________________
૧ ૨.
બાવનગજા
મધ્યપ્રદેશમાં બડવાની શહેર પાસે આવેલા દિગંબર જૈન તીર્થ બાવનગજાની યાત્રા કરવાનો એક સરસ અવસર કેટલાક સમય પહેલાં અમને સાંપડ્યો હતો. આ તીર્થની અમારી આ પહેલીવારની જ યાત્રા હતી. અમે વડોદરા જિલ્લાના સંખેડા ગામ પાસે હાઈવે પર આવેલી મંગલભારતી' નામની સંસ્થામાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ત્યાંથી પછી બાવનગજા ગયા હતા.
વડોદરાથી ઇંદોર-ખંડવા સુધીનો રસ્તો ડભોઈ, બોડેલી, છોટા ઉદેપુર થઈને અલિરાજપુર જાય છે. ગુજરાતની હદમાં રસ્તો સારો છે, પણ મધ્યપ્રદેશની સરહદ ઓળંગ્યા પછી ત્યાંનો રસ્તો ખરાબ, ખરબચડો છે. એટલે ત્યાં વાર વધારે લાગે એમ હતી. એટલે અમે એ પ્રમાણે સમયની ગણતરી પહેલેથી કરી જ લીધી હતી. મંગલભારતીથી બાવનગજા સુધીનું અંતર આશરે બસો કિલોમીટર જેટલું છે.
મંગલભારતીથી નીકળીને અમે અલિરાજપુર પાસે લક્ષ્મણી તીર્થમાં દર્શન-ચૈત્યવંદન કરીને સાંજે સાડા સાત વાગે બડવાની પહોંચ્યા, ત્યારે અંધારું થઈ ગયું હતું. બાવનગજા બવાની શહેરથી આશરે આઠ કિલોમીટર દૂર છે, પરંતુ એટલો રસ્તો ડુંગરોમાંથી પસાર થાય છે. ચડઊતર રસ્તો છે એટલે સમય વધારે લાગે છે. રાત્રે આઠ વાગે અમે
૧૦ ].
-
સાંપ્રત સહચિંતન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org