SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ મહારાજ કહે કે “વર્તમાન જોગ.” એટલે તે વખતે જેવો યોગ હશે તે પ્રમાણે થશે. આમ કહેવાનું કારણ એ છે કે સાધુ મહારાજનું વચન અસત્ય ન ઠરવું જોઈએ. કોઈક કારણસર તબિયત બગડી, વરસાદ પડ્યો, રમખાણ થયું તો સાધુથી ત્યાં પહોંચી ન શકાય અને ન પહોંચે તો પોતાનું વચન મિથ્યા ઠરે એટલે કે સત્ય બોલવાના પોતાના વ્રતને દૂષણ લાગે, મૃષાવાદનું પાપ લાગે. જૈન સાધુઓના આહાર-વિહાર માટે, વસ્ત્ર-પાત્ર માટે ઘણા બધા નિયમો આચારાંગસૂત્ર, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર વગેરેમાં બતાવવામાં આવ્યા છે. જૈન સાધુઓનું જીવન નિર્દોષ, પાપરહિત હોય છે. તેઓના જીવનમાં માયાચાર હોતો નથી. પંચ મહાવ્રતો તેઓ ચુસ્ત રીતે નવ કોટિએ પાળે છે. શ્રી હરિભદ્રસૂરિએ “સંબોધ પ્રકરણમાં સાધુ ભગવંત કેવા હોવા જોઈએ તે માટે કહ્યું છે : गीयत्था संविग्गा निस्सल्ला चत्तगारवासंगा । जिणमय उज्जोयकय सम्मत्त पभावगा मुणिणो । મુનિઓ ગીતાર્થ, સંવિગ્ન, નિઃશલ્ય, ગારવાનો ત્યાગ કરનારા, અસંગ થયેલા, જિનમત-જિનધર્મનો ઉદ્યોત કરનારા અને સમ્યક્ત્વના પ્રભાવક હોવા જોઈએ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “પંચપરમેષ્ઠિ ગીતામાં સાધુ ભગવંતનું સ્વરૂપ દર્શાવતાં લખ્યું છે : કલેશનાશિની દેશના, દેત ગણે ન પ્રયાસ; અiદીન જિમ દીપ તથા ભવિજન આશ્વાસ. તરણતારણ કરુણાપર જંગમ તીરથ સાર, ૧૬ ] સાંપ્રત સહચિંતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy