________________
जात्यादिमदावेशादभिमानाभावो मार्दवं मानतिर्हरणम् ।
[ જાતિ આદિ મદોથી આવેશમય થયેલા અભિમાનનો અભાવ કરવો તે માર્દવ છે. માદવ એટલે માનનો નાશ.]
ધર્મનાં જે દસ લક્ષણ ગણાવવામાં આવે છે તે આ પ્રમાણે છે: (૧) ક્ષમા, (૨) માર્દવ, (૩) આર્જવ, (૪) શૌચ, (પ) સત્ય, (૬) સંયમ, (૭) તપ, (૮) ત્યાગ, (૯) આકિંચન્ય, (૧૦) બ્રહ્મચર્ય. આ દરેક ઉત્તમ કોટિનાં હોવાં જોઈએ. વસ્તુતઃ આ બધા આત્માના જ ગુણો છે, પરંતુ તે ઢંકાયેલા કે આવરાયેલા છે. પુરુષાર્થથી એ વિશુદ્ધ અને પ્રકાશિત કરી શકાય છે. એમાં સર્વ પ્રથમ ક્ષમા છે. જયાં સુધી જીવનમાં ક્ષમા ન આવે ત્યાં સુધી માર્દવ ન આવે અને જ્યાં સુધી માર્દવ ન આવે
ત્યાં સુધી આર્જવ ન આવે. આ રીતે આત્મવિકાસમાં માર્દવનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. જયાં સુધી મદ છે, અભિમાન છે ત્યાં સુધી માદવ ન આવે. મદ મુખ્યત્વે આઠ પ્રકારના બતાવાય છે.
સ્થાનાંગસૂત્રમાં કહ્યું છેઃ
अट्ठ मयट्ठाणे पण्णते, तं जहा-जातिमए, कुलमए, बलमए, रूवमए, तवमए, सुयमए, लाभमए, इस्सरियमए ।
[આઠ મદસ્થાન કહ્યા છે, જેમ કે- (૧) જાતિમદ, (૨) કુલમદ, (૩) બલમદ, (૪) રૂપમદ, (૫) તપમદ, (૬) શ્રતમદ, (૭) લાભમદ અને (૮) ઐશ્વર્યમદ.]
આ આઠ પ્રકારનાં સદસ્થાન તે મોટાં અને મુખ્ય મુખ્ય છે. (ક્યારેક એનાં નામ અને ક્રમમાં ફરક હોય છે.) તદુપરાંત પણ બીજા નાના પ્રકારો હોઈ શકે. સ્થાનાંગસૂત્રમાં જ કહ્યું છે કે “મારી પાસે નાગદેવતા, ગરુડદેવતા આવે છે અથવા “મારું અવધિજ્ઞાન ઉત્કૃષ્ટ
माणं मद्दवया जिणे ।
[ ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org