________________
જ્યાં સુધી મોહનીય કર્મનો પ્રબળ ઉદય હોય અને માણસની આત્મિક જાગૃતિ ન હોય તો સંસાર એને રળિયામણો લાગે છે, બિહામણો નથી લાગતો. સંસારના ભોગવિલાસ તરફ એની દષ્ટિ રહે છે અને એની ભોગબુદ્ધિ સતેજ રહે છે. સંસાર અને બિહામણો લાગે, છોડીને ભોગવા જેવો લાગે ત્યારે જ એની ભોગવૃત્તિ નબળી પડે છે અને ચાલી જાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે “જ્ઞાનસારમાં કહ્યું છે :
बिभेषि यदि संसाराद् मोक्षप्राप्तिं च काङ्क्षसि ।
तदेन्द्रियजयं कर्तुं स्फोरय स्फारपौरुषम् ॥ [જો તું સંસારથી ભય પામે છે અને મોક્ષપ્રાપ્તિની ઇચ્છા રાખે છે, તો ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવા માટે દેદીપ્યમાન પરાક્રમ ફોરવ.]
0 ]
સાંપ્રત સહચિંતન
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only