SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ઓછામાં ઓછો હસ્તક્ષેપ કરે છે. એ દૃષ્ટિએ જૈન સાધુઓ પર્યાવરણના મહાન રક્ષક છે. જૈન સાધુ જેવા પર્યાવરણવાદી અન્ય કોઈ જોવા નહિ મળે. જૈન સાધુઓને ગૃહસ્થો જેવી કોઈ જવાબદારી કે વ્યાવસાયિક, વ્યાવહારિક પ્રવૃત્તિ ન હોવાથી સમય ઘણો મળે. પરંતુ એથી તેઓને નવરા બેસી રહેવાનું નથી. તેઓએ પોતાની આવશ્યક ક્રિયાઓ કરવાની હોય છે અને જ્ઞાન-ધ્યાન, તપ-જપ નિયમિત કરવાનાં રહે છે. સ્વાધ્યાય અને ધ્યાન એ સાધુ જીવનનો પ્રાણ છે. એટલે જ એક જ ઉપાશ્રયમાં ઘણા બધા સાધુઓ હોવા છતાં કોઈ ઘોંઘાટ હોતો નથી. પોતાના સ્થાનમાં પણ તેઓ વગર કારણે ઊઠબેસ કરતા નથી કે જરૂર વગર બોલતા નથી. સાધુઓને એકબીજાની સાથે આદર અને મૈત્રીપૂર્ણ વ્યવહાર હોય છે. પોતાને ફલાણાની સાથે ફાવતું નથી એવી ફરિયાદ સામાન્ય રીતે સાધુ કોઈ દિવસ કરે નહિ. શ્રી સિદ્ધિસેન દિવાકરે એવા સાધુને ઉદ્દેશીને માર્મિક રીતે કહ્યું છે કે, “ભાઈ, અહીં પાંચસાત સાધુઓ સાથે તને નથી ફાવતું, તો સિદ્ધિશિલા ઉપર અનંત સિદ્ધોની સાથે તેને કેવી રીતે ફાવશે ?' જેઓ જૈન ધાર્મિક પરંપરા અને તત્ત્વધારાથી અનભિજ્ઞ-અજાણ છે. એવા કેટલાક લોકો ફરિયાદ કરતાં બોલે છે કે જૈન સાધુ-સાધ્વીઓ મફતનું ખાઈને પડ્યા રહે છે, એના કરતાં લોકસેવા કરતાં હોય તો શું ખોટું છે ? ખ્રિસ્તી પાદરીઓ, સાધ્વીઓ સેવાનું કેટલું બધું કામ કરે છે! પરંતુ આવો વિચાર કેવળ અજ્ઞાનમૂલક છે. વસ્તુતઃ જૈન સાધુસાધ્વીઓ સંઘ સમક્ષ પ્રતિજ્ઞાપૂર્વક દીક્ષા લે છે તે આત્મકલ્યાણ માટે, મોક્ષની સાધના માટે લે છે, સમાજસેવા માટે નહિ. તેઓ મફતનું ખાય છે કે સમાજ ઉપર બોજારૂપ છે એવું કશું નથી. એમની પાસેથી જે સમાજને મળે છે તેનું પૂરેપૂરું મૂલ્ય સમાજ ચૂકવી શકે એમ નથી. જે નમો લોએ સવ્વસાહૂણે [ ૧૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy