________________
ધન ધન સાધુ સુયંકર ગુણમહિમા ભંડાર.
જીવોના ક્લેશનો નાશ કરે એવી દેશના આપવામાં હંમેશાં સાધુ ભગવંતો તત્પર હોય છે. એ માટે જે કંઈ શ્રમ પડે તેની તેઓ ચિંતા કરતા નથી. તેઓ ભવ્ય આત્માઓને આશ્વાસન લેવા માટે સ્થિર દીપ જેવા હોય છે. તેઓ સ્વયં તરે છે અને બીજાને તારનારા હોય છે. તેઓ કરુણાવાળા હોય છે. તેઓ ઉત્તમ જંગમ તીર્ય જેવા હોય છે. તેઓ ગુણના ભંડાર સમાન હોય છે. એવા સુખ કરાવનારા સાધુઓ વારંવાર ધન્યવાદને પાત્ર છે.
સાધુ ભગવંતોનાં લક્ષણો દર્શાવતાં નવકારના એક બાલાવબોધમાં કહ્યું છે : “જે સાધુ ૪૨ દોષ-વિશુદ્ધ આહાર લીએ, સમસ્ત ઇન્દ્રિય દમે, સંસારે ન રમે, બાવીસ પરીષહ સહે, નવ કલ્પ વિહરતા રહે, જે સાધુ સંસાર થકી ઉપરાંઠા ચાલે, ભવ્ય જીવને મુક્તિસુખ હેલા માત્રમાં આપે, જે મુનીશ્વર તણા સત્તાવીસ ગુણ ધરે, એવા શાન્ત, દાત્ત, કાન્ત, વૈરાગ્યના સમુદ્ર, સાહસિક શિરોમણિ, ગુણવંતમાંહી અગ્રેસર, સજજન, સદાપ્રસન્ન, જીવલોકના બંધવ, કુગતિરૂપી સમુદ્રના શોષણહાર, કેવળધરા, ઋજુમતિ, વિપુલમતિ આદિ ૨૮ લબ્ધિના ધારનાર, મોહ, માયા, લોભ, સ્નેહના પ્રતિબંધ ખંડિયા...”
બીજા એક બાલાવબોધમાં કહ્યું છે :
સર્વ લોકમાંહિ જે છે સાધુ તે સાધુ... સમ્યગુજ્ઞાન, સમ્યગદર્શન, સમ્યફ ચારિત્ર એ રાત્રય સાધઈ, પાંચ મહાવ્રત ધરાઈ, છઠું રાત્રિભોજન વરજઈ, સાત ભય ટાલઈ, આઠ મદ વરજઈ, નવકલ્પી વિહાર કરઈ, દસ ભેદ સંયમધર્મ આદરઈ, બારે ભેદે તપ તપઈ, સત્તરહ આશ્રદ્વાર સંધઈ, અઠ્ઠારસ સહસ સીલાંગરથ ધરાઈ, બાવીસ
નમો લોએ સવ્વસાહૂણે
[ ૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org