SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ. એટલે એ ગ્રામવાસીઓને બોલાવી લાવ્યો. તેઓ બધાએ ખોદકામ કર્યું પણ છેવટે થાકી ગયા, પણ પથ્થર નીકળ્યો નહિ કે જરા પણ હાલ્યો નહિ. એવામાં એક રાત્રે તે વેપારીને સ્વપ્નમાં એક દેવે દર્શન આપ્યાં અને કહ્યું કે “એ સામાન્ય પથ્થર નથી પણ જિનેશ્વર ભગવાનની મૂર્તિ છે. બહાર નીકળેલો પથ્થર એ એમનું છત્ર છે. તે પ્રતિમાને લાવીને તારા ગામમાં પ્રતિષ્ઠા કરાવ. તું તારું ગાડું લઈને ડુંગર પર જજે. મૂર્તિ સ્વયમેવ એમાં બિરાજમાન થઈ જશે. પછી તું એને વાજતે ગાજતે તારા ગામે લઈ આવજે. પણ યાદ રાખજે ગામમાં આવે ત્યાં સુધી પાછું વાળીને તું જોતો નહિ. જોયું તો મૂર્તિ ત્યાં જ સ્થિર થઈ જશે.” વેપારી એ પ્રમાણે ગાડું લઈને ગયો. મૂર્તિ જમીનમાંથી નીકળીને પોતાની મેળે ગાડામાં બિરાજમાન થઈ ગઈ. વેપારી મૂર્તિ લઈને આવતો હતો તે વખતે દેવ-દેવાંગનાનાં નૃત્ય-સંગીતનો એટલો મધુર અવાજ આવવા લાગ્યો કે વેપારીથી રહેવાયું નહિ. એણે પાછું વાળીને જોયું. એટલી વારમાં દેવો-દેવાંગનાઓ અદશ્ય થઈ ગયાં. ગાડું ત્યાં જ ઊભું રહી ગયું અને મૂર્તિ ત્યાં જ સ્થિર થઈ ગઈ. બડે બાબાની મૂર્તિ જ્યાં હતી ત્યાં જ રહી ગઈ. આ મંદિર અને મૂર્તિ માટે બીજી એક દંતકથા એવી છે કે ધર્મઝનૂની, મૂર્તિભંજક મોગલ બાદશાહ ઔરંગઝેબ મધ્ય ભારતમાં ગયો અને ઠેર ઠેર હિંદુ અને જૈન મૂર્તિઓ ભગ્ન કરાવતો કરાવતો એક દિવસ આ વિસ્તારમાં આવ્યો. ત્યાં બડે બાબાની પ્રશસ્તિ સાંભળીને એ તોડાવવાનો એણે સંકલ્પ કર્યો. બડે બાબાની મૂર્તિ તોડવા માટે એણે સૈનિકોને હુકમ કર્યો. સૈનિકોએ મૂર્તિ તોડવા માટે એક જગ્યાએ જોરથી હથોડો માર્યો. મૂર્તિમાંથી એક નાની કરચ ઊડી અને ઔરંગઝેબના પગ આગળ પડી. ઔરંગઝેબ એથી ડઘાઈ ગયો. એ વખતે મૂર્તિના પગના નખમાંથી દૂધની ધારા વહેવા લાગી. એ જોઈ ઔરંગઝેબ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે મૂર્તિની પાસે જવા માટે પગ ઉપાડ્યા કે તરત અસંખ્ય ૧૦ ]. - સાંપ્રત સહચિંતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy