________________
પર ચડી શકે છે, નૃત્ય કરી શકે છે, પાણીમાં તરવા પડી શકે છે, જમીન પર પલાંઠી વાળીને બેસી શકે છે. પગના આકારનો રબરનો પંજો હોવાથી માણસ ધૂળ, કાદવ, કાંકરામાં પણ સહેલાઈથી ચાલી શકે છે. જયપુર ફૂટની આ કેટલીક વિશિષ્ટતા છે. એથી જ એ વધુ લોકપ્રિય બન્યો છે.
કેટલાક સમય પહેલાં મારા મિત્રો રોટેરિયન શ્રી મહેન્દ્રભાઈ જી. મહેતા અને રોટેરિયન શ્રી મનુભાઈ સંઘરાજકા સાથે આફ્રિકામાં કેનિયા, સુદાન અને બુરુન્ડીમાં ચાલતાં “જયપુર ફૂટ’નાં કેન્દ્રોની મુલાકાત લેવાનો અવસર સાંપડ્યો હતો. કેનિયાના અમારા કાર્યક્રમમાં ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ (જયપુર)ના પ્રણેતા અને જયપુર ફૂટના મુખ્ય પુરસ્કર્તા શ્રી ડી. આર. મહેતા (સેબીના ભૂતપૂર્વ ચેરમેન) પણ અમારી સાથે જોડાયા હતા.
જૂના વખતમાં જેટલા લોકો અપંગ થતા હતા તેના કરતાં વર્તમાન કાળમાં અપંગોની સંખ્યા ઘણી વધી ગઈ છે. ગાડી, રેલવે, વિમાનના અકસ્માતો, સશસ્ત્ર અથડામણો, જમીનમાં સુરંગો વગેરે કારણે માણસો મૃત્યુ પામે અથવા હાથપગ ભાંગે એવી ઘટનાઓ વધતી રહી છે. એમાં પણ આફ્રિકાના દેશોની સ્થિતિ તો અત્યંત ખરાબ છે. ત્યાં જુદી જુદી આનુવંશિક જાતિઓ વચ્ચે અથડામણો અને નરસંહારની ઘટનાઓની કહાણી ભયંકર અને કરુણ છે. જાતે ત્યાં જઈએ તો જ એનો વધુ વાસ્તવિક ચિતાર જોવા મળે. આપણા ભારતીય સેવકો, દાતાઓ, કાર્યકર્તાઓ અને આપણી સેવાભાવી સંસ્થાઓ પછાત દેશોમાં લોકસેવાનું કેવું સંગીન કામ કરે છે તેનો સાચો સવિગત ખ્યાલ તો અમને ત્યાં જાતે જઈને જોવાથી મળ્યો હતો.
કેનિયાના નાઇરોબીમાં ૧૯૯૦માં ત્યાંની રોટરી ક્લબ તરફથી જયપુર ફૂટની સેવા પ્રવૃત્તિ ચાલુ કરવામાં આવી હતી. નાઈરોબીના આ
૬૮ ].
સાંપ્રત સહચિંતન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org