SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ જેથી કોઈ બાળક નખ કપાવવા આવે તો કહેવું ન પડે કે ‘અત્યારે નહિ, કાતર નથી.’ બાળકોના નખ કાપતી વખતે એમના મનમાં એવી ઉમદા ભાવના રહે કે બાળદેવતાની સેવા કરવાની પોતાને કેવી સરસ તક મળી. બાળકના બધા નખ કપાઈ જાય એટલે પ્રત્યેક બાળકને પોતે પ્રેમથી મસ્તક નમાવી નમસ્કાર કરે. બાળવિકાસ માટેની પ્રવૃત્તિઓમાં માનભાઈની આ પ્રવૃત્તિ અદ્વિતીય હતી. એવી પ્રવૃત્તિ એમને જ સૂઝે. લોકમતને જાગ્રત કરવા માટે માનભાઈ પાસે પોતાની વૈયક્તિક લાક્ષણિક પદ્ધતિઓ હતી. તેઓ બધાંને દૂરથી પણ વંચાય એવા મોટા અક્ષરે બૉર્ડ લખતા. તેઓ પોતાની સાઇકલ ઉ૫૨ કોઈક ને કોઈક બૉર્ડ રાખીને ફરતા. શિશુવિહારના શરૂઆતના દિવસોમાં નાણાની જરૂર હતી, પણ સામેથી માગવામાં માનતા નહિ, એટલે બૉર્ડ રાખતા કે ‘આપશો તો લઈશ, માંગીશ નહિ.' માનભાઈ પોતાની પીઠને જાહેરાતના બૉર્ડ જેવી ગણતા. ભાવનગરમાં સાઇકલ પર કોઈ જતું હોય અને એમના બરડા ઉપર લાંબા લટકણિયામાં મોટા અક્ષરે કંઈ લખેલું હોય તો સમજવું કે એ માનભાઈ ભટ્ટ છે. કોઈક સૂત્ર કે વિશેષ નામ મોટા અક્ષરે લખેલું હોય એવું શર્ટ પહેરવાની ફૅશન તો હવે ચાલુ થઈ. માનભાઈ તો પાંચ દાયકા પહેલાં એટલા ‘મૉડર્ન હતાં.’ તેમનું એક લટકણિયું હતું— ઈશ્વર અલ્લાહ + રામ-રહીમ તારાં નામ સૌને સન્મતિ આપો કૃપાનિધાન. માનભાઈ એટલે એક માણસનું સરઘસ. બીજા જોડાય તો ભલે. તેઓ સાઇકલ પર નીકળે ત્યારે સાથે ચોપાનિયાં લેતા જાય. વચ્ચે વચ્ચે ઊભા રહે. સૌને મળે અને પોતાની પ્રવૃત્તિઓનાં, કે પોતાના સુવિચારોનાં ચોપાનિયાં વહેંચે. ૨૦ ] Jain Education International For Private & Personal Use Only સાંપ્રત સહચિંતન www.jainelibrary.org
SR No.002058
Book TitleSamprat Sahchintan Part 14
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2003
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy