનની, કદરૂપાને રૂપવાનની કે અજ્ઞાનીને જ્ઞાનીની ઈર્ષ્યા થાય એ એક વાત છે, પણ માણસ પોતાના અજ્ઞાન માટે પણ અભિમાનપૂર્વક વાત કરે અને ભણેલા ભીખ માંગે છે એવાં વાક્યો ઉચ્ચારે અથવા કોઈ નિર્ધન માણસ પોતાની નિર્ધનતા માટે ગૌરવ લે અને પૈસાને કૂતરાં પણ સૂંઘતાં નથી એવાં એવાં વાક્યો બોલે એવું પણ બનતું જોવા મળે છે. એમાં બેપરવાઈનો ભાવ પણ હોય છે. વસ્તુતઃ ધન વગેરે હોય તો એના હોવાપણાનો અને ન હોય એના ન હોવાનો ગર્વ માણસે ન રાખવો જોઈએ. માણસને ઉચ્ચ કુળ, ધન, રૂપ, જ્ઞાન, ઐશ્વર્યાદિ મળે છે પૂર્વના શુભકર્મના ઉદયથી, એટલે કે પુણ્યોદયથી એ પ્રાપ્ત થાય છે. પરંતુ એ પ્રાપ્ત થયા પછી એ જ કુળ, જાતિ વગેરે અશુભ ઘાતકર્મનાં નિમિત્ત ન બને એની સાવધાની જીવે રાખવાની રહે છે. વ્યવહારમાં એમ કહેવાય છે કે ધન કે માન મેળવવાં એટલાં અઘરાં નથી, પણ મળ્યા પછી એને પચાવવાં ઘણાં જ દુષ્કર છે. મોટા મોટા મહાત્માઓ ક્રોધ વગેરે ઉપર વિજય મેળવે છે. ધન, સ્ત્રી, પુત્રપરિવાર, ઘર ઇત્યાદિનો ત્યાગ એમણે કર્યો હોય છે, પણ એમના ચિત્તમાં લોકેષણા ચોટેલી રહે છે. પોતે, પોતાનો સમુદાય, પોતાનાં ધર્મકાર્યો બીજા કરતાં ચડિયાતાં રહે તો ગમે, ચડિયાતાં બને એ માટે સરખામણી એમના દિલમાં થતી રહે અને બીજા પાછળ પડી જાય તો અંદરથી રાજી થવાય આવી વૃત્તિ તેઓને રહે છે. વ્યવહારથી કેટલુંક કદાચ ઈષ્ટ ગણાતું હોવા છતાં અધ્યાત્મમાર્ગમાં તેવો સૂક્ષ્મ માનકષાય બાધક નીવડે છે. જીવ ગમે તેટલો શ્રદ્ધાભક્તિવાળો હોય તો પણ અધ્યાત્મમાર્ગથી એને પાછો પાડનાર, સંસારમાં રખડાવનાર કોઈ હોય તો તે આ મુખ્ય माणं मद्दवया जिणे । L[ ૩૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ ચાર કષાયો છે. કેટલાયે જીવો તત્ત્વની શ્રદ્ધા, દેવગુરુની ભક્તિ, શાસ્ત્રજ્ઞાન ઇત્યાદિ વડે મોક્ષમાર્ગમાં ઘણા આગળ વધે છે, પરંતુ આગળ જતાં કષાયોરૂપી ચાર મોટા અસુરોથી પરાજિત થઈ જાય છે. ક્રોધ, માન, માયા, લોભ એ ચારે કષાયો અનુક્રમે ઉત્તરોત્તર વધુ આત્મઘાતક છે. ક્રોધ કરતાં માન-કષાય ભારે છે, પણ તે વધુ સૂક્ષ્મ હોવાથી પોતાને અને બીજાને તેની ખબર જલ્દી પડતી નથી. પોતાના ચહેરા ઉપર માન કરતાં ક્રોધને સંતાડવાનું અઘરું છે. આથી જ માણસ મનમાં અભિમાન કરે અને બહારથી વિનયી હોવાનો દેખાવ કરી શકે છે. સાધકે માનકષાયથી વધુ સાવધ રહેવાની જરૂર છે. વળી સમાજમાં સ્વમાન, સ્વાભિમાન વગેરેની પ્રશંસા થાય છે તથા લોકવ્યવહારમાં માન, સન્માન, અભિવાદન, ખિતાબ, ચંદ્રક વગેરેની પ્રવૃત્તિ ઈષ્ટ મનાય છે. “માનની સાથે “પત્ર' શબ્દ જોડાય છે. “માનપત્ર', “સન્માનપત્ર' જેવા શબ્દો પ્રયોજાય છે. ક્રોધ વગેરેની સાથે પત્ર” શબ્દ જોડાતો નથી. માનવી આગળ “સત’ શબ્દ પ્રયોજાય છે. “સન્માન” શબ્દ વ્યવહારમાં પ્રશસ્ત ગણાય છે, પણ ક્રોધની આગળ “સતુ” શબ્દ પ્રયોજાતો નથી. જ્યાં લોકવ્યવહારમાં માન'ની બોલબાલા હોય ત્યાં સાધક એનાથી પ્રભાવિત થાય એવો સંભવ રહે છે. વસ્તુત: માનસન્માનની પ્રત્યેક પ્રવૃત્તિથી સાધકે વિમુખ રહેવું જોઈએ. માન પ્રશંસાની સાથે જોડાયેલું છે. પ્રશંસા થતાં માણસમાં રહેલી માનની સૂક્ષ્મ એષણા સળવળે છે. કદાચ તે પોતાના ભાવો પ્રગટ ન કરે તોપણ પોતે મનમાં સમજે છે અને માન મળતાં મનમાં રાજી થાય છે. પોતાનો રાજીપો ક્યારેક તે શબ્દોમાં કે હાવભાવથી વ્યક્ત કરે છે. પ્રશંસા કરનારની અવહેલના કે અવજ્ઞા ન કરાય એવા સામાજિક વ્યવહારને કારણે પોતાની પ્રશંસા થાય ત્યારે માણસ વિવેક ખાતર તે વિશે આભાર પ્રદર્શિત કરે છે. સગુણોની અનુમોદના કરવી ૩૪ ] સાંપ્રત સહચિંતન Page #44 -------------------------------------------------------------------------- ________________ એ આપણું કર્તવ્ય છે. જે માણસ બીજાના ગુણોનો સ્વીકાર કરતો નથી અને એની અનુમોદના કરતો નથી તેનામાં ઈર્ષ્યા, અસૂયા, મત્સર ઇત્યાદિ રહેલાં હોવાં જોઈએ. બીજાના ગુણો, અરે વિપરીત વ્યક્તિના ગુણો જોઈને પણ સાચો પ્રમોદભાવ પ્રગટ થવો જોઈએ એ આપણું સામાજિક કર્તવ્ય છે અને સાધનાનું પગથિયું છે. આપણી પ્રશંસામાં અતિશયોક્તિ ન હોવી જોઈએ. ખુશામતખોરીમાં તે ન પરિણમવી જોઈએ. આપણા સ્વાર્થમાંથી તે ન પ્રગટ થવી જોઈએ. બીજી બાજુ આપણી પોતાની જયારે આવી રીતે પ્રશંસા થતી હોય ત્યારે ફુલાઈ ન જવું જોઈએ, જો ફુલાયા તો તે પ્રશંસા આપણા માનકષાયની નિમિત્ત બની જાય છે. કેટલીક વાર આપણાં સ્વજનો અને મિત્રો જ આવી પ્રશંસા દ્વારા આપણા માનકષાયનાં નિમિત્ત બને છે. એમ બને ત્યારે વ્યાવહારિક દષ્ટિએ જે મિત્ર છે તે આધ્યાત્મિક દૃષ્ટિએ શત્રુ બને છે, અહિતકર બને છે. પણ બીજાને દોષ દેવાથી શું ? અહિત કરવાના આશયથી તેઓ અહિત કરતા નથી. માટે જે જાગ્રત રહેવાનું છે તે તો પોતે જ. અંદરથી સમત્વ હોય તો આવા પ્રશંસાના પ્રસંગે પણ માણસ નિર્લેપ રહી શકે છે. પ્રશમરતિ'માં વાચક ઉમાસ્વાતિએ કહ્યું છે : श्रुतशीलविनयसंदूषणस्य धर्मार्थकामविघ्नस्य । मानस्य कोऽवकाशं मुहूर्तमपि पंडितो दद्यात् ॥ શ્રત, શીલ અને વિનય માટે દૂષણરૂપ તથા ધર્મ, અર્થ અને કામમાં વિઘ્નરૂપ એવા માનને કયો ડાહ્યો માણસ મુહૂર્ત માટે પણ અવકાશ આપશે ? કષાયો જીવને અવશ્ય દુર્ગતિમાં, નીચલી ગતિમાં લઈ જાય છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે : माणं मद्दवया जिणे। [ ૩૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ अहे वयन्ति कोहेणं, माणेणं अहमा गइ । माया गइपडिप्वाओ, लोहाओ दुहओ भयं ।। અર્થાત્ ક્રોધ કરવાથી જીવનું પતન થાય છે, માનથી જીવ અધમ ગતિમાં જાય છે. માયાવી માણસની સગતિ થતી નથી અને લોભ કરનારને આ લોકમાં અને પરલોકમાં ભય ઉત્પન્ન થાય છે. વાચક ઉમાસ્વાતિએ પણ કહ્યું છે : जात्यादि मदोन्मत्तः पिशाचवद् भवति दुःखितश्चेह । जात्यादिहीनतां परभवे च निःसंशय लभते । અર્થાત જાતિ, કુળ, ધન, રૂપ, ઐશ્વર્ય વગેરેથી મદોન્મત્ત બનેલા માણસો પિશાચની જેમ દુ:ખ પામે છે. વળી પરભવમાં તેઓ હીન ગતિ, નીચી ગતિ મેળવે છે એમાં સંશય નથી. હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં પણ એમ જ કહ્યું છે : પુર્વ પર્વ પુનસ્તાન, હીનાનિ નમતે નર: | અર્થાત્ માણસ જો જાતિ, કુળ, રૂપ ધન વગેરેનું અભિમાન કરે તો તેવાં કર્મના ફળરૂપે માણસને તે તે વિષયમાં આ ભવે કે ભવાન્તરમાં હીનતા સાંપડે છે. એટલે માર્દવ ગુણની પ્રાપ્તિ માટે જીવે વારંવાર એવી ભાવના ભાવવી જોઈએ કે પોતાને જે ધન મળ્યું છે તે અનિત્ય છે. પોતાનું રૂપ ગમે તેવું ઉત્કૃષ્ટ હોય તો પણ એક દિવસ એ રૂપ કરમાઈ જશે અથવા એક દિવસ પ્રાણ જતાં એ રૂપને લોકો બાળી નાખશે. આ જીવ કેટલીયે વાર નીચ જાતિમાં જન્મ્યો છે અને ભવાન્સરમાં પણ કદાચ નીચ જાતિ મળે. માટે જાતિ, કુળ વગેરે અનિત્ય છે. કોઈનાં જાતિ, કુળ, ધન વગેરે અનંતકાળ સુધી રહેવાનાં નથી. જો આ બધું જ અનિત્ય છે, તો પછી તેને માટે નિત્ય એવા મારા આત્માને નીચે શા માટે પાડું ? આ ૩૬ ] સાંપ્રત સહચિંતન Page #46 -------------------------------------------------------------------------- ________________ રીતે અનિત્યભાવના દ્વારા માર્દવની ભાવનાનું સેવન કરવું જોઈએ. જ્યાં સુધી જીવને પોતાના દેહ સાથે એકત્વબુદ્ધિ છે ત્યાં સુધી “હું-પણા”નો અથવા “મારાપણાનો ભાવ એને રહેવાનો. દેહ સાથે સંકળાયેલી સર્વ બાબતો એને પોતાની લાગવાની. એ માટે પ્રિયઅપ્રિયનો ભાવ થતો રહેવાનો. એટલે દેહલાવણ્ય, ધનવૈભવ, સત્તા, બુદ્ધિચાતુર્ય ઇત્યાદિ પોતાનાં અને સ્વજનોનાં એને ગમવાનાં. એ માટે એ ગૌરવ અનુભવવાનો. મતલબ કે જ્યાં સુધી દેહ સાથેની તાદાભ્ય બુદ્ધિ જીવને રહે અથવા પરદ્રવ્ય માટે આસક્તિ રહે ત્યાં સુધી માનકષાય એનામાંથી જલદી નીકળે નહિ. ત્યાં સુધી મૃદુતારૂપી આત્મગુણ પરિપૂર્ણ સ્વરૂપે ખીલી ન શકે. * જીવ જ્યારે અંતર્મુખ બને, પોતાના ઉપયોગને અંદર વાળે અને અનુભવ કરે કે માર્દવ મારો સ્વભાવ છે, માનકષાય મારો સ્વભાવ નથી, ત્યારે માનકષાય એને નડતો નથી. માન કે અપમાનની કોઈ પ્રતિક્રિયા એનામાં થતી નથી. પરંતુ જીવ જ્યારે પર્યાયમાં ચાલ્યો જાય છે, વિભાવદશામાં આવી જાય છે ત્યારે માન અને સન્માન એને ગમે છે અને અપમાન એને ગમતું નથી. અપમાનનો તે બચાવ કે પ્રતિકાર કરવા પ્રયાસ કરે છે. એ જ એની પર્યાયબુદ્ધિ છે. કુંદકુંદાચાર્યે પ્રવચનસાર'માં કહ્યું છે કે પwવમૂઠા હિં પરસમય એટલે કે જે પર્યાયમાં મૂઢ છે, જે પર્યાયમાં મુગ્ધ છે, આસક્ત છે તે પરસમય છે, તે વિભાવદશા છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે : न वाहिरं परिभवे, अत्ताणं न समुक्कसे । મુમતાબે ન મન્નિષ્ણ | નવ્વા તવસ્તિ વૃદ્ધિ II माणं मद्दवया जिणे । [ ૩૭. Page #47 -------------------------------------------------------------------------- ________________ [બીજાનો તિરસ્કાર ન કરો. ‘જ્ઞાની છું, લબ્ધિવાન છું, જાતિસંપન્ન છું, તપસ્વી છું, બુદ્ધિમાન છું' - એમ પોતાને મોટા ન સમજો.] સૂત્રકૃતાંગમાં કહ્યું છે : मयाणि एयाणि विगिंच घीरा, नं ताणि सेवंति सुधीरधम्मा । सव्वगोता वगया महेसी, उच्चं अगोतं च गई वयंति ॥ ધીરપુરુષે આવા મદનો ત્યાગ કરવો જોઈએ. સુધીરધર્મ મહાત્માઓ એનું સેવન કરતા નથી. એથી જ સર્વગોત્રથી રહિત થઈને તેઓ ગોત્રરહિત એટલે કે અગોત્ર એવી ઉચ્ચ ગતિ (સિદ્ધગતિ) પ્રાપ્ત કરે છે. એટલે જ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે : ઉચ્ચભાવ દગ દોષે મદ જવર છે આકરો, હોય તેહનો પ્રતિકાર કહે મુનિવર ખરો. પૂર્વ પુરુષ સિંધુરથી લઘુતા ભાવવું, શુદ્ધ ભાવન તે પાવન શિવ સાધન નવું. ૩૮ ] સાંપ્રત સહચિંતન Page #48 -------------------------------------------------------------------------- ________________ અન્ન દાન પર્યુષણ પર્વ દરમિયાન ભારતમાં અને ભારત બહાર ચારે ફિરકાના અનેક જૈનો નાની-મોટી ઘણી તપશ્ચર્યા કરશે. જૈનોનો એક ઉપવાસ એટલે લગભગ છત્રીસ કલાક અન્નનો એક દાણો પણ મોઢામાં નાખવાનો નહિ. કેટલાક તો પાણીનું ટીપું પણ પીએ નહિ. વળી રાત્રિ દરમિયાન અન્ન કે પાણી કશું જ લેવાનું નહિ. જૈનોમાં અઠ્ઠાઈ એટલે આઠ દિવસના ઉપવાસ, માસમખણ એટલે મહિનાના ઉપવાસ વગેરે જેવી તપશ્ચર્યા થાય છે એવી દુનિયામાં અન્ય કોઈ ધર્મમાં થતી નથી. કેટલાક એને માત્ર ક્રિયાકાંડ તરીકે ખપાવશે, પરંતુ એ સર્વથા સાચું નથી. વળી એવી તપશ્ચર્યા કરવાનું સરળ નથી. આ પર્વ દરમિયાન એક, બે, ત્રણ ચાર, આઠ કે સોળ દિવસના ઘણા ઉપવાસ થશે. પર્વના આઠે આઠ દિવસના ઉપવાસ, અઠ્ઠાઈની તપશ્ચર્યાઓ તો ઠેર ઠેર ઘણી બધી પ્રતિવર્ષ થાય છે. કેટલાક તો માસખમણ કરે છે. કોઈક એથી પણ આગળ વધે છે. પર્યુષણ પર્વમાં ઠેર ઠેર તપનો માહોલ સર્જાય છે. નાનાં બાળકો પણ ઉલ્લાસથી એમાં જોડાય છે. પર્યુષણ પર્વ ઉપરાંત અન્ય દિવસોમાં પણ આયંબિલની ઓળી, વરસીતપ તથા અન્ય પ્રકારનાં ઘણાં તપ થાય છે. જૈનોમાં એ રીતે ઉપવાસાદિ પ્રકારની તપશ્ચર્યા આખું વર્ષ ચાલ્યા કરે છે. ઘણા લોકો ભાવપૂર્વક સાચી તપશ્ચર્યા કરે છે. એ બધી જ જડ ક્રિયા છે એવો અન્ન દાન [ ૩૯ Page #49 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગ્રહ ન રાખવો જોઈએ. એક ફક્ત પર્યુષણ પર્વનો વિચાર કરીએ તો ગામેગામ કેટલી બધી ઉપવાસાદિની તપશ્ચર્યા થાય છે. અન્ય રીતે, બીજા એક દૃષ્ટિબિન્દુથી કહેવું હોય તો કહેવાય કે જૈનો દ્વારા કેટલા બધા અનાજની બચત આ દિવસો દરમિયાન થાય છે. પરંતુ અનાજની થયેલી આ બચત બચત તરીકે ઘરમાં ન રહેવી જોઈએ. પોતાનું બચેલું અનાજ જરૂરિયાતમંદ લોકોને આપી દેવું જોઈએ એમ કેટલાક માને છે. આમાં સામાજિક દૃષ્ટિએ અને આધ્યાત્મિક દષ્ટિએ વિચારણા ભિન્ન ભિન્ન હોઈ શકે છે. જૈનો અન્ય પ્રસંગે ઘણું દાન આપે છે એ વિશે બેમત નથી. દુષ્કાળના દિવસોમાં ઢોરને ચારો અને મનુષ્યોને અનાજ આપવાની દાનપ્રવૃત્તિમાં જૈનો મોખરે હોય છે. ઈતિહાસમાં પણ જગડુશા વગેરેએ દુકાળના દિવસોમાં પોતાના અન્નભંડાર ખુલ્લા મૂકી દીધાના સ્મરણીય પ્રસંગો નોંધાયા છે. આમ પણ વારતહેવારે જૈનો તરફથી અનુકંપાદાન તથા સાધર્મિક-વાત્સલ્યના અવસરો જોવા મળે છે. એટલે જૈનો તરફથી અનાજરાહત, અન્નદાન ઈત્યાદિની પ્રવૃત્તિ સતત ચાલતી જ રહે છે. અન્ય ધર્મોમાં પણ ઉપવાસાદિ તપશ્ચર્યા થાય છે. વૈષ્ણવોમાં એકાદશીનો ઉપવાસ થાય છે અને પોતાનું તે દિવસનું બચેલું અનાજ દાનમાં દેવાનો મહિમા છે. જ્યાં અનેક લોકો ભૂખે મરતા હોય ત્યાં આ એક શુભ નિમિત્તે અન્નદાનની વધુ પ્રવૃત્તિ થાય તે અત્યંત ઈષ્ટ છે. તપશ્ચર્યા નિમિત્તે એટલું વધુ અન્નદાન થવું જરૂરી છે. વળી સામાજિક દૃષ્ટિએ પણ એમ કરવું જરૂરી છે. એમ થાય તો જ સમાજમાં સમતુલા જળવાય અને સંવાદિતા સ્થપાયેલી રહે. રશિયામાં ઝારના વખતમાં જ્યારે એક બાજુ શ્રીમંતોની મિજબાનીઓના 0 ] સાંપ્રત સહચિંતન Page #50 -------------------------------------------------------------------------- ________________ એંઠવાડના ઢગલા થતા હતા ત્યારે બીજી બાજુ અનેક ગરીબ લોકો ભૂખે ટળવળતા હતા. એથી ત્યાં લોહિયાળ ક્રાન્તિ થઈ. મિજબાનીઓ માણનાર શ્રીમંતોને, ઉમરાવોને વીણી વીણીને મારી નાખવામાં આવ્યા હતા. ભૂખ્યો માણસ શું પાપ ન કરે એ કહી શકાય નહિ. કવિ ઉમાશંકર જોશીએ લખ્યું છે : ‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે.’ એટલે જ ‘ખવડાવીને ખાઓ' એ ભારતીય સંસ્કૃતિનો આદર્શ રહ્યો છે. ભારતીય પ્રજામાં માત્ર મનુષ્ય જ નહિ, પશુપક્ષીઓને પણ ખવડાવવાની ભાવના રહેલી છે. કબૂતરને જુવા૨, કૂતરાને રોટલો, ગાયને ઘાસ આપવાના સંસ્કાર બાળપણથી જ પડે છે. એટલે અન્નદાનની પ્રવૃત્તિ ભારતના લોકોમાં લોહીમાં વણાયેલી છે. વાચક ઉમાસ્વાતિએ દાનની વ્યાખ્યા આપી છે : अनुग्रहार्थं स्वस्यातिसर्गो दानम् । પોતાની વસ્તુનો બીજાના ભલા માટે ત્યાગ કરવો તે દાન. પરંતુ પોતાની ત્યજેલી વસ્તુ પોતાના હાથે બીજાને પહોંચવી જોઈએ તો જ તે દાનમાં પરિણમે. કોઈ પોતાની ચીજવસ્તુ ક્યાંક ભૂલી જાય, પડી જાય, ચોરાઈ જાય અને જેને મળે તેને લાભ થાય. અલબત્ત એમાં પોતાની વસ્તુનો ત્યાગ થયો છે અને બીજાને લાભ થયો છે, પણ એ સ્વહસ્તે ભાવપૂર્વક બીજાને અપાઈ નથી એટલે એને દાન ન કહી શકાય. તપશ્ચર્યામાં માણસ અન્નનો ત્યાગ કરે છે, પણ તેથી તે અન્નદાન કરે છે એમ નહિ કહી શકાય. પોતે જે અન્નનો ત્યાગ કર્યો છે તે અન્ન સ્વહસ્તે ભાવપૂર્વક બીજાને અપાય તો જ તે દાન કહેવાય. આવી રીતે અન્નદાન થવું જોઈએ. અન્ન દાન [ ૪૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રકારોએ નવ પ્રકારનાં પુણ્ય ગણાવ્યાં છે : અન્ન, જળ, વસ્ત્ર, વસ્તી (આશ્રય), ઉપકરણ, મન, વચન, કાયા અને નમસ્કાર. આ નવ પુણ્ય જુદી જુદી રીતે પણ ગણાવાય છે, તો પણ એમાં પ્રથમ પુણ્ય તે અન્નપુણ્ય છે. માણસે માત્ર પોતાના આહારનો જ વિચાર ન કરતાં, પોતાની આસપાસના માણસોએ આહાર કર્યો છે કે નહિ એની પણ ખેવના રાખવી જોઈએ અને જરૂરિયાતવાળાને અન્ન-આહાર મળી રહે એ માટે વિચારવું જોઈએ અને મદદ કરવી જોઈએ. . અન્ન, જળ, વસ્ત્ર, વસ્તી અને ઔષધિ એ જીવનની પાંચ મુખ્ય આવશ્યકતાઓ છે. એમાં માણસ શરીર સાચવે અને માંદો ન પડે તો એનું જીવન એટલો વખત ઔષધિ વગર નભી શકે છે. માણસને વસ્તી અર્થાત્ રહેઠાણ ન મળે તો એ ખુલ્લામાં, ફૂટપાથ પર સૂઈને જીવી શકે છે. માણસને શરીર ઢાંકવા, ટાઢ વગેરેથી બચવા માટે વસ્ત્રની જરૂર રહે છે પણ ઓછામાં ઓછા વસ્ત્રથી, એ ઘણો કાળ ચલાવી શકે છે. દિગંબર મુનિઓ તો જીવનના અંત સુધી વસ્ત્ર વગર પોતાના જીવનને ટકાવે છે. આમ, ઔષધિ, વસ્તી અને વસ્ત્ર વગર જીવનનું અસ્તિત્વ કેટલોક કાળ ટકી શકે છે, પરંતુ આહાર વગર, અન્નપાણી વગર માણસ વધુ દિવસ જીવી શકતો નથી. એટલે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે જીવને મુખ્યપણે અન્નની એટલે કે આહારની જરૂર રહે છે. સમસ્ત જીવરાશિની સૌથી મુખ્ય અને મહત્ત્વની પ્રવૃત્તિ તે આહાર-ગ્રહણની છે. એટલે આહાર મેળવવા માટેની પ્રવૃત્તિ એને કરવી પડે છે. ફક્ત મનુષ્યોનો વિચાર કરીએ તો પણ દુનિયાની ચાર-પાંચ અબજ જેટલી વસ્તીને રોજેરોજ બે, ત્રણ કે ચાર ટંક આહારની જરૂર પડે છે. દુનિયામાં રોજેરોજ કેટલું બધું અન્ન વપરાય છે ! એક જ ઠેકાણે એટલું બધું અન્ન એકત્ર કરવામાં આવે તો મોટો પર્વત થાય ! ઘણાખરા માણસો, કુટુંબો ઉદ્યમ કરી, ધનોપાર્જન કરી પોતાના આહારની જોગવાઈ સાંપ્રત સહચિંતન ૨ ] Page #52 -------------------------------------------------------------------------- ________________ પોતે કરી લે છે. આમ છતાં અવિકસિત કે અલ્પવિકસિત દેશોમાં, દૂર દૂરનાં ગામડાંઓમાં, જ્યાં અનાજ ઊગતું નથી એવા પ્રદેશોમાં માણસોને પોષણરહિત ખોરાકથી પોતાનું જીવન જેમતેમ ટકાવવું પડે છે. કેટલાયે એવા લોકો અકાળે મૃત્યુને શરણ થઈ જાય છે. આફ્રિકામાં ઇથિયોપિયા વગેરે કેટલાક દેશોમાં અનાજ ખાસ ઊગતું નથી ત્યાં વખતોવખત મોટી સંખ્યામાં માણસો ભૂખથી મૃત્યુ પામે છે. દુનિયા હવે એટલી નાની થતી ગઈ છે અને વાહનવ્યવહારનાં સાધનો એટલો વધી ગયાં છે કે એક પ્રજાને માથે આવી પડેલી આપત્તિ હવે માત્ર સ્થાનિક આપત્તિ ન બની રહેતાં સમગ્ર વિશ્વની ચિંતાનો વિષય બની જાય છે. દુકાળ, ધરતીકંપ, રેલ, રોગચાળો, યુદ્ધ ઇત્યાદિ પ્રસંગે આખી દુનિયામાંથી સહાય આવી પહોંચે છે. આજથી સૈકા પહેલાં ગુજરાતના દુકાળ વખતે સ્વ. વીરચંદ રાઘવજી ગાંધીએ અમેરિકાથી સ્ટીમર ભરીને મકાઈ મોકલવા માટે ત્યાંના લોકોને અનુરોધ કર્યો હતો અને એ પ્રમાણે અનાજ ભારત આવી પહોંચ્યું હતું. વિશ્વનાં રાષ્ટ્રો હવે એટલાં બધાં સજાગ થઈ ગયાં છે કે દુનિયામાં દુકાળની પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો તેને પહોંચી વળવા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયાસો થાય છે. ગણિતની દૃષ્ટિએ જોઈએ તો ધરતીમાં કુલ જે અનાજ ઊગે છે તે એટલા વિપુલ પ્રમાણમાં હોય છે કે સમગ્ર વિશ્વના લોકોને પૂરું પાડવા છતાં તે વધે. માત્ર એની વહેંચણીની વ્યવસ્થા બરાબર હોવી જોઈએ. એટલે જ આપત્તિ વખતે એક દેશ બીજા દેશને સહાય કરી શકે છે. દરેક માણસને પોતાની કમાણી દ્વારા પોતાની ઇચ્છા અને રુચિ અનુસાર પોતાનો આહાર મળી રહે એવી સ્થિતિ અન્નની બાબતમાં આદર્શ ગણાય. પરંતુ અન્નને માટે માણસને બીજાની આગળ હાથ અન્ન દાન [૪૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ લાંબો ન કરવો પડે એવી સ્થિતિનું નિર્માણ ઘણું કઠિન છે. કોઈ નાના સમાજ માટે એ બની શકે અને તે પણ મર્યાદિત કાળ માટે, પણ સમસ્ત માનવજાત માટે સદાકાળ એ શક્ય નથી. યુદ્ધ, દુકાળ વગેરે કુદરતી આપત્તિઓ, નબળી અર્થવ્યવસ્થા ઇત્યાદિ પણ એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સમૃદ્ધ દેશની વાત જુદી છે, પણ પછાત દેશોમાં ભૂખ્યા સૂઈ રહેનારા લોકોની સંખ્યા આજે પણ ઓછી નથી. આહાર સંજ્ઞા જીવને અનાદિ કાળથી વળગેલી છે. આહાર એ જ અસ્તિત્વ છે. જૈન ધર્મ પ્રમાણે જીવ જ્યારે મૃત્યુ પામે છે અને એક દેહ છોડી બીજો દેહ ધારણ કરે છે ત્યારે પણ એનો આત્મા કાર્પણ શરીર અને તેજસ શરીર સાથે લઈને જાય છે. આ તેજસ શરીર તરત આહાર-ગ્રહણની સૂક્ષ્મ ક્રિયા ચાલુ કરી દે છે. એટલે તેજસ શરીરને ભઠ્ઠી તરીકે ઓળખાવવામાં આવે છે કે જે સતત આહાર માગે છે. આથી જ સંસારનું અસ્તિત્વ અન્નના આધારે છે. તૈત્તિરીય ઉપનિષદમાં અને બ્રહ્મ તરીકે ઓળખાવ્યું છે : અન્ન વ્રતિ વ્યગાનાત્ વળી ઐત્તિરીય ઉપનિષદમાં કહ્યું છે : અન્ન હિ પ્રાપ | અન્નના આધારે જ બાળક મોટું થાય છે, યુવાન થાય છે અને અન્નના આધારે જ પ્રજાતંતુ ચાલ્યા કરે છે. અન્નદ્ મૂતાનિ ગાયત્તે વળી અન્નથી જ સંબંધો બંધાય છે. એટલા માટે જ સાંસારિક દૃષ્ટિથી અન્નનો મહિમા થયો છે. માટે જ ખેડૂતને પ્રજાનો તાત કહ્યો છે. પુરાણગ્રંથોએ અતિથિને જમાડ્યા પછી જમવાનો અનુરોધ કર્યો છે. જરૂર પડે તો ભૂખ્યા રહીને જમાડવું. એટલે જ કહ્યું છે ? તેને ત્યા મુન્નીથા ! (ત્યાગીને ભોગવ.) જૈન ધર્મમાં એટલે જ અતિથિ-સંવિભાગને એક વ્રત તરીકે ઓળખાવ્યું છે. પૂણિયા શ્રાવક અને તેમની પત્ની પોતે અન્નનો ત્યાગ કરીને, તપશ્ચર્યા કરીને પોતાના ભાગનું અન્ન અતિથિને જમાડતાં. આવી રીતે તપશ્ચર્યામાં બચેલા અન્નનું દાન કરવાનો મહિમા જૈન ધર્મમાં પ્રાચીન સમયથી જ ] સાંપ્રત સહચિંતન Page #54 -------------------------------------------------------------------------- ________________ ચાલ્યો આવે છે. અલબત્ત દાન અને દયાના સિદ્ધાંતોની સ્કૂલ વ્યવહારુ દૃષ્ટિએ અને સૂક્ષ્મ તત્ત્વની દૃષ્ટિએ જૈન ધર્મમાં બહુ તલસ્પર્શી મીમાંસા ભિન્ન ભિન્ન અપેક્ષાએ થયેલી છે. તપશ્ચર્યાના બચેલા અન્નનું દાન કરવાની બાબતમાં કેટલાક વ્યવહારુ પ્રશ્નો ઉદ્દભવવાના અને તેનો ઉકેલ કેવી રીતે શોધી કાઢવો તે અંગે તપશ્ચર્યા કરનાર વ્યક્તિએ પણ ચિંતન-મનન કરવાની જરૂર રહે છે. ઉદાહરણ તરીકે કોઈ જૈન વ્યક્તિ અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન જેવા સમૃદ્ધ દેશમાં રહેતી હોય. હવે એ જૈન ભાઈ કે બહેને બે-પાંચ દિવસના ઉપવાસ કે અઠ્ઠાઈ કરી, તો એટલા દિવસનું એનું બચેલું અન્ન તે દાનમાં દેવા ઈચ્છે છે. પરંતુ ત્યાં લોકો ખાધેપીધે એટલા સુખી છે કે દાનમાં મળતું અનાજ લેવા કોઈ તૈયાર નથી. તેમને એવા દાનની જરૂર નથી. એવે પ્રસંગે માણસે શું કરવું ? ત્યારે પોતાના જ શહેર કે ક્ષેત્રમાં દાન આપવાનો આગ્રહ ન રાખતાં અન્યત્ર જ્યાં દાનમાં અન્ન લેનારો વર્ગ હોય ત્યાં દાનમાં અન્ન આપવું જોઈએ. એમાં પણ અનુકંપાની દષ્ટિએ વિચારીને જૈન-જૈનેતર એવા ભેદ ન કરવા જોઈએ. હવે અમેરિકા કે યુરોપથી બચેલું અનાજ વ્યક્તિગત રીતે ભારતમાં મોકલવાની પણ તકલીફ હોય છે. એમાં સામાજિક, સરકારી વગેરે ઘણા પ્રશ્નો ઉદ્દભવે છે. તો અનાજને બદલે એટલી રકમ પણ મોકલાવી શકાય. કોઈ માણસે વરસમાં કોઈક દિવસે એકાસણું કર્યું હોય તો એનું એક ટંક જેટલું અનાજ બચે. એટલું અનાજ તે નહિ જેવું જ ગણાય. કોઈને આપવા જતાં પણ હાંસીપાત્ર લાગે. એવે વખતે કોઈકને પોતાને ઘરે ભોજન કરાવવું અથવા એટલા અન્ન જેટલી અંદાજિત રકમ કોઈ અન્નક્ષેત્રના શુભ કાર્યમાં વાપરવી જોઈએ. કેટલીકવાર અન્નદાન અન્ન દાન [ ૪૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ કે રકમ માટે તરત અનુકૂળતા ન હોય તો માણસે તે માટે સંકલ્પપૂર્વક સમયમર્યાદા બાંધવી જોઈએ. તપશ્ચર્યા વખતે અન્નદાનનો ભાવ થવો જોઈએ અને એટલી સભાનતા રહેવી જોઈએ. એ ઘણી મહત્ત્વની વાત છે. પોતાની તપશ્ચર્યાથી બચેલું અનાજ અથવા અનાજ જેટલી રકમ કોઈ એવી સંસ્થાને આપી શકાય કે જ્યાં માંસાહાર થતો હોય ? ના, એવી સંસ્થાને અન્નદાન કે એટલી રકમનું દાન કરી શકાય નહિ, કારણ કે એમ કરવાથી તો ભારે અશુભ કર્મના નિમિત્ત થવાય. અન્નદાન કરતી વખતે માણસે વિવેક જાળવવો જોઈએ અને સૂક્ષ્મ વિચાર કરવો જોઈએ. પોતાનું દાન અભક્ષ્ય આહારમાં ન વપરાવું જોઈએ. જૈન સાધુઓ તપશ્ચર્યા કરે તો તેઓ કેવી રીતે અન્નદાન કરી શકે ? એનો ઉત્તર એ છે કે જૈન સાધુઓ ઉપવાસ વગેરે તપશ્ચર્યા કરે છે ત્યારે આહારનો ત્યાગ કરે છે. પરંતુ તેઓએ પોતાનો આહાર પોતે ઉપાર્જિત કરેલો હોતો નથી. તેઓ પોતાના શરીરના પોષણ માટે ભિક્ષા વહોરી લાવે છે. આથી જૈન ધર્મ પ્રમાણે સાધુ પોતાની ભિક્ષામાંથી દયાભાવ લાવીને કોઈ ભૂખ્યાને ખવડાવી ન શકે. આ વાતમાં ઘણું ઊંડું અને સૂક્ષ્મ રહસ્ય રહેલું છે. એ સમજવા જેવું છે. આમ જૈન સાધુ પોતાના આહારમાંથી જો ભૂખ્યાને દાન ન આપી શકે તો, તપશ્ચર્યા વખતે એમણે ભિક્ષા ગ્રહણ કરી ન હોવાથી એમના અન્નદાનનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. પર્યુષણપર્વ દરમિયાન દરેક સંઘમાં મોટી મોટી તપશ્ચર્યા થાય છે. એટલે સંઘ પોતે જ પોતાનું વ્યવસ્થાતંત્ર ઊભું કરે કે જ્યાં તપસ્વીઓના અનાજની કે અનાજ જેટલી રકમની જવાબદારી સ્વીકારાય તો તપસ્વીઓને આમતેમ દોડાદોડી ન કરવી પડે અને કામ ઝડપથી તથા વ્યવસ્થિત રીતે થાય. કોઈને આળસ પણ ન આવે. એ માટે ૪૬ સાંપ્રત સહચિંતન Page #56 -------------------------------------------------------------------------- ________________ લોકજાગૃતિ થવી જોઈએ અને સંઘોએ તત્પરતા બતાવવી જોઈએ. અલબત્ત, આમાં સમજ અને સાવચેતીથી આગળ વધવા જેવું છે. જો શ્રદ્ધા અને પ્રતીતિ થાય તો જ આ કામ કરવા જેવું છે, અન્યથા આરાધનાને બદલે વિરાધના થવાનો સંભવ છે. આવા અન્નદાન માટે શાસ્ત્રીય આધાર છે કે નહિ તેની પણ તપાસ થવી જોઈએ. - જૈન ધર્મમાં બતાવ્યા પ્રમાણે તપશ્ચર્યા બાર પ્રકારની છે. છ બાહ્ય પ્રકારની અને છ આત્યંતર પ્રકારની. બાહ્ય પ્રકારની તપશ્ચર્યાના પ્રકાર છે : (૧) અનશન (૨) ઊણોદરી, (૩) વૃત્તિસંક્ષેપ, (૪) રસત્યાગ, (૫) કાયકલેશ અને (૬) સંલીનતા. આત્યંતર પ્રકારની તપશ્ચર્યા છે : (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવચ્ચ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) વ્યુત્સર્ગ (કાયોત્સર્ગ). બાહ્ય કરતાં આત્યંતર તપ ચડિયાતું છે. બાહ્ય તપ આવ્યંતર તપના પોષણ અર્થે છે. તેમ છતાં બાહ્ય તપનો નિષેધ કે અનાદર નથી. તેનું મહત્ત્વ પણ એટલું જ છે. બાહ્ય તપ મુખ્યત્વે આહારને લગતું છે. અનશન એટલે ખાવું નહિ. ઉણોદરી એટલે ઓછું ખાવું. ભૂખ અને તરસ ઉપર સંયમ મેળવવા અને આહારની-સ્વાદની આસક્તિ છોડવા માટે આ તપશ્ચર્યા છે. સંથારો લેતી વખતે માણસ બધા પ્રકારના આહારનો ત્યાગ કરી પોતાના જીવનનો અંત આણે છે. તીર્થકર ભગવાનને દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણના અવસરે બાહ્ય તપ-અનશન અવશ્ય હોય છે. તપથી દેહશુદ્ધિ થાય છે, ઇન્દ્રિયો સંયમમાં રહે છે, આરોગ્ય સારું રહે છે વગેરે એના ભૌતિક લાભો તો છે જ, પણ જૈન ધર્મ કહે છે કે તપથી કર્મની નિર્જરા પણ થાય છે. તપ એ એક પ્રકારનું સ્વેચ્છાએ સ્વીકારેલું કષ્ટ છે, પણ એ કષ્ટ કર્મની નિર્જરામાં સહાયભૂત બને છે. તપથી અનાદિથી વળગેલી આહારસંજ્ઞા તોડવાની છે. જેઓને આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરવી છે તેઓએ આહારસંજ્ઞા ઉપર વિજય અન્ન દાન [ ૪૭ Page #57 -------------------------------------------------------------------------- ________________ મેળવવો જોઈએ. કોઈકને પ્રશ્ન થાય કે “કર્મની નિર્જરા માટે તો તપ કરીએ છીએ અને અન્નદાન કરીને ફરી પાછું કર્મ બાંધવાનું ?' એનો ઉત્તર એ છે કે અન્નદાનથી પુણ્યોપાર્જન થાય છે, શુંભ કર્મ બંધાય છે એ સાચું, પરંતુ આ બાબત મુખ્યત્વે ગૃહસ્થની કક્ષાએ વિચારવાની છે અને તેમાં પણ આત્મસાધનાની ભૂમિકાનો પણ વિચાર કરવાનો છે. સામાન્ય કક્ષાનાં શ્રાવક-શ્રાવિકા માટે અન્નદાન દ્વારા થતું પુણ્યોપાર્જન ઈષ્ટ હોઈ શકે અને ઊંચી કક્ષાના સાધકો માટે અન્નદાન કર્મનિર્જરાનું નિમિત્ત બની શકે. એટલે અન્નદાનનો નિષેધ નથી. તપશ્ચર્યા દ્વારા બચેલા અત્રનું દાન કરતી વખતે પણ અન્ન માટેની આસક્તિ ઘટવી જોઈએ. વસ્તુતઃ તપશ્ચર્યામાં જેમ રસત્યાગ થાય છે તેમ અન્નદાન પણ રસત્યાગમાં પરિણમવું જોઈએ. અન્નનું દાન એ પણ અન્નનો ત્યાગ છે. એટલે તપશ્ચર્યા અને અન્નદાન એ બંને મળીને રસત્યાગની સાચી આરાધના બને છે. એ આરાધના જીવને આહારસંજ્ઞા ઉપર વિજય મેળવવામાં, મોક્ષમાર્ગની સાધનામાં ઉપકારક થવી જોઈએ. ૪૮ ] સાંપ્રત સહચિંતન Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫ સ્વ. પ.પૂ.શ્રી કલાપૂર્ણસૂરિજી મહારાજ વર્તમાન સમગ્ર જૈન શાસનના સર્વોચ્ચ મહાત્માઓમાં જેમને અચૂક સ્થાન આપી શકાય એવા અધ્યાત્મયોગી, પ્રશાન્તમૂર્તિ, ગીતાર્થ આચાર્ય ભગવંત શ્રી વિજયકલાપૂર્ણસૂરિ મહારાજ સાહેબ રાજસ્થાનમાં લોદીમાં ચાતુર્માસ કરીને ગુજરાત-શંખેશ્વર તીર્થ તરફ પધારી રહ્યા હતા ત્યારે વિહારમાં જ ઝાલોર પાસે ૭૮ વર્ષની વયે કાળધર્મ પામ્યા. એમના પાર્થિવ દેહને શંખેશ્વર તીર્થની પવિત્ર ભૂમિમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્વ. આચાર્ય ભગવંતે વિ.સં. ૨૦૧૦માં દીક્ષા લીધી હતી અને વિ.સં. ૨૦૫૮માં તેઓ કાળધર્મ પામ્યા. આ સાડા ચાર દાયકાથી અધિક સમયની એમની સંયમયાત્રામાં એમના હસ્તે સ્વપરકલ્યાણની અનેક ઉત્તમ પ્રવૃત્તિઓ થઈ છે. એમણે પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું એટલું જ નહિ, પોતાના પરિવારના સભ્યોને પણ સંયમના માર્ગે આરોહણ કરાવ્યું અને બીજા અનેક જીવોને પણ વ્રત-સંયમનું દાન આપીને મોક્ષમાર્ગની પ્રેરણા આપી હતી. એમને હાથે કેટલી બધી દીક્ષાઓ થઈ હતી ! કચ્છ વાગડ સમુદાયનાં અઢીસોથી અધિક સાધુસાધ્વીઓના તેઓ નાયક બન્યા હતા. સ્વ.પ.પૂ.શ્રી કલાપૂર્ણસૂરિ મહારાજ, નવકારમંત્રના અનન્ય સ્વ. પ.પૂ.શ્રી કલાપૂર્ણસૂરિજી મહારાજ [ ૪૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ આરાધક, મૈત્રી વગેરે ભાવનાઓને જીવનમાં ચરિતાર્થ કરનાર પ.પૂ. પંન્યાસજી મહારાજશ્રી ભદ્રંકરવિજયજીના સાચા ઉત્તરાધિકારી થયા હતા. પ.પૂ.શ્રી પંન્યાસજી મહારાજનો આધ્યાત્મિક વારસો એમણે સાચવ્યો અને શોભાવ્યો છે. પ.પૂ. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ અને પ.પૂ. શ્રી કલાપૂર્ણસૂરિ મહારાજ જેવી જોડી જવલ્લે જ જોવા મળે. જૈન શાસન ઉપર તેમનો ઉપકાર અસીમ રહ્યો છે. શ્રી કલાપૂર્ણવિજયજીને પહેલી વાર મેં જોયા હતા પાલીતાણામાં. ત્યારે પ.પૂ. શ્રી માનતુંગસૂરિજીની નિશ્રામાં આગમ વાચનાનો કાર્યક્રમ ચાલતો હતો. આચાર્ય મહારાજ પાટ પર બેઠા હતા અને નીચે બધાં સાધુ-સાધ્વીઓમાં અગ્રેસર હતા મુનિ શ્રી કલાપૂર્ણવિજય. હું અને મારાં પત્ની એ વાચનામાં બેઠાં હતાં તે વખતે ' જોયું હતું કે બંને મહાત્માઓ એક એક શબ્દની છણાવટ કેટલી બધી ઝીણવટપૂર્વક કરતા હતા. સમર્થ જ્ઞાની મહાત્માઓ બેઠા હોય અને વાચનાનું કાર્ય ચાલતું હોય ત્યારે ઝટ પૂરું કરવાની ઉતાવળ ન હોય, પણ સૂક્ષ્માર્થના ઊંડાણમાં જવાની અને તત્ત્વનું યથાર્થ મહત્ત્વ સમજવાની - અખૂટ ધીરજ હોય. મારા વડીલ મિત્ર પંડિત શ્રી પનાલાલભાઈ ગાંધીને આચાર્યશ્રી કેટલીક વાર ચાતુર્માસ દરમિયાન સાધુ-સાધ્વીઓને સ્વાધ્યાય કરાવવા અથવા જ્ઞાનચર્ચા માટે બોલાવતા. એક વખત મહારાજશ્રીનું શંખેશ્વરમાં ચાતુર્માસ હતું ત્યારે મારે પનાલાલભાઈ સાથે જવાનું થયું હતું. ત્યારે મહારાજશ્રી પાસે આટલી ભીડ રહેતી નહિ, નિરાંતે બેસવા મળતું અને સારી જ્ઞાનગોષ્ઠી થતી. છેલ્લે પાલીતાણામાં જ્યારે મહારાજશ્રીનું ચાતુર્માસ હતું ત્યારે મહારાજશ્રીને વંદન કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. પરંતુ એ દિવસોમાં એટલી બધી ભીડ રહેતી હતી કે નિરાંતે વાત થઈ શકી ૫૦ ] સાંપ્રત સહચિંતન Page #60 -------------------------------------------------------------------------- ________________ નહોતી. મહારાજશ્રીની તેજસ્વી, પવિત્ર, વાત્સલ્યસભર મુખમુદ્રાનાં દર્શન કરવા માટે પણ લોકોનો ઘણો ધસારો રહેતો હતો. આમ પૂજ્ય મહારાજશ્રીને મળવાનું મારે ઘણી વાર થયું હતું, પરંતુ એમના સાન્નિધ્યનો જેટલો લાભ લેવો જોઈએ તે સંજોગવશાત્ હું લઈ શક્યો નહોતો. પ્રભુભક્તિ, જ્ઞાનચર્ચા અને ધ્યાનસાધના માટે એમની પાસેથી મૂલ્યવાન માર્ગદર્શન મળતું. પોતે રાજસ્થાનના વતની હતા, પણ યુવાન વયે કચ્છના વાગડ સમુદાયમાં દીક્ષિત થયા હતા અને ઠેઠ દક્ષિણ ભારત સુધી ઘણા પ્રદેશોમાં વિચર્યા હતા. કચ્છના વાંકી તીર્થ સહિત એમના હસ્તે ધર્મ-પ્રભાવનાનાં અનેક મોટાં કાર્યો થયાં હતાં. શ્રી કલાપૂર્ણસૂરિજીનો જન્મ વિ.સં. ૧૯૮૦ના વૈશાખ સુદ ૨ના દિવસે રાજસ્થાનમાં ફલોદી નગરમાં થયો હતો. એમના પિતાશ્રીનું નામ પાબુદાન લુક્કડ અને માતાનું નામ ખમાબાઈ હતું. એમનું જન્મનામ અક્ષયરાજ પાડવામાં આવ્યું હતું. અક્ષયરાજનું બાળજીવન ફલોદીમાં પસાર થયું હતું. એમનાં માતુશ્રી ધર્મપરાયણ હતાં. વળી એમના મામાને પણ ધર્મનો એવો જ રંગ લાગેલો હતો. તેઓ દેરાસરે જાય, ઉપાશ્રયમાં વ્યાખ્યાન સાંભળવા જાય ત્યારે બાળ અક્ષયરાજને સાથે લઈ જતા. આથી બાળપણથી જ અક્ષયરાજમાં ધર્મના સંસ્કાર પડ્યા હતા. પાંચેક વર્ષની વયે અક્ષયરાજને ગામઠી શાળામાં ભણવા બેસાડ્યા હતા. અક્ષયરાજ શાળામાં તેજસ્વી વિદ્યાર્થી ગણાતા. તેઓ શાન્ત અને વિનયી હતા એથી શિક્ષકોના મન પર એમનો સારો પ્રભાવ પડ્યો હતો. ઉપાશ્રયમાં વ્યાખ્યાનમાં તેમને ગજસુકુમાલ, જંબૂકુમાર, ધન્ના, શાલિભદ્ર વગેરેની કથાઓ સાંભળવા મળતી અને તે એમને બહુ ગમતી. કથાઓ સાંભળતી વખતે એમના મનમાં એવા ભાવ થતા કે આવા મહાત્માઓ જેવા પોતે ક્યારે થઈ શકશે. સ્વ. પ.પૂ.શ્રી કલાપૂર્ણસૂરિજી મહારાજ [ ૫૧ Page #61 -------------------------------------------------------------------------- ________________ એ જમાનામાં અને તેમાં પણ ગુજરાત, રાજસ્થાનમાં બાળલગ્નો સ્વાભાવિક હતાં. અક્ષયરાજનાં લગ્ન સોળ વર્ષની વયે થયાં હતાં. એમનાં પત્નીનું નામ રતનબહેન. તેઓ અત્યંત વિનયી, સુશીલ અને ધર્મપ્રેમી હતાં. - લગ્ન પછી અક્ષયરાજને પ્રભુભક્તિની એવી લગની લાગી હતી કે મંદિરમાં સવારે પૂજામાં તેમનો ઘણો સમય પસાર થઈ જતો. વળી તેઓ સ્નાત્રપૂજા તથા બીજી મોટી પૂજાઓ ભણાવતા. તેમનો કંઠ મધુર હતો અને સ્તવનો સરસ ગાતા. એટલે સૌ કોઈ એમને જ ગાવાનું કહેતા. એમાં વળી એમણે હારમોનિયમ શીખી લીધું. આ રીતે દેરાસરના એમના કલાકો વધવા લાગ્યા. આથી આજીવિકા માટે તેઓ પૂરું ધ્યાન આપી શકતા નહિ. પરિણામે કમાણી ઓછી થઈ ગઈ. સ્થિતિ સામાન્ય બની ગઈ. એથી એક દિવસ માતાએ ટકોર કરી કે “બેટા, આમ ચાલ્યા કરશે તો આગળ જતાં કુટુંબનું ગુજરાન કેમ ચાલશે ?' માતાની આ ટકોર અક્ષયરાજને સચોટ લાગી ગઈ. કમાવા માટે કંઈક યોગ્ય ઉપાય કરવો જોઈએ એમ એમને સમજાયું. એવામાં ફલોદીના એક વેપારી શ્રી સંપતલાલ કે જેઓ મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રાજનંદગાંવમાં જઈને રહ્યા હતા અને ત્યાં વેપાર ચાલુ કર્યો હતો તેમને પોતાની દુકાનમાં એક યુવાન મદદનીશની જરૂર હતી. તેઓ અક્ષયરાજને ત્યાં લઈ ગયા. ત્યાં જૂના રિવાજ પ્રમાણે ઘર અને દુકાન એક જ મકાનમાં હતાં અને અક્ષયરાજને શેઠની સાથે એમના ઘરે જ રહેવા-જમવાનું હતું. અક્ષયરાજ ત્યાં નોકરી કરતા, પણ સાથે સાથે પૂજા, સામાયિક, પ્રતિક્રમણ વગેરે પોતાની નિત્ય ધાર્મિક ક્રિયાઓ ચૂકતા નહિ. દુકાનના કામકાજમાંથી એ માટે સમય કાઢવો પડતો. એથી મોડું-વહેલું થતું. એક દિવસ કામ એટલું બધું પહોંચ્યું કે રાતના બાર વાગી ગયા. પ્રતિક્રમણનો સમય તો ક્યારનો વીતી ગયો હતો એટલે પર ] - સાંપ્રત સહચિંતન Page #62 -------------------------------------------------------------------------- ________________ રાતના એક વાગે તેઓ સામાયિક કરવા બેઠા. શેઠ ઊંઘમાંથી વચ્ચે ઊઠ્યા. ત્યારે એ જોઈને તેઓ આશ્ચર્યમાં પડી ગયા. પછી તેમણે અક્ષયરાજને કારણ પૂછ્યું. દુકાનના કામકાજમાં પોતે પ્રતિક્રમણનો સમય ચૂકી ગયા એમ અક્ષયરાજે શેઠને જણાવ્યું. તે વખતે જ અક્ષયરાજની દઢ ધર્મશ્રદ્ધા જોઈને શેઠે કહ્યું, “કાલથી તમારે તમારા સમયે પ્રતિક્રમણ કરી લેવું. દુકાનનું ગમે તેટલું કામ હોય તો પણ પ્રતિક્રમણ ચૂકવું નહિ.” - અક્ષયરાજની ધર્મશ્રદ્ધા માટે અને ધર્માચરણ માટે શેઠશ્રી સંપતલાલને બહુ આદર હતો. - રાજનંદગાંવમાં થોડી બચત થતાં અક્ષયરાજે જુદું ઘર લીધું અને પોતાનાં પત્નીને બોલાવી લીધાં. ધંધાનો થોડો અનુભવ થયો એટલે એમણે પોતાનો સોનાચાંદીનો સ્વતંત્ર વેપાર ચાલુ કર્યો. પરંતુ એ ધંધામાં એટલી ફાવટ આવી નહિ અને કમાણી થઈ નહિ. એટલે સોનાચાંદીનો વેપાર છોડીને એમણે કાપડની દુકાન કરી. અક્ષયરાજનાં ધર્મપત્ની રતનબહેન પોતાની નિત્ય ધર્મકરણી ચૂકતાં નહિ. દેવદર્શન, પૂજા, સામાયિક, પ્રતિક્રમણ ઇત્યાદિ તેમના જીવનમાં વણાઈ ગયાં હતાં. એમના ધર્મપરાયણ જીવનથી અક્ષયરાજને પણ પ્રેરણા અને પ્રોત્સાહન મળતાં હતાં. અક્ષયરાજ અને રતનબહેનને બે સંતાનો થયાં. મોટા પુત્રનું નામ જ્ઞાનચંદ અને નાના પુત્રનું નામ આપકરણ રાખ્યું હતું. દરમિયાન અક્ષયરાજે વતનમાં રહેતાં પોતાનાં વૃદ્ધ માતાપિતાને રાજનંદગાંવ બોલાવી લીધાં હતાં. પરંતુ વિ.સં. ૨૦૦૬માં ખમાબહેનનો અને વિ.સં. ૨૦૦૭માં પિતાશ્રી પાબુદાનભાઈનો સ્વર્ગવાસ થયો. આમ એક જ વર્ષના અંતરે માતાપિતા ચાલ્યાં જતાં અક્ષયરાજનું ચિત્ત સ્વ. પ.પૂ.શ્રી કલાપૂર્ણસૂરિજી મહારાજ [ ૫૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ જીવનની અસ્થિરતા, અનિત્યતા, ક્ષણભંગુરતાના વિચારે ચડી ગયું. હૃદયમાં વૈરાગ્યના રંગો પ્રગટ્યા. ધર્મ તરફ મન વધારે વળ્યું. ધર્મનું શરણ એ જ જીવને માટે સાચું શરણ છે એવી શ્રદ્ધા વધુ દૃઢ થઈ. એ અરસામાં રાજનંદગાંવમાં પ.પૂ.શ્રી વિજયવલ્લભસૂરિજીના એક શિષ્ય શ્રી રૂપવિજયજીનું ચાતુર્માસ હતું. રોજેરોજ વ્યાખ્યાનમાં જવાને લીધે એમનો પ્રભાવ અક્ષયરાજ ઉપર પડતો ગયો. તે સમયે મહારાજશ્રી પાસે “જૈન પ્રવચન' આવતું. તેમાં પ.પૂ.શ્રી રામચંદ્રસૂરીશ્વરનાં પ્રવચનો છપાતાં. અક્ષયરાજને આ “જૈન પ્રવચન વાંચવામાં ખૂબ રસ પડ્યો અને પ.પૂ.શ્રી રામચંદ્રસૂરીશ્વરજીનાં વચનોની એમના ઉપર ઘણી પ્રબળ અસર થઈ. મહારાજશ્રી રૂપવિજયજીનાં વ્યાખ્યાનો અને એમનો અંગત પરિચય વધવાને પરિણામે અક્ષયરાજને એટલો બધો ભાવોલ્લાસ થયો કે એમણે ચાતુર્માસમાં સોળ ઉપવાસ કર્યા એટલું જ નહિ, રૂપસાગર મહારાજની પ્રેરણા મળતી રહી એટલે વિ.સં. ૨૦૦૭માં એમણે સત્તાવીસ વર્ષની ભરયુવાન વયે આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું. ત્યારે હજુ એમને દીક્ષા લેવાના કોઈ ભાવ થયા ન હતા, પણ સંયમી જીવન જીવવાની પ્રખર ભાવના થઈ હતી. એમનાં પત્ની રતનબહેનનો પણ એમાં પૂરો સહકાર રહેલો હતો. સંયમ ધારણ કરવાના પરિણામે રાજનંદગાંવમાં અક્ષયરાજનું ધર્મમય જીવન વિશેષ સમૃદ્ધ થતું જતું હતું. દરમિયાન એક ચાતુર્માસમાં ત્યાં ખરતરગચ્છના મુનિ શ્રી સુખસાગરજી પધાર્યા. એમણે અક્ષયરાજને દેવચંદ્રજી મહારાજનું સાહિત્ય વાંચવા આપ્યું. આગમસાર, અધ્યાત્મગીતા, વિચારરત્નસાર ઇત્યાદિ વાંચવા સાથે દેવચંદ્રજી મહારાજનાં સ્તવનોની ચોવીસી એમણે કંઠસ્થ કરી. તદુપરાંત ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ અને શ્રી આનંદઘનજી મહારાજની ચોવીસી પણ કંઠસ્થ થઈ ગઈ. પ૪ ] સાંપ્રત સહચિંતન Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજનું સાહિત્ય વાંચીને અક્ષયરાજને આધ્યાત્મિક રુચિ જાગ્રત થઈ. પ્રભુભક્તિ સાથે કાયોત્સર્ગ અને ધ્યાનનો એમનો અભ્યાસ પણ વધતો ગયો. એક દિવસ રાજનંદગાંવથી અક્ષયરાજ ફલોદી આવ્યા હતા. તે વખતે ફલોદીમાં પ.પૂ. શ્રી લબ્ધિસૂરિ મહારાજનું ચાતુર્માસ હતું. અક્ષયરાજ પોતાના નિત્યના નિયમ મુજબ દેરાસરે પૂજા કરવા જતા, વ્યાખ્યાનમાં બેસતા, સામાયિક કરતા, સવાર-સાંજ પ્રતિક્રમણ કરતા. ચાતુર્માસમાં રોજ સાંજે પ્રતિક્રમણ કર્યા પછી કેટલાક શ્રાવકો શ્રી લબ્ધિસૂરિ મહારાજ સાથે જ્ઞાનગોષ્ઠિ કરતા. એક વખત કોઈક શ્રાવકે પ્રશ્ન કર્યો કે “સાહેબજી ! આ કાળમાં ત્યાગ, વૈરાગ્ય, સંયમ, વિશુદ્ધ આચારપાલનમાં અને ઉચ્ચ આત્મદશામાં ચડી જાય એવા મહાત્મા કોણ ?' શ્રી લબ્ધિસૂરિ મહારાજે કહ્યું, “અમારી જાણમાં છે તે મુજબ વાગડ દેશોદ્ધારક પ.પૂ. શ્રી કનકસૂરિનું નામ એ માટે બોલાય છે.” આ સાંભળતાં જ અક્ષયરાજને મનમાં થયું કે શ્રી કનકસૂરિ મહારાજને અવશ્ય મળવું જોઈએ. તે સમયે વિ.સં. ૨૦૦૯માં શ્રી કનકસૂરિ મહારાજ પાલીતાણામાં બિરાજમાન હતા. અક્ષયરાજે ઘરમાં વાત કરી. તેઓ પાલીતાણા જવા ઇચ્છે છે એ જાણીને એમના સસરા મિશ્રીલાલજીએ પણ સાથે આવવાની ઇચ્છા બતાવી. નક્કી થતાં તેઓ બંને પાલીતાણા પહોંચ્યા. શ્રી કનકસૂરિ મહારાજનાં દર્શન-વંદન કર્યા. જોતાં જ કોઈ અત્યંત પવિત્ર મહાત્મા લાગે. અક્ષયરાજને થયું કે દીક્ષા લેવી હોય તો એમની પાસે જ લેવી. શ્રી કનકસૂરિ અને અક્ષયરાજ બંનેએ જાણે એકબીજાને મનોમન ઓળખી લીધા હોય એવું બન્યું. બંને એકબીજાના હૈયામાં વસી ગયા. એ વખતે અક્ષયરાજે દીક્ષા લેવા માટે સ્વ. ૫.પૂ. શ્રી કલાપૂર્ણસૂરિજી મહારાજ [ ૫૫ Page #65 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છા પ્રગટ કરી. એમની યોગ્યતા જાણીને ૫.પૂ. શ્રી કનકસૂરિજીએ સંમતિ આપી, પરંતુ તે પહેલાં શાસ્ત્રોનો અભ્યાસ કરવા જણાવ્યું. અક્ષયરાજને જેમ દીક્ષાનો ભાવ થયો તેમ એમના સસરાને પણ દીક્ષા લેવાનો ભાવ થયો. ફલોદી આવીને અક્ષયરાજે ઘરે વાત કરી તો પત્ની રતનબહેને પણ દીક્ષા લેવાની પોતાની ભાવના વ્યક્ત કરી. બંને દીકરાઓએ પણ એ જ માર્ગે જવાનો પોતાનો સંકલ્પ જણાવ્યો. આવો શુભ સંકલ્પ થતાં વેપાર-ધંધો સંકેલાઈ ગયો અને રાજનંદગાંવથી તેઓ અમદાવાદમાં આવીને વિદ્યાશાળામાં અભ્યાસ કરવા આવ્યા. તે વખતે ત્યાં સંઘસ્થવર શ્રી સિદ્ધિસૂરિજી (બાપજી મહારાજ) બિરાજમાન હતા. એમની નિશ્રામાં ચાતુર્માસમાં તેઓ રહ્યા અને શ્રાવક તરીકે સાધુજીવનની તાલીમ લીધી. રતનબહેન ભાવનગર ગયાં અને ત્યાં સાધ્વી શ્રી નિર્મળાશ્રીજી પાસે રહીને અભ્યાસ કરવા લાગ્યાં. આ રીતે લગભગ એક વર્ષ તેઓ બધાંએ અભ્યાસ કર્યો. ત્યારપછી તેમની બધાંની સંયમમાર્ગ માટેની યોગ્યતા અને તાલાવેલી જોઈને ૫.પૂ. શ્રી કનકસૂરિજી મહારાજે તેઓ પાંચને દીક્ષા આપવાનો નિર્ણય કર્યો. દીક્ષા લેવાનો નિર્ણય તો થયો, પરંતુ અક્ષયરાજ અને તેમના પરિવારને દીક્ષા પોતાના વતન ફલોદીમાં લેવાની ભાવના હતી અને વૃદ્ધ શ્રી કનકસૂરિ મહારાજ વિહાર કરીને ફલોદી સુધી પહોંચી શકે એમ નહોતા. એટલે એમણે પોતાના શિષ્યો શ્રી રત્નાકરવિજયજી અને કંચનવિજયજીને ફલોદી મોકલ્યા. શ્રી કંચનવિજયજી ફલોદીના જ વતની હતા. વિ.સં. ૨૦૧૦ના વૈશાખ સુદ ૧૦ (ભગવાન મહાવીર સ્વામીના કેવળજ્ઞાન કલ્યાણકનો દિવસ)ના રોજ તેઓને મોટા ઉત્સાહપૂર્વક દીક્ષા આપવામાં આવી. સાધુજીવનનો ઓઘો મળતાં તેમનાં હૈયાં નાચી ઊઠ્યાં. પs ] સાંપ્રત સહચિંતન Page #66 -------------------------------------------------------------------------- ________________ જીવનનું આ એક મોટું પ્રસ્થાન થયું. ફલોદીના આ દીક્ષા મહોત્સવમાં એકસાથે એક જ પરિવારના પાંચ સભ્યો હતા. અક્ષયરાજનું નામ મુનિ શ્રી કલાપૂર્ણવિજય રાખવામાં આવ્યું. એમનાં પત્ની રતનબહેનનું નામ સાધ્વી શ્રી સુવર્ણપ્રભાશ્રીજી રાખવામાં આવ્યું. એમના બંને દીકરાઓ મુનિ શ્રી કલાપ્રભવિજય અને મુનિ શ્રી કલ્પતરુવિજય થયા. મિશ્રી લાલજી બન્યા મુનિ શ્રી કલધૌતવિજયજી. આમ એકસાથે પાંચ દીક્ષા થતાં ફલોદીની ધરતી પાવન થઈ ગઈ. ફલોદીના આ મોટા દીક્ષા મહોત્સવ પછી સંઘે સર્વને આગ્રહભરી વિનંતી કરી કે તેઓ બધાં ચાતુર્માસ પણ ત્યાં જ કરે. ગુરુ આજ્ઞા મળતાં તેઓનું ચાતુર્માસ ત્યાં જ થયું. - આ પાંચે નવદીક્ષિતોમાંથી શ્રી કલાપૂર્ણવિજયને તથા શ્રી કલધૌતવિજયને શ્રી કનકસૂરિના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. બંને બાલમુનિઓને શ્રી કલાપૂર્ણવિજયના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. રતનબહેન સુવર્ણપ્રભાશ્રીજી સાધ્વી શ્રી સુનંદાશ્રીજીનાં શિષ્યા બન્યાં. એક અક્ષયરાજને દીક્ષા લેવાના ભાવ થયા, તેમાંથી કુલ પાંચ જણને તેવા ભાવ થયા એટલું જ નહિ, ફલોદીમાં ચાતુર્માસ પછી અક્ષયરાજના સાળા નથમલને પણ દીક્ષા આપવામાં આવી. ચાતુર્માસ પછી તેઓ સર્વે ફલોદીથી વિહાર કરતા કરતા ગુજરાતમાં રાધનપુર પધાર્યા. ત્યાં એમને પોતાના ગુરુ આચાર્ય શ્રી કનકસૂરિનાં દર્શન-વંદન થતાં તેમના આનંદનો પાર ન રહ્યો. હવે વડી દીક્ષાની પણ તૈયારી થઈ અને વિ.સં. ૨૦૧૧ના વૈશાખ સુદ સાતમના રોજ સાંતલપુર મુકામે શ્રી કનકસૂરિના હસ્તે વડી દીક્ષા આપવામાં આવી. દીક્ષા પછી મુનિ શ્રી કલાપૂર્ણવિજય ત્રણેક વર્ષ પોતાના ગુરુ સ્વ. ૫.પૂ.શ્રી કલાપૂર્ણસૂરિજી મહારાજ [ પ૭ Page #67 -------------------------------------------------------------------------- ________________ ભગવંત શ્રી કનકસૂરિ સાથે વિચર્યા. એમાંથી એમને ઘણી પ્રેરણા મળી. ત્યાર પછી શ્રી કનકસૂરિ મહારાજે શ્રી કલાપૂર્ણવિજયનો ક્ષયોપશમ જોઈને એમને પ.પૂ. સિદ્ધાન્ત મહોદધિ શ્રી પ્રેમસૂરિ મહારાજની પાસે અભ્યાસ કરવા મોકલ્યા. શ્રી પ્રેમસૂરિ મહારાજનો સમુદાય ઘણો મોટો હતો. તેઓ કર્મસિદ્ધાન્તનો ગહન અભ્યાસ કરાવતા હતા. એ રીતે શ્રી કલાપૂર્ણવિજયજીએ સં. ૨૦૧૪માં વઢવાણમાં અને ૨૦૧૫માં સુરેન્દ્રનગરમાં શ્રી પ્રેમસૂરિદાદા સાથે ચાતુર્માસ કર્યાં. ત્યાર પછી શ્રી કલાપૂર્ણવિજયજી શ્રી કનકસૂરિદાદા પાસે આવી પહોંચ્યા. એક વર્ષ ચાતુર્માસ એમની સાથે કર્યું. દરમિયાન ગુરુ મહારાજને લાગ્યું કે શ્રી કલાપૂર્ણવિજયજી હવે ન્યાયદર્શનનો પણ બરાબર અભ્યાસ કરે તો સારું. એ વખતે જામનગરમાં પંડિત વ્રજલાલભાઈ સાધુ-સાધ્વીને ન્યાયદર્શનનો અભ્યાસ કરાવતા. એટલે આચાર્ય મહારાજે શ્રી કલાપૂર્ણવિજયજીને જામનગર મોકલ્યા. સં. ૨૦૧૭ અને ૨૦૧૮ એમ બે ચાતુર્માસ એમણે જામનગરમાં કર્યાં અને ત્યાં રહીને ન્યાયદર્શનનો બરાબર અભ્યાસ કર્યો. આમ દીક્ષા પછીનાં ચારેક વર્ષમાં શ્રી કલાપૂર્ણવિજયજીએ શાસ્ત્રાભ્યાસ સઘન કરી લીધો. અભ્યાસ કર્યા પછી શ્રી કલાપૂર્ણવિજયજી પોતાના ગુરુ મહારાજ સાથે કચ્છમાં જોડાઈ ગયા. ત્યારપછી સં. ૨૦૧૯નું ચાતુર્માસ ભચાઉ નક્કી થયું. એ વખતે કચ્છ ગાંધીધામના સંઘે બે સાધુ મહારાજને ચાતુર્માસ માટે ગાંધીધામ મોકલવા આચાર્યશ્રીને વિનંતી કરી. એ વખતે શ્રી લાપૂર્ણવિજયજીની ભાવના તો ગુરુ મહારાજશ્રીની સાથે જ રહેવાની હતી. પરંતુ ગુરુઆજ્ઞા થતાં તેઓ ગાંધીધામમાં ચાતુર્માસ માટે ગયા. આ ચાતુર્માસ પૂરું થાય તે પહેલાં તો વયોવૃદ્ધ ગુરુ મહારાજ શ્રી કનકસૂરિદાદા કાળધર્મ પામ્યા. અંતે સમયે ગુરુ મહારાજની પાસે ન રહેવાયું એનું દુઃખ થયું અને માથેથી જાણે શિરછત્ર ગયું હોય એવો ૫૮ ] સાંપ્રત સહચિંતન Page #68 -------------------------------------------------------------------------- ________________ આઘાત લાગ્યો. પણ પછી તેમણે સમાધાન કેળવ્યું કે જે કાળે જે બનવાનું હોય તે જ બને છે. શ્રી કનકસૂરિજીના કાળધર્મ પછી સમુદાયની જવાબદારી શ્રી દેવેન્દ્રસૂરિજીના માથે આવી. દરમિયાન દીક્ષાગુરુ શ્રી કંચનવિજયજી પણ કાળધર્મ પામ્યા. મુનિ તરીકે કલાપૂર્ણવિજયજીએ સારી સજ્જતા પ્રાપ્ત કરી લીધી હતી. તેમણે શાસ્ત્રાભ્યાસ કરી લીધો હતો. સ્તવનો કંઠસ્થ હતાં. બીજાં કેટલાંયે સૂત્રો, શ્લોકો, સુભાષિતો પણ તેમણે કંઠસ્થ કરી લીધાં હતાં. વડીલો પાસેથી જૈન શાસનની અને ઐતિહાસિક પરંપરાની ઘણી પ્રેરક વાતો તેમણે સાંભળી હતી. તેમની વ્યાખ્યાનશક્તિ બહુ ખીલી હતી. તેમનામાં વિનય, લઘુતા, સમતા, શાન્તિ, તપશ્ચર્યા, ભક્તિ, વૈરાગ્ય, મૈત્રી, ઉદારતા, માધ્યસ્થતા ઇત્યાદિ ગુણોનો સારો વિકાસ થયો હતો. તેમની દીક્ષાને હવે પંદર વર્ષ થઈ ગયાં હતાં. આથી વાગડના સંઘો તરફથી અને વડીલ સાધુઓ તરફથી એમને પંન્યાસની પદવી ગ્રહણ કરવા માટે વારંવાર વિનંતી થતી હતી, પણ શ્રી કલાપૂર્ણવિજયજી એ લેવા ના કહેતા. એટલે એ વાત સિદ્ધાન્ત મહોદધિ શ્રી પ્રેમસૂરિ મહારાજ પાસે ગઈ. શ્રી પ્રેમસૂરિ મહારાજે એમને ટૂંકામાં એટલું જ લખ્યું કે ‘સમુદાયની જવાબદારી સ્વીકારવી એ કર્તવ્યરૂપ છે, અને આરાધનારૂપ છે. એ થકી કર્મની નિર્જરા થાય છે.' આથી શ્રી કલાપૂર્ણવિજયજીએ છેવટે સંમતિ આપી અને વિ.સં. ૨૦૨૫માં લોદી નગરમાં આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજીએ એમને ઉત્સાહપૂર્વક પંન્યાસની પદવી આપી. આ પ્રસંગે વિશેષ આનંદની વાત એ બની કે સંસારી પક્ષે શ્રી કલાપૂર્ણવિજયજીના ભત્રીજા શ્રી હેમચંદ્રભાઈને પણ દીક્ષા લેવાના ભાવ થયા અને એમને દીક્ષા આપવામાં આવી. એમનું નામ મુનિ શ્રી કીર્તિચન્દ્રવિજયજી રાખવામાં આવ્યું. સ્વ. પ.પૂ.શ્રી લાપૂર્ણસૂરિજી મહારાજ [ ૫૯ Page #69 -------------------------------------------------------------------------- ________________ પંન્યાસની પદવી પછી શ્રી કલાપૂર્ણવિજયજી સમુદાયના વડા આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી સાથે કચ્છમાં વિચરતા અને એમની સાથે ચાતુર્માસ કરતા. તેઓ હંમેશાં એમની સેવામાં તત્પર રહેતા. હવે શ્રી દેવેન્દ્રસૂરિજી વૃદ્ધ થયા હતા. એમાં વળી એમના પગનું હાડકું ભાંગવાથી તેઓ બહુ વિહાર કરી શકતા નહોતા. આથી તેમની ઈચ્છા હતી કે હવે જો શ્રી કલાપૂર્ણવિજયજી આચાર્યની પદવી ગ્રહણ કરીને સમુદાયની સંભાળ રાખે તો પોતે નિવૃત્ત થઈ શકે. પરંતુ શ્રી કલાપૂર્ણવિજયજીની ઇચ્છા પદવી લેવાની નહોતી. આમ છતાં એક વખત શ્રી દેવેન્દ્રસૂરિએ આ અંગે કોઈ ભક્ત આગળ પોતાની વેદના જાહેર કરી ત્યારે શ્રી કલાપૂર્ણવિજયજીને એમ લાગ્યું કે પોતે હવે આચાર્યની પદવી ગ્રહણ કરી લેવી જોઈએ. એમણે એ માટે સંમતિ આપી. સં. ૨૦૨૮માં લાકડીઆમાં પૂ. દેવેન્દ્રસૂરિજી સાથે ચાતુર્માસ કર્યા પછી છરી પાળતો સંઘ ભદ્રેશ્વર ગયો અને ત્યાં એમને આચાર્યની પદવી આપવાનો મહોત્સવ થયો. શ્રી કલાપૂર્ણવિજયજીની સંયમયાત્રા અને આત્મસાધના ઊંચી કોટિની હતી, પરંતુ તેમાં પણ પ.પૂ. પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજીના સમાગમ પછી વહુ વેગ આવ્યો હતો. આ બંને મહાત્માઓનું પ્રથમ મિલન કચ્છની ધરતી ઉપર થયું હતું. તેઓ બંને કચ્છમાં વિહારમાં હતા ત્યારે વિ.સં. ૨૦૧૩માં ભુજપુર મુકામે મળ્યા હતા. તે વખતે કલાપૂર્ણવિજયજીને પોતાની નવકાર મંત્રની આરાધના અને ધ્યાનસાધના માટે માર્ગદર્શક ગુરુનાં દર્શન શ્રી પંન્યાસજી મહારાજમાં થયાં. બંને મહાત્માઓ મળ્યા ત્યારે જાણે આત્માએ આત્માને ઓળખી લીધો હોય એવું બન્યું. પછીથી તો કલાપૂર્ણવિજયજી પૂજ્ય પંન્યાસજી મહારાજના પત્ર દ્વારા સતત સંપર્કમાં રહેતા. ત્યાર પછી પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ રાજસ્થાનમાં હતા અને વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા હતા ત્યારે 0 ] સાંપ્રત સહચિંતન Page #70 -------------------------------------------------------------------------- ________________ તેમણે શ્રી કલાપૂર્ણવિજયજીને પોતાની સાથે ચાતુર્માસ કરવા કહ્યું હતું કે જેથી સતત એકબીજાને મળી શકાય. એ મુજબ કલાપૂર્ણસૂરિજીએ વિ.સં. ૨૦૩૧નું ચાતુર્માસ બેડામાં, વિ.સં. ૨૦૩૨નું લુણાવામાં અને વિ.સં. ૨૦૩૩નું પિંડવાડામાં પ.પૂ. શ્રી ભદ્રંકરવિજયજી સાથે કર્યું હતું. પંન્યાસજી મહારાજ વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ હતા. તેમણે આચાર્યની પદવી ક્યારેય સ્વીકારી નહોતી. શ્રી કલાપૂર્ણસૂરિ આચાર્ય હતા, પરંતુ એમને વંદન કરતા અને એમની સન્મુખ નીચા આસને બેસતા હતા. આ ત્રણ વર્ષ દરમિયાન શ્રી કલાપૂર્ણસૂરિજીને શાસ્ત્રબોધ, તત્ત્વચિંતન, આચારશુદ્ધિ તથા ધ્યાન વગેરે દ્વારા કરાતી સાધનાની અનુભૂતિ અંગે મૂલ્યવાન માર્ગદર્શન મળ્યું હતું. શ્રી કલાપૂર્ણસૂરિજી કહેતા કે “જો પંન્યાસજી મહારાજ અમને ન મળ્યા હોત તો અમારું ઘડતર ન થયું હોત.” આમ પ.પૂ. શ્રી પંન્યાસજી મહારાજના એક સાચા ઉત્તરાધિકારી શ્રી કલાપૂર્ણસૂરિજી બન્યા હતા. - શ્રી કલાપૂર્ણસૂરિજી જ્યાં જયાં વિહાર કરતા ત્યાં ત્યાં ઉત્સવનું વાતાવરણ જામી જતું. કેટલીક વાર ગામમાં ઝઘડા હોય તો તે એમના આગમનથી શમી જતા. ક્યારેક કુટુંબો વચ્ચે વેરભાવની વર્ષો જૂની ગાંઠ પડી ગઈ હોય તો તે તેઓ ઉકેલી આપતા. તેઓ બંને પક્ષને વારાફરતી બોલાવીને સમજાવતા અને પચી બંનેને એકત્ર કરી બંને પાસે પ્રેમથી પરસ્પર ભાવપૂર્વક “મિચ્છામિ દુક્કડ' કરાવતા. શ્રી કલાપૂર્ણસૂરિજી કાયમ એકાસણું અને પર્વ તિથિએ ઉપવાસ કરતા. પરંતુ તેઓ વ્યાખ્યાન પછી દેરાસરમાં પ્રભુભક્તિ કરવા બેસી જતા અને એક પછી એક સ્તવનો લલકારતા. “પ્રીતલડી બંધાણી રે સ્તવન તો રોજ જ બોલાતું. પોતે સ્તુતિ કરતા ત્યારે ખ્યાલ ન રહે કે કેટલા વાગ્યા છે. ગોચરી વાપરતાં બપોરના એક, દોઢ, બે તો સામાન્ય રીતે થઈ જતા. ગોચરી વાપરવામાં પણ રસ નહિ. જે મળ્યું તે વાપરી સ્વ. ૫.પૂ.શ્રી કલાપૂર્ણસૂરિજી મહારાજ [ ૬૧ Page #71 -------------------------------------------------------------------------- ________________ લેવું. તેમણે આહારસંજ્ઞા ઉપર સારો વિજય મેળવ્યો હતો. આહાર એ તો શરીરને આપવાનું માત્ર ભાડું છે એમ એમના સંયમી જીવનમાં જોવા મળતું. શ્રી કલાપૂર્ણસૂરિજી અનાવશ્યક લોકપરિચય વધારતા નહિ. તેમને વંદન કરવા માટે શ્રાવક-શ્રાવિકાઓની ભીડ હંમેશાં જામેલી રહેતી, પણ તેઓ ખપ પૂરતી વાત કરતા. “માળા ગણજો, સામાયિક કરજો' એવી ભલામણ કરતા. તેઓ પત્રવ્યવહાર ખાસ રાખતા નહિ. કોઈ ખાસ કારણ હોય તો પત્ર લખવાનું શિષ્યોને સોંપી દેતા. વિ.સં. ૨૦૩૯નું ચાતુર્માસ શ્રી કલાપૂર્ણસૂરિજીએ અમદાવાદમાં કર્યું હતું. એ વખતે અમદાવાદમાં શાન્તિનગરમાં સુવિશાલ ગચ્છાધિપતિ, વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજીનું ચાતુર્માસ હતું. એટલે પૂ. શ્રી કલાપૂર્ણસૂરિજી રોજ ગચ્છાધિપતિને વંદન કરવા જતા. ચાતુર્માસ દરમિયાન ગચ્છાધિપતિ બીમાર હતા ત્યારે પૂ. કલાપૂર્ણસૂરિજી રોજ સુખશાતા પૂછવા જતા અને સ્તવનો ગાઈને સંભળાવતા. ત્યારે તેઓ અત્યંત આ હૃદયે ગાતાં ગાતાં આનંદોલ્લાસમાં, ભાવોલ્લાસમાં આવી જતા. પ્રભુ સાથે એકરૂપ બની જતા. એટલે જ એક વખત પ.પૂ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજીએ કહેલું કે “તમારે પ્રભુભક્તિ જોઈતી હોય તો આચાર્ય કલાપૂર્ણસૂરિ પાસે જાવ.” વિ.સં. ૨૦૪૬માં શ્રી કલાપૂર્ણસૂરિજી ભુજમાં હતા અને એમના હાથે દીક્ષા અપાવાની હતી. એ પ્રસંગે વરસીદાનનો વરઘોડો નીકળ્યો હતો. લોકોની ભીડ જામી હતી. એવામાં એક ગાય ભડકી અને દોડવા લાગી. એથી લોકોમાં પણ દોડાદોડ થઈ ગઈ. એ વખતે પોતાનામાં જ મસ્ત એવા શ્રી કલાપૂર્ણસૂરિજીને ખબર પડી નહિ. પોતે આઘા ખસવા ગયા ત્યાં પડી ગયા અને થાપાના હાડકામાં ફેક્યર થયું. અસહ્ય પીડા થવા લાગી. તેમને ઉપાશ્રયે લઈ આવવામાં આવ્યા. દર ] સાંપ્રત સહચિંતન Page #72 -------------------------------------------------------------------------- ________________ હા ડૉક્ટરોએ ઑપરેશન માટે જામનગર લઈ જવાની સલાહ આપી. પણ ત્યાં જવાની તેમણે ના પાડી દીધી. છેવટે મુંબઈના ડૉક્ટરોએ આવીને ભુજમાં ઓપરેશન કર્યું. પરંતુ એ સમય દરમિયાન તેઓ એવી સ્વસ્થપણે વાત કરતા કે કોઈને ખબર ન પડે કે એમને દર્દ થાય છે. વસ્તુતઃ દેહમાંથી એમની દેહબુદ્ધિ નીકળી ગઈ હતી. ભુજની આ ઘટના વખતે કોઈકે એમને પ્રશ્ન કર્યો હતો કે “આટલા બધા લોકોમાં ગાયે તમને જ કેમ પછાડ્યા?' ત્યારે એમણે હસતાં હસતાં કહ્યું કે “એ સારા માટે જ થયું. મને લાગ્યું એથી તમે કેટલા બધા વૈયાવચ્ચ માટે આવી પહોંચ્યા છો. બીજા કોઈ અજાણ્યાને વાગ્યું હોત તો એની સંભાળ કોણ લેત ? એટલે જે થયું તે સારું જ થયું છે. કર્મના ઉદય પ્રમાણે બધું થાય છે.' જીવનની ઉત્તરાવસ્થાનાં વર્ષોમાં શ્રી કલાપૂર્ણસૂરિજીએ દક્ષિણ ભારતમાં મદ્રાસ, બેંગલોર, કોઈમ્બતુર, સોલાપુરમાં ચાતુર્માસ કર્યા અને એક ચાતુર્માસ મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રાજનંદગાંવમાં કર્યું. એમના વિચરણથી દક્ષિણ ભારતની ધરતી પાવન થઈ ગઈ. ધર્મની પ્રભાવના ખૂબ થઈ. એટલાં વર્ષોમાં ત્રીસ જેટલી પ્રતિષ્ઠા થઈ. એમાં પણ મદ્રાસમાં ચંદ્રપ્રભુના દેરાસરની ભવ્ય પ્રતિષ્ઠાના મહોત્સવે એક જાદુઈ હવા પ્રસરાવી હતી. અનેક લોકોનો ધસારો શ્રી કલાપૂર્ણસૂરિજીનાં દર્શન માટે થતો. દક્ષિણ ભારતમાં આચાર્યશ્રીએ કરેલાં ચાતુર્માસના અનન્ય દિવસો લોકો હંમેશાં યાદ કરતા રહ્યા છે. પૂ. શ્રી કલાપૂર્ણસૂરિજી સમતાના ધારક હતા. કંઈ પણ શારીરિક કષ્ટ પડે, અશાતાવેદનીયનો ઉદય હોય તે વખતે પણ તેઓ સ્વસ્થ અને પ્રસન્ન રહેતા. મદ્રાસમાં જ્યારે તેઓ હતા ત્યારે જીવલેણ બીમારીમાં પટકાઈ પડ્યા હતા. શરીર સાવ સુકાઈ ગયું હતું. સ્મૃતિ ઓછી થઈ ગઈ હતી. પરંતુ થોડા વખતમાં જ રોગ કાબૂમાં આવી ગયો અને સ્વ. ૫.પૂ.શ્રી કલાપૂર્ણસૂરિજી મહારાજ [ ૬૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમે પોતે પહેલાંના જેવા જ સ્વસ્થ થઈ ગયા. શરીર નબળું થયું ત્યારે પણ તેમની આંતરિક જાગૃતિ તો એવી જ ઊંચી હતી. દક્ષિણ ભારતથી પાછા ફરતાં મહારાજશ્રીની ભાવના રાજનંદગાંવમાં ચાતુર્માસ કરવાની હતી, કારણ કે આ એ નગર કે જ્યાં મહારાજશ્રીએ આજીવિકા માટે ફલોદીથી આવીને નોકરી ચાલુ કરી હતી અને એ જ નગર કે જ્યાંથી એમને બ્રહ્મચર્ય વ્રતની અને દીક્ષાની પ્રેરણા મળી હતી. અહીંના જિન મંદિરમાં પાર્શ્વનાથ ભગવાનની શ્યામ પ્રતિમા જે ત્યાંના લોકોમાં “કાલિયા બાબા' તરીકે જાણીતી છે, એમની ભક્તિથી તો પોતાના તેમ જ પરિવારના જીવનને સાચો રાહ મળ્યો હતો. એટલે રાજનંદગાંવની સ્પર્શના જો ગુજરાત પાછા ફરતાં ન કરવામાં આવે તો પછી ગુજરાતથી ફરી અહીં આવવાનો અવકાશ નહોતો. એટલે મહારાજશ્રીએ એક ચાતુર્માસ રાજનંદગાંવમાં કર્યું. આટલાં વર્ષોમાં શહેર ઘણું બદલાઈ ગયું હતું, પરંતુ ત્યાં પગ મૂકતાં જ જૂનાં સંસ્મરણો તાજાં થયાં હતાં. દક્ષિણમાંથી પાછા ફર્યા પછી પ.પૂ. શ્રી કલાપૂર્ણસૂરિજીએ પાલીતાણા, વાંકી અને ફલોદીમાં ચાતુર્માસ કર્યો. પોતાના વતનમાં એમણે ઘણાં વર્ષોથી ચાતુર્માસ કર્યું નહોતું એટલે એ માટે ત્યાંના સંઘ તરફથી એમને વારંવાર વિનંતી થતી હતી. સંઘની વિનંતી છેવટે માન્ય થઈ અને શ્રી કલાપૂર્ણસૂરિજીએ જીવનના અંતિમ વર્ષમાં અંતિમ ચાતુર્માસ ફલોદીમાં કર્યું. તેઓ શરીરે અશક્ત થઈ ગયા હતા, થોડા વાંકા વળી ગયા હતા. ફલોદીમાં ચાતુર્માસ બહુ ધામધૂમપૂર્વક થયું. ચાતુર્માસ પછી એમની ભાવના શંખેશ્વર પહોંચવાની હતી, પણ તે પહેલાં તો વિહારમાં એમણે દેહ છોડી દીધો. - શ્રી કલાપૂર્ણસૂરિજીના એક પ્રિય કવિ તે શ્રી દેવચંદ્રજી મહારાજ હતા. એમની ચોવીસીના ગૂઢાર્થ શ્રી કલાપૂર્ણસૂરિજીએ લખ્યા છે અને ૬૪ ] સાંપ્રત સહચિંતન Page #74 -------------------------------------------------------------------------- ________________ એ પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયા છે. સામાયિક વિશે પણ એક પુસ્તિકા લખી છે. શ્રી કલાપૂર્ણસૂરિજીએ ત્યાર પછી સ્વહસ્તે લેખનકાર્ય ઓછું કર્યું છે. જેમ જેમ સમુદાયની જવાબદારી વધતી ગઈ અને પોતાની અંતરંગ સાધના ચાલતી ગઈ તેમ તેમ સ્વહસ્તે લખવાનું ઓછું થઈ ગયું હતું. પરંતુ તેમના શિષ્યોએ એમની વાણી શબ્દબદ્ધ કરી લીધી છે. શ્રી કલાપૂર્ણસૂરિજીનાં વ્યાખ્યાનો એટલે અમૃતની ધારા. સાંભળતાં ધરાઈએ નહિ. એમાં શાસ્ત્રની વાતો આવે અને સ્વાનુભવની વાતો પણ આવે. અનેક શ્લોકો, ગાથાઓ, સ્તવનોની કડીઓ વગેરેના સંદર્ભો આવે. એ બધું એમને કંઠસ્થ હતું. પ્રત્યેક વિષયની છણાવટ વિવિધ દૃષ્ટિકોણથી તેઓ કરતા. એમનાં આવાં વ્યાખ્યાનોની નોંધ ગણિશ્રી મુક્તિચંદ્રવિજય અને ગણિશ્રી મુનિચંદ્રવિજય ઉતારી લેતા. એવાં વ્યાખ્યાનો કહે કલાપૂર્ણસૂરિ', “કહ્યું કલાપૂર્ણસૂરિએ” ઇત્યાદિ પાંચેક દળદાર ગ્રંથરૂપે પ્રકાશિત થયાં છે, જે તત્ત્વજિજ્ઞાસુ માટે અત્યંત ઉપયોગી છે. શ્રી કલાપૂર્ણસૂરિજીનું સમગ્ર જીવન એટલે પ્રભુભક્તિમય સાધકનું ઉત્કૃષ્ટ જીવન. તેમનું જીવન એટલે વિવિધ પ્રકારના ઉત્કૃષ્ટ યોગોનો સમન્વય. તેઓ મંદિરમાં હોય ત્યારે ભક્તિયોગ, વ્યાખ્યાન આપતા હોય, વાચના આપતા હોય, સ્વાધ્યાય કરતા કે કરાવતા હોય ત્યારે જ્ઞાનયોગ, પડિલેહણ-પ્રતિક્રમણાદિ ક્રિયાઓ કરતા હોય ત્યારે કર્મયોગ અને રાત્રે એકાંતમાં બેસી ધ્યાન ધરતા હોય ત્યારે એમનો ધ્યાનયોગ ચાલતો હોય. આમ તેમનું જીવન એક બહુશ્રુત અધ્યાત્મયોગીનું હતું. - એમના કાળધર્મથી આપણને એક વિરલ મહાત્માની ખોટ પડી છે. એમના ભવ્યાત્માને નતમસ્તકે ભાવપૂર્વક અંજલિ અર્પીએ છીએ. સ્વ. ૫.પૂ શ્રી કલાપૂર્ણસૂરિજી મહારાજ [ ૬૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ આફ્રિકામાં જયપુર ફૂટ' દુનિયા ઉત્તરોત્તર નાની થતી જાય છે. રોજનાં હજારો વિમાનો એક દેશમાંથી બીજા દેશમાં જવા લાગ્યાં છે. પ્રતિદિન કરોડો માણસો પોતાનો પાસપોર્ટ લઈ, વીઝા વગેરે મેળવી બીજા રાષ્ટ્રમાં દાખલ થવાની ઔપચારિક વિધિ કરતા રહે છે.વેપાર માટે ફરનારા વેપારીઓની સંખ્યા તેમાં વધુ હોય એ સ્વાભાવિક છે. રાજદ્વારી પુરુષો, સરકારી કર્મચારીઓ, પ્રતિનિધિમંડળો, વિદ્યાર્થીઓ, ધર્મપ્રચારકો વગેરેની સાથે સામાજિક કાર્યકરો પણ વખતોવખત પ્રસંગાનુસાર વિદેશયાત્રા કરતા રહે છે. જેમ વેપાર-ઉદ્યોગ માટેની અવરજવર વધી છે તેમ બીજા દેશોને અન્ન, વસ્ત્ર કે ઔષધાદિની સહાય કરવા માટેની પ્રવૃત્તિઓ પણ વધવા લાગી છે. ગુજરાતમાં કચ્છમાં ધરતીકંપ થયો ત્યારે દુનિયાની કેટલી બધી સંસ્થાઓ અને વ્યક્તિઓ વિવિધ પ્રકારની સહાય કરવા માટે દોડી આવી હતી ! આ તો આપત્તિકાળની વાત થઈ, પણ શાંતિના સમયમાં અન્ય રાષ્ટ્રના લોકોને નિયમિત સેવા આપવાની પ્રવૃત્તિ પણ વધવા લાગી છે. જનકલ્યાણની ભાવના પોતાના રાષ્ટ્ર પૂરતી સીમિત કે સંકુચિત રહી નથી. એકવીસમી સદીમાં તો રાષ્ટ્ર, જાતિ, વર્ણ વગેરેના ભેદો સાંપ્રત સહચિંતન Page #76 -------------------------------------------------------------------------- ________________ ઓળંગીને લોકો આંતરરાષ્ટ્રીય સ્તરે માનવતાનું કાર્ય કરતા રહેશે. વિશ્વબંધુત્વની ભાવનાનાં મૂળ હવે વધુ ઊંડાં જવા લાગ્યાં છે. ભારત એક અર્ધવિકસિત દેશ છે. પરંતુ એની આર્થિક અને ઇતર પ્રકારની સમૃદ્ધિ વધવા લાગી છે. ભારતીય પ્રજાને દુનિયાભરનાં વિવિધ સેવામંડળો તરફથી સહાય મળવા લાગી છે, તો બીજી બાજુ આપણા ભારત કરતાં ઓછા સમૃદ્ધ દેશોને આપણે પણ વિવિધ પ્રકારની સહાય કરવા લાગ્યા છીએ. ત્રીજા વિશ્વના ઘણા દેશોમાં ભારત કરતાં વધુ ગરીબી છે. આફ્રિકાના દેશોમાં પ્રગતિ નહિ જેવી જોવા મળે છે. ત્યાં વસ્તી પ્રમાણમાં ઓછી છે, પરંતુ સમસ્યાઓ ઘણી છે. ગુનાખોરી અને હિંસાનું પ્રમાણ ત્યાં વધુ રહ્યું છે. આથી જ જે કેટલીક બાબતોમાં ભારત તરફથી આફ્રિકાને માનવતાભરી મફત સહાય થાય છે એમાંની એક તે ‘જયપુર ફૂટ’ની છે. અપંગોને વિવિધ પ્રકારના જે કૃત્રિમ પગ બેસાડી આપવામાં આવે છે તેમાં કેટલીક વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાની દૃષ્ટિએ આપણો ‘જયપુર ફૂટ' મોખરે છે. એમાં વળી એની બીજી વિશેષતા એ છે કે ગરીબ દર્દીઓને એ મફત બેસાડી આપવામાં આવે છે. આથી જ આફ્રિકાના પછાત દેશોમાં એની માંગ સૌથી મોટી રહી છે. જયપુરની ‘ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ' નામની સંસ્થાના ઉપક્રમે ઘણાં વર્ષોથી દર્દીઓને મફત પગ બેસાડી આપવામાં આવે છે. દેશ-વિદેશમાં આ એક માનવતાભર્યું ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે. એથી અનેક વિકલાંગોનાં જીવન પ્રફુલ્લિત બન્યાં છે. જયપુરમાં આ સેવાકાર્યનો આરંભ થયો એટલે એ કૃત્રિમ પગ માટે ‘જયપુર ફૂટ' શબ્દ પ્રચલિત થઈ ગયો છે. આ જયપુર ફૂટના પ્રકારનો કૃત્રિમ પગ પહેર્યા પછી માણસ બરાબર ચાલી શકે છે, દોડી શકે છે, સાઇકલ ચલાવી શકે છે, ઝાડ આફ્રિકામાં ‘જયપુર ફૂટ’ [ ૬૭ Page #77 -------------------------------------------------------------------------- ________________ પર ચડી શકે છે, નૃત્ય કરી શકે છે, પાણીમાં તરવા પડી શકે છે, જમીન પર પલાંઠી વાળીને બેસી શકે છે. પગના આકારનો રબરનો પંજો હોવાથી માણસ ધૂળ, કાદવ, કાંકરામાં પણ સહેલાઈથી ચાલી શકે છે. જયપુર ફૂટની આ કેટલીક વિશિષ્ટતા છે. એથી જ એ વધુ લોકપ્રિય બન્યો છે. કેટલાક સમય પહેલાં મારા મિત્રો રોટેરિયન શ્રી મહેન્દ્રભાઈ જી. મહેતા અને રોટેરિયન શ્રી મનુભાઈ સંઘરાજકા સાથે આફ્રિકામાં કેનિયા, સુદાન અને બુરુન્ડીમાં ચાલતાં “જયપુર ફૂટ’નાં કેન્દ્રોની મુલાકાત લેવાનો અવસર સાંપડ્યો હતો. કેનિયાના અમારા કાર્યક્રમમાં ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ (જયપુર)ના પ્રણેતા અને જયપુર ફૂટના મુખ્ય પુરસ્કર્તા શ્રી ડી. આર. મહેતા (સેબીના ભૂતપૂર્વ ચેરમેન) પણ અમારી સાથે જોડાયા હતા. જૂના વખતમાં જેટલા લોકો અપંગ થતા હતા તેના કરતાં વર્તમાન કાળમાં અપંગોની સંખ્યા ઘણી વધી ગઈ છે. ગાડી, રેલવે, વિમાનના અકસ્માતો, સશસ્ત્ર અથડામણો, જમીનમાં સુરંગો વગેરે કારણે માણસો મૃત્યુ પામે અથવા હાથપગ ભાંગે એવી ઘટનાઓ વધતી રહી છે. એમાં પણ આફ્રિકાના દેશોની સ્થિતિ તો અત્યંત ખરાબ છે. ત્યાં જુદી જુદી આનુવંશિક જાતિઓ વચ્ચે અથડામણો અને નરસંહારની ઘટનાઓની કહાણી ભયંકર અને કરુણ છે. જાતે ત્યાં જઈએ તો જ એનો વધુ વાસ્તવિક ચિતાર જોવા મળે. આપણા ભારતીય સેવકો, દાતાઓ, કાર્યકર્તાઓ અને આપણી સેવાભાવી સંસ્થાઓ પછાત દેશોમાં લોકસેવાનું કેવું સંગીન કામ કરે છે તેનો સાચો સવિગત ખ્યાલ તો અમને ત્યાં જાતે જઈને જોવાથી મળ્યો હતો. કેનિયાના નાઇરોબીમાં ૧૯૯૦માં ત્યાંની રોટરી ક્લબ તરફથી જયપુર ફૂટની સેવા પ્રવૃત્તિ ચાલુ કરવામાં આવી હતી. નાઈરોબીના આ ૬૮ ]. સાંપ્રત સહચિંતન Page #78 -------------------------------------------------------------------------- ________________ કેન્દ્રમાં કેનિયા ઉપરાંત યુગાન્ડા, ટાન્ઝાનિયા, ઇથિયોપિયા, સોમાલિયા, ઝાંબિયા, સુદાન, બુસન્ડી, ઝિમ્બાબ્ધ વગેરે ઘણા દેશોમાંથી માણસો પગ બેસાડવા માટે આવે છે. અત્યાર સુધીમાં દસ હજારથી વધુ માણસોને પગ બેસાડી આપવામાં આવ્યા છે અને તેઓ પોતાનું જીવન ફરીથી વ્યવસ્થિત રૂપે જીવવા લાગ્યા છે. તદુપરાંત કેટલાય લોકોને કેલિપર, ઘોડી, ટ્રાઇસિકલ, વ્હીલચેર વગેરે આપવામાં આવે છે. નાઇરોબી, ખાટ્ટમ અને બુજુબુરા એ ત્રણમાં નાઇરોબીનું વર્કશોપ સૌથી મોટું છે. ત્યાં નિયમિત ઘણું કામ થાય છે. એ નજરે નિહાળવા માટે અમારી મુલાકાતનો ત્યાં ખાસ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. એ પ્રસંગે આ યોજનાનો લાભ લેનાર કેટલાંક અપંગ સ્ત્રીપુરુષો પણ એકત્ર થયાં હતાં. તે સમયે કેલિપર, ટ્રાઇસિકલ વગેરેનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. એક યુવાન જે બંને પગે અપંગ છે તે કૃત્રિમ પગ પહેરીને કેવો સરસ દોડી શકે છે તે ત્યાં જોઈને અમે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એ યુવાને થોડા વખત પહેલાં રોટરીના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં આ પ્રયોગ કરી બતાવ્યો હતો અને બધાંને આશ્ચર્યમુગ્ધ કરી દીધા હતા. એ પ્રસંગની ફિલ્મ પણ અમને અહીં બતાવવામાં આવી હતી. - નાઇરોબીથી અમે બસડીના પાટનગર બુજુબુરા જઈ આવ્યા હતા. ત્યાંના રોટેરિયન શ્રી રોનાલ્ડ રસ્કીના અમને એરપોર્ટ પર લેવા આવ્યા હતા અને અમારો ઉતારો એમના બંગલે જ હતો. બુજુબુરામાં રોનાલ્ડ અને અન્ય રોટેરિયનો ઉપરાંત ગુજરાતી ભાઈઓ પણ જયપુર ફૂટમાં સારો રસ લઈ રહ્યા છે. કેનિયાની પાસે આવેલા બે સાવ નાના દેશો રવાન્ડા અને બુરુન્ડીમાં તુસી અને હુતુ જાતિના લોકો વચ્ચેની પરસ્પર દુશ્મનાવટે પાંચેક વર્ષમાં પાંચ લાખથી વધુ માણસોનો ભોગ લીધો છે અને એક આફ્રિકામાં “જયપુર ફૂટ [ ૬૯ Page #79 -------------------------------------------------------------------------- ________________ લાખ કરતાં વધુ માણસો અપંગ બન્યા છે. ગરીબી અને એમાં પાછું અપંગપણું એટલે મજબૂરીનો પાર નહિ. વળી સતત ભયભરેલું જીવન. ત્યાં સરકારી સુરક્ષા નહિવત્ છે. એટલે એમનાં ગામડાંઓ સુધી તબીબી રાહત પણ પહોંચી શકતી નથી. તુસી અને હુતુ લોકો વચ્ચેની દુશ્મનાવટની એક લાક્ષણિકતા એ કે ‘માણસને મારી નાખવાની તક ન મળે તો એના પગ ભાંગી નાખો. જીવનભર એને અપંગ બનાવી દો. નાનાં બાળકોના પગ ભાંગો કે જેથી જીવનભર એ યાદ કરતો રહે.’ બંને કોમ વચ્ચેની આ યુદ્ધનીતિને કારણે અનેક લોકોના પગ ભાંગી ગયા છે. વળી, સરકાર તરફથી સંરક્ષણ ન મળે અને અચાનક એક કોમનું મોટું સશસ્ત્ર ટોળું આક્રમણ કરવા આવી ચડે તો નાનાં ગામડાંના લોકોએ શું કરવું ? એટલે તેઓએ ગામની આસપાસ સુરંગો બિછાવી છે. આ સુરંગોને લીધે પણ અનેક લોકો અપંગ થયા છે. બુજુમ્બુરાના આ પ્રૉજેક્ટ માટે ભારતથી મોકલેલા ટેનિશિયનોએ ત્યાં ઘણો લાંબો સમય રહીને સ્થાનિક કર્મચારીઓને જયપુર ફૂટ બનાવવાની અને બેસાડવાની તાલીમ આપી હતી અને એ રીતે કામકાજની દૃષ્ટિએ કેન્દ્ર સ્વનિર્ભર બની ગયું છે. કાચી સામગ્રી બધી તેઓને ભારતથી વિના મૂલ્યે મોકલવામાં આવે છે. બુજુમ્બુરામાં શહેરની બહારના એક વિસ્તા૨માં ‘જયપુર ફૂટ’નું કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે. રોજેરોજ જે જે દર્દીઓ આવે તેમના પગનું માપ લઈ, તે માપના પગ તૈયાર હોય તો તરત બેસાડી આપવામાં આવે છે અને થોડા કલાકમાં દર્દી પોતાની મેળે ચાલતો થઈ જાય છે. ગરીબ અપંગ સ્રીપુરુષને આ રીતે મફત મળતો કૃત્રિમ પગ ખરેખર આશીર્વાદરૂપ બની જાય છે. બુજુમ્બુરામાં અત્યાર સુધીમાં બે હજારથી વધુ સ્ત્રીપુરુષોને મફત પગ બેસાડી આપવામાં આવ્યા છે. æ ] સાંપ્રત સહચિંતન Page #80 -------------------------------------------------------------------------- ________________ દુઃખની વાત એ છે કે ગામડાંઓના હજારો અપંગ લોકોને પગ બેસાડવા છે, પણ અસલામતીને કારણે તેઓ બુજુબુરા સુધી આવી શકતા નથી અને અસલામતીને કારણે જ બુજુબુરાના જયપુર ફૂટના કારીગરો બહારગામ જઈ શકતા નથી. " બુજુબુરાથી નાઇરોબી પાછા આવ્યા પછી સુદાનના પાટનગર ખાટુંમ જવાનો અમારો કાર્યક્રમ ગોઠવાયો હતો. ખાટુંમમાં અમેરિકાથી કામ કરવા આવેલી રોટેરિયન મહિલા શ્રીમતી માર્ગરિટા તથા અન્ય રોટેરિયનોએ અમારે માટે બધી વ્યવસ્થા કરી હતી. ખાટુંમમાં જયપુરના ટેકનિશિયન શ્રી નાથુસિંગે દોઢ વર્ષે રહીને સ્થાનિક માણસોને જયપુર ફૂટની ટેકનિકની તાલીમ આપી હતી, જેથી તેઓ હવે પોતાની મેળે કેન્દ્ર ચલાવતા થઈ ગયા છે. આ વખતે શ્રી નાથુસિંગ ફરી અમારી સાથે આવ્યા હતા. તેઓ છ-બાર મહિના ત્યાં રોકાઈને પગ બેસાડવા માટે વધુ ટેકનિશિયનોને તાલીમ આપવાના છે. ખાટુંમમાં રોટેરિયનો ઉપરાંત ગુજરાતી સમાજના કાર્યકર્તાઓ પણ આ લોકકલ્યાણની પ્રવૃત્તિમાં સારો રસ લઈ રહ્યા છે. સુદાનમાં પણ થોડાં વર્ષોમાં એક હજારથી વધુ માણસોને કૃત્રિમ પગ બેસાડી આપવામાં આવ્યા છે. સુદાનથી નાઇરોબી આવી, મોમ્બાસા વગેરે સ્થળે વ્યાખ્યાનાદિ કાર્યક્રમોમાં ભાગ લઈ અમે ભારત પાછા ફર્યા હતા. આફ્રિકાના દેશો ઘણા જ પછાત છે. કેટલાક તો ગરીબીની રેખાની નીચે જીવે છે. બેકારીનું પ્રમાણ ત્યાં ઘણું મોટું છે. ઘણા લોકોને પોષક આહાર પણ પૂરતા પ્રમાણમાં મળતો નથી. રહેઠાણો સાવ સામાન્ય છે. વિકાસ નહિ જેવો દેખાય. એમાં વળી જાતિવિગ્રહ અને ગુનાખોરીને લીધે સામાન્ય જનજીવનમાં બહુ રોનક દેખાતી નથી. વિદેશીઓએ આફ્રિકામાં “જયપુર ફૂટ' [ ૭૧ . Page #81 -------------------------------------------------------------------------- ________________ સૈકાઓ સુધી તેમનું જે શોષણ કર્યું હતું તેનું પરિણામ નજરે દેખાય છે. આવા સંજોગોમાં ભારતની સરકાર તરફથી અને સામાજિક સેવાભાવી સંસ્થાઓ તરફથી તેઓને આર્થિક અને અન્ય પ્રકારની જે સહાય થાય છે એ પ્રશંસાને પાત્ર છે. એથી ત્યાં ભારતની સુવાસ વધી છે. ભારત વિદેશી હૂંડિયામણની બાબતમાં હવે સ્વનિર્ભર થયું છે. એટલે આવી માનવતાભરી મદદનાં કાર્યો વધ્યાં છે અને વહીવટી વિલંબ ઘટ્યો છે. વિશ્વમાં બંધુત્વનો અને માનવતાભરી પ્રવૃત્તિઓનો વ્યાપ વધતો ચાલ્યો છે. સમગ્ર વિશ્વની પ્રજાઓ એટલે “એક જ માળાનાં પંખીઓ' એ પ્રાચીન ભારતીય આદર્શ ચરિતાર્થ કરવાની ઊજળી તકો ઘણી છે. વિશ્વમાંથી હિંસા-આતંકવાદ દૂર થાય અને પરસ્પર પ્રેમ અને સહકારની ભાવના વધુ દઢ થાય તો વિશ્વ કેટલું રળિયામણું બની રહે ! ૭૨ ] સાંપ્રત સહચિંતન Page #82 -------------------------------------------------------------------------- ________________ भोगी भमइ संसारे –ભગવાન મહાવીર (ભોગી સંસારમાં ભમે છે.) ઉત્તરાધ્યયન સૂત્ર'ના “યજ્ઞીય'નામના અધ્યયનમાં નાની પણ સરસ તત્ત્વબોધક વાત આવે છે. - વારાણસી નગરીમાં ચાર વેદનો જાણકાર એવો વિજયઘોષ નામનો બ્રાહ્મણ યજ્ઞ કરી રહ્યો હતો. તે વખતે એ નગરમાં જયઘોષ નામના એક મુનિ પધાર્યા. તેમણે માસખમણની આકરી તપશ્ચર્યા કરી હતી. પારણા માટે તેઓ ગોચરી વહોરવા નીકળ્યા હતા. તેઓ વિજયઘોષ નામના બ્રાહ્મણના યજ્ઞના સ્થળે આવી રહ્યા હતા. મુનિને વચ્ચે જ અટકાવીને વિજયઘોષે કહ્યું, “હે મુનિ, યજ્ઞ માટે વિવિધ વાનગીઓ અમે બનાવી છે, પરંતુ અમે તમને ભિક્ષા નહિ આપીએ. માટે બીજા કોઈ સ્થળે જઈ ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરો. અમારી યજ્ઞની વાનગીઓ તો બ્રાહ્મણો માટે જ છે. એ બ્રાહ્મણો પણ એવા હોવા જોઈએ કે જેઓ ચાર વેદના જાણકાર હોય, તેઓ યજ્ઞાર્થી હોય, જ્યોતિષશાસ્ત્ર વગેરે છ અંગના અભ્યાસી હોય અને જેઓ પોતાના આત્માનો તથા બીજાના આત્માનો ઉદ્ધાર કરનાર હોય.” | વિજયઘોષનાં આવાં વચનથી જયઘોષ મુનિ નારાજ ન થયા. भोगी भमइ संसारे [ ૭૩ Page #83 -------------------------------------------------------------------------- ________________ તેમણે કહ્યું, “હે બ્રાહ્મણ ! મારે હવે તમારી ભિક્ષા નથી જોઈતી. એમ કરવામાં મારે કોઈ દ્વેષ નથી કે સ્વાર્થ નથી. મારે માત્ર એટલું જ કહેવું - છે કે તમે વેદોનું, યજ્ઞનું, જ્યોતિષનું અને ધર્મનું મૂળભૂત ગૂઢ રહસ્ય જાણતા નથી.” જયઘોષ મુનિનો પ્રભાવ એટલો બધો હતો અને એમની નિર્મળ, નિર્દોષ મુખમુદ્રા એટલી તેજસ્વી હતી કે વિજયઘોષ અને ત્યાં યજ્ઞમાં બેઠેલા સભાજનો તેમને જોઈ જ રહ્યા. તેઓને એમ થયું કે આ કોઈ જ્ઞાની મહાત્મા છે. એટલે તેઓએ કહ્યું, “હે મુનિરાજ ! તમે જ એ રહસ્યો અમને સમજાવો.' પછી જયઘોષ મુનિએ તેમને વેદો, યજ્ઞ વગેરેનું સૂક્ષ્મ રહસ્ય સમજાવ્યું. સાચો બ્રાહ્મણ કોણ કહેવાય, સાચો સાધુ કોણ કહેવાય, સાચો તાપસ કોણ કહેવાય તથા અહિંસાદિ પંચ મહાવ્રતનું આત્મોદ્ધારમાં કેટલું મહત્ત્વ છે તે તેમણે સમજાવ્યું. એથી વિજયઘોષ બ્રાહ્મણ પર એની ઘણી મોટી અસર પડી. એણે પછી સંસારથી વિરક્ત થઈને જયઘોષ મુનિ પાસે જ પ્રવ્રયા ગ્રહણ કરી. ત્યાર પછી સંયમની ઉત્કૃષ્ટ આરાધના કરીને અને પોતાનાં કર્મોને ખપાવીને જયઘોષ મુનિ અને વિજયઘોષ મુનિ બંને કેવળજ્ઞાન પામ્યા અને કાલાનુક્રમે સિદ્ધગતિને વર્યા. જયઘોષ મુનિએ વિજયઘોષ બ્રાહ્મણને ત્યારે જે બોધ આપ્યો હશે તે તો બહુ વિગતે હશે. ચર્ચાવિચારણા અને પ્રશ્નોત્તરી પણ થઈ હશે. એ બધી વિગતો પ્રાપ્ત નથી, પરંતુ તેમાંથી સારગર્ભ થોડીક ગાથાઓ ભગવાન મહાવીરે આ અધ્યયનમાં આપી છે. આ ગાથાઓ હૃદયમાં વસી જાય એવી છે. આ ગાથાઓમાં પણ જે કેટલીક ચોટદાર પંક્તિઓ છે તેમાંથી માત્ર ત્રણ શબ્દની પંક્તિ મોરી મને સંસારે ! કેટલી બધી માર્મિક અને અર્થસભર છે ! ૭૪ ] સાંપ્રત સહચિંતન Page #84 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સૂત્રની આખી ગાથા નીચે પ્રમાણે છે : उवलेवो होइ भोगेसु, अभोगी नोवलिप्पई । भोगी भमइ संसारे अभोगी विप्पमुच्चई ॥ [ભોગોથી ઉપલેપ થાય છે (ભોગી કર્મબંધથી લેપાય છે), અભોગી લપાતો નથી. ભોગી સંસારમાં ભમે છે, અભોગી વિમુક્ત થાય છે.] વર્તમાન સાંસારિક જીવન ઉપર દષ્ટિપાત કરીએ તો મોટા ભાગના જીવોની દૈનિક પ્રવૃત્તિ તે પોતાની સંજ્ઞાઓને સંતોષવાની છે અર્થાત્ ભોગો ભોગવવાની છે. આહાર, નિદ્રા, મૈથુન, પરિગ્રહ ઇત્યાદિ સંજ્ઞાના બળે જીવ તેવી તેવી પ્રવૃત્તિ કરે છે. તિર્યંચ ગતિના જીવોની પ્રવૃત્તિ તો પોતપોતાની ઇન્દ્રિયો અનુસાર જીવન જીવવા માટેની છે. મુખ્યત્વે તો તેઓ આહારની શોધમાં અને આહાર મળ્યા પછી તે ખાવામાં અને પ્રજોત્પત્તિમાં પોતાનું જીવન પૂરું કરે છે. મનુષ્યજીવનમાં ભોગવિલાસનું પ્રમાણ વધુ છે. આહાર, વસ્ત્ર, રહેઠાણ, વાહનો ઇત્યાદિ સહિત પાંચે ઈન્દ્રિયોના સુખભોગ માણવા નીકળેલો મનુષ્ય તેવા પ્રકારની પ્રવૃત્તિઓ સતત કરતો રહે છે. વૈજ્ઞાનિક સાધનો વડે તેમાં પ્રગતિ પણ ઘણી થતી રહે છે. આનંદઘનજી મહારાજ કહે છે તેમ “સયલ સંસારી ઈન્દ્રિયરામી છે. માત્ર “મુનિગણ આતમરામી હોય છે. દુનિયાની અડધાથી વધારે વસ્તી તો જન્માન્તરમાં માનતી નથી. જે જીવન મળ્યું છે તે સુખપૂર્વક ભોગવી લેવું જોઈએ એવી માન્યતા તેઓ ધરાવે છે અને એ દિશામાં જ તેઓનો પુરુષાર્થ હોય છે. આખી જિંદગી સારું સારું ખાધું પીધું હોય અને સરસ મોંઘાં વસ્ત્રો, વાહનો, રહેઠાણો ધરાવતા હોય, મનોરંજનની પ્રવૃત્તિઓ જેમણે માણી હોય भोगी भमइ संसारे [ ૭૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ તેઓનું જીવ્યું સફળ અને સાર્થક ગણાય એવી તેમની માન્યતા હોય છે. જીવન માટે એ જ તેઓનો માપદંડ હોય છે. પરંતુ ભૌતિક જીવન સુખી હોય, સર્વ પ્રકારે અનુકૂળતાવાળું હોય, ઇચ્છાનુસાર બધાં કાર્યો થતાં હોય તો પણ એવા જીવનનો અંત આવે જ છે. આવા કેટલાક લોકોને અંતકાળે અજંપો સતાવે છે. બસ આ બધું વસાવેલું અને ભોગવવા માટે એકત્ર કરેલું બધું જ મૂકીને ચાલ્યા જવાનું ? વળી ભોગવેલું સુખ ક્ષણિક છે. એવું ભૌતિક સુખ ભોગવતી વખતે સ્થૂલ આનંદનો અનુભવ હોય છે. પરંતુ પછી સમય જતાં એની સ્મૃતિ શેષ થતી જાય છે. સારામાં સારું ખાધું પીધું હોય, મિજબાનીઓ માણી હોય, પણ થોડાં વર્ષ પછી એની સ્મૃતિ પણ તાજી થતી નથી. વિસ્મૃતિ બધે જ ફરી વળે છે. પાંચે ઈન્દ્રિયોના વિષયો સંસારમાં પાર વગરના છે. તે ભોગવતી વખતે ક્ષણિક પૂલ સુખ હોય છે, પણ પછી એ દુઃખનાં નિમિત્ત બની જાય છે. જો પદાર્થોના ભોગવટાથી માત્ર સુખ જ હોય તો સંસારમાં દુઃખ હોય નહિ. પણ આ ભોગવટો જ દુઃખને–ઈર્ષ્યા, દ્વેષ, કલહ, કંકાસ, લડાઈ, યુદ્ધ વગેરેને નોતરે છે. એટલે જ્યાં સ્કૂલ ભૌતિક સુખ છે ત્યાં દુઃખ પણ છે જ. વળી એ સુખ પણ તત્કાલીન, ક્ષણિક હોય છે. ઉત્તરાધ્યયનસૂત્ર'માં ભગવાને કહ્યું છે : खममेत्तसोक्खा बहुकालदुक्खा पकामदुक्खा अनिकामसोक्खा । संसारमोक्खस्स विपक्खभूया खाणी अणत्थाण उ कामभोगा ॥ આ કામભોગો ક્ષણભર સુખ અને બહુકાળ દુઃખ આપનારા છે, ઘણુંબધું દુઃખ અને થોડુંક સુખ આપનારા છે. તે સંસારમુક્તિના પ્રતિપક્ષી-વિરોધી છે અને અનર્થોની ખાણ જેવા છે. સાંપ્રત સહચિંતન Page #86 -------------------------------------------------------------------------- ________________ ભોગી ભમઇ સંસારે એનો વિપરીત અર્થ કરીને કોઈ એમ પણ માને કે જેણે સંસારના ભોગ ભોગવવા છે તેણે સંસારમાં બધે ભમવું જોઈએ. જ્યાં જયાં ભોગ ભોગવવાનાં સ્થાનો છે ત્યાં પહોંચી જવું જોઈએ. જેણે ભોગ ભોગવવા છે એણે ભમતા રહેવું જોઈએ. વર્તમાન કાળમાં તો ભમવા માટેનાં ઝડપી વાહનો વધ્યાં છે એટલે સમગ્ર દુનિયામાં ભમવાની– ભોગ ભોગવવાની પ્રવૃત્તિ વધી ગઈ છે. પરંતુ આ મોટું અજ્ઞાન છે. “ભોગી ભમઇ સંસારે એમ જે ભગવાને કહ્યું છે તે એક જન્મની દૃષ્ટિએ નહિ, પણ જન્મજન્માન્તરની દૃષ્ટિએ, કર્મની જંજીરોની દૃષ્ટિએ કહ્યું છે. જીવનું જન્માન્તરનું પરિભ્રમણ સંસારમાં સતત ચાલતું જ રહે છે. એ ચક્ર ચાલવાનું મુખ્ય કારણ તો ભોગ ભોગવવા માટેની લાલસા છે, અર્થાત્ ભોગો માટેનો રાગ છે, આસક્તિ છે. જ્યાં સુધી ભોગવૃત્તિ છે, ભોગબુદ્ધિ છે ત્યાં સુધી કર્મબંધની પરંપરા તો ચાલુ જ રહેવાની. જ્યાં સુધી કર્મપરંપરા છે ત્યાં સુધી મુક્તિ નથી. એટલે ભોગી જીવને સંસારમાં પરિભ્રમણ જ કરવાનું ૨હ છે. સામાન્ય રીતે લોકો પોતાનું જીવન સુખી બનાવવા માટે ઉદ્યમશીલ રહે છે. સુખની વ્યાખ્યા અને કલ્પના દરેકની જુદી જુદી હોય છે. આહાર, વસ્ત્ર, વસ્તી, વાહન ઈત્યાદિ એ માણસના સુખનાં પ્રાથમિક સાધનો છે. પરંતુ માત્ર સાધનો કે પદાર્થો જ નહિ, એમાં રહેલી આસક્તિ એ જ મોક્ષમાર્ગમાં મોટો અંતરાય છે. આચારાંગસૂત્રમાં કહ્યું છે : कामेसु गिद्धा णिचयं करेन्ति, सेसिच्चमाणा पुणरेन्ति गब्भं । [કામભોગમાં વૃદ્ધ એટલે કે આસક્તિ રાખનાર જીવ કર્મોનો સંચય કરે છે. કર્મોથી બંધાયેલો જીવ ફરી ગર્ભવાસમાં આવે છે.] भोगी भमइ संसारे [ ૭૭ www.jainēlibrary.org Page #87 -------------------------------------------------------------------------- ________________ ‘આચારાંગસૂત્રમાં અન્યત્ર કહ્યું છે : - गद्धिए लोए अणुपरियट्टमाणे ॥ [વિષયોમાં આસક્ત જીવ લોકમાં એટલે કે સંસારમાં પરિભ્રમ કરે છે.] સ્થૂલ ઇન્દ્રિયોથી માણસો ભોગ ન ભોગવતા હોય તો પણ તેમના ચિત્તમાં તે ઇન્દ્રિયોના પદાર્થો માટેનો અનુરાગ જો હોય તો તેવા માણસો ભોગી જ ગણાય. ક્યારેક સ્થૂલ ભોગવટા કરતાં પણ આવા માનસિક ભોગવટામાં તીવ્રતા વધુ હોય છે. સ્થૂલ ભોગવટો તો પ્રાયઃ એક જ વાર હોય, પણ માનસિક ભોગવટો તો વારંવાર, અનેકવાર હોઈ શકે છે. અનેક ગરીબ લોકોને લૂખુંસૂકું ખાવાનું મળતું હોય છે. તેઓ ખાય છે ત્યારે તેમાં તેમને એટલો રસ પડતો નથી. તેઓ ખાતી વખતે રાજીરાજી થાય એવું પણ ઓછું બને છે. પરંતુ તેથી ખાવા માટેની તેમની આસક્તિ ઓછી થઈ ગઈ છે એમ ન કહેવાય. સરસ ભોજન મળતાં તેઓ પ્રસન્ન થઈ જાય છે અને એવું વારંવાર મળે એવી વૃત્તિ પણ રહે છે. મતલબ કે સ્વાદિષ્ટ ભોજન માટેની તેમની આસક્તિ તો અંતરમાં પડેલી હોય છે. લૂખાસૂકા આહાર વખતે તે પ્રગટ થતી નથી. કેટલાક મહાત્માઓએ બીજો બધો ત્યાગ કર્યો હોય છે. ઘરબાર, કુટુંબપરિવાર, માલમિલકત એમણે ત્યાગી દીધાં હોય છે. આમ છતાં ભોજન માટેનો એમનો રસ છૂટતો નથી. કોઈકને પ્રશ્ન થાય કે અભોગી કર્મથી લપાતો નથી અને અભોગી કર્મથી મુક્ત થાય છે એમ કહ્યું છે, પરંતુ જીવનના અંત સુધી માણસને ખાવા તો જોઈએ છે, પહેરવાને વસ્ત્ર જોઈએ છે અને ટાઢ, તડકો કે વરસાદથી બચવા રહેઠાણ જોઈએ છે, ઉપકરણો જોઈએ છે. એટલે કે જીવનપર્યત માણસ વિવિધ પદાર્થોનો ઉપભોગ કરતો રહે છે, ૪ ] સાંપ્રત સહચિંતન Page #88 -------------------------------------------------------------------------- ________________ તો પછી એને અભોગી કેવી રીતે કહેવાય ? એનો ઉત્તર એ છે કે જીવનના અંત સુધી માણસ ખોરાક કે પાણી ન લે તો પણ હવાનો ઉપયોગ તો એને અવશ્ય કરવો જ પડશે. જીવનનું અસ્તિત્વ છે ત્યાં સુધી આહારપાણી લેવાતાં જ રહેશે. વસ્ત્ર, વસ્તી પણ રહે છે. પરંતુ જીવની એમાંથી ભોગબુદ્ધિ જ્યારે નીકળી જાય એટલે એ અભોગી થાય છે. જ્યાં સુધી ભોગબુદ્ધિ-સુખબુદ્ધિ છે, રાગ છે, આસક્તિ છે, ગમવા – ન ગમવાના અને અનુકૂળતા-પ્રતિકૂળતાના ભાવો છે, કર્તુત્વ અને ભોકતૃત્વની વૃત્તિ છે ત્યાં સુધી જીવ ભોગી છે. ભોગપદાર્થો સાથેનું એનું ભાવાત્મક અનુસંધાન જ્યારે સદંતર નીકળી જાય છે ત્યારે તે અભોગી બને છે. ઊંડી સંયમસાધના વગર આવું અભોગીપણું આવતું નથી અને આવે તો બહુ ટકતું નથી. દસવૈકાલિક સૂત્રમાં કહ્યું છે : वत्थगंधमलंकारं इत्थीओ सयणाणि य । अच्छंदा जे न भुंजंति न से चाइ ति वुच्चइ ॥ [વસ્ત્ર, સુગંધી મનગમતા પદાર્થો, ઘરેણાં, સ્ત્રીઓ, પલંગઆસન વગેરે જે પોતાને પ્રાપ્ત નથી અને તેથી માણસ ભોગવતો નથી તેથી તે ત્યાગી ન કહેવાય.] जे य.कंते पिए भोए लद्धे विप्पिठि कुव्वई । साहीणे चयइ भोए से हु चाइ त्ति वुच्चई ॥ [જે માણસ મનોહર, પ્રિય ભોગો પામ્યા છતાં અને તે પોતાને | સ્વાધીન હોવા છતાં તેના તરફ પીઠ ફેરવે છે એટલે કે તેનો ત્યાગ કરે છે તે વિશે ત્યાગી કહેવાય છે.] ' જયાં સુધી સંસારનો ભય લાગતો નથી ત્યાં સુધી ભોગવિલાસ ગમે છે. માણસને એ ગમે છે એમાં મુખ્યત્વે મોહનીય કર્મ કાર્ય કરે છે. भोगी भमइ संसारे [ ૭૯ Page #89 -------------------------------------------------------------------------- ________________ જ્યાં સુધી મોહનીય કર્મનો પ્રબળ ઉદય હોય અને માણસની આત્મિક જાગૃતિ ન હોય તો સંસાર એને રળિયામણો લાગે છે, બિહામણો નથી લાગતો. સંસારના ભોગવિલાસ તરફ એની દષ્ટિ રહે છે અને એની ભોગબુદ્ધિ સતેજ રહે છે. સંસાર અને બિહામણો લાગે, છોડીને ભોગવા જેવો લાગે ત્યારે જ એની ભોગવૃત્તિ નબળી પડે છે અને ચાલી જાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે “જ્ઞાનસારમાં કહ્યું છે : बिभेषि यदि संसाराद् मोक्षप्राप्तिं च काङ्क्षसि । तदेन्द्रियजयं कर्तुं स्फोरय स्फारपौरुषम् ॥ [જો તું સંસારથી ભય પામે છે અને મોક્ષપ્રાપ્તિની ઇચ્છા રાખે છે, તો ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવા માટે દેદીપ્યમાન પરાક્રમ ફોરવ.] 0 ] સાંપ્રત સહચિંતન Page #90 -------------------------------------------------------------------------- ________________ બાળકો : ઉપેક્ષા અને દુર્વ્યવહાર કેટલાક સમય પહેલાં કોલકાતાની એક હૉસ્પિટલમાં બે-ચાર દિવસમાં જ સંખ્યાબંધ બાળકોનાં મૃત્યુ થયાં હતાં. એવી જ રીતે, થાણા જિલ્લાનાં કેટલાંક ગામોમાં કોઈક રોગને કારણે ઘણાં બાળકો અવસાન પામ્યાં હતાં. વળી, દિલ્હીની એક શાળામાં પીવાના ગંદા પાણીને લીધે ૬૦ જેટલાં બાળકોને ઝાડા-ઊલટી થયાં હતાં. બાળકો પ્રત્યેની આપણી ઉપેક્ષાનું જ આ પરિણામ છે. બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે એ લક્ષમાં લઈને આરોગ્યની દૃષ્ટિએ જે સાવચેતીના પગલાં લેવાવાં જોઈએ તે લેવાતાં નથી. તે અંગે વિચાર સુધ્ધાં થતો નથી. ઘટના બન્યા પછી દોડધામ થાય છે. વિરોધના મોરચા નીકળે છે, તોફાનો થાય છે. તપાસનો આદેશ અપાય છે. પછી બધું શૂન્ય. ભારત ગીચ વસ્તીવાળો દેશ છે. આર્થિક દૃષ્ટિએ પછાત છે. ગામડાંઓના અસંખ્ય લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી. આરોગ્ય માટે સરકારી સુવિધાઓ પાંખી છે. અજ્ઞાન અને બેદરકારીનો પાર નથી. આ બધું તો ખરું જ, પણ જેમની સત્તાવાર જવાબદારી છે એવો અધિકારી વર્ગ પણ પ્રમાદી, બેદરકાર અને આવડત તથા સતર્કતાના અભાવવાળો છે. શહેરો અને ગામડાંઓના કેટલાય લોકો પણ ગરીબ, " બાળકો : ઉપેક્ષા અને દુર્વ્યવહાર [ ૮૧ Page #91 -------------------------------------------------------------------------- ________________ ગંદા અને અશિક્ષિત છે. શારીરિક અને સામાજિક સ્વાસ્થ્યની તેમને કશી સમજણ કે ગતાગમ નથી. આપણા દેશમાં સ્વચ્છતાના અભિયાનની મોટી જરૂર છે. ગાંધીજીએ સમગ્ર ભારતનું જાતે ફરીને નજરે અવલોકન કર્યા પછી રચનાત્મક કાર્યક્રમોમાં સ્વચ્છતાને પણ મહત્ત્વનું સ્થાન આપ્યું હતું. જેમાં કશું જ ખર્ચ થતું નથી અને લોકો સ્વેચ્છાએ ફાજલ સમય આપીને પોતપોતાના વિસ્તારમાં સારી સ્વચ્છતા જાળવી શકે એમ હોય છે એવા સ્વચ્છતાના અભિયાનનું આયોજન સામાજિક સ્તરે થવું જોઈએ. અજ્ઞાન, આળસ અને જાગૃતિના અભાવે લોકો ગંદકીમાં રહેવાને ટેવાઈ ગયા છે. ગંદકી તેમને ખૂંચતી નથી. એટલું જ નહિ, ગંદકી તેમને ગંદકી લાગતી નથી. પરિણામે ગંદકીના કારણે વારંવાર રોગચાળાની અને મૃત્યુની ઘટનાઓ બનતી રહે છે. બાળકો ઉપર એની વધુ અસર થાય છે. શરમજનક વાત તો એ છે આપણી કેટલીયે સરકારી કે બિનસરકારી હૉસ્પિટલો પોતે જ ગંદો હોય છે. કોઈક ચેપી રોગની શરૂઆત હૉસ્પિટલથી જ થાય છે. આ દિશામાં સક્રિય પગલાં લેવાવાં જોઈએ. વળી પ્રાથમિક શાળાનાં બાળકોમાં જો સ્વચ્છતાના અને આરોગ્યના શિક્ષણ ઉપર ઘણો બધો ભાર આપવામાં આવે તો આવા કિસ્સા ઓછા બને. એ માટે કરેલું ખર્ચ અવશ્ય લેખે લાગશે. કેટલાંયે બાળકો મા-બાપની આર્થિક સ્થિતિને કારણે, તેઓમાંના આપસના ઝઘડાને પરિણામે, દોસ્તારોની ખોટી સોબતને કારણે, ચલચિત્રો-ટી.વી.ની માઠી અસરના પરિણામે ઘર છોડીને ભાગી જાય છે અને ગુનાઓમાં સંડોવાય છે. પછાત દેશોમાં આવા બાળગુનેગારોનું પ્રમાણ વધુ હોય એ દેખીતું છે. બાળકોની ઉપેક્ષાનું એ પરિણામ છે. કેટલાંક મા-બાપ કે ઘરનાં વડીલો નાનાં બાળકોને નાની-મોટી પરચૂરણ નોકરીમાં જોડી દે છે. એથી કુટુંબની આર્થિક ચિંતા થોડી ૮૨ ] સાંપ્રત સહચિંતન Page #92 -------------------------------------------------------------------------- ________________ હળવી થાય છે, પણ બાળકનું શોષણ થાય છે અને એક તેજસ્વી કારકિર્દી રગદોળાઈ જાય છે. વિશ્વમાં બાળમજૂરોની સમસ્યા પણ ઘણી મોટી છે. એના નિરાકરણ માટે સમાજહિતચિંતકો વિવિધ ઉપાયો યોજે છે. પરંતુ બેચાર વર્ષમાં સંપૂર્ણ ઉકેલ આવી જાય એવી આ સમસ્યા નથી. એનાં મૂળ ઘણાં ઊંડાં છે અને સ્થાપિત હિતો જબરાં છે. ઘરમાં વડીલો અને શાળામાં શિક્ષકો દ્વારા બાળકોને માર મારવાના બનાવો ઘણા બને છે. મારની ધાક વગર બાળક સુધરે નહિ એ ખ્યાલ હવે જુનવાણી થઈ ગયો છે. બુધે છોકરું છાનું રહે અથવા “સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ઘમઘમ' જેવી કહેવતો હવે કાલગ્રસ્ત થઈ છે. કેટલાયે પ્રગતિશીલ દેશોમાં આવી શિક્ષા પર હવે પ્રતિબંધ છે. બાળ-માનસ (Child Psychology)નો અભ્યાસ દુનિયાભરમાં થવા લાગ્યો છે અને બાળકોને સુધારવાના, માર સિવાયના, વિવિધ ઉપાયો સૂચવાય છે અને એનો અમલ થાય છે. વસ્તુતઃ મા-બાપ અને વડીલો બાળકની ઉપેક્ષા કરે તો જ બાળકને માર મારીને સીધા કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જયાં પ્રેમપૂર્વક બાળકની સંભાળ લેવાય છે ત્યાં એને મારની શિક્ષા કરવાનો પ્રસંગ ઊભો થતો નથી. અતિશય દુઃખ, કલેશ કંકાસ વગેરેને કારણે કેટલાંક સ્ત્રીપુરુષો પોતે આપઘાત કરે છે અને તે ક્ષણ પહેલાં પોતાનાં નિર્દોષ બાળકોને પણ મારી નાખે છે. સમાજમાં સમજ અને સંસ્કારિતાનું પ્રમાણ વધે તો જ આવા કિસ્સા બનતા અટકે. એ માટે કેળવણી ઉપર વધુ લક્ષ અપાય એ આવશ્યક છે. આપણા દેશમાં સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ પ્રત્યે જેટલું લક્ષ અપાય છે તેટલું પ્રાથમિક શિક્ષણ પ્રત્યે નથી અપાતું. દેશ પણ વિશાળ છે અને કાર્ય પણ ઘણું મોટું છે. તો પણ આ દિશામાં નિષ્ઠાથી વધુ કાર્ય બાળકોઃ ઉપેક્ષા અને દુર્વ્યવહાર [ ૮૩ Page #93 -------------------------------------------------------------------------- ________________ કરવાની જરૂર છે. એથી સરવાળે દેશને જ લાભ થશે. જાતે પ્રાથમિક શિક્ષક તરીકેની નોકરી કરીને અનુભવ લીધા પછી તક મળતાં ઉદ્યોગમાં ઝંપલાવીને ઘણું ધન કમાનાર એક ધનાઢ્ય ભાઈએ પોતાના દાનની બધી રકમ પ્રાથમિક શાળાઓ માટે જ વાપરવાનો સંકલ્પ કર્યો છે એવી જ્યારે એમણે મને જાણ કરી હતી ત્યારે મેં એમને એ માટે ખૂબ ધન્યવાદ આપ્યા હતા. છેલ્લાં કેટલાંયે વર્ષોથી બાળકોની જાતીય સતામણી (sexual harassment અથવા Sexual abuse)ના ઘણા કિસ્સા પ્રકાશમાં આવતા જાય છે. નાની ઘટનાને પણ પ્રચાર માધ્યમો મોટું સ્વરૂપ આપી સૌનું ધ્યાન ખેંચે છે. એક રીતે એ બહુ જરૂરી છે અને લોકહિતની દષ્ટિએ ઉપકારક છે. બદમાશોને એનો ડર પણ રહેવો જોઈએ. અલબત્ત, પ્રચાર માધ્યમો ક્વચિત્ વાતનું વતેસર પણ કરતાં રહે છે. કુમળી વયનાં બાળકોની ચામડી સુંવાળી હોય છે. એમનામાં એક બાજુ અજ્ઞાન અને બીજી બાજુ કૌતુક હોય છે. વળી મોટી ઉંમરની વ્યક્તિ એને ભોળવીને પોતાનો દુરુપયોગ કરે છે એવી બાળકને ખબર પડતી નથી. ખબર પડે છે તો લાભ, લાલચ અને ભયને કારણે વશ થઈ જાય છે. પ્રતિકાર કરવાની એનામાં શારીરિક શક્તિ નથી હોતી. ઘટના બન્યા પછી બાળક એ વાત કોઈકને કહે છે અથવા નથી કહેતું. જ્યારે વાત બહાર નથી આવતી ત્યારે એવી જાતીય સતામણીનો દુરુપયોગ વારંવાર થાય છે. કેટલાક કિસ્સા તો જાહેરમાં ક્યારેય આવતા નથી. એ બે વ્યક્તિ જ મનોમન જાણતી હોય છે. બાળકની જાતીય સતામણીની ઘટના આજકાલની નથી. અનાદિ કાળથી એ ચાલી આવે છે અને ભવિષ્યમાં પણ એ રહેવાની. માણસની અતૃપ્ત કે વિકૃત કામવાસનાનો ભોગ બાળકો બનતાં રહેવાનાં. સારા સુશિક્ષિત, સાધનસંપન્ન માણસો પણ આવા દુરાચાર તરફ ઘસડાય ૮૪ ] સાંપ્રત સહચિંતન Page #94 -------------------------------------------------------------------------- ________________ છે. ફરજિયાત અપરિણીત રહેલા એવા કુશીલ સાધુબાવાઓ, ભિખ્ખુઓ, પાદરીઓ વગેરે પણ આવો લાગ શોધતા રહે છે. સજાતીય દુરુપયોગમાં જોખમ ઓછું રહેલું છે એમ તેમને લાગે છે. વારંવાર હળવામળવાને કારણે અને ધર્મસ્થાનકોના એકાન્તને કારણે આવા કિસ્સા વધુ બને છે. સમાજમાં પૂજ્ય કે પ્રતિષ્ઠિત ગૃહસ્થ વ્યક્તિ પણ મદમાં, નશામાં આવી જઈ, ઉત્તેજિત કામવાસનાને વશ થઈ અકૃત્ય ક્યારે કરી બેસે તે કહેવાય નહિ. આપણા દેશમાં આવા ગુનેગારો સામે અદાલતી કાર્યવાહી એકંદરે સામાન્ય રીતે થતી નથી. ઘટના ઓછી જાહેર થાય, ધર્મ ન વગોવાય અને ચકચાર ન ફેલાય એ માટે સાચી કે ખોટી રીતે સમાજહિતચિંતકો પ્રવૃત્ત બને છે. પરંતુ વિદેશોમાં આવી ઘટના જો બને અને જાહેરમાં આવે તો તરત અદાલતી કાર્યવાહી થાય છે. ગુનો સાબિત થતાં વાત વર્તમાનપત્રોમાં, સામયિક વગેરેમાં છપાય છે અને અદાલત ગુનેગારોને સજા પણ કરે છે. અમેરિકાના Department of Social Services તરફથી પ્રતિવર્ષ દરેક રાજ્યના આવા આંકડાઓ પ્રકાશિત કરવામાં આવે છે, કુમળી વયનાં બાળકોનો જાતીય દુરુપયોગ કરવાના ત્યાં સેંકડો કિસ્સાઓ બને છે અને ત્યાં ન્યાય સુયોગ્ય, ઝડપી અને વ્યવસ્થિત હોવાથી સજા થાય છે. સેંકડો મોટી ઉંમરના પુરુષો જેમાંના કેટલાક પાદરીઓ છે તેઓ આવા ગુના બદલ જેલમાં સજા ભોગવે છે. આપણે ત્યાં અને અન્યત્ર પણ વિકૃત માનસ ધરાવતા પુરુષો, વિશેષતઃ નોકર-ચાકરો ઘરની બેપાંચ વર્ષની બાળકી સાથે જાતીય અડપલાં કરે છે. એના કુસંસ્કાર બાળક ઉપર ઘણા વખત સુધી, ક્યારેક તો જીવનભર રહે છે. એવી ઘટનાઓ જાહેરમાં બહુ આવતી નથી. પણ માતાપિતા અને સ્વજનો નાની બાળકીઓની વ્યવસ્થત સંભાળ લે તો એવું ઓછું બને. માણસોએ યુવાન નોકરોનો વધુ પડતો વિશ્વાસ ન કરવો જોઈએ. બાળકો : ઉપેક્ષા અને દુર્વ્યવહાર [ ૮૫ . Page #95 -------------------------------------------------------------------------- ________________ કન્યાશાળાઓમાં કામ કરતા શિક્ષકો દ્વારા બાળકન્યાઓની જાતીય સતામણીના કિસ્સા પણ વારંવાર બને છે. એ ક્ષેત્ર જ એવું છે કે ક્યારેક આવી ઘટનાઓ બનતી રહેવાની. કેટલીક પ્રકાશમાં આવે છે, કેટલીક નહિ. પરંતુ વર્તમાન સમયમાં પુરુષ વર્ગની જાતીય વૃત્તિને ઉશ્કેરે એવાં દશ્યો ચલચિત્રો-ટી.વી.માં વધતાં જાય છે. સસ્તા મનોરંજન દ્વારા ઝાઝી કમાણી કરવા માટે નિર્માતાઓ-કલાકારો વગેરે વાસ્તવિકતાને નામે આવી અધમ વૃત્તિનો આશ્રય લે છે અને એથી અર્ધનગ્ન પ્રણયચેષ્ટાઓ અને બળાત્કારોનાં દશ્યો વધતાં જાય છે. આની ખરાબ વિકૃત અસર બાળકો, યુવક-યુવતીઓ પર પડે છે અને પછી ભાન ભૂલીને તેઓ અપકૃત્ય કરી બેસે છે. આવા ગુના ન બને એ માટે કાયદેસરની સજા ઉપરાંત લોકમતની જાગૃતિ અને માબાપની સાવચેતીની પણ એટલી જ આવશ્યકતા છે. પોતાનાં કુમળી વયનાં પાંચપંદર વર્ષનાં સંતાનો ક્યાં ક્યાં જાય છે, કોની સાથે રમે છે, ત્યાં અપરિણીત વાસના-ભૂખ્યા પુરુષો કે દુરાચારી માણસો કોણ કોણ કામ કરે છે કે બહારથી આવે છે એનું સાવચેતીપૂર્વક ધ્યાન રાખતા રહેવું જોઈએ. આવી એકાદ ઘટનાથી બાળકનું જીવન વેડફાઈ જાય છે. કોઈક માનસિક રોગથી પીડાય છે, કોઈક મૃત્યુ પામે છે, કોઈક આપઘાત કરે છે. છોકરીના જીવનમાં એવી ઘટના બને તો જીવન ધૂળધાણી થઈ જાય છે. કોઈક વેશ્યાવૃત્તિ તરફ ઘસડાય છે. એને ઘસડી જનારા દલાલો પણ હોય છે. વર્તમાન સમયમાં કેમેરા-વીડિયો આવતાં પ્રલોભનો વધ્યાં છે અને ભયસ્થાનો પણ વધ્યાં છે. બાળકોના જાતીય શોષણ કે સતામણીની સમસ્યા વધુ વિકટ બનતી જાય છે. એમાં માતાપિતાની કાળજી અને જાગૃતિ ઘણું કામ કરી શકે. સાચો પ્રેમ આપી, વિશ્વાસમાં લઈ પોતાનાં સંતાનોને ૮૬ ] સાંપ્રત સહચિંતન Page #96 -------------------------------------------------------------------------- ________________ વખતોવખત પૂછતા રહેવાથી આવાં જોખમોથી વેળાસર બચી જવાય છે. બાળકો પ્રભુના પયગંબર છે. બાળકો પ્રભુનાં પ્યારાં છે. આજનાં બાળકો આવતી કાલના નાગરિકો છે. બાળકોનાં સમય અને શક્તિનું સુંદ૨, વ્યવસ્થિત આયોજન પ્રત્યેક ગ્રામ-નગરમાં જો થાય તો ભાવિ ઘણું ઉજ્જવળ બને. એ માટે વાત્સલ્યસભર નિવૃત્ત માણસો પોતાના સમયનો ભોગ આપવા તત્પર હોય એવા અવશ્ય મળી રહે જ. બાળકોની ઉપેક્ષા એ આપણી પોતાની જ ઉપેક્ષા છે. બાળકો પ્રત્યેનો દુર્વ્યવહાર સમાજને પોતાને જ નુકસાનકારક નીવડવાનો છે. સામાજિક તકેદારી જેટલી વધશે એટલો સમાજને પોતાને જ લાભ થવાનો છે. આપણા દેશમાં ચારે બાજુ સમસ્યાઓ છે. ભ્રષ્ટાચારનો પાર નથી. નિષ્ઠાનો અભાવ ઠેર ઠેર જોવા મળે છે. સરકારી તંત્રોની કાર્યદક્ષતા ઉત્તરોત્તર ઘટતી જાય છે. રાજકારણીઓની ખેંચતાણો હિંસક બની જાય છે. લોકસેવાની ભાવના ઘસાતી જાય છે. આવી વિષમ સ્થિતિમાં ફક્ત બાળકોની સમસ્યા વિચારવાથી શો લાભ એવો પ્રશ્ન કોઈકને અવશ્ય થાય. પરંતુ પોતાની રુચિ અને નિષ્ઠા અનુસાર કોઈક લોકસેવકો ફક્ત બાળકોની સમસ્યા પૂરતું પોતાનું લક્ષ કેન્દ્રિત કરે તો પણ કેટલુંક સંગીન કાર્ય આ દિશામાં અવશ્ય થઈ શકે. આપણી ભાવી પેઢીના ઉજ્જવળ નિર્માણ માટે આપણે હંમેશાં સચિંત રહેવું જોઈએ. *** બાળકો : ઉપેક્ષા અને દુર્વ્યવહાર [ ૮૭ Page #97 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ભંવરલાલજી નાહટા આપણા મૂર્ધન્ય જૈન સાહિત્યકાર શ્રી ભંવરલાલજી નાહટાનું ૯૧ વર્ષની વયે કલકત્તામાં અવસાન થયું હતું. એથી આપણા સાહિત્યાકાશનો એક તેજસ્વી તારલો ખરી પડ્યો હતો. શ્રી ભંવરલાલજી નાહટા એટલે આપણા અગ્રગણ્ય સાહિત્યમનીષી, લબ્ધપ્રતિષ્ઠ ઇતિહાસકાર, નામાંકિત પુરાતત્ત્વવેત્તા, બહુભાષાવિદ, પ્રાચીન લિપિઓના જ્ઞાતા, શિલ્પાદિ કલાઓના અભ્યાસી, કવિ, સંશોધક અને માર્ગદર્શક, જૈન ધર્મ અને દર્શનના મર્મજ્ઞ, સરળહૃદયી, વિનમ્ર અને ઉદારચરિત સંઘ-સ્થવિર. એમના સ્વર્ગવાસથી જૈન વાનમયના ક્ષેત્રે ન પુરાય એવી ખોટ પડી છે. - શ્રી ભંવરલાલ નાહટાનો જન્મ રાજસ્થાન બીકાનેર શહેરમાં વિ.સં. ૧૯૬૮ના આસો વદ ૧૨ તા. ૧૯-૯-૧૯૧૧ને મંગળવારના રોજ થયો હતો. તેઓ બીકાનેરના તે સમયના જાણીતા શ્રેષ્ઠી શ્રી શંકરદાનજી નાહટાના પરિવારમાં જન્મ્યા હતા. એમના પિતાશ્રીનું નામ ભૈરુદાનજી અને માતુશ્રીનું નામ શ્રીમતી તીજાદેવી હતું. સુપ્રસિદ્ધ વિદ્વાન શ્રી અગરચંદજી નાહટા તેમના કાકા થાય. બાળલગ્નોના એ જમાનામાં શ્રી નાહટાજીનાં લગ્ન ચૌદ વર્ષની વયે શેઠશ્રી રાવતમલજી સુરાણાની સુપુત્રી શ્રી જતનકુંવર સાથે થયાં ૮૮ ] સાંપ્રત સહચિંતન Page #98 -------------------------------------------------------------------------- ________________ હતાં. એમને બે પુત્ર પારકુમાર અને પદમચંદ તથા બે પુત્રી શ્રીકાન્તા અને ચન્દ્રકાન્તા એમ ચાર સંતાનો થયાં હતાં. શ્રી નાહટાજીએ શાળાનો અભ્યાસ ફક્ત પાંચ ધોરણ સુધીનો કર્યો હતો. હાયર સેકન્ડરી સ્કૂલ કે કૉલેજમાં એમણે અભ્યાસ કર્યો નહોતો. પોતે વ્યાવહારિક ઉચ્ચ શિક્ષણ લીધું ન હોવા છતાં એમણે પોતાના પુરુષાર્થથી જૈન સાહિત્ય અને ઇતિહાસનો એટલો ઊંડો અભ્યાસ કર્યો હતો અને ગ્રંથો લખ્યા હતા કે યુનિવર્સિટીમાં પીએચ.ડી.ના માર્ગદર્શક અને પરીક્ષક તરીકે એમને સ્થાન મળ્યું હતું. જૈન સાહિત્યના ક્ષેત્રે શ્રી અગરચંદજી નાહટાનું નામ જેટલું સુપ્રસિદ્ધ છે તેટલું શ્રી ભંવરલાલજીનું ત્યારે ન હતું. વસ્તુતઃ અગરચંદજી એમના સગા કાકા થાય, પરંતુ બંને લગભગ સમવયસ્ક જેવા હતા. તો પણ ભંવરલાલજી અગરચંદજી પ્રત્યે પૂરો પૂજ્યભાવ ધરાવતા. સાહિત્ય અને સંશોધનના કાર્યમાં એમને રસ લગાડનાર શ્રી અગરચંદજી હતા. અગરચંદજીના કેટલાયે લેખોની સામગ્રી ભંવરલાલજીએ પૂરી પાડી હતી, કેટલીયે હસ્તપ્રતો પરથી લેખનકાર્ય કરી આપ્યું હતું. તો પણ તેમાં પોતાનું નામ મૂકવાનો ભંવરલાલજીનો કોઈ આગ્રહ રહેતો નહિ. ભંવરલાલજીનું વ્યક્તિત્વ એટલું નિર્મળ અને નિસ્પૃહ હતું કે તેઓ પોતાના નામ માટે ક્યારેય ઝંખના રાખતા નહિ. પોતાનું નામ ક્યાંક છપાયું તો ઠીક અને ન છપાયું હોય તો પણ ઠીક. તેઓ તે માટે કોઈને ટોકતા નહિ કે ઠપકો આપતા નહિ. એમના કેટલાક લેખો બીજા પોતાને નામે છપાવી દેતા. એમણે કીર્તિલતા' અને 'દ્રવ્યપરીક્ષા'નો હિંદી અનુવાદ કર્યો હતો. એના ઉપરથી એ બેનું અંગ્રેજીમાં ભાષાન્તર કરીને એક વિદ્વાને તે પોતાને નામે છપાવી માર્યું, પણ તે માટે નાહટાજીએ એ લેખકને ક્યારેય ઠપકો આપ્યો નહોતો. ' યુવાન વયે તેઓ પોતાના કાકા શ્રી અગરચંદજી સાથે જે સાધુ મહાત્માઓના સંપર્કમાં આવ્યા હતા અને જેઓની પ્રેરણા અને સ્વ. ભંવરલાલજી નાહટા [ ૮૯ Page #99 -------------------------------------------------------------------------- ________________ માર્ગદર્શનથી તેઓને જૈન સાહિત્યના લેખન-સંશોધનની લગની લાગી હતી તે હતા આચાર્ય શ્રી સુખસાગરજી મહારાજ અને આચાર્યશ્રી જિનકૃપાચંદ્રજી મહારાજ. આથી જ તેઓ બંને સુખી પરિવારના હોવાથી તથા ગુજરાન માટે આર્થિક ચિંતા ન હોવાથી સાહિત્યિક પ્રવૃત્તિમાં રસ લેવા લાગ્યા હતા અને ધનકમાણીને જીવનમાં ગૌણ સ્થાન આપ્યું હતું. એમાં પણ શ્રી અગરચંદજી નાહટા તો આઠ-નવ મહિના સતત લેખનઅધ્યયનમાં ગાળતા અને ત્રણચાર મહિના પોતાના કાપડના વ્યવસાયમાં ધ્યાન આપતા. શ્રી ભંવરલાલજી નાહટાએ કલકત્તા જઈને પોતાનો કાપડનો વ્યવસાય બરાબર જમાવ્યો હતો અને વેપારી કુનેહ તેમનામાં ઘણી હતી, પરંતુ દીકરાઓએ એ જવાબદારી સ્વીકારી લીધી તે પછી તેઓ પણ સાહિત્યિક પ્રવૃત્તિઓમાં વધુમાં વધુ પોતાનો સમય ગાળતા. સ્વ. ભંવરલાલજી નવ ભારતીય ભાષા સારી રીતે લખીવાંચી શકતા. એ ભાષાઓ તે સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, અપભ્રંશ, રાજસ્થાની, ગુજરાતી, મરાઠી, હિંદી અને બંગાળી. વળી તેઓ આમાંની કોઈપણ ભાષામાં શ્લોકબદ્ધ પદ્યરચના પણ કરી શકતા. અંગ્રેજી ભાષા વ્યવહાર પૂરતી એમને આવડતી. ભાષા ઉપરાંત બ્રાહ્મી, ખરોષ્ઠી, દેવનાગરી, જૈન દેવનાગરી, બંગાળી એમ વિવિધ લિપિઓના પણ તેઓ જાણકાર હતા. કિશોરવસ્થાથી જ હસ્તપ્રતો વાંચવાનો તેમને એવો સરસ મહાવરો થયો હતો કે ઝીણા અક્ષરે સળંગ શબ્દોમાં લખાયેલી હસ્તપ્રત પણ તેઓ ઝડપથી વાંચી શકતા. કોઈ જૂનો શિલાલેખ વાંચવો હોય તો નાહટાજીને વાર લાગતી નહિ. બ્રાહ્મી લિપિના અક્ષરો-શબ્દો પણ તેઓ તરત વાંચી શકતા. સિક્કા વગેરે પરનું લખાણ તેઓ ઉકેલી શકતા. પ્રાચીન સિક્કાઓ, મૂર્તિઓ, અન્ય શિલ્પાકૃતિઓ, ચિત્રો, હસ્તપ્રતો ઇત્યાદિ જોતાં જ તેઓ એની શૈલી, રચનાકાળ, અર્થ, રહસ્ય વગેરે સમજાવી શકતા. એક વખત શ્રી અગરચંદજી નાહટા પાસે એક પ્રાચીન હસ્તપ્રત ૦ ] સાંપ્રત સહચિંતન Page #100 -------------------------------------------------------------------------- ________________ આવી. પણ તેની લિપિ કોઈ ઉકેલી શકતું નહિ. એમણે ઘણા જાણકાર વિદ્વાનોને એ હસ્તપ્રત મોકલી. પણ કોઈ ઉકેલી શક્યું નહિ. છેવટે શ્રી ભંવરલાલજીએ એ કામ હાથમાં લીધું. તેઓ હસ્તપ્રતની બારાખડી મેળવવા લાગ્યા. એક એક અક્ષર મળતો જાય. એમ કરતાં કરતાં ઘણા પરિશ્રમને અંતે એમણે એ આખી હસ્તપ્રત વાંચી આપી હતી. કોઈ પણ લિપિ અથવા ગમે તેવા ખરાબ અક્ષરવાળું લખાણ ઉકેલવાની એમનામાં કોઠાસૂઝ હતી. ઘણા વખત પહેલાં હિંદી સાહિત્યના ઇતિહાસમાં એવો મત વિદ્વાનોમાં પ્રવર્તતો હતો કે હિંદી સાહિત્યની પ્રથમ ગદ્યરચના તે જટમલ નાહરકૃત “ગોરા બાદલ'ની કથા છે. પરંતુ આ કૃતિ ક્યાંયથી મળતી નહોતી. શ્રી ભંવરલાલજીને થયું કે આ કૃતિની ભાળ મેળવવી જોઈએ. એની હસ્તપ્રત ક્યાંય હોય તો તેની શોધ કરવી જોઈએ. સામાન્ય રીતે રાજસ્થાનના કવિની કૃતિની હસ્તપ્રત રાજસ્થાનના કોઈ ભંડારોમાં હોવી જોઈએ, પણ ત્યાં મળી નહિ. એટલે નાહટાજીએ અન્ય પ્રાંતોમાં પણ એની તપાસ આદરી. એમણે કલકત્તામાં સ્વ. પૂરણચંદજી નાહરને વાત કરી. પૂરણચંદજીનો સંગ્રહ પણ ઘણો મોટો હતો, પરંતુ એમાંથી કોઈ પ્રતિ મળી નહિ. ત્યાર પછી એમણે કલકત્તાની રોયલ એશિયાટિક સોસાયટીના ગ્રંથાલયમાં રહેલી હસ્તપ્રતો જોઈ અને સદ્ભાગ્યે ત્યાં રજિસ્ટરમાં જટમલજી નાહરકૃત “ગોરા બાદલની હસ્તપ્રતનો ઉલ્લેખ હતો. એટલે એમણે એ હસ્તપ્રત કઢાવી અને વાંચી ત્યારે ખબર પડી કે એ ગદ્યકૃતિ નથી પણ પદ્યકૃતિ છે. એ વિશે એમણે તરત લેખ લખ્યો અને “ગોરા બાદલ' વિશે હિંદી સાહિત્યમાં ચાલતી ભ્રાન્તિ દૂર થઈ. એક ભાષામાંથી બીજી ભાષામાં કોઈ પણ કૃતિનો ગદ્યમાં કે પદ્યમાં અનુવાદ કરવો એ નાહટાજી માટે ડાબા હાથના ખેલ જેવું હતું. તેઓ મૂળ કૃતિ સાથે એવા તન્મય બની જતા કે પછી અનુવાદની એક પછી એક પંક્તિ અવતરવા લાગતી. એક વખત એમને “ભક્તામર સ્વ. ભંવરલાલજી નાહટા : [ ૯૧ - Page #101 -------------------------------------------------------------------------- ________________ સ્તોત્ર'નો હિંદીમાં પદ્યાનુવાદ કરવાનો ભાવ થયો. એ ભાવ એટલો ઉત્કટ હતો કે પછી એમનાથી રહેવાયું નહિ. રાત્રે તે પદ્યમાં અનુવાદ કરવા બેસી ગયા અને આખી રાત જાગી, સવા૨ થાય એ પહેલાં ૪૪ શ્લોકોનો હિંદીમાં પદ્યાનુવાદ કરી લીધો. શ્રી નાહટાજીએ આવી રીતે ‘કલ્યાણમંદિર સ્તોત્ર’, ‘રત્નાકર પચ્ચીસી' વગેરે કેટલીક કૃતિઓનો પણ પદ્યમાં હિંદીમાં અનુવાદ કર્યો છે. શ્રી નાહટાજીએ સેંકડો લેખો લખ્યા છે અને અને ગ્રંથો સંશોધિત-સંપાદિત કર્યા છે. જ્યાં સુધી કાકા શ્રી અગરચંદજી વિદ્યમાન હતા ત્યાં સુધી એમણે ઘણુંખરું અગરચંદજીની સાથે સંશોધન-સંપાદનનું કાર્ય કર્યું હતું. જિનદત્તસૂરિ, જિનચંદ્રસૂરિ, જિનકુશલસૂચિ, સમયસુંદર વગેરે વિશે અને એમની કૃતિઓ વિશે એમણે સંશોધન-સંપાદન કર્યું છે. તીર્થસ્થળો વિશે ઐતિહાસિક માહિતી એકત્ર કરવી એ નાહટાજીની એક પ્રિય પ્રવૃત્તિ હતી. એમણે કાંગડા, જાલોર, શ્રાવસ્તી, ક્ષત્રિયકુંડ, રાજગૃહી, વારાણસી, કાંપિલ્યપુર, ચંપાપુરી વગેરે તીર્થો વિશે ગ્રંથો લખ્યા છે. ઠક્કર ફેરુ કૃત દ્રવ્યપરીક્ષા', બીકાનેર જૈન લેખસંગ્રહ, ‘વિવિધ તીર્થકલ્પ' ઇત્યાદિ ગ્રંથોમાં એમની ઐતિહાસિક દૃષ્ટિ જોઈ શકાય છે. શ્રી નાહટાજી પત્રકાર પણ હતા. વિવિધ સામયિકોમાં લખવા ઉપરાંત તેઓ ‘કુશલનિર્દેશ' નામનું એક હિંદી માસિક પત્ર ચલાવતા. એમાં તેઓ પોતાના લેખો પ્રકાશિત કરતા અને કેટલીક વાર પોતે જે વાંચ્યું હોય અને ગમ્યું હોય તેનો હિંદીમાં અનુવાદ કરીને ‘કુશલનિર્દેશ’માં પ્રકાશિત કરતા. ‘પ્રબુદ્ધ જીવન'માં પ્રકાશિત થયેલા મારા કેટલાક લેખોના અનુવાદ કરીને એમણે ‘કુશલનિર્દેશ’માં પ્રગટ કર્યા હતા. નાહટાજીનો પહેરવેશ તદ્દન સાદો હતો. પહેરણ અને ધોતિયું, સાંપ્રત સહચિંતન ૯૨ ] Page #102 -------------------------------------------------------------------------- ________________ ક્યારેક ઉપર લાંબો કોટ હોય. બહાર ઉઘાડા માથે જાય નહિ. માથે કેસરી રંગનો બીકાનેરી સાફો કે પાઘડી અવશ્ય હોય જ. તેઓ ચાલ્યા જતા હોય તો કોઈ મારવાડી વેપારી શેઠિયા જેવા લાગે. એમના ચહેરા ઉપર નિતાન્ત સ્વાભાવિકતા હોય. પોતાની વિદ્વત્તાની સભાનતા જરા પણ નહિ. કશો દેખાવ કરવાની વૃત્તિ નહિ. મોટાઈ બતાવવાનો ભાવ નહિ. એમને જોઈને કોઈ એમ કહે નહિ કે આ બહુ મોટા વિદ્વાન હશે. ઘણાં વર્ષો પહેલાં ખંભાતના જૈન સાહિત્ય સમારોહમાં તેઓ પ્રમુખસ્થાને હતા. તે પ્રસંગે તેઓ બોલવા ઊભા થયા ત્યારે કેટલાક સ્થાનિક આગેવાનો કે જેઓએ એમને પહેલાં ક્યારેય જોયેલા નહિ તેઓને આશ્ચર્ય થયું. ખંભાતના નગરપતિએ તો પોતાના વકતવ્યમાં કહ્યું કે, “મેં તો ધાર્યું હતું કે આ કોઈ મારવાડી શેઠિયા છે, પણ તેઓ આવા મોટા પંડિત હશે એવી કલ્પના એમને જોઈને આવેલી નહિ.' નાહટાને જેમ ઇતિહાસ અને સાહિત્યમાં રસ હતો તેમ તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મમાં રસ હતો. એમાં ખરતરગચ્છના દેવચંદ્રજી મહારાજના સ્તવનાદિનો પ્રભાવ ઘણો મોટો હતો. તદુપરાંત સમગ્ર નાહટા પરિવાર ઉપર પૂ. શ્રી ભદ્રમુનિ કે જેઓ પાછળથી પૂ. સહજાનંદઘનજીના નામે વધુ જાણીતા થયા હતા તેમનો પ્રભાવ બહુ રહ્યો. પૂ. શ્રી ભદ્રમુનિએ જ્યારે બીકાનેરમાં ચાતુર્માસ કરેલું ત્યારે શ્રી અગરચંદજી અને શ્રી ભંવરલાલજી તેમની પાસે નિયમિત જતા. શ્રી અગરચંદજીને તો પૂ.શ્રી ભદ્રમુનિ પાસે દીક્ષા લેવાના ભાવ થયા હતા. કચ્છના શ્રી ભદ્રમુનિ ઉપર શ્રીમદ્ રાજચંદ્રનો ઘણો મોટો પ્રભાવ હતો. એટલે એ પ્રભાવ નાહટા પરિવાર પર પડ્યો હતો. પૂ. શ્રી ભદ્રમુનિ શ્રી અગરચંદજી પાસે શ્રીમદ્ રાજચંદ્રકૃત “અપૂર્વ અવસર વારંવાર વગડાવતા. એમણે એ કંઠસ્થ કરી લીધેલું અને બુલંદ મધુર સ્વરે ગાતા. પૂ.શ્રી ભદ્રમુનિએ પાછલાં વર્ષોમાં સમુદાય છોડીને દક્ષિણમાં હેપીમાં સ્થિરવાસ કર્યો હતો અને પોતાનું નામ છોડી “સહજાનંદઘન સ્વ. ભંવરલાલજી નાહટા. [ ૯૩ Page #103 -------------------------------------------------------------------------- ________________ એવું નવું નામ રાખ્યું હતું. આથી નાહટા પરિવાર માટે કંપી તીર્થસમાન બની ગયું હતું. શ્રી ભંવરલાલજી ત્યાં નિયમિત જતા. પૂ. શ્રી ભદ્રમુનિનાં સંસારી કાકી શ્રી ધનદેવીજી પણ હંપી આવીને રહ્યાં હતાં. શ્રી ભંવરલાલજીએ ‘સિરિ સહજાનંદઘન ચરિય' નામનું ચરિત્ર અપભ્રંશમાં લખ્યું હતું અને ‘આત્મદ્રષ્ટા માતુશ્રી ધનદેવીજી' નામનું ચરિત્ર હિંદીમાં લખ્યું હતું. તદુપરાંત એમણે આત્મસિદ્ધિશાસ્ત્રનો બંગાળી ભાષામાં પદ્યમાં અનુવાદ કર્યો હતો. શ્રી ભંવરલાલજીનો અવાજ બુલંદ હતો. તેમને કેટલાંયે સ્તવનસઝાય કંઠસ્થ હતાં. વળી શાસ્રગ્રંથોના કેટલાયે શ્લોકો તેઓ વાતચીતમાં ટાંકતા. જૈન-જૈનેતર સાહિત્યની હજારો પંક્તિઓ એમની જીભે વસી હતી. સરસ્વતી માતાની એમના ઉપર મોટી કૃપા હતી. ભંવરલાલજીના હસ્તાક્ષર સુંદર અને મરોડદાર હતા. કોઈ હસ્તપ્રત ઉપરથી પ્રતિલિપિ કરવી હોય તો એવી સ્વચ્છ અક્ષરે લખે કે ક્યાંય છેકછાક જોવા ન મળે. ઝીણા પણ સુંદર, સુવાચ્ય, મરોડદાર અક્ષર પણ તેઓ કાઢી શકે. એક જ પોસ્ટકાર્ડમાં ઝીણા અક્ષરે ઘણી બધી વિગતો એમણે લખી હોય. એમણે ‘ભક્તામર સ્તોત્ર’નો ગૂર્જર અનુવાદ કર્યો હતો અને તે એમણે ફૂલસ્કેપથી પણ નાના એક જ પાનામાં સુંદર અક્ષરે ઉતાર્યો હતો. એમની આવી કૃતિઓ સંગ્રહાલયમાં સાચવી લેવા જેવી છે. મારે પહેલો પરિચય શ્રી અગરચંદજી નાહટા સાથે ૧૯૫૬ની આસપાસ થયેલો. એ અરસામાં નળદમયંતી વિશે રાસકૃતિઓની હસ્તપ્રતોની જાણકારી મેળવવા માટે પત્રવ્યવહાર થયેલો. ત્યારપછી બીકાનેર એમને ઘેર જઈને રહેલો. એ પરિચય ઉત્તરોત્તર ગાઢ થતો ગયો હતો અને તે એમના સ્વર્ગવાસ સુધી રહેલો. એ વર્ષો દરમિયાન શ્રી ભંવરલાલજીને મળવાનું થયું હતું, પરંતુ શ્રી અગરચંદજીના ૯૪ ] સાંપ્રત સહચિંતન Page #104 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગવાસ પછી મધ્યકાલીન જૈન સાહિત્યના ક્ષેત્રમાં પૂછવા જેવું સ્થળ તે શ્રી ભંવરલાલજી હતા. એટલે એમની સાથેનો પરિચય ગાઢ થતો ગયો હતો. એમની પાસે પિતાતુલ્ય વાત્સલ્ય અનુભવવા મળતું. તેઓ મુંબઈ આવે ત્યારે મારે ઘરે શ્રી રૂપચંદજી ભણશાળી સાથે અચૂક પધારતા અને મારે કલકત્તા જવાનું થાય ત્યારે સૌથી પહેલાં એમને ઘરે કે દુકાને મળવા જવાનું થતું. અમે મળીએ એટલે પરસ્પર જૈન સાહિત્યની ગોષ્ઠી થાય. શું નવું લખ્યું, શું નવું વાંચ્યું એની વાતો થાય. શ્રી અગરચંદજી સાથે “મૃગાવતી ચરિત્ર ચૌપાઈ'નું સંપાદન મેં કર્યું ત્યારે એમાં શ્રી ભંવરલાલજીની મુખ્ય સહાય હતી. ત્યાર પછી શ્રી ભંવરલાલજી સાથે થાવગ્યાસુત રિષિ ચોપાઈ'નું સંપાદન મેં કર્યું હતું. ખંભાત, રાજગૃહી, સમેતશિખર વગેરે સ્થળે જૈન સાહિત્ય સમારોહ નિમિત્તે કે જૈન ઇતિહાસ સંમેલન નિમિત્તે નાહટાજીને નિરાંતે મળવાનું થયું હતું. એક જ સ્થળે સાથે રહેવાનું હોય એટલે સાહિત્યગોષ્ઠી બરાબર જામતી. બીજા વિદ્વાનો અને સાહિત્યરસિક મિત્રો પણ જોડાયા હોય. એ વખતે શ્રી નાહટાજી પાસેથી એમના વિશાળ વાંચન અને અનુભવની ઘણી રસિક વાતો સાંભળવા મળતી. તેઓ એક બહુશ્રુત પંડિત છે એની સર્વને પ્રતીતિ થતી. - ભંવરલાલજી અચ્છા કવિ પણ હતા. તેમણે નાનીમોટી વિવિધ પ્રકારની રચનાઓ કરી છે. “ક્ષણિકા'માં થોડાક શબ્દોમાં નર્મમર્મયુક્ત કથન એમણે કર્યું છે. તેઓ શીઘ્રકવિ પણ હતા. પ્રસંગ કે પરિસ્થિતિ અનુસાર તેઓ તરત કાવ્યપંક્તિઓની રચના કરતા. કેટલીક પંક્તિઓ સ્વયમેવ એમને હુરતી. શ્રી નાહટાજીની સેવાઓ બીકાનેર, કલકત્તા, પાલીતાણા, દિલ્હી વગેરે સ્થળોની વિવિધ સંસ્થાઓને વિવિધ પ્રકારે મળતી રહી હતી. ધર્મ અને સાહિત્યના ક્ષેત્રે તેઓ જૈન ભવન, જૈન શ્વેતામ્બર સેવા સમિતિ, જૈન જે.પંચાયતી મંદિર, શંકરદાન નાહટા કલાભવન, સ્વ. ભંવરલાલજી નાહટા [ ૯૫ Page #105 -------------------------------------------------------------------------- ________________ અભય જૈન ગ્રંથાલય, જિનદત્તસૂરિ સેવાસંઘ, ખરતરગચ્છ મહાસંઘ, રાજસ્થાની સાહિત્ય પરિષદ, દેવચંદ્ર ગ્રંથમાલા, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ (હંપી), શાર્દૂલ રાજસ્થાન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વગેરે ઘણી સંસ્થાઓમાં તેમણે હોદેદાર તરીકે સેવા આપી હતી. | શ્રી નાહટાજી રાજસ્થાન છોડી બંગાળમાં વેપારાર્થે કલકત્તામાં જઈને વસ્યા, પરંતુ એમણે પોતાનો પહેરવેશ, પોતાની ભાષા અને પોતાના ધાર્મિક તથા સામાજિક સંસ્કાર ન છોડ્યાં. એમના પરિવારમાં એ જ રાજસ્થાનનું વાતાવરણ જોવા મળે. શ્રી નાહટાજીની લેખનપ્રસાદી અનેક સામયિકોમાં પ્રસિદ્ધ થતી રહેતી એથી તેઓ ઘણા બધા વિદ્વાનોના સંપર્કમાં આવ્યા હતા. એ સમયના ધુરંધર વિદ્વાનો શ્રી રાહુલ સાંકૃત્યાયન, ડૉ. હજારીપ્રસાદ દ્વિવેદી, ડૉ. મોતીચંદ્ર, મુનિ જિનવિજયજી, પંડિત સુખલાલજી, પૂરણચંદ નાહર, મોહનલાલ દલીચંદ દેસાઈ, દલસુખભાઈ માલવણિયા વગેરે સાથે તેઓ અંગત ગાઢ પરિચયમાં આવ્યા હતા. શ્રી ભંવરલાલજી નાહટાનું વિવિધ સંસ્થાઓ દ્વારા ભિન્નભિન્ન સમયે અભિવાદન થયું હતું અને “સાહિત્ય વાચસ્પતિ', “જિન શાસન ગૌરવ”, “જૈન સમાજરત્ન' વગેરે પદવીઓ વડે તેઓ સન્માનિત થયા હતા. પંચાસી વર્ષની ઉંમર સુધી નાહટાજી વિવિધ કાર્યક્રમો માટે, તીર્થયાત્રા માટે પરિભ્રમણ કરતા રહ્યા હતા. એમનું શરીર એવું નિરામય, સશક્ત, સ્કૂર્તિમય હતું. ૧૯૯૭માં તેઓ પોતાના વતન બીકાનેર ગયા હતા કારણ કે પ.પૂ. આચાર્ય શ્રી તુલસીજી અને પ.પૂ.સાધ્વી શ્રી ચંદ્રપ્રભાશ્રીજીનો બીકાનેરમાં પ્રવેશ હતો. બીકાનેરના આ રોકાણ દરમિયાન એક દિવસ નાહટાજી દેરાસરમાં દર્શન કરવા જતા હતા ત્યારે પડી ગયા. પગે ફ્રેકચર થયું. ઉપચાર કરાવી તેઓ લ૯ ] સાંપ્રત સહચિંતન Page #106 -------------------------------------------------------------------------- ________________ કલકત્તા પાછા આવ્યા. પણ હવે એમનું જીવન ઘર પૂરતું સીમિત થઈ ગયું. અલબત્ત ઘરે તેઓ સ્વાધ્યાય, લેખન વગેરેમાં મગ્ન રહેતા. કેટલાયની સાથે તેમનો પત્રવ્યવહાર ચાલતો. મારા ઉપર પણ તમના અવારનવાર પત્રો આવ્યા. તેઓ પોતાના નવા પ્રકાશિત ગ્રંથો મોકલાવતા. આ વર્ષો દરમિયાન એક વખત મારે કલકત્તા જવાનું થયું હતું ત્યારે હું એમને ઘરે મળવા ગયો હતો. તેઓ શારીરિક રીતે અશક્ત થઈ ગયા હતા, પરંતુ એમની માનસિક સ્ફૂર્તિ અને સ્મરણશક્તિ પહેલાંના જેવી જ હતી. એમની લેખનપ્રવૃત્તિ સતત ચાલતી રહેતી. છેલ્લા થોડા કાળમાં એમનું શરીર વધુ વ્યાધિગ્રસ્ત બન્યું હતું. પરંતુ તેઓ આત્મરમણતામાં રહેતા. ‘તનમાં વ્યાધિ, મનમાં સમાધિ’ એ એમની આધ્યાત્મિક દશા હતી. આત્મા અમર છે, દેહ નાશવંત છે એની સતત પ્રતીતિ-સંવેદના એમને રહેતી. તેઓ શ્રીમદ્ રાજચંદ્રની ‘આત્મસિદ્ધિશાસ્ત્ર'ની અને અન્ય મહાત્માઓની પંક્તિઓનું રટણ કરતા રહેતા. ૧૧મી ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ સવારે એમણે કહ્યું કે પોતાને હવે થાક બહુ લાગે છે. હવે જવાની તૈયારી છે. તે દિવસે એમને સ્તવનો, સ્તોત્રો વગેરે સંભળાવવામાં આવ્યાં. તેઓ પૂરી જાગૃતિમાં હતા. સાંજે ચારેક વાગે તેઓ ધ્યાનસ્થ અવસ્થામાં આવી ગયા અને દસ મિનિટમાં એમણે દેહ છોડ્યો. એક મહાન આત્માની જીવનલીલા પૂર્ણ થઈ ગઈ. આવા આપણા સાહિત્યમનીષીને નતમસ્તકે વંદના. *** સ્વ. ભંવરલાલજી નાટા [ ૯૭ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦ નમો લોએ સવ્વસાહૂણં અનાદિસિદ્ધ શાશ્વત નવકારમંત્રમાં પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવામાં આવ્યા છે. એ પંચ પરમેષ્ઠિ તે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. “નમો લોએ સવ્વસાહૂણં” એમ પાંચમું પદ બોલીને આપણે પાંચમા પરમેષ્ઠિ સાધુ ભગવંતોને નમસ્કાર કરીએ છીએ. નવકારમંત્રના નવ પદમાં આ પાંચમું પદ છે એટલે તે બરાબર વચ્ચે આવે છે, અર્થાત્ એ કેન્દ્રસ્થાને છે. એની એક બાજુ ચાર પદ અને બીજી બાજુ પણ ચાર પદ . વળી નવપદની આરાધનમાં પણ તે કેન્દ્રસ્થાને છે. એ પદ પછી દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપને નમસ્કાર કરાય છે. સાધુ-પદ કેન્દ્રસ્થાને છે એનો અર્થ એ થયો કે એ સૌથી મહત્ત્વનું પદ છે, કારણ કે સાધુ થયા વિના ઉપાધ્યાય થવાય નહિ, આચાર્ય થવાય નહિ, અરિહંત પણ થવાય નહિ અને સિદ્ધ પરમાત્મા પણ થઈ શકાય નહિ. આ પાંચમું પદ જ પંચમ ગતિ અપાવનારું છે. જૈન ધર્મનો સાર, ચૌદ પૂર્વનો સાર નવકારમંત્ર છે અને નવકારમંત્રમાં કેન્દ્રસ્થાને સાધુપદ, સાધુત્વ છે. એક દિશામાં સંસાર છે અને એનાથી વિપરીત બીજી દિશામાં મોક્ષમાર્ગ છે. એ તરફ જવું હોય તો પ્રથમ પગલું સાધુત્વથી મંડાય છે. આનંદઘનજીએ કહ્યું છે : ૮ ] સાંપ્રત સહચિંતન Page #108 -------------------------------------------------------------------------- ________________ સાયલ સંસારી ઇન્દ્રિયરામી, મુનિગણ આતમરામી રે. આ પાંચમો નમસ્કાર સાધુ ભગવંતોને કરતાં આપણે બોલીએ છીએ : નમો લોએ સવ્વસાહૂણં. પરંતુ આ પાંચમા પદમાં આગળનાં ચારે પદ કરતાં બે શબ્દ વધારે છે – “લોએ” અને “સબૂ'. “લોએ એટલે કે સમસ્ત લોકમાં રહેલા. “સબૂ' એટલે સર્વ. તો શું પહેલાં ચાર પદોમાં “લોએ” અને “સવ” એ બે શબ્દોની જરૂર નથી ? વસ્તુતઃ એમાં એ બે શબ્દો અધ્યાહાર છે. જો પ્રથમ અથવા બીજા, ત્રીજા કે કોઈ એક પદમાં “લોએ” અને “સલ્વ” એ બે શબ્દો મૂકવામાં આવે તો બાકીનાં બધાં જ પદોમાં એ મૂકવાની અનિવાર્યતા ઊભી થાય, અન્યથા ગેરસમજ થાય. પરંતુ જો છેલ્લા પદમાં એ શબ્દો મૂકવામાં આવે તો પહેલાં ચાર પદોમાં એ છે જ એમ સમજી શકાય છે. “લોએ એટલે લોકમાં. લોક એટલે પંચાસ્તિકાયરૂપ ચૌદ રાજલોક અને “લોક' એટલે ચૌદ રાજલોકના ઊર્ધ્વ, તિર્યગૂ અને અધો એવા ત્રણ ભાગમાંથી તિર્યમ્ લોક. અઢી દ્વીપ પ્રમાણ મધ્યવર્તી ભાગ તે મનુષ્યલોક. સાધુ આ મનુષ્યલોકમાં છે. માટે અહીં “લોએ' એટલે મનુષ્યલોક. “સવ' એટલે સર્વ. સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે ચાર પ્રકારના સર્વ છે: (૧) નામ સર્વ, (૨) સ્થાપના સર્વ, (૩) દેશ સર્વ અને (૪) નિરવશેષ સર્વ. અહીં નિરવશેષ સર્વનો અર્થ લેવાનો છે. ત્રણે લોકમાં, ત્રણ કાળમાં જે જે સાધુ મહાત્માઓ થયા છે, હાલ વિચરે છે અને ભવિષ્યમાં થશે તે સર્વને, જયાં જયાં સાધુત્વ છે તે સર્વને વંદન હો. સાધુ શબ્દની વ્યાખ્યા નીચે પ્રમાણે જુદી જુદી રીતે આપવામાં આવે છે : (૧) સાથયતિ નિપ્રાપ્તિ પરિવાર્થમિતિ સાધુ: I – જે ધર્માદિ નમો લોએ સવ્વસાહૂણે Page #109 -------------------------------------------------------------------------- ________________ કાર્યને નિષ્પાદન કરે એટલે કે સાધે તે સાધુ. (૨) સાપતિ જ્ઞાનાદ્રિ મિક્ષમિતિ સાધુ: I – જ્ઞાનાદિ શક્તિ વડે જે મોક્ષને સાથે તે સાધુ.. (૩) સન્દર્શનશાનવતૈક્ષ સાધતીતિ સાધુઃ– જે સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર વડે મોક્ષને સાથે તે સાધુ. (૪) સ્વરહિત મોક્ષાનુષ્ઠાન વા સાધતીતિ સાધુ: – જે સ્વ-પર હિતને અથવા મોક્ષના અનુષ્ઠાનને સાથે તે સાધુ. fબા સદળે સાધવ: | – જે નિર્વાણની સાધના કરે તે સાધુ. (૬) શનિ સાથયન્તીતિ સાધવ: | – જે શાન્તિની સાધના કરે તે સાધુ. (૭) સાપતિ પોપતિ વિશિષ્ટમિ૨૫વનિતિ સાધુ: | – જે વિશિષ્ટ ક્રિયા વડે અપવર્ગ અર્થાત મોક્ષનું પોષણ કરે તે સાધુ. (૮) પત્નષિત મર્થ સાધયતીતિ આધુ: – જે અભિલષિત (ઇચ્છિત) અર્થને સાથે તે સાધુ. (૨) સમતાં વા સર્વભૂતેષુ ચાયન્તીતિ થવ: | – સર્વ પ્રાણીઓ પ્રત્યે જે સમતાનું ચિંતન કરે, સમતાનો ભાવ ધારણ કરે તે સાધુ. (१०) सामायिकादिगत विशुद्ध क्रियाऽभिव्यङ्ग्यसकलसत्त्व हिताशयामृतलक्षण स्वपरिणामः एवं साधु धर्मः । સામાયિક વગેરેમાં રહેલી વિશુદ્ધ ક્રિયાઓ દ્વારા પ્રગટ થતું, સકલ પ્રાણીઓના હિતના આશયરૂપ અમૃત લક્ષણ સ્વપરિણામ એ સાધુધર્મ છે. ૧m 1 સાંપ્રત સહચિંતન Page #110 -------------------------------------------------------------------------- ________________ (૨) સહાય વા સંયમરિ ધારયન્તતિ સાધવ ! – જે સંયમમાં - સહાયક બને તે સાધુ. આ બધી વ્યાખ્યાઓ પરથી જોઈ શકાશે કે તેમાં સાધુની સાધના અને તે પણ જ્ઞાનાદિ રત્નત્રયી વડે નિર્વાણ (મોક્ષ) માટેની સાધના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. સાધુની અન્ય એક મહત્ત્વની લાક્ષણિકતા તે જીવોને મોક્ષમાર્ગમાં સહાય કરવાની છે. એટલે “સહાય કરે તે સાધુ એવી વ્યાખ્યા પણ અહીં આપવામાં આવી છે. આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે : निव्वाणसाहए जोगे जम्हा साहन्ति साहुणो । समा य सव्वभूएसु तम्हा ते भावसाहूणो ॥ [નિર્વાણસાધક યોગો (સંયમક્રિયાઓ) વડે જેઓ મોક્ષનું સાધન કરે છે અને સર્વ જીવો પ્રત્યે સમભાવ ધારણ કરે છે તેઓ એથી ભાવસાધુ” કહેવાય છે.] સાધુસંસ્થા ભારતવર્ષમાં અનાદિ કાળથી છે. એટલે સાધુ માટે વખતોવખત જુદા જુદા પર્યાયવાચી શબ્દો પ્રયોજાય એ સ્વાભાવિક છે. જોકે તે પ્રત્યેક શબ્દમાં એની સૂક્ષ્મ અર્થચ્છાયા રહેલી છે, તો પણ તે સહજતાથી એકબીજાના પર્યાય તરીકે પ્રયોજાય છે. સાધુ માટે આવા કેટલાક શબ્દો છે : મુનિ, શ્રમણ, અણગાર, નિગ્રંથ, સંન્યાસી, ભિક્ષુ, (ભિખુ), યોગી, ઋષિ, દીક્ષિત, મહાત્મા, માહણ, અવધૂત, મહાવતી, સંત, મહારાજ, નિરારંભ, અચલક, જ્ઞાની, તત્ત્વજ્ઞાની, ક્ષમાશ્રમણ, મુક્તાત્મા, સંયમ, મહાનુભાગ, તારક, અકિંચન, વાચંયમી વગેરે. આવા એકસોથી અધિક શબ્દ “સાધુ” માટે પ્રયોજાયેલા જોવા મળે છે. નવકારમંત્રમાં પંચપરમેષ્ઠિના કુલ ૧૦૮ ગુણ છે. તેમાં નમો લોએ સવ્વસાહૂણે [ ૧૦૧ Page #111 -------------------------------------------------------------------------- ________________ (૩) અરિહંતના બાર, સિદ્ધના આઠ, આચાર્યના છત્રીસ, ઉપાધ્યાયના પચ્ચીસ અને સાધુના સત્તાવીસ–એમ બધા મળીને ૧૦૮ ગુણ થાય છે. સાધુ ભગવંતના ૨૭ ગુણ નીચે પ્રમાણે ગણાવવામાં આવે છે : (૧) પાંચ મહાવ્રતને પાળનાર (૨) રાત્રિભોજનનો ત્યાગ છકાય જીવની રક્ષા પાંચ ઇન્દ્રિય ઉપર સંયમ ત્રણ ગુપ્તિનું પાલન (૬) લોભ નિગ્રહ – લોભ ન રાખે (૭) ક્ષમા ધારણ કરે (૮) મનોનિગ્રહ-ચિત્ત નિર્મળ રાખે (૯) પડિલેહણ કરે (૧૦) સંયમમાં રહે (૧૧) પરીષહ સહન કરે (૧૨) ઉપસર્ગ સહન કરે ૨૭ ગુણ આ સત્તાવીસ ગુણ જુદી જુદી રીતે ગણાવવામાં આવે છે અને એ રીતે સત્તાવીસ સત્તાવીસી પણ બનાવવામાં આવી છે. જૈન ધર્મે સાધુઓનો આદર્શ ઘણો જ ઊંચો રાખ્યો છે. દુનિયાના વિવિધ ધર્મોમાં ગૃહજીવન છોડી, સાધુનો વેશ ધારણ કરી ત્યાગમય જીવન જીવનારા ઘણા છે, પરંતુ જે રીતે જૈન સાધુઓ પોતાનું દીક્ષિત જીવન જીવે છે એની તોલે દુનિયામાં કોઈ ન આવે. અંતરમાં સાચી દૃઢ શ્રદ્ધા અને મોક્ષાભિલાષા ન હોય તો આવા કષ્ટભર્યા સાધુજીવનનો સ્વીકાર ન થઈ શકે. એટલે જ કહેવાયું છે કે જે સહન કરે તે સાધુ. ૧૨ ] સાંપ્રત સહચિંતન Page #112 -------------------------------------------------------------------------- ________________ જીવ ઘરસંસાર છોડી દીક્ષિત થાય છે એ જીવનનું એક મોટું પ્રસ્થાન છે. “દીક્ષા' શબ્દની લૌકિક વ્યુત્પત્તિ કેટલાક આવી રીતે બતાવે છે : “દી' એટલે દીનતા” અને “ક્ષાનો “ક્ષ' એટલે “ક્ષય'. દીનતાનો ક્ષય કરાવે એનું નામ દીક્ષા. દીક્ષા લીધા પછી જ્યારે સ્વાધીનતાનું સુખ અનુભવવા મળે છે ત્યારે દીનતાનો જીવનમાંથી આપોઆપ ક્ષય થઈ જાય છે. સાધુની સાધુતાની જે મસ્તી છે તેમાં દીનતા, લાચારી, પરાધીનતા ટકી શકે નહિ. ગૃહસ્થ વ્યક્તિ જયારે મુનિપણાની દીક્ષા લે છે ત્યારે તેની પાસે “કરેમિ ભંતે' સૂત્ર ઉચ્ચારાવાય છે. એમાં તે “સલ્વે સાવજ્જ જોગ પચક્ઝામિ' બોલી સર્વ સાવદ્ય યોગનાં પચખાણ લે છે. સાવદ્ય યોગ એટલે દોષયુક્ત, પાપયુક્ત પ્રવૃત્તિ. મુનિપણાની દીક્ષામાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પંચ મહાવ્રત ધારણ કરવામાં આવે છે. સંયમ અને જીવદયાના પ્રતીકરૂપ રજોહરણ (કે મોરપીંછી) એમને આપવામાં આવે છે. આ મહાવ્રતોનો ભંગ થાય એવી જે કોઈ પ્રવૃત્તિ તે સાવદ્ય યોગ. ગૃહસ્થ જીવનમાં કેટલીક પ્રવૃત્તિ અનિવાર્ય બને છે. માણસ ઘરમાં રહે છે અને એને પોતાનું ગુજરાન ચલાવવાનું હોય છે. સાધુને હવે પોતાનું ઘર હોતું નથી. તેઓ અણગાર બન્યા છે. સાધુનું જીવન એવી રીતે ઘડવામાં આવ્યું છે કે એ નાણાં વગર પોતાનું જીવન ચલાવી શકે છે. એમને રસોઈ કરવાની નથી હોતી. તેઓ ગોચરી વહોરી લાવીને પોતાના ઉપાશ્રયમાં આવીને વાપરે છે. તેઓ ઉઘાડા પગે ચાલીને બધે જાય છે. તેઓ બે જોડી વસ્ત્ર રાખે છે જે ગૃહસ્થોએ વહોરાવેલાં હોય છે. સાધુનાં વસ્ત્ર-પાત્ર પરિમિત હોય છે. દિગંબર મુનિઓ તો વસ્ત્ર-પાત્ર પણ રાખતા નથી. તેઓ હાથમાં લઈને જ આહાર કરી લે છે. સાધુ વાહનનો ઉપયોગ કરતા નથી. તેમને કોઈ મોજશોખ હોતા નથી. એટલે સાધુ ભગવંતને જીવનના અંત સુધી નમો લોએ સવ્વસાહૂણે L[ ૧૦૩ Page #113 -------------------------------------------------------------------------- ________________ પોતાના નિર્વાહ માટે પાસે એક રૂપિયો પણ રાખવાની જરૂર રહેતી નથી. તેઓ કંચન અને કામિનીના ત્યાગી હોય છે. સાધુને સૂવા માટે ગાદલાં-ઓશીકાં હોતાં નથી. પાથરવા-ઓઢવા માટે એક કામળી અને હાથ એ જ ઓશીકું. દિગંબર મુનિઓ તો પહેરવા કે પાથરવા માટે એક વસ્ત્ર પણ રાખતા નથી. આમ સાધુ ભગવંતોને અર્થોપાર્જનની, અર્થસંરક્ષણની કે અર્થવૃદ્ધિની કોઈ પ્રવૃત્તિ હોતી નથી. એટલે એ નિમિત્તે થતા સાવદ્ય યોગોથી તેઓ મુક્ત રહે છે. આત્મજ્ઞાન માટે સાધુપણું કહ્યું છે. આનંદઘનજીએ કહ્યું છે : આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે. માત્ર વેષ ધારણ કરવાથી સાધુપણું નથી આવી જતું. સાધુત્વનો ભાવ પણ જોઈએ. દ્રવ્યલિંગી અને ભાવલિંગીના ચાર ભેદ થાય છે. (૧) દ્રવ્યલિંગી હોય, પણ ભાવલિંગી ન હોય, (૨) ભાવલિંગી હોય પણ દ્રવ્યલિંગી ન હોય, (૩) દ્રવ્યલિંગી હોય અને ભાવલિંગી પણ હોય અને (૪) દ્રવ્યલિંગી ન હોય અને ભાવલિંગી પણ ન હોય. આ ચારમાં શ્રેષ્ઠતમ તે જ કે જે દ્રવ્યલિંગી હોય અને ભાવલિંગી પણ હોય. દ્રવ્યલિંગ નિરર્થક નથી. ભાવલિંગી થવા માટે પણ તે અત્યંત ઉપકારક છે. કેટલાક પહેલાં માત્ર દ્રવ્યલિંગી હોય, પણ પછી એથી જ એમને ભાવલિંગી થવાના ભાવ જાગ્યા હોય છે. શ્રાવક દીક્ષા લે છે તે દિવસથી એનું બાહ્ય અર્થાત સ્થૂલ અને અત્યંતર અર્થાત સૂક્ષ્મ રૂપાંતર – transformation થાય છે. સાધુનાં નામ, વેશ, ભાષા, વ્યવહાર, ઈત્યાદિ બદલાઈ જાય છે, કારણ કે ગૃહસ્થ જીવનના સંસ્કારોનું હવે વિસર્જન કરવાનું હોય છે. નામ બદલાતાં જૂના નામ સાથેનાં વળગણો છૂટવા માંડે છે. સાધુને માથે મુંડન હોય છે. હવે ચહેરો જોવા-શણગારવાની વાત નહિ. જૈન સાધુ ૧૪ ] સાંપ્રત સહચિંતન Page #114 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા લીધા પછી કોઈ દિવસ અરીસામાં પોતાનું મોટું જોતા નથી કે વાળ ઓળતા નથી કે હજામત કરાવતા નથી. સમયે સમયે લોચ કરે છે. સાધુને હવે રસોડે, ભાણે બેસીને જમવાનું હોતું નથી. ગોચરી વહોરી લાવવાની રહે છે. અથવા ઊભા ઊભા બે હાથમાં આહાર લેવાનો હોય છે. સાધુની ભાષા બદલાઈ જાય છે. તેઓ હવે કોઈ ગૃહસ્થને “આવો, પધારો” કે “આવજો” કહેતા નથી. માત્ર “ધર્મલાભ” કહે છે. સાધુના ભોજન માટે શબ્દ છે ગોચરી અથવા ભિક્ષાચરી. ખાવું નહિ પણ વાપરવું”, “પથારી' નહિ પણ “સંથારો', “વાસણ નહિ પણ “પાતરાં'. સાધુને હવે કોઈની સગાઈ, લગ્ન કે સાદડીમાં જવાનું હોતું નથી. સાજમાંદે ખબર કાઢવા જવાનું કે સ્મશાનમાં આભડવા જવાનું નથી હોતું. સાધુ ભગવંત ભવિષ્યકાળ માટે નિશ્ચિતપણે કોઈ વાણી ઉચ્ચારી ન શકે, કારણ કે તેમ જો ન થાય તો મૃષાવાદનો દોષ લાગે. એટલે સામાન્ય રીતે તેઓ “વર્તમાન જોગ” એમ કહે, એટલે કે તે સમયે જેવો યોગ હશે તે પ્રમાણે થશે. એટલા માટે કહ્યું છે : आउसस्स न वीसासो कज्जम्मि बहूणि अंतरायाणि । तम्हा हवई साहूणं वट्टमाणजोगेण ववहारो । [આયુષ્યનો વિશ્વાસ નથી, કાર્યોમાં બહુ અંતરાયો આવે છે. એટલે “વર્તમાન જોગ' પ્રમાણે સાધુનો વ્યવહાર હોય છે.] - અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે સાધુઓએ ભવિષ્યકાળ માટે ક્યારેય નિશ્ચયાત્મક વાણી ન ઉચ્ચારવી જોઈએ. ઉદાહરણ તરીકે ક્યાંક બીજે દિવસે જવાનું હોય અને કોઈ પૂછે કે “મહારાજજી ! કાલે સવારે નવ વાગે પધારશોને ?' તો સાધુ મહારાજ એમ ન કહે કે “હા, અમે બરાબર નવના ટકોરે પહોંચી જઈશું.’ જવાનું નિશ્ચિત જ હોય તો પણ નમો લોએ સવ્વસાહૂણં [ ૧૦૫ Page #115 -------------------------------------------------------------------------- ________________ સાધુ મહારાજ કહે કે “વર્તમાન જોગ.” એટલે તે વખતે જેવો યોગ હશે તે પ્રમાણે થશે. આમ કહેવાનું કારણ એ છે કે સાધુ મહારાજનું વચન અસત્ય ન ઠરવું જોઈએ. કોઈક કારણસર તબિયત બગડી, વરસાદ પડ્યો, રમખાણ થયું તો સાધુથી ત્યાં પહોંચી ન શકાય અને ન પહોંચે તો પોતાનું વચન મિથ્યા ઠરે એટલે કે સત્ય બોલવાના પોતાના વ્રતને દૂષણ લાગે, મૃષાવાદનું પાપ લાગે. જૈન સાધુઓના આહાર-વિહાર માટે, વસ્ત્ર-પાત્ર માટે ઘણા બધા નિયમો આચારાંગસૂત્ર, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર વગેરેમાં બતાવવામાં આવ્યા છે. જૈન સાધુઓનું જીવન નિર્દોષ, પાપરહિત હોય છે. તેઓના જીવનમાં માયાચાર હોતો નથી. પંચ મહાવ્રતો તેઓ ચુસ્ત રીતે નવ કોટિએ પાળે છે. શ્રી હરિભદ્રસૂરિએ “સંબોધ પ્રકરણમાં સાધુ ભગવંત કેવા હોવા જોઈએ તે માટે કહ્યું છે : गीयत्था संविग्गा निस्सल्ला चत्तगारवासंगा । जिणमय उज्जोयकय सम्मत्त पभावगा मुणिणो । મુનિઓ ગીતાર્થ, સંવિગ્ન, નિઃશલ્ય, ગારવાનો ત્યાગ કરનારા, અસંગ થયેલા, જિનમત-જિનધર્મનો ઉદ્યોત કરનારા અને સમ્યક્ત્વના પ્રભાવક હોવા જોઈએ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “પંચપરમેષ્ઠિ ગીતામાં સાધુ ભગવંતનું સ્વરૂપ દર્શાવતાં લખ્યું છે : કલેશનાશિની દેશના, દેત ગણે ન પ્રયાસ; અiદીન જિમ દીપ તથા ભવિજન આશ્વાસ. તરણતારણ કરુણાપર જંગમ તીરથ સાર, ૧૬ ] સાંપ્રત સહચિંતન Page #116 -------------------------------------------------------------------------- ________________ ધન ધન સાધુ સુયંકર ગુણમહિમા ભંડાર. જીવોના ક્લેશનો નાશ કરે એવી દેશના આપવામાં હંમેશાં સાધુ ભગવંતો તત્પર હોય છે. એ માટે જે કંઈ શ્રમ પડે તેની તેઓ ચિંતા કરતા નથી. તેઓ ભવ્ય આત્માઓને આશ્વાસન લેવા માટે સ્થિર દીપ જેવા હોય છે. તેઓ સ્વયં તરે છે અને બીજાને તારનારા હોય છે. તેઓ કરુણાવાળા હોય છે. તેઓ ઉત્તમ જંગમ તીર્ય જેવા હોય છે. તેઓ ગુણના ભંડાર સમાન હોય છે. એવા સુખ કરાવનારા સાધુઓ વારંવાર ધન્યવાદને પાત્ર છે. સાધુ ભગવંતોનાં લક્ષણો દર્શાવતાં નવકારના એક બાલાવબોધમાં કહ્યું છે : “જે સાધુ ૪૨ દોષ-વિશુદ્ધ આહાર લીએ, સમસ્ત ઇન્દ્રિય દમે, સંસારે ન રમે, બાવીસ પરીષહ સહે, નવ કલ્પ વિહરતા રહે, જે સાધુ સંસાર થકી ઉપરાંઠા ચાલે, ભવ્ય જીવને મુક્તિસુખ હેલા માત્રમાં આપે, જે મુનીશ્વર તણા સત્તાવીસ ગુણ ધરે, એવા શાન્ત, દાત્ત, કાન્ત, વૈરાગ્યના સમુદ્ર, સાહસિક શિરોમણિ, ગુણવંતમાંહી અગ્રેસર, સજજન, સદાપ્રસન્ન, જીવલોકના બંધવ, કુગતિરૂપી સમુદ્રના શોષણહાર, કેવળધરા, ઋજુમતિ, વિપુલમતિ આદિ ૨૮ લબ્ધિના ધારનાર, મોહ, માયા, લોભ, સ્નેહના પ્રતિબંધ ખંડિયા...” બીજા એક બાલાવબોધમાં કહ્યું છે : સર્વ લોકમાંહિ જે છે સાધુ તે સાધુ... સમ્યગુજ્ઞાન, સમ્યગદર્શન, સમ્યફ ચારિત્ર એ રાત્રય સાધઈ, પાંચ મહાવ્રત ધરાઈ, છઠું રાત્રિભોજન વરજઈ, સાત ભય ટાલઈ, આઠ મદ વરજઈ, નવકલ્પી વિહાર કરઈ, દસ ભેદ સંયમધર્મ આદરઈ, બારે ભેદે તપ તપઈ, સત્તરહ આશ્રદ્વાર સંધઈ, અઠ્ઠારસ સહસ સીલાંગરથ ધરાઈ, બાવીસ નમો લોએ સવ્વસાહૂણે [ ૧૦૭ Page #117 -------------------------------------------------------------------------- ________________ પરીષહ સહઈ, તેત્રીસ આશાતના ટાલઈ, બઈતાલીસ દોષવિશુદ્ધ મધુકરી વૃતિઈ આહાર લેઈ, પંચ દોષરહિત મંડલી ભુજઈ, જે સમશત્રુ-મિત્ર સમ-લેડ્ડ-કંચણ, પંચસમિયા, તિગુત્તા, અમમાં, અકિંચણા, અમચ્છરા, જીઈંદિયા, જીયકસાયા, નિમ્મલ બંભર્ચરવાસા, સઝાયઝાણ-જુગા, દુક્કર તવચરણરયા, અરસાહારા, વિરસાહારા, અંતાતારા, પંતાતારા, અરસજીવી, વિરમજીવી, અંતજીવી, પંતજીવી, તુચ્છાદાર, સુહાહારા, સુકા, ભુક્કા, નિમ્મસા, નિસ્સોણિયા, કિસિઅંગા, નિરાગસરણા, કુખિસંબલા, ખજ્ઞાનકુલે ભિક્ષા વત્તિણો મુણિણો હવંતિ. ઇસ્યા છે સર્વજ્ઞપુત્ર સાધુ સંસારભય થકી ઉભગા, દયાતણા પ્રતિપાલક, ભગવતી અહિંસા સર્વ ભૂતને ક્ષેમકરી, મહાપુરુષસેવી, કાયર-કાતર જીવ પરિહરી, તેહના પ્રતિપાલક, અનાથ જીવના નાથ, અપીહર જીવના પીહર, અશરણ જીવના શરણ, સર્વજ્ઞપુત્ર, નિઃકિંચણ, નિરહંકારી, નિઃપરિગ્રહી, નિરારંભી, શાંત, દાંત, રત્નત્રય સાધક, અઢાઈ દ્વીપ માંહે જીકે છે સાધુ તે સવિ સાધુ પ્રત્યે માહરો નમસ્કાર, પંચાંગ પ્રણામ, ત્રિકાલ વંદના સદા સર્વદા થાઓ.” આવા સાધુપદનો મહિમા ગાતાં કહેવાયું છે કેन च राजभयं न च चोरभयं इहलोकसुखं परलोकहितं । नरदेवनतं वरकीर्तिकरं श्रमणत्वमिदं रमणीयतरम् ॥ સાધુ ભગવંતોને એમની પારદર્શક આચારશુદ્ધિને કારણે રાજ્યનો કે ચોરનો ભય હોતો નથી. તેઓ આ લોકમાં આધ્યાત્મિક સુખ ભોગવે છે અને પરલોકનું હિત સાધી લે છે. તેઓને મનુષ્યો અને દેવો વંદન કરે છે અને તેમની કીર્તિ ચારે બાજુ પ્રસરે છે. માટે શ્રમણપણું અત્યંત રમણીય છે. વળી કહ્યું છે : ૧૮ ] સાંપ્રત સહચિંતન Page #118 -------------------------------------------------------------------------- ________________ साधूनां दर्शन पुण्यं, तीर्थभूता हि साधवः । तीर्थः फलति कालेन, सद्यः साधुसमागमः ॥ જંગમ તીર્થરૂપ સાધુ ભગવંતનાં દર્શનથી પુણ્યોપાર્જન થાય છે. સ્થાવર તીર્થ કરતાં પણ સાચા જંગમ તીર્થનો મહિમા મોટો છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠને સાધુને માટે અષ્ટ પ્રવચન માતા ગણવામાં આવે છે. દસ પ્રકારના યતિ ધર્મને સાધુના દસ પિતા રૂપે દર્શાવવામાં આવે છે. ગૃહસ્થની સંભાળ રાખનાર એક માતા અને એક પિતા હોય છે. સાધુની સંભાળ રાખનાર આઠ માતા અને દસ પિતા હોય છે. સંઘને પણ સાધુનાં માતાપિતા-અમ્માપિયા તરીકે ઓળખાવવામાં આવે છે. સાધુ ભગવંત ચાલે તો ઈર્યાસમિતિપૂર્વક, બોલે તો ભાષાસમિતિપૂર્વક, ગોચરી-આહાર લેવા જાય તો એષણાસમિતિપૂર્વક, ચીજવસ્તુઓ લે-મૂકે તો તે આદાનભંડનિક્ષેપણા સમિતિપૂર્વક અને શૌચાદિક્રિયા કરે તો તે પરિઠાપનિકા સમિતિપૂર્વક. તેઓની પ્રત્યેક ક્રિયા જયણાપૂર્વકની હોય છે. સાધુ ભગવંતો વસ્ત્ર ધારણ કરે તે પોતાના શરીરને ઢાંકવા માટે અને નહિ કે દેહને શણગારવા માટે. કડક ઈસ્ત્રીવાળાં કપડાં સાધુને ન શોભે. એવું વસ્ત્ર આવ્યું હોય તો પણ આમળી નાખી, કરચલીઓવાળું વસ્ત્ર ધારણ કરે. જીર્ણ કંથા એ સાધુની શોભા છે. સાધુ સીવેલાં વસ્ત્ર ન પહેરે. સાધુઓ પોતાનાં વસ્ત્ર પોતે જ ધુએ, ઓછામાં ઓછા પાણીથી. ગૃહસ્થ પાસે વસ્ત્રો ન ધોવડાવે. પોતે પણ રોજેરોજ વસ્ત્ર ન ધુએ. દિગંબર મુનિઓ તો જીવનપર્યત વસ્ત્ર ધારણ ન કરે. જૈન સાધુઓ અપરિગ્રહી હોવાથી છત્રી, બુટ, ચંપલ, છરી, કાતર ઇત્યાદિ કશું જ વાપરતા નથી. તેઓ વાહનનો ઉપયોગ કરતા નમો લોએ સવ્વસાહૂણે ( [ ૧૯ Page #119 -------------------------------------------------------------------------- ________________ નથી. ચાતુર્માસ સિવાય એક સ્થળે તેઓ રહેતા નથી. એના નિયમો હોય છે. ઉઘાડા પગે પાદવિહાર એ જૈન સાધુનું એક અત્યંત મહત્ત્વનું લક્ષણ છે. ઝડપી વાહનોના વર્તમાન યુગમાં પણ સાધુઓના પાદવિહારમાં સૂક્ષ્મ રહસ્ય રહેલું છે. સાધુ એથી સ્વાધીન છે. જે વખતે વિચાર થાય તે વખતે તે વિહારનો પોતાનો કાર્યક્રમ તરત ગોઠવી શકે છે. વિહારથી આરોગ્ય સારું રહે છે અને વિશાળ જનસંપર્કમાં રહેવા છતાં કોઈ સ્થળ, સંઘ કે વ્યક્તિ પ્રત્યે રાગદ્વેષ થતા નથી. સંયમ માટે, બ્રહ્મચર્યના પાલન માટે પણ જંઘાશ્રમપૂર્વક થતો વિહાર બહુ ઉપયોગી છે. પાદવિહારને લીધે જ, શરીર પર ઊંચકી શકાય એટલી જ વસ્તુઓ રાખવાની હોવાથી પરિગ્રહ પણ પરિમિત બની જાય છે. દિગંબર મુનિઓને તો અનિવાર્ય એવાં પીંછી અને કમંડલુ સિવાય કશો પરિગ્રહ હોતો નથી. એટલે જ દિગંબર મુનિઓ તત્ક્ષણ વિહાર કરી શકે છે. નવ વાડ સહિત બ્રહ્મચર્યનું પાલન એ જૈન સાધુની એક મહાન સિદ્ધિ, ઉપલબ્ધિ છે. એના પાલન માટે દૃઢ નિયમો બતાવ્યા છે. જૈન સાધુએ રાત્રે પગ વાળીને પડખે જ સૂવું જોઈએ. જૈન સાધુઓનો આટલો કડક સંયમ હોવાથી દિગંબર નગ્ન સાધુઓ પાસે જતાં સ્ત્રીઓ સંકોચ પામતી નથી. જૈન શાસનની આ અપૂર્વ સિદ્ધિ છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે : જ્ઞાનવંત જ્ઞાનશું મળતાં, તન મન વચને સાચા, દ્રવ્ય ભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા. મૂલ ઉત્તર ગુણ સંગ્રહ કરતા, તજતા ભિક્ષા દોષો; પગ પગ વ્રતદૂષણ પરિહરતા, કરતા સંયમ પોષો. જૈન સાધુનું જીવન આચારપ્રધાન છે. જ્ઞાન-ધ્યાનની આરાધના સાથે સાધુ ભગવંતોએ પોતાના શીલની રક્ષા માટે બહુ સૂક્ષ્મ નિયમોનું ૧૧૦ ]. સાંપ્રત સહચિંતન Page #120 -------------------------------------------------------------------------- ________________ પાલન કરવાનું હોય છે. આવા નિયમોનો જો સરવાળો કરવામાં આવે તો તે ઘણો મોટો થાય. શીલના ભેદો ૩૬, ૧૮૦, ૧૮૦૦ છે અને એથી આગળ જતાં અઢાર હજાર ભેદ આ પ્રમાણે બતાવવામાં આવે છે: ૩ યોગ x ૩ કરણ ૪૪ સંજ્ઞા x ૫ ઇન્દ્રિયો x ૧૦ પૃથ્વીકાયાદિ જીવોની અવિરાધના x ૧૦ યતિ ધર્મ = ૧૮૦૦૦ શીલના ભેદ થાય છે. આ જ રીતે એમાં બીજા કેટલાક ભેદો ઉમેરીને શીલના ૮૪ લાખ ભેદ બતાવવામાં આવ્યા છે. શ્રાવક દીક્ષા લેતાંની સાથે છઠ્ઠા ગુણસ્થાનકે આવે છે. એટલે જ ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે : મોહ પ્રતે હણતા નિત આગમ, ભણતા સદ્ગુરુ પાસે, દૂષમ કાલે પણ ગુણવંતા, વરતે શુભ અધ્યાસે. છઠું ગુણઠાણું ભવઅડવી ઉલ્લંઘણ જેણે લહિઉં, તસ સોભાગ સકલ મુખ એકે, કેમ કરી જાએ કહિઉં. ગુણઠાણાની પરિણતિ જેહની, ન છીપે ભવ જંજાલે; રહે શેલડી ઢાંકી રાખી, કેતો કાલ પરાલે ? શ્રી ભદ્રબાહુસ્વામીએ દસવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં લખ્યું છે: ૩ર-પરિ–ગન્ના-સાર-નદત્ત-તરુકુળસમો ય નો રોફ ! સER-f1-રજિનત-વ-વીસમો નમો સમણો . શ્રી ભદ્રબાહુસ્વામીએ આ એક જ ગાથામાં સાધુ ભગવંત માટે અગિયાર ઉપમા આપી દીધી છે. સાધુ ભગવંત સર્પ (ઉરગ), પર્વત, અગ્નિ, સાગર, આકાશ (નભતલ), વૃક્ષ, ભ્રમર, મૃગ, ધરણી, કમળ, સૂર્ય અને પવન જેવા હોવા જોઈએ. સાધુ ભગવંત સર્પ જેવા હોવા જોઈએ એનો અર્થ એ કે સર્પ નમો લોએ સવ્વસાહૂણં [ ૧૧૧ Page #121 -------------------------------------------------------------------------- ________________ બીજાના કરેલા ઘર (દર)માં રહે છે, આહારનો સ્વાદ લેતો નથી તથા દરમાં દાખલ થતી વખતે ગતિ તદ્દન સીધી રાખે છે. એવી રીતે સાધુ ભગવંત બીજાએ બનાવેલા સ્થાનમાં રહેનારા, આહારમાં આસક્તિ ન ધરાવનારા અને સંયમ માર્ગમાં સીધી ગતિ કરનારા હોય છે. સાધુ ભગવંત પર્વત જેવા અડોલ, અગ્નિ જેવા તેજસ્વી, સમુદ્ર જેવા ગંભીર અને મર્યાદાવાળા, આકાશ જેવા નિરાલંબ, કમળ જેવા નિર્લેપ, સૂર્ય જેવા પ્રકાશમાન, પવન જેવા નિબંધ હોવા જોઈએ. સાધુ ભગવંત માટે આવી ૮૪ પ્રકારની ઉપમાઓ શાસ્ત્રગ્રંથોમાં આપવામાં આવી છે. જૈન ધર્મમાં ચારનું શરણું લેવાનું કહ્યું છે. એ ચાર તે અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળ પ્રણીત ધર્મ. આ ચારમાં સાધુને પણ સ્થાન આપવામાં આવ્યું છે એ પરથી સાધુપદનો મહિમા સમજાશે. સિદ્ધ પરમાત્માએ આઠ્ઠ કર્મનો ક્ષય કર્યો છે એટલે એ તો સર્વોચ્ચ આદર્શ છે. અરિહંત ભગવાને ચાર ઘાતી કર્મનો ક્ષય કર્યો હોય છે. દેહધારી જીવોમાં તેઓ પણ સર્વોચ્ચ સ્થાને છે. અરિહંત અને સિદ્ધ પરમાત્મા પછી સાધુનું શરણું લેવામાં આવે છે. અરિહંત અને સિદ્ધમાં કોઈ ન્યૂનતા નથી હોતી, પણ સાધુમાં ન્યૂનતા હોઈ શકે છે. આમ છતાં સાધુ પદને એટલું મહત્ત્વ આપવાનું એક કારણ એ છે કે સિદ્ધ પરમાત્મા પરોક્ષ છે અને અરિહંત ભગવાનનો પ્રત્યક્ષ લાભ બધાંને ન મળી શકે. પરંતુ અરિહંત ભગવાનના વિરહકાળમાં પણ એમના પ્રતિનિધિ જેવા સાધુ ભગવંતનો યોગ સર્વસુલભ હોય છે. સાધુ પદમાં અહીં આચાર્ય અને ઉપાધ્યાયનું પદ સંનિહિત છે. આ શ્રમણવર્ગ અનેક જીવોને સંસારના ભયથી બચાવી મોક્ષમાર્ગ બતાવે છે, મોક્ષમાર્ગ પર આરૂઢ કરાવે છે અને અનેક જીવોને મોક્ષમાર્ગમાં આગળ વધવામાં સહાયરૂપ થાય છે. એટલા માટે સાધુ ભગવંતનું શરણ અત્યંત મહત્ત્વનું છે. ચઉસરણપયન્નામાં સાધુ ભગવંતના શરણ માટે નીચે પ્રમાણે ૧૧૨ ] સાંપ્રત સહચિંતન Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના કરવામાં આવી છે : ‘જીવલોકના બંધુ, કુગતિરૂપી મહાસમુદ્રને ઓળંગી જનાર, મહાન ભાગ્યશાળી, રત્નત્રયીથી મોક્ષસુખને સાધનારા સાધુ ભગવંતોનું મને શરણ હોજો. કેવળજ્ઞાની, પરમાધિજ્ઞાની, વિપુલમતિજ્ઞાની, શ્રુતધર એવા જે કોઈ આચાર્યો, ઉપાધ્યાયો કે સાધુઓ તે સર્વ સાધુઓ છે, તેઓનું મને શરણ હોજો. ચઉદપૂર્વી, દસપૂર્વી, નવપૂર્વી, બાર અંગના ધારક, અગિયાર અંગના ધારક, જિનકલ્પી વગેરે સર્વ સાધુ ભગવંતોનું મને શરણ હોજો. વિવિધ પ્રકારની લબ્ધિવાળા અને વૈવિરોધથી રહિત, ઇચ્છાથી રહિત, પ્રશાંતમુખશોભાવાળા, ગુણોથી ભરેલા, ગુણોનું બહુમાન કરનારા, મોહરહિત, ભવ્યજનોના મનને પ્રિય, આત્મામાં રમતા, વિષયકષાયથી રહિત, ઘર-બાર-સ્ત્રી વગેરેથી રહિત, હર્ષ-વિષાદ વિનાના, હિંસા વગેરે દોષોથી વિમુક્ત, કરુણાવંત, વિશાળ બુદ્ધિવાળા, મોક્ષમાર્ગમાં આગળ વધનારા, સુકૃત અને પુણ્યથી ભરેલા, કામવિડંબણા વિનાના, ક્લેશ વગેરેથી રહિત અને સાધુપણામાં સુસ્થિર એવા સાધુ ભગવંતોનું મને શરણ હોજો.' ‘પંચસૂત્ર'માં ચાર શરણમાં સાધુ ભગવંતના શરણ માટેની પંક્તિઓ કેટલી બધી અર્થગંભીર છે તે જુઓ. એમાં કહ્યું છે ઃ તા પસંતગંભીરાસયા, સાવજોગવિયા, પંચવિહાયારજાણગા, પરોવયારનિયા, પઉમાઇનિર્દેસણા, ઝાણજઝયણસંગયા, વિસુજ્ઞમાણભાવા સાહૂ સરણં. [તથા (૧) પ્રશાન્ત ગંભીર ચિત્તવાળા, (૨) સાવઘયોગથી વિરામ પામેલા, (૩) પાંચ પ્રકારના આચારના જાણકા૨, (૪) પરોપકાર કરવામાં લીન, (૫) પદ્મ વગેરેની ઉપમાવાળા (૬) ધ્યાન અને અધ્યયનથી સંગત તથા (૭) વિશુદ્ધ થતા ભાવવાળા સાધુ ભગવંતોનું મને શરણ હોજો.] નમો લોએ સવ્વસાહૂણં [ ૧૧૩ Page #123 -------------------------------------------------------------------------- ________________ આવા સાધુ ભગવંતનો મહિમા કેટલો બધો છે એ નીચેની. થોડીક ઘટનાઓ ઉપરથી સમજાશે. (૧) સાધુતાના બાહ્યવંશનાં દર્શન માત્રથી ઉદયન મંત્રીને મરણ સમયે સમાધિ પ્રાપ્ત થઈ હતી, (૨) સાધુનો બાહ્ય વેશ ધારણ કરવા માત્રથી સંપ્રતિ રાજાને સમ્યગદર્શન પ્રાપ્ત થયું હતું, (૩) સાધુઓનો ઇર્યાસમિતિપૂર્વકનો પાદવિહાર જોઈને તામલી તાપસને સમ્યગદર્શન થયું હતું, (૪) સાધુને સંયમપૂર્વક ગોચરી વહોરતાં જોઈને ઇલાચીકુમારને કેવળજ્ઞાન થયું હતું, (૫) મુનિસુવ્રત સ્વામીના શાસનકાળ દરમિયાન ધ્યાનસ્થ ગુણસાગર મુનિને જોઈ રાજકુમાર વજબાહુને દીક્ષા લેવાના ભાવ જગ્યા અને એમની એ વાતથી પ્રભાવિત થઈને એકસાથે ત્રીસેક જણે દીક્ષા લીધી હતી, (૬) શ્રીકૃષ્ણ અઢાર હજાર સાધુઓને પ્રત્યેકને વિધિપૂર્વક વંદન કરી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. જૈન ધર્મની દીક્ષા અત્યંત કઠિન છે. વળી તે ગમે તેને આપવાથી શાસનની અવહેલના થવાનો ભય રહે છે. એટલે યોગ્ય પાત્રને જ દીક્ષા આપવાની શાસ્ત્રકારોએ ભલામણ કરી છે. શ્રી હરિભદ્રસૂરિજીએ ધર્મબિંદુમાં પ્રવ્રયાઈ એટલે કે દીક્ષા લેવાને યોગ્ય વ્યક્તિનાં લક્ષણો આ પ્રમાણે આપ્યાં છે : (૧) આર્ય દેશમાં ઉત્પન્ન થયેલ હોય (આમાં અપવાદ હોઈ શકે), (૨) વિશિષ્ટ જાતિ અને કુળવાળો હોય, (૩) જેનો કર્મમળ લગભગ ક્ષીણ થયો હોય, (૪) નિર્મળ બુદ્ધિવાળો હોય, (૫) મનુષ્યજન્મની દુર્લભતા, જન્મમરણનાં નિમિત્તો, સંપદાની ચંચળતા, વિષયોની દારુણતા, સંયોગ-વિયોગ, આયુષ્યની ક્ષણભંગુરતા, કર્મના વિપાકો ઇત્યાદિનો વિચાર કરતાં સંસારની નિર્ગુણતા (અસારતા) જાણવાવાળો ૧૧૪ ] સાંપ્રત સહચિંતન Page #124 -------------------------------------------------------------------------- ________________ હોય, (૬) અને એથી વૈરાગ્યવાન હોય, (૭) અલ્પ કષાયવાળો, (૮) અલ્પ નોકષાય (હાસ્યાદિ)વાળો, (૯) કૃતજ્ઞ, (૧૦) વિનયવંત, (૧૧) બહુમાન ધરાવતો હોય, (૧૨) વિશ્વાસઘાત ન કરનારો, (૧૩) શરીરે ખોડખાંપણવાળો ન હોય, (૧૪) શ્રદ્ધાવંત, (૧૫) ધર્મમાં સ્થિર, (૧૬) અને પોતે પોતાની મેળે સદ્ગુરુ પાસે દીક્ષા લેવા આવેલો હોય. જેમ દુનિયામાં વિવિધ વ્યવસાયોમાં અયોગ્ય વ્યક્તિઓ હોય છે, અને વિવિધ ધર્મોમાં અયોગ્ય સાધુ-સંન્યાસીઓ હોય છે તેમ જૈન ધર્મમાં પણ એવા અયોગ્ય સાધુઓ રહેવાના. અર્થોપાર્જન વગેરે વ્યાવહારિક ઉપાધિ અને કૌટુંબિક જવાબદારીથી મુક્ત એવા સાધુજીવન તરફ કોઈક પ્રમાદી માણસો ખેંચાય છે અને ગમે તેમ કરીને દીક્ષા લઈ લે છે. આવા ઘૂસી જનાર માણસોને જોઈને જ પેલી લોકોકિત પ્રચલિત થઈ હશે કે શિરમુંડનમેં તીન ગુણ, મિટ જાએ શિર કી ખાજ; ખાને કો લડુ મિલે, ઓર લોક કહે “મહારાજ'. સાચા ભાવથી દીક્ષા લીધા પછી પણ વખત જતાં કેટલાક સાધુઓ શિથિલાચારી, સ્વચ્છેદી, પતિત થઈ જાય છે. આવા અયોગ્ય સાધુના મુખ્ય પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) પાર્થસ્થ (૨) અવસત્ર, (૩) કુશીલ, (૪) સંસક્ત અને (૫) યથાછંદ. આવા કુપાત્ર સાધુઓની લાક્ષણિકતાઓ શાસ્ત્રગ્રંથોમાં બતાવવામાં આવી છે. તેમને “અવંદનીય ગણવામાં આવ્યા છે અને તેમને સમુદાયમાંથી બહાર મૂકવાની ભલામણ કરવામાં આવી છે કે જેથી તેઓ બીજા સાધુઓને બગાડે નહિ અને શાસનને વગોવે નહિ. જૈન ધર્મમાં સાધુ-સાધ્વીની દીક્ષા માટે જે કેટલીક વ્યક્તિઓને અયોગ્ય ગણવામાં આવી છે તે આ પ્રમાણે છે : (૧) બાળક (આઠ નમો લોએ સવ્વસાહૂણે ( ૧૧૫ Page #125 -------------------------------------------------------------------------- ________________ વર્ષથી ઓછી ઉંમરનો), (૨) વૃદ્ધ, (૩) નપુંસક, (૪) કલીબ, (૫) જડ, તોતડો, બેડોળ કાયાવાળો આળસુ, (૬) વ્યાધિગ્રસ્ત, (૭) ચોર, (૮) રાજાપકારી (રાજાનો દ્રોહ કરનાર, ગુનેગાર), (૯) ઉન્મત્ત (ગાંડો), (૧૦) અદર્શન (આંધળો), (૧૧) દાસ (દાસીથી ઉત્પન્ન થયેલ, દાસીપુત્ર), (૧૨) દુષ્ટ, (૧૩) મૂઢ, (૧૪) ઋણાર્ત (દેવાદાર), (૧૫) જુગતિ (શરીર, જાતિ, કર્મ વગેરેથી ભ્રષ્ટ કે દૂષિત), (૧૬) અવબદ્ધ (સંયમ સિવાય અન્ય કોઈ ખોટા આશયથી દીક્ષા લેવાની ઇચ્છા રાખનાર), (૧૭) ભૃતક (કોઈએ ભાડે લીધેલો, કોઈ સાથે કરારથી બંધાયેલો), (૧૮) નિષ્ફટિક (માતા-પિતા કે વડીલોની રજા વગર કાચી ઉંમરે દીક્ષા લેવા આવેલો.) સાધુની દીક્ષા માટે અયોગ્ય બતાવેલી આવી વ્યક્તિઓની જેમ જ એવી અયોગ્ય સ્ત્રીઓ સાધ્વી તરીકે દીક્ષા લેવાને અયોગ્ય ઠરે છે. તદુપરાંત ગર્ભવતી કે સ્તનપાન કરાવતી સ્ત્રીને પણ દીક્ષા આપી શકાતી નથી. જૈન સાધુઓ દંત ધાવન કે સ્નાન કરતા નથી તો તેમનું મોઢું અને શરીર ગંધાય નહિ ? આવો પ્રશ્ન કેટલાયને થાય છે. એનો ઉત્તર એ છે કે જેઓને સાધુ ભગવંતો પાસે વારંવાર જવાનો અનુભવ હશે તેઓ આ વાતની સાક્ષી પૂરશે કે જૈન સાધુઓ સવારના બ્રશ-દંતધાવન કરતા ન હોવા છતાં અને સ્નાન કરતા ન હોવા છતાં તેમનું શરીર ગંધાતું નથી. તેનું મુખ્ય કારણ તેઓનો સંયમ છે. જેઓ નિષ્ઠાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે, ઊર્ધ્વરેતા બને છે એમના શરીરમાં ઓજસરૂપે વિશુદ્ધ પરમાણુઓ એવા પ્રસરી રહે છે કે તે ગંધાતા અશુદ્ધ પરમાણુઓને બહાર કાઢી નાખે છે. આથી જૈન સાધુસાધ્વીઓનું શરીર ક્યારેય ગંધાતું નથી. જૈન સાધુઓ પોતાના આહાર, વસ્ત્રાદિ માટે ઓછામાં ઓછી વસ્તુઓ વાપરે છે એટલે કે પ્રકૃતિમાં ૧૧૬ સાંપ્રત સહચિંતન www.janelibrary.org Page #126 -------------------------------------------------------------------------- ________________ ઓછામાં ઓછો હસ્તક્ષેપ કરે છે. એ દૃષ્ટિએ જૈન સાધુઓ પર્યાવરણના મહાન રક્ષક છે. જૈન સાધુ જેવા પર્યાવરણવાદી અન્ય કોઈ જોવા નહિ મળે. જૈન સાધુઓને ગૃહસ્થો જેવી કોઈ જવાબદારી કે વ્યાવસાયિક, વ્યાવહારિક પ્રવૃત્તિ ન હોવાથી સમય ઘણો મળે. પરંતુ એથી તેઓને નવરા બેસી રહેવાનું નથી. તેઓએ પોતાની આવશ્યક ક્રિયાઓ કરવાની હોય છે અને જ્ઞાન-ધ્યાન, તપ-જપ નિયમિત કરવાનાં રહે છે. સ્વાધ્યાય અને ધ્યાન એ સાધુ જીવનનો પ્રાણ છે. એટલે જ એક જ ઉપાશ્રયમાં ઘણા બધા સાધુઓ હોવા છતાં કોઈ ઘોંઘાટ હોતો નથી. પોતાના સ્થાનમાં પણ તેઓ વગર કારણે ઊઠબેસ કરતા નથી કે જરૂર વગર બોલતા નથી. સાધુઓને એકબીજાની સાથે આદર અને મૈત્રીપૂર્ણ વ્યવહાર હોય છે. પોતાને ફલાણાની સાથે ફાવતું નથી એવી ફરિયાદ સામાન્ય રીતે સાધુ કોઈ દિવસ કરે નહિ. શ્રી સિદ્ધિસેન દિવાકરે એવા સાધુને ઉદ્દેશીને માર્મિક રીતે કહ્યું છે કે, “ભાઈ, અહીં પાંચસાત સાધુઓ સાથે તને નથી ફાવતું, તો સિદ્ધિશિલા ઉપર અનંત સિદ્ધોની સાથે તેને કેવી રીતે ફાવશે ?' જેઓ જૈન ધાર્મિક પરંપરા અને તત્ત્વધારાથી અનભિજ્ઞ-અજાણ છે. એવા કેટલાક લોકો ફરિયાદ કરતાં બોલે છે કે જૈન સાધુ-સાધ્વીઓ મફતનું ખાઈને પડ્યા રહે છે, એના કરતાં લોકસેવા કરતાં હોય તો શું ખોટું છે ? ખ્રિસ્તી પાદરીઓ, સાધ્વીઓ સેવાનું કેટલું બધું કામ કરે છે! પરંતુ આવો વિચાર કેવળ અજ્ઞાનમૂલક છે. વસ્તુતઃ જૈન સાધુસાધ્વીઓ સંઘ સમક્ષ પ્રતિજ્ઞાપૂર્વક દીક્ષા લે છે તે આત્મકલ્યાણ માટે, મોક્ષની સાધના માટે લે છે, સમાજસેવા માટે નહિ. તેઓ મફતનું ખાય છે કે સમાજ ઉપર બોજારૂપ છે એવું કશું નથી. એમની પાસેથી જે સમાજને મળે છે તેનું પૂરેપૂરું મૂલ્ય સમાજ ચૂકવી શકે એમ નથી. જે નમો લોએ સવ્વસાહૂણે [ ૧૧૭ Page #127 -------------------------------------------------------------------------- ________________ દર્દીઓની સારવાકોને અવર-ઓપાજી છે. પરંતુ ન વ્યક્તિ જે ધ્યેયથી પ્રવૃત્તિ કરતી હોય તેની પાસેથી બીજી વસ્તુની અપેક્ષા રાખવી તે અયોગ્ય છે. સમાજસેવા અને આધ્યાત્મિક સાધના એ બંને ભિન્ન વસ્તુ છે. સાધના કરતાં કરતાં અનાયાસે, પ્રકારાન્તરે કે સૂક્ષ્મ રીતે સમાજસેવા થઈ જાય તે જુદી વસ્તુ છે. પરંતુ દીન, હીન, દુઃખી, રોગી લોકોને અન્નવસ્ત્ર-ઔષધાદિ આપવા નીકળી પડવું, દર્દીઓની સારવાર કરવી ઇત્યાદિ પ્રકારનું સેવાકાર્ય ઈષ્ટ અને ઉત્તમ હોવા છતાં સાધુ-સાધ્વી પાસેથી એની અપેક્ષા રાખી ન શકાય. એટલા માટે તેઓએ દીક્ષા લીધી નથી હોતી. આ વાત કેટલાકને તરત ન સમજાય એવી છે. પરંતુ થોડાક સાધુઓના ગાઢ સંપર્કમાં આવવાથી એ સમજાય એવી છે. ઊંડું ચિંતન માગી લે એવી આ બાબત છે. શ્રી ભદ્રબાહુસ્વામીજીએ સાધુ ભગવંતને નમસ્કાર કરવાનો મહિમા સમજાવતાં કહ્યું છે : साहूणं नमुक्कारो जीवं मोएइ भवसहस्साओ । भावेण कीरमाणो होइ पुणो बोहिलाभाओ । साहूण नमुक्कारो धन्नाणं भवक्खयं कुणंताणं । हिअयं अणुम्मुयंतो विसोत्तिआवारओ होइ ॥ साहूणं नमुक्कारो एस खलु वनिओ महत्थोत्ति । जो मरणंमि उवग्गे अभिक्खणं कीरइ बहुसो ॥ साहूण नमुक्कारो सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं ॥ [સાધુ ભગવંતને ભાવથી કરાયેલો નમસ્કાર જીવને હજારો ભવથી મુક્ત કરાવે છે અને બોધિલાભ માટે થાય છે. સાધુ ભગવંતને કરાયેલો નમસ્કાર ધન્ય જીવોના ભવનો ક્ષય કરે છે તથા હૃદયમાં રહેલો તે વિસ્રોતસિકાનું હરણ કરે છે. સાધુ ભગવંતને કરાયેલો નમસ્કાર ૧૧૮ ] સાંપ્રત સહચિંતન Page #128 -------------------------------------------------------------------------- ________________ મહાન અર્થવાળો છે. એવું શાસ્ત્રોમાં વર્ણવાયું છે. અને મરણ વખતે તે બહુ વાર કરાય છે. સાધુ ભગવંતને કરાયેલો નમસ્કાર સર્વ પાપનો પ્રનાશ કરનાર છે અને સર્વ મંગળોમાં પ્રથમ મંગળ છે.] જ્ઞાનવિમલસૂરિએ “નવકાર ભાસ'માં કહ્યું છે : અરિહંત ભક્તિ સદા ઉપદેશે, વાયગસૂરિના સહાઈ રે મુનિ વિણ સર્વ ક્રિયા નવિ સૂઝે, તીર્થ સકલ સુખદાઈ રે પંચમ પદ એણી પેરે ધ્યાવતાં પંચમગતિને સાધો રે; સુખકર શાસનના એ નાયક જ્ઞાનવિમલ ગુણ વાધો રે. શાસ્ત્રકાર કહે છે : विषय सुहनियत्ताणं विसुद्ध चारित्तनियमजुत्ताणं । तथ्थगुणसाहगाणं सदा च किच्चुजुयाण नरो । [સાધુઓ વિષયસુખથી નિવર્સેલા હોય છે. વિશુદ્ધ ચારિત્રના નિયમોથી યુક્ત હોય છે. (મૂલ ગુણ અને ઉત્તર ગુણને ધારણ કરવાવાળા હોય છે.) તથા તથ્ય (સત્ય) ગુણોને સાધનારા હોય છે તથા સદા (મુક્તિમાર્ગમાં) સહાય કરવાના કર્તવ્યમાં ઉદ્યમી હોય છે.] असहाये सहायत्तं करंति मे संजमं करिन्तस्स । एएण कारणेणं नमामिऽहं सव्व साहूणं ॥ [સાધુઓ અસહાય એવા મને સંયમના પાલનમાં સહાય કરનારા છે એ કારણથી હું સર્વ સાધુઓને નમસ્કાર કરું છું.] ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “પંચપરમેષ્ઠિ ગીતા'માં સાધુપદના વર્ણનને અંતે ભાવના વ્યક્ત કરી છે : નમસ્કાર અણગારને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; નમો લોએ સવ્વસાહૂણે [ ૧૧૯ Page #129 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાન તસ નવિ હુવે નવિ હવે દુર્ગતિ વાસ, ભવખય કરતાં રે સમરતાં, લહિએ સુકૃત અભ્યાસ. વળી ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે : ધન્ય તે મુનિવરો રે, જે ચાલે સમભાવે; ભવસાગર લીલાએ ઊતરે, સંયમ કિરિયા નાવે. ભોગપંક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા; સિંહ પરે નિજ વિક્રમ શૂરા, ત્રિભુવન જન આધારા. આમ જૈન ધર્મમાં સાધુપદનો આદર્શ ઘણો જ ઊંચો છે અને એનો મહિમા અપાર છે. નવપદની આરાધનામાં સાધુપદની આરાધના પાંચમા દિવસે આવે છે. એ આરાધનામાં “ૐ હ્રીં નમો લોએ સવ્વસાહૂણં' પદની ૨૦ માળા ઉપરાંત સાધુ ભગવંતના ૨૭ ગુણ પ્રમાણે ૨૭ સાથિયા, ૨૭ ખમાસમણાં, ૨૭ પ્રદક્ષિણા, ૨૭ લોગસ્સનો કાઉસગ્ગ ઈત્યાદિ કરવામાં આવે છે. સાધુપદનો વર્ણ શ્યામ હોવાથી જેઓ એક ધાન્યનું આયંબિલ કરતા હોય તેઓ અડદનું આયંબિલ કરે છે. આ આરાધના વિધિપૂર્વક કરતી વખતે નીચેનો દુહો બોલાય છે : અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે, નવિ શોચે રે; સાધુ સુધા તે આત્મા, શું મુંડે શું લોચે રે. છઠ્ઠી સદીના મહાન આચાર્ય ભગવંત શ્રી ઉદ્દદ્યોતનસૂરિએ “કુવલયમાળા' નામના પોતાના પ્રાકૃત ભાષામાં લખાયેલા ગ્રંથમાં એક સ્થળે “સાધુ ધર્મપરિભાવના' વર્ણવી છે. ગૃહસ્થ જીવનમાં સાચી ધર્મસાધના કરનાર વ્યક્તિ પોતાની પરિભાવના વ્યક્ત કરતાં ત્યાં જે કહે છે તેમાંથી થોડીક પંક્તિઓનો અનુવાદ અહીં ટાંક્યો છે : ૧૨૦ ] સાંપ્રત સહચિંતન Page #130 -------------------------------------------------------------------------- ________________ હું ક્યારે સાધુપણું પામીશ? ક્યારે રાત્રિએ ધ્યાનમાં હોઈશ? ક્યારે ચરણકરણાનુયોગનો સ્વાધ્યાય કરીશ? ક્યારે ઉપશાન્ત મનવાળો થઈને કર્મરૂપી મહાપર્વત ભેદવા માટે વજસમાન એવું પ્રતિક્રમણ કરીશ? ક્યારે ધર્મધ્યાનમાં લાગી જઈશ? ક્યારે મહાન તપશ્ચર્યાઓ કરીશ? ક્યારે સમભાવવાળો થઈશ? ક્યારે અંતિમ આરાધના કરી દેહ છોડીશ?” હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં શ્રાવકનાં માર્ગાનુસારી ગુણલક્ષણો બતાવ્યાં છે. એમાં શ્રાવક માટે એક શબ્દ પ્રયોજયો છે – યતિધર્માનુરનામ્ ! એટલે સાચો શ્રાવક એવો હોવો જોઈએ કે જે યતિધર્મનો અનુરાગી હોય. સાધુને જોતાં જ શ્રાવકને હર્ષ થવો જોઈએ. એને મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ કે અંતે લેવા જેવું તે આ સાધુપણું છે, ભલે વર્તમાન સંજોગોમાં પોતે ન લઈ શકે. સાધુને વંદન કરતી વખતે પણ મનમાં એવો ભાવ થવો જોઈએ કે “આવું સાધુપણું મને પોતાને ક્યારે મળશે ?” કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર “અપૂર્વ અવસરમાં સાધુ થવા માટેની પોતાની ઉત્કટ લાગણી કેટલી હૃદયસ્પર્શી રીતે વ્યક્ત કરી છે : અપૂર્વ અવસર કેવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાન્તર નિગ્રંથ જો. સર્વ સંબંધનું બંધન તીણ છેદીને વિચરશું કવ મહત્ પુરુષને પંથ જો. નમો લોએ સવ્વસાહૂણે [ ૧૨૧ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧ सित्थेण दोणपागं, कविं च एक्काए गाहाए । –ભગવાન મહાવીર (એક દાણાથી અનાજની અને એક ગાથાથી કવિની પરખ થઈ જાય છે.). ભગવાન મહાવીરે “અનુયોગદ્વાર” સૂત્રમાં કહ્યું છે કેपरियरबंधेण भडं जाणिज्जा महिलियं णिवसणेणं । सित्थेण दोणपागं, कई (कवि) न एक्काए गाहाए । [પરિકર બંધનથી (એટલે કે કમર કસવાથી) અથવા વિશિષ્ટ પ્રકારનાં (uniform) વસ્ત્ર પહેરવાથી સુભટ (યોદ્ધો) ઓળખાય છે. વસ્ત્રપરિધાનથી આ મહિલા છે એમ ઓળખાય છે, એક દાણો દાબી જોવાથી દ્રોણના માપ જેટલું અનાજ જાણી શકાય છે અને એક ગાથાથી કવિની શક્તિનો પરિચય મળી રહે છે.] “અનુયોગદ્વારમાં આ ગાથા બે વાર આવે છે. “અવયવનિષ્પન્ન' નામના વિષયમાં આવે છે અને ફરીથી “અનુમાન પ્રમાણમાં આવે છે. આ ગાથામાં અનુમાનનાં ચાર ઉદાહરણ આપવામાં આવ્યાં છે : (૧) સુભટ એટલે કે સૈનિક, (૨) મહિલા, (૩) અનાજનો દાણો ૧૨૨ ] સાંપ્રત સહચિંતન Page #132 -------------------------------------------------------------------------- ________________ અને (૪) કાવ્યની ગાથા. સૈનિક સાદા વેશમાં હોય તો કોઈ એને સૈનિક તરીકે ઓળખી શકે નહિ. એ એના ગણવેશમાં શસ્ત્રસજ્જ હોય તો એને તરત ઓળખી શકાય. એવી રીતે સ્ત્રીઓ અને પુરુષોના પહેરવેશ જુદા હોય છે. પહેરવેશ પરથી સ્ત્રી ઓળખાઈ શકે. સ્ત્રીના પહેરવેશ પરથી તો એ લગ્નપ્રસંગે જાય છે કે મરણપ્રસંગે જાય છે તે પણ જાણી શકાય. ક્યારેક શોખ કે આધુનિકતા ખાતર સ્ત્રીને પુરુષનો વેશ પહેરવો ગમે છે. (પુરુષને સ્ત્રીનો પહેરવેશ પહેરવો ગમે એવું જવલ્લે જ બને છે.) સ્ત્રીઓ પુરુષનો પહેરવેશ પહેરે તો પણ એના વાળ, ચાલ વગેરે પરથી પણ તે ઓળખાઈ આવે. ક્યારેક વાળ પણ પુરુષ જેવા કર્યા હોય તો તરત ન ઓળખાય. એક જાણીતો ટુચકો છે કે એક દિવસ કોઈક શાળાનાં નાનાં છોકરા-છોકરીઓનો રમતનો ઉત્સવ હતો અને એમના વડીલો તે જોવા માટે આવ્યા હતા. દડાની રમત જોતાં જોતાં એક ભાઈથી બોલાઈ ગયું, “પેલા છોકરાએ સરસ ફટકો માર્યો.” તરત બાજુમાં બેઠેલી કાળાં ચશ્માંવાળી વ્યક્તિએ કહ્યું : “એ છોકરો નથી, છોકરી છે.” એમ કે? તમને કેવી રીતે ખબર ? “એ મારી દીકરી છે.” “ઓહ, મને ખબર નહિ કે તમે એના પિતા છો.” એનો પિતા નથી. એની મમ્મી છું.” આ તો સ્ત્રીની આધુનિક્તા પર કટાક્ષ છે. ઇસ્લામી દેશોમાં જ્યાં બુરખો પહેરવો ફરજિયાત છે ત્યાં ગુનો કરનારા પુરુષો સ્ત્રીનો બુરખો પહેરીને નીકળતા હોય છે. અલબત્ત, સૂક્ષ્મ નજરે જોનારને તરત ખબર પડી જાય છે કે બુરખો પહેરનારની ચાલ સ્ત્રીની છે કે પુરુષની છે. सित्येण दोणपागं, कविं च एक्काए गाहाए । [ ૧૨૩ Page #133 -------------------------------------------------------------------------- ________________ અનાજ પારખવા માટે એક જ દાણો હાથમાં લઈને તપાસતાં જણાઈ આવે છે કે તેની ગુણવત્તા કેવીક છે. ક્યારેક મુઠ્ઠીમાં થોડા દાણા લઈને જોવામાં આવે છે કે એમાં ભેળસેળ તો નથી થઈને ! પહેલાંના વખતમાં અને હજુ પણ કેટલેક ઠેકાણે અનાજની ભરેલી અને સીવીને બાંધેલી ગુણીમાં જે અનાજ છે તે કેવું છે તે જોવા માટે લોઢાની આગળથી અણીદાર પાતળી પોલી નળી (બાંબી) આવતી તે ગુણમાં ખોસીને પાછી કાઢવામાં આવતી. તરત થોડા દાણા એ નળીમાં ભરાઈ આવતા. ગુણી ખોલવી ન પડે. ગુણીમાં કાણું ન પડે અને જે ગુણીની જે જગ્યાએથી અનાજ જોવું હોય તે જોઈ શકાય. અનાજના વેપારીઓ પચાસ, સો, બસો ગુણીમાં કેવું અનાજ આવ્યું છે તે આવી બાંબીથી તરત જાણી શકે છે. રાંધતી વખતે ભાત બરાબર થાય છે કે નહિ તે જોવા માટે તપેલામાંથી ભાતનો એક દાણો લઈ દબાવીને રસોઈ કરનાર જુએ છે કે ભાત બરાબર સીઝી ગયા છે કે નહિ. અહીં ‘દોણપાગ’ શબ્દ વપરાયો છે. દોણપાગ એટલે દ્રોણપાક. દ્રોણ એ પ્રાચીન સમયનું એક માપ છે. અનાજની બસો છપ્પન મૂઠી બરાબર એક ‘આઢક' અને ચાર આઢક બરાબર એક દ્રોણ. દ્રોણ જેટલા અનાજનો પાક (પકવાન્ન) બનાવ્યો હોય તો તે કેવો થયો છે તે જોવા માટે એક દાણો ચાખી જોવાથી ખબર પડે. એવી જ રીતે એક ગાથા પરથી કવિની સમગ્ર કૃતિનો, કવિની કવિત્વશક્તિનો ખ્યાલ આવી શકે છે. કવિ પાસે કેવી કલ્પના છે, અલંકારશક્તિ છે, મૌલિકતા છે, અભિનવતા છે, શબ્દપ્રભુત્વ છે એ એક શ્લોક કે કડી વાંચતાં જ સમજાઈ જાય છે. ભાષામાં એટલી શક્તિ છે કે વ્યવહારમાં એમ કહેવાય છે કે માણસ એક વાક્ય બોલે ત્યાં એનાં જાતિ અને કુલની ખબર પડી જાય. (યદા યદા મંતિ વાક્યબાણું, ૧૨૪ ] સાંપ્રત સહચિંતન Page #134 -------------------------------------------------------------------------- ________________ તદા તદા જાતિકુલ પ્રમાણમ) આ સંસારમાં અસંખ્ય કે અનંત પદાર્થોમાં સામ્ય કે વૈષમ્યનાં લક્ષણો જોવા મળે છે. જ્યાં સામ્ય નજરે પડે અને એની પરીક્ષાની જરૂર પડે ત્યારે એના એકાદ નાના અંશને તપાસી જોતાં સમસ્ત ચીજવસ્તુની પરખ થઈ શકે. એક મોટું ફળ હોય તો એની નાની ચીરી કે પતીકું ખાતાં ફળના સ્વાદની ખબર પડી જાય છે. સ્વાદ જાણવા માટે આખું ફળ ખાવાની જરૂર નહિ. તપેલું ભરીને દૂધ હોય તો તે સારું રહ્યું છે કે ફાટી ગયું છે તે જોવા માટે એક ચમચી જેટલું દૂધ લઈને કે આંગળી બોળીને ચાખવાથી ખબર પડે છે કે તે કેવું રહ્યું છે. જમણવારમાં રસોઈયાઓ દાળ, કઢી ઈત્યાદિ કરતી વખતે એકાદ ચમચી જેટલું લઈને સ્વાદ ચાખી જુએ છે કે તે બરાબર થઈ છે કે કેમ. સમુદ્રનું પાણી ખારું છે એ જાણવા માટે ફક્ત એક ટીપું જ ચાખવાની જરૂર છે. જ્યાં વસ્તુમાં વિષમતા હોય અથવા વિષમતાની દૃષ્ટિએ એની પરીક્ષા કરવાની હોય તો ત્યાં ઝીણવટભરી પરીક્ષા આવશ્યક બને છે. સરખાં મોતીની એક સરસ માળા બનાવવાની હોય તો એક એક મોતી, જોઈતપાસીને પસંદ કરવું પડે છે. એકબે મોતી જુદાં ખોટાં રંગ-કદનાં આવી જાય તો આખી સેરની શોભા બગડે છે. ચીજવસ્તુની પરખ માટે મહાવરાથી માણસોની અવલોકનની શક્તિ ખીલે છે. જરાક નજર કરતાં જ માણસ એમાં રહેલી ત્રુટિને પારખી શકે છે. કેટલાક માણસની નજર એવી ઝીણી હોય છે કે એની નજરમાંથી કશું છટકી ન શકે. નાના બાળકમાં સમજશક્તિનો ક્રમે ક્રમે વિકાસ થાય છે. આગળ જતાં તેનામાં પણ અનુમાનશક્તિ વિકસે છે. પછીથી એક અવયવ પરથી તે અવયવીનું અનુમાન કરી શકે છે. મારા પોતાના सित्येण दोणपागं, कविं च एक्काए गाहाए । L[ ૧૨૫ Page #135 -------------------------------------------------------------------------- ________________ અનુભવની વાત કહું તો મારી દૌહિત્રી ગાર્ગી એક-દોઢ વર્ષની હતી ત્યારે એને ગાય, ઘોડો, સિંહ, હાથી વગેરેનાં ચિત્ર દોરીને તેને ઓળખતાં શિખવાડ્યું. પછી હાથીનું માત્ર મોટું અને દંતશૂળ દોરીએ તો પણ તે તરત કહી આપે કે એ હાથી છે. પશુપક્ષીની થોડીક લાક્ષણિક રેખા જોતાં જ તે તરત કહી શકતી. એ બતાવે છે કે નાના બાળકમાં પણ અનુમાનશક્તિ ખીલવા લાગે છે. ગાર્ગીએ ત્રણેક વર્ષની થઈ ત્યાં સુધી માત્ર ચિત્રમાં જ હાથી જોયો હતો. એને માટે એ જ સાચો હાથી હતો. એણે સાક્ષાત્ હાથી જોયો નહોતો. એક દિવસ રસ્તામાં હાથી આવેલો તે જોવા હું એને લઈ ગયો. હાથીને જોઈ તે અચંબો પામી. એણે પ્રશ્ન કર્યો, “દાદાજી, હાથી આવો પણ હોય ? હાથી ચાલે પણ ખરો ?' બેત્રણ વર્ષનું બાળક પહેલાં સાક્ષાત્ પશુપક્ષી જુએ અને પછી એનું ચિત્ર જુએ એ એક સ્થિતિ છે અને પહેલાં ચિત્ર જુએ અને પછી સાક્ષાત્ જુએ એ બીજી સ્થિતિ છે. બંનેમાં ફરક છે. બાળકની અનુમાનશક્તિ બંનેમાં કામ કરે છે. જૈન ધર્મમાં વિવિધ પ્રકારનાં જે પ્રમાણો બતાવ્યાં છે તેમાંનું એક તે અનુમાન પ્રમાણ છે. “જ્યાં ધુમાડો ત્યાં અગ્નિ” એ એનું પ્રસિદ્ધ ઉદાહરણ છે. “અનુમાન પ્રમાણ”ના પણ જુદા જુદા પ્રકારો બતાવવામાં આવ્યા છે. એમાંનો એક પ્રકાર તે શેષવતુ અનુમાન છે. શેષવત્ અનુમાનના વળી પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે: (૧) કાર્યથી, (૨) કારણથી, (૩) ગુણથી, (૪) અવયવથી અને (૫) આશ્રયથી. કાર્ય જોઈને કારણનું અનુમાન થાય તે કાર્યલિંગજન્ય શેષવત્ અનુમાન કહેવાય છે. ઉ. ત. શંખનો ધ્વનિ સાંભળીને અનુમાન થાય ૧૨૬ ] સાંપ્રત સહચિંતન Page #136 -------------------------------------------------------------------------- ________________ કે આ શંખનો ધ્વનિ છે. કાગડાનો કા....કા અવાજ સાંભળીને મનમાં નક્કી થાય છે કે આ કાગડાનો અવાજ છે. એ જ રીતે વિવિધ પશુપક્ષીઓના અવાજ સાંભળીએ અથવા આપણને પરિચિત હોય એવા માણસોના અવાજ સાંભળીએ કે ચીજવસ્તુઓના ધ્વનિ સાંભળીએ એટલે કે તે કાર્ય થાય અને ત્યારે તેના કારણરૂપ વ્યક્તિ, વસ્તુ કે પશુપક્ષી પરોક્ષ હોય તો પણ આપણે તેને પારખી લઈએ છીએ. આવા અનુમાનમાં બહુ બુદ્ધિશક્તિની જરૂર નથી. થોડો મહાવરો બસ છે. આ અનુમાનને ‘કાર્યલિંગજન્ય શેષવત્' કહેવામાં આવે છે. આવી જ રીતે જ્યારે કારણ પ્રત્યક્ષ હોય ત્યારે કાર્યનું અનુમાન કરીએ ત્યારે તેને ‘કારણલિંગજન્ય શેષવત્ અનુમાન' કહેવામાં આવે છે. જેમ કે માટીનો પિંડ ઘડાનું કારણ છે, પણ ઘડો માટીનું કારણ નથી. તંતુઓ પટનું કારણ છે, પણ પટ તંતુનું કારણ નથી. આને ‘કારણલિંગજન્ય શેષવત્ અનુમાન' કહેવામાં આવે છે. ગુણલિંગજન્ય શેષવત્ અનુમાનમાં ગુણ પ્રત્યક્ષ હોય છે અને ગુણી પરોક્ષ હોય છે. સુગંધનો અનુભવ થાય તે વખતે આપણે અનુભવના આધારે અનુમાન કરીએ છીએ કે આટલામાં ક્યાંક ગુલાબ હોવાં જોઈએ, અથવા મોગરો, ચંપો વગેરે હોવાં જોઈએ. ગુલાબ કે મોગરો કે ચંપો પ્રત્યક્ષ નથી પણ સુગંધથી એનું અનુમાન કરીએ છીએ. અમુક પ્રકારની દુર્ગંધ આવતી હોય તો આપણે અનુમાન કરીએ છીએ કે આટલામાં ક્યાંક ગટર હોવી જોઈએ અથવા તેવું કોઈ કારખાનું હોવું જોઈએ. આવા અનુમાનને ‘ગુણલિંગજન્ય શેષવત્ અનુમાન' કહેવામાં આવે છે. આવી જ રીતે અવયવ પ્રત્યક્ષ હોય પણ અવયવી પ્રત્યક્ષ ન હોય તો અવયવ ઉપરથી અવયવીનું અનુમાન કરીએ તે ‘અવયવલિંગજન્ય શેષવત્ અનુમાન' કહેવાય છે. ઉદાહરણ તરીકે सित्थेण दोणपागं, कविं च एक्काए गाहाए । [ ૧૨૭ Page #137 -------------------------------------------------------------------------- ________________ હાથીદાંત જોતાં હાથીનું, મોરપિચ્છ જોતાં મોરનું, અમુક પ્રકારના પહેરવેશ પરથી તે સૈનિક છે એવું અથવા ધૂળમાં પગલાં પડ્યાં હોય તો તે કોનાં પગલાં છે તેનું અનુમાન કરીએ તો તેવા પ્રકારના અનુમાનને અવયવલિંગજન્ય અનુમાન” કહેવામાં આવે છે. પગનો માત્ર અંગૂઠો જોયો હોય અને તેના પરથી વ્યક્તિનું આખું સરસ ચિત્ર દોરી આપનારા ચિત્રકારો હતા. કેટલીક વસ્તુઓને એના એક નાના અવયવ પરથી ઓળખી શકાય છે કે ઓળખાવી શકાય છે. એ અવયવ એના એક મુખ્ય લક્ષણરૂપ હોવો જોઈએ, એ એની વિશિષ્ટતા દર્શાવતો હોવો જોઈએ. પાંચ-પંદર છોકરાઓ હોય અને કોઈ કહે, “પેલા માંજરી આંખવાળાને બોલાવજો.' તો એમાં માંજરી આંખવાળાને આપણે બોલાવીએ છીએ. એના શરીરમાંનો એક લાક્ષણિક અવયવ તે એની આંખો છે. એ આંખો બીજા કરતાં જુદી છે. એ એની લાક્ષણિકતારૂપ છે. માટે તેને માત્ર માંજરી આંખથી ઓળખી શકાય છે. પશુપક્ષીઓને ઓળખવા માટે પણ એના લાક્ષણિક અંગ કે અવયવનો આશ્રય લઈ શકાય છે. “આશ્રયલિંગજન્ય શેષવત અનુમાન' એટલે આશ્રયી પરોક્ષ હોય અને તેના આશ્રયે જે વસ્તુ હોય તે પ્રત્યક્ષ હોય તો એથી આશ્રયીનું અનુમાન થઈ શકે. જેમ કે ધુમાડો દેખાતો હોય, પ્રત્યક્ષ હોય પણ અગ્નિ ન દેખાતો હોય તો ધુમાડા પરથી અગ્નિનું અનુમાન થાય. એવી રીતે જ્યાં બગલા ઊડતા હોય તો ત્યાં એટલામાં ક્યાંક પાણી હોવું જોઈએ એવું અનુમાન થાય. માણસના ચહેરા પરથી, અરે માત્ર એની આંખો પરથી એના મનમાં કેવા ભાવ કે વિચાર ચાલી રહ્યા છે તેનું અનુમાન કરી શકાય છે. લોકોક્તિ છે કે “પુત્રનાં લક્ષણ પારણામાંથી અને વહુનાં લક્ષણ બારણામાંથી.” મનુષ્યના સ્વભાવની લાક્ષણિકતાઓ એના વર્તનમાં ૧૨૮ 1 સાંપ્રત સહચિંતન Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રતિબિંબિત થાય છે. માણસ ચાહે કે ન ચાહે, નાની નાની ઘટનાઓ પણ એના સ્વભાવની ચાડી ખાય છે. કોઈપણ મનુષ્યની લાક્ષણિકતાનો અભ્યાસ કરવા માટે એના સમગ્ર જીવનની તપાસ કરવાની જરૂર નથી. થોડીક કે એકાદ ઘટનાનું વિશ્લેષણ એના જીવનની પારાશીશીરૂપ બની શકે છે. પહેલાંના વખતમાં એક લોકોક્તિ પ્રચલિત હતી કે “લશ્કરના ભેદ પાયા, આગેસે ગદ્ધા આયા.' પ્રાચીન સમયમાં લશ્કરમાં હાથી, ઘોડા વગેરે રહેતાં અને માલવાહક પ્રાણી તરીકે ખચ્ચર, ગધેડાં વગેરે પણ રહેતાં. સૈન્ય આગેકૂચ કરતું હોય ત્યારે આગળ હાથી, ઘોડા વગેરે મહત્ત્વનાં પ્રાણી હોય. સૈનિકો પાસે કેટલા હાથી અને કેટલા ઘોડા છે એના પરથી સૈન્યની તાકાતનું માપ જણાતું. પરંતુ કોઈ સૈન્ય આગેકૂચ કરતું હોય અને મોખરે ગધેડાનું નેતૃત્વ હોય તો એ નમાલું સૈન્ય છે એમ તરત જણાઈ આવે. એવા લશ્કરને જીતવાનું અઘરું ન હોય. માટે જ કહેવત પડી કે “આગેસે ગદ્ધા આયા.” આમ, અનુમાનના પ્રકાર ઘણા છે. મતિજ્ઞાનનો આ વિષય છે. જેમ માણસના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ વધારે તેમ એની અનુમાનશક્તિ વધારે. કેટલાક માણસોની અનુમાનશક્તિ આશ્ચર્યમુગ્ધ કરી દે એવી હોય છે. આવી અનુમાનશક્તિ અને વ્યવહારજગતમાં ઉપયોગી થવા ઉપરાંત અધ્યાત્મજગતમાં ઉપયોગી થાય તો જ તે સવિશેષ સાર્થક ગણાય. सित्येण दोणपागं, कविं च एक्काए गाहाए । [ ૧૨૯ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨. બાવનગજા મધ્યપ્રદેશમાં બડવાની શહેર પાસે આવેલા દિગંબર જૈન તીર્થ બાવનગજાની યાત્રા કરવાનો એક સરસ અવસર કેટલાક સમય પહેલાં અમને સાંપડ્યો હતો. આ તીર્થની અમારી આ પહેલીવારની જ યાત્રા હતી. અમે વડોદરા જિલ્લાના સંખેડા ગામ પાસે હાઈવે પર આવેલી મંગલભારતી' નામની સંસ્થામાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ત્યાંથી પછી બાવનગજા ગયા હતા. વડોદરાથી ઇંદોર-ખંડવા સુધીનો રસ્તો ડભોઈ, બોડેલી, છોટા ઉદેપુર થઈને અલિરાજપુર જાય છે. ગુજરાતની હદમાં રસ્તો સારો છે, પણ મધ્યપ્રદેશની સરહદ ઓળંગ્યા પછી ત્યાંનો રસ્તો ખરાબ, ખરબચડો છે. એટલે ત્યાં વાર વધારે લાગે એમ હતી. એટલે અમે એ પ્રમાણે સમયની ગણતરી પહેલેથી કરી જ લીધી હતી. મંગલભારતીથી બાવનગજા સુધીનું અંતર આશરે બસો કિલોમીટર જેટલું છે. મંગલભારતીથી નીકળીને અમે અલિરાજપુર પાસે લક્ષ્મણી તીર્થમાં દર્શન-ચૈત્યવંદન કરીને સાંજે સાડા સાત વાગે બડવાની પહોંચ્યા, ત્યારે અંધારું થઈ ગયું હતું. બાવનગજા બવાની શહેરથી આશરે આઠ કિલોમીટર દૂર છે, પરંતુ એટલો રસ્તો ડુંગરોમાંથી પસાર થાય છે. ચડઊતર રસ્તો છે એટલે સમય વધારે લાગે છે. રાત્રે આઠ વાગે અમે ૧૦ ]. - સાંપ્રત સહચિંતન Page #140 -------------------------------------------------------------------------- ________________ બાવનગજા પહોંચી ગયા. અમે સિદ્ધક્ષેત્ર બાવનગજા પહોંચીને ત્યાં કાર્યાલયમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે ધર્મશાળા સારી છે, પણ અમારી જરૂરિયાત સંતોષે એવી નહોતી. એમ છતાં તેમાં રહેવાનું અમે વિચારતા હતા, ત્યાં એક ઉપરી કર્મચારીએ કહ્યું, “સાહુજીનું ગેસ્ટ હાઉસ થોડે છેટે છે. તમારી પાસે ગાડી પણ છે. તમને જો વાંધો ન હોય તો ત્યાં જઈ શકો છો.” અમે ગેસ્ટ હાઉસમાં પહોંચ્યા. તીર્થસ્થળોમાં હોય છે એના કરતાં ઘણી વધારે સગવડ ત્યાં હતી. એટલે અમે ત્યાં જ ઉતારો રાખ્યો. બીજે દિવસે સવારે અમે ડુંગર પર ચઢાણ ચાલુ કર્યું. ડુંગરના ઊંચામાં ઊંચા શિખર સુધી આશરે સાતસો પગથિયાં છે. પરંતુ બાવનગજા ઋષભદેવ ભગવાનની પ્રતિમા સુધી તો આશરે સો પગથિયાં છે. અમે પ્રથમ ત્રઋષભદેવ ભગવાનનાં દર્શન કર્યા. ભગવાનની ઉત્તુંગ પ્રશાન્ત ખગાસનમાં ઊભેલી ભવ્ય નગ્ન પ્રતિમા જોઈ અમે પ્રભાવિત થઈ ગયા. ત્યાં દર્શન-ચૈત્યવંદન તથા ભક્તામર સ્તોત્રનો અમે પાઠ કર્યો. ભગવાન ઋષભદેવની આ મૂર્તિ ૮૪ ફૂટ ઊંચી છે, પરંતુ લોકોમાં પહેલેથી બાવનગજા' નામ પડી ગયું છે. આવું નામ કેમ પડ્યું હશે એ વિશે અટકળો થાય છે. જૂના વખતમાં ગજ એટલે હાથ જેટલું માપ ગણાતું. લોકોએ અંદાજ લગાવ્યો હશે કે મૂર્તિ બાવન ગજ જેટલી ઊંચી હશે. માટે “બાવનગજા' નામ આ તીર્થનું પડી ગયું હશે. વસ્તુતઃ મૂર્તિ ૮૪ ફૂટ ઊંચી છે. ફૂટનું માપ અંગ્રેજો આવ્યા પછીનું વર્તમાન કાળનું છે. એમ છતાં મેળ બેસાડવામાં આવે છે કે ભગવાનનું આયુષ્ય ચોર્યાસી લાખ પૂર્વનું હતું, એટલે મૂર્તિ ૮૪ ફૂટની છે. અથવા બાવનગજી [ ૧૩૧ WWW.jainelibrary.org Page #141 -------------------------------------------------------------------------- ________________ ચોર્યાસી લાખ યોનિમાંથી નીકળવા માટે જિનેશ્વરની મૂર્તિના આલંબનની જરૂર છે માટે તે ૮૪ ફૂટની છે. બાવનગજાનો પર્વત ચૂલગિરિ તરીકે ઓળખાય છે. સાતપુડાના ડુંગરોની આ બાજુની હારમાળામાં આ પર્વત ઊંચો છે. તે એવા નક્કર ગૅનાઇટ પથ્થરનો બનેલો છે કે જેમાં કોતરકામ થઈ શકે, મૂર્તિ કંડારાઈ શકે. આ પ્રતિમા કેટલી પ્રાચીન છે એનો અંદાજ લાગતો નથી, પણ વિ.સં. ૧૨૩૩માં એનો જીર્ણોદ્ધાર થયાનો ઉલ્લેખ મળે છે. એ પરથી આ તેરમી સદીથી વધુ પ્રાચીન પ્રતિમા છે. ખુલ્લામાં રહેલી આ પ્રતિમાના પથ્થર ઉપર હવામાનની અસર થવાથી ઘસારો લાગતો રહ્યો છે. એટલે જ એના વખતોવખત જીર્ણોદ્વારની આવશ્યકતા રહી છે. દિગંબરાચાર્ય શ્રી વિદ્યાનંદજી મહારાજની પ્રેરણાથી ઈ.સ. ૧૯૮૮માં આ પ્રતિમાનો જીર્ણોદ્ધાર થયો હતો. પ્રતિમા વધુ ટકે એ માટે નિષ્ણાતો દ્વારા એના ઉપર લેપ વગેરેનું કાર્ય થયું હતું. એથી પ્રતિમાની ભવ્યતા અને દર્શનીયતામાં વૃદ્ધિ થઈ છે. પ્રતિમાની આસપાસ પથ્થરના ગોખલા જેવી વિશાળ અને મજબૂત રચના કરવામાં આવી છે કે જેથી હવામાન તથા પક્ષીઓ પ્રતિમાને બગાડે નહિ. આ જીર્ણોદ્વાર પછી ઈ.સ. ૧૯૯૧ના જાન્યુઆરીમાં અહીં પંચકલ્યાણ પ્રતિષ્ઠાવિધિ થઈ હતી. તે સમયે અનેક મહાનુભાવો પધાર્યા હતા અને સમગ્ર ઉત્સવ દરમિયાન આશરે દસ લાખ યાત્રિકોએ અહીં આવીને દર્શન-પૂજનનો લાભ લીધો હતો. બાવનગજાની ઋષભદેવ ભગવાનની ખડ્ગાસનમાં કાઉસગ્ગ મુદ્રામાં કરવામાં આવેલી આ પ્રતિમા દક્ષિણના ગોમ્મટેશ્વર ૧૩૨ ] સાંપ્રત સહચિંતન Page #142 -------------------------------------------------------------------------- ________________ બાહુબલિજીની પ્રતિમા કરતાં ઊંચી છે. એ રીતે જિનેશ્વર ભગવાનની આ ઊંચામાં ઊંચી પ્રતિમા છે. પર્વતમાંથી કંડારેલી પ્રતિમાઓમાં આ સર્વોત્રત પ્રતિમા મનાય છે. અલબત્ત ગોમ્મટેશ્વર બાહુબલિજીની પ્રતિમા, ઉપર મસ્તકથી નીચે ઘૂંટણ સુધી, ચારે બાજુથી કંડારેલી છે, પરંતુ ઋષભદેવની આ પ્રતિમા ચારે બાજુથી કંડારેલી નથી. ખડકમાં ફક્ત આગળનો ભાગ જ કંડારેલો છે. પ્રતિમાજીનું મસ્તક પણ સંપૂર્ણ કંડારેલું નથી. પાછળથી આખી પ્રતિમા પર્વત સાથે એકરૂપ છે. ભગવાન ઋષભદેવની આ પ્રતિમા કેટલી વિશાળ છે તેનો ખ્યાલ એની થોડી વિગતો પરથી આવશે, જેમ કે એમનું મસ્તક ર૬ ફૂટ લાંબું અને સાડા સત્તર ફૂટ પહોળું છે. એમની આંખો ત્રણ ફૂટ જેટલી લાંબી છે. એમના કાન સાડા નવ ફૂટ લાંબા છે. નાક ચાર ફૂટનું છે. એમના હાથ ૪૬ ફૂટ લાંબા છે. એમના પગ (કમરથી) ૪૭ ફૂટ લાંબા છે. એમના પગનો પંજો પાંચ ફૂટનો છે. આ બધા આંકડા પરથી મૂર્તિની ઊંચાઈ અને ભવ્યતાનો ખ્યાલ આવી શકે છે. આ પ્રતિમા ભગવાન ઋષભદેવની જ છે એની ખાતરી એમના પગ પાસે બંને બાજુ પર્વતના પથ્થરમાં યક્ષ-યક્ષિણી કોતરેલાં છે તે ઉપરથી થાય છે. યક્ષ ગૌમુખ અને યક્ષિણી ચક્રેશ્વરી દેવી એ બંનેની આકૃતિ સુરેખ કોતરાયેલી છે. માળવાનો આ પ્રદેશ સૈકાઓ પૂર્વ અત્યંત સમૃદ્ધ હતો. લોકો ખાધેપીધે બહુ સુખી હતા. “ડગ ડગ રોટી, પગ પગ નીર’ એવી કહેવત આ પ્રદેશ માટે ત્યારે પ્રચલિત હતી. માળવાના આ પ્રદેશમાં બાવનગજા ઉપરાંત માંડવગઢ, અવંતી, ધાર, કુક્ષી, મક્ષી, સિદ્ધવરકૂટ, ગોમ્મદગિરિ, બનેડિયા વગેરે તીર્થો આવેલાં છે. નર્મદા નદીના કિનારે આવેલી બડવાની નગરી પૌરાણિક બાવનગજા [ ૧૩૩ Page #143 -------------------------------------------------------------------------- ________________ કાળની નગરી મનાય છે. જૈન માન્યતા પ્રમાણે વીસમા તીર્થંકર મુનિસુવ્રત સ્વામીના સમયનું આ સિદ્ધિક્ષેત્ર છે, એટલે કે રામ-રાવણના યુગની આ નગરી છે. જૈન માન્યતા અને જૈન રામાયણ પ્રમાણે રાવણના ભાઈ કુંભકર્ણ અને રાવણના પુત્ર ઇન્દ્રજિત આ ભૂમિમાં અનેક મુનિઓ સાથે સાધના કરીને, મોક્ષગામી થયા હતા. એટલે આ પર્વત ઈન્દ્રજિતગિરિ તરીકે પણ ઓળખાય છે. રાવણની રાણી મંદોદરીએ ૪૮ હજાર વિદ્યાધરીઓ સાથે આ ક્ષેત્રમાં દીક્ષા લીધી હતી. એટલે આ પ્રદેશની પહાડીઓમાં એક પહાડી તે “મંદોદરી પહાડ' તરીકે જાણીતી છે અને ત્યાંનું જીર્ણ મંદિર “મંદોદરી મંદિર' તરીકે ઓળખાય છે. પૂજય શ્રી કુંદકુંદાચા નિર્વાણકાંડ'માં બડવાની તીર્થનો નિર્દેશ નીચે પ્રમાણે કર્યો છે : बडवाणी वरणयरे दक्खिणभायम्मि चूलगिरिसिहरे । इंदजिय कुंभकरणे णिव्वाण गया णमो तेसिं ॥ આ ગાથાનો હિંદી અનુવાદ નીચે પ્રમાણે થયેલો છે ? બડવાની વરનયર સુચંગ, દક્ષિણ દિશિ ગિરિચૂલ ઉરંગ, ઇન્દ્રજિત અરુ કુંભ જુ કર્ણ, તે વંદો ભવસાયર તર્ણ. આ ચૂલગિરિ ઉપર નાનાંમોટાં કુલ અગિયાર મંદિર છે. એમાં મુનિ ઇન્દ્રજિતનું મંદિર અને મુનિ કુંભકર્ણનું મંદિર પણ છે. પર્વતની ટોચ ઉપર આવેલ મંદિર મોટું છે અને તેમાં ઘણી જિનપ્રતિમાઓ છે. ત્યાં દર્શન-ચૈત્યવંદન કરી અમે ધન્યતા અનુભવી. પર્વતની ટોચ ઉપરનું દશ્ય અત્યંત રમણીય છે. ત્યાંથી ચારે બાજુનો ડુંગરાળ પ્રદેશ દૂર દૂર સુધી દેખાય છે. દૂર નર્મદા નદીનાં નીર પણ દેખાય છે. પર્વતો ઉપર વૃક્ષો બહુ ઓછાં છે. અલ્પ વૃષ્ટિને કારણે ૧૩૪ ]. સાંપ્રત સહચિંતન Page #144 -------------------------------------------------------------------------- ________________ પણ અહીં હરિયાળી ઓછી જણાય છે. આ મંદિરોનાં દર્શન કરી અમે નીચે ઊતર્યા. તળેટીમાં પણ નાનાંમોટાં ૧૯ મંદિર છે અને એક માનસ્તંભ છે. વળી આ ક્ષેત્રમાં આચાર્ય શ્રી ચન્દ્રસાગરજી મહારાજ તથા મુનિશ્રી શીતલસાગરજી મહારાજનાં સમાધિસ્થળ પર ચરણપાદુકા છે. આ બધાંનાં દર્શન કરી, ભોજન લઈ, આ તીર્થમાં પધારેલા દિગંબર મુનિ મહારાજ શ્રી કંચનસાગરજીની ઉપદેશવાણી સાંભળીને અમે આ પવિત્ર તીર્થભૂમિની વિદાય લીધી. બાવનગજાથી અલિરાજપુર, બોડેલી થઈને અમે પાછા ફર્યા. આ તીર્થભૂમિની યાત્રાની, બાવનગજા ઋષભદેવ ભગવાનનાં સાક્ષાત્ દર્શનની ઘણાં વર્ષોની અમારી આકાંક્ષા પૂર્ણ થઈ. બાવનગજા [ ૧૩૫ WWW.jainelibrary.org Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩ આનંદઘનજીની ઉદાત્ત તત્ત્વદૃષ્ટિ પોતાની થોડી પણ ઉત્કૃષ્ટ કાવ્યકૃતિઓ દ્વારા સમગ્ર ભારતની પ્રજામાં છવાઈ ગયેલા સંત કવિઓમાં વિક્રમના અઢારમા શતકના કવિ અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી મહારાજનું નામ પણ મોખરે છે. “બેર બેર નહિ આવે અવસર', “અબ હમ અમર ભયે ન મરેંગે”, “ક્યા સોવે ઊઠ જાગ બાઉરે', “આશા ઓરન કી ક્યા કીજે?”, “રામ કહો રહેમાન કહો', “યા પુદ્ગલ કા ક્યા વિસવાસા', “સાધો, સમતા રંગ રમીએ”, “અવધૂ ક્યા માગું ગુનાહીના', “અવધૂ નામ હમારા રાખે', “અબ ચલો સંગ હમારે કાયા” વગેરે એમનાં પદો ઠેર ઠેર સતત ગુંજતાં રહ્યાં છે. એમની ચોવીસીમાંનાં “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, પંથડો નિહાળું રે બીજા જિન તણો રે', “અભિનંદન જિન દરિશન તરસીએ', “ધાર તલવારની સોહલી, દોહલી”, “કુંથુજિન, મનડું કિમ હિન બાઝે' વગેરે સ્તવનો મંદિરોમાં ગવાતાં રહ્યાં છે. અવધૂત [અવનસારી રીતે, નિશ્ચિતપણે ધૂત=ધોઈ નાખ્યાં છે, હલાવી નાખ્યાં છે, ખંખેરી નાખ્યાં છે (વર્ણાશ્રમનાં અને વ્યવહાર જગતનાં બંધનો) જેમણે એવા શ્રી આનંદઘનજીએ ચોવીસીનાં સ્તવનો અને એક સોથી અધિક પદો લખ્યાં છે. પરંતુ એમણે જે કૃતિઓની રચના કરી છે તે એવી સઘન, માર્મિક અને અનુભવની એરણે બરાબર ૧૩૬ ] સાંપ્રત સહચિંતન Page #146 -------------------------------------------------------------------------- ________________ કસાયેલી છે કે આટલી ઓછી રચનાઓથી પણ તેમણે ભારતીય સાહિત્ય- પરંપરામાં અનોખું સ્થળ પ્રાપ્ત કરી લીધું છે. આનંદઘનજીએ ગદ્યસાહિત્યની રચના કરી હોય એમ લાગતું નથી, કારણ કે એમની એવી કોઈ કૃતિ પ્રાપ્ત થતી નથી. એમણે જે પદ્યસાહિત્યની રચના કરી છે તેમાં મુખ્ય બે વિભાગ છે : (૧) સ્તવનો અને (૨) પદો. એમની ચોવીસીનાં છેલ્લાં બે સ્તવનોના કર્તુત્વ વિશે મતાન્તર છે. એમનાં પદો ૧૦૮ જેટલાં મનાય છે, જેમાંનાં કેટલાંકનું કર્તૃત્વ સંદિગ્ધ છે. વિવિધ રાગરાગિણીમાં લખાયેલાં આત્મજ્ઞાનની મસ્તીથી સભર, આનંદઘનજીની ચોવીસીનાં સ્તવનો પ્રેરક અને માર્ગદર્શક છે. એમાં વિષયવસ્તુનો ક્રમિક વિકાસ જોઈ શકાય છે. એમણે જૈન દર્શનના કેટલાક સિદ્ધાન્તોને થોડા શબ્દોમાં માર્મિક રીતે વણી લીધા છે. એમાં પ્રયોજાયેલા પારિભાષિક શબ્દો અને ઉક્તિલાઘવને કારણે એમનાં કેટલાંક સ્તવનો અર્થની દૃષ્ટિએ કઠિન અથવા દુર્બોધ બન્યાં છે. શાસ્ત્રના જાણકાર કોઈ સમજાવે તો અર્થ વધુ સ્પષ્ટ થાય. આથી જ એમની હયાતીમાં અને ત્યાર પછી ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ, શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ અને શ્રી જ્ઞાનસારજીએ આનંદઘનજીનાં સ્તવનો ઉપર ટબા લખ્યા છે. શ્રી જ્ઞાનસારજીએ તો એમનાં સ્તવનો ઉપર ચાલીસ વર્ષ સુધી મનન કર્યું અને પછી જીવનના અંતે ટબો લખ્યો હતો. શ્રી આનંદઘનજીએ દીક્ષા કોઈક ગચ્છમાં લીધી હશે. પણ પછી તેઓ ગચ્છની પરંપરામાં રહ્યા હોય એમ લાગતું નથી. સ્તવનોની સામગ્રી પરથી જણાય છે કે તેઓ શ્વેતામ્બર મૂર્તિપૂજક સમુદાયના હતા, પરંતુ એટલી મર્યાદા પણ એમને સ્વીકાર્ય નહોતી. તેઓ બધાંના થઈને રહ્યા હતા. એમણે પોતાની કોઈ કૃતિમાં પોતાના ગુરુમહારાજનો કે ગુરુપરંપરાનો ઉલ્લેખ કર્યો નથી. એમની કાવ્યકૃતિઓ લઘુ પ્રકારની આનંદઘનજીની ઉદાત્ત તત્ત્વદૃષ્ટિ [ ૧૩૭ Page #147 -------------------------------------------------------------------------- ________________ છે. એમાં રચનાસ્થળ કે રચનાસંવતનો ઉલ્લેખ નથી. એટલે તેમનો જન્મ ક્યાં થયો હતો, ક્યારે થયો હતો, દીક્ષા ક્યારે અને ક્યાં લીધી હતી, એમણે ચાતુર્માસ ક્યાં ક્યાં કર્યાં હતાં, એમનું આયુષ્ય કેટલું હતું ઇત્યાદિ વિશે કશી આધારભૂત માહિતી પ્રાપ્ત થતી નથી. કેટલીક અટકળો થાય છે. એમના વિશે કેટલીક દંતકથાઓ પણ પ્રચલિત છે. ભવિષ્યમાં એ વિશે વધુ સંશોધનને અવકાશ છે. આંતરબાહ્ય પ્રમાણો પરથી એટલું જરૂર તારવી શકાય છે કે તેઓ વિક્રમના અઢારમા શતકના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા. તેઓ અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનું રાજસ્થાનમાં મિલન થયું હતું. આનંદઘનજીથી પ્રભાવિત થયેલા શ્રી યશોવિજયજીએ એ વિશે આઠ પદ રાજસ્થાની ભાષામાં લખ્યાં છે, જેમાંના એકમાં એમણે કહ્યું છે : આનંદઘનકે સંગ સુજસ હિ મિલે જબ, તબ આનંદ સમ ભયો સુજસ, પારસ સંગ લોહા જો ફરસત, કંચન હોત કી તાકે કસ. શ્રી યશોવિજયજીએ આનંદઘનજી માટે પોતાનો જે અહોભાવ દર્શાવ્યો છે, એ પરથી જણાય છે કે આનંદઘનજી એમનાથી વયમાં મોટા અને આત્મસાધનામાં આગળ વધેલા હતા. શ્રી યશોવિજયજી વિ. સં. ૧૭૪૩માં ડભોઈમાં કાળધર્મ પામ્યા હતા, એટલે આનંદઘનજી અઢારમા શતકના પૂર્વાર્ધમાં વિદ્યામાન હતા એ સુનિશ્ચિત છે. શ્રી આનંદઘનજીએ જે કૃતિઓની રચના કરી છે તે એટલી ગહનગંભીર છે કે એનું રહસ્ય, એનો પરમાર્થ પામવાનું સામાન્ય માણસ માટે સરળ નથી. એટલે જ શ્રી જ્ઞાનસારજીએ કહ્યું છે : બાળક બાંહ્ય પસારીને, કરે ઉદધિ વિસ્તાર, આશય આનંદઘનતણો, અતિ ગંભીર ઉદાર. ૧૩૮ ] સાંપ્રત સહચિંતન Page #148 -------------------------------------------------------------------------- ________________ નાનું બાળક બે હાથ પહોળા કરીને “દરિયો આટલો બધો મોટો હોય” એમ કહે એથી સમુદ્રનું માપ ન નીકળે, તેમ પોતાનાં કાવ્યોમાં શ્રી આનંદઘનજીને જે અભિપ્રેત છે તે એટલું ગંભીર અને ઉદાર, મોટું છે કે તેનો તાગ પામવાનું પૃથક્કન માટે ઘણું કઠિન છે. શ્રી આનંદઘનજીની પ્રત્યેક રચના પર સ્વતંત્ર વિવેચન થયું છે અને એમના સમગ્ર સાહિત્ય પર શોધપ્રબંધો લખાયા છે. એટલે અહીં એમની સમગ્ર કવિતાની છણાવટ ન કરતાં માત્ર એમની ઉદાર, ઉદાત્ત તત્ત્વદૃષ્ટિ વિશે થોડી વિચારણા કરીશું. શ્રી આનંદઘનજીએ જે પદો લખ્યાં છે તેમાં ગુરુકૃપા, સાધુસંગતિ, આત્મજ્ઞાન, સુધારસનો અનુભવ, સમતાની આરાધના, મમતાનો ત્યાગ ઈત્યાદિ ઉપર બહુ ભાર મૂક્યો છે. એમાં એમની વિશાળ, ઉદાર, ઉચ્ચ તત્ત્વદષ્ટિ જોવા મળે છે. એમણે ગાયું છે : રામ કહો, રહેમાન કહો, કોઉ કહાન કહો, મહાદેવ રી; પારસનાથ કહો કોઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવ રી. પરમતત્ત્વને કોઈ રામ કહે, કોઈ રહેમાન કહે, કોઈ કૃષ્ણ (વિષ્ણુ) કહે, કોઈ મહાદેવ કહે, કોઈ પાર્શ્વનાથ કહે કે કોઈ બ્રહ્મા કહે, પરંતુ પોતાનામાં રહેલું ચેતન તત્ત્વ એ પોતે જ પરમતત્ત્વ છે, પરમાત્મા છે. રામ, રહેમાન ઇત્યાદિનો અર્થ ઘટાવતાં તેઓ એ જ પદમાં કહે છે : નિજ પદ રમે, રામ સો કહિયે, રહિમ કરે રહિમાન રી; કરણે કરમ કહાન સો કહિયે, મહાદેવ નિરવાણ રી. આનંદઘનજીની ઉદાત્ત તત્ત્વદષ્ટિ [ ૧૩૯ Page #149 -------------------------------------------------------------------------- ________________ પરસે રૂપ પારસ સો કહિયે, બ્રહ્મ ચીને સો બ્રહ્મ રી, ઈહ વિધ સાધો આપ આનંદઘન, ચેતનમય નિ:કર્મ રી. આમ આનંદઘનજીએ પોતાની મૌલિક દૃષ્ટિથી રામ, રહેમાન ઇત્યાદિનો અહીં સુભગ સમન્વય કર્યો છે. જગતમાં વિવિધ ધર્મો અને સંપ્રદાયો છે. એ બધા વચ્ચે ક્યારેક વિવાદ, સંઘર્ષ, વૈમનસ્ય થાય છે અને ક્યારેક યુદ્ધ અને સંહાર સુધીની સ્થિતિ પ્રવર્તે છે, પરંતુ જ્ઞાની મહાત્માઓ પાસે ઉદાર દૃષ્ટિથી એ સર્વને વિશિષ્ટ અર્થમાં ઘટાવીને આત્મસાત્ કરવાની અનોખી રીત હોય છે. એથી સંવાદ અને સાત્તિ સર્જાય છે. શ્રી આનંદઘનજી પણ એવી મહાન વિભૂતિ હતા. એમણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની વાતો તો કરી, પણ સાથે સાથે રહેમાન (રહિમાન)ની પણ વાત કરી એ એમની મૌલિકતા છે. આનંદઘનજીના સમયમાં ભારતના ઘણા ભાગમાં રાજ્યસત્તા મુસલમાનોની હતી. ઇસ્લામ ધર્મનો પ્રચાર બહુ વધી ગયો હતો. આર્યાવર્તમાં બહારથી આવેલા મુસલમાનોના વંશજ અને ધર્માતરિત થયેલા નવા મુસલમાનો – એમ એમની સંખ્યા ઉત્તરોત્તર વધતી ગઈ હતી. આનંદઘનજી જો બુદેલખંડના વતની હોય તો એમના પ્રદેશમાં મુસમલાનોની ત્યારે બહુમતી હતી. આમ છતાં સમ્રાટ અકબરના શાસનને લીધે પ્રજામાં શાંતિ હતી. કોમી રમખાણો નહોતાં. ધાર્મિક વૈમનસ્ય કે અસહિષ્ણુતા નહોતાં, પરંતુ એકબીજાના ધર્મને સમજવાની પ્રામાણિક કોશિષ હતી, સચ્ચાઈભરેલી ભાવના હતી. મુસલમાનોએ રામાયણનો ફારસીમાં અનુવાદ કર્યો હતો અને વૈષ્ણવ ભક્તિકવિતા લખી હતી. હિન્દુઓ ફારસી શીખતા અને કુરાન ૧૪૦ ] સાંપ્રત સહચિંતન Page #150 -------------------------------------------------------------------------- ________________ વાંચતા. આથી જ આનંદઘનજીએ ગાયું : “રામ કહો, રહેમાન કહો.' જૈન કવિઓમાં ઈસ્લામ ધર્મને પણ આવરી લેતી સમન્વયની ભાવના પહેલીવાર આપણને શ્રી આનંદઘનજીમાં જોવા મળે છે. અત્યાર સુધી પડ્રદર્શનની વાત હતી, જેમાં બૌદ્ધદર્શન અને ચાર્વાકદર્શનનો પણ સમાવેશ કરવામાં આવતો હતો. ઉદારતાથી, વ્યાપક આત્મભાવનાથી આનંદઘનજીએ પોતાના કાળના સર્વ ધર્મોમાં રહેલા સારતત્ત્વને સમકિતના રસથી રસાવિત કરીને, યોગ્ય પરિપ્રેક્ષ્યમાં ઘટાવીને, આત્મસાત્ કરી બતાવ્યું છે. હાલ તેઓ જો વિદ્યમાન હોત તો યહૂદી ધર્મ, ખ્રિસ્તી ધર્મ, શીખ ધર્મ વગેરેને પણ પોતાના કરી બતાવ્યા હોત. વસ્તુતઃ આનંદઘનજીની તત્ત્વદૃષ્ટિ એટલી ઉચ્ચ, ઉદાર અને ઉદાત્ત ભૂમિકાની હતી. શ્રી આનંદઘનજી મહારાજે એકવીસમા નમિનાથ ભગવાનના સ્તવનમાં ભારતીય દાર્શનિક પરંપરાનાં પદર્શનોને જિનેશ્વર ભગવાનના અંગ તરીકે ઓળખાવ્યાં છે. એમણે ગાયું છે : . પડું દર્શન જિન અંગ ભણીને, ન્યાસ ષડંગ જો સાધે રે, નમિ જિનવરના ચરણ ઉપાસક, પડુ દરશન આરાધે રે. છએ દર્શનો જિનેશ્વર ભગવાનનાં જુદાં જુદાં અંગો છે. જે તે પ્રમાણે છએ દર્શનની સ્થાપના કરે છે અને નમિનાથ ભગવાનના ચરણ સેવે છે તે છએ દર્શનની આરાધના કરે છે. આનંદઘનજીએ સાંખ્ય, યોગ, મીમાંસા, બૌદ્ધ, લોકાયતિક (ચાર્વાક) અને જૈન એમ છએ દર્શનોને અહીં યુક્તિપૂર્વક ઘટાવ્યાં છે. આનંદઘનજીની વિશેષતા એ છે કે આ છ દર્શનમાં ચાર્વાક જેવા આત્મા અને પુનર્જન્મમાં ન માનનાર નાસ્તિક, ભૌતિકવાદી દર્શનને પણ સ્વીકારી લીધું છે. આ સમન્વયની ભાવના સમજવા જેવી છે. એવી જ રીતે એમણે શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં " આનંદઘનજીની ઉદાત્ત તત્ત્વદૃષ્ટિ [ ૧૪૧ વન પર Page #151 -------------------------------------------------------------------------- ________________ કહ્યું છે : શિવશંકર જગદીશ્વર, ચિદાનંદ ભગવાન, લલના. જિન, અરિહા, તીર્થકરું, જ્યોતિ સ્વરૂપ અસમાન, લલના. અલક નિરંજન વચ્છલું, સકલ જંતુ વિશરામ, લલના x x x વિધિવિરંચિ વિશ્વભરુ, દ્રષીકેશ જગનાથ, લલના. અઘહર, અઘમોચન, ધણી, મુક્તિ પરમપદ સાથ, લલના. એમ અનેક અભિધા ધરે, અનુભવગમ્ય વિચાર, લલના. જે જાણે તેહને કરે, આનંદઘન અવતાર, લલના. આત્માનુભવની ઊંચી દશામાં, અનુભવગમ્ય દશામાં જીવ સર્વ દર્શનોને પોતાનાં કરી શકે છે. એને કોઈ દર્શન સાથે વૈમનસ્ય કે પરાયાપણું નથી. અનેકાન્તદર્શન જગતના સર્વ ધર્મોને, જગતના સર્વ નયોને યોગ્ય રીતે ઘટાવીને તેનો સમન્વય કરે છે. વિસંવાદ નહિ પણ સંવાદ એનું જીવાતુભૂત લક્ષણ છે. જેઓની અનેકાન્ત દષ્ટિ સમુચિત રીતે ખૂલી ગઈ છે તેઓની પાસે જગતના કોઈપણ ધર્મના તત્ત્વને ઘટાવીને, રૂપાંતરિત કરીને આત્મસાત્ કરવાની કલા સહજ હોય છે. એમને સમગ્ર વિશ્વ એક અખંડ પિંડરૂપ ભાસે છે કે જેમાં ક્યાંય પરસ્પર વિરોધ કે વિસંવાદ નથી. ભગવતિસૂત્રમાં કહ્યું છે કે સમ્યગ્દષ્ટિ જીવને મિથ્યાશ્રુત પણ સમ્યક્ષણે પરિણમે છે અને મિથ્યાદૃષ્ટિ જીવને સમ્યઋત પણ મિથ્યાપણે પરિણમે છે. ભગવાન મહાવીર પોતે ક્ષત્રિય હતા અને એમના બ્રાહ્મણ ગણધરો વેદ-વેદાન્તમાં પારંગત હતા. વળી જૈન ધર્મની આરાધના કરવાની સર્વ કોઈને છૂટ હતી. વર્ણાશ્રમ કે જાતિવાદને જૈન ધર્મમાં ૧૪૨ ] સાંપ્રત સહચિંતન Page #152 -------------------------------------------------------------------------- ________________ આરંભથી જ સ્થાન નહોતું. એટલે જ જૈન સાધુ ભગવંતોની પાટપરંપરામાં કેટલાયે આચાર્યો થઈ ગયા કે જેઓ બ્રાહ્મણ કુળમાંથી આવ્યા હતા. ભક્તામર સ્તોત્ર'માં શ્રી માનતુંગાચાર્યે ગાયું છે : बुद्धस्त्वमेव विबुधार्चित बुद्धिबोधात्, त्वं शंकरोऽसि भुवनत्रय शंकरत्वात् । धातासि धीर शिवमार्गविधेविधानात्, व्यक्तं त्वमेव भगवन् पुरुषोत्तमोऽसि ॥ અહીં શ્રી માનતુંગાચાર્યે ભગવાન ઋષભદેવને બુદ્ધ, શંકર, બ્રહ્મા અને પુરુષોત્તમ તરીકે ઓળખાવ્યા છે અને કયા અર્થમાં તેમને તે રીતે ઓળખાવી શકાય તે જણાવ્યું છે. અહીં સર્વ દર્શન માટેની સમન્વય દૃષ્ટિની પ્રતીતિ થાય છે. બુદ્ધ વગેરે નામ પ્રમાણે યથાર્થ ગુણવાળા તરીકે ઋષભદેવ ભગવાનને બતાવવાથી, એ પરંપરામાં રહેલી ક્ષતિઓનો સ્વાભાવિક રીતે પરિહાર થઈ જાય છે. આ શ્લોકમાં તો પ્રમુખ ધર્મોની વાત થઈ, પરંતુ એની આગળના શ્લોકમાં ભારતમાં તત્કાલીન પ્રચલિત વિવિધ ધર્મધારાઓનો કે વાદોનો સમન્વય કરી લેતાં શ્રી માનતુંગાચાર્યે જે કહ્યું છે તેમાં શુદ્ધાત્માના સ્વરૂપને વિવિધ રીતે ઘટાવી શકાય છે. त्वामव्ययं विभुमचिंत्यमसंख्यमाद्यं, ब्रह्माणमीश्वरमनंतमनंगकेतुम् । योगीश्वरं विदितयोगमनेकमेकं, ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः. ॥ | [હે પ્રભુ ! તમે આદિ, અવ્યય, અચિંત્ય, અસંખ્ય, વિભુ, બ્રહ્મ, ઈશ્વર, અનંત, અનંગકેતુ, યોગીશ્વર, વિદિતયોગ, અનેક, એક, જ્ઞાનસ્વરૂપ, અમલ, સંત છો.] આનંદઘનજીની ઉદાત્ત તત્ત્વદષ્ટિ [ ૧૪૩ Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિ જન્મે બ્રાહ્મણ હતા અને વેદ-વેદાન્તના પ્રકાંડ પંડિત હતા. યાકિની મહત્તરાના સંપર્કમાં આવ્યા પછી એમણે જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. આથી એમનામાં સમન્વયની ઉચ્ચ ભાવના અને તટસ્થ તત્ત્વદષ્ટિ વિકસી હતી. એટલે જ એમણે લખ્યું છે કે – पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमत् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ એટલે જ શ્રી હરિભદ્રસૂરિએ “મહાદેવાષ્ટક લખ્યું છે અને એમાં શંકર મહાદેવનું સ્વરૂપ કેવું હોવું જોઈએ તે બતાવ્યું છે. સિદ્ધરાજ જયસિંહ સાથે સોમનાથના શિવલિંગનાં દર્શન કરી, સ્તુતિ કરનાર શ્રી હેમચંદ્રાચાર્યે “મહાદેવસ્તોત્રમાં લખ્યું છે : भवबीजांकुर जनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ [ભવરૂપી બીજના અંકુરને જન્મ આપનારા રાગ વગેરે જેમના ક્ષય પામ્યા છે તે બ્રહ્મા હો, વિષ્ણુ હો, શિવ હો કે જિન હો, તેને હું નમસ્કાર કરું છું.] શ્રી માનતુંગાચાર્ય, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય વગેરે મહાત્માઓની ઉચ્ચ, સમુદાર, ગરિમાયુક્ત પરંપરાને શ્રી આનંદઘનજી અનુસર્યા છે. જે જ્ઞાની મહાત્માઓ પ્રત્યેક જીવમાં રહેલા શુદ્ધ આત્મસ્વરૂપને નિહાળે છે તેમને માટે પછી જીવનાં બાહ્ય કલેવર કે ધર્મના લેબલ આડે આવતાં નથી. તેઓ માત્ર મનુષ્ય જ નહિ, પણ તિર્યંચાદિ અન્ય ગતિના જીવોને પણ એ જ “સર્વ જીવ છે સિદ્ધ સમની દૃષ્ટિથી જ જુએ છે. પૂર્વબદ્ધ કર્મના ઉદયના પરિણામે અન્ય ધર્મમાં જન્મેલા કે ઘોર પાપકૃત્યો કરનાર જીવો પ્રત્યે પણ તેઓ દ્વેષ, રોષ કે ધૃણાના ભાવથી ન જોતાં એમની ભવસ્થિતિનો વિચાર કરીને કરુણાના ભાવે ચિંતવે છે. ૧૪ ] સાંપ્રત સહચિંતન Page #154 -------------------------------------------------------------------------- ________________ જો શ્રી આનંદઘનજી કહે કે ‘મારે મન રામ અને રહેમાન સરખા છે' તો એમાં તેમની ઉદાર તત્ત્વદૃષ્ટિનું દર્શન થાય છે, પરંતુ કોઈ સામાન્ય માણસ જો એમ કહે કે મારે મન રામ અને રહેમાન વચ્ચે કંઈ ફરક નથી' તો એમાં એની અજ્ઞાનયુક્ત મિથ્યાર્દષ્ટિ કદાચ હોઈ શકે. યોગ્ય અધિકારની પ્રાપ્તિ વિના જો માણસ બંનેને સરખા ગણવા જશે તો સમય જતાં તે ભ્રમિત થઈ જશે, અતોભ્રષ્ટ તતોભ્રષ્ટ તે બની જશે. અને કદાચ કોમી વિખવાદનું નિમિત્ત બની જશે. કોઈ સામાન્ય હિંદુ કે સામાન્ય મુસલમાન એમ નહિ કહે કે રામ અને રહેમાનમાં કંઈ ફરક નથી. તે પોતાના ઇષ્ટદેવને જ મુખ્ય અને શ્રેષ્ઠ માનશે. કેટલાક તો બીજાના ઇષ્ટદેવનાં દર્શન કરવામાં કે એમનું નામ લેવામાં પણ પાપ સમજે છે. દુનિયામાં લોકોનો મોટો વર્ગ આવી ચુસ્ત, સંકુચિત પરંપરાવાળો જ રહેવાનો. કોઈ એમ કહે કે ‘દુનિયામાં બધા ધર્મો સરખા છે', તો પ્રથમ દૃષ્ટિએ આવું વિધાન બહુ ઉદાર, ઉમદા અને સ્વીકારી લેવા જેવું ગણાય. જગતમાં વિવિધ ધર્મો વચ્ચે સુસંવાદિતા, સુલેહ, સંપ, શાન્તિ, ભાઈચારા માટે આવી ભાવનાની આવશ્યકતા જણાય. આવી સામાન્ય વાત થતી હોય ત્યાં વ્યવહાર દૃષ્ટિએ એ સ્વીકારાય અને સંકલેશ, સંઘર્ષ કે વૈમનસ્ય ન થાય એ માટે એ ઇષ્ટ પણ ગણાય છે. પરંતુ જ્યાં થોડાક સમજુ, પ્રામાણિક, ખુલ્લા મનના વિચારકો બેઠા હોય અને વસ્તુસ્થિતિનો સ્વીકાર કરવામાં ક્ષોભ ન અનુભવાતો હોય તો ત્યાં કહી શકાય કે દુનિયામાં વિવિધ ધર્મોને વિવિધ દૃષ્ટિથી સ્થાન હોવા છતાં બધા ધર્મોને એકસરખા ન ગણી શકાય. જે ધર્મો જન્મજન્માંત૨માં માનતા ન હોય અને ઐહિક જીવનને વધુમાં વધુ સુખસગવડભર્યું બનાવવું જોઈએ અને એ રીતે જીવન ભોગપ્રધાન હોવું જોઈએ એવી માન્યતા ધરાવતા હોય તે ધર્મો અને આનંદઘનજીની ઉદાત્ત તત્ત્વદૃષ્ટિ [ ૧૪૫ Page #155 -------------------------------------------------------------------------- ________________ જન્મજન્માંતરમાં માનવાવાળા તથા ત્યાગવૈરાગ્ય પર ભાર મૂકનાર ધર્મો એ બંને પ્રકારના ધર્મોને એકસરખા કેવી રીતે ગણી શકાય ? આત્માના અસ્તિત્વમાં માનનાર ધર્મો અને આત્માના અસ્તિત્વમાં જ ન માનનારા ધર્મોને પણ એકસરખા કેમ માની શકાય ? પોતાના ધર્મના પ્રચાર માટે બીજાને મારી નાખવામાં પાપ નથી, બલકે મારનારને સ્વર્ગ મળે છે એમ માનનાર ધર્મ અને ધર્મના પ્રચારાર્થે કે અન્ય કોઈ પણ નિમિત્તે બીજાને મારી નાખનાર ભારે પાપ કરે છે એમ માનનાર ધર્મ– - એ બંનેને સરખા કેમ કહી શકાય ? - એટલે જગતના બધા ધર્મો સરખા છે એમ કહેવું તે સૈદ્ધાત્તિક દૃષ્ટિએ યોગ્ય નથી. પોતાનાથી અન્ય એવો ધર્મ પાળનારા લોકો પ્રત્યે સમભાવ રાખવો એ એક વાત છે અને બધા ધર્મોને સરખા માનવાનું યોગ્ય નથી એ બીજી વાત છે. વૈચારિક ભૂમિકાની દૃષ્ટિએ આ ભેદરેખા આપણા મનમાં સ્પષ્ટ હોવી જરૂરી છે. જ્ઞાની મહાત્માઓ બ્રહ્મા કે વિષ્ણુ, રામ કે રહેમાનને એક ગણીને નમસ્કાર કરતા હોય એથી બધા જ એમ કરવા લાગે તો ઘણો અનર્થ થઈ જાય. ભગવાન બધે એક છે એમ કહીને અન્ય ધર્મમાં ચાલ્યા ગયેલા કેટલાય બાળજીવો પછી ભ્રમિત થઈ ગયા છે, ક્યારેક પ્રગાઢ મિથ્યાત્વમાં સરકી પડ્યા છે. જ્યાં સુધી પોતાનામાં શુદ્ધ આત્મદૃષ્ટિનો સરખો ઉઘાડ ન થયો હોય ત્યાં સુધી જીવે સાચવવા જેવું છે. આમાં ઉતાવળ કરવાનું કોઈ પ્રયોજન નથી. અનેકાન્તવાદની ચર્ચા કરવી તે એક વાત છે અને જીવનને સાચા અર્થમાં અનેકાન્તમય બનાવવું તે બીજી વાત છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના તે શક્ય નથી. ૧૪૯ ] સાંપ્રત સહચિંતન Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪ अपुच्छिओ न भासेज्जा,भासमाणरस अंतरा। ભગવાન મહાવીર (વગર પૂળે ન બોલવું, બોલતા હોય ત્યારે વચ્ચે ન બોલવું) ચરમ તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામીએ ગુરુ-શિષ્યના સંબંધોમાં શિષ્ય કેવી રીતે બેસવું, ઊઠવું, ગોચરી વહોરવી, બોલવું, ચાલવું ઇત્યાદિ વિશે નાની નાની પણ અત્યંત મહત્ત્વની શિખામણો આપી છે, જે શિષ્યોને સંયમજીવનમાં, વિનયવ્યવહારમાં અને અધ્યાત્મસાધનામાં અત્યંત ઉપયોગી છે. આવી શિખામણોમાં જીવનનું સૂક્ષ્મ દૃષ્ટિથી કેટલું તલસ્પર્શી અવલોકન થયું છે અને સંયમના માર્ગમાં કેવાં કેવાં ભયસ્થાનો છે તથા અધ્યાત્મમાર્ગના આરોહણમાં કેવી કેવી સાવધાની રાખવી જોઈએ તે વિશેના સચોટ માર્ગદર્શનની આપણને પ્રતીતિ થાય છે. મુનિએ ક્યારે ક્યારે કેવી રીતે બોલવું કે ન બોલવું એ વિશેની ભલામણોમાંથી વગર પૂછ્યું ન બોલવા વિશેની ભલામણ કેટલી બધી ઉપયોગી છે તે અનુભવથી સમજાય એવું છે. દશવૈકાલિક સૂત્રના આઠમા અધ્યયનમાં કહ્યું છે : अपुच्छिओ न भासिज्जा, भासमाणस्स अंतरा । पिट्ठिमंसं न खाइज्जा, मायामोसं वि वज्जए ॥ अपुच्छिओ न भासेज्जा, भासमाणस्स अंतरा। [ ૧૪૭ Page #157 -------------------------------------------------------------------------- ________________ [મુનિએ વગર પૂછ્યું બોલવું નહિ, ગુરુ ભગવંત બોલતા હોય ત્યારે વચમાં ન બોલવું, નિંદા કરવી નહિ અને માયામૃષાનો ત્યાગ કરવો.] આ જ પ્રમાણે “ઉત્તરાધ્યયનસૂત્ર'ના પ્રથમ અધ્યયનમાં ભગવાને કહ્યું છે : नापुट्ठो वागरे किं चि, पुट्ठो वा नालियं वए । कोहं असच्चं कुव्विज्जा, धारेज्जा पियमप्पियं ॥ [પૂછ્યા વિના કંઈ પણ બોલે નહિ, પૂછે ત્યારે અસત્ય ન બોલે, ક્રોધને નિષ્ફળ બનાવે અને પ્રિય કે અપ્રિય શિક્ષા ધારણ કરે.] ગુરુ મહારાજ જ્યારે કોઈની સાથે વાત કરતા હોય ત્યારે શિષ્ય વચ્ચે ન બોલવું જોઈએ. ગુરુ મહારાજ પૂછે અથવા બોલવાનું કહે તો જ બોલવું જોઈએ. સામાન્ય લોકોના સરળ સુસંવાદી જીવનવ્યવહાર અને સાધુઓના સંયમજીવન માટે આવો નિયમ બહુ જરૂરી છે. શિષ્ય જો વગર પૂછ્યું બોલે તો કોઈકની વાત છતી થઈ જવાનું જોખમ છે, જે બોલવા જેવી ન હોય કે જાહેરમાં મૂકવા જેવી ન હોય. વચ્ચે બોલવાથી વાતનો તંતુ તૂટી જાય છે, વિષયાંતર થવાનો સંભવ રહે છે અને અન્ય વ્યક્તિ ઉપર ખોટી છાપ પડવાનો સંભવ રહે છે. કોઈ વાતની સ્પષ્ટતાની જરૂર હોય કે કંઈ માહિતી જોઈતી હોય તો ગુરુ મહારાજ પોતે જ શિષ્યને પૂછી લે છે એટલે શિષ્ય વગર પૂછ્યું બોલવાની આવશ્યકતા નથી. વળી એક વખત શિષ્યને વગર પૂછ્યું બોલવાની ટેવ પડી જાય તો શિષ્યમાં અવિનય આવવા લાગે છે. પોતે ગુરુભગવંત કરતાં હોશિયાર અને વધુ જાણકાર છે એવું અભિમાન આવી જવાનો પણ સંભવ રહે છે. જીવનને ક્રોધ, માન ઇત્યાદિ કષાયોથી ૧૪૮ ] સાંપ્રત સહચિંતન Page #158 -------------------------------------------------------------------------- ________________ રહિત બનાવવાનું હોય છે. પરંતુ તેને બદલે તેવા કષાયોને પોષણ મળવાનો સંભવ રહે છે. વળી બીજા શિષ્યોની ચાડીચૂગલી કરવાની વૃત્તિ પણ થઈ આવે છે અને ક્યારેક અસત્યનો, માયાચારનો આશ્રય પણ લેવાઈ જાય છે. આ બધામાંથી બચવું હોય તો વાણી ઉપરનો સંયમ અત્યંત જરૂરી છે. એ માટે જુદી જુદી જાતની તકેદારી રાખવાની જરૂર છે. એમાંની એક તે વગર પૂછ્યું ન બોલવા વિશેની છે. જ્યારે કંઈક વિશેષ જાણતો હોય છે અથવા પોતાને કોઈક વાતની વહેલી ખબર પડી જાય છે ત્યારે એના પેટમાં વાત રહેતી નથી અને વગર પૂછયે પણ એ વાત ઉચ્ચારાઈ જાય છે અને એ દ્વારા જશ ખાટી જવાની વૃત્તિ સંતોષાય છે. માણસ ભગવાને ગુરુ-શિષ્યના સંબંધને લક્ષમાં રાખીને જે ભલામણ કરી છે તે ગૃહસ્થોના અંગત અને જાહેર જીવનમાં પણ એટલી જ ઉપયોગી છે. આપણી કેટલીયે સામાજિક સંસ્થાઓની સમિતિઓમાં પોતાના વક્તવ્યને રજૂ કરવા અંગે ઠીક ઠીક ગેરશિસ્ત પ્રવર્તતી હોય છે. ગમે ત્યારે ગમે તે વ્યક્તિ સભાસંચાલનમાં વચ્ચે બોલીને દખલગીરી કરે છે. સભાધ્યક્ષના આદેશો ન માનવામાં જ મોટાઈ મનાય છે. ઘણી સભાઓમાં જેમ નમૂનારૂપ શિસ્ત જોવા મળે છે તેમ ગેરશિસ્ત પણ જોવા મળે છે. અંગત તેમ જ જાહેર જીવનમાં શિસ્ત વગર કોઈપણ પ્રજા બહુ પ્રગતિ ન કરી શકે. શિસ્તના પાઠ બોલવા-બેસવાની આવી નાની નાની વાતોથી શરૂ થઈ શકે. અહીં મુનિ મહારાજને ભલામણ કરવામાં આવી છે કે એમના ગુરુ ભગવંત કોઈની સાથે વાત કરતા હોય ત્યારે એમાં વચ્ચે ન બોલવું જોઈએ. વચ્ચે બોલવાથી કોઈકને ક્ષોભ થાય, કોઈક સાથે દ્વેષ, વેરભાવ ઇત્યાદિ થાય, પરિસ્થિતિ ખોટો વળાંક લઈ લે, ધાર્યું કામ પૂર્ણ ન થાય ઇત્યાદિ પ્રકારનો સંભવ રહે છે. એટલે જ કોઈની વાતમાં વચ્ચે બોલવું अपुच्छिओ न भासेज्जा, भासमाणस्स अंतरा । [ ૧૪૯ Page #159 -------------------------------------------------------------------------- ________________ એ બૂરી આદત સમાજમાં ગણાય છે. ક્યારેક પોતાનું ડહાપણ બતાવવા માટે પણ માણસને વચ્ચે બોલવાનું મન થાય છે. પોતે બહુ ડાહ્યા છે, સમજદાર છે, જાણકા૨ છે એવા ભાવથી અભિમાનપૂર્વક વચન ઉચ્ચારાય છે. પરંતુ જીવન-વ્યવહારમાં, જેટલું જાણતા હોઈએ એટલું બધું જ બીજાને કહેવા યોગ્ય નથી હોતું. થેરગાથામાં કહ્યું છે : सव्वं सुणाति सोतेन सव्वं पस्सति चक्खुना । न च दिट्टं सुतं धीरो सव्वं उज्झितमरहति ॥ [માણસ કાનથી બધું સાંભળે છે, આંખથી બધું જુએ છે, પરંતુ જે કંઈ જોયું કે સાંભળ્યું હોય તે બધું બધાને કહેવા યોગ્ય છે એવું ધીર પુરુષને લાગતું નથી.] પોતાના વિચારો દ્વારા પોતાની પ્રતિક્રિયા તરત વ્યક્ત કર્યા પછી કેટલાક પસ્તાય છે. પોતાનાથી ઉતાવળ અને અધીરાઈ થઈ ગઈ છે, કાચું કપાઈ ગયું છે એમ પછી લાગે છે. પછી એનાં માઠાં પરિણામો ભોગવવાનો વખત પણ આવે છે. એટલે જ ‘ન બોલ્યામાં નવ ગુણ' જેવી કહેવત પ્રચલિત થઈ છે. વળી આપણે ત્યાં એક રૂઢ પ્રયોગ છે ઃ વગર બોલાવ્યે બોલે એ તણખલાની તોલે. જૂના વખતનો એક ટુચકો છે. એક રાજાના મંત્રીની ચારે પત્નીઓ બહુ રૂપાળી, પણ કોઈક કારણસર બોબડી થઈ ગઈ હતી. એટલે મંત્રી પત્નીઓને ક્યારેય રાજદરબારમાં લઈ જતો નહિ. આથી રાજાને જિજ્ઞાસા થતી. એક વખત રાજાએ મંત્રીને કહ્યું, ‘મારે એક દિવસ તમારે ઘરે જમવા આવવું છે.' મંત્રીથી ના પડાય એમ નહોતું. રાજા અને મંત્રી જમવા બેઠા. ૧૫૦ ] સાંપ્રત સહચિંતન Page #160 -------------------------------------------------------------------------- ________________ ચારે પત્નીઓએ સરસ રસોઈ બનાવી અને સુસજ્જ થઈને પીરસવા લાગી. પરંતુ મંત્રીએ પત્નીઓને શિખામણ આપી રાખી હતી કે પીરસીને આઘા ઊભા રહેવું અને પૂછ્યા વગર કોઈએ બોલવું નહિ. વળી રાજા તમને કંઈ પૂછે તો પહેલાં તો તમારા વતી તરત હું જવાબ આપી દઈશ. તમારે મૌન રાખવું. ‘તમે બોલતાં શરમાવ છો એમ હું કહીશ.' ચારે પત્નીઓએ એ શિખામણ સ્વીકારી લીધી. રાજા પત્નીઓને કંઈ પણ પૂછે કે તરત મંત્રી જવાબ આપી દેતા. રાજાને થયું કે હવે કંઈક યુક્તિ કરવી જોઈશે. એણે જમતાં જમતાં રસોઈનાં વખાણ કર્યાં અને કહ્યું : ‘આજે વડાં બહુ જ સરસ થયાં છે. આવાં વડાં તો જિંદગીમાં મેં ક્યારેય ખાધાં નથી.’ રાજાને મોઢે વડાંની પ્રશંસા સાંભળી વડાં બનાવનાર બોબડી પત્નીથી રહેવાયું નહિ. એ તરત બોલી, ‘એ વયાં તો મેં કયાં છે.' (એ વડાં તો મેં કર્યાં છે.) ત્યાં બીજી પત્નીએ તરત એને ઠપકો આપતાં કહ્યું, ‘ના કઈ તી ને ચેમ બોઈ ?' (ના કહી હતી તો કેમ બોલી ?) ત્યાં ત્રીજી બોલી ઊઠી, ‘એ તો બોઈ તો બોઈ પણ તું ચેમ બોઈ ?' (એ તો બોલી તો બોલી, પણ તું કેમ બોલી ?) ત્યાં ચોથી બોલી, ‘એ બોઈ, પણ હું તો બોઈય નથી અને ચાઈય નથી.' (એ બોલી, પણ હું તો બોલી પણ નથી અને ચાલી પણ નથી.) આમ ચારે બોબડી પત્નીઓ ન પૂછવા છતાં બોલી અને મંત્રી ઝંખવાણો થઈ ગયો. આ તો દૃષ્ટાન્તરૂપે ટુચકો છે, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાની પ્રશંસા વખતે માણસથી રહેવાતું નથી, ન બોલવાનું હોય તોપણ બોલાઈ જાય છે. મૌનનો પણ ભંગ થઈ જાય છે. જ્યારે કોઈ શિક્ષણવર્ગમાં, ચર્ચાસભામાં પ્રશ્ન પૂછવામાં આવે अपुच्छिओ न भासेज्जा, भासमाणस्स अंतरा । [ ૧૫૧ Page #161 -------------------------------------------------------------------------- ________________ ત્યારે એ પ્રશ્ન બધાને માટે હોય છે, પરંતુ તેનો જવાબ તો જેને આપવાનો હોય તે જ આપે છે. કેટલીક વાર શિક્ષક કહે છે, ‘સવાલ સબસે, જવાબ એકસે.' શિક્ષક વર્ગમાં પ્રશ્ન પૂછે અને બધા જ વિદ્યાર્થીઓ એકસાથે બોલે તો ગેરશિસ્ત અને ઘોંઘાટ સર્જાય, સવાલ-જવાબની પદ્ધતિ શાળાઓમાં સારી રીતે શીખવી શકાય છે. જ્યાં આ પ્રમાણે તાલીમ અપાય છે ત્યાં સુંદર શિસ્ત પ્રવર્તે છે. લશ્કરી તાલીમમાં અને પ્રત્યેક દેશના લશ્કરી જીવનમાં બોલવા અંગે, સવાલ-જવાબ અંગે સારી શિસ્ત પ્રવર્તતી હોય છે. કોઈ વચ્ચે બોલે એવું લશ્કરી જીવનમાં જોવા નહિ મળે. કેટલીકવાર વિદ્યાર્થીઓમાં દેખાડો કરવાની વૃત્તિને લીધે કે શિક્ષકને પજવવા માટે પ્રશ્નો પૂછવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટેની એક શિબિરમાં બહારના એક વ્યાખ્યાતા રાતના આઠથી નવ વ્યાખ્યાન આપતા અને છેલ્લે કહેતા કે વ્યાખ્યાનના વિષય અંગે કોઈને કંઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછો. થાકેલા અને ઊંઘમાં આવેલા વિદ્યાર્થીઓ કંઈ પૂછતા નહિ. કદાચ કોઈ વિદ્યાર્થી પૂછે તો બીજા પછીથી ખાનગીમાં એને ઠપકો આપીને કહેતા કે ‘તારે પૂછવું હોય તો એકલો જઈને પૂછી આવજે. અમારો સમય શું કામ બગાડે છે. અમારે વેળાસર ઊંઘવું હોય કે નહિ ?' બીજા દિવસોએ પણ વ્યાખ્યાતા ત્રણચાર વાર કહે છતાં કોઈનોય પ્રશ્ન ન આવતાં તેઓ વિદાય લેતા. છેલ્લા દિવસે વ્યાખ્યાનમાં વિદ્યાર્થીઓના આચાર્ય આવીને બેઠા. વ્યાખ્યાનને અંતે વ્યાખ્યાતાએ રાબેતા મુજબ કહ્યું કે : ‘કોઈને કંઈ પૂછવું હોય તો પૂછો.' તરત એકસાથે આઠ હાથ ઊંચા થયા. એક પછી એક પ્રશ્નો, કેટલાક તો ઢંગધડા વગરના થવા લાગ્યા. વ્યાખ્યાતાએ ધીરજપૂર્વક જવાબો આપ્યા. પણ પ્રશ્નો તો આવતા જ ગયા. પ્રશ્ન પૂછનાર પ્રશ્ન પૂછ્યા પછી ધ્યાનથી સાંભળવા વ્યાખ્યાતાની સામે જોવાને ૧૫૨ ] સાંપ્રત સહચિંતન Page #162 -------------------------------------------------------------------------- ________________ બદલે પોતાના આચાર્યની સામે જુએ. વ્યાખ્યાતા શો જવાબ આપે છે એ સાંભળવામાં એને રસ નહિ, પણ પોતે કેવો સરસ પ્રશ્ન કર્યો છે એનો પ્રતિભાવ આચાર્યના ચહેરા પર કેવો છે તે જાણવા ઉત્સુક, બે કલાક સુધી વિદ્યાર્થીઓના પ્રશ્નો આવતા જ રહ્યા અને છેવટે આચાર્યને આજ્ઞા કરવી પડી કે હવે પ્રશ્નો બંધ થાય. પ્રશ્નોત્તરીની બાબતમાં જિજ્ઞાસાથી નહિ પણ બીજાને બતાવવાના આશયથી આવું પણ થાય છે. બીજાઓ સાથેની વાતચીતમાં માણસે બોલતાં પહેલાં પોતાની યોગ્યતાનો, પોતાની પરિસ્થિતિનો, પોતાના અધિકારનો વિચાર કરવો જોઈએ. માણસે મનઃપૂત વાણી ઉચ્ચારવી જોઈએ. કહેવાયું છે કે : વચન રતન, મુખ કોટ હૈ, હોઠ કપાટ બનાય; સમજ સમજ હરફ કાઢિયે, મત પરવશ પડ જાય. વાણી ઉપરના સંયમમાં માણસની ધીરજની કસોટી થાય છે. બોલવું છે, બોલવા જેવું છે અને છતાં નથી બોલવું, ન બોલવામાં જ ઔચિત્ય છે એમ સમજીને મનને સંયમમાં રાખવું ઘણું અઘરું છે. મનને સંયમમાં રાખવાથી સામાજિક અને નૈતિક દૃષ્ટિએ લાભ થાય કે ન થાય, પણ આધ્યાત્મિક દૃષ્ટિએ તો અવશ્ય લાભ થાય જ છે. આપણને પ્રશ્ન થાય કે કોઈ ન પૂછે તો ન બોલવું એ સાચું, પણ કોઈ સહજ ભાવે કે જાણી જોઈને પૂછે તો શું કરવું ? કોઈ ન પૂછે અને ન બોલવું એમાં તો ઉત્તમ ડહાપણ છે, પરંતુ હેતુપૂર્વક પૂછવામાં આવે ત્યારે પણ માણસે ઉત્તર આપવો કે નહિ તેનો પુર્ણ વિચાર કરવો જોઈએ. પૂછનારનો ઈરાદો કેવો છે તે પણ પારખતાં આવડવું જોઈએ. કેટલાક માણસ નફફટ થઈને સીધો સવાલ અચાનક કરે છે ત્યારે માણસની કસોટી થાય છે. અસત્ય બોલવું નથી અને વિષમ પરિસ્થિતિમાંથી બચવું છે. તો તેની કલા માણસને આવડવી अपुच्छिओ न भासेज्जा, भासमाणस्स अंतरा । I ૧૫૩ Page #163 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. ક્યારેક તો એટલો વિચાર કરવાનો પણ સમય રહેતો નથી. પરંતુ વ્યક્તિએ પોતાનું જીવન એવી રીતે ઘડવું જોઈએ કે સહસા પણ અયોગ્ય ન જ બોલાઈ જાય. હિત, મિત, પથ્ય અને સત્ય વાણી માટેનો આગ્રહ જીવનમાં વણાઈ જાય તો અયોગ્ય, અપરિપક્વ વાણી ઉચ્ચારવાનો સમય આવતો નથી. સહસા પણ એવું બોલાતું નથી. ' વગર પૂછ્યું બોલવું ન જોઈએ એ તો સાચું અને ગુરુ મહારાજ પૂછે તો વિનયપૂર્વક ઉત્તર આપવો જોઈએ એ પણ સાચું, પરંતુ કેટલીક સામાજિક બાબતોમાં, રાજકારણમાં કે એવા અન્ય વિષયમાં તો પૂછવામાં આવે છતાં મૌન રાખવામાં ડહાપણ છે. પોતાના ઉત્તરથી જો લેશકંકાસ થવાનો હોય, વાદવિવાદ કે કષાયો થવાના હોય, હિંસા થવાની હોય તો તેવે વખતે પૂછવા છતાં ન બોલવું જોઈએ. એક સુભાષિતમાં કહ્યું છે : ना पृष्ठः कस्याचिद् ब्रूयान्नाऽप्यन्यायेन पृच्छतः । ज्ञानवानपि मेधावी जडवत् समुपाविशेत् ॥ [કોઈના પૂક્યા વગર કશું કહેવું નહિ. વળી અન્યાયથી જો પૂછવામાં આવે તો પણ જ્ઞાનવાન, મેધાવી વ્યક્તિ જડવત્ ચૂપ બેસી રહે.] કેટલાક માણસોની પ્રકૃતિ જ એવી હોય છે કે તેઓ કારણ હોય કે ન હોય, બોલ્યા વગર રહી શકતા નથી. જે બહુ બોલબોલ કરે છે તેઓ જ ભાંગરો વાટતા હોય છે. જે માણસ વારંવાર મૌનનો અભ્યાસ કરે છે તેને પછી વગર કારણે બોલવાની બહુ ઈચ્છા થતી નથી. એટલા માટે સાધકે તો વાણીના સંયમનો, મૌનનો અભ્યાસ સતત રાખતા રહેવું જોઈએ. ઉત્તરાધ્યયનસૂત્રમાં ભગવાનને પૂછવામાં આવે છે : ૧પ૪ ] સાંપ્રત સહચિંતન Page #164 -------------------------------------------------------------------------- ________________ वइगुत्तयाए णं भंते, जीवे कि जणयइ ? [હે ભગવાન ! વચનગુપ્તિથી જીવ શું પ્રાપ્ત કરે છે ? ભગવાને કહ્યું કે : वइगुत्तयाए णं निव्विकारं जणयइ । निव्विकारे णं जीवे वइगुत्ते अज्झप्पजोगसाहणजुत्ते यावि भवइ । [વચનગુપ્તિથી જીવ નિર્વિકારતા પ્રાપ્ત કરે છે. નિર્વિકાર થવાથી તે અધ્યાત્મયોગની સાધનાથી યુક્ત થાય છે.] એટલે અધ્યાત્મસાધના માટે વચનગુપ્તિની અત્યંત આવશ્યકતા છે. જેમ જેમ વાણી પરનો સંયમ આવતો જાય તેમ તેમ યોગ્ય સમયે યોગ્ય વચન જ ઉચ્ચારાય, નિરર્થક વાણીવિલાસ થાય નહિ. વાણીના સંયમથી અંતર્મુખ થવાય અને ચિત્ત વિકારરહિત, વિશુદ્ધ બનવા લાગે. શું પૂછ્યા વગર ક્યારેય બોલાય નહિ ? ના, એવું નથી. વ્યવહારમાં ક્યારેક ન પૂછવામાં આવ્યું હોય તો પણ બોલવું એ કર્તવ્યરૂપ બને છે. હેમચંદ્રાચાર્યે કહ્યું છે કે જયાં ધર્મની હાનિ થતી હોય ત્યાં વગર પૂછ્યું પણ બોલવું જોઈએ. એ દોષરૂપ નથી, બલ્ક કર્તવ્યરૂપ છે. પરંતુ આવા પ્રસંગે માણસે પ્રેમથી, સૌમ્યતાથી વિવેકબુદ્ધિપૂર્વક વચન ઉચ્ચારવું જોઈએ. પ્રશ્નો પૂછવાની બાબતમાં ગુરુ ગૌતમસ્વામીની તોલે કોઈ ન આવે. ગૌતમસ્વામી એટલે પ્રાગ્નિકનો આદર્શ. ભગવાન મહાવીર સ્વામીને એમણે પૂછેલા પ્રશ્નોમાંથી છત્રીસ હજાર પ્રશ્નો અને ભગવાને એના આપેલા ઉત્તરો ભગવતીસૂત્રમાં સચવાયા છે. ગૌતમસ્વામી કેટલા વિનયપૂર્વક પ્રશ્નો પૂછે છે અને ભગવાન પણ “હે ગોયમા” એમ કહીને કેટલા વાત્સલ્યપૂર્વક જવાબ આપે છે ! પોતે જાણતા નહોતા માટે अपुच्छिओ न भासेज्जा, भासमाणस्स अंतरा। [ ૧૫૫ Page #165 -------------------------------------------------------------------------- ________________ ગૌતમસ્વામીએ પ્રશ્નો પૂક્યા હતા એવું નથી, પોતે તો જાણતા જ હતા, પણ પોતાના પ્રશ્નોથી ત્યાં બેઠેલા બીજા જીવોની શંકાનું સમાધાન થાય એ આશય હતો. એમના પ્રશ્નોમાં પણ બીજા જીવો માટેનો કરુણાભાવ હતો. જેઓ ઊંચી કોટિના સાધક છે તેઓને તો અકારણ વચન ઉચ્ચારવું જ ગમતું નથી. અકારણ વચન ઉચ્ચારવું એટલે વિશ્વના વ્યવહારમાં હસ્તક્ષેપ કરવો. રાગદ્વેષ વગર હસ્તક્ષેપ થાય નહિ. જ્યાં હસ્તક્ષેપ છે ત્યાં સૂક્ષ્મ હિંસા છે. આત્મા સ્વભાવમાંથી નીકળી વિભાવદશામાં આવે ત્યારે જ હસ્તક્ષેપ થાય છે. એટલે અકારણ બોલવું એ આત્માની વૈભાવિક દશાનું સૂચક છે. જેઓ સાધનાની ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા છે તેઓ તો જગતને એ જેવું છે તેવા સ્વરૂપે જ નિહાળે છે. એમાં તેઓ પ્રમાદી કે કર્તવ્યય્યત બન્યા છે એમ નહિ કહી શકાય. તેઓની આત્મરમણતા એટલી ઉચ્ચ કોટિની હોય છે કે જગતને જુએ છે અને છતાં નથી જોતા. તેઓની એ દશા તો જેઓ સમજે છે તે સમજે છે. ૧૫૬ ] સાંપ્રત સહચિંતન Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન'માં લેખકના પ્રગટ થયેલા લેખોમાંથી ગ્રંથસ્થ થયેલા લેખોની યાદી ૧. “સાંપ્રત સહચિંતન' - ભાગ ૧ (૧) લગ્નસંસ્થાનું ભાવિ (૨) અસત્યના પ્રયોગો (૩) સન્માનપ્રતીકો (૪) કેફી પદાર્થોનો વધતો પ્રચાર (૫) પદ અને પાત્રતા (૬) જીવ છોડાવવાની પ્રવૃત્તિ (૭) નાતાલની એક વિશિષ્ટ ઉજવણી (2) કવિનું સન્માન (૯) મોટાં પ્રલોભનો (૧૦) નિર્દોષ, અજ્ઞાન અને દિવ્ય (૧૧) તીર્થયાત્રા (૧૨) કરચોરી (૧૩) જાહેર સંસ્થાઓમાં કરકસર (૧૪) ભાષાસાહિત્યનું અધ્યયન-અધ્યાપન (૧૫) વર્તમાનપત્ર અને સત્યનિષ્ઠા (૧૬) કૂતરાંઓની સમસ્યા (૧૭) વિદ્યોપાસના અને વિદ્યાપોષણ (૧૮) વિશ્વ સંમેલનો (૧૯) વેતં વન્ના (૨૦) નવી દવાઓ–નવી સમસ્યાઓ (૨૧) પશુ-પંખીઓની નિકાસ (૨૨) પાશવી રમત–બૉક્સિગ (૨૩) પ્રવાસ-ઉદ્યોગ (૨૪) ધાર્મિક સ્થળોનો અધાર્મિક ઉપયોગ. - ૨. “સાંપ્રત સહચિંતન' - ભાગ ૨ (૧) ક્રાંતિનાં પરિણામ (૨) રાજકારણમાં હિંસા (૩) લોકમત (૪) ન્યાય અને દયા (પ) સામુદાયિક માનવહત્યા (૬) રાજકારણમાં નિવૃત્તિ (૭) આત્મહત્યા (2) જાસૂસી અને રાષ્ટ્રદ્રોહ (૯) વ્યક્તિ, પક્ષ, રાષ્ટ્ર અને વિશ્વ (૧૦) દેહાંતદંડ (૧૧) ભાષાવાદનું વિષ (૧૨) સરદાર પટેલના કારાવાસના દિવસો (૧૩) પ્રતિષ્ઠાનો પ્રશ્ન (૧૪) લગ્નવિચ્છેદ અને પુનર્લગ્ન (૧૫) એક વ્યક્તિ–એક સંસ્થા (૧૬) વિશ્વનું પર્યાવરણ (૧૭) ક્રિકેટનો અતિરેક (૧૮) ભૌતિક સમૃદ્ધિ (૧૯) કમ્યુટર સગાઈ (૨૦) લોકવિદ્યાલયો (૨૧) ભ્રામક ઉક્તિઓ. ૩. “સાંપ્રત સહચિંતન' - ભાગ ૩ (૧) મણિલાલ દ્વિવેદીનું આત્મવૃત્તાંત (૨) લેખકનો શબ્દ (૩) ટેનેસી વિલિયમ્સ અને આર્થર કોસ્લર (૪) શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા સાંપ્રત સહચિંતન L[ ૧૫૭ Page #167 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજી (૫) “વિશ્વત્સલ મહાવીર' (૯) આપણાં સામયિકો (૭) નામકરણ (૮) જૈન સાહિત્ય : ક્ષેત્ર અને દિશાસૂચન (૯) પંડિતોનું ગૃહજીવન (૧૦) સાધકનાં લક્ષણો (૧૧) અતં વાતણ સોળ (૧૨) વગોવાતી સાધુસંસ્થા (૧૩) સ્તોત્રકાર હેમચંદ્રાચાર્ય અને વીતરાગસ્તોત્ર (૧૪) બલવાન ઇન્દ્રિયગ્રામ (૧૫) ભાષામાં ઉત્ક્રાંતિ અને ક્રાંતિ (૧૬) અસ્વીકાર શા માટે ? (૧૭) અણયુદ્ધોત્તર શિયાળો (૧૮) ઋણાનુબંધ. ૪. “સાંપ્રત સહચિંતન' - ભાગ ૪ (૧) નિવૃત્તિકાળ (૨) રમકડાં (૩) મોત્તેિ સન્વયળ નિતંબૂ (૪) અળશ (૫) લેડી નિકોટીન સાથે છૂટાછેડા (૬) કોપીરાઇટ (૭) પક્ષ, વિપક્ષ, લઘુમતી, બહુમતી (૮) લગ્નોત્સવ (૯) લેખન, પઠન, ઉચ્ચારણ, શ્રવણ (૧૦) યુરોપમાં સામ્યવાદી શાસનપદ્ધતિ. ૫. સાંપ્રત સહચિંતન' - ભાગ ૫ (૧) વિમાની 7 શુ તલ્સ મોવો (૨) અમારિ પ્રવર્તન (૩) કુદરતી આપત્તિઓ (૪) સિલપદિકારમ્ (પ) નિર્દય હત્યાની પરંપરા (૬) માય સગપાળ@ (૭) જે. કૃષ્ણમૂર્તિ (૮) “ખાલીનો સભર ઇતિહાસ (૯) બાદશાહખાન (૧૦) ચિખોદરાની આંખની હોસ્પિટલ (૧૧) ઇન્દિરા ગાંધી (૧૨) રાતા મહાવીર (૧૩) ચરણ-ચલણનો મહિમા (૧૪) શ્રવણબેલગોડા. ૬. “સાંપ્રત સહચિંતન' - ભાગ ૬ (૧) નિઃસંતાનત્વ (૨) રંગભેદ (૩) રોમાંવિલે મારું માં (૪) ધૃતકલ્લોલ પાર્શ્વનાથ (૫) સ્વ. ડૉ. ચંદ્ર જોશી (૬) સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોનું સામૂહિક આક્રમણ (૭) સંકલ્પી હિંસા (૮) સ્વ. ચીમનભાઈ પટેલ (૯) દાણચોરીનું નવું ક્ષેત્ર (૧૦) લેખકો અને રાજ્યસત્તા (૧૧) રાણકપુર તીર્થ. ૭. “સાંપ્રત સહચિંતન' - ભાગ ૭ (૧) વારસદારો (૨) બાળમજૂરોની સમસ્યા (૩) મોરારજી દેસાઈ ૧૫૮ ] સાંપ્રત સહચિંતન Page #168 -------------------------------------------------------------------------- ________________ - * * (૪) પરિપદ નિવિદ્યા વેરે તે પર્ફ . (૫) પોપની ભારતની મુલાકાત (૬) પોલીસ અને ન્યાયતંત્ર (૭) શ્રી યશોવિજયજી કૃત “ઉપદેશરહસ્ય' (૮) કે. પી. શાહ (૯) લેનિનસ્કી ગેરુ ઉપરથી (૧૦) ભારતનાં કલતખાનાં (૧૧) દુર્ઘટના અને કુમરણ (૧૨) હંસાબહેન મહેતા (૧૩) ડૉ. ભોગીલાલ સાંડેસરા (૧૪) હરીન્દ્ર દવે. ૮. “સાંપ્રત સહચિંતન' - ભાગ ૮ (૧) મારા પિતાશ્રી (૨) રાણકી વાવ (૩) કયૂશિયસ (૪) કન્ફયૂશિયસની નીતિધર્મની વિચારણા (પ) નાતિવેd સે મુળી (૬) શાન્તિદૂતોની હત્યા (૭) બળાત્કાર (૮) પંડિત વીરવિજયજી રચિત મોતીશાહ શેઠ વિશે ઢાળિયાં (૯) સ્વ. જોહરીમલજી પારેખ (૧૦) મારી જીવનયાત્રાનું શબ્દસંબલ (૧૧) બાલહત્યા (૧૨) સ્વ. હીરાબહેન પાઠક. ૯. “સાંપ્રત સહચિંતન' - ભાગ ૯ (૧) કલામાં અશ્લીલતા (૨) ગન કંટ્રોલ (૩) માંગી-તુંગી (૪) સાયંવદંતી ન રેડ્ડ પર્વ (૫) ગાંડી ગાય (૬) અપંગો માટે (૭) સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ–પત્રકાર તરીકે (૮) પંડિત કવિશ્રી વીરવિજયજી (૯) શ્રી માણિભદ્રવીરની સહાય–મારા બાલ્યકાળના અનુભવો (૧૦) તીર્થ વિશેનાં ફાગુકાવ્યો (૧૧) ફાધર બાલાશેર (૧૨) સામૂહિક આત્મઘાત. ૧૦. “સાંપ્રત સહચિંતન' - ભાગ ૧૦ (૧) રામકથાની સર્વસ્વીકૃત વ્યાપતા (૨) બહુસુરંગા વસુંધરા (૩) અન્ને હતિ તે વિત્ત (૪) સ્વ. લાડકચંદભાઈ વોરા (૫) પશુહિંસાનું વિસ્તરતું ક્ષેત્ર (૬) વિનમૂનો છે (૭) શેરીનાં સંતાનો (૮) સ્વતંત્રતાનો સુવર્ણ મહોત્સવ (૯) સમયસુંદર વિશે શોધપ્રબંધ (૧૦) સ્થૂલિભદ્ર વિશે ફાગુકાવ્યો (૧૧) સ્વ. પંડિત પનાલાલ જ. ગાંધી. ૧૧. “સાંપ્રત સહચિંતન' - ભાગ ૧૧ (૧) નિદ્રાદેવીનું આવાગમન (૨) = તે 7 વરબ્ધ, (૩) કચરો વીણનારા (૪) બૌદ્ધ ધર્મ (૫) ફાગુનો કાવ્યપ્રકાર (૬) સુર રે; સાંપ્રત સહચિંતન [ ૧૫૯ Page #169 -------------------------------------------------------------------------- ________________ ને તારુને સમળત્તળું (૭) વૈમાનિક અસભ્યતા (૮) સ્વ. ડૉ. શિવાનંદ અધ્વર્યુ (૯) એન. સી. સી. દ્વારા લશ્કરી તાલીમ (૧૦) મધ્યકાલીન ધર્મવિષયક જૈન પરંપરા (૧૧) પદ્મભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા (૧૨) काले कालं समायरे । ૧૨. સાંપ્રત સહચિંતન’ – ભાગ ૧૨ (૧) પુત્રભીતિ (૨) મંગલ, અષ્ટમંગલ, મહામંગલ (૩) પંડિત દલસુખભાઈ માલવણિયા (૪) અનુસાપ્તિો ન પ્વિપ્ના (૫) ૧૪મી એપ્રિલ ૧૯૪૪ (૬) પોકેમોન (૭) પંન્યાસ શ્રી વરસંગવિજયજી (૮) ઑસ્ટ્રેલિયા (૯) જૈન દર્શનમાં કાળની વિભાવના (૧૦) જૈન ધર્મ વૈશ્વિક સ્તરે (૧૧) સાહિળે થયડું મોર્ સે હૈં વાર્ફ ત્તિ વુન્નરૂં (૧૨) જલ જીવન જગમાંહિ (૧૩) અપભ્રંશ દુહાનું સાહિત્ય (૧૪) અનુત્તાનિ સિવિસ્વપ્ના, નિદ્વા૪િ વપ્નિ ૧૩. સાંપ્રત સહચિંતન’ - ભાગ ૧૩ (૧) પિતાશ્રીની ચિરવિદાય (૨) ઇરિયાવહી (એર્યાપથિકી) (૩) નમો અન્વેર્ફે નોનળ ૬ । (૪) દુગ્ધામૃત (૫) ગુજરાતમાં ભૂકંપ (૬) દાક્તર, તમે સાજા થાવ ! (૭) આપણી આશ્રમપ્રવૃત્તિ (૮) સ્વ. પૂ. શ્રી કનૈયાલાલજી મહારાજ (૯) પ્રાણીઓનો સામુદાયિક સંહાર (૧૦) ન્યૂ ઝીલેન્ડ (૧૧) સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા (૧૨) થોવું તલ્લું ન વિસણ્ । ૧૪. સાંપ્રત સહચિંતન - ભાગ ૧૪ (૧) બડે બાબા, (૨) સ્વ. માનભાઈ ભટ્ટ (૩) માળે મયા નિળે, (૪) અન્નદાન (૫) સ્વ. પ.પૂ. શ્રી કલાપૂર્ણસૂરિજી મહારાજ (૬) આફ્રિકામાં ‘જયપુર ફૂટ’ (૭) મોળી મમડું સંસારે (૮) બાળકો ઉપેક્ષા અને દુર્વ્યવહાર : (૯) સ્વ. ભંવરલાલજી નાહટા (૧૦) નમો લોએ સવ્વસાહૂણં (૧૧) સિન્થેળ ોળવામાં, વિષ કાણુ નાહાપુ, (૧૨) બાવનગજા (૧૩) આનંદઘનજીની ઉદાત્ત તત્ત્વદૃષ્ટિ (૧૪) અપુજ્જિો ન માસેન્ના માસમાળK અંતરા. ૧૫. અભિચંતના (૧) માતુરા પરિશ્તાવેત્તિ (૨) રાજકારણમાં મહત્ત્વાકાંક્ષા (૩) ૧૦ ] સાંપ્રત સહચિંતન Page #170 -------------------------------------------------------------------------- ________________ દવાઓમાં ગેરરીતિઓ (૪) નેતાગીરી અને મોવડીમંડળ (૫) પત્રકારોની મુલાકાતો (૬) ચૂંટણી (૭) કચ્છમાં પુરુત્થાન (૮) આઝાદીની લડત— કિશોરવયનાં સંસ્મરણ (૯) દુરારાધ્ય રેવામાતા (૧૦) સિંગાપુરની પ્રગતિ (૧૧) જાતિવાદ વિશે ભગવાન મહાવીર (૧૨) તાઓ તત્ત્વદર્શન (૧૩) ‘પ્રબુદ્ધ જીવન’નાં પચાસ વર્ષ (૧૪) અપહરણ. ૧૬. ‘વંદનીય હૃદયસ્પર્શ” – ભાગ ૧ (૧) પંડિત સુખલાલજી (૨) બચુભાઈ રાવત (૩) અગરચંદજી નાહટા (૪) પરમાનંદભાઈ કાપડિયા (૫) ચીમનલાલ ચકુભાઈ શાહ (૬) મેડમ સોફિયા વાડિયા (૭) ગૌરીપ્રસાદ ઝાલા (૮) પંડિત ધીરજલાલ ટોકરશી શાહ (૯) જ્યોતીન્દ્ર દવે (૧૦) યજ્ઞેશભાઈ હરિહર શુકલ (૧૧) ઉમેદભાઈ મણિયાર (૧૨) મનસુખલાલ તારાચંદ મહેતા (૧૩) ઉમાશંકર જોશી (૧૪) ભૃગુરાય અંજારિયા (૧૫) ઈશ્વર પેટલીકર (૧૬) મૂળશંકર મો. ભટ્ટ (૧૭) મોહનલાલ મહેતા—સોપાન (૧૮) રંભાબહેન ગાંધી. ૧૭. વંદનીય હૃદયસ્પર્શ’ – ભાગ ૨ - (૧) ચંદ્રવદન મહેતા (૨) વિષ્ણુપ્રસાદ ત્રિવેદી (૩) જયમલ્લ પરમાર (૪) પંડિત હીરાલાલ દુગ્ગડ (૫) અમૃતલાલ યાજ્ઞિક (૬) ચંચળબહેન (૭) કાન્તિલાલ કોરા (૮) ઇન્દ્રજિત મોગલ (૯) વિજય મરચન્ટ, ૧૮. ‘વંદનીય હૃદયસ્પર્શ’ - ભાગ ૩ (૧) મોરારજી દેસાઈ (૨) જોહરીમલજી પારેખ (૩) ડૉ. શિવાનંદ અધ્વર્યુ (૪) લાડકચંદભાઈ વોરા (૫) પંડિત પનાલાલ જ, ગાંધી (૬) પંડિત દલસુખભાઈ માલવણિયા (૭) ફાધર બાલાગેર (૮) ડૉ. ભોગીલાલ સાંડેસરા (૯) હીરાબહેન પાઠક (૧૦) હંસાબહેન મહેતા (૧૧) કે. પી. શાહ ૧૯. ‘તિવિહેણ વંદામિ’ (૧) પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ (૨) પૂ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજ (૩) પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ (૪) પૂ. શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ (૫) પૂ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજ સાંપ્રત સહચિંતન [ ૧૬૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ (૬) પૂ. શ્રી તત્ત્વાનંદવિજયજી મહારાજ (૭) પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ (૮) પૂ. શ્રી લીલાવતીબાઈ મહાસતીજી (૯) પૂ. શ્રી કુંદકુંદસૂરિજી મહારાજ (૧૦) પૂ. અભયસાગરજી મહારાજ. ૨૦. ‘જિનતત્ત્વ’ - ભાગ ૧ (૧) ત્રિવિજય (૨) પ્રતિસેવના (૩) નિયાણુ (૪) સંલેખના (૫) કરુણાની ચરમ કોટિ (૬) સાંવત્સરિક ક્ષમાપના (૭) સમુદ્દાત અને શૈલેશીકરણ (૮) કાઉસગ્ગ (૯) કલ્પસૂત્ર (૧૦) પચ્ચક્ખાણ (૧૧) આલોચના (૧૨) જૈન દૃષ્ટિએ તપશ્ચર્યા (૧૩) સંયમની સહચરી ગોચરી (૧૪) વર્ધમાન તપની ઓળી (૧૫) પર્વાધિરાજ પર્યુષણ-૧ (૧૬) પર્વાધિરાજ પર્યુષણ-૨ ૨૧. ‘જિનતત્ત્વ’ – ભાગ ૨ (૧) લાંછન (૨) પ્રભાવના (૩) પરીષહ (૪) ઉપસર્ગ (૫) કેશલોચન (૬) લબ્ધિ (૭) સમવસરણ (૮) નિરામિષાહાર–જૈન દૃષ્ટિએ (૯) મલ્લિનાથની પ્રતિમા. ૨૨. ‘જિનતત્ત્વ’ - ભાગ ૩ - (૧) સમય ગોયમ મા પમાયણ્. (૨) ધર્મધ્યાન (૩) પ્રતિક્રમણ (૪) દાનધર્મ (૫) સ્વાધ્યાય (૬) જાતિસ્મરણ જ્ઞાન (૭) સંયમનો મહિમા (૮) શીલવિઘાતક પરિબળો. ૨૩. ‘જિનતત્ત્વ’ ભાગ ૪ (૧) મનુષ્યજન્મની દુર્લભતા (૨) નવકારમંત્રમાં સંપદા (૩) નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી (૪) નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ (૫) દિવ્યધ્વનિ (૬) લોગસ્સ સૂત્ર (૭) દયાપ્રેરિત હત્યા—ઇતર અને જૈન તત્ત્વદૃષ્ટિ (૮) ભક્તામર સ્તોત્ર. ૧૬૨ ] - ૨૪. ‘જિનતત્ત્વ’ – ભાગ ૫ (૧) પર્વારાધના (૨) અભ્યાખ્યાન (૩) નવકારમંત્રની શાશ્વતતા (૪) ઉપાધ્યાય પદની મહત્તા (પ) સામાયિક (૬) બોધિદુર્લભ ભાવના. સાંપ્રત સહચિંતન Page #172 -------------------------------------------------------------------------- ________________ * ૨૫. “જિનતત્ત્વ' - ભાગ ૬ (૧) અદત્તાદાન વિરમણ (૨) અવધિજ્ઞાન (૩) સિદ્ધ પરમાત્મા. ૨૬. “જિનતત્ત્વ' - ભાગ ૭ (૧) વિનય (ર) આર્જવ (૩) મંગલ, અષ્ટમંગલ, મહામંગલ (૪) ઈરિયાવહી (ઐર્યાપથિકી) (૫) જૈન દર્શનમાં કાળની વિભાવના (૬) તિથિયરો સૂર – આચાર્યપદનો આદર્શ (૭) દસમો ગ્રહ પરિગ્રહ (૮). નવકાર મંત્રમાં નમો પદનો મહિમા. ૨૭. “પ્રભાવક સ્થવિરો' - ભાગ ૧ (૧) ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી (શ્રી મૂળચંદજી મહારાજ) (૨) શ્રી વિજયાનંદસૂરિ મહારાજ (શ્રી આત્મારામજી મહારાજ) (૩). વિજયવલ્લભસૂરિ મહારાજ (૪) શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ (૫) શ્રી ચરિત્રવિજયજી મહારાજ. ૨૮. “પ્રભાવક સ્થિવિરો - ભાગ ૨ (૧) શ્રી બુટેરાયજી મહારાજ (૨) વૃદ્ધિચંદ્રજી મહારાજ (૩) શ્રી મોહનલાલજી મહારાજ (૪) શ્રી વિજયશાંતિસૂરિ મહારાજ. ૨૯. “પ્રભાવક સ્થવિરો' - ભાગ ૩ (૧) રાજેન્દ્રસૂરિ મહારાજ (૨) શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ (૩) અજરામર સ્વામી. ૩૦. “પ્રભાવક સ્થવિરો’ - ભાગ ૪ (૧) વિજયધર્મસૂરિ મહારાજ (૨) શ્રી આનંદસાગરસૂરિ મહારાજ (શ્રી સાગરજી મહારાજ) ૩૧. “પ્રભાવક સ્થવિરો' - ભાગ ૫ - (૧) શ્રી વીરવિજયજી મહારાજ (૨) શ્રી વિજયનેમિસૂરિ મહારાજ (૩) શ્રી વિજયરામચન્દ્રસૂરિ મહારાજ સાંપ્રત સહચિંતન [ ૧૬૩ Page #173 -------------------------------------------------------------------------- ________________ • ३२. वीर प्रभुना क्यनी - भाग १ . (१) काले कालं समायरे (२) णाईवेलं वएज्जा (३) आतुरा परितावेन्ति । (४) दुक्करं करेउं जे तारुण्णे समणत्तणं (५) जं छनं तं न वत्तव्वं (६) अट्ठजुत्ताणि सिक्खिज्जा, निरट्ठाणि तु वज्जिए (७) आयंकदंसी न करेइ पावं (८) नातिवेलं हसे मुणी (९) मायने असणपाणस्स (१०) अन्ने हरंति तं वित्तं, (११) परिग्गह निविट्ठाणं वेरं तेसिं पवड्डई (१२) लोभाविले आयवई अदत्तं (१३) मोहरिते सच्च वयणस्स पलिमंथू (१४) अलं बालस्स संगेण (१५) असंविभागी न हु तस्स मोक्खो. 33. 08 भोता (૧) શેઠ મોતીશાહ (૨) જીવદયાની એક વિરલ ઘટના ૩૪. રાણપુર તીર્થ (૧) રાણકપુર તીર્થ ★ ★ ★ १९४ 1 સાંપ્રત સહચિંતન Page #174 -------------------------------------------------------------------------- ________________