________________
આફ્રિકામાં જયપુર ફૂટ'
દુનિયા ઉત્તરોત્તર નાની થતી જાય છે. રોજનાં હજારો વિમાનો એક દેશમાંથી બીજા દેશમાં જવા લાગ્યાં છે. પ્રતિદિન કરોડો માણસો પોતાનો પાસપોર્ટ લઈ, વીઝા વગેરે મેળવી બીજા રાષ્ટ્રમાં દાખલ થવાની ઔપચારિક વિધિ કરતા રહે છે.વેપાર માટે ફરનારા વેપારીઓની સંખ્યા તેમાં વધુ હોય એ સ્વાભાવિક છે. રાજદ્વારી પુરુષો, સરકારી કર્મચારીઓ, પ્રતિનિધિમંડળો, વિદ્યાર્થીઓ, ધર્મપ્રચારકો વગેરેની સાથે સામાજિક કાર્યકરો પણ વખતોવખત પ્રસંગાનુસાર વિદેશયાત્રા કરતા રહે છે.
જેમ વેપાર-ઉદ્યોગ માટેની અવરજવર વધી છે તેમ બીજા દેશોને અન્ન, વસ્ત્ર કે ઔષધાદિની સહાય કરવા માટેની પ્રવૃત્તિઓ પણ વધવા લાગી છે. ગુજરાતમાં કચ્છમાં ધરતીકંપ થયો ત્યારે દુનિયાની કેટલી બધી સંસ્થાઓ અને વ્યક્તિઓ વિવિધ પ્રકારની સહાય કરવા માટે દોડી આવી હતી !
આ તો આપત્તિકાળની વાત થઈ, પણ શાંતિના સમયમાં અન્ય રાષ્ટ્રના લોકોને નિયમિત સેવા આપવાની પ્રવૃત્તિ પણ વધવા લાગી છે. જનકલ્યાણની ભાવના પોતાના રાષ્ટ્ર પૂરતી સીમિત કે સંકુચિત રહી નથી. એકવીસમી સદીમાં તો રાષ્ટ્ર, જાતિ, વર્ણ વગેરેના ભેદો
સાંપ્રત સહચિંતન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org