SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ છે. એમાં રચનાસ્થળ કે રચનાસંવતનો ઉલ્લેખ નથી. એટલે તેમનો જન્મ ક્યાં થયો હતો, ક્યારે થયો હતો, દીક્ષા ક્યારે અને ક્યાં લીધી હતી, એમણે ચાતુર્માસ ક્યાં ક્યાં કર્યાં હતાં, એમનું આયુષ્ય કેટલું હતું ઇત્યાદિ વિશે કશી આધારભૂત માહિતી પ્રાપ્ત થતી નથી. કેટલીક અટકળો થાય છે. એમના વિશે કેટલીક દંતકથાઓ પણ પ્રચલિત છે. ભવિષ્યમાં એ વિશે વધુ સંશોધનને અવકાશ છે. આંતરબાહ્ય પ્રમાણો પરથી એટલું જરૂર તારવી શકાય છે કે તેઓ વિક્રમના અઢારમા શતકના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા. તેઓ અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનું રાજસ્થાનમાં મિલન થયું હતું. આનંદઘનજીથી પ્રભાવિત થયેલા શ્રી યશોવિજયજીએ એ વિશે આઠ પદ રાજસ્થાની ભાષામાં લખ્યાં છે, જેમાંના એકમાં એમણે કહ્યું છે : આનંદઘનકે સંગ સુજસ હિ મિલે જબ, તબ આનંદ સમ ભયો સુજસ, પારસ સંગ લોહા જો ફરસત, કંચન હોત કી તાકે કસ. શ્રી યશોવિજયજીએ આનંદઘનજી માટે પોતાનો જે અહોભાવ દર્શાવ્યો છે, એ પરથી જણાય છે કે આનંદઘનજી એમનાથી વયમાં મોટા અને આત્મસાધનામાં આગળ વધેલા હતા. શ્રી યશોવિજયજી વિ. સં. ૧૭૪૩માં ડભોઈમાં કાળધર્મ પામ્યા હતા, એટલે આનંદઘનજી અઢારમા શતકના પૂર્વાર્ધમાં વિદ્યામાન હતા એ સુનિશ્ચિત છે. શ્રી આનંદઘનજીએ જે કૃતિઓની રચના કરી છે તે એટલી ગહનગંભીર છે કે એનું રહસ્ય, એનો પરમાર્થ પામવાનું સામાન્ય માણસ માટે સરળ નથી. એટલે જ શ્રી જ્ઞાનસારજીએ કહ્યું છે : બાળક બાંહ્ય પસારીને, કરે ઉદધિ વિસ્તાર, આશય આનંદઘનતણો, અતિ ગંભીર ઉદાર. ૧૩૮ ] Jain Education International સાંપ્રત સહચિંતન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy