SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણભૂત નિશ્ચિત મત નથી. કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે આ મંદિર ઈસવીસનની આઠમીથી નવમી શતાબ્દી જેટલું એટલે કે લગભગ બારસો વર્ષ પ્રાચીન છે. શિલ્પશૈલીની દૃષ્ટિએ કેટલાક વિદ્વાનો એને દસમીથી બારમી શતાબ્દી વચ્ચેના કાળનું માને છે. બીજી બાજુ પાંચમી શતાબ્દીમાં થઈ ગયેલા પૂજ્યપાદ સ્વામીએ ‘નિર્વાણભક્તિ' નામની સંસ્કૃતમાં જે કૃતિની રચના કરી છે તેમાં ‘કુંડલ' નામના સ્થળનો તેમણે નિર્દેશ કર્યો છે. એ સ્થળ જો આ જ હોય અને પૂજ્યપાદ સ્વામીનો કાળ પાંચમી શતાબ્દીનો હોય તો આ મંદિર પંદરસો વર્ષ જેટલું પ્રાચીન છે એમ મનાય. ગમે તેમ, પણ આ મંદિર બારસોથી પંદરસો વર્ષ પ્રાચીન છે. વચમાં ઘણા કાળ સુધી તે ભગ્ન હાલતમાં દટાયેલું, અપૂજ રહ્યું હશે, પણ ઋષભદેવ ભગવાનનાં પ્રતિમાજી અખંડિત રહ્યાં છે. મુસલમાનોના આક્રમણ વખતે આ વિસ્તારમાં ઘણાં હિંદુ અને જૈન મંદિર ખંડિત કરવામાં આવ્યાં. પણ સદ્ભાગ્યે આ મંદિર બચી ગયું છે. કુંડલિંગગિરનું આ તીર્થ અતિશય ક્ષેત્ર તરીકે મનાતું હતું. પરંતુ ત્યાર પછી થયેલા સંશોધન મુજબ ભગવાન મહાવીર સ્વામીના અંતિમ કાળના એક મુનિવર શ્રીધર કેવળી આ પ્રદેશમાં વિચર્યા હતા અને આ સ્થળે નિર્વાણ પામ્યા હતા એટલે કે સિદ્ધગતિને વર્યા હતા. એટલે આ તીર્થ સિદ્ધક્ષેત્ર તરીકે પણ સુપ્રસિદ્ધ છે. અહીં બડે બાબાના મંદિરના પ્રાંગણમાં શ્રીધર કેવળીની ચરણપાદુકાની સ્થાપના થયેલી છે. બડે બાબાના મંદિર માટે એક દંતકથા એવી છે કે પાસેના પટેરા ગામમાં એક વેપારી રહેતો હતો. તે રોજ પોતાનો માલસામાન ખભે ઊંચકી પહાડ ઓળંગી બીજી બાજુ આવેલાં ગામોમાં વેચવા જતો. એ પહાડ ઉ૫૨ જમીનમાં એક પથ્થર કંઈક એવો થોડો બહાર નીકળેલો હતો કે જતાં-આવતાં માણસને ઠોકર વાગે. આ વેપારીને પણ કેટલીક વાર એવી રીતે ઠોકર લાગેલી. આથી એણે એક દિવસ નિર્ણય કર્યો કે એ પથ્થર ખોદાવી નાખવો. એણે પોતે પ્રયત્નો કર્યા પણ પથ્થર નીકળ્યો બડે બાંબા Jain Education International For Private & Personal Use Only [ ૯ www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy