SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન સૂત્રની આખી ગાથા નીચે પ્રમાણે છે : उवलेवो होइ भोगेसु, अभोगी नोवलिप्पई । भोगी भमइ संसारे अभोगी विप्पमुच्चई ॥ [ભોગોથી ઉપલેપ થાય છે (ભોગી કર્મબંધથી લેપાય છે), અભોગી લપાતો નથી. ભોગી સંસારમાં ભમે છે, અભોગી વિમુક્ત થાય છે.] વર્તમાન સાંસારિક જીવન ઉપર દષ્ટિપાત કરીએ તો મોટા ભાગના જીવોની દૈનિક પ્રવૃત્તિ તે પોતાની સંજ્ઞાઓને સંતોષવાની છે અર્થાત્ ભોગો ભોગવવાની છે. આહાર, નિદ્રા, મૈથુન, પરિગ્રહ ઇત્યાદિ સંજ્ઞાના બળે જીવ તેવી તેવી પ્રવૃત્તિ કરે છે. તિર્યંચ ગતિના જીવોની પ્રવૃત્તિ તો પોતપોતાની ઇન્દ્રિયો અનુસાર જીવન જીવવા માટેની છે. મુખ્યત્વે તો તેઓ આહારની શોધમાં અને આહાર મળ્યા પછી તે ખાવામાં અને પ્રજોત્પત્તિમાં પોતાનું જીવન પૂરું કરે છે. મનુષ્યજીવનમાં ભોગવિલાસનું પ્રમાણ વધુ છે. આહાર, વસ્ત્ર, રહેઠાણ, વાહનો ઇત્યાદિ સહિત પાંચે ઈન્દ્રિયોના સુખભોગ માણવા નીકળેલો મનુષ્ય તેવા પ્રકારની પ્રવૃત્તિઓ સતત કરતો રહે છે. વૈજ્ઞાનિક સાધનો વડે તેમાં પ્રગતિ પણ ઘણી થતી રહે છે. આનંદઘનજી મહારાજ કહે છે તેમ “સયલ સંસારી ઈન્દ્રિયરામી છે. માત્ર “મુનિગણ આતમરામી હોય છે. દુનિયાની અડધાથી વધારે વસ્તી તો જન્માન્તરમાં માનતી નથી. જે જીવન મળ્યું છે તે સુખપૂર્વક ભોગવી લેવું જોઈએ એવી માન્યતા તેઓ ધરાવે છે અને એ દિશામાં જ તેઓનો પુરુષાર્થ હોય છે. આખી જિંદગી સારું સારું ખાધું પીધું હોય અને સરસ મોંઘાં વસ્ત્રો, વાહનો, રહેઠાણો ધરાવતા હોય, મનોરંજનની પ્રવૃત્તિઓ જેમણે માણી હોય भोगी भमइ संसारे [ ૭૫ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy