SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હરિભદ્રસૂરિ જન્મે બ્રાહ્મણ હતા અને વેદ-વેદાન્તના પ્રકાંડ પંડિત હતા. યાકિની મહત્તરાના સંપર્કમાં આવ્યા પછી એમણે જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. આથી એમનામાં સમન્વયની ઉચ્ચ ભાવના અને તટસ્થ તત્ત્વદષ્ટિ વિકસી હતી. એટલે જ એમણે લખ્યું છે કે – पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमत् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ એટલે જ શ્રી હરિભદ્રસૂરિએ “મહાદેવાષ્ટક લખ્યું છે અને એમાં શંકર મહાદેવનું સ્વરૂપ કેવું હોવું જોઈએ તે બતાવ્યું છે. સિદ્ધરાજ જયસિંહ સાથે સોમનાથના શિવલિંગનાં દર્શન કરી, સ્તુતિ કરનાર શ્રી હેમચંદ્રાચાર્યે “મહાદેવસ્તોત્રમાં લખ્યું છે : भवबीजांकुर जनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ [ભવરૂપી બીજના અંકુરને જન્મ આપનારા રાગ વગેરે જેમના ક્ષય પામ્યા છે તે બ્રહ્મા હો, વિષ્ણુ હો, શિવ હો કે જિન હો, તેને હું નમસ્કાર કરું છું.] શ્રી માનતુંગાચાર્ય, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય વગેરે મહાત્માઓની ઉચ્ચ, સમુદાર, ગરિમાયુક્ત પરંપરાને શ્રી આનંદઘનજી અનુસર્યા છે. જે જ્ઞાની મહાત્માઓ પ્રત્યેક જીવમાં રહેલા શુદ્ધ આત્મસ્વરૂપને નિહાળે છે તેમને માટે પછી જીવનાં બાહ્ય કલેવર કે ધર્મના લેબલ આડે આવતાં નથી. તેઓ માત્ર મનુષ્ય જ નહિ, પણ તિર્યંચાદિ અન્ય ગતિના જીવોને પણ એ જ “સર્વ જીવ છે સિદ્ધ સમની દૃષ્ટિથી જ જુએ છે. પૂર્વબદ્ધ કર્મના ઉદયના પરિણામે અન્ય ધર્મમાં જન્મેલા કે ઘોર પાપકૃત્યો કરનાર જીવો પ્રત્યે પણ તેઓ દ્વેષ, રોષ કે ધૃણાના ભાવથી ન જોતાં એમની ભવસ્થિતિનો વિચાર કરીને કરુણાના ભાવે ચિંતવે છે. ૧૪ ] સાંપ્રત સહચિંતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy