SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વગ્રહ ન રાખવો જોઈએ. એક ફક્ત પર્યુષણ પર્વનો વિચાર કરીએ તો ગામેગામ કેટલી બધી ઉપવાસાદિની તપશ્ચર્યા થાય છે. અન્ય રીતે, બીજા એક દૃષ્ટિબિન્દુથી કહેવું હોય તો કહેવાય કે જૈનો દ્વારા કેટલા બધા અનાજની બચત આ દિવસો દરમિયાન થાય છે. પરંતુ અનાજની થયેલી આ બચત બચત તરીકે ઘરમાં ન રહેવી જોઈએ. પોતાનું બચેલું અનાજ જરૂરિયાતમંદ લોકોને આપી દેવું જોઈએ એમ કેટલાક માને છે. આમાં સામાજિક દૃષ્ટિએ અને આધ્યાત્મિક દષ્ટિએ વિચારણા ભિન્ન ભિન્ન હોઈ શકે છે. જૈનો અન્ય પ્રસંગે ઘણું દાન આપે છે એ વિશે બેમત નથી. દુષ્કાળના દિવસોમાં ઢોરને ચારો અને મનુષ્યોને અનાજ આપવાની દાનપ્રવૃત્તિમાં જૈનો મોખરે હોય છે. ઈતિહાસમાં પણ જગડુશા વગેરેએ દુકાળના દિવસોમાં પોતાના અન્નભંડાર ખુલ્લા મૂકી દીધાના સ્મરણીય પ્રસંગો નોંધાયા છે. આમ પણ વારતહેવારે જૈનો તરફથી અનુકંપાદાન તથા સાધર્મિક-વાત્સલ્યના અવસરો જોવા મળે છે. એટલે જૈનો તરફથી અનાજરાહત, અન્નદાન ઈત્યાદિની પ્રવૃત્તિ સતત ચાલતી જ રહે છે. અન્ય ધર્મોમાં પણ ઉપવાસાદિ તપશ્ચર્યા થાય છે. વૈષ્ણવોમાં એકાદશીનો ઉપવાસ થાય છે અને પોતાનું તે દિવસનું બચેલું અનાજ દાનમાં દેવાનો મહિમા છે. જ્યાં અનેક લોકો ભૂખે મરતા હોય ત્યાં આ એક શુભ નિમિત્તે અન્નદાનની વધુ પ્રવૃત્તિ થાય તે અત્યંત ઈષ્ટ છે. તપશ્ચર્યા નિમિત્તે એટલું વધુ અન્નદાન થવું જરૂરી છે. વળી સામાજિક દૃષ્ટિએ પણ એમ કરવું જરૂરી છે. એમ થાય તો જ સમાજમાં સમતુલા જળવાય અને સંવાદિતા સ્થપાયેલી રહે. રશિયામાં ઝારના વખતમાં જ્યારે એક બાજુ શ્રીમંતોની મિજબાનીઓના 0 ] સાંપ્રત સહચિંતન www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy