________________
મહાન અર્થવાળો છે. એવું શાસ્ત્રોમાં વર્ણવાયું છે. અને મરણ વખતે તે બહુ વાર કરાય છે. સાધુ ભગવંતને કરાયેલો નમસ્કાર સર્વ પાપનો પ્રનાશ કરનાર છે અને સર્વ મંગળોમાં પ્રથમ મંગળ છે.]
જ્ઞાનવિમલસૂરિએ “નવકાર ભાસ'માં કહ્યું છે :
અરિહંત ભક્તિ સદા ઉપદેશે, વાયગસૂરિના સહાઈ રે મુનિ વિણ સર્વ ક્રિયા નવિ સૂઝે, તીર્થ સકલ સુખદાઈ રે પંચમ પદ એણી પેરે ધ્યાવતાં પંચમગતિને સાધો રે; સુખકર શાસનના એ નાયક જ્ઞાનવિમલ ગુણ વાધો રે. શાસ્ત્રકાર કહે છે : विषय सुहनियत्ताणं विसुद्ध चारित्तनियमजुत्ताणं ।
तथ्थगुणसाहगाणं सदा च किच्चुजुयाण नरो ।
[સાધુઓ વિષયસુખથી નિવર્સેલા હોય છે. વિશુદ્ધ ચારિત્રના નિયમોથી યુક્ત હોય છે. (મૂલ ગુણ અને ઉત્તર ગુણને ધારણ કરવાવાળા હોય છે.) તથા તથ્ય (સત્ય) ગુણોને સાધનારા હોય છે તથા સદા (મુક્તિમાર્ગમાં) સહાય કરવાના કર્તવ્યમાં ઉદ્યમી હોય છે.]
असहाये सहायत्तं करंति मे संजमं करिन्तस्स ।
एएण कारणेणं नमामिऽहं सव्व साहूणं ॥ [સાધુઓ અસહાય એવા મને સંયમના પાલનમાં સહાય કરનારા છે એ કારણથી હું સર્વ સાધુઓને નમસ્કાર કરું છું.]
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “પંચપરમેષ્ઠિ ગીતા'માં સાધુપદના વર્ણનને અંતે ભાવના વ્યક્ત કરી છે :
નમસ્કાર અણગારને, વાસિત જેહનું ચિત્ત,
ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; નમો લોએ સવ્વસાહૂણે
[ ૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org