SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ દુઃખની વાત એ છે કે ગામડાંઓના હજારો અપંગ લોકોને પગ બેસાડવા છે, પણ અસલામતીને કારણે તેઓ બુજુબુરા સુધી આવી શકતા નથી અને અસલામતીને કારણે જ બુજુબુરાના જયપુર ફૂટના કારીગરો બહારગામ જઈ શકતા નથી. " બુજુબુરાથી નાઇરોબી પાછા આવ્યા પછી સુદાનના પાટનગર ખાટુંમ જવાનો અમારો કાર્યક્રમ ગોઠવાયો હતો. ખાટુંમમાં અમેરિકાથી કામ કરવા આવેલી રોટેરિયન મહિલા શ્રીમતી માર્ગરિટા તથા અન્ય રોટેરિયનોએ અમારે માટે બધી વ્યવસ્થા કરી હતી. ખાટુંમમાં જયપુરના ટેકનિશિયન શ્રી નાથુસિંગે દોઢ વર્ષે રહીને સ્થાનિક માણસોને જયપુર ફૂટની ટેકનિકની તાલીમ આપી હતી, જેથી તેઓ હવે પોતાની મેળે કેન્દ્ર ચલાવતા થઈ ગયા છે. આ વખતે શ્રી નાથુસિંગ ફરી અમારી સાથે આવ્યા હતા. તેઓ છ-બાર મહિના ત્યાં રોકાઈને પગ બેસાડવા માટે વધુ ટેકનિશિયનોને તાલીમ આપવાના છે. ખાટુંમમાં રોટેરિયનો ઉપરાંત ગુજરાતી સમાજના કાર્યકર્તાઓ પણ આ લોકકલ્યાણની પ્રવૃત્તિમાં સારો રસ લઈ રહ્યા છે. સુદાનમાં પણ થોડાં વર્ષોમાં એક હજારથી વધુ માણસોને કૃત્રિમ પગ બેસાડી આપવામાં આવ્યા છે. સુદાનથી નાઇરોબી આવી, મોમ્બાસા વગેરે સ્થળે વ્યાખ્યાનાદિ કાર્યક્રમોમાં ભાગ લઈ અમે ભારત પાછા ફર્યા હતા. આફ્રિકાના દેશો ઘણા જ પછાત છે. કેટલાક તો ગરીબીની રેખાની નીચે જીવે છે. બેકારીનું પ્રમાણ ત્યાં ઘણું મોટું છે. ઘણા લોકોને પોષક આહાર પણ પૂરતા પ્રમાણમાં મળતો નથી. રહેઠાણો સાવ સામાન્ય છે. વિકાસ નહિ જેવો દેખાય. એમાં વળી જાતિવિગ્રહ અને ગુનાખોરીને લીધે સામાન્ય જનજીવનમાં બહુ રોનક દેખાતી નથી. વિદેશીઓએ આફ્રિકામાં “જયપુર ફૂટ' Jain Education International [ ૭૧ www.jainelibrary.org. For Private & Personal Use Only
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy