________________
(૩)
અરિહંતના બાર, સિદ્ધના આઠ, આચાર્યના છત્રીસ, ઉપાધ્યાયના પચ્ચીસ અને સાધુના સત્તાવીસ–એમ બધા મળીને ૧૦૮ ગુણ થાય છે.
સાધુ ભગવંતના ૨૭ ગુણ નીચે પ્રમાણે ગણાવવામાં આવે છે : (૧) પાંચ મહાવ્રતને પાળનાર (૨) રાત્રિભોજનનો ત્યાગ
છકાય જીવની રક્ષા પાંચ ઇન્દ્રિય ઉપર સંયમ
ત્રણ ગુપ્તિનું પાલન (૬) લોભ નિગ્રહ – લોભ ન રાખે (૭) ક્ષમા ધારણ કરે (૮) મનોનિગ્રહ-ચિત્ત નિર્મળ રાખે (૯) પડિલેહણ કરે (૧૦) સંયમમાં રહે (૧૧) પરીષહ સહન કરે (૧૨) ઉપસર્ગ સહન કરે
૨૭ ગુણ આ સત્તાવીસ ગુણ જુદી જુદી રીતે ગણાવવામાં આવે છે અને એ રીતે સત્તાવીસ સત્તાવીસી પણ બનાવવામાં આવી છે.
જૈન ધર્મે સાધુઓનો આદર્શ ઘણો જ ઊંચો રાખ્યો છે. દુનિયાના વિવિધ ધર્મોમાં ગૃહજીવન છોડી, સાધુનો વેશ ધારણ કરી ત્યાગમય જીવન જીવનારા ઘણા છે, પરંતુ જે રીતે જૈન સાધુઓ પોતાનું દીક્ષિત જીવન જીવે છે એની તોલે દુનિયામાં કોઈ ન આવે. અંતરમાં સાચી દૃઢ શ્રદ્ધા અને મોક્ષાભિલાષા ન હોય તો આવા કષ્ટભર્યા સાધુજીવનનો સ્વીકાર ન થઈ શકે. એટલે જ કહેવાયું છે કે જે સહન કરે તે સાધુ. ૧૨ ]
સાંપ્રત સહચિંતન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org