SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારનું છે? – એવો મદ પણ માણસને થઈ શકે છે. “રત્નકરંડક શ્રાવકાચાર'માં શ્રી સમતભદ્રાચાર્યે કહ્યું છે : ज्ञानं पूजां कुलं जाति बलमृद्धिं तपो वपुः । अष्टावाश्रित्यमानित्वं स्मयमाहु गतस्मयाः ॥ [જેમનું માન (સ્મય) ચાલ્યું ગયું છે એવા ભગવાન (ગતમય) જ્ઞાન, પૂજા, કુળ, જાતિ, બળ, ઋદ્ધિ, તપ અને શરીર એ આઠના આશ્રયે જે માન કરવામાં આવે છે તેને “માન' કહે છે.] એટલે જ શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે : कुलरूवजादिबुद्धिसु तवसुदसीलेसु गारवं किं चि । जो ण वि कुव्वदि समणो मद्दवधम्म हवे तस्स ॥ [જે શ્રમણ (અથવા મનુષ્ય) કુલ, રૂપ, જાતિ, બુદ્ધિ, તપ, શાસ્ત્ર અને શીલના વિષયમાં જરા પણ લોલુપતા અથવા અહંકાર રાખતો નથી તેને “માદવ” ધર્મ થાય છે.] જાતિ, કુળ, ધન, રૂપ વગેરે ગર્વનાં કારણ બને છે. એવું નથી કે ગર્વને માટે માત્ર એક જ વસ્તુ કારણરૂપ હોય. ક્યારેક જાતિ અને ધન એમ બે મળીને માણસને ગર્વિષ્ઠ બનાવે, તો ક્યારેક ધન અને રૂપ ' ભેગાં મળીને અભિમાન છલકાવી દે. ક્યારેક એક કે બેથી વધુ કારણો માણસને અહંકારી બનાવી દે છે. એમ કહેવાય છે કે માણસ જ્યાં સુધી પહેલો પુરુષ એક વચન હું બોલે છે ત્યાં સુધી સ્વાભાવિક લાગે છે, પરંતુ એ જ્યારે એક વચનના શબ્દને બેવડાવીને કે ત્રેવડાવીને “હું-હું, “--હું કરે છે ત્યારે એમાં અહંકારની ગર્જના સંભળાય છે. - સાંપ્રત સહચિંતન ૩ર ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy