SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ હતાં. એમને બે પુત્ર પારકુમાર અને પદમચંદ તથા બે પુત્રી શ્રીકાન્તા અને ચન્દ્રકાન્તા એમ ચાર સંતાનો થયાં હતાં. શ્રી નાહટાજીએ શાળાનો અભ્યાસ ફક્ત પાંચ ધોરણ સુધીનો કર્યો હતો. હાયર સેકન્ડરી સ્કૂલ કે કૉલેજમાં એમણે અભ્યાસ કર્યો નહોતો. પોતે વ્યાવહારિક ઉચ્ચ શિક્ષણ લીધું ન હોવા છતાં એમણે પોતાના પુરુષાર્થથી જૈન સાહિત્ય અને ઇતિહાસનો એટલો ઊંડો અભ્યાસ કર્યો હતો અને ગ્રંથો લખ્યા હતા કે યુનિવર્સિટીમાં પીએચ.ડી.ના માર્ગદર્શક અને પરીક્ષક તરીકે એમને સ્થાન મળ્યું હતું. જૈન સાહિત્યના ક્ષેત્રે શ્રી અગરચંદજી નાહટાનું નામ જેટલું સુપ્રસિદ્ધ છે તેટલું શ્રી ભંવરલાલજીનું ત્યારે ન હતું. વસ્તુતઃ અગરચંદજી એમના સગા કાકા થાય, પરંતુ બંને લગભગ સમવયસ્ક જેવા હતા. તો પણ ભંવરલાલજી અગરચંદજી પ્રત્યે પૂરો પૂજ્યભાવ ધરાવતા. સાહિત્ય અને સંશોધનના કાર્યમાં એમને રસ લગાડનાર શ્રી અગરચંદજી હતા. અગરચંદજીના કેટલાયે લેખોની સામગ્રી ભંવરલાલજીએ પૂરી પાડી હતી, કેટલીયે હસ્તપ્રતો પરથી લેખનકાર્ય કરી આપ્યું હતું. તો પણ તેમાં પોતાનું નામ મૂકવાનો ભંવરલાલજીનો કોઈ આગ્રહ રહેતો નહિ. ભંવરલાલજીનું વ્યક્તિત્વ એટલું નિર્મળ અને નિસ્પૃહ હતું કે તેઓ પોતાના નામ માટે ક્યારેય ઝંખના રાખતા નહિ. પોતાનું નામ ક્યાંક છપાયું તો ઠીક અને ન છપાયું હોય તો પણ ઠીક. તેઓ તે માટે કોઈને ટોકતા નહિ કે ઠપકો આપતા નહિ. એમના કેટલાક લેખો બીજા પોતાને નામે છપાવી દેતા. એમણે કીર્તિલતા' અને 'દ્રવ્યપરીક્ષા'નો હિંદી અનુવાદ કર્યો હતો. એના ઉપરથી એ બેનું અંગ્રેજીમાં ભાષાન્તર કરીને એક વિદ્વાને તે પોતાને નામે છપાવી માર્યું, પણ તે માટે નાહટાજીએ એ લેખકને ક્યારેય ઠપકો આપ્યો નહોતો. ' યુવાન વયે તેઓ પોતાના કાકા શ્રી અગરચંદજી સાથે જે સાધુ મહાત્માઓના સંપર્કમાં આવ્યા હતા અને જેઓની પ્રેરણા અને સ્વ. ભંવરલાલજી નાહટા Jain Education International For Private & Personal Use Only [ ૮૯ www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy