SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ કેન્દ્રમાં કેનિયા ઉપરાંત યુગાન્ડા, ટાન્ઝાનિયા, ઇથિયોપિયા, સોમાલિયા, ઝાંબિયા, સુદાન, બુસન્ડી, ઝિમ્બાબ્ધ વગેરે ઘણા દેશોમાંથી માણસો પગ બેસાડવા માટે આવે છે. અત્યાર સુધીમાં દસ હજારથી વધુ માણસોને પગ બેસાડી આપવામાં આવ્યા છે અને તેઓ પોતાનું જીવન ફરીથી વ્યવસ્થિત રૂપે જીવવા લાગ્યા છે. તદુપરાંત કેટલાય લોકોને કેલિપર, ઘોડી, ટ્રાઇસિકલ, વ્હીલચેર વગેરે આપવામાં આવે છે. નાઇરોબી, ખાટ્ટમ અને બુજુબુરા એ ત્રણમાં નાઇરોબીનું વર્કશોપ સૌથી મોટું છે. ત્યાં નિયમિત ઘણું કામ થાય છે. એ નજરે નિહાળવા માટે અમારી મુલાકાતનો ત્યાં ખાસ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. એ પ્રસંગે આ યોજનાનો લાભ લેનાર કેટલાંક અપંગ સ્ત્રીપુરુષો પણ એકત્ર થયાં હતાં. તે સમયે કેલિપર, ટ્રાઇસિકલ વગેરેનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. એક યુવાન જે બંને પગે અપંગ છે તે કૃત્રિમ પગ પહેરીને કેવો સરસ દોડી શકે છે તે ત્યાં જોઈને અમે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એ યુવાને થોડા વખત પહેલાં રોટરીના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં આ પ્રયોગ કરી બતાવ્યો હતો અને બધાંને આશ્ચર્યમુગ્ધ કરી દીધા હતા. એ પ્રસંગની ફિલ્મ પણ અમને અહીં બતાવવામાં આવી હતી. - નાઇરોબીથી અમે બસડીના પાટનગર બુજુબુરા જઈ આવ્યા હતા. ત્યાંના રોટેરિયન શ્રી રોનાલ્ડ રસ્કીના અમને એરપોર્ટ પર લેવા આવ્યા હતા અને અમારો ઉતારો એમના બંગલે જ હતો. બુજુબુરામાં રોનાલ્ડ અને અન્ય રોટેરિયનો ઉપરાંત ગુજરાતી ભાઈઓ પણ જયપુર ફૂટમાં સારો રસ લઈ રહ્યા છે. કેનિયાની પાસે આવેલા બે સાવ નાના દેશો રવાન્ડા અને બુરુન્ડીમાં તુસી અને હુતુ જાતિના લોકો વચ્ચેની પરસ્પર દુશ્મનાવટે પાંચેક વર્ષમાં પાંચ લાખથી વધુ માણસોનો ભોગ લીધો છે અને એક આફ્રિકામાં “જયપુર ફૂટ [ ૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy