________________
કલકત્તા પાછા આવ્યા. પણ હવે એમનું જીવન ઘર પૂરતું સીમિત થઈ ગયું. અલબત્ત ઘરે તેઓ સ્વાધ્યાય, લેખન વગેરેમાં મગ્ન રહેતા. કેટલાયની સાથે તેમનો પત્રવ્યવહાર ચાલતો. મારા ઉપર પણ તમના અવારનવાર પત્રો આવ્યા. તેઓ પોતાના નવા પ્રકાશિત ગ્રંથો મોકલાવતા.
આ વર્ષો દરમિયાન એક વખત મારે કલકત્તા જવાનું થયું હતું ત્યારે હું એમને ઘરે મળવા ગયો હતો. તેઓ શારીરિક રીતે અશક્ત થઈ ગયા હતા, પરંતુ એમની માનસિક સ્ફૂર્તિ અને સ્મરણશક્તિ પહેલાંના જેવી જ હતી. એમની લેખનપ્રવૃત્તિ સતત ચાલતી રહેતી. છેલ્લા થોડા કાળમાં એમનું શરીર વધુ વ્યાધિગ્રસ્ત બન્યું હતું. પરંતુ તેઓ આત્મરમણતામાં રહેતા. ‘તનમાં વ્યાધિ, મનમાં સમાધિ’ એ એમની આધ્યાત્મિક દશા હતી. આત્મા અમર છે, દેહ નાશવંત છે એની સતત પ્રતીતિ-સંવેદના એમને રહેતી. તેઓ શ્રીમદ્ રાજચંદ્રની ‘આત્મસિદ્ધિશાસ્ત્ર'ની અને અન્ય મહાત્માઓની પંક્તિઓનું રટણ કરતા રહેતા.
૧૧મી ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ સવારે એમણે કહ્યું કે પોતાને હવે થાક બહુ લાગે છે. હવે જવાની તૈયારી છે. તે દિવસે એમને સ્તવનો, સ્તોત્રો વગેરે સંભળાવવામાં આવ્યાં. તેઓ પૂરી જાગૃતિમાં હતા. સાંજે ચારેક વાગે તેઓ ધ્યાનસ્થ અવસ્થામાં આવી ગયા અને દસ મિનિટમાં એમણે દેહ છોડ્યો.
એક મહાન આત્માની જીવનલીલા પૂર્ણ થઈ ગઈ. આવા આપણા સાહિત્યમનીષીને નતમસ્તકે વંદના.
***
સ્વ. ભંવરલાલજી નાટા
Jain Education International
For Private & Personal Use Only
[ ૯૭ www.jainelibrary.org