SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ઓળંગીને લોકો આંતરરાષ્ટ્રીય સ્તરે માનવતાનું કાર્ય કરતા રહેશે. વિશ્વબંધુત્વની ભાવનાનાં મૂળ હવે વધુ ઊંડાં જવા લાગ્યાં છે. ભારત એક અર્ધવિકસિત દેશ છે. પરંતુ એની આર્થિક અને ઇતર પ્રકારની સમૃદ્ધિ વધવા લાગી છે. ભારતીય પ્રજાને દુનિયાભરનાં વિવિધ સેવામંડળો તરફથી સહાય મળવા લાગી છે, તો બીજી બાજુ આપણા ભારત કરતાં ઓછા સમૃદ્ધ દેશોને આપણે પણ વિવિધ પ્રકારની સહાય કરવા લાગ્યા છીએ. ત્રીજા વિશ્વના ઘણા દેશોમાં ભારત કરતાં વધુ ગરીબી છે. આફ્રિકાના દેશોમાં પ્રગતિ નહિ જેવી જોવા મળે છે. ત્યાં વસ્તી પ્રમાણમાં ઓછી છે, પરંતુ સમસ્યાઓ ઘણી છે. ગુનાખોરી અને હિંસાનું પ્રમાણ ત્યાં વધુ રહ્યું છે. આથી જ જે કેટલીક બાબતોમાં ભારત તરફથી આફ્રિકાને માનવતાભરી મફત સહાય થાય છે એમાંની એક તે ‘જયપુર ફૂટ’ની છે. અપંગોને વિવિધ પ્રકારના જે કૃત્રિમ પગ બેસાડી આપવામાં આવે છે તેમાં કેટલીક વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાની દૃષ્ટિએ આપણો ‘જયપુર ફૂટ' મોખરે છે. એમાં વળી એની બીજી વિશેષતા એ છે કે ગરીબ દર્દીઓને એ મફત બેસાડી આપવામાં આવે છે. આથી જ આફ્રિકાના પછાત દેશોમાં એની માંગ સૌથી મોટી રહી છે. જયપુરની ‘ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ' નામની સંસ્થાના ઉપક્રમે ઘણાં વર્ષોથી દર્દીઓને મફત પગ બેસાડી આપવામાં આવે છે. દેશ-વિદેશમાં આ એક માનવતાભર્યું ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે. એથી અનેક વિકલાંગોનાં જીવન પ્રફુલ્લિત બન્યાં છે. જયપુરમાં આ સેવાકાર્યનો આરંભ થયો એટલે એ કૃત્રિમ પગ માટે ‘જયપુર ફૂટ' શબ્દ પ્રચલિત થઈ ગયો છે. આ જયપુર ફૂટના પ્રકારનો કૃત્રિમ પગ પહેર્યા પછી માણસ બરાબર ચાલી શકે છે, દોડી શકે છે, સાઇકલ ચલાવી શકે છે, ઝાડ આફ્રિકામાં ‘જયપુર ફૂટ’ Jain Education International For Private & Personal Use Only [ ૬૭ www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy