SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાની જરૂર છે. એથી સરવાળે દેશને જ લાભ થશે. જાતે પ્રાથમિક શિક્ષક તરીકેની નોકરી કરીને અનુભવ લીધા પછી તક મળતાં ઉદ્યોગમાં ઝંપલાવીને ઘણું ધન કમાનાર એક ધનાઢ્ય ભાઈએ પોતાના દાનની બધી રકમ પ્રાથમિક શાળાઓ માટે જ વાપરવાનો સંકલ્પ કર્યો છે એવી જ્યારે એમણે મને જાણ કરી હતી ત્યારે મેં એમને એ માટે ખૂબ ધન્યવાદ આપ્યા હતા. છેલ્લાં કેટલાંયે વર્ષોથી બાળકોની જાતીય સતામણી (sexual harassment અથવા Sexual abuse)ના ઘણા કિસ્સા પ્રકાશમાં આવતા જાય છે. નાની ઘટનાને પણ પ્રચાર માધ્યમો મોટું સ્વરૂપ આપી સૌનું ધ્યાન ખેંચે છે. એક રીતે એ બહુ જરૂરી છે અને લોકહિતની દષ્ટિએ ઉપકારક છે. બદમાશોને એનો ડર પણ રહેવો જોઈએ. અલબત્ત, પ્રચાર માધ્યમો ક્વચિત્ વાતનું વતેસર પણ કરતાં રહે છે. કુમળી વયનાં બાળકોની ચામડી સુંવાળી હોય છે. એમનામાં એક બાજુ અજ્ઞાન અને બીજી બાજુ કૌતુક હોય છે. વળી મોટી ઉંમરની વ્યક્તિ એને ભોળવીને પોતાનો દુરુપયોગ કરે છે એવી બાળકને ખબર પડતી નથી. ખબર પડે છે તો લાભ, લાલચ અને ભયને કારણે વશ થઈ જાય છે. પ્રતિકાર કરવાની એનામાં શારીરિક શક્તિ નથી હોતી. ઘટના બન્યા પછી બાળક એ વાત કોઈકને કહે છે અથવા નથી કહેતું. જ્યારે વાત બહાર નથી આવતી ત્યારે એવી જાતીય સતામણીનો દુરુપયોગ વારંવાર થાય છે. કેટલાક કિસ્સા તો જાહેરમાં ક્યારેય આવતા નથી. એ બે વ્યક્તિ જ મનોમન જાણતી હોય છે. બાળકની જાતીય સતામણીની ઘટના આજકાલની નથી. અનાદિ કાળથી એ ચાલી આવે છે અને ભવિષ્યમાં પણ એ રહેવાની. માણસની અતૃપ્ત કે વિકૃત કામવાસનાનો ભોગ બાળકો બનતાં રહેવાનાં. સારા સુશિક્ષિત, સાધનસંપન્ન માણસો પણ આવા દુરાચાર તરફ ઘસડાય ૮૪ ] સાંપ્રત સહચિંતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy