SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધલક્ષી પ્રવૃત્તિઓના પ્રણેતા બન્યા હતા. મહાત્મા ગાંધીજીના જીવનનો પ્રભાવ એમના ઉપર ઘણો મોટો પડ્યો હતો. અંગ્રેજી શબ્દો વાપરીને કહેવું હોય તો કહી શકાય કે માનભાઈ Selfmade man હતા, Do it yourself Guy હતા અને service before self એ એમનો જીવનમંત્ર હતો. માનભાઈને મળવાનું મારે થયું હતું તે પહેલાં એમના વિશે અત્યંત આદરપૂર્વક મેં સાંભળ્યું હતું મુંબઈમાં મારા મિત્રો શ્રી ચીનુભાઈ ઘોઘાવાળા અને એમના ભાઈ ચંદ્રકાન્તભાઈ પાસેથી. ત્યારપછી માનભાઈ સાથે મારો પત્ર દ્વારા પહેલો સંપર્ક ત્યારે થયો હતો કે જ્યારે મેં “પ્રબુદ્ધ જીવન”માં “ક્રિકેટનો અતિરેક' નામનો લેખ લખ્યો હતો. ખર્ચ વગરની, ખડતલ બનાવનારી ભારતીય રમતગમતોના ભોગે પાંગરેલી આ વિદેશી રમતે સમગ્ર ભારતીય પ્રજા અને વિશેષતઃ યુવાનોના ચિત્તનો કબજો લઈ લેતાં કેટલા કીમતી માનવકલાકો વેડફાઈ જાય છે અને શિક્ષણસંસ્થાઓમાં, સરકારી અને બિનસરકારી કચેરીઓમાં પોતાના કાર્ય અને કર્તવ્ય અંગે કેટલી બધી ગેરશિસ્ત અને પ્રમાદ પ્રવર્તે છે તે વિશે મેં ફરિયાદ કરેલી. મારા આ લેખની કદર કરતો માનભાઈનો પત્ર આવ્યો હતો અને પછીથી અમારો પરસ્પર સંપર્ક છેવટ સુધી રહ્યો હતો. એમણે મારા કેટલાક લેખો સ્વતંત્ર પુસ્તિકારૂપે છપાવીને તે પુસ્તિકાઓ વહેંચી હતી. છેલ્લે ૨૦૦૧ના જાન્યુઆરીમાં હું એમને ભાવનગરમાં એમના ઘરે મળવા ગયો હતો. અને ત્યાર પછી હજુ થોડાક મહિના પહેલાં મારું પુસ્તક “સાંપ્રત સહચિંતન–ભાગ૧૩ મેં એમને અર્પણ કર્યું ત્યારે એમનો આભારપત્ર આવ્યો હતો. માનભાઈ હંમેશાં પોતાને અભણ અને લોઢાકૂટ મજૂર તરીકે ઓળખાવતા. ક્યારેક લખતા કે પોતે પોતાના શરીર પાસેથી ચાબખા મારીને કામ લીધું છે. બિનજરૂરી ખોટું ખર્ચ થાય એ એમને કઠે અને ૧૪ ] Jain Education International સાંપ્રત સહચિંતન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy