SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ [મુનિએ વગર પૂછ્યું બોલવું નહિ, ગુરુ ભગવંત બોલતા હોય ત્યારે વચમાં ન બોલવું, નિંદા કરવી નહિ અને માયામૃષાનો ત્યાગ કરવો.] આ જ પ્રમાણે “ઉત્તરાધ્યયનસૂત્ર'ના પ્રથમ અધ્યયનમાં ભગવાને કહ્યું છે : नापुट्ठो वागरे किं चि, पुट्ठो वा नालियं वए । कोहं असच्चं कुव्विज्जा, धारेज्जा पियमप्पियं ॥ [પૂછ્યા વિના કંઈ પણ બોલે નહિ, પૂછે ત્યારે અસત્ય ન બોલે, ક્રોધને નિષ્ફળ બનાવે અને પ્રિય કે અપ્રિય શિક્ષા ધારણ કરે.] ગુરુ મહારાજ જ્યારે કોઈની સાથે વાત કરતા હોય ત્યારે શિષ્ય વચ્ચે ન બોલવું જોઈએ. ગુરુ મહારાજ પૂછે અથવા બોલવાનું કહે તો જ બોલવું જોઈએ. સામાન્ય લોકોના સરળ સુસંવાદી જીવનવ્યવહાર અને સાધુઓના સંયમજીવન માટે આવો નિયમ બહુ જરૂરી છે. શિષ્ય જો વગર પૂછ્યું બોલે તો કોઈકની વાત છતી થઈ જવાનું જોખમ છે, જે બોલવા જેવી ન હોય કે જાહેરમાં મૂકવા જેવી ન હોય. વચ્ચે બોલવાથી વાતનો તંતુ તૂટી જાય છે, વિષયાંતર થવાનો સંભવ રહે છે અને અન્ય વ્યક્તિ ઉપર ખોટી છાપ પડવાનો સંભવ રહે છે. કોઈ વાતની સ્પષ્ટતાની જરૂર હોય કે કંઈ માહિતી જોઈતી હોય તો ગુરુ મહારાજ પોતે જ શિષ્યને પૂછી લે છે એટલે શિષ્ય વગર પૂછ્યું બોલવાની આવશ્યકતા નથી. વળી એક વખત શિષ્યને વગર પૂછ્યું બોલવાની ટેવ પડી જાય તો શિષ્યમાં અવિનય આવવા લાગે છે. પોતે ગુરુભગવંત કરતાં હોશિયાર અને વધુ જાણકાર છે એવું અભિમાન આવી જવાનો પણ સંભવ રહે છે. જીવનને ક્રોધ, માન ઇત્યાદિ કષાયોથી ૧૪૮ ] સાંપ્રત સહચિંતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy