Book Title: Mahavira Jivan Vistar
Author(s): Bhimjibhai Harjivandas
Publisher: Shrutgyan Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/004577/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જીવન વિસ્તાર : લેખક શ્રી ભીમજીભાઈ હરજીવનદાસ ‘સુશીલ ૯ પ્રકાશક : શ્રુતજ્ઞાન પ્રસારક સભા, અમદાવાદ-૧૪. 2010_03 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામિ ભગવાન 2010_03 Page #3 -------------------------------------------------------------------------- ________________ 2010_03 Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જીવન વિસ્તાર } : લેખક : શ્રી ભીમજીભાઈ હરજીવનદાસ સુશીલ' : પ્રકાશક : શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા અમદાવાદ-૧૪ 2010_03 Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા : અમદાવાદ - વિ.સં. ૨૦૬૫ પ્રત : ૧૨૫૦ લાગત મૂલ્ય : ૨૭-00 શુભ ભાવના સાથે શ્રીમતી જ્યોત્સનાબેન જયસુખલાલ ધારશીભાઈ શાહ પરિવાર જામનગર. - પ્રાપ્તિ સ્થાન : જિતુભાઈ કાપડિયા અજંતા પ્રિન્ટર્સ, લાભ કોમ્લેક્ષ, ૧ર-બી, સત્તરતાલુકા સોસાયટી, પોસ્ટ - નવજીવન, અમદાવાદ-૩૮૦ ૦૧૪ ફોન : (ઓ) ર૭૫૪૫૫૫૭, (મો) ૯૮૨૪૦૮૦૩૦૮ શરદભાઈ ઘોઘાવાળા વી.ટી. એપાર્ટમેન્ટ, કાળા નાળા, ભાવનગર (સૌરાષ્ટ્ર) ફોન : ૨૪ર૬૭૯૭ ૩. વિજયભાઈ દોશી સી/૬૦ર, દત્તાણી નગર, બિલ્ડીંગ . ૩, એસ. વી. રોડ, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૯૨ મો. : ૯૩૨૦૪૭૫રરર મુદ્રક : ગિરીશ આર્ટ પ્રિન્ટરી ૨ ૨૩, ભવાનપુરા પીઠ, રાયપુર દરવાજા બહાર, અમદાવાદ-૨૨ ફોન (ઓ) ૨૫૪૫૪ર ૫૪ (મો) ૯૩૨૭005800 2010_03 Page #6 -------------------------------------------------------------------------- ________________ -------- - - પુનર્મુદ્રણ પ્રસંગો ‘સુશીલ' નું નામ એક કાળે કથાલેખક તરીકે ગાજતું હતું. તેમની દષ્ટિ અને કલમ બંનેએ જૈને સાહિત્યમાં નવલી ભાત પાડી હતી. આજે તેમનું સાહિત્ય મળતું નથી. વાચકવર્ગ જે મળે તે વાંચે તેના બદલે તેના હાથમાં સારું સાહિત્ય મૂકીએ તો તેને સુવાચ્ય મળે તે હેતુથી સુશીલના સાહિત્યનું પુનર્મુદ્રણ કરાવવું જરૂરી લાગ્યું. તેમણે લખેલી ઘણી કથા હજી છે. ઈન્ટરનેટના જમાનામાં આવા પુસ્તકનો શો ખપ ! તેવો પ્રશ્ન થાય, પણ સદાકાળ વાચકો તો રહેવાના જ. અને તેને માટે ઉદ્યમ કરવો જ રહ્યો. શ્રમણ મહાવીર ભગવાનના જીવન વિશે ઘણું લખાયું છે. હજી લખાતું રહેશે. પણ તેઓનું જીવન વિલક્ષણ હતું તેથી તેમના જીવન વિષે જિજ્ઞાસા રહે જ છે. માટે વાચકો ભલે વાંચે. એ જ. દહાણુ રોડ, ઈરાની રોડ, જૈન ઉપાશ્રય ફી.વ.૭ / વિ. સં. ૨૦૬૫ 2010_03 Page #7 -------------------------------------------------------------------------- ________________ લેખક સુશીલ ભીમજી હરજીવન પરીખનો અલ્પ પરિચય બંગાળી સાહિત્યને ગુજરાતીમાં ઉતારનાર એક આરંભિક અનુવાદક, અનુભવી પત્રકાર ને પોતાના મૂળ નામ ભીમજીભાઈ હરજીવન પરીખ કરતાં સુશીલ’ના સાહિત્યિક ઉપનામથી વિશેષ જાણીતા ગ્રંથકાર આજથી પચાસેક વર્ષ પર શરદબાબુના “શ્રીકાન્ત’ને પ્રથમ ગુજરાતીમાં ઉતારનાર તરીકે અને જૈન સમાજમાં તો “જૈન” પત્રની તંત્રીનોપોથી શાણા અને પ્રગતિશીલ લેખક તરીકે ઘરઘરના જાણીતા હતા. છેલ્લાં ૧૩-૧૪ વર્ષ થયાં, લકવાને લીધે નિષ્ક્રિય બની વિસ્મૃતિમાં વિલાઈ ગયેલા એ પત્રકાર અને ગ્રંથકારનું ગઈ તા. ૧૫મી મેએ ભાવનગર હોસ્પિટલમાં ૭૩ વર્ષની વયે અવસાન થયું. - સૌરાષ્ટ્રમાં લીંબડી મુકામે ૧૮૮૮ની ૧૮મી જાન્યુઆરીએ એમનો જન્મ. વતનમાં જ અંગ્રેજી ચાર ધોરણ સુધી અભ્યાસ કરી અમદાવાદ અને કાશીની જૈન પાઠશાળાઓમાં સંસ્કૃત તથા અર્ધમાગધી શીખી જૈન તત્ત્વજ્ઞાનના અભ્યાસની સાથોસાથ અંગ્રેજીનું પણ સારું જ્ઞાન મેળવ્યું અને વિવેકાનંદ તથા રામતીર્થના અભ્યાસથી અપનાવેલી ઉદાર વિચારસરણી તથા ભાવનાશીલતાથી પૂત થઈને આજીવન અપરિણીત રહેવાના નિર્ધાર સાથે તેમણે લેખનપ્રવૃત્તિને જ પોતાનો મુખ્ય વ્યવસાય બનાવ્યો. “જૈન” ઉપરાંત બીજાં અનેક સાપ્તાહિકો, પાક્ષિકો અને માસિકોમાં તે લખતા; ને કાઠિયાવાડમાં રાજકીય જાગૃતિ આણનાર “સૌરાષ્ટ્ર'ના તંત્રીમંડળમાં અમૃતલાલ શેઠ તથા મેઘાણીના સાથી હતા ત્યારે ધોલેરા સત્યાગ્રહમાં ભાગ લઈને છ માસની જેલ પણ ભોગવેલી. જીવનચિત્રો, કથાસંગ્રહો, ઐતિહાસિક ગ્રંથો, નવલકથાઓ તથા અન્ય વિષયોના મળીને ૪૪ જેટલાં પુસ્તકો તથા બેશુમારે તંત્રીલેખોના એ અવિરામ લેખક, બહુશ્રુત વિચારક ને ચિંતક પણ હતા અને આજીવન અપરિણીત છતાં સુરુચિ, રસિકતા, પ્રસન્નતા અને વિનોદ તેમની પ્રકૃતિમાં સહજ રીતે વ્યાપ્ત હતાં. દર્દથી લાચાર બનેલાં છેલ્લાં વર્ષોમાં સૌરાષ્ટ્ર સરકાર તરફથી તેમને મળતી નિયમિત આર્થિક સહાય અંત સુધી ચાલુ રહેલી. - કુમાર' માસિકમાંથી 2010_03 Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ બાલ્યકાળ અને પાણિગ્રહણ........ ગૃહસ્થાશ્રમ અને સંગમ સ્વીકાર .......... ઉપસર્ગોની પરંપરા .......... મૌનનો મહિમા.......... , , , , , , , , , , , , , , , , , , , , , , , ગોશાલક : આજીવકમતવાદી ... અનાર્ય પ્રદેશમાં .. ૬ • • • •,,, તેજોવેશ્યા......... ...................... સંગમનો ઘોર ઉપસર્ગ. ....... . . . . . . . . . . . . . . . . . . . . . . ભાવના ભવનાશિની ......... - છે કે કર અને જે ....... , , , , , - માતા દેવાનંદા-સુનંદા ........ - - - - - - - - - , , , , , , , , , , , , , , , , , , , , , , , , , 2010_03 Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન ( બીજી આવૃત્તિ S આત્મામાં અનંત શક્તિ છે. આત્માના એક પ્રદેશમાં અનંત કર્મસમુદાયને તોડવાનું સામર્થ્ય છે. પણ આપણને આ વસ્તુસ્થિતિનું લક્ષ નથી. લાંબા સમયના અંધકારને એક નાની સરખી દીવાસળી દૂર કરી શકે છે. રૂના વિશાળ ઢગલાને એક જ ચિનગારી ક્ષણમાત્રમાં ભસ્મીભૂત કરી શકે છે, તેવી જ રીતે જો આત્મા ખરેખર “બળિયો’ બને તો કર્મના વિશાળ પડળને પણ ભેદી નાખે છે. ભગવંત મહાવીરનું સમગ્ર જીવન આ જ શક્તિની રજૂઆત કરે છે. નયસાર, મરીચિ, વિશ્વભૂતિ, ત્રિપુષ્ટિ વાસુદેવ, નંદન મુનિ વગેરે ભગવંત શ્રી મહાવીરના પૂર્વભવો માનવ-જીવન-વિકાસના ક્રમ-ઉપક્રમ સૂચવે છે અને રાગ-દ્વેષાદિ કષાયને વશ પડેલો આત્મા જ્યારે બળિયો બને છે ત્યારે સિદ્ધિસ્થાનને પણ પ્રાપ્ત કરી શકે છે. ચરમ જિનપતિ ભગવંત મહાવીરનું જીવન આપણા સમાજના આબાલગોપાલ સામાન્ય રીતે જાણતા જ હોય છે, તો આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનો હેતુ છે ? આવો પ્રશ્ન હુરે તો જણાવવાનું એટલું જ કે, જેમ સર્પનું ઝેર ઉતારવા માટે વારંવાર ગરૂત મંત્રનો જાપ કરવામાં આવે છે તેમાં જેમ યુનરુક્તિદોષ ગણવામાં આવતો નથી તેમ તે કોઈ ને કોઈ પ્રકારે હિતકત તેમજ જનસમાજને લાભદાયક છે. આ પુસ્તકની ખાસ વિશિષ્ટતા એ છે કે-તે “સુશીલ” જેવા સિદ્ધહસ્ત લેખક અને ચિંતકના હાથે પાંત્રીસ વર્ષ પૂર્વે નિબંધરૂપે લખાયેલ તેમજ પ્રસિદ્ધિ પામેલ. તે સમયને અનુલક્ષીને જે રજૂઆત કરવામાં આવે તે આજે પણ એટલી જ ઉપયોગી છે. અને તે હકીકતની પુષ્ટિ શ્રીયુત પરમાણંદદાસ કુંવરજી કાપડિયાએ આ જ પુસ્તકના લખેલા પ્રવેશકમાં કરી છે. શ્રીયુત ભીમજીભાઈ ‘સુશીલે' આ પુસ્તકની પુનઃ આવૃત્તિ પ્રગટ કરવા બતાવેલ ઉદારતા માટે અને શ્રી પરમાણંદ કાપડિયાએ લખી આપેલ પ્રવેશ માટે તેઓ બંનેના ઋણી છીએ. 2010_03 Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈન સમાજનું જૂનામાં જૂનું તેમજ નિયમિત અને એકધારું ધાર્મિક, નૈતિક અને સામાજિક રસ-સામગ્રી પીરસતું તેમજ પોતાનો નીડર અવાજ રજૂ કરતું કોઈ પણ સાપ્તાહિક હોય તો તે “જૈન” જ, જેને માટે અમે ગૌરવ અનુભવીએ છીએ. સમયમાં પરિવર્તન થયું છે, મોઘવારી માજા મૂકતી જાય છે, કાગળના ભાવો આસમાને ચડ્યો છે, છતાં “જૈન” પત્રે ‘ભેટ પુસ્તક આપવાનો પોતાનો શિરસ્તો અવિરતપણે જાળવી રાખ્યો છે. અમારી ઑફિસનાં ભેટ-પુસ્તક એટલાં તો સમાજ-પ્રિય નીવડ્યાં છે, કેટલાંક ભેટ-પુસ્તકોની એક પણ નકલ શીલકે રહી નથી. આ બધું અમારે મન ગૌરવ તથા આનંદનો વિષય ગણી શકાય અને તેના હિસ્સેદાર તરીકે “જૈનના ગ્રાહક, વાચક અને પ્રશંસક સૌ કોઈના અમે આભારી છીએ. અંતમાં, એટલું જ સૂચવીએ છીએ કે આ પુસ્તકનું સાઘન્ત વાચન-મનન વાચક બંધુઓ કરે કે જેથી – જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ.” એ કવિવર્ય પં. શ્રી પઘવિજયજીની ઉક્તિ ચરિતાર્થ બને. ૨૦૧૫ બુધવાર કાર્તિકી પૂર્ણિમા ગુલાબચંદ 2010_03 Page #11 -------------------------------------------------------------------------- ________________ (પ્રવેશક ) બીજી આવૃત્તિ શ્રી મહાવીર જીવન-વિસ્તારની ૩૫ વર્ષના ગાળે પ્રગટ થતી આ બીજી આવૃત્તિનો પ્રવેશક લખતાં હું આનંદ અનુભવું છું. સાહિત્યના ક્ષેત્રમાં શ્રી ભીમજીભાઈ સુશીલે વ્યવસાયી જીવનના પ્રારંભકાળથી આજ સુધી અનેકવિધ સેવાઓ જ કરી છે. શારીરિક વિકલતાના કારણે છેલ્લાં ૧૩ વર્ષથી તેમને નિષ્ક્રિય જીવન સ્વીકારવાની ફરજ પડી છે, એમ છતાં આજે પણ બિછાને પડ્યાં પડ્યાં તેમનું સાહિત્ય વિષયક ચિત્તન-વાચન ચાલુ જ છે. આજના સાહિત્ય-લેખકોમાં તેમને “સાહિત્યપસ્વી' તરીકે જો ઓળખવામાં આવે તો તેમાં જરા પણ અત્યુક્તિ થતી નથી. પ્રસ્તુત પુસ્તકમાં ભગવાન મહાવીર જીવનકાળથી માંડીને તેમને જરા વર્ષની ઉંમરે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યાં સુધીના ચરિત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે. વસ્તુતઃ આ નિરૂપણ તેમના જીવનની એખ સૂત્રબદ્ધ કથા નથી, પણ બાલજીવનથી માંડીને કૈવસ્ત્રાપ્તિ સુધીના તેમના જીવનના મુખ્ય મુખ્ય પ્રસંગો અંગે ઉપસ્થિત થતા મુદ્દાઓનું ચિત્તનાત્મક વિવેચન છે. આ પુસ્તક ૩૫ વર્ષ પહેલાં લખાયું ત્યાર પછીના લાંબા ગાળા દરમિયાન આપણે સર્વના વિચારોમાં તેમજ વલણોમાં મહત્ત્વનાં પરિવર્તનો થયાં છે. એટલે આ ચરિત્ર આજે જો ભીમજીભાઈને ફરીથી લખવાનું હોત તો તેને તેમણે કદાચ કોઈ જુદું જ રૂપ આપ્યું હોત એવી કલ્પના આ પુસ્તક વાંચતાં મનમાં હુર્યા વિના રહેતી નથી, આમ છતાં આજે જે આકારે આ બીજી આવૃત્તિ પ્રગટ થાય છે તેની પણ ભગવાન મહાવીરના ચરિત્રમાં રસ ધરાવનાર વિશાળ માનવસમુદાય માટે ચોક્કસ ઉપયોગિતા છે. પ્રસ્તુત નિરૂપણ કશા પણ સાંપ્રદાયિક પૂર્વગ્રહોથી મુક્ત છે અને ભગવાન મહાવીરના પ્રેરક જીવનનું આપણને આ પુસ્તક દ્વારા એક સ્વતંત્ર મૂલ્યાંકન પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત પુસ્તકની શ્રી ભીમજીભાઈએ લખેલી પૂર્વભૂમિકા ભારે ઉદ્દબોધક છે અને એક સ્વતંત્ર અને નીડર લેખક તરીકેની તેમની ખુમારીનો આપણને ફુર્તિદાયક પરિચય કરાવે છે. 2010_03 Page #12 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ભીમજીભાઈની લેખનશૈલીમાં રહેલી સરળતા, સચોટતા અને પ્રાસાદિકતા આપણું સહજ ધ્યાન ખેંચે છે, તેમનું સુમધુર ગદ્ય આજે પણ બહોળા વાંચક સમુદાયને આકર્ષી રહ્યું છે. આ રીતે મહાવીર જીવન વિસ્તારના પુન:પ્રકાશનને હું અત્તરથી આવકારું છું. પ્રસ્તુત જીવન-વિસ્તારની પુરવણીરૂપે દેવાનંદા તથા સુનંદાની કથાઓ આ પુસ્તકમાં સાંકળવામાં આવી છે, દેવાનંદાની કથા જૈન આગમોમાં દેવાનંદા વિશે આવતા ઉલ્લેખો ઉપર આધારિત છે. સુનંદાની કથા કેવળ કાલ્પનિક છે કે જૈન કથા-સાહિત્યનો કોઈ આધાર લઈને લખવામાં આવી છે તેની મને ખબર નથી. આ દેવાનંદા તથા સુનંદાનું પ્રકરણ આજથી ૧૫ વર્ષ પહેલાં પ્રગટ કરવામાં આવેલ ભગવાન મહાવીરના યુગની “મહા દેવીઓ' નામક પુસ્તકમાંથી ઉદ્ધત કરવામાં આવ્યું છે. શ્રી મહાવીર જીવનવિસ્તાર સાથે આ આખા પ્રકરણને કોઈ સીધો સંબંધ નથી અને તે વિષે મને કાંઈ વિશેષ કહેવાનું પ્રાપ્ત થતું નથી, સિવાય કે શ્રી ભીમજીભાઈની પ્રાસાદિક વાણીનો તેમજ કલ્પનાકુશળતાનો પ્રસ્તુત કથાનિરૂપણમાં પણ આપણને એટલો જ આનંદ અનુભવવા મળે છે. પરમાનંદ કુંવરજી કાપડિયા તા. ૧૭-૧૧-૫૮ ભાવનગર 2010_03 Page #13 -------------------------------------------------------------------------- ________________ 10 પૂર્વભૂમિકા) પ્રભુના અવતરણનું મહત્ત્વ મહાવીર પ્રભુના અવતરણનું મહત્ત્વ શેમાં સમાયેલું હતું, અથવા જે સમાજ કે દેશમાં તેઓ અવતર્યા હતા, તેમનું કલ્યાણ સાધવા માટે કેવાં વિનોની સામે તેમને થવાનું હતું તે ઉપર પ્રસંગોપાત આપણે દૃષ્ટિ ફેરવવી જોઈએ. આ વિશ્વક્ષેત્ર ઉપર દેવી અને જગદુદ્વારક તનુઓના પ્રાદુર્ભાવમાં પ્રવર્તતાં અનેક નિમિત્તોનું અવલોકન કરતાં જણાય છે કે જ્યારે સમાજ અથવા પ્રજાનો એક બળવાન અને સત્તાધારી વિભાગ પોતાના સ્થૂળ સ્વાર્થનું રક્ષણ કરવા માટે અસત્ય અને અધર્મનો પક્ષ લઈ પોતાથી અલ્પ શક્તિમાન વિભાગને સત્યથી વંચિત રાખે છે ત્યારે તે આક્રમિત અને પરાજિત થયેલ સત્યની ભસ્મમાંથી એક એવું દિવ્ય સ્કુલિંગ પ્રગટે છે કે જેની પ્રખર જ્વાળામાં આખરે અધર્મ અને અનીતિનો લય થાય છે. અને તેમ હોવાથી એ દિવ્ય ફુલિંગમાં-એ દિવ્ય વિભૂતિના પ્રાદુર્ભાવમાં જેટલો નીતિનો નહીં તેટલો અનીતિનો, અને ધર્મનો નહીંતેટલો અધર્મનો ફાળો હોય છે. પરાભવ પામેલા સત્યને તેના મૂળ ગૌરવયુક્ત સ્થાન ઉપર પ્રતિષ્ઠિત કરવા અર્થે જ મહાપુરુષોનું અવતરણ હોય છે. દેવી અને આસુરી તત્ત્વોના વિગ્રહમાં જ્યારે આસુરી તત્ત્વ પોતાના ઉચ્ચ પ્રકારના સ્થળ બળના પ્રભાવથી દેવી સત્યને દબાવી દે છે, અને પોતાનું અધર્મશાસન પ્રવર્તાવે છે ત્યારે તેના પ્રતિશાસક તરીકે દૈવી સત્ત્વનો પક્ષ લઈ અસત્યનું નિકંદન કરવા માટે કુદરતના ગર્ભાગારમાંથી એક અમોઘ વીર્યવાન આત્મા જન્મે છે. આ મહા સત્ત્વને લોકો “અવતારની સંજ્ઞા આપે છે. તેવા પુરુષોના અવતરણનો હેતુ, જગતની સર્વદલીય પ્રગતિનાં અવરોધક કારણોને દૂર કરવાનો હોય છે. મહત્તા એ એકલા સામર્થ્યને લઈને નથી, પણ વિનોનો પરિહાર કરવામાં તે સામર્થ્યનો જે ઉપયોગ થાય છે તેને લઈને છે. અને તે પણ જેટલા પ્રબળ અંતરાયો અને પ્રતિબંધો સામે લડવામાં તે વપરાયું હોય તેટલા પ્રમાણમાં જ છે. જગતમાં જે જે મહાન પુરુષો મહત્તા પ્રાપ્ત કરી ગયા છે, તે માત્ર તેમના અંતર્ગત સામર્થના પ્રભાવથી જ નહીં, પણ સામર્થ્યને અધર્મની સામે 2010_03 Page #14 -------------------------------------------------------------------------- ________________ 11 વિરોધમાં રોકી આખરે અધર્મને પરાસ્ત કરવાથી જ ગણાયા છે. જે સામર્થ્ય કાર્યશૂન્ય છે, તેની જગતને ખબર જ પડતી નથી. કહેવાનો આશય એટલો જ છે કે મહાપુરુષોના મહત્ત્વનું ઉપાદાન અધર્મ અથવા અસત્યની સામે લડવામાં પોતાના સામર્થ્યનો કરેલો ઉપયોગ' છે. વસ્તુતઃ એ મહાન આત્માઓને આકર્ષનાર અધર્મ નથી. પણ અધર્મનું પ્રાબલ્ય જ્યારે સત્યના સ્વરને ગુંગળાવી નાખે છે, ત્યારે તે વખતે દુઃખાતે થયેલા સત્ત્વનો અંતઃપુકાર તે મહાત્માને સાદ કરે છે, છતાં મહાજનોનું ખરું મહત્ત્વ, અધર્મ, અસત્ય અને અનીતિને જ આભારી છે. રામની મહત્તા રાવણના અધર્મથી જ બંધાયેલી છે. કૃષ્ણનું ઐશ્વર્ય કૌરવોની અનીતિથી જ જગતને સ્પષ્ટ થવા પામ્યું છે. એ જ પ્રમાણે પ્રવૃત્તિના પ્રત્યેક ક્ષેત્રમાં જે જે પુરુષોએ કાંઈ પણ મહત્તા પ્રાપ્ત કરી છે તે, તે તે ક્ષેત્રમાં રહેલા હલકા સત્ત્વનો પરાજય કરવાથી જ પ્રાપ્ત થયેલી છે. મહત્તાનું-મહાવીરતાનું આ ધોરણ દૃષ્ટિમાં રાખી, મહાવીર પ્રભુનું મહત્ત્વ શામાં રહેલું છે, એ અવલોકવાનો પ્રસંગ પ્રસ્તુત પુસ્તકમાં લીધો છે. આવશ્યક અને ઉપકારક તત્ત્વની પ્રતિષ્ઠા હવે, મહાવીરસ્વામીએ કઈ અનીતિ તથા અસત્ય સામે લડત ચલાવી, અને જગતમાં કયાં આવશ્યક તથા ઉપયોગી તત્ત્વો દાખલ કર્યાં, તે જોઈ જવું જોઈએ. ૨૫૦૦ વર્ષ પહેલાં આર્યાવર્તની ધર્મભાવનામાં મહાન પરિવર્તન શરૂ થયું હતું. ઉપનિષદ્ અને ગીતાનાં વિશુદ્ધ તત્ત્વો લુપ્તપ્રાય થયાં હતાં, અને તેનું સ્થાન માત્ર અર્થહીન આચારો, હેતુશૂન્ય વિધિઓ અને કંટાળાભરેલી ક્રિયાઓની પરંપરાએ લીધું હતું. પારમાર્થિક રહસ્યની છેક જ વિસ્મૃતિ થઈ હતી, અને દેવ-દેવીઓની સંખ્યા એટલી ઝડપથી વધતી ચાલી હતી કે તે સર્વને સંતુષ્ટ રાખવાના મહાન બોજામાં મનુષ્યોને પોતાના આત્મકલ્યાણનો અવકાશ જ રહેતો નહોતો. જે ગૌરવ, જે સન્માન અને જે મહત્ત્વ પોતાના ગુણ અને કાર્યના પ્રભાવથી પૂર્વે સ્વીકારાતા હતા, તે હવે બ્રાહ્મણો પોતાના પરંપરાગત હક્ક તરીકે ગણવા લાગ્યા હતા. જ્ઞાતિની મર્યાદાઓ અત્યંત સાંકડી થઈ ગઈ હતી, અને સ્થૂળ કીમતના બદલામાં બ્રાહ્મણો લોકોને પારમાર્થિક ધ્યેયની લાલચ આપી, તેમની વતી ક્રિયાકાંડમાં પ્રવર્તતા હતા. સમાજની શ્રદ્ધાને અધમ રસ્તા ઉપર ઘસડવામાં આવતી હતી; 2010_03 Page #15 -------------------------------------------------------------------------- ________________ અને તેનો અણઘટતો લાભ તે કાળના બળવાન વિભાગે-બ્રાહ્મણોએ લેવા માંડ્યો હતો. ધર્મભાવનાનું જીવંતપણું વિલુપ્ત થઈ માત્ર સંપ્રદાયનું સાંકડાપણું અને ક્રિયાકાંડની જડતા અવશેષ રહી હતી. પ્રભુ મહાવીરના કાળથી પાંચસો વર્ષ ઉપર લગભગ આવી જ વસ્તુસ્થિતિ હતી. પ્રભુની વિદ્યમાનતામાં પણ ખેદ ઉપજાવે તેવા યજ્ઞ-યાગો પૂરજોશથી ચાલતા હતા, છતાં સદભાગ્યનો વિષય એ હતો કે તે કાળે કેટલાક સમજુ ઋષિઓ એવી ક્રિયાઓનું તુચ્છપણું સ્પષ્ટરૂપે જોઈ શક્યા હતા, એટલું જ નહીં પણ પારમાર્થિક શ્રેય માટે તેનું -ક્રિયાકાંડોનું નિરુપયોગીપણું સમાજને દર્શાવી આપ્યું હતું, અને તેમણે ઉપનિષદોની રચના કરી તેનાં રહસ્યો તરફ તેમનું લક્ષ ખેંચ્યું હતું. અસંખ્ય હાના-મ્હોટા દેવોને હડસેલી પાડી તેનું સ્થાન સમસ્ત નિસર્ગનું મહારાજ્ય, જે એક પરમ તત્ત્વ વડે વ્યાપી રહ્યું છે, તેને આપવામાં આવ્યું હતું. વરુણ, અગ્નિ, સૂર્ય વગેરે અનેક સત્ત્વોને પ્રસન્ન રાખવા અને તેઓ જગતના વ્યવહારમાં ડખલ ન કરે, તે માટે યજ્ઞાદિકથી સંતોષવાનો પ્રચાર, પરમબ્રહ્મની વિશુદ્ધ ભાવનાના, બળવાનપણાથી ગૌણપણાને પામ્યો હતો, અને તેથી બ્રાહ્મણોની વૃત્તિના સ્વાર્થી અંશને આઘાત પહોચવા પામ્યો હતો. તેમ છતાં પણ ઉપનિષદનાં રહસ્યોથી સમાજનો ડાહ્યા અને પ્રગતિશીલ વિભાગ ઉપર એવી ઉત્તમ અસર થઈ હતી, કે ઘણા કાળપર્યત યજ્ઞાદિક ક્રિયાકાંડનું જોર પ્રવર્તી શક્યું નહીં. સમાજનું લક્ષ, પ્રાકૃતિક સત્ત્વોને ખાસ કરીને સંતુષ્ટ રાખવા તેના કરતાં પારલૌકિક જીવન અને આત્માના સ્વરૂપસંબંધે બહુ આવેગપૂર્વક આકર્ષાયું હતું. છતાં એ સ્થિતિ ઘણો કાળ નભી શકી નહીં. લગભગ ત્રણસે-ચારસે વર્ષ સુધી તેની અસર જૂનાવિકપણે રહી, પણ મહાવીર દેવના આવિર્ભાવ કાળે તે જરી-પુરાણાં સત્ત્વો-સામર્થો પાછાં બળમાં આવી ગયાં હતાં. તાત્ત્વિક વિભાગ તરફ લોકોની રુચિ મંદ પડી ગઈ હતી. ધર્મગુરુઓ લાંચ-રૂશ્વત લઈ સ્વર્ગ અને મોક્ષ સુધીનો પરવાનો આપવાની ધૃષ્ટતા બતાવવા લાગ્યા હતા. શાસ્ત્રાભ્યાસ કે સ્વતંત્ર વિચારણા માટે બ્રાહ્મણો સિવાય કોઈને પણ અધિકાર હોય એમ મનાતું જ નહોતું. યજ્ઞાદિક કર્મના અધિકાર માટે બ્રાહ્મણ, ક્ષત્રીઓ અને વૈશ્યો વચ્ચે જબરી તાણાવાણી ચાલી રહી હતી. આચાર-વિચારના નિયામક સૂત્રોમાંથી અર્થ ઊડી 2010_03 Page #16 -------------------------------------------------------------------------- ________________ ગયો હતો, અને માત્ર શબ્દનાં ખાલી ખોખાં પડ્યાં રહ્યાં હતાં. સમયના બદલાવા સાથે આચાર પણ બદલાઈ જવાથી, આખો આચારકાંડ ગંધાતા જળના ખાબોચિયા જેવો બની ગયો હતો. આત્માના ચાલ્યા ગયા પછી, પાછળ પડી રહેલા પિંજરના જેવી સ્થિતિ પ્રત્યેક સ્થળે પ્રવર્તતી હતી. મતલબ કે ઉન્નતિક્રમ અને પ્રગતિશીલતાનાં ચકો, જૂના વિચારના કીચડમાં એટલી હદે ખેંચી ગયાં હતાં કે તેને પાછા સડક ઉપર ચાલતી સ્થિતિમાં મૂકવા માટે એક વીર આત્માના અવતરણની ચોતરફ એકસરખી આશાથી રાહ જોવાતી હતી. મહાવીર પ્રભુના આવિર્ભાવ કાળે કેવી વસ્તુસ્થિતિ હતી તેનું વર્ણન મિ. દત્ત આ પ્રમાણે આપે છે. Such was the state of things in India, in the sixth century before Christ. Religions in its true sense had been replaced by forms. Excellent social and moral rules were disfigured by the unhealthy distinctions of caste, by exclusive priviledges for Brahmins, by cruel laws for Sudras. Such exclusive caste priviledges did not help to improve the Brahmans themselves. As a community they became grasping and covetous ignorant and pretentious until Brahman Sutrakaras themselves had to censure the abuse in the strongest terms. For the Sudras, who had come Sunder the shelter of the Aryan religion, there was no religious instruction, no religious observance, no social respect. Despised and degraded in the community in which they lived, they sighed for a change and the invidious distinction became unbearable as they increased in number, pursued various useful industries, owned lands and villages and gained in influence and power. Thus society, was held in cast-iron moved which it had long out-grown; and the social, religious and legal literature of the day still proclaimed and upheld the cruel injustice against the Sudra, long after the Sudra had become civilized and industrious, and a worthy member of society. અર્થાત - “૨૫00 વર્ષ પહેલાં આર્યાવર્તની સ્થિતિ આવી હતી - ધર્મની 2010_03 Page #17 -------------------------------------------------------------------------- ________________ 14 યથાર્થ ભાવનાનો નાશ થઈ તેનું સ્થાન અર્થહીન આચાર-વિચારે લીધું હતું. ઉત્તમ સામાજિક અને નૈતિક નિયમો, દુષ્ટ જ્ઞાતિભેદથી અને બ્રાહ્મણો માટે ખાસ હક અને શુદ્રો માટે ઘાતકી ધારાઓથી, વિકૃત થયા હતા. આવા જ્ઞાતિજન્ય વિશેષ અધિકારથી બ્રાહ્મણોની સ્થિતિ ઊલટી બગડવા પામી. આખા સમાજ તરીકે તેઓ એટલી હદે લોભી અને લાલચુ, અજ્ઞાન, અભિમાની બની ગયા કે બ્રાહ્મણ સૂત્રકારોને પણ આ વસ્તુસ્થિતિની ઘણી સખત ભાષામાં ઝાટકણી કાઢવી પડી હતી. સૂકો કે જેઓએ આર્યધર્મના છત્ર તળે આશ્રય લીધો હતો તેમને માટે ધાર્મિક શિક્ષણ અને વ્રતક્રિયાનો નિષેધ હતો. સામાજિક સન્માન તેમને માટે મુદલ નહોતું. જે સમાજમાં તેઓ વસતા હતા તેમના તરફથી તિરસ્કાર અને ધિક્કાર પામવાથી તેઓ કાંઈક પરિવર્તન માટે આતુરતાથી રાહ જોતા હતા, અને જેમ જેમ તેઓની સંખ્યા વધતી ચાલી, ઉપયોગી હુન્નર ઉદ્યોગમાં પ્રવિષ્ટ થતા ગયા, જમીન અને ગામોના માલેક બનતા ગયા, તેમ તેમ આવી કેજયુક્ત જ્ઞાતિભિન્નતા તેમને અસહ્ય થતી ગઈ આ પ્રમાણે શૂદ્રો સભ્યતા અને ઉદ્યોગમાં આગળ વધવા છતાં અને સમાજના સભ્ય તરીકે લાયક થવા છતાં તે કાળનું સામાજિક, ધાર્મિક અને કાયદા સંબંધીનું સાહિત્ય તેમના પ્રત્યે અધમ અન્યાય વર્તાવી રહ્યું હતું.' ઉન્નતિના આવા અવરોધક કારણો દૂર કરવા માટે એક પ્રબળ શક્તિમાન વીર આત્માના પ્રાદુર્ભાવની જરૂર હતી, ઘણા કાળના એકત્ર થયેલા કચરાના ઢગલાઓને ઝાડી કાઢ્યા વિના, સમાજથી એક પગલું પણ આગળ વધાય તેમ નહોતું. જીવનના આત્મિક અંશોને મૂચ્છવસ્થામાંથી પાછા ચેતનવંત કરવા માટે એક જીવનપ્રદ અમીપ્રવાહની આવશ્યકતા હતી. તે કાળે જીવનવ્યવહાર તદન પ્રાકૃત કોટીનો થઈ ગયો હતો. અને તેથી લોકોની લાગણીનું બળ ઠંડું થઈ જવાથી પરમાર્થ પ્રવૃત્તિનો વેગ શિથિલતાને પામ્યો હતો. ક્રિયા, રૂઢી અને અર્થહીન મંતવ્યોના પ્રાબલ્યથી સામાજિક જીવનમાં એકમાર્ગીપણું (monotony) વ્યાપી ગયું હતું. લોકહૃદયની કરમાઈ ગયેલી ઉચ્ચ વૃત્તિઓને પુનઃ પ્રફુલ્લ કરવા માટે વૃષ્ટિની રાહ આતુરતાપૂર્વક જોવાતી હતી. ધર્મભાવનાના નારા સાથે પ્રજાજીવનની સમસ્ત ભાવનાઓને આઘાત પહોચ્યો હતો. આ બધા અંતરાયોને તોડવા માટે એક વિશિષ્ટ શક્તિનું 2010_03 Page #18 -------------------------------------------------------------------------- ________________ 15 પરિસ્ફોટન થવું જ જોઈએ. આ વિકટ મામલામાં, સાહિત્ય સમ્રાટ ડૉ. રવીન્દ્રનાથ ટાગોર કહે છે 24 Mahavir proclaimed in India the message of salvation that religion is a reality and not a mere convention, that salvation comes from taking refuge in that true religion, and not from observing the external ceremonies of the community that religion can not regard any barrier between man and man as an eternal vesity. Wondours to relate, this teaching rapidly overtopped the barriers of the race's abiding instinct and conquered the whole country, For a long period now the influence of Kshatriya teachers comletely suppressed the Brahmin power. અર્થાત – “મહાવીરે ડીંડીમ નાદથી મોક્ષનો એવો સંદેશ હિંદમાં વિસ્તાર્યો કે, ધર્મ એ માત્ર સામાજિક રૂઢિ નહીં, પણ વાસ્તવિક સત્ય છે. મોક્ષ એ સાંપ્રદાયિક બાહ્ય ક્રિયાકાંડ પાળવાથી મળતો નથી પણ સત્ય ધર્મના સ્વરૂપમાં આશ્રય લેવાથી પ્રાપ્ત થાય છે. અને ધર્મમાં મનુષ્ય અને મનુષ્ય વચ્ચેનો ભેદ સ્થાયી રહી શકતો નથી. કહેતાં આશ્ચર્ય ઉપજે છે કે આ શિક્ષણે, સમાજના હૃદયમાં જડ ઘાલીને બેઠેલી ભાવનાઓરૂપી વિદ્ગોને ત્વરાથી ભેદી નાંખ્યા, અને આખા દેશને વશીભૂત કર્યો. ત્યાર પછી ઘણા કાળ સુધી આ ક્ષત્રિય ઉપદેશકોના પ્રભાવ-બળથી બ્રાહ્મણોની સત્તા અભિભૂત રહી હતી.” પ્રભુએ દેશની પ્રચલિત ભાષામાં સાદી અને સરળ રીતે સત્યના પ્રભાવને જનહૃદયમાં અંકિત કર્યો અને આત્મધર્મના સ્વરૂપને તેના ગૌરવસ્થાન ઉપર પ્રતિષ્ઠિત કરી, લોકોને ઘણા કાળની મોહનિદ્રામાંથી જગાડ્યા. પ્રભુ જાણતા હતા કે સમાજ ઉપર ખરી અસર બ્રાહ્મણો દ્વારા જ થઈ શકશે, કેમ કે તે જમાનામાં તેમનું જોર પ્રબળપણે વર્તી રહ્યું હતું. તેથી તેમણે પોતાના પ્રભાવનો પ્રથમ ઉપયોગ તે કાળના મુખ્ય અને વિદ્વાન બ્રાહ્મણોને પોતાના પક્ષમાં લેવામાં કર્યો. જૈન ગ્રંથોમાં ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ આદિ અગિયાર સુવિખ્યાત બ્રાહ્મણોએ પ્રભુ આગળ દીક્ષા લીધાની જે હકીકત અસ્તવ્યસ્ત આકારમાં આ કાળે રહેવા પામી છે તે એ જ વાતનું સમર્થન કરે છે કે, પ્રભુએ સર્વથી પ્રથમ જેના વડે સમાજની પ્રગતિ અવરોધ પામી હતી તેવા બ્રાહ્મણોને પોતાના 2010_03 Page #19 -------------------------------------------------------------------------- ________________ 16 પક્ષમાં લેવા ઉદ્યમ કર્યો હતો. પ્રભુના અગીઆર ગણધરો પ્રથમ કિયાકાંડી બ્રાહ્મણો હતા અને પ્રભુના ઉપદેશથી અનુરજિત થઈ, પોતાના મોટા શિષ્યસમુદાયો સહિત તેમના શરણે આવ્યા હતા. તે પછી ઘણા કાળ સુધી પ્રભુનું પ્રવર્તાવેલું શાસન વિજયવંતું-ચેતનવંતું રહ્યું. તેમણે મુક્તિનો અધિકાર મનુષ્ય માત્રને માટે સરખા હકથી સ્થાપિત કર્યો. પુરુષો અને સ્ત્રીઓ માટે સુમર્યાદિત, સુઘટિત અને ઉત્તમ વ્યવસ્થાપુરસૂર મઠોની સ્થાપના કરી. અને લોકોના રાગદ્વેષ સ્વચ્છેદે ન દોરાઈ જાય તે માટે વિકટ આચારમાર્ગની ઘટના કરી. પ્રભુના ઉપદેશ-સ્વરૂપની મીમાંસામાં ઊતરવાનું અમોએ યોગ્ય ધાર્યું નથી, છતાં એટલું કહેવું જોઈએ કે તેમણે તે કાળમાં મુખ્ય બે વાત ઉપર વધારે ભાર મૂકી તેની અસર સમાજ ઉપર દૃઢપણે વિસ્તારી હતી. (૧) પ્રાણી માત્રને જીવવાનો એકસરખો હક્ક છે, માટે “જીવો અને જીવવા દો (Live and let live)નો સિદ્ધાંત અને (ર) પોતાના કલ્યાણ માટે કોઈ ઈતર બાહ્ય શક્તિ ઉપર કે તેના પ્રસાદ (favour) ઉપર આધાર કે અપેક્ષા ન રાખતાં સ્વશક્તિનું અવલંબન લેવાનો સિદ્ધાંત. આ બે સત્યોના પ્રકાશની તે યુગમાં અત્યંત જરૂર હતી. જો કે તે સત્યો તદન સાદાં અને એક બાળકથી પણ અજ્ઞાત ન રહી શકે તેવાં સર્વવિદિત છે, તો પણ જ્યારે તેવી સંભાવનાઓનો લોપ થવા બેઠો હોય છે, ત્યારે આખા દેશ બલકે આખા જગતને ઘણીવાર તેનું એક સાથે વિસ્મરણ થઈ જાય છે અથવા બીજી પ્રબલ વિરોધી ભાવનાઓની સત્તામાં તે કાળે પણ તેમજ થવા પામ્યું હતું. લોકો આત્મકલ્યાણના મુખ્ય નિશ્ચયોની અવગણના કરી, પોતાના હિત-સાધન તરીકે નાના મોટા અસંખ્ય દેવ દેવીઓને સંતુષ્ટ રાખવા માટે પ્રાણીહિંસાયુક્ત યજ્ઞ-યજ્ઞાદિકની શ્રમજાળમાં પડ્યા હતા. આ હિંસાપ્રધાન ધર્મને નામે ચાલતી કિયાઓ સામે મહાવીરે સખ્ત લડત ચલાવી જીવદયાનો સિદ્ધાંત ફેલાવ્યો, જે માટે અનંત મુંગા પ્રાણીઓ પોતાની મૂક વાણીમાં આજે પણ તે પ્રભુનો ઉપકાર ગાય છે. 2010_03 Page #20 -------------------------------------------------------------------------- ________________ 17 એક સંપ્રદાયબદ્ધ સમાજ, અને તેમાં વિશેષ કરીને શ્રદ્ધા એ જ જેનું ધાર્મિક જીવન છે, એવા જૈન સાંપ્રદાયિક સમાજન્સમક્ષ પોતાના અભિપ્રાયો સ્વાતંત્ર્યપૂર્વક રજૂ કરવા અને તે સાથે કોઈના હૃદયમાં લેશ પણ ક્ષોભ પ્રકટાવ્યા વિના સર્વને તે એક સરખા રુચિકર થાય એવી આશા પણ રાખ્યું જવી, એ તદ્દન નિષ્ફળ છે. વસ્તુસ્થિતિ જ્યાં આ પ્રકારની હોય ત્યાં વાચકને ગ્રંથનો જે ભાગ પોતાની સાંપ્રદાયિક શ્રદ્ધા સાથે વિરોધ્યુક્ત ભાસે તે તેમણે લેખક ઉપર દયા કરીને નિભાવી લેવો, એવી યાચના કરવાનો રિવાજ પડી ગયો છે. મને મારા પોતાના સંબંધે તેમ કરવું એ નિરર્થક અને અકારણ દીનતા દર્શાવવા જેવું જણાય છે. ક્ષમા-યાચના માત્ર એ જ વિષય પરત્વે હોઈ શકે કે જે વિષય ઉપર કૃતિકાળે કર્તાએ પોતાનો કાબૂ ગુમાવી અથવા પોતાના રાગદ્વેષથી બંધાઈને ભૂલ કરી હોય તથા કૃતિ બહાર આવતા સુધી પોતાની સ્પષ્ટ ભૂલ સુધારવાનો તે પ્રસંગ જ ન મળ્યો હોય. મારા સંબંધે તેવું કશું જ નથી, તો પછી યાચના શા માટે ? મને પોતાને આ કૃતિના વિષય સંબંધે જે યુક્તિસંગત અને ન્યાય્ય જણાયું તેનો મેં બુદ્ધિપુરઃસર અને નિર્ભયપણે અક્ષરરૂપે બહિર્ભાવ શોધ્યો છે. બુદ્ધિ અને શ્રદ્ધાનો વિરોધ, મનુષ્ય-હૃદયના ધર્મોનું નિર્માણ થયું તે કાળનો જૂનો છે; અને તેથી જ્યાં જ્યાં બુદ્ધિ વિવેકના પ્રોત્સાહનને અનુસરવામાં સમાજની શ્રદ્ધાગત રૂઢ ભાવનાને હું સાચવી શક્યો ન જણાતો હઉં, ત્યાં ત્યાં મને ખાતરી છે કે મારા શ્રદ્ધાનિર્ભર બંધુઓને તેમની મતારૂઢતાના પ્રમાણમાં જરૂર ક્ષોભ અનુભવાશે. સ્વાતંત્ર્યનું સંરક્ષણ અને ક્ષોભનું શમન એ ઉભયનો યુગપત્ર આવિર્ભાવ અશક્ય છે. આથી મેં એક જ નિશ્ચય કર્યો છે કે એ ક્ષોભમાંથી ઉદ્ભવતું પરિણામ-પછી તે ગમે તે હો તે સહી લેવા માટે તૈયાર રહેવું. પરિણામ ભોગવવા હું તત્પર છું. મારા આ પ્રકારના નિવેદનને કોઈ ઉદ્ધૃતપણાના અર્થમાં ગ્રહે તો તે યોગ્ય નથી. કેમકે પોતાની કૃતિ નિર્ભયપણે બહાર લાવ્યા પછી તેના શુભાશુભ ફળથી નાસી છૂટવાનો પ્રયત્ન કરવો એને હું ભીરુતા સમજું છું. વિશેષ તો એમ છે કે આ આખો લેખ એક વાર પ્રથમ માસિક પત્ર દ્વારા પ્રસિદ્ધ થયો હતો. તેમાં કોઈ પણ બંધુએ આજ સુધી ટીકા, સૂચના 2010_03 Page #21 -------------------------------------------------------------------------- ________________ 18 અથવા સુધારારૂપે કશું સૂચવ્યું નથી. હજી પણ કોઈ વ્યાજબી રીતે તેમ કરશે તો તે ઉપકારપૂર્વક સ્વીકારીશ. તેમ કરવામાં દુરાગ્રહ રાખવો સૌજન્યથી ઊલટું છે. મારે આટલું નિવેદન કરવાનો પ્રસંગ એ કારણથી પ્રાપ્ત થાય છે કે પૂર્વે આ પ્રકારના કેટલાએક કિસ્સાઓમાં સંઘ બહાર કે શાસન બહારનો મિથ્યા ભય દર્શાવી, ‘જોહુકમી'થી કામ લેવામાં આવ્યું હતું. મારા પોતાના અંતઃકરણને એ ભય સ્પર્શી શકતો નથી. કેમ કે મારા પોતાના અધીનમતને ખાતર હું મારા બંધુઓ તરફના ગમે તેવા વર્તનને સહી લેવા તત્પર રહું છું. હવે, જો હું વાચકવર્ગની તરફથી કોઈ પણ પ્રકારની ઉદારતાની આશા રાખતો હોઉં, તો તે એટલી જ છે કે તેમણે જે કાંઈ ઊહાપોહ કરવો હોય તે સભ્યતા અને વિવેક-મર્યાદામાં રહીને જ કરવો. કારણ કે એથી સમાજને જે સત્ય પ્રાપ્ત થવા યોગ્ય હોય છે, તે અનાયાસે પ્રાપ્ત થાય છે. એટલા માટે મારે આ યાચનાને અંતે જે કાંઈ કહેવાનું છે તે એટલું જ છે કે, સમગ્ર લેખની જવાબદારી અને ગુણદોષનો ટોપલો હું મારે શિર જ રાખું છું, તો પણ ગ્રંથના લેખક કે પ્રકાશક પ્રત્યે કાંઈ કટાક્ષ કે અસભ્યતા ન દાખવતાં, પોતાની ચર્ચામાં ઔદાર્યવૃત્તિ તથા વિવેકબુદ્ધિ સાચવી રાખવી, એ જ એક મારી વિનિતભાવે યાચના છે. ભીમજી હરજીવન પરીખ 2010_03 Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જીવન-વિસ્તાર પ્રકરણ પહેલું બાલ્યકાળ અને પાણિગ્રહણ नो हीणे, नो अइरित्ते, इति संखाए જે શોષાવા ? જે માળવા ? ભૂતકાળમાં એકેએક જીવ, ખરેખર અનેક વાર ઉચ્ચ ગોત્રમાં તેમજ નીચ ગોત્રમાં પણ જન્મેલ છે. આ હકીકતને લક્ષમાં લેતાં કોઈ પ્રાણી હીન-હલકો નથી તેમજ ઊંચો-ઊંચી જાતનો નથી. આટલી સમજણ પ્રાપ્ત થયા પછી કોણ ગોત્રવાદી બને ? કોણ માનવાદી બને ? શ્રી આચારાંગ સૂત્ર G જે મહાયોગીના યોગસામર્થ્યની આરંભક પ્રેરણા વડે ગતિમાન થયેલું શાસનચક્ર આજે ૨૪૮૪ વર્ષથી અનેક મહાભાગ જીવોના ઉદ્ધારનું નિમિત્ત થયેલું છે, અનેક ભવ્ય જીવોને શ્રદ્ધા, શાંતિ અને આશ્વાસન પ્રબોધી રહ્યું છે, અને હજી ભાવીમાં તેની ગતિના વેગ પર્યંત અનેક પ્રાણીઓને પરમ પથમાં દોરી જવા નિર્માએલું છે, તે વર્તમાન શાસનના આઘદ્રષ્ટા, પરમયોગી, સિદ્ધાર્થકુલકિરીટ, શ્રી મહાવીર પ્રભુને આ કાર્યના આરંભમાં, ત્રિકરણયોગે સાષ્ટાંગ પ્રણતિપરંપરા સમ છું. 2010_03 Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર ઘણા મહાપુરુષોના જન્મ સંબંધે તેમના અનુયાયી સમાજે પાછળથી ઘણી અશ્રદ્ધેય બાબતો દાખલ કરેલ હોય એમ જોવામાં આવે છે. જીસસ ક્રીસ્ટ, કૃષ્ણ, મહાવીર વિગેરે મહાન ધર્મપ્રવર્તક પુરુષોના જન્મના વ્યતિકરની આસપાસ તેમના ભક્તજનોની શ્રદ્ધાએ પાછળથી એવું અદ્ભુતપણાનું વાતાવરણ જમાવેલું છે કે તેવી વાતોને આ બુદ્ધિવાદનો યુગ સત્ય માને એ અસંભવિત છે. જેસસના જન્મ સંબંધે તેમની માતા “મેરી”ને કન્યાવસ્થામાં ગર્ભ રહ્યો હતો. શ્રી કૃષ્ણના શરીરને, જન્મતાં જ દૈવી સહાયથી, જ્યાં પક્ષી પણ ન જઈ શકે તેવા સ્થાનમાં લઈ જવામાં આવ્યું હતું. તે જ પ્રકારે (શ્રી મહાવીર પ્રભુના સંબંધે એમ બનેલું શાસ્ત્રો કહે છે કે દેવાનંદા નામની સ્ત્રીના ઉદરમાંથી સૌધર્મ દેવલોકના ઈન્દ્ર, તે પ્રભુના ગર્ભ-શરીરનું હરણ કરી તેમને ઈશ્વાકુ કુળના સિદ્ધાર્થ નૃપતિની પટ્ટરાણી ત્રિશલાદેવીના ગર્ભમાં સ્થાપ્યો અને ત્રિશલાદેવીના ગર્ભને દેવાનંદાના ઉદરમાં સ્થાપ્યો. આવા અલૌકિક વ્યતિકરોને સિદ્ધ કરવા પ્રયત્ન કરવો અથવા તેમ થવું સંભવિત છે એમ જણાવવાની આ વિજ્ઞાનના યુગમાં હિંમત ધરવી એ ડહાપણભર્યું નથી. જે વાતને મનુષ્યની બુદ્ધિ શક્યતા અથવા સંભવનીયતાના પ્રદેશની બહાર ગણે છે, તે વાતને માત્ર શ્રદ્ધા અને શાસ્ત્રના વાક્ય ઉપર નિર્ભર રહી ઠસાવવા પ્રયત્ન કરવો એ અયોગ્ય 2010_03 Page #24 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર છે, છતાં જેઓની મતિ અસામાન્ય અને દેવી સત્તાના કાર્યમાં શ્રદ્ધાવાની છે તેમને માટે, ઉપરોક્ત ગર્ભીતરની ભીનામાંથી એક ઉત્તમ સાર પ્રકટે છે. તે એ છે કે – મિહાવીર પ્રભુએ પૂર્વ ભવમાં મરીચિના જન્મમાં પોતાના કુળ સંબંધી ગર્વ કર્યો હતો તેથી તેમને ભિક્ષુકના ઘરે ગર્ભમાં રહેવું પડ્યું હતું.)મદ, અહંતા, અભિમાન એ એક એવો ભાવ છે કે જ્યારે તે મનુષ્યહૃદયમાં ઉત્પન્ન થાય છે ત્યારે તેના ઉચ્ચ પદ ઉપરથી ભ્રષ્ટ થઈ તે આત્મા નિકૃષ્ટ સ્થાનની સ્થિતિ ઉપાર્જે છે. (કાર્યની સાથે તેનું ફળ, પ્રયત્નની સાથે તેનું પરિણામ, આવાત સામે તેનો પ્રત્યાઘાત અને ભાવના સાથે તેનો બદલો સંકળાએલો જ છે) આત્મા જ્યારે ગર્લના ભાવને વશીભૂત બની તેનાથી હલકી કોટીની સ્થિતિને ધિક્કારે છે - અને ગર્વ સાથે ધિક્કાર જોડાએલો હોય જ છે – ત્યારે તે જે સ્થિતિ અથવા વસ્તુને વિકારે છે; તે જ મેળવવા તે પ્રયત્ન કરતો હોય છે. આત્મા જે અવસ્થાઓને ઉલ્લંધીને આગળ વધ્યો છે તે અવસ્થાઓ પ્રતિ તેણે કદી પણ ધૃણા અથવા દુર્ગાછા કરવી યોગ્ય નથી. તેમજ જે ઉચ્ચ સ્થાનનો પોતે ભોક્તા છે તેથી મદાંધ પણ થવું ઘટતું નથી. ગર્વીષ્ટ મનુષ્ય ઉન્નતિક્રમમાં આગળ વધી શકતો નથી કેમકે તેની વર્તમાન સ્થિતિમાં તેને મિથ્યા સંતોષ રહે છે, અને તેની નીચેની ભૂમિકાવાળા પ્રત્યે કેયુક્ત રહે છે. કેમકે તેમની સ્થિતિનો તે પોતાના ઉપર આરોપ કરી તેમાંથી કંટાળો અનુભવે છે. આ પ્રકારે ગર્વીસ્ટ આત્મા એક તસુ પણ આગળ તો વધતો જ 2010_03 Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર નથી. એટલું જ નહીં પણ કર્મની ન્યાયી સત્તા તેને તેના ઉચ્ચ સ્થાનમાંથી હડસેલી પાડી તે જે સ્થિતિને ધિક્કારે છે તેમાં લાવી મૂકે છે. મહાવીર પ્રભુને પણ તેમજ થયું હતું. તીર્થકર જેવા અત્યંત પ્રભાવશાલી શુભ નામ-કર્મની પ્રકૃતિ ઉપાર્જવા છતાં તે અભિમાનનું ફળ તેમને કર્મફળપ્રદાત્રી સત્તા આપ્યા વિના રહી નહીં. પ્રથમ તેમને એક દારિદ્રયુક્ત કુટુંબમાં બ્રાહ્મણીના પેટે આવવું પડ્યું હતું. ગર્વ એ મહાપુરુષોને પણ કેવો અનર્થકર નીવડે છે તેનું આ એક સુબોધમય દિષ્ટાંત છે. પ્રભુના જન્મ પછી તેમનું જન્મ કલ્યાણક ઉજવવા માટે સૌધર્મ ઈન્દ્ર, પ્રભુને મેરગિરિ ઉપર લઈ ગયા અને તે વખતે બીજા ત્રેસઠ ઈન્દ્રો પણ તેમને સ્નાત્ર કરવા માટે આવ્યા. જે વખતે તીર્થના સુગંધી જળ વડે પ્રભુનો અભિષેક મહોત્સવ કરવાની તૈયારી થતી હતી, તે વખતે સૌધર્મ ઈન્દ્રને શંકા થઈ કે પ્રભુનું બાળ શરીર, જળની આવી વિપુલ ધારાને કેવી રીતે સહન કરી શકશે ? ઈન્દ્રિયસુખનો છે જેને એકાંતપણે ઉદય વર્તે છે એવા ઈન્દ્રને, તે વખતે, સામર્થના વાસ્તવ પ્રભવસ્થાનનું વિસ્મરણ થયું. શક્તિ એ માત્ર શરીરના હાડ, માંસ અને ચર્મના બંધારણને અવલંબી રહી છે એવી પ્રાકૃતિદષ્ટિ તેમને ઉદયમાન થઈ. જે આત્માઓને નિત્ય સ્થૂળ સૃષ્ટિ સાથેનો જ પરિચય છે અને તે સૃષ્ટિ સિવાયની અન્ય ભૂમિકાઓ સાથે સંબંધ રહિત છે 2010_03 Page #26 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર તેમને આવી આશંકા થાય એ સ્વાભાવિક છે. યદ્યપિ ઈન્દ્રદેવ પોતાના અવધિજ્ઞાન વડે પ્રભુનું અતુલ સામર્થ્ય જાણતા હતા, છતાં ક્ષણભર માટે ભક્તિના બાહુલ્યમાંથી તેમને એવી આશંકા ઉદ્દભવી. નિત્યના સમાગમનું અને પ્રતિક્ષણે દષ્ટિપથમાં આવતા અનુભવનું બળ એટલું બધું હોય છે કે, તેમની પ્રત્યક્ષ પ્રમાણથી જન્મેલી શ્રદ્ધા પણ ક્ષણભર વિલયભાવને પામી જાય છે. પ્રભુએ પોતાના જ્ઞાન-બળ વડે ઈન્દ્રદેવના એ હૃદયભાવો જાણી લીધા અને પોતાના અદ્ભુત સામર્થ્યનું તેમને ભાન કરાવવા માટે, લીલા માત્રથી પોતાના નામ ચરણના અંગુષ્ટ વડે મેરુગિરિને દબાવ્યો. તત્કાળ તે ગિરિરાજનાં શિખરો નમી ગયાં, વસુધા તે બળને ઝીલવા અસમર્થ હોય તેમ કંપવા લાગી અને સર્વત્ર ઉત્પાત જેવું ભાસ્યમાન થયું. પ્રભુએ પોતાની આત્મશક્તિના એક અંશના સહજ પરિસ્ફિોટન વડે, ઈન્દ્રદેવને ખાત્રી કરી આપી કે સામર્થ્યનો આધાર હાડ અને માંસની કોથળી ઉપર નથી, તે તો માત્ર આંતરબળનું જ વાહક છે.) સ્કૂલ શરીરમાં જ જેની દષ્ટિમર્યાદા પરિસમાપ્ત થાય છે એવી પ્રાકૃત મતિ આત્માના આ પ્રભાવને ક્યાંથી સમજે ? વિકાસક્રમની ટોચે ચઢતા આત્માનું નૈસર્ગિક બળ કેવું અદ્દભુત હોય છે, તેનું ઉદાહરણ પ્રભુએ ઈન્દ્ર મહારાજને પોતાના જન્મ પછી તુર્ત જ આ પ્રમાણે દર્શાવ્યું. પ્રભુનું આ કાર્ય પોતાની શક્તિથી બીજાને આંજી નાખવા માટે નહીં, પણ ભવ્ય જીવોને આત્માની અગાધ શક્તિનું ભાન કરાવવા માટે હતું. સ્થૂળથી પ્રગટતી 2010_03 Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર શક્તિ સિવાયની અન્ય શક્તિઓમાં સામાન્ય જીવને શ્રદ્ધા હોતી નથી અને તેથી પ્રસંગ આવ્યે તેવી શક્તિનો પ્રભાવ મહાપુરુષોએ દર્શાવ્યાનાં અનેક દૃષ્ટાંતો છે. કૃષ્ણ પ્રભુએ પોતાની એક જ આંગળીએ ગોવર્ધન પર્વત તોળી રાખ્યાની પૌરાણિક આખ્યાયિકા પ્રસિદ્ધ છે. આત્માની શક્તિના અનંતપણામાં જેમને શ્રદ્ધા છે, તેમને આવા વ્યતિકરોમાં કશું જ અશ્રદ્ધેય હોવા યોગ્ય નથી. આ કાળે પણ આત્મશક્તિના પ્રભાવનાં અનેક ઉદાહરણો બનતા વાંચકોના જાણ્યામાં હશે. પુણ્યશાળી આત્માના પ્રાદુર્ભાવ કાળે સર્વત્ર આનંદ અને મંગળ પ્રવર્તી રહે છે. પ્રભુના જન્મ પછી તેમના પિતાની સમૃદ્ધિમાં અસાધારણ વૃદ્ધિ થવા લાગી. પ્રભુના પુણ્યબળ વડે નગરમાં, દેશમાં વિગેરે સર્વ સ્થળે પ્રસન્નતા વ્યાપી રહી. કોઈ પણ કારણ વિના સર્વના હૃદયમાં અનામી આનંદ છૂટી રહ્યો. આ પ્રકારે સર્વ પ્રકારના શુભમાં પ્રભુના પુનિત પગલાથી વૃદ્ધિ થવાથી, તેમનું નામ “વર્તમાન” રાખવામાં આવ્યું. ભગવાનની બાલ્યકાળની લીલા પણ બહુ બોધદાયક હતી. તેમના આત્માનો જે પ્રભાવ ભાવીમાં અનેક પ્રાણીઓનું કલ્યાણ કરવા નિર્માએલો હતો, તે પ્રભાવ તેમના ક્રીડાકાળમાં પણ દશ્યમાન થતો હતો. માતાપિતાના સ્નેહરૂપી સુધા વડે પોષણ પામતા, અનુક્રમે, પ્રભુ યૌવનાવસ્થાને પ્રાપ્ત થયા. પ્રભુના જન્મકાળથી લઈ, ત્યાં સુધીની 2010_03 Page #28 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર અનેક ચમત્કારિક ઘટનાઓથી યદ્યપિ માતા-પિતાને પ્રભુનું મહાન ભાવી સુજ્ઞાત હતું, તો પણ માતાપિતાને સુલભ એવી પુત્ર પ્રત્યેની સ્નેહભાવના વડે આકર્ષાઈ તેમણે પ્રભુના લગ્નનો પ્રબંધ રચવા માંડ્યો. નવીન યૌવનાવસ્થા, ધન-ધાન્યની વિપુલતા, યથેચ્છ ભોગપ્રાપ્તિની સુલભતા અને ઉત્કૃષ્ટ રૂપ તથા પ્રભુત્વ છતાં તે મહાભાગ્યના હૃદયમાં વિકારનો સ્પર્શ સરખો પણ થવા પામ્યો નહોતો. તેમના એક રોમમાં પણ ભોગની વાસના અવશેષ રહી ન હતી, પરંતુ વત્સલ માતા પોતાના સ્નેહની જે તૃપ્તિ પ્રભુને વિવાહિત કરી અનુભવવા આતુર હતાં તેમાં વિરોધ કરવો એ પ્રભુને અનુચિત જણાયું. તીર્થકરોના જીવનનો પ્રત્યેક વિભાગ દષ્ટાંતમય જ હોય છે એ પરિપાટીનો, માતૃસ્નેહની અવગણનાથી ભંગ થશે એમ વિચારી ત્રિશલા દેવીની સ્નેહ-વાચના તે નિર્વિકારી પ્રભુએ સ્વીકૃત કરી. દેવીએ પ્રભુને કહ્યું, “નંદન, આપ અમારા આંગણે આવ્યા છો તેમાં અમો અમારા પૂર્વના મહાન પુણ્યનો પરિપાક સમજીએ છીએ. જેના દર્શનની સ્પૃહા ઈન્દ્રાદિકને પણ રહ્યા કરે છે તેવા તમો, અમારે ત્યાં પુત્રરૂપે હો એ અમારું સૌભાગ્ય ખરે જ અદ્વિતીય છે. અમો એ પણ જાણીએ છીએ કે આપનું નિર્માણ ત્રણ જગતના પરિત્રાણ અર્થે છે અને આપનો ગૃહનિવાસ તો માત્ર અમને તમારી લીલાનું દર્શન કરાવવા અર્થે જ છે, તો પણ અમારું સ્નેહાદ્ધ હૃદય પુત્ર પ્રત્યેની ભાવનાને ત્યજી શકવા અસમર્થ છે. અન્ય કશા હેતુને માટે નહીં 2010_03 Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર પણ ફક્ત અમને રાજી રાખવા માટે જ વિવાહિત થવાની અમારી ઈચ્છાને આદર આપો.” તે દયામય પ્રભુએ તે સ્નેહ ભાવનાને માન આપી વિવાહની માગણી સ્વીકારવા માતાને કહ્યું. દેવીએ પ્રસન્ન થઈ યશોદા નામની રાજપુત્રી સાથે તેમનો વિવાહ કર્યો. માતાપિતા એ યુગલના દર્શનથી તૃપ્તિ અનુભવવા લાગ્યાં. 2010_03 Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બીજું ગૃહસ્થાશ્રમ અને સંયમસ્વીકાર नालं ते तव ताणाए वा सरणाए वा, तुमंपि तेसिं नालं ताणाए वा सरणाए वा । जाणित्तु दुःखं पत्तेयसायं अणमिकन्तं च खलु घयं संपेहाए खणं जाणाहि पंडिए जाच सोत्तपरिन्नाणेहि अपरिसयमाणेहिं आयर्से सम्म समणुबासेज्जासि त्ति बेमि ॥ તારાં સગાંસંબંધી, વિષયભોગો કે દ્રવ્યસંપત્તિ તારું રક્ષણ કરી શકતાં નથી, કે તને બચાવી શકતાં નથી તેમજ તું પણ તેમનું રક્ષણ કરી શકતો નથી કે તેમને બચાવી શકતો નથી. દરેકને પોતાનાં સુખદુઃખ જીતે જ ભોગવવાં પડે છે, માટે જ્યાં સુધી પોતાની ઉંમર હજી મૃત્યુથી ઘેરાઈ નથી તેમજ શ્રોત્રાદિ ઈન્દ્રિયોનું બળ તેમજ સ્મૃતિ પ્રજ્ઞા-મેલા વિગેરે કાયમ છે ત્યાં સુધી, અવસરને ઓળખી લઈ, શાણા પુરુષે સ્વકલ્યાણ સાધી લેવું જોઈએ. - શ્રી આચારાંગ શરીરથી પ્રભુ ગૃહવાસમાં સંસારીપણે હોવા છતાં તેમનું હૃદય જંગલમાં હતું. ઉદાસીનપણે-અરક્તપણે તેઓ ઉદયમાન ભોગને નિવેહતા હતા. જે મહાત્માઓના હૃદય, ભોગ અને યોગ એ ઉભય ભાવમાં સમાનભાવે વર્તી શકે છે, તેમનો વિરાગ સંસાર પ્રત્યેના કેપમાંથી અથવા નિરાશામાંથી ઉદ્ભવેલો હોતો નથી, પણ વસ્તુસ્થિતિના 2010_03 Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી મહાવીર યથાર્થ દર્શનમાંથી પ્રગટેલો હોય છે. તેઓ જળમાં કમળપત્રની પેઠે અલિપ્તપણે રહે છે. ઉદયમાન પ્રકૃતિને અવ્યાકુળપણે ભોગવી લઈ તેની નિર્જરા કરવી અને રાગદ્વેષના ઉત્તેજક હેતુઓની મધ્યમાં પણ સ્થિતપ્રજ્ઞ રહેવું એ તેમનું ભીષણવ્રત હોય છે. વર્ધમાન પ્રભુ એ રીતે તેમની લગ્નની અવસ્થા વિતાવતા હતા. લગ્નના ફળરૂપે તેમને પ્રિયદર્શના” નામે પુત્રીરત્ન સાંપડ્યું હતું, જેમનું લગ્ન યોગ્ય વયે જમાલિ નામના રાજપુત્ર સાથે થયું હતું. અઠ્ઠાવીસ વર્ષની વયે પ્રભુનાં માતાપિતા સ્વર્ગસ્થ થયાં. સંસારનું સંસારત્વ, દ્રવ્યના ઉત્પાદ અને વ્યયમાં જ રહેલું છે એવું સમ્યફ પ્રકારે સમજનાર વર્ધમાન પ્રભુ એ ખેદકારક પ્રસંગથી વ્યાકુળ ન થતાં પોતાના વડીલ બંધુ નંદિવર્ધનને આશ્વાસન આપી,. તેમને સંસારના નાશવંતપણાનો બોધ આપ્યો. નંદિવલને વીર પ્રભુને રાજ્ય વડે અલંકૃત થવા પ્રાર્થના કરી, પણ પ્રભુએ તે સ્વીકારી નહીં. તે પછી નંદિવર્ધન રાજયાસન ઉપર આવ્યા, ત્યારે વીર પ્રભુએ તેમને કહ્યું કે, “આ ગૃહવાસની સ્થિતિથી હું હવે ઉપરામ પામ્યો છું, માટે દીક્ષા લેવાની મને રજા આપો.” નંદિવર્ધને ખેદથી ગદ્ગદિત થઈ જણાવ્યું કે, “હજી આપણાં માતાપિતાના અવસાનને દીર્ઘ સમય વીત્યો નથી અને તેનો શોક હજી તાજી જ છે તેટલામાં તમારા વિયોગના કષ્ટથી પણ મારું હૃદય ચીરાઈ જશે.” કરુણાસાગર પ્રભુને પોતાના વડીલ 2010_03 Page #32 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર ૧૧. બંધુ ઉપર અનુકંપા આવી. પોતાની કૃતિ યદ્યપિ ગમે તેવી વિશુદ્ધ હોય છતાં અતિ ઉચ્ચ સ્થિતિના મહાત્મા પુરુષો તે વડે બીજાને કષ્ટ ઊપજતું જોઈ, તે સહી શકતા નથી. ઘણા પ્રસંગે તો તે કષ્ટ રાગાંધતામાંથી જન્મે છે અને તેવા અજ્ઞાનજન્ય ભાવને તૃપ્તિ આપવા પ્રત્યેક પ્રસંગે રોકાઈ રહેવું એ અશક્ય છે, તો પણ આદર્શ જીવનમાં, કોઈને કિંચિત પણ કષ્ટનું નિમિત્ત થવાય તેવા પ્રસંગો આવતા નથી. બીજાઓની અજ્ઞાનજન્ય વાસનાઓને પણ ગમે તે જોખમે નિભાવી લેવાનું, માત્ર ઉત્કૃષ્ટ કોટીના મહાત્માઓથી જ બની શકે છે. સામાન્ય જ્ઞાનીઓ તેવા વ્રતના વતી થઈ શકતા નથી અને વસ્તુતઃ તેમના માટે એ યોગ્ય પણ નથી. પોતાના શુભ અને કલ્યાણકર ઉદેશને જતો કરી, જગતની મોહજન્ય વાસનાઓ તૃપ્ત કરવા બેસી રહેવું, એથી પરનું કે પોતાનું એકનું શ્રેય થતું નથી. તેવી વાસનાનો પ્રત્યાઘાત એ અવજ્ઞા કરનાર ઉપર થતો નથી. કેમકે અજ્ઞાન અને અજ્ઞાનના બધા જ પરિણામો જ્ઞાન અને જ્ઞાનીના પરિણામ સાથે સંઘનમાં આવતાં જ પ્રકાશ પાસે અંધકારની જેમ, વિલય પામી જાય છે. સામાન્ય કોટીના મનુષ્યોએ પોતાની શુભ ભાવના અને તદનુસાર ચરિત્રના ભોગે, આસપાસના સમાજ કે સગાસંબંધીઓની અજ્ઞાનજન્ય ભાવનાને વીર પ્રભુની માફક તૃપ્તિ આપવી યોગ્ય નથી. કેમકે તેમ કરવાથી મનુષ્યજગતમાં અજ્ઞાનનું જે પ્રમાણ રહેલું છે તેનો ટેકો આપી 2010_03 Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર તેમાં ઉમેરો કરે છે અને પોતાની શુભ ભાવનાને રખડતી મૂકવાથી શુભના પ્રમાણમાં તે પોતાના વર્તનથી ઘણો ઘટાડો કરે છે. પોતાના બંધુની મોહજન્ય યાચના વીર પ્રભુએ સ્વીકારી એ તીર્થંકર નામકર્મને તદ્દન અનુરૂપ અને શોભાભર્યું હતું, પણ તીર્થંકર સિવાયના અન્ય સામાન્ય આત્માઓને માટે તેવું વર્તન યોગ્ય ન જ ગણાય. અજ્ઞાનજન્ય એક યાચનાનો સ્વીકાર, તેવી અનેક યાચનાઓને પોતાની પાછળ ખેચી લાવે છે અને આખરે એવો અવસર આવી પહોંચે છે કે, પ્રથમની વિશુદ્ધિ આત્માએ ગુમાવેલી હોય છે, અનંતકાળથી રાગમાં પાશબદ્ધ થયેલો આ ભોગી આત્મા તેના જૂના સાથીઓમાંથી રસ લેવા માંડે છે અને કાળક્રમે તે પોતાના વર્ચથી ભ્રષ્ટ થઈ ભોગનો કીડો બની રહે છે. ૧૨ બંધુની પ્રાર્થનાને માન આપી વીરપ્રભુએ બે વર્ષ વધારે ગૃહસ્થાશ્રમમાં વિતાવ્યાં. પોતે જ્ઞાનની ઉચ્ચ કળામાં વિરાજતા છતાં અને કોઈ પ્રકારે ભ્રષ્ટ થવાનો સંભવ ન છતાં અન્ય જીવોને દૃષ્ટાંતમય થવા માટે પ્રભુ ઉત્કૃષ્ટ ગૃહસ્થનો આચાર સેવતા હતા. કાયોત્સર્ગ, બ્રહ્મચર્યનું પરિશીલન, વિશુદ્ધ ધ્યાનમાં તત્પરતા, પ્રાસુક અન્નનો માત્ર પ્રાણ નિભાવવા અર્થે જ આહાર વિગેરે આચારવિચાર પાળતા હતા. એવી ઉત્કૃષ્ટ જ્ઞાનમયતા છતાં તેમણે આચારને પોતાના ગૃહવાસમાં ત્યજ્યો નથી. ‘ગમે ત્યારે તેમ તો કરી શકાશે' એવું નિર્બળતાનું સ્ફુરણ સરખું તે હૃદયમાં કદી પ્રવેશવા પામ્યું નહોતું. “સમય આવ્યેથી કરીશ’ 2010_03 Page #34 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર એવી ભાવના કાયર પુરુષોને હોય છે. વીરપુરુષો એક ક્ષણની પણ ઢીલ કરતા નથી. બંધુની પ્રાર્થનાને માન આપવા દીક્ષા-ગ્રહણ મુલતવી રાખ્યું, છતાં ભાવપણે તેઓ એક રોમમાં પણ અદીક્ષિત નહોતા. માત્ર ગૃહસ્થ પર્યાયની જે સ્થિતિ ઉપાર્જી હતી, તેને જ આત્મબંધ પરિણામ વિના ઉદાસીનભાવે વેદતા હતા. જ્ઞાનીજનોને ઉભય પ્રકારના શાતા અને અશાતાના વેદનમાં વેદનપણું જ જણાય છે. એક પ્રત્યે રાગભાવ અને અન્ય પ્રત્યે દ્વેષભાવ હોતો નથી. શરીરનું સુખ અને દુઃખ એ ઉભય સ્થિતિ તેમને એક સરખી જ વ્યાકુળતામય જણાય છે, કેમકે આત્માને મુંઝવવાનું, પરાભવમાં દોરી જવાનું અને સ્વભાવથી ચ્યુત કરવાનું બળ સરખું જ હોય છે. જે કાંઈ આત્માને આવૃત્ત કરે છે, તે તેમને મન એક સરખું જ અશ્રેયસ્કર જણાય છે. દેહભાવની પ્રબળતાના તારતમ્યાનુસાર જ સુખની કિંમત વધારે અને દુઃખ એ ભારરૂપ જણાય છે, પણ જેમનો તે ભાવ વિનષ્ટ થયો છે, તેમને તો એ બંને પ્રકારની શારીરિક લાગણીઓ આત્માને એક સરખી દબાવી રાખનાર જણાય છે. ૧૩ આ પ્રકારે પ્રભુએ બાર માસ બંધુની યાચનાને સફળ કરવા વિતાવ્યા. તે પછી તેમનો દીક્ષાપર્યાય શરૂ થયો. એ સર્વાંગસુંદર તનુ ઉપર વિરક્તને છાજતો પરિવેશ પ્રભુએ પહેરી લીધો. જે કોમળ શરીર આજ સુધી રાત્મ્યની વિપુલ સમૃદ્ધિમાં ઊછર્યું હતું અને જેની તપ્ત સુવર્ણ સરખી જ્યોતિર્મયતાને કદી ઉષ્ણ સમીરનો સ્પર્શ પણ થવા 2010_03 Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પામ્યો નહતો તે મોહક પ્રતિમા આજથી સંયમની કફની વડે આચ્છાદિત થઈ. જગતનાં પાપ ધોવા માટે પ્રભુએ સમસ્ત પુણ્યસામગ્રીનો ત્યાગ કર્યો. જે શરીરશોભાને પામર જીવો પણ પ્રિય ગણે છે, તેને પ્રભુએ કેશના લોચનથી વિનષ્ટ કરી. જે ભોગના ક્ષણભરના પણ વિયોગથી સંસારી આત્મા ઊંડો નિઃશ્વાસ મુકે છે, તે ભોગને મહાવીર દેવે એક રોમમાં પણ ખેદ પ્રકટાવ્યા વિના તિલાંજલી આપી. સુશીલા પત્ની યશોદા, પ્રિય દુહિતા પ્રિયદર્શના, છત્રરૂપ વડીલ બંધુ નંદિવર્ધન, રાજ્યની અતુલ લક્ષ્મી અને આજ્ઞાંકિત અનુચરવર્ગ એ સર્વને ત્યાગતા પ્રભુએ કલેશને અંશ સરખો પણ અનુભવ્યો નહીં. રાજ્યની સોનેરીમાં ટેવાએલું તેમનું કોમળ શરીર સંયમનું કષ્ટ કેમ સહી શકશે તેવો દૈહિક ભાવયુક્ત વિચાર તેમને નિર્બળ કરી શક્યો નહીં. સ્વાર્થનો સહજ લોપ થતાં કકળી ઊઠનાર ક્યાં આ પામર ભીરુ આત્મા અને બાહ્ય સંપત્તિમાંથી પોતાપણાની ભાવનાથી સર્વાશે વિમુક્ત થનાર ક્યાં તે અમોઘ શક્તિસંપન્ન વીરાત્મા ! સંયોગ અને વિયોગ વાયુના દળના દળની માફક બંધાઈ અને વિખરાવાના સ્વભાવવાળા છે, એમ સમજી સંયોગકાળે મહાત્માઓ પ્રસન્નતા અનુભવતા નથી અને તેના વિયોગકાળે તે પ્રસન્નતાના પ્રત્યાઘાતરૂપ ખિન્નતા પણ અનુભવતા નથી. જેનો વિયોગ એક કાળે નિર્માએલો જ છે, તેનો ત્યાગ મહાજનોના હૃદયમાં ઊલટી શાંતિ ઉપજાવે છે. કેમકે તેમ કરવામાં તેઓ માત્ર ભાવીમાં થનાર આપત્તિનો 2010_03 શ્રી મહાવીર Page #36 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર પરિહાર એ જ ક્ષણે કરે છે. જે દેવું એક કાળે આપ્યા સિવાય ચાલે તેમ નથી તે દેવું અત્યારથી જ આપી છૂટવું એવા અભિપ્રાયવાળા મહાજનો હોય છે. આ માટીની ખોળ ઉપર ચઢેલો પુદ્ગલનો સુંદર અને મનોમન ભાસતો રંગ એમની દૃષ્ટિને રાગવશ કરી શકતો નથી. ૧૫ તેમનો દીક્ષામહોત્સવ મનુષ્ય અને દેવોએ ઉજવ્યો. ચારિત્ર ગ્રહણ કર્યા પછી તેમને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. તેમણે બાર વર્ષ પર્યંત જે અસહ્ય પરિષહ સહ્યા તેની સ્મૃતિ ગમે તેવા કઠિન હૃદયને પણ પીગળાવી નાંખે તેવી છે. (ઉપાર્જિત કર્મનો ઉદય, જ્યારે આત્મા મુક્તિની વધારે અને વધારે નજીક જતો જાય છે, ત્યારે અત્યંત તીવ્રપણે અને ત્વરાથી આવતો જાય છે. જેમ ચાલતી પેઢી સંકેલનારની પાસે તેના લ્હેણદારો એકદમ એક સાથે તગાદો કરી તેને મૂંઝવે છે અને પોતાનું લેણું ચૂકતે હિસાબે લઈ લેવા તાકીદ કરે છે, તેમ મોક્ષાભિમુખ આત્માને તેના પૂર્વે ઉપાર્જેલા કર્મો એક સાથે ફળ આપી હિસાબ ચૂકતો કરવા તત્પર થાય છે. મોક્ષના પથમાં વિહરનાર આત્માને ઘણીવાર અસાધારણ સંકટો આવે છે અને ધર્મીને ત્યાં ધાડ” એવી પ્રચલિત લોકોક્તિ અનેકવાર સત્ય નિવડે છે તેનું કારણ આથી સ્પષ્ટ થવા યોગ્ય છે. મોક્ષમાર્ગમાં ગતિ કરનારાઓ અનેક સંકટોથી ઘેરાએલા હોવાનાં ઘણાં ઉદાહરણો આપણે સાંભળતા આવ્યા છીએ. બાળજીવોની સમજણ માટે અનેક ઉત્તમ ગ્રંથકારોએ, ઉપમિતીભવપ્રપંચા કથા, મોહરાજાનો રાસ વિગેરે રૂપક ગ્રંથો વડે એ જ વાત સ્પષ્ટ કરી છે 2010_03 Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર 93 કે, મોક્ષના જિજ્ઞાસુના માર્ગમાં મોહરાજાના સુભટો હંમેશાં અનેક વિઘ્નો નાખતા આવ્યા છે. જે દર્શનો ઈશ્વરમાં સૃષ્ટિનું કર્તૃત્વ આરોપે છે, તેઓ એ જ વાતને “પ્રભુ પોતાના ભક્તોની કસોટી કરે છે. એવા રૂપે કહે છે, કોઈ તેને “રક્ત બીજ” તો કોઈ Dwellers on the Thresh - hold, કહે છે. ટૂંકમાં પરમાત્માના મહારાજ્ય ભણી પ્રયાણ કરનારને અનેક સંકટોની પરંપરા આવી પડે છે, પરંતુ જેના ઉપર સંકટો આવી પડે છે તેવા દેહમાંથી જેણે પોતાપણાની ભાવનાનો નિતાંત ત્યાગ કરેલો હોય છે, તેવા આત્મપરાયણ પુરુષોને તેવાં સંકટો આપણી પ્રાકૃત દષ્ટિને જેવાં સત્ય અને ગંભીર લાગે છે તેવાં, તેમને લાગતાં નથી. જે સ્થિતિનું માત્ર આપણને શાસ્ત્રની વાણી દ્વારા જ જ્ઞાન છે, તે સ્થિતિને તેઓ અપરોક્ષ અનુભવે છે, દેહ અને દેહના ધર્મો એ ત્રણ કાળમાં આત્માના નથી, એવો નિશ્ચય તેમના પ્રત્યેક રોમમાં વ્યાપેલો હોય છે અને તેથી જે કાંઈ પોતાને થતું મનાતું બંધ પડ્યું છે, તેમાં લેશ પણ શોક થતો નથી. જેટલે અંશે દેહાદિકમાં મારાપણાની બુદ્ધિ હોય છે, તેટલે જ અંશે તેના સુખદુખાદિ ધર્મો આત્માને અસર કરે છે. વેદનીય અને મોહનીય કર્મની પ્રકૃતિઓ તેટલા જ માટે શાસ્ત્રકારે જુદી કરી બતાવી છે. અર્થાત જેટલે અંશે મોહનીય કર્મની પ્રકૃતિનું પ્રાબલ્ય હોય, તેટલે જ અંશે વેદનીય કર્મ આત્માને અસર કરે છે. મોહનીય કર્મ શિથિલ પડી જતાં વેદનીય કર્મ લગભગ નહીવત્ થઈ જાય છે, ગમે તેવા વિશાળ પટવાળી, ૧૬ 2010_03 Page #38 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર ૧૭ પણ જળ વિનાની સરિતા જેમ મનુષ્યને તાણી જઈ શકતી નથી, તેમ ગમે તેટલી તીવ્ર વેદનીય પ્રકૃતિનો ઉદય, જો મોહનીયરૂપ નદી વેગવાન વિપુળ જળના પ્રવાહથી રહિત હોય તો તેમાં આત્માને તાણી જવાનું કશું બળ હોતું નથી. આ ઉપરથી એમ સમજવાનું નથી કે જ્ઞાની જનોને કષ્ટ થતું નહીં હોય. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે, તેમનું કષ્ટ તેમની અવશેષ રહેલી મોહનીય પ્રકૃતિના પ્રમાણમાં જ હોય છે. સુખદુઃખની લાગણીનું મૂળ મોહનીય કર્મ છે અને તે જેટલું પ્રબળ હોય, તેટલે અંશો આત્મા સુખદુઃખ અનુભવે છે. 2010_03 Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ત્રીજું ઉપસર્ગોની પરંપરા अभिभूय कायेण परीसहाई, समुद्धरे जाइपहाइ अप्पयं । विइंन्तु जाई-मरणं महब्मयं, तवे रए सामणिए जे स भिक्खू ॥ સંયમની સાધનામાં વિહ્નરૂપ આવતા પરિષહોને-ઉપસર્ગોને સમભાવપૂર્વક સહન કરે અને એ રીતે પરિષહોને હઠાવીને પ્રપંચમ વાતાવરણમાંથી પોતાને જે બચાવે તેમજ જન્મ-મરણના ફેરાને મહાભયરૂપ સમજીને શ્રમણધર્મને દઢ કરનારી તપશ્ચર્યામાં જે રમી રહે તે ભિક્ષુ જાણવો. –મહાવીરવાણી વીરપ્રભુને તેમના દીક્ષાકાળમાં જે જે કષ્ટોની આપત્તિ થયેલી છે, તે પણ આપણે એ જ દષ્ટિએ જોવી જોઈએ. પ્રભુનું મોહનીય કર્મ ક્ષીણપ્રાય: થએલું હોવાથી, તે શારીરિક કષ્ટોમાં તેમને આત્મવેદનાનો અંશ, આપણી વિમુગ્ધ દષ્ટિને ભાસે તેટલો બધો ન હોવો જોઈએ. મહાજનોને તેવાં કણે કાંઈ જ હિસાબમાં હોતાં નથી. સબળ અને નિર્બળ પ્રાણીને જેમ એક જ પ્રકારનો પ્રહાર સરખી અસર કરતો નથી, તેમ શાની અને અજ્ઞાનીને એક જ પ્રકારનું સંકટ સરખી અસર 2010_03 Page #40 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર કરતું નથી. હાથીના વિપુલ પૃષ્ઠભાગમાં મારેલો લાકડીનો ઘા જેમ તેને કશા લેખામાં નથી, પણ તે જ પ્રહાર જેમ કુરકુરિયાને મૃતઃપ્રાય કરી નાખે છે, તેમ એક જ પ્રકારનું કષ્ટ વિરક્ત આત્માને કિંચિત અસર જ કરે છે અને રાગી આત્માને ધૂળ ફાકતો કરી મૂકે છે.) વીરપ્રભુને જે મહાવેદનીય આવી પડેલી તે તેમને માટે આપણને આપણી રાગી દષ્ટિથી ભાસે છે, તેવી ભયંકર ન હતી. એમની સહિષ્ણુતા અદ્દભુત હતી. ખરા ક્ષત્રિય વીરોને રણમાં પડેલા તલવારના ઘા આપણને કાંટો ભોકે તેટલી પણ વેદના નથી પ્રગટાવતા, કેમકે તેમને તે વખતે દેહ કિંચિતવત હોય છે. જો તેમને પણ, આપણે કલ્પીએ છીએ તેટલું કષ્ટ થતું હોય તો તેઓ કદી એવા શૌર્યના કાર્યમાં પ્રવૃત્ત થઈ શકે જ નહીં. આપણે ઘણીવાર બીજાની આપત્તિઓને આપણા ઉપર આરોપી લઈએ છીએ અને પછી આપણા રાગદ્વેષ અનુસાર તેમાંથી પ્રકટતી લાગણી અનુભવીએ છીએ. પણ તેવો આરોપ કરતી વખતે આપણે એક મહત્ત્વની બાજુનો આરોપ કરવો ભૂલી જઈએ છીએ તે આરોપ, જેની આપત્તિ આપણે આપણામાં આરોપીએ છીએ, તેની આત્મસ્થિતિનો છે. તેવી સ્થિતિના અલક્ષપૂર્વક કરેલો માત્ર સ્કૂલ આરોપ આપણને ગંભીર ભૂલમાં દોરી જાય છે અને સત્યના એક અત્યાવશ્યક વિભાગથી આપણને બેનસીબ રાખે છે. વીર પરમાત્માના કષ્ટની કલ્પના કરી, તેમાંથી ઉદ્દભવતા સારરૂપે આપણે તેમની સહિષ્ણુતાની સ્તુતિ કરીએ તે સાથે આપણે તેમની 2010_03 Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૦ વિરક્તિની અને અગાધ આત્મબળની પણ કલ્પના કરવી વીસરવી જોઈતી નથી. તે સહિષ્ણુતાનું ઉત્પત્તિસ્થાન વિલોકવું, જો આપણે ભૂલી જઈએ તો પ્રભુના ચરિત્રમાંથી આપણા માટે ઉદ્ભવતો અરધો અરધ સાર નિષ્ફળ જવાનો, આત્માના કોઈ ઉત્તમ વર્તનની સ્તુતિ કરવાની સાથે તે વર્તન આત્માના કયા અંશમાંથી ઉદ્દભવ્યું તે જો ન અવલોકાય, તો તે સ્થલ વર્તન આપણને બહુ લાભપ્રદ થવાનું નહીં. બાહ્ય વર્તનમાં માત્ર આપણને આશ્ચર્યવિમુગ્ધ કરવાનું (mystification) બળ છે, પણ તેના પ્રભવસ્થાનને જાણવાથી તે આશ્ચર્ય અળપાઈ જઈ, જે પ્રથમ ક્ષણે અદ્ભુત ભાસ્યું હતું, તે શક્ય અને બુદ્ધિગમ્ય થતું (rationalization) ભાસે છે. ટૂંકામાં, પ્રભુનું અમોધ ધૈર્ય, સહનશીલતા, સમભાવ, શત્રુ અને મિત્ર પ્રત્યેની સમાન દૃષ્ટિ; એ સર્વ તેમના આત્માની વિશુદ્ધિમાંથી પ્રગટ્યું હતું. શ્રી મહાવીર દીક્ષા ગ્રહણ કર્યા પછી એકદા કુમાર નામના ગામની નજીક આવી પહોંચ્યા. ત્યાં નાસિકાના અગ્રભાગ ઉપર નેત્ર આરોપી, બે હસ્તને લાંબા કરી, સ્થિર મૂર્તિની જેમ કાયોત્સર્ગપૂર્વક ઊભા હતા તે વખતે કોઈ ગોવાળ પોતાના બળદોને હાંકતો હાંકતો ત્યાં આવ્યો અને ત્યાં પ્રભુની પાસે તે બળદોને રેઢા ચરતા મૂકી, કાંઈ કામપ્રસંગે ચાલ્યો ગયો. તેના ગયા પછી પેલા બળદો ચરતાં ચરતાં ક્યાંઈ ચાલ્યા ગયા. ગોવાળ પાછો આવીને જુએ છે તો બળદો જોયા નહીં. પ્રભુને બળદોની ખબરઅંતર વિષે પૂછી જોયું, પણ પ્રતિમાધારી ધ્યાનસ્થ પ્રભુ 2010_03 Page #42 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર ૨૧ ક્યાંથી ઉત્તર આપે ? ગોવાળ બળદોને શોધવા આગળ ચાલ્યો. દરમિયાન બળદો ચરીને પાછા પ્રભુની પાસે આવી બેસી ગયા. ગોપ પાછો શોધતો શોધતો ત્યાં જ આવી ચડ્યો અને બળદોને પ્રભુની પાસે બેઠેલા જોઈ વિચાર્યું કે, જરૂર આ સાધુએ મારા બળદ ચોરી સંતાડી રાખેલા અને સવારમાં લઈ જવાની ખોટી દાનત રાખેલી હશે, એમ મન સાથે મસલત કરી પ્રભુને મારવા દોડ્યો. તે વખતે ઈન્દ્ર ઉપયોગ મૂકી અવધિજ્ઞાનના બળથી પ્રભુની કફોડી સ્થિતિ જોઈ ત્યાં દોડી આવ્યો અને ગોવાળને સમજાવ્યો કે “મૂર્ખ ! આ તો મહામુનિ છે. તારા બળદની તેમને કશી જરૂર નથી. તેમણે તો વિપુલ રાજ્યલક્ષ્મી ત્યજીને આ અવસ્થા ભજી છે.” ગોવાળ ત્યાંથી ચાલ્યો ગયો. તે પછી ઈન્દ્ર પ્રભુને વિનંતી કરી કે, “હે નાથ ! હજી બાર વર્ષ સુધી આપને ઉપસર્ગોની પરંપરા થવાની છે. જો આપ કૃપા કરીને રજા આપો તો તેનું નિવારણ કરવા માટે હું આપની સાથે રહી સેવકનું કાર્ય કરું.” તે વખતે સમાધિ વારીને પ્રભુએ ઈન્દ્રને જે કાંઈ કહ્યું તે તેમની છઘસ્થાવસ્થાની અભુત જ્ઞાનમયતાને સૂચવનાર છે. કર્મના મહાનિયમને હસ્તામલકત સમજનાર પ્રભુએ ઉત્તર આપ્યો કે, તીર્થકરો પારકાની સહાયની કદી પણ અપેક્ષા રાખતા નથી. અહંતો બીજાની મદદથી કેવળજ્ઞાન ઉપાર્જે તેમ કદી બનતું નથી. આત્મા પોતાની જ શક્તિથી કેવળજ્ઞાન પામે છે અને મોક્ષે જાય છે.) આત્મકાર્યમાં મહાપુરુષો પોતાને પ્રાપ્ત થયેલી લબ્ધિનો કે સિદ્ધિનો 2010_03 Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર પ્રયોગ કરતા નથી, કેમકે નિકાચિત કર્મ ખપાવવાનાં કાર્યમાં તે એકેય ઉપયોગી નથી, તેથી જ તેઓ દૈવી કે માનુષી એકેય સત્તાનો ઉપયોગ કરવાથી દૂર રહે છે. જેનું દેહાભિમાન સર્વ પ્રકારે નિવૃત્ત થયું છે; અને દેહ સંબંધી શુભાશુભ પરિણામની ધારાનો જેમના પ્રત્યે નિરોધ થયો છે એવા જ્ઞાની મહાત્માઓ ઉદયમાન શારીરિક કષ્ટને યથાયોગ્ય પ્રકારે ભોગવી લેવામાં લેશ પણ સંકોચ ધરતા નથી. સિામાન્યતઃ કર્મો બે પ્રકારનાં છે : કર્મનો એક પ્રકાર એવો છે કે તે પ્રકાર શુભ ધ્યાનથી, મંત્રાદિપ્રયોગથી કે સંયમ દ્વારા ભોગવી શકાય છે અને બીજો પ્રકાર જે નિકાચિત છે તે જે પ્રકારે બાંધ્યો હોય તે જ પ્રકારે ભોગવવા યોગ્ય હોય છે. તેનાથી છૂટવા માટે જ્ઞાની જનો કદી ઈચ્છા કરે જ નહિ. શિથિલ કર્મો આત્માના પુરુષાર્થ ધર્મ વડે નિવૃત્ત થઈ શકે છે, પણ બીજા પ્રકારનાં નિકાચિત કર્મો ભોગવ્યે જ છૂટકો થાય એવી નીતિ છે, તેથી જે વેદનીયાદિ કર્મો દૃઢપણે ઉદયમાન હોય છે, તથા પ્રકારે વેદી લેવામાં મહાપુરુષો પોતાની પ્રાપ્ત સિદ્ધિથી કે બીજાની સહાયથી નિરપેક્ષ રહે છે. જેને યથાર્થ જ્ઞાન નથી, છતાં પોતાને વિષે તેવી જ્ઞાનીપણાની કલ્પના કરે છે, તેમને પણ નિકાચિત કર્મો તો ભોગવવાં જ પડે છે. વીરભુને તે ભોગવવાની અનિચ્છા હોય એ તેમની તે વખતની જ્ઞાનદશા જોતાં બનવું અશક્ય હતું. તેથી તેમણે ઈન્દ્ર મહારાજની માગણીનો અસ્વીકાર કર્યો હતો. ભક્તિભાવ વડે પ્રેરાએલા ઇન્દ્રને પ્રભુના જે શરીરમાં મોહ 2010_03 Page #44 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર ૨૩ હતો, તે શરીર પ્રભુને અકિંચિત્કાર હતું. પ્રભુ જાણતા હતા કે કર્મની ફળપ્રદાયી સત્તાનો નિરોધ તેરમે ગુણસ્થાનકે વર્તતા મહાયોગીઓથી પણ બનતો નથી, તો પછી ઈન્દ્રની સહાય શું લેખામાં છે ? આત્માનું વાસ્તવ સામર્થ્ય માત્ર ભોગવી લેવામાં જ છે. જે કારણોને પૂર્વ ભવમાં આત્માએ ગતિમાં મૂક્યા હોય છે તેને યથાયોગ્ય પરિણામ આપતાં કોઈ અટકાવી શકે તેમ નથી. અવધિજ્ઞાન વડે પ્રભુ પોતાના પૂર્વકાળના નિકાચિત બંધને, તેના સ્વરૂપને અને તે જે પ્રકારે ભોગવવું નિર્માણ થયેલું છે તે બધું યથાર્થપણે જાણતા હતા તેથી તેમણે તે કર્મોને અન્યથા પ્રકારે ભોગવવા પ્રયત્ન કર્યો નહોતો. તેમ છતાં એવી કલ્પના કરવી ઉપયુક્ત નથી કે પ્રાણી માત્ર પોતપોતાનાં કર્મો ભોગવી લે તેમાં કોઈએ ડખલ કરવી નહીં. જો તેમ થાય તો અનુકંપા અને દયાનાં માર્ગનો ઉચ્છેદ થઈ જવાનો ભય રહે છે. અમુક કર્મો શિથિલ કે નિકાચિત છે તે સામાન્ય જીવો જાણતા નથી. કોઈ પ્રાણીને રોગવશ દેખી અથવા ઉપસર્ગ વડે પીડાતો જોઈ તેને સહાય કરવી એ શાસ્ત્રનો ઉત્સર્ગ અને ધોરી માર્ગ છે કેમકે તેમ થવાથી તે પીડિત જીવ અનેક આર્જ રૌદ્ર ધ્યાનથી બચવા પામે છે અને તેથી અનેક નવાં કર્મો ઉપાર્જતો અટકે છે. જોકે તેવી સહાયથી પણ કર્મો નિવૃત્ત થવા યોગ્ય હોય તો જ નિવૃત્ત થાય છે, પરંતુ પીડિત આત્માને તેવી સહાય, શાંતિ અને આશ્વાસનનું નિમિત્ત થઈ, તેનાં ઉદયમાન કર્મોની તીવ્રતાને કોઈ અંશે ન્યૂન કરવામાં સમર્થ થાય 2010_03 Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૪ છે. આત્મા જો તેવી સહાય વિના પ્રભુની પેઠે સમભાવથી રહી શકવા સમર્થ હોય તો પણ દયા માર્ગનો ઉચ્છેદ ન થઈ જાય તે માટે પણ તેવી પ્રવૃત્તિ નિત્ય કર્તવ્ય જ છે. જો કે બળવાન આત્માને તેવી મદદની કાંઈ જ અપેક્ષા હોતી નથી. કર્મરૂપી અરને જીતવા માટે પ્રભુએ જે અદ્ભુત ચારિત્ર વહ્યું હતું, તે ચારિત્ર દેશ કે કાળથી નિરપેક્ષપણે ગમે તે આત્માને મોક્ષપદમાં સ્થાપી દેવા સંપૂર્ણ હતું.(હિમાદ્રિની પેઠે નિશ્ચલ પરિણામી, સાગર જેવા ગંભીર, સિંહની જેમ નિર્ભય અને મોહરૂપી સસલાથી અજેય, કુર્મની જેમ ઇન્દ્રિયોને ગુપ્ત રાખનાર, પક્ષીની પેઠે મુક્ત વિહારી, સર્વ પ્રકારના સુખદુઃખમાં સમાન ભાવી, આ લોક કે પરલોકમાં ન્યૂનાધિકતા નહિ માનનાર, જળસ્થિત કમળદલની પેઠે સંસારપંથમાં વિહરવા છતાં નિર્લેપ ગજેન્દ્ર જેટલા બળવાન છતાં મેઢાની માફક અન્યને બાધા નહીં કરનાર અને અસ્ખલિત ગતિવાળા તેઓ, સમયે સમયે અનંત પૂર્વબદ્ધ કર્મની નિર્જરા કરતા વિહરતા હતા. શ્રી મહાવીર એકદા ભગવાન શ્વેતાંબી નામના નગર ભણી ચાલ્યા જતા હતા. રસ્તામાં વટેમાર્ગુઓએ પ્રભુને ચેતવણી આપી કે તે માર્ગે એક દૃષ્ટિવિષ સર્પ રહે છે, તેથી પક્ષી સરખાંની પણ ત્યાં ગતિ થઈ શકતી નથી. પ્રભુએ પોતાના જ્ઞાનબળથી જોયું કે તે સર્પ યદ્યપિ ગમે તેવા ઉગ્ર ક્રોધના સ્વભાવવાળો છે, છતાં તે સુલભબોધી છે. જીવની કોઈ અનિષ્ટકર પ્રકૃતિ તીવ્રપણે ઉદયમાન દેખી આપણે તેને સુધારણાના 2010_03 Page #46 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર ૨૫ સંભવથી બહાર માની લઈએ છીએ, પણ વાસ્તવમાં તેમ હોવું જોઈએ નહીં. ચિત્તનો કોઈ અંશ જ્યારે વિકૃત થાય છે ત્યારે તેને યોગ્ય ઉપાયથી સુધારી શકાય છે, એટલું જ નહિ પણ તે અનિષ્ટ અંશનું જેટલું બળ બુરાઈ ભણી હોય છે, તેટલું જ બળ ભલાઈ તરફ પલટાવી શકાય છે. કોઈ પણ પ્રકારની બળવાનું ચિત્તસ્થિતિ, પછી તે ઈષ્ટ હો કે અનિષ્ટ હો, અત્યંત ઉપયોગી લેખાવા યોગ્ય છે. કેમકે ઉભય, એક સરખા સામર્થ્યસંપન્ન છે. માત્ર તફાવત એટલો જ છે કે, એક પ્રકાર વર્તમાન ક્ષણે શુભમાં અને બીજો અશુભમાં યોજાયેલ હોય છે. છતાં ત્યાં ઉભયે, શક્તિની અને કાર્યક્ષમતાની અપેક્ષાએ સરખા લેખાવા યોગ્ય છે. જે શક્તિના તે શુભાશુભ પરિણામ છે, તે શક્તિ તો સર્વદા ઈચ્છવા યોગ્ય છે. કાચા અન્નને સ્વાદિષ્ટ પકવાનરૂપે પકવી આપવામાં અને અનેક ઉપયોગી વસ્તુઓને ભસ્મીભૂત કરવામાં જેમ અગ્નિ એક જ છે, તેમ શુભ કે અશુભમાં કર્તવ્યપરાયણી શક્તિ આત્માના એક જ અંશમાંથી ઉદ્દભવી હોય છે, માત્ર તેનો ઉપયોગ સવળી દિશા કે અવળી દિશામાં કરવો એટલું જ અવશેષ રહે છે) આપણી વર્તમાન સમજણ ઘણીવાર એવી ભૂલભરેલી જોવામાં આવે છે કે તીવ્ર અનિષ્ટ પ્રવૃત્તિને આપણે ઘણીવાર ધિક્કારી કાઢીએ છીએ, પણ સાથે એ જોવું ભૂલી જઈએ છીએ કે, જે શક્તિ એટલું બધું અનિષ્ટ કરી શકવા સમર્થ છે તે જ શક્તિ ઈષ્ટદિશામાં પણ કાર્યકર થવાની યોગ્યતા ધરાવતી હોય છે. જે ચક્રવર્તી સાતમી નરકમાં જવા જેટલું 2010_03 Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી મહાવીર તીવ્ર કર્મ ઉપાર્જી શકે છે તે જ ચક્રવર્તી જો તે શક્તિમાન અંશને ઇષ્ટ કાર્યમાં યોજે તો મોક્ષ પર્યંત પણ મેળવી શકે તેમ છે. વસ્તુતઃ આપણો ધિક્કાર પ્રવૃતિશૂન્યતા ભણી હોવો જોઈએ, જે કાંઈ જ શુભાશુભ કરવા સમર્થ નથી, ગળીઆ બળદની જેમ જેનામાં લેશ પણ પાણી નથી. અચેતની પેઠે જે જગતની સત્તાની ઠોકરો ખાધા જ કરે છે, જેની પામરતા, ભોગ, લાલસા, દારિદ્રય અને પ્રમાદનો અવધિ નથી; એવા જીવો જ કદી વર્તમાન ક્ષણે સુધારણાના સંભવ બહાર ગણાવા જોઈએ; પણ જેનામાં કાંઈક જુસ્સો પાણી-વીર્ય-શૌર્ય છે તે તો તેના ગમે તે શુભાશુભ પર્યાયમાં ઇચ્છવા યોગ્ય જ છે. કેમકે તેના અશુભ પર્યાયમાં પણ તે જે દ્રવ્યનું બનેલું છે - તે દ્રવ્યશક્તિ ક્ષયોપશમભાવે આત્માને પ્રાપ્ત થયેલી હોય છે અને નિમિત્ત મળતાં તે યથેષ્ટ પ્રકારે પરિણમી શકે છે. (પ્રભુ આ વાત સારી રીતે સમજતા હતા. જો તેમ ન હોત તો તે માર્ગે થઈને પસાર થવાની તેઓ મુદ્દલ દરકાર કરે જ નહીં. મોટા પુરુષોની પ્રવૃત્તિ હંમેશાં સ્વપરને કલ્યાણકારી જ હોય છે. પ્રભુ જાણતા હતા કે કોઈ શક્તિની વિકૃત અવસ્થા એ તે જીવની અયોગ્યતાનું લક્ષણ નથી. માત્ર તે વિકારનો પરાભવ કરી તેને સન્માર્ગમાં વાળવાની જ અપેક્ષા છે. જે નદીના જળપ્રવાહનું બળ આખા નગરોને તાણી જવા સમર્થ છે, તેમાંથી જો વિદ્યુત પ્રગટાવવામાં આવે તો તે હજારો મીલોને ચલાવવા જેટલી શક્તિ (Power) આપી શકે છે. 2010_03 Page #48 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર ૨૭ તે જ પ્રકારે જે દષ્ટિવલ સર્પની જે ક્રોધજવાળા ઊડતા પક્ષીને પણ ભસ્મીભૂત કરવા સમર્થ હતી, તે જ વાળાનું પલટણ કરી શાંતિમાં તેનું પરિણમન કરવામાં આવતાં, પરમ કલ્યાણ સાધી આપે તેવી હતી. માત્ર તેને ઈષ્ટ કાર્યમાં કેમ પ્રવર્તાવવી એ જ વિચક્ષણતાની અને વૈર્યની અપેક્ષા રહે છે. પ્રભુએ એ કાર્ય કેવી રીતે સાંગોપાંગ પાર ઉતાર્યું તે અત્યંત મનનીય છે અને તે જ પદ્ધતિનો આશ્રય લઈ આપણે પણ આપણી આસપાસના મનુષ્યોના ઘણા નાના મોટા દોષો સુધારી શકીએ તેમ છીએ. બીજાના દોષ સુધારવાની આપણી પદ્ધતિ ભૂલ ભરેલી છે એટલું જ કહેવું બસ નથી. ઘણે ભાગે એક જ વિપરીત હોય છે. શુભના ઈરાદાથી આપણે ઘણીવાર ઊલટા સામા મનુષ્યના દોષનું પ્રમાણ વધારી મૂકીએ છીએ અને આપણા રાગદ્વેષ આપણે સંયમમાં રાખવા અસમર્થ હોઈ ઊલટું આપણે સામા મનુષ્યનું અહિત કરી બેસીએ છીએ. ઘણી વાર ક્રોધી મનુષ્ય પ્રત્યે આપણે અમુક હદે આવ્યા પછી ક્રોધ દાખવીએ છીએ. તેમ થયેથી સામાના દોષમાં વિગુણ વૃદ્ધિ થાય છે. તેના ક્રોધ સામે આપણો ક્રોધ મળતાં વિશ્વમાં ક્રોધનું પ્રમાણ આપણે વધારીએ છીએ. જ્યાં પ્રથમ એક ખોબે ધૂળ ઊડતી હતી, ત્યાં આપણે પણ બીજો ખોબો ઉરાડીએ છીએ. વસ્તુતઃ સામા મનુષ્યના સ્વભાવથી આપણું વર્તન છેક જ વિરોધી અર્થાત તેના ક્રોધ પ્રત્યે આપણે પરમ શાંતિ અને ક્ષમાશીલ રહેવું જોઈએ અને ગમે તેટલી વિકટ કસોટીમાં પણ આપણે આપણો કાબૂ ખોવો 2010_03 Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી મહાવીર ન જોઈએ. તેમ થાય તો જ સામાનું હિત થાય છે તેને બદલે જેવાની સામે તેવા થવાથી આપણો તેમજ સામાનો સ્વભાવ વિશેષ અનિષ્ટ કરી મૂકીએ છીએ. જેમ અર્ધદગ્ધ વૈધ, રોગીને સાજો કરવા જતાં ઊલટી હાનિ કરે છે, તેમ અસંયમી માનસ વૈદ્ય પણ સામાના દોષો સુધારવાને બદલે ઊલટો પ્રાદુર્ભાવ કરતો ચાલે છે. જે અંત સુધી ક્રોધ પ્રત્યે શાંતિમયતા, અભિમાન પ્રત્યે દીનતા, લોભ પ્રત્યે અકિંચનતા અને મોહ પ્રત્યે વિરક્તિ દાખવી શકે છે તેઓ જ વિશ્વનું યથાર્થ કલ્યાણ કરી શકે છે અને પોતાના ચારિત્રરૂપ દિવ્ય ઔષધ વડે જગતના ભવ્ય જીવોના આત્મિક વિકારો મટાડી શકે છે. શાંતિ અને ક્ષમા સાથે અથડાતા ક્રોધનો પરાભવ થાય છે, એ પ્રભુએ પોતાના દૃષ્ટાંતથી જગતને દર્શાવી આપ્યું છે. (વીરપ્રભુ તે ભયંકર સર્ષના રાફડા પાસે આવી, નાસિકાગ્ર ઉપર નેત્ર સ્થિર કરી કાર્યોત્સર્ગે ઊભા રહ્યા. થોડીવારે પેલો સર્ષ બહાર નીકળ્યો. તેણે વીરપ્રભુને જોઈ એકદમ ક્રોધપૂર્વક ચિંતવ્યું કે, આ મૃત્યુના ભય વિનાનો મનુષ્ય, શંકુની પેઠે સ્થિર થઈ કેમ ઊભો છે ? ચાલ, હું તેને મારી વિષજવાળા વડે ભસ્મ કરી નાંખ્યું. એમ કરી તે ક્રોધથી ધમધમતો પ્રભુ પાસે આવ્યો. પોતાની ફણાને વિસ્તારતો, વિકાગ્નિને વમતો, ભયંકર હુંકારથી દષ્ટિ ફેરવતો, તે પ્રભુ પાસે આવી પ્રભુના અંગૂઠે વસ્યો. પણ તેના ઝેરની અસર પ્રભુના એક રોમમાં પણ થઈ નહીં. તેમજ કાયોત્સર્ગથી પણ ટ્યુત થયા નહીં. 2010_03 Page #50 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર વદ તુર્ત જ તે ક્રોધની મૂર્તિરૂપ સર્વે પ્રભુના સામી દષ્ટિ કરી તો તે પવિત્ર વદન ઉપર લેશ પણ પ્રતિકોની છાયા નહોતી, તે મુખની પ્રસન્નતામાં જરા પણ ન્યૂનતા નહોતી. પ્રભુની મુદ્રા ઉપર અતુલ કાંતિ, સૌમ્ય, માધુર્ય તથા ક્ષમાશીલતા અંકિત જોઈ તે સ્તબ્ધ થઈ યો. આવી નિર્વિકારી મૂર્તિ તેણે પ્રથમ કોઈ કાળે જોઈ ન હતી પ્રભુની ઉપશાંત રસમયતા તેના હૃદયમાં સંક્રાંત થઈ પ્રભુના શાંતિબળથી તેનું ક્રોધબળ પરાભવ પામ્યું. તેની કોપજવાળા ઉપર પ્રભુએ ક્ષમા જળ રેડી તેને બૂઝાવી દીધી. તેને સુધારા ઉપર આવતો જોઈ પ્રભુ બોલ્યા કે, હે ચંડકૌશિક, સમજ ! સમજ ! મોહવશ થા નહિ, પૂર્વને સ્મૃતિમાં લાવ અને થયેલી ભૂલને સુધારી કલ્યાણના માર્ગે પ્રવૃત્ત થા.” એ શબ્દો પ્રભુના મુખમાંથી સવતાં જ સપને પૂર્વ ભવની સ્મૃતિ થઈ. પૂર્વના એક ભવમાં તે એક તપસ્વી મુનિ હતો અને પોતાના મુનિપણાને ન છાજે તેવો ક્રોધ કરી, પાપની આલોયણાની સ્મૃતિ આપનાર એક સાધુને મારવા દોડતા, સ્થંભ સાથે અફળાઈ મૃત્યુ પામ્યો હતો. તપની સાથે ઘણીવાર ક્રોધી પ્રકૃતિ જોડાયેલી જોવામાં આવે છે અને તેને કાબૂમાં ન રાખી શકનાર કેવી અધોગતિ પામે છે, તેનું એક બોધમય ઉદાહરણ ચંડકૌશિક સર્ષ પૂરું પાડે છે.) પૂર્વના ક્રોધબળથી તે આ ભવમાં સપિણે ઉત્પન્ન થયો હતો. ભવાંતરમાં શુભાશુભ અવતારનો નિર્ણાયક હેતુ શો છે તે પણ આથી . સ્પષ્ટ થવા યોગ્ય છે. જે પ્રકૃતિ આત્મામાં બળવાનપણે વર્તતી હોય, 2010_03 Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી મહાવીર તે પ્રકૃતિ જે દેહમાં અમલમાં આવી શકે ત્યાં જ જીવ ઉત્પન્ન થાય છે. કામી મનુષ્ય, ચકલાં, કબુતર, ડુક્કર કે એવી હલકી કોટી કે ૐમાં તે અધમ વાસના અતિશયપણે અમલમાં આવે ત્યાં જઈ ઊપજે છે. ક્રોધી જીવને પોતાની વાસનાની તૃપ્તિ અર્થે સર્ષ, વૃશ્ચિક, વાઘ આદિમાં જન્મવું પડે છે. , જે પ્રભુએ ચંડકૌશિક સપના કોઇ સામે પોતાનું સામર્થ્ય બતાવવા પ્રેયત્ન કર્યો હોત તો તેમ કરી શકવા તેઓ સમર્થ હતા. પ્રભુએ જે શક્તિ વડે એક અંગુષ્ઠના સહજ દબાણ માત્રથી મેરુગિરિને ચલાયમાન કર્યો હતો, તે જ શક્તિ ચંડકૌશિક જેવા હજારો મહાસર્પોનો પરાભવ કરવા સમર્થ હતી, તેમના વિલાસ માત્રથી તે સર્વ ભસ્મીભૂત થાય તેમ હતું, પણ પ્રભુએ તે માર્ગ ન લેતાં જે વડે તેનું કલ્યાણ થાય એ જ માર્ગ લેવો યોગ્ય ધાર્યો. જેવાની સાથે તેવા થવાથી, તેનું સ્વત્વ તો લુંટાયું જ છે, પણ ભેગું તેવા થનારનું પણ લુંટાય છે. સર્વે તેના સ્વભાવ પ્રમાણે પ્રવૃત્તિ કરી, પ્રભુએ પોતાના પ્રભુત્વને છાજતી પ્રવૃત્તિ કરી, તેના ઉપર પોતાના ઉપશમ રસનું સિંચન કરી તેને ઠેકાણે આણ્યો. ત્યારથી તે સર્વે પોતાનો હિંસક સ્વભાવ છોડી દઈ પશ્ચાતાપમય જીવન ગાળવા માંડ્યું. પોતાની આ દુઃખમય સ્થિતિમાં શું હેતુભૂત હતું તે તેને સમજાયાથી તેણે પોતાનો ભૂતકાળનો સ્વભાવ ત્યજી દીધો. તેણે જેટલી ઉગ્રતાથી પૂર્વે ક્રોધ સેવ્યો હતો તેટલી જ ઉગ્રતાથી ક્ષમા અને શાંતિ સેવવા માંડી, રસ્તે જનાર-ચાલનારને કશી 2010_03 Page #52 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર ૩૧ પણ બાધા કરવી ત્યજી દીધી. લોકો તેના શરીરને અડકે તો પણ તેણે હાલવાચાલવા ન માંડ્યું. આહાર પણ ત્યજી દીધો. કીડીઓએ તેના ફ્લેવરને વીંટી લીધું અને અમિત વેદના કરવા લાગી, છતાં તેણે જે વીર્ય પૂર્વે અનર્થ કરવામાં હુરાવ્યું હતું તે જ વીર્ય હવે પરમ અર્થ માટે ફુરાવવાનો નિશ્ચય કરેલો હોવાથી, કીડીઓ દબાય તેવા ભયથી શરીર ફેરવવું-ફેરવવું પણ છોડી દીધું. આખરે કાળક્રમે કરુણાના પરિણામવાળો થયેલો તે સપનો જીવ, દેહ છોડી સહસ્ત્રાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. આ કાળે પણ અનેક મહાજનોની પાસે, તેમના શાંતિબળથી, હિંસક જીવોએ પોતાની વૃત્તિ છોડી દીધાના દષ્ટાંતો બને છે. સ્વામી રામતીર્થ ઘણીવાર સર્વ વિગેરે ઝેરી જંતુઓના સહવાસમાં, દિવસોના દિવસો નિગમતા હતા છતાં પ્રાણીઓ તેમને કશી પણ ઈજી કરી શકતાં ન હતાં. પ્રેમના બદલામાં કોઈ ધિક્કાર આપી શકે એ આ વિશ્વની સનાતન યોજનામાં બની શકે તેમ નથી. માત્ર તે વિકટ કસોટીમાંથી પસાર થવા જેટલી મનુષ્યોમાં ધૃતિ, ક્ષમા અને સાહસ નથી. જે એક પ્રસંગે એક મનુષ્ય વડે બની શક્યું હતું તે સર્વ પ્રસંગે બની શકવા યોગ્ય છે. Exception proves the rule-અપવાદ એ જ નિયમને પુરવાર કરે છે. (એક દિવસ પ્રભુ ગંગા નદી ઊતરવા માટે બીજા પથિકો સાથે નાવમાં બેઠા, સમુદ્રની જેમ જળભારથી છલકાતી તે સરિતાની મધ્યમાં 2010_03 Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રી મહાવીર કવરે નાવ આવ્યું, ત્યારે પ્રભુના પૂર્વ ભવનો એક વેરી આત્મા જે તે વખતે ‘સુદેષ્ટ' દેવપણે હતો તેને પોતાનું જૂનું વેર સાંભરી આવ્યું. કર્મના મહાન નિયમની મર્યાદામાં ગમે તેવા મહાન પુરુષો પણ બંધાયેલા જ છે. તે સુઈષ્ટ દેવ પૂર્વના ભવમાં એક સિંહ હતો અને વર્ધમાન પ્રભુ તે વખતે ત્રિપૃષ્ઠ નામથી મનુષ્ય પર્યાયિમાં હતા. તે વખતે તે સિંહને તેમણે માત્ર ક્રીડાના કૌતુક માટે જ મારી નાંખ્યો હતો. કાંઈ પણ હતું તેમજ કોપના કારણે (Provocation) વિના માત્ર ગમ્મતને ખાતર જ અન્યના પ્રાણ લેવામાં જે નિરૂપણું અને બીજની લાગણી પ્રત્યેની અવજ્ઞા સમાયેલી છે, તેનો બદલો કર્મફળ પ્રદાત્રી સત્તા બહુ જ સખ્તાઈથી લે છે. ત્રિષ્ટને જેટલો જીવવાનો હક હતો, તેટલો જ તે સિંહને પણ હતો. કર્મની સત્તાએ જે આયુષ્યનું પ્રમાણ તે સિંહને માટે નિમ્યું હતું તેને અથિી કાપી નાખવાથી, ત્રિપૃષ્ટ કુદરતની સીધી ગતિમાં જે નિહેતુક ખળભળાટ ઉપાવ્યો હતો તેનો બદલો સમયનો પરિપાક થયે નિકૃષ્ટ સહન કરવો જ જોઈ કર્તવ્ય, તેની નીચેની કોટીના જીવોને રક્ષવાનું છે. તેનો ઉચ્ચ અધિકાર અને બળ તેણે હલકી કોટીના પ્રાણીઓને દમવામાં નહીં વાપરતા, તેમને પોતાના જેવા અધિકાર તરફ દોરી લાવવા માટે વાપરવું યોગ્ય છે અને જ્યારે તેમ કરવામાં તે નિષ્ફળ નિવડે છે એટલું જ નહિ પણ પોતાના ઉચ્ચતર સામર્થ્યનો ઉપયોગ તે હલકા જીવોને કનડવામાં કરે છે, ત્યારે કુદરતની સામ્રાવસ્થામાં તે એક પ્રકારનો ક્ષોભ ઉત્પન્ન 2010_03 Page #54 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર ૩૩ ( સ્થા કરતો હોય છે. કુદરતનો સ્વાભાવિક વેગ એ ક્ષોભને પાછો શમાવી પુનઃ સામ્ય સ્થાપવા તરફ હોય છે. અને તેમ કરવામાં જે બળ કુદરતને વાપરવું પડે છે, તે ક્ષોભના પ્રમાણમાં જ હોવાથી જે આત્મા જે ક્ષોભ ઉત્પન્ન કરે છે તેના તારતમ્ય પ્રમાણે કુદરતને જૂનાધિક ઉદ્યોગ કરવો પડે છે અને આખરે કુદરતની એ પ્રવૃત્તિનો પ્રત્યાઘાત તે ક્ષોભ કરનાર આત્મા પ્રત્યે થાય છે. એ ક્ષોભને શમાવવામાં કુદરતને જે વખત લાગે છે, તે વખતને આપણા શાસ્ત્રો “કર્મની સત્તાગત અવસ્થા” એ નામથી સંબોધે છે અને જ્યારે કુદરત તેને શમાવી રહે છે અને તેનો પ્રત્યાઘાત તે ક્ષોભ કરનાર આત્મા પ્રતિ થાય છે તે સમયને આપણે “ક”નો ઉદયકાળ” કહીએ છીએ.) એ સત્તાગત અવસ્થામાં, જો આત્મા પોતાના બળનો ઉપયોગ, કુદરતને તે ક્ષોભ શમાવવામાં મદદ કરવામાં કરે છે, તો તે મદદના પ્રમાણમાં તેના પ્રત્યેનો પ્રત્યાઘાત જૂન બળથી થાય છે. તેથી જ આપણા શાસ્ત્રકારો કહે છે કે જયાં સુધી કર્મો સત્તામાં હોય છે ત્યાં સુધી તે નિવારી શકવાની પાત્રતાવાળાં હોય છે અને તે નિવારણ માત્ર, કુદરતની ગતિમાં ઉત્પન્ન કરેલ ક્ષોભને શમાવવા મહેનત કરવી તેમાં જ રહેલું છે. ગર્વિષ્ઠ આત્માને ક્ષોભ ઉત્પન્ન કરતી વખતે કે તે પછી તેવું ભાન રહેતું નથી અને આખરે જયારે તે ક્ષોભજન્ય ધક્કાનું તેના જ ઉપર ઉત્પન્ન (Rebound) થાય છે, ત્યારે જ તેની આંખ ઊઘડે છે. પણ તે વખતનો પશ્ચાત્તાપ વ્યર્થ છે. તે જ પશ્ચાત્તાપ જો કર્મની સત્તાગત 2010_03 Page #55 -------------------------------------------------------------------------- ________________ ३४ શ્રી મહાવીર અવસ્થામાં થયો હોત અથત કુદરત તે ક્ષોભ શમાવતી હતી તે વખતે થયો હોત તો તે તેનું કાંઈક પરિણામ હોવા યોગ્ય હોત, પણ તે બધું ઉકલી રહ્યા પછી અને કુદરત પોતાનો ફટકો જે વખતે મારે છે તે વખતે તદ્દન વ્યર્થ છે; એટલું જ નહિ પણ નવો ક્ષોભ ઉત્પન્ન કરનાર હોય છે. દષ્ટદેવે પોતાની દિવ્ય શક્તિના પ્રભાવથી ભયંકર સંવતક વાયુ (Cyclone) ઉપજાવ્યો અને તે વડે નાવને ડુબાડી દેવા લાગ્યો. ભાગીરથીનું અગાધ જળ ચોતરફ ઊછળવા લાગ્યું. નાવ બચી શકે એવી આશા રહી નહીં. સઢ પણ તૂટી ગયા અને તેમાં બેઠેલા સર્વ જણે જીવનની આશા છોડી દીધી. આ ક્ષણે કંબળ અને સંબળ નામના બે દેવોએ પ્રભુ પ્રત્યે ભક્તિભાવથી પ્રેરાઈ અને તેમના નિમિત્તે બીજાઓનો પણ પ્રાણત્યાગનો સંભવ જાણી વ્હારે આવ્યા અને તે નાવને બચાવી કિનારે લાવ્યો. ત્યાં બંને દેવો પ્રભુને વંદન કરી પોતાને સ્થાને ગયા. આ વિકટ પ્રસંગમાંથી પસાર થવા છતાં તે ક્ષમાનિધાન પ્રભુએ સુદંષ્ટ્ર ઉપર ક્રોધભાવ અને ઉપકાર કરનાર બે દેવો પ્રત્યે રાગભાવ દર્શાવ્યો નહિ. દેહ સંબંધી સર્વ શાતા-અશાતાના પ્રસંગોથી તેઓ હર્ષ કે શોકવશ થયા નહોતા. તેઓ જાણતા હતા કે સુખદુ:ખ જેના દ્વારા ઉત્પન્ન થાય છે તે માત્ર કુદરતી નિયમના સાધન (Agency) છે. તેમના પ્રત્યે થયેલો પ્રત્યેક ભાવ વ્યર્થ છે. મૂર્ખ મનુષ્યો 2010_03 Page #56 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર જ તે તે પ્રકારનાં નિમિત્તો પ્રતિ વિવિધ પ્રકારના મનોભાવ સેવે છે. પ્રભુને સુજ્ઞાત હતું કે તે બંને કોટીના દેવો પોતે પૂર્વે પ્રવર્તાવેલાં કારણો ફળીભૂત થવામાં માત્ર હથિયારરૂપે હતા અને એ હથિયાર ઉપર રાગદ્વેષ કરવો એ વ્યર્થ છે. અજ્ઞાન મનુષ્યો, શ્વાન જેમ લાકડી મારનારને નહિ પણ લાકડીને જ બટકું ભરે છે, તેમ નિયમને નહિ પણ જે સાધન દ્વારા કર્મફળદાત્રી સત્તા તે નિયમ ગતિમાં મૂકે છે, તે સાધન પ્રતિ રાગદ્વેષ કરે છે. એ બંને પ્રકારનાં શુભાશુભ સાધનો એક સાથે ગતિમાં મુકાયા છતાં તે પ્રભુએ પોતાનું નિરુદ્વિગ્નપણું ત્યજ્યું નહિ. ચિત્તની સમસ્થિતિ જાળવવાના ભીષણ વ્રતથી તેઓ જરા પણ ચલિત થયા નહિ. આપણે પામર મનુષ્યો જ્યારે સહજ પ્રસંગોથી રાગદ્વેષ સેવીએ છીએ, ત્યારે મહાજનો જે વડે પોતાને જીવનત્યાગનો ભય પ્રાપ્ત થાય અથવા સ્થૂલ મૃત્યુથી મુક્ત થવાય, તેવા એકે સાધનમાં હર્ષ-શોક કરી બંધનવશ થતા નથી. પવન જેમ સુવાસિત અને દુર્ગંધી ઉભય પ્રકારનાં દ્રવ્યોને પોતાની સાથે વીંટીને અવ્યાકુળપણે વહતો ચાલે છે, તેમ મહાત્માઓ પણ પોતાને સુખ ઉપજાવનાર અને દુઃખ દેનાર એ બંને પ્રકારના, ઉદયાધીનપણે પ્રાપ્ત કરનાર સત્ત્વોને, અવ્યપણે સાથે લઈ વિચરે છે. છે.) 2010_03 ૩૫ Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ચોથું મૌનનો મહિમા मुणी मोणं समायाए धुणे कम्मसरीरगं । पंतं लुहं च सेवन्ति वीरा संमत्तदंसिणो ॥ મુનિ મૌનને ગ્રહણ કરીને કામણ શરીરનો નાશ કરે અને તેને માટે સમ્યકત્વદર્શી વીર પુરુષો પ્રાન્ત અને રૂક્ષ ભોજન કરે છે. – શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર દીક્ષાના સમયથી લઈ કૈવલ્યપ્રાપ્તિના સમય સુધી બાર વર્ષ પર્વત મહાવીરભુએ મન ભર્યું હતું. તેમના ચારિત્રનો આ અંશ અત્યંત બોધક અને સ્વહિત સાધવા પ્રતિ જેમની દષ્ટિ છે, તેમને માટે અમૂલ્ય શિક્ષણથી ભરપૂર છે. તેટલા સમય સુધી તેમણે કોઈ પણ પ્રકારનો કોઈને મુદલ ઉપદેશ આપ્યો નથી. એટલું જ નહીં પણ તેવા પ્રસંગોનો બનતા સુધી પ્રયત્ન વડે પરિહાર કરેલો છે. જેમને કૈવલ્ય સિવાયના ચાર પ્રકારનાં જ્ઞાનો વિદ્યમાન હતાં એવા મહાવીર પ્રભુએ દીક્ષાકાળ પછી તુર્ત જ ઉપદેશની પ્રવૃત્તિ શરૂ કરી દીધી હોત, તો જરૂર તેમાં તેમને જૂનાધિક અંશે સફળતા મળી હોત. પરંતુ તેમ ન કરતાં પોતાનું સર્વોત્કૃષ્ટ હિત સાધવા પર્યત તેમણે મૌન સેવવું યોગ્ય વિચાર્યું એ કયા હેતુ વિશેષ માટે હતું, એ કોયડો ઉકેલવા આપણે કાંઈક પ્રયત્ન યુના 2010_03 Page #58 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર ૩૭ કરીએ. આત્મા જેટલે અંશે પૂર્ણતાને પ્રાપ્ત થયો હોય છે અથવા પરમપદની નજીક હોય છે એટલે જ અંશે તે અન્ય મનુષ્યનું હિત કરી શકવા સમર્થ નિવડે છે. જેમના જીવનને હજી સેકડો બાજુએથી સુધારવાનું બાકી રહ્યું હોય છે, તેવા મનુષ્યો જયારે બીજાઓને સુધારવાનો ઝંડો લઈ મેદાનમાં ઊતરી પડે છે ત્યારે તેથી જગતની ઉપર માઠી અસર થવા પામે છે. સુધારકનું ચારિત્ર જ્યાં સુધી દોષયુક્ત અને વિકલ હોય છે, ત્યાં સુધી તે બીજાઓને ઉપદેશ આપવાની પ્રવૃત્તિથી સ્વ અને પર ઉભયના હિતનો વિનાશ જ કરે છે. દોષોથી ખરડાયેલા પોતાના અંત:કરણના ડાઘ પ્રથમ કાઢવાનું કર્તવ્ય છોડી દઈ બીજાના અજ્ઞાનની મેશ ઘસી કાઢી નાખવાનો ઉદ્યોગ કરવો; એ એક કોલસાની સાથે બીજા કોલસાને ઘસી તે વડે બીજી કોલસાને ઉજજવળ બનાવવાનો ઉદ્યોગ કરવા જેવું છે. મનુષ્યની પ્રથમ ફરજ કમર કસીને પોતાનું જ સંપૂર્ણપણે હિત સાધવાની હોય છે. પોતાનું ઉત્કૃષ્ટ સ્વહિત સાધ્યા પછી પોતાના જવલંત ઉદાહરણ વડે તે જેવું બીજાઓનું હિત સાધી શકે છે તેવું પોતાની અપૂર્ણ અવસ્થામાં ગમે તેટલા આવેગથી કે ધમાલથી સાધી શકતો નથી. સંપૂર્ણ મનુષ્ય થોડા પ્રયત્ન હજારો મનુષ્યોના મન ઉપર સ્થાયી અસર કરી શકે છે, ત્યારે અપૂર્ણ મનુષ્યોનો ગાંડાઈ ભરેલો પરહિત સાધવાનો આવેગ બહુ બહુ 2010_03 Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર તો આસપાસના મનુષ્યોની થોડી ઘણી પ્રશંસા સિવાય કાંઈ જ ઉત્તમ ફળ પ્રકટાવી શકતો નથી. બહારનો ગમે તેટલો મોટો આડંબર હોય છતાં ઉપદેશકના અંતઃકરણના વિકારો ન્યૂનતાઓ અને ખામીઓને લીધે તે કોઈનું ખરું હિત કરી શકતો નથી. પોતાના હૃદયમાં જેટલે અંશે જ્ઞાનનો દીપક પ્રકાશતો હોય છે, તેટલા જ અંશે બીજા ઉપર તેની અસર થવા પામે છે. પોતાનું કાંઈ હિત સાધ્યા વિના ઉપદેશ વડે બીજાઓનું કલ્યાણ કરી નાખવાની મૂર્ખાઈ ઉપર પોતાના ઉદાહરણરૂપ અંકુશ મૂકવા માટે જ પ્રભુએ મૌન સેવ્યું હતું. ૩૮ પરહિત સાધવાનો આવેગ ઘણીવાર પ્રશંસાની લાલચમાંથી ઉદ્ભવતો હોય છે. તેથી આવી ઉપદેશ પ્રવૃત્તિને જેઓ નિર્દોષ અને પરોપકાર બુદ્ધિમાંથી ઉદ્ભવેલી માને છે તેઓ ઠગાય છે. સ્વહિતના કલ્યાણના ભોગે અથવા પોતાના અંતઃકરણનું અંધારું કાયમ રાખીને જેઓ દુનિયાને પ્રકાશમાં ઘસડી લાવવા પ્રયત્નશીલ રહે છે, તેઓ હિતને બદલે ઊલટું પોતાના દૃષ્ટાંતથી દુનિયાનું અહિત કરે છે. તેથી ઊલટી રીતે જેમનું લક્ષ્ય સ્વહિત સાધવા ભણી છે, અને સાધક અવસ્થામાં પરહિત સાધવાના અવિચાર ભરેલા આવેશમાં તણાતા નથી તેઓ જ આડકતરી રીતે જગતનું ખ હિત કરનારા હોય છે; અને તેમનું સાધકનું પદ પૂર્ણ થયા પછી પોતાના ઉત્કૃષ્ટ ઉદાહરણ વડે અસંખ્ય મનુષ્યોના હૃદય ઉપર જ્ઞાનનો પ્રકાશ રેડી શકે છે. બીજાને 2010_03 Page #60 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર સુધારી નાખવાનો આવેગ એ એક પ્રકારની નબળાઈ સિવાય બીજું કશું જ નથી. આવી નબળાઈમાં તણાઈ જઈ પોતાના હિતમાં પ્રમાદ સેવવાને પ્રાકૃત હૃદય કેટલું બધું પાત્ર છે તે પ્રભુ જાણતા હતા. અને તેથી જ તેમણે પોતાના મૌન ચારિત્રથી પરોક્ષ રીતે આવી નબળાઈથી પોતાનું રક્ષણ કરવાનો આપણને ઉપદેશ આપ્યો છે. જે દોષો પોતામાં વિદ્યમાન છે તે દોષો ત્યજવાનો ઉપદેશ સામા અંતરઃકરણ ઉપર માઠી અસર પ્રકટાવે છે. આવી માઠી અસર ભવિષ્યમાં ઓછી થવા પામે તે માટે જ પોતાના દૃષ્ટાંતથી પ્રભુએ બતાવી આપ્યું કે ઉપદેશકનું સાધકપદ જેટલે અંશે પૂર્ણ થાય તેટલે જ અંશે તે બીજાઓને ઉપદેશ આપવાને લાયક થયો ગણાય છે. ૩૯ આજની પરિસ્થિતિઓનું અવલોકન કરતાં પ્રભુના ઉદ્દેશ કરતાં કાંઈ જુદું જ દશ્ય ચોતરફ નજરે ચઢે છે. જે આવેશને રોકવા માટે પ્રભુએ પોતાના બાર વર્ષના મૌનવ્રતથી ઉદાહરણ બેસાડવા મહેનત કરી હતી, તે આવેશ પોતાના સ્વહિતના ભોગે ઉપદેશકોમાં ભયાનક રીતે ફાટી નીકળ્યો છે. આજે તો કાંઈક સહેજ નવુંસવું જાણ્યું કે તુર્ત જ મોભારે ચઢીને મોટા હોકારા પાડીને બીજાને તેનો લાભ આપવાની મિથ્યા પરમાર્થવાળી વૃત્તિ લોકોમાં દુર્નિગ્રહ થઈ પડી છે. બિલાડીના પેટમાં જેમ ખીર ટકતી નથી તેમ આવા મનુષ્યો પોતે જાણેલું - પછી તે ખરું હો કે ખોટું - જ્યાં સુધી બીજાને ન સંભળાવે ત્યાં સુધી તેમને 2010_03 Page #61 -------------------------------------------------------------------------- ________________ ४० આફરો ઊતરતો નથી. પોતે પોતાના મનથી જે સુખનો માર્ગ શોધી કહાડયો હોય છે તેને આચારમાં ઉતાર્યા વિના અને તેનો અનુભવગત લાભ લીધા વિના બીજાને પોતાના નિશ્ચયો ઠસાવવાનું ગાંડપણ આ જમાનામાં એક સાધારણ દર્દ થઈ પડ્યું છે. અહીં-તહીંથી બે ચાર વાતો ભેગી કરી તેઓ મિનારે ચઢીને પોકારે છે કે, ‘અરે મૂર્ખાઓ ! મેં જે સુખનો માર્ગ ખાસ તમારે માટે શોધી કાઢ્યો છે તેનો શા માટે તમે સ્વીકાર કરતા નથી ?' પરંતુ જ્યારે જગત તેમની કાંઈ જ પરવા કરતું નથી ત્યારે તેઓ કકળી ઊઠે છે કે ‘હવે જરૂર પાંચમા આરાના ભાવ ભજવાવા માંડ્યા છે. જો તેમ ન હોય તો અમૃતના જેવો અમારો ઉપદેશ શા માટે આ લોકને ન રુચે ?' પણ તેમને ભાગ્યે જ ખબર હોય છે કે જગતના હૃદય ઉપર ભાસતો પંચમકાળનો પટ એ બીજું કશું જ નહીં પણ તેમના પોતાના હૃદયાંધકારની પ્રતિછાયા હોય છે. જે હિત સાધવા પારકાને તેઓ ઉપદેશ આપતા હોય છે તે હિત પોતાના સંબંધે તેમણે કેટલે દરજ્જે સાધ્યું હોય છે, એ જોવાની દરકાર તેમને કરવી પાલવતી નથી. પોતાની આંતરશુદ્ધિ અને ભાવચારિત્રની પૂર્ણતાના પ્રમાણમાં જ જગત તેમના વડે પરમ હિતના માર્ગે દોરાય છે; એ સિદ્ધાંતના વિસ્તરણપૂર્વક તેમનો બધો જ ઉદ્યોગ થતો હોવાથી તેમને પંચમકાળનો પ્રભાવ પ્રતિક્ષણે ઘનીભાવ પામતો જાણાય છે. 2010_03 શ્રી મહાવીર Page #62 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર બસ, આમ કરશો તો જ તમારું કલ્યાણ થવાનું છે અને આ રીતે વર્તશો તો જ તમારો ઉદય થશે, એમ છાતી ઠોકીને બોલનારા ઉપદેશકોની સંખ્યા પૂર્વે કોઈ પણ કાળ કરતાં આ કાળે વધારે હોવા છતાં, શા માટે ઘણા જ થોડા મનુષ્યોનું કલ્યાણ થતું જોવામાં આવે છે ? એનો જ્યારે વિચાર કરીએ છીએ, ત્યારે જણાય છે કે તેવો કલ્યાણનો ઉપદેશ કરનારાઓએ પોતાના ઉપદેશનો લેશ પણ રંગ પોતાના હૃદયને લાગવા દીધો હોતો નથી. જેમને પોતાના પરિવેશના કારણોથી ફરજિયાત બોધ આપવો પ્રાપ્ત થયો હોય છે, તેમને એ પ્રવૃત્તિ યંત્રવત્ થઈ પડી હોય છે અને તેથી શ્રોતૃવર્ગ ઉપર એવા બોધનું જે પરાવર્તન થાય છે,તે પણ અસરહીન અને મેઘધનુષ્યના રંગ જેવું ક્ષણસ્થાયી હોય છે. તે સિવાય જેમના હૃદયમાં કાંઈક ન્યૂનાધિક આવેગ પ્રગટેલો હોય છે, તેમણે પોતાના નિશ્ચયોને આચારબદ્ધ કરવા માટે ધૈર્ય અને સાહસ કરેલું હોતું નથી અને કાપવાના સો ગાઉમાંથી થોડાં-ઘણાં ડગલાં ભર્યા પછી થાકી ગયેલા છે. આટલો રસ્તો કાપ્યા પછી તેઓ પોતામાં અનુભવનો સૂર્ય સોળે કળાએ પ્રકટેલો માની લઈ તેનો પ્રકાશ પોતાના મૂર્ખ અને અજ્ઞાન બંધુઓને આપવા માટે કમર બાંધી બહાર નીકળી પડે છે. આ સમયે તેમને એવો તો આવેશ પ્રગટે છે કે જાણે આકાશપાતાળ એક કરી નાખું એમ તેમને થાય છે. ખાવુંપીવું પણ પોતાની ગાંડાઈના બેભાનમાં ભૂલી જાય છે. અને તાબૂતના દિવસોમાં ફરતા ઝનૂની મુસલમાનોની પેઠે પોતાનો 2010_03 ૪૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૨. શ્રી મહાવીર વાવટો પકડીને ઢોલકીઓ બજાવતા તેઓ ઘૂમ્યા કરે છે. તેઓ એમ જ માનતા હોય છે કે મારી આવી દૈવી ઘેલછાનો રંગ આખા વિશ્વ ઉપર ઘડીના છઠ્ઠા ભાગમાં બેસી જશે અને આખું જગત મારા નિશ્ચયને અનુસરવાવાળું બની જશે. ઘણી વાર તો તેઓ એમ પણ માની લે છે કે આવો આવેગ મને પરમેશ્વર અથવા તેથી ઊતરતી કોઈ બીજી દૈવી સત્તા તરફથી પ્રેરવામાં આવેલો છે, અને તે સત્તાએ મારી મારફત આ વિશ્વની સુધારણા કરવાનું કામ આદરેલું છે, છતાં જ્યારે જગત તેમના સુખદ નિશ્ચયો ઉપર મોહ પામી તૂટી પડતું તેઓ જોતા નથી, અને તેમને સોનાના પુષ્પોથી વધાવી લેનાર કોઈ પણ નીકળી આવતું નથી, ત્યારે તેઓને પ્રથમ તો આશ્ચર્ય થાય છે કે આ તે શું થવા બેઠું છે ? મારી આવી અસાધારણ તત્ત્વની વાતો સાંભળવા શા માટે લોકો દોડી આવતા નથી ? પછી તેઓ છેડાઈ પડે છે અને આખા જગતને મૂર્ખ, અજ્ઞાન, દુર્ભવ્ય, પાપમાં મચી રહેનાર વગેરે અનેક ગાળો ચોપડવા માંડે છે. તેઓ પોતાના લેખો કે ભાષણોમાં પણ, પોતે જાણે કોઈ જગતને બહારની વ્યક્તિ હોય અને પોતાના સિવાય બીજા બધા અંધકારના યુગમાં રહેતા હોય એવા ભાવના વાક્યપ્રયોગો કરતા હોય છે. તેમના ગમે તેટલા ધમપછાડા છતાં જગતનું રગશિયું ગાડું તો જેવું ને તેવું જ ધીરી ગતિએ પોતાના નિત્યના ક્રમ ઉપર, જયારે તેઓ ચાલતું જુએ છે, ત્યારે તેઓ જગતના કલ્યાણ સંબંધે તદન નિરાશ થઈ જાય છે. ઉપદેશકો ! પાછા ફરી જરા તમારા 2010_03 Page #64 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર ૪૩ અંત:કરણની ભૂમિકાનું અવલોકન કરો અને ત્યાં તમને દીવા જેવું સાફ જણાશે કે જે નિશ્ચયો તમે જગત પાસે અનુસરાવા માંગો છો તેનો તમને મુદલ અનુભવ નથી, તમારે પોતાને હજી સેકડો બાજુએથી સુધરવાનું બાકી છે. દુનિયા સુધરવા તૈયાર છે, પણ પ્રથમ તમે પોતે સુધરીને આવો. પછી જગતને તમારું ચારિત્ર અને આચરણા જ તેમને માટે દીવાદાંડીનું કાર્ય કરશે. આથી કોઈના ઉપર આક્ષેપ કરવાનો મુદલ આશય રાખ્યો નથી. માત્ર મનુષ્યહૃદયમાં ગુપ્ત અને નિગૂઢપણે રહેલી એક ત્યજવા યોગ્ય નબળાઈને ઉઘાડી પાડવા પ્રયત્ન કર્યો છે. પ્રભુએ કૈવલ્ય પ્રાપ્ત થયા પછી પણ જે શૈલીએ ઉપદેશ પ્રવૃત્તિ કરી હતી તેમાંથી પણ અનેક શિક્ષણીય અંશો ગ્રહણ કરવા યોગ્ય છે. તેમણે કદી જ હાલના ઉપદેશકોની માફક બીજાઓનાં છિદ્ર શોધવા અથવા બીજાઓના ધાર્મિક વર્તન કે આચારવિચાર ઉપર ચોધારી ગ ફેરવવા ઉદ્યોગ કર્યો નથી. વિશ્વનું સર્વોત્કૃષ્ટ કલ્યાણ કરવા માટે જ તેમના તીર્થંકરપદનું નિર્માણ થયું હતું, છતાં તેમણે તે નિર્માણ સિદ્ધ કરવા માટે કોઈને પોતાનો ઉપદેશ પરાણે અથવા સામાની અનિચ્છા છતાં આપવાનો પ્રયત્ન કર્યો નથી. તેમજ તેમના આચારવિચારને તરછોડી નાંખી, પોતાના વાડામાં આવવાને લોકોને લલચાવ્યા નથી. તેમની ઉપદેશપદ્ધતિ શાંત, રુચિકર, દુશ્મનને પણ તુર્ત ગળે ઉતરે તેવી હૃદયસ્પર્શી, મર્મગ્રાહી 2010_03 Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રી મહાવીર અને તેમના આશયને શ્રોતૃહદયમાં સીધી રીતે પરિમાવે તેવી સરળ હતી. દુનિયા મારા અભિપ્રાયને જ મળતી થઈ જાય, અને મારા આશયને જ અનુસરવાવાળી થાય એવી ઈચ્છા પ્રભુએ કદી જ રાખી નહોતી. તેઓ જાણતા હતા કે એવી ઈચ્છા એ પણ એક પ્રકારની નબળાઈ છે, અને તે મનુષ્યહૃદયના બંધારણનું અજ્ઞાન સુચવનારી છે. આખી દુનિયા ગમે તેવા વિવાદ વિનાના વિષય ઉપર પણ કદી મતભેદ વિનાની બની નથી, અને ભવિષ્યમાં બનવાનો સંભળ પણ નથી. કહેવાય છે કે, તેમની પહેલી દેશના તદન ખાલી ગઈ હતી, અર્થાત તેમના ઉપદેશની અસરથી એક પણ અંત:કરણ ચલિત થયું નહોતું, છતાં પણ પ્રભુએ તે ઉપરથી દુનિયાના હિત માટે કશી જ ચિતા દર્શાવી નહોતી. આજે જેમ અનેક મતભેદ અને સંપ્રદાયોની ધમાલ ચાલે છે તેમ તે દેશકાળના સ્વરૂપને અનુસરતી ધમાલ તે વખતે પણ જરૂર ચાલતી જ હશે. કેમ કે મનુષ્યહૃદયનું બંધારણ બધા જ દેશકાળમાં એક જ પ્રકારનું રહે છે. માત્ર તેના ઉપર પ્રચલિત ભાવનાઓની છાપ જ પડે છે. આજે જેવા મૂર્તિપૂજક અને મૂર્તિનિંદક એવા બે કેમ્પો સામસામા ગોઠવાઈ ગયા છે, અને સુધારાવાળા તથા સનાતનીઓની છાવણીઓ પોતપોતાની હદ સાચવીને સામાની છાવણીમાં વાણીના ગોળાઓ ફેંકી રહી છે, તેમ પ્રકારાંતરે તે વખતે પણ હતું જ. છતાં આજે મૂર્તિપૂજના ઉપદેશકો, મૂર્તિ નહીં માનનારાઓના, પ્રભુના ઘરે કેવા બેહાલ થશે તે સંબંધી જે ચિંતા 2010_03 Page #66 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર ૪૫ કર્યા કરે છે અને તેમને હરકોઈ પ્રકાર તેમના હાલના અંધકારના પ્રદેશમાંથી ઘસડી લાવી, મૂર્તિપૂજાના પ્રકાશમાં લાવવા પ્રભુને સજળ નેત્રે યાચના કરે છે, તેવું કશું જ મહાવીર પ્રભુની ઉપદેશ-પ્રવૃત્તિમાં નહોતું. મૂર્તિના વિરોધીઓ પ્રભુને પ્રાર્થે છે કે “હે નાથ ! સીમલાથી માંડીને સેતુબંધ રામેશ્વર અને દ્વારકાથી માંડીને આસામના પૂર્વના ખૂણા સુધીની બધી મૂર્તિઓને આ ક્ષણે જ દરિયામાં પધરાવી દો, તો જ હિંદુસ્થાનનું કાંઈક કલ્યાણ થાય તેમ છે, માટે હે પ્રભુ, હવે આ ગરીબ હિન્દની વહારે ચઢી ઝટપટ મારી ધારણાનો અમલ કરો.” જાણે હમણાં જ પરમેશ્વર આવી બેવકુફી ભરેલી પ્રાર્થનાઓ સ્વીકારી લઈ તેમનું ધાર્યું કરી નાખશે, એવા આવેશમાં જાણે કે પ્રભુની યોજનાને મદદ કરતા હોય તેમ તેઓ, બને તેટલી યુક્તિ-પ્રયુક્તિથી બે પાંચ જણને પોતાની પેઠે મૂર્તિપૂજાના વિરોધીઓ બનાવી લે છે; અને હવે થોડા જ વખતમાં આખો આર્યાવર્ત તેમને ભાસેલા સત્યનો અનુભવ કરી તેમને અનુસરનારો બની જશે એમ માની લે છે. છતાં જ્યારે પોતાના હૃદયનો રંગ કોઈને ચઢતો પોતે જોતા નતી, અને ઉત્સાહ વિનાના સાંઈના ટુ’ની પેઠે દુનિયાને ઠંડે કલેજે ચાલતી જુએ છે, ત્યારે તેઓ પોતાના આવેશમાં પ્રભુને પણ બે પાંચ ગાળો ચોપડી કાઢે છે, અને કહે છે કે પરમેશ્વરને પણ મહારાજ્ય ચલાવતાં આવડતું નથી. તેઓ માને છે કે પરમેશ્વરને પોતાના જેવા બે પાંચ સલાહકારીઓ હોત તો આટલું બધું અંધેર ભેગું થવા પામત નહીં. 2010_03 Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રી મહાવીર દુનિયાને પ્રકાશમાં લાવવા આવેગથી પ્રેરાયેલા દયાપાત્ર મનુષ્યો !!! કોઈના હૃદયને અરુચિ થાય તેવી વાત યદ્યપિ આપણને પોતાને ગમે તેવી કલ્યાણકારક ભાસતી હોય તો પણ બળાત્કારથી તેમની આગળ ધરવી અને તેમની પાસે તે સાચી મનાવવાનો પ્રયત્ન કરવો, તે તલવારના જોરથી પોતાનો ધર્મ બીજા પાસે મનાવનાર કોઈ પૂર્વના મુસલમાન રાજાઓના જેવું જ કાર્ય છે. બંનેની કાર્યપદ્ધતિમાં એટલું બધું સરખાપણું છે કે બંનેને એકબીજાથી ભાગ્યે જ ચઢતા ઊતરતા માની શકાય. એક સ્થળે પોલાદના શસ્ત્રનો ઉપયોગ થાય છે. તો બીજે સ્થળે વાણી રૂપ હથિયારનો ઉપયોગ થાય છે. એકનો આઘાત સ્થૂળ શરીર ઉપર થાય છે, ત્યારે બીજાનો પ્રહાર હૃદયના મર્મભાગ ઉપર અથડાય છે. તફાવત એટલો જ છે કે જયારે એકનો ઘા જૂનાધિક કાળે રૂઝાય છે ત્યારે બીજાનો માર્મિક ઘા મરણપર્યત અને તે પછીના ભવપ્રવાસમાં પણ અવ્યક્તપણે કાયમ જ રહે છે. પોતાના નિશ્ચયો - પછી ભલે તે યોગ્ય હોય કે અયોગ્ય – બીજાના ગળે બળાત્કારથી ઉતારવાનો પ્રયત્ન કરનાર મનુષ્ય પોતાનું તેમ જ સામાં મનુષ્યનું એકાંતપણે અહિત જ કરે છે. કદી પોતાનો નિશ્ચય ઉત્તમ અને હિતકારક હોય તો, તેને સામાના હૃદયમાં પરાણે ઉતારવાની પોતાની અયોગ્ય પ્રવૃત્તિથી ઊલટો તેને તે ઉત્તમ નિશ્ચયથી વધારે ને વધારે વિમુખ રાખે છે, એટલું જ નહીં પણ એક વાર આ પ્રમાણે સામાના 2010_03 Page #68 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર ४७ મનમાં તે નિશ્ચય સંબંધે દુરાગ્રહ ઠસી ગયા પછી તેને સવળા રૂપમાં યથાયોગ્ય પ્રકારે જોવાનો સંભવ પણ જૂન થતો જાય છે. ભયંકર શસ્ત્રો વડે થતું યુદ્ધ અને મનુષ્યસંહાર જેમ અનિષ્ટ છે, તેમ વાણી વડે થતું યુદ્ધ પણ તેટલું જ અથવા તેથી પણ વધારે સિંઘ છે. કેમ કે છૂળ આઘાતની અસર સ્થૂળ દેહમાં જ પરિસમાપ્તિ પામે છે, પરંતુ વાણીના માર્મિક પ્રહારની અસર આત્માના અંત:તમ પ્રદેશ ઉપર સ્થાયી સંસ્કારરૂપે દીર્ધકાળ સુધી રહેવા પામે છે. આખી પૃથ્વીનો જમાનો નષ્ટ થઈ જાય અને બધે શાંતિનું મહારાજ્ય વિસ્તરે એ જેમ અત્યંત ઈચ્છવા યોગ્ય વસ્તુસ્થિતિ છે તેમ મર્મભેદક વાણીનાં યુદ્ધો પણ બંધ પડી આંતરિક શાંતિને સુબ્ધ કરનાર નિમિત્તોનો લય થાય એ પણ ઈચ્છવા યોગ્ય છે. બંનેથી થતી હાનિ અને તેનાં પરિણામો એકસરખાં દુઃખદ અને અનિષ્ટ છે. અને આમ છતાં આશ્ચર્ય જેવું તો એ છે કે સ્થળ યુદ્ધને ત્રાસદાયક ગણી વખોડી કાઢનાર વિદ્વાનો વાણીના યુદ્ધમાં રસભેર જોડાય છે. અને પોતાને જે નિશ્ચય અથવા સિદ્ધાંત સાચો ભાસ્યો હોય તે સિવાયના તમામ નિશ્ચયો અને સિદ્ધાંતો ઉપર, પોતાની પંડિતાઈની સરાણે ચઢાવી પાણીદાર બનાવેલા વાણીના શસ્ત્ર સહિત ઝનૂનીપણે તૂટી પડે છે. પોતાને જે વાત સાચી જણાઈ એનું જ પ્રતિપાદન કરી, અથવા તે સિવાયના સિદ્ધાંતોમાં ભાસ્યમાન થતી ખામીઓને 2010_03 Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર ન્યાયપુર:સર યોગ્ય વાણીમાં દર્શાવી, તેઓ બેસી રહે તો તેઓ ખરેખર દુનિયાનું હિત જ કરે છે. પરંતુ તે સાથે તેઓ હજારો મનુષ્યોના હૃદયને અકારણ વિદીર્ણ અને છિન્નભિન્ન કરી નાખવાના કર્તવ્યને પણ એ ઈશ્વરી ફરજ તરીકે માને છે, અને સહુથી અધિક આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે મનુષ્યોના પ્રાણને અકારણ હણનાર કોઈ જુલમી રાજા ઇતિહાસમાં નિંદાય છે, ત્યારે પૂર્વે કહ્યા તેવા વિદ્વાનો મહાપુરુષ તરીકે અથવા દુનિયામાં સત્યનું સ્થાપન કરી જનાર તરીકે પૂજાય છે. ૪૮ મહાવીર પ્રભુએ પોતાનો સમુદાય, બીજા સંપ્રદાયોના સમુદાયના મુકાબલે સંખ્યામાં પાછળ રહી જાય તેની દરકાર કદી કરી નથી. માત્ર પોતાના સંબંધમાં આવનાર મનુષ્યોને તેમણે અત્યંત સરળપણે પ્રેમભાવ અને મિષ્ટ વાણીથી તેમના અધિકારને ઘટતો ઉપદેશ આપ્યો હતો. મહાવીર પ્રભુના અનુયાયીઓની સંખ્યા, ગોશાળા જેવા એક સામાન્ય પ્રવર્તકના અનુયાયીઓની સંખ્યા કરતાં પણ થોડી હતી, એ જ એમ દર્શાવી આપે છે કે પ્રભુએ કદી પણ પોતાનો વાડો વિસ્તારવા તરફ બીજાની માફક લક્ષ્ય રાખ્યું નહોતું. જો તેમણે તેવો આશય રાખ્યો હોત તો પોતાના અલૌકિક સામર્થ્ય વડે તેઓ પોતાને અનુસરનારાઓની મોટી સંખ્યા ઊભી કરી શક્યા હોત. પરંતુ તેમના ચારિત્ર ઉપરથી સાફ જણાઈ આવે છે કે તેઓએ પોતાના ઉપદેશરૂપી 2010_03 Page #70 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર ૪૯ t જળનો ઘડો ઉઠાવી, ઘરે ઘરે દુનિયાને પાવા માટે નીકળવાનો ઉદ્યોગ કર્યો નથી. પ્રભુનો એ એક અનુભવગત સિદ્ધાંત હતો કે દુનિયાના ગળે પોતાનો ઉપદેશ પરાણે વળગાડવાથી તેમનું વાસ્તવિક હિત સધાતું નથી. કદી ક્ષણભર ઉપદેશના દિવ્ય પ્રભાવ કે પ્રતિભાથી અંજાઈ જઈ મનુષ્યો તેમને અનુસરે, પણ તેથી તેમનું સ્થાયી કલ્યાણ થતું નથી. એટલા માટે તેમના હૃદયમાં ઈષ્ટ ઉપદેશ પરોક્ષપણે તેમને ખબર પણ ન પડે તેવી રીતે (unconsciously) પરિણમી જાય તેવી શૈલીએ પ્રભુએ કામ લીધું હતું. સંખ્યા અથવા સમૂહ ઉપર પ્રભુએ કદી ભાર મૂક્યો નથી, અથવા તેમાં જનહિતનો કાંઈ પણ સંકેત હોય એવું તેઓએ માન્યું નથી. તેઓ જાણતા હતા કે સંખ્યા એ કૃત્રિમ રીતે જમાવેલા ધુમાડાના ગોટા જેવું એક ક્ષણિક દૃશ્ય માત્ર છે. સંખ્યાના બળને ધર્મના મૂળનું, ઊંડાઈનું અથવા વિસ્તારનું માપક તેમણે કદી જ ગયું નહોતું. લોકોના હૃદયપ્રદેશ ઉપર સત્યનો પટ બેસારવા તરફ જ પ્રભુનું લક્ષ્ય હતું. ગોશાળાની જેમ સંખ્યા વધારવા ભણી નહતું. પ્રભુ પરિણામદર્શી હતા. રાંખ્યાને એકત્રિત રાખનાર મનુષ્ય જ્યારે ચાલ્યો જાય છે ત્યારે સમૂહ ધૂમાડાની પેઠે ચારે દિશામાં વિખરાઈ જઈ, પાછળ પોતાનું કાંઈ ચિહન પણ મૂકવા જેટલું કરી શકતો નથી. સંખ્યાનું બળ એકઠું કરવું અને લોકહૃદય ઉપર કલ્યાણની ભાવના અંકિત કરવી 2010_03 Page #71 -------------------------------------------------------------------------- ________________ પ૦ શ્રી મહાવીર એ તદન જુદાં જ કાર્યો છે. પૂર્વનું કાર્ય ફતેહમંદીથી કરવા માટે વ્યવસ્થાપક શક્તિ (Organizing power) આદિ લૌકિક સામર્થોની અપેક્ષા છે, ત્યારે પાછળનું કાર્ય કરવા માટે જનકલ્યાણ ઉપર વિશુદ્ધ પ્રેમ અને કાંઈ પણ અલૌકિક આશયના-પ્રભાવની જરૂર છે. પ્રભુએ પૂર્વનો હેતુ છેક ગૌણપણે રાખી માત્ર મનુષ્યના વાસ્તવિક અને ખરા હિત ભણી જ વિશેષ લક્ષ્ય રાખ્યું હતું, અને જેમ બને તેમ પોતાને અનુભૂત થયેલા સુખદ સિદ્ધાંતોને જન-મન ઉપર ઊંડા કોતરવાનો જ ઉદ્યોગ કર્યો હતો. સંખ્યાના બળમાં શ્રદ્ધા રાખનાર ગોશાળાનો એક પણ અનુયાયી હિંદના ચારે ખૂણામાં આજે શોધ્યો પણ જડતો નથી અને તેના સિદ્ધાંત સંબંધ કાંઈ અવશેષ ચિહન સરખું પણ ભાગ્યે જ રહેવા પામ્યું ત્યારે માત્ર જનહિતની જ ચિંતા રાખનાર પ્રભુના અનુચારીઓની સંખ્યા છેવટે પંદર લાખ જેટલી પણ રહી શકી છે. જ્યારે બુદ્ધ જેવા એક કાળે (અશોકના કાળમાં) સમસ્ત હિંદ ઉપર ધર્મચક્ર વિસ્તારનાર દર્શનને હિંદમાં ઊભા રહેવાનું પણ આજે સ્થાન નથી, ત્યારે જૈન પોતાની ધર્મભાવનાની ઊંડાઈના બળથી અનેક વિરોધો અને વિકટ મામલાઓ વચ્ચે હજી સુધી પોતાનો પગ દઢપણે જમાવી રહેલ છે. આ પ્રતાપ માત્ર પ્રભુની ઉપદેશ શૈલીનો જ હતો. તેમની વાણીના અતિશય સંબંધી જે કાંઈ જૈન શાસ્ત્રો વદે છે તે તેમની ઉપદેશ-શૈલીનો પ્રભાવ દર્શાવવાનો પ્રયત્ન માત્ર છે. 2010_03 Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પાંચમું ગોશાલક : આજીવકમતવાદી सब्वाहि अणुजुत्तीहि, मतिम पडलोहिया । सचे अनन्तदुक्खा य, अओ सव्वे न हिंसया ॥ મતિમાન મનુષ્ય તમામ પ્રકારની યુક્તિઓથી વિચારીને અને તમામ પ્રાણીઓને દુઃખ ગમતું નથી એ હકીકતને પોતાના જાતઅનુભવથી સમજીને કોઈ પણ પ્રાણીની જીવની હિંસા ન કરવી. સૂત્રકૃતાંગ પોતાના ચરણન્યાસ વડે પૃથ્વીને પવિત્ર કરતા એક સમયે વીરપ્રભુ રાજગૃહી નગરીમાં આવી પહોંચ્યા. ત્યાં તેમને ગોશાળા નામનો એક મનુષ્ય શિષ્ય થવાની ઈચ્છાથી મળ્યો. પ્રભુ તે વખતે પોતાને કોઈના પણ ગુરુ તરીકે સ્વીકારવા ના પાડતા હતા. જ્યાં સુધી મનુષ્ય પોતાનું સર્વોત્કૃષ્ટ કલ્યાણ સાધી શક્યો નથી ત્યાં સુધી તેના વડે અન્યનું કાંઈ જ દારિદ્રય ફીટી શકતું નથી, એમ પ્રભુ સમ્યફ પ્રકારે જાણતા હોવાથી, ગોશાળાની યાચનાના પ્રત્યુત્તરમાં તેમણે મૌન જ દાખવ્યું. છતાં ગોશાળો પ્રભુનો સહવાસ છોડતો નહોતો. તે પોતાની મેળે મહાવીરમાં ગુરુબુદ્ધિ સ્થાપી ભિક્ષા વડે પ્રાણવૃત્તિ કરતો હતો. સત્યની તેને કાંઈક જિજ્ઞાસા હતી. આત્મશક્તિના વિકાસ માટે યોગ્ય પુરુષાર્થ કરવા તે તત્પર હતો, છતાં કમનસીબે જે કાળે પ્રભુ ઉપદેશના કાર્યથી વિમુખ 2010_03 Page #73 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી મહાવીર હતા, તે અવસરે ગોશાળો મહાવીરના સંબંધમાં આવવાથી તેણે જે બોધ પ્રભુ પાસેથી પોતાની મનોકલ્પનાએ ગ્રહણ કર્યો હતો તે તદ્દન એકતરફી અને અનિષ્ટકર નિવડ્યો. પોતાની મતિકલ્પના અને અનુમાન વડે જે કાંઈ ગ્રહણ કરવામાં આવે છે તે કેટલીકવાર કેવું અહિતકાર થઈ પડે છે, તેનું ગોશાળો એ યોગ્ય દૃષ્ટાંત છે. તે ઘણીવાર પ્રભુને ભાવીમાં બનવાના પ્રસંગો સંબંધે પૂછતો અને પ્રભુ તેનો જે ઉત્તર આપતા તે જ પ્રમાણે બનતું હોવાથી તેણે નિશ્ચય બાંધ્યો કે, જે કાંઈ બનવા યોગ્ય છે તેમાં મનુષ્યના પ્રયત્નથી કોઈ કાળે અન્યથા થઈ શકતું નથી. આ “નિયતિવાદ” તેના હૃદયમાં અનેક કારણોથી એવો દૃઢપણે ઠસી ગયો હતો કે તે તેના જીવન પર્યત ખસ્યો નહીં અને પાછળથી પણ એ જ કારણથી તે જૈન ધર્મથી વિમુખ થઈ પોતાના સ્વછંદને વિસ્તારવા લાગ્યો. આ મતભેદનાં કારણોથી આપણ ઘણાય જૈન ગ્રંથકારોએ ગોશાળાને અત્યંત અસહિષ્ણપણે નિંઘ સ્વરૂપમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે, છતાં એટલું કહેવું પ્રાપ્ત થાય છે કે, ગોશાળાને જેવો મૂર્ખ, કમઅક્કલ અને છેક ઉન્મત્ત ચિતરવામાં આવ્યો છે તેવો તે નહોતો. ખરું છે કે મતભેદની દૃષ્ટિ આપણને સામા મનુષ્યને તેના ખરા સ્વરૂપે જોવામાં અંતરાય કરે છે અને આપણા રાગદ્વેષના તારતમ્ય અનુસાર તેના વાસ્તવ સ્વરૂપને આપણે જૂનાધિક અંશે વિકૃતરૂપે જોઈએ છીએ, છતાં પ્રસ્તુત પ્રસંગે એવા મતભેદનાં કારણોથી ગોશાળાને જેવા રૂપે કેટલાક જૈન ગ્રંથકારો આપણી આગળ 2010_03 Page #74 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર ૫૩ રજૂ કરે છે તે કોઈ રીતે સંતવ્ય નથી. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે ગોશાળાની જે ચેષ્ટા આલેખી છે તે જોતાં અજાણ્યા મનુષ્યને ગોશાળ સંબંધે એવો અભિપ્રાય બાંધવો પડે કે, તે કોઈ ગાંડાની ઇસ્પિતાલમાંથી ભાગી " છૂટેલો શખ્સ હોવો જોઈએ, પરંતુ મનુષ્યની સામાન્ય બુદ્ધિ તેને તેવો સ્વીકારવાની ના પાડે છે. આપણાં શાસ્ત્રો પણ જણાવે છે કે, સ્વયં મહાવીર કરતાં ગોશાળાનો અનુયાયી સમાજ મોટો હતો, જે કાળે બુદ્ધ, જૈન અને બ્રાહ્મણ વચ્ચે તીવ્ર રસાકસી ચાલતી હતી તે વખતે ખુદ મહાવીર કરતાં પણ ગોશાળાના અનુયાયીઓનું સંખ્યાધિક્ય હોવું એ`બીજું કાંઈ જ નહીં પણ તેની પ્રવર્તક શક્તિ અને લોકોના હૃદયને સ્પર્શી શકવાનું તેનું સામર્થ્ય સૂચવી આપે છે. જે પ્રભાવથી ગોશાળો આ કાર્ય કરી શક્યો, તે પ્રભાવની શ્રી હેમચંદ્રાચાર્યને ગોશાળો જે સ્વરૂપે ઈષ્ટ છે તે સાથે કેવા પ્રકારે સંગતિ સાધી આપવી તે સમજી શકાતું નથી. ગોશાળાને તેઓ લોકોની ગુપ્તપણે રતિક્રીડા જોનાર, વિકૃત વેષ ધારણ કરી કૌતુક કરનાર અને બીજાઓની અયોગ્ય પ્રકારે ઠઠ્ઠા-મશ્કરી કરવાથી જેનો તેનો ધરાઈને માર ખાનાર રૂપે ખડો કરે છે. એક વખતે તો કોઈ વાસુદેવના મંદિરમાં પ્રભુ રાત્રીવાર રહેલા ત્યાં ગોશાળાએ, નિર્લજ્જપણે પ્રતિમાની સામે પુરુષચિહ્ન કરી ઊભો રહેવા જેટલી હદે ધૃષ્ટતા અને નીચતા દાખવ્યાનું શ્રી હેમચંદ્રાચાર્ય જણાવે છે, પરંતુ મહાવીર પ્રભુના સમયનું બુદ્ધ વિગેરેનું સમકાલીન 2010_03 Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી મહાવીર સાહિત્ય જોતાં ગોશાળો છેક આટલો બધો નષ્ટજ્ઞાન અને વિક્ષિપ્ત ચિત્તનો હોય એમ માની શકાતું નથી. તેણે તે કાળે પ્રવતવિલો આજીવક મત અત્યારે હિંદમાં લુપ્ત થઈ ગયો છે અને તેના શું મુખ્ય સિદ્ધાંતો હતા તે પણ ભાગ્યે જ કોઈના જાણવામાં છે, પરંતુ બુદ્ધ અને મહાવીર પ્રભુના કાળમાં અને છેવટે અશોક મહારાજના સમયમાં તે એક બળવાન પ્રચલિત મત હતો એવું પ્રો. કર્ન (Prof. Ken)નું માનવું છે. ખુદ અશોકે પણ ગોશાળાના આજીવક મત સંબંધમાં શિલાલેખો કોતરાવેલ છે. જીવદયા એ ગોશાળાના મુખ્ય સિદ્ધાંતોમાંનો એક હતો. આ સંબંધે મનોરંજન ઘોષ નામનો એક વિદ્વાન લખે છે “The history of the Ajivkas reveals the curious fact that sacredness of animal life was not the peculiar tener of Budhism alone but the religion of Sakyamuni shared it with the Ajivkas and the Nirgranthas. They had some tenets in common but differed in details... They were naked monks practising severe penances. We fine the Ajivkas an influential sect in existence even in the time of Buddha, Mokkali Gosala was the teacher of the Ajivakas with whom Gautam Buddha had a religious controversy." અર્થાત - “આજીવકોના ઈતિહાસમાંથી આપણને એક જાણવા જેવી એ હકીકત મળે છે કે, જીવદયા એ માત્ર બુદ્ધનો એકલાનો જ ખાસ સિદ્ધાંત નહોતો, પણ આજીવકો અને નિગ્રંથો (જૈનો)નો 2010_03 Page #76 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર ૫૫ પણ એ જ સિદ્ધાંત હતો. ઘણાખરા નિયમો એ સહુને સાધારણપણે હતા. માત્ર વૃત્તાંતના આખ્યાનમાં ફેર છે... આજીવકો શરીરે નગ્ન રહેતા અને ઘણી આકરી તપશ્ચર્યા સેવતા... આપણે જોઈ શકીએ છીએ કે આજીવકોનો બુદ્ધના સમયમાં પણ એક પ્રભાવયુક્ત સંપ્રદાય હતો. પંખલી ગોશાળો તેમનો નેતા હતો અને તેની સાથે ગૌતમ બુદ્ધને એક વખતે ધાર્મિક તકરારમાં ઊતરવું પડ્યું હતું.” Ancient Civilization” નામના ગ્રંથમાં તેનો વિદ્વાન કર્તા લખે છે કે : Among the other sects of ascetics which flourished side by side with the Budhist and Nirgranthas (Jains) in the sixth century B.C. the Ajivakas founded by Gosala were the bess known in their day. Asoka named them in their inscriptions along with Brahmins and Nirgranthas. Gosal was therefore a rival of Buddh and Mahavir, but this sect has now ceased to exist. અર્થાત ઈસ્વીસન પૂર્વે છઠ્ઠા સૈકામાં બૌદ્ધો અને નિગ્રંથો (જૈનો)ની સાથે સાથે બીજા જે ત્યાગધર્મવાળા સંપ્રદાયો વસતા હતા, તેમાં તે વખતે ગોશાળાએ સ્થાપેલો આજીવક મત સહુથી વધારે પરિચિત હતો. બ્રાહ્મણો અને જૈનો સાથે તેમને પણ પોતાના શિલાલેખોમાં અશોક ગણતરીમાં લીધા છે. તે ઉપરથી ગોશાળો એ બુદ્ધ અને મહાનવીરનો પ્રતિસ્પર્ધી હતો, પરંતુ હવે તે સંપ્રદાય બંધ પડી ગયો છે. 2010_03 Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૬ હાલના ઐતિહાસિક અન્વેષણ (historical research) ઉપરથી એટલું જોઈ શકાય છે કે, ગોશાળો એક સમર્થ મતપ્રવર્તક હતો. પરંતુ કોઈ કારણસર મહાવીર સાથે તેને મતભેદ થવાથી, તે પાછળથી તેમનો વિરોધી થયો હોવો જોઈએ. અને એ મતભેદને લીધે મહાવીરના તે કાળના અનુયાયીઓમાં ગોશાળા માટે વિરોધતાની છાપ બેસી ગયેલી હોવી જોઈએ. એ છાપ સાંપ્રદાયિક પરંપરાએ ક્રમાગત થઈ. છેવટે જ્યારે જૈન સિદ્ધાંતો લેખારૂઢ થયા ત્યારે તેને તેમાં સ્થાન મળ્યું હોય એમ જણાય છે. બૌદ્ધના સાહિત્યમાં ગોશાળો એટલો બધો વિકૃત વર્ણમાં નજરે પડતો નથી. બીજું કાંઈ નહીં તો પણ ૨૫૦૦ વર્ષના કાળના ઘસારામાં જેનું નામ, જેવું તેવું એ પણ જળવાઈ રહ્યું છે. તે મનુષ્ય ખરે જ કાંઈ સત્ત્વયુક્ત હોવો જોઈએ. 2010_03 શ્રી મહાવીર Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ છઠ્ઠ અનાર્ય પ્રદેશમાં દીક્ષા ગ્રહણ કર્યા પ્રભુને આઠ વર્ષ પૂર્ણ થયા. આઠમું ચાતુર્માસ રાજગૃહી નગરીમાં પૂર્ણ કર્યા પછી પોતાની પરિચિત ભૂમિ ત્યજીને, મિત્રો, સ્નેહીજનો અને નિત્યની ઓળખાણવાળા મનુષ્યોના સંસર્ગ વિનાના પ્રદેશમાં વિચરવું તેમણે યોગ્ય વિચાર્યું. અત્યાર સુધી પ્રભુ જે જે સ્થાનોમાં વિચર્યા હતા, તે બધો પ્રદેશ ઉતમ આચારવિચારના સજ્જનો વડે વસાયેલો હતો અને પોતે એક રાજપુત્ર હોવાથી તેમજ જે વયે એક પામરમાં પામર મનુષ્યને પણ ઇન્દ્રિયવિલાસનો સ્વાદ મધુર લાગે છે તે વયમાં, તેમણે સંસારત્યાગનું ભીષણ વ્રત અંગીકાર કરેલું હોવાથી; તેની કીર્તિની સુવાસ વસંતના અનિલની માફક ચતુર્દિશ વિસ્તરેલી હતી. તે કાળ સુધીમાં પ્રભુ જે જે સ્થાનોમાં વિચર્યા હતા ત્યાં ત્યાં લગભગ તમામ સ્થળે તેમનું યોગ્ય સન્માન અને આદરસત્કાર થતો હતો, એમ આપણા જૈન ગ્રંથકારો જણાવે છે. પ્રભુએ એમ ચિંતવ્યું કે, હજી મારે ઘણું કર્મ નિરવાનું છે અને નિર્દય લોકો દ્વારા શરીરકષ્ટ અનુભવ્યા વિના તે કર્મની નિર્જરા થશે નહિ, તેથી તેમણે અનાર્ય ભૂમિમાં વિચરવાનો નિશ્ચય કર્યો. પ્રભુના અંતઃકરણમાં તે સમયે શું ભાવ હશે તે તો કોઈથી કહી શકાય તેમ નથી. પરંતુ એટલું તો નિશ્ચિત છે કે તેમના આદર્શભૂત જીવનના 2010_03 Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આ પ્રસંગમાંથી આપણે માટે એક ઉત્તમ શિક્ષણ ઉપલબ્ધ થાય છે. પ્રભુની આત્મ અવસ્થા તો તે કાળે એવા પ્રકારની હતી કે અત્ર તત્ર અને સર્વત્ર તેમનું ચિત્ત સમાધાનમય જ હતું. તેમની તમામ ચર્યા ઉદયાધીન અને આત્મપ્રતિબંધ રહિત હતી.આર્ય કે અનાર્ય ઉભય ક્ષેત્રોમાં તેમને મન એક સરખાપણું હતું. તેમના ઉપર કોઈ સન્માનના પુષ્પ ચઢાવે કે અપમાનનો કીચડ ફૈટુ તો પણ ઉભય આચરણમાં તેમને મન લેશ પણ ન્યૌન્યાધિક્ય નહોતું. છતાં પ્રભુ પોતાના પરિચિત પ્રદેશને છોડી અજ્ઞાત સ્થાનોમાં ગતિ કરવા ઉઘુક્ત થયા તે માત્ર જગતને દૃષ્ટાંતમયતા પૂરી પાડવા માટે જ હતું. પોતે આઠ વર્ષ સુધી દીક્ષિત અવસ્થામાં જે લોસન્માન પામ્યા હતા, તેથી સામાન્ય અંતઃકરણને સુલભ એવી અભિમાનની લેશ પણ ભાવના, તેમના હૃદયમાં પ્રકટવા પામી નહોતી, કેમકે પ્રભુ તો તે બાલભૂમિકાને ઘણા કાળથી ઉલ્લંઘી ગયા હતા. પરંતુ પોતાનો ભાવી અનુયાયી દીક્ષિતવર્ગ પ્રભુના દૃષ્ટાંતને અનુસરી, જ્યાં માત્ર સન્માન અને પરિચિત સંયોગોની પ્રાપ્તિ હોય ત્યાં જ પડ્યો ન રહે તેટલા માટે અને દીક્ષિતોની વિચરણક્રિયા સંબંધી એક સબળ ઉદાહરણ પૂરું પાડવા માટે તેઓ આર્ય અને સભ્ય સમાજના નિવાસની હદ ઓળંગી, જ્યાં અધમ અને નિકૃષ્ટ પ્રકૃતિના લોકો વસતા હતા ત્યાં પધાર્યા. સંસારનો સંબંધ છોડ્યા પછી મોહના પ્રબળ નિમિત્તોમાં વસવું એ કરતાં સંસાર 2010_03 શ્રી મહાવીર Page #80 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર પ૯ તયાનો બાહ્ય પરિવેશ ધારણ કરી પોતાના અને પરના આત્માને પ્રવંચનામાં ન નાખવો એ અધિક ઉચિત ગણાવા યોગ્ય છે. જગતની પ્રશંસા એ એક એવો પ્રબળ વેગવાળો પ્રવાહ છે કે તેના પુરમાં ચડ્યા પછી બુદ્ધિમાનોને પણ પોતાની ખરી અવસ્થાનું ભાન વિલુપ્ત થાય છે. બાહ્ય પરિવેશથી અનુરજિત થયેલ સમાજ તેનામાં જે ગુણ ન હોય તેનું પણ આરોપણ કરતો ચાલે છે, અને તે મુગ્ધ મનુષ્ય ઘણીવાર તે આરોપના ચળકાટથી અંજાઈ જઈ તેનો પોતાનામાં અજ્ઞાતપણે સ્વીકાર પણ કરી બેસે છે. આથી જગતમાં એક મહાન પ્રતારણાનું તત્ત્વ દાખલ થઈ ગયું છે. આફતથી રક્ષણ કરવું એ એક સુકર અને સુખસાધ્ય વિષય છે, પરંતુ પ્રશંસાથી બચવું એ અત્યંત દુષ્કર અને વિષમ છે. અભિમાનને દાખલ થવાનાં દ્વાર આત્માના પ્રદેશ પ્રદેશ રહેલાં છે, અને જ્યારે તે ત્યાં ભરાઈ જવા પામે છે ત્યારે આત્માને શરીરમાં વાયુ ભરાઈ જવાથી થાય છે, તેવો એક જતનો સંધીવા થાય છે. પછી તેનાથી આગળ ગતિ થતી નથી. આસપાસના વર્ગની સ્તુતિરૂપી વજનદાર તોક તેના ગળામાંથી ભાગ્યે જ નીકળવા પામે છે. અને આખરે કેટલી બુરાઈની હદે તે આત્મા ઘસડાય છે તે પણ નિશ્ચિત થઈ શકતું નથી. ખાસ કરીને આ કાળે આ તાત્ત્વિક મર્મનો લોપ થયેલો જોવામાં આવે છે. આક્ષેપ કરવાનો હેતું નથી. અને, તેમ કરવાનો અમને અધિકાર પણ નથી, પરંતુ એટલું તો કહ્યા વિના ચાલતું નથી કે પ્રભુનું અનાર્યભૂમિમાં વિચરણ એ હાલના માત્ર પરિચિત ક્ષેત્રમાં 2010_03 Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૦ શ્રી મહાવીર વિચરતા મુનિઓ માટે બહુ સાર ગ્રહણ કરવા યોગ્ય છે. અનાર્ય ક્ષેત્રમાં જવા વડે ખરી રીતે પ્રભુ ઉપસર્ગના પ્રદેશમાં ગયા નહોતા પણ સન્માન, સ્તુતિ અને સત્કારના અનુકૂળ ઉપસર્ગથી બચ્યા હતા. પોતા પ્રત્યે થતું પ્રતિકૂળ આચરણ એ માત્ર એક જ ઉપસર્ગ નથી, પરંતુ જેના પરિણામે આત્મા સંસારમાં ઊડો સરી ન જાય તે જ ખરો ઉપસર્ગ છે. અને બાળ હૃદય માટે સ્તુતિજન્ય અભિમાન જેવું બીજું એક અનિષ્ટ નથી. આ વાત જરૂર, પ્રભુના હૃદયમાં હોવી જોઈએ. નહીંતર પોતાના વર્તનથી જગતને કયો બોધ પૂરો પાડવો તેમને ઈષ્ટ હોય? તીર્થકરના જીવનનો એક પણ બનાવ નિર્દેતુક હોતો નથી. તેના એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ વ્યતિકરમાં પણ કાંઈક ઊંડો મર્મ રહેલો હોય છે. અને પ્રભુના અનાર્ય ક્ષેત્રમાં વિહરવારૂપ વર્તનમાંથી ઉપર જણાવ્યા સિવાય અન્ય એક બોધક ધ્વનિ નીકળતો ન હોવાથી એ જ બોધામૃતનું પાન કરાવવાનો પ્રભુનો આશય હોય એમ સ્વીકાર્યા વિના ચાલતું નથી. પરિચિત અને સ્તોતૃવર્ગના સંકીર્ણ પ્રદેશની સીમાના આવરણને ભેદી આપણો મુનિસમુદાય પ્રભુના આ આશયને ક્યારે સફળ કરશે ? જે કાળે આઠમું ચાતુર્માસ પૂર્ણ કરી પ્રભુ પ્લેચ્છો અથવા અનાર્ય ભૂમિમાં વિચર્યા તે કાળે આર્ય અને અનાર્યનો ભેદ માત્ર આચરણ અને સભ્યતાના ધોરણ ઉપર હતો. આર્ય અને અનાર્ય એવા જે વિશિષ્ટ વર્ગ વૈદિક યુગમાં પ્રવર્તતા હતા તે મહાભારતની લડાઈ પછી લગભગ લુપ્ત થઈ, માત્ર નામાવશેષરૂપે જ રહેવા પામ્યા હતા. આર્ય અને 2010_03 Page #82 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર ૬૧ અનાર્ય એ ઉભયના વિરોધી તરીકે તે કાળે એક નવો ‘સ્વેચ્છ’ એવો શબ્દ વ્યવહારમાં આવ્યો હતો. જાતિ અને વર્ણનજન્ય ભેદ ગૌણ થતાં ગુણ અને સંસ્કારથી ઉપસ્થિત થતી ભિન્નતા આગળ આવી હતી, અને વર્ગજન્ય અભિમાન તૂટી જઈ, ગુણ એ ઉચ્ચતાનું પ્રમાણ મનાતું થયું હતું. જો કે તે કાળના બ્રાહ્મણો જાતિ અને વર્ગજન્ય વિશિષ્ટતા સાચવી રાખવા મથતા હતા, છતાં કૃષ્ણ અને પાંડવો જેવા ઉદાર દષ્ટિવાળા પુરુષોના પ્રતાપથી, તેવી સંકીર્ણ ભાવનાને ધણા કાળ સુધી દબાઈ રહેવું પડ્યું હતું. જ્યારે જ્યારે બ્રાહ્મણોના સ્થિતિસંરક્ષણ વલણો (Ortrhodox Tendencies) જોરમાં આવતા ત્યારે વર્ગના ભેદને આગળ પડતો કરવા તેઓ ચૂકતા નહીં. છતાં મનુસ્મૃતિકાર જેવા રૂઢી સંરક્ષકને પણ આર્ય-અનાર્યના કૃત્રિમ ભેદ ઉપર ઢાંકપીછોડો કરનારાં વચનો લખવા પડ્યાં એ એ જ સિદ્ધ કરે છે કે જાતિ અને વર્ગજન્ય ભેદ તરફ જનમંડળની ભાવના મંદ થતી જતી હતી. જેનાં લક્ષણ ઉત્તમ હોય તે આર્ય, પછી ભલે વાર્ગિક દષ્ટિથી તે ગમે તે હો અને હીન સંસ્કારયુક્ત મનુષ્યો “પ્લેચ્છ” શબ્દથી સંબોધાતા હતા. અનાર્ય શબ્દ જ્યાં જ્યાં વપરાતો ત્યાં ત્યાં બહુધા તે અશિષ્ટતાનો જ સૂચક હતો, અર્થાત્ “મ્લેચ્છ” શબ્દના અર્થમાં વપરાતો હતો. “મ્લેચ્છો” આર્ય ભાવનાના વિરોધી અને દ્વેષી હતા અને તેમની પ્રત્યેક * जातो नार्यामनार्यायामार्यादार्या भजेद्गुणैः । અર્થાત્ : આર્યને અનાર્ય સ્ત્રીના ઉદરથી સાંપડેલ સંતતિ તે પણ ગુણમાં આર્ય જછે. 2010_03 Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર ક્રિયામાં વિઘ્ન નાંખવા પ્રયત્ન કરતા હતા. પ્રથમ તેઓ આર્યોની વસતીમાં ઘણેભાગે રહેતા હતા, પણ જેમ જેમ આર્યો સત્તામાં આવતા ગયા તેમ તેમ તેમને જુદા દૂરના પ્રદેશોમાં હાંકી કાઢવામાં આવ્યા હતા. મહાવીરના યુગમાં તેવા મ્લેચ્છ લોકો ઘણે ભાગે મગધ, રાજગૃહી, વૈશાલી આદિ સભ્ય પ્રદેશ સમૂહની પૂર્વે અને દક્ષિણે દરિયાકાંઠે વસતા હતા. મહાભારતની છેલ્લી આવૃત્તિ થઈ ત્યારેમહાવીર પ્રભુના કાળ પછી લગભગ બસે વર્ષે-ઉપરોક્ત પ્રદેશો અનાર્ય પ્રદેશો તરીકે ઓળખાતા હતા. *આ મ્લેચ્છ પ્રદેશો આર્ય પ્રદેશોથી બહુ દૂર હોય એમ જોવામાં આવતું નથી. પૂર્વમાં આસામ અને દક્ષિણ પૂર્વ બંગાળમાં તેમનો નિવાસ હોય એમ અનુમાન થાય છે. કેમકે આ પ્રદેશમાંથી મ્લેચ્છોના દેશમાં અને મ્લેચ્છના પ્રદેશથી આર્યોના દેશમાં. પ્રભુ ટૂંકી મુદતમાં આવી શકતા હતા. નવમું ચાતુર્માસ અનાર્ય ભૂમિમાં આવ્યાની હકીકત સુપ્રસિદ્ધ છે. * ૬૨ The Dravidians and the Vangas in the farthest south and the farthest east were still looked upon as non-Aryan people, while the people of Arya-Varta delighted in calling themselves and prided themselves upon their moral superiority to other races. (Epic India) અર્થાત્ - દૂરતમ દિક્ષણ અને પૂર્વ પ્રદેશસ્થ દ્રાવીડિયનો અને વંગ (પૂર્વ બંગાળ)ના લોકો અનાર્ય તરીકે લેખાતા હતા અને આર્યાવર્તના લોકો પોતાને આર્ય શબ્દથી સંબોધવામાં આનંદ માનતા અને બીજા કરતાં પોતાની આધ્યાત્મિક ઉચ્ચતા માટે અભિમાન રાખતા હતા. 2010_03 Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સાતમું તેોલેશ્યા आतापनापरस्य सदा षष्ठतपसः सनखकुल्माषपिण्डिकया एकेन च । उष्णोदकचुलुकेन पारणां कुर्वतः षण्मास्यन्ते तेजोलेश्योत्पद्यते ॥ જે પ્રાણી નિયમધારી બનીને છઠ્ઠની તપશ્ચર્યા તેમજ એક મુષ્ટિ કુલ્માષ અને અંજલીપ્રમાણ વડે પારણું કરે તેને છ માસને અંતે અસ્ખલિત પ્રતિપક્ષીને ભયંકર એવી તેોલેશ્યા ઉત્પન્ન થાય. ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર આ વિહારના પ્રસંગોમાં ગૌશાળો પ્રભુની સાથે જ હતો. તેઓ બંને એક પ્રસંગે કુર્મ નામના ગામમાં આવ્યા. ગોશાળાને એક વેશિકાયન નામના તાપસ સાથે પ્રસંગ પડ્યો. ગોશાળાએ તે ધ્યાનસ્થ અને સૂર્યની સામે હાથ ઊંચા રાખી ત્રાટક કરી રહેલા તપસ્વીને તેની ક્રિયાનો માર્ગ ઉદ્ધતાઈથી પૂછવા માંડ્યો. છતાં તે મુનિ ઘણો કાળ શાંતિથી તે અપમાનભર્યા શબ્દો સાંખી રહ્યા અને કાંઈ પણ ઉત્તર આપ્યો નહીં. ગોશાળાને આટલેથી સંતોષ થયો નહીં. તેણે એ તાપસના આચરણથી અત્યંત ઉચ્ચ પ્રકારનું તપશ્ચરણ પ્રભુમાં અનુભવ્યું હતું, તેથી આવા એકાંત શરીરકષ્ટ પ્રત્યે તેને અરુચિ હોય એ 2010_03 Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૪ સ્વાભાવિક હતું. સભ્ય અને વિનીત સમાજના પરિચયમાં રહેલ મનુષ્યને જેમ જંગલી મનુષ્યની રીતભાત ગમતી નથી, તેમ મહાવીર પ્રભુના અત્યંત પ્રૌઢ ચારિત્ર અને ઉત્કૃષ્ટ યોગના સંબંધમાં આવનાર ગોશાળાને, આ તાપસની એવી બાળતપસ્વિતા અભિમત ન થાય એ સ્વાભાવિક હતું. પરંતુ તેણે જે તુચ્છતાથી એ તાપસને સંબોધન કર્યું હતું તે તદ્દન અયોગ્ય હતું. તેણે અભિમાનપૂર્વક તેને પૂછ્યું “અરે તાપસ ! તું શું તત્ત્વ જાણે છે ? આ તારી લાંબી જટાને લીધે તું સ્ત્રી છે કે પુરુષ તે પણ સમજાતું નથી !” મહાવીરનો આટલો સહવાસ સેવ્યા પછી ગોશાળે જાણવું જોઈતું હતું કે, આમ સામાના વર્તન ઉપર હુમલો કરવાથી કાંઈ તે માણસ પોતાનું વર્તન છોડી દેતો નથી. પરંતુ ઊલટો તે પોતાના મૂળ વર્તનને બમણા જોરથી ચોંટી રહે છે. ગમે તેવી અનિકર વસ્તુ આપણે તેના હિત ખાતર સામા પાસેથી ખૂંચવી લેવા માંગીએ તો પણ તે મૂકતો નથી. એટલું જ નહીં, પણ આપણા તે ખૂંચવી લેવાના પ્રયત્નરૂપ વર્તનથી, આપણે આપણા ઈરાદાથી ઊલટું જ કાર્ય કરતા હોઈએ છીએ. અર્થાત્ ભવિષ્યમાં પણ તે મનુષ્ય પોતાના અનિષ્ટ આગ્રહને ત્યજી દે એવા સંભવો આપણે દૂર કરતા જઈએ છીએ. આપણા બળાત્કારથી માત્ર આપણે તેને તે વસ્તુને બમણા જોરથી વળગી રહેવાનું જ શિક્ષણ અજ્ઞાતપણે આપીએ છીએ. ગોશાળાના તાપસ પ્રત્યેના સંબોધનમાં તેનો ઈરાદો ગમે તેવો સાફ હોય, તો પણ મનુષ્ય પ્રકૃતિના ઉપરોક્ત 2010_03 શ્રી મહાવીર Page #86 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર વલણને તેણે લક્ષ્યમાં રાખ્યું નહીં, તેથી તેના એવા સંબોધનથી પેલો તાપસ ઊલટો પોતાનો ઉપશમ સ્વભાવ, જે તેણે કેટલોક વખત જાળવી રાખ્યો હતો તે ગુમાવી બેઠો અને અત્યંત ક્રોધાયમાન થઈ પોતાના તપના સામર્થ્યથી તેણે અત્યંત ઉગ્ર વહિનવાલા પ્રકટ કરી ગોશાળાની સામે પ્રેરી. ગોશાળાનું શરીર અગ્નિથી બળવા માંડ્યું અને પરિત્રાણ માટે તે પ્રભુની પાસે આવ્યો. પ્રભુએ આ તેોલેશ્યા સામે ગોશાળાનું રક્ષણ કરવા તેની વિરોધી શીતલેશ્યા મૂકી. એટલે તે અગ્નિનું સામર્થ્ય નષ્ટ થઈ ગયું. પ્રભુની આ શક્તિ જોઈ વૈશિકાયન તાપસ તેમની પાસે આવી પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો. તે બોલ્યો કે, “હું આપનો પ્રભાવ સમજી શક્યો નહીં તેથી મારું આ આચરણ ક્ષમા કરશો. પ્રભુ તો ક્ષમાની જ મૂર્તિ હતા. તેમને બદલો લેવાનું તો કાંઈ હતું જ નહીં. ૬૫ 2010_03 ,, તપના પ્રભાવથી ઉદ્દભવતો આવો અમાનુષી બનાવ જોઈ ગોશાળો આશ્ચર્યનિમગ્ન બની ગયો. અત્યાર સુધીમાં તેણે આવો ચમત્કાર જોયો નહોતો. માત્ર શાંત સુધારસમય પ્રભુનું અલૌકિક ચારિત્ર જ અનુભવ્યું હતું, પણ આ તપોબળથી પ્રકટતો દૈવી વ્યતિકર તો તેણે પ્રથમ જ જોયો. તેણે પ્રભુને રસ્તામાં ચાલતાં પૂછ્યું, “હે ભગવાન, આ તેોલેશ્યા શાથી પ્રકટી હશે ?' પ્રભુએ તેનો વિધિ કહ્યો. ગોશાળો હાલના સેકડે નવાણું મનુષ્યની માફક વાતો અને વિધિ સાંભળીને જ સંતોષ માનનાર નહોતો. તેણે તે વિધિ અમલમાં Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર મૂકી તે લબ્ધિ મેળવવાનો દૃઢ નિશ્ચય કર્યો. જે વિધિથી ગોશાળાએ તે લબ્ધિ મેળવી, એ જ વિધિ અત્યારે પણ ગ્રંથોમાં ઉપસ્થિત છે. માત્ર કર્તવ્યશીલ પુરુષોનો જ તોટો છે. કુર્મ ગામથી પ્રભુ ગોશાળા સહિત સિદ્ધાર્થપુર ગામ તરફ ચાલ્યા, પરંતુ ગોશાળાની તેજોલેશ્યા મેળવવાની ઈચ્છા વધતી જતી હતી. આસપાસના સમુદાયને અજાયબીમાં નાંખનારી એવી મહાલબ્ધિ મેળવવાની તેને તલપાપડ થવા લાગી. વિધિ તો તેણે પ્રભુ પાસેથી મેળવી લીધો હતો, તેથી શ્રાવસ્તી નામના ગામમાં તે પ્રભુથી છૂટો પડી ગયો અને છ માસ પર્યંત તે ગામમાં નિવાસ કરી, પ્રભુએ દર્શાવેલા વિધિ પ્રમાણે તપશ્ચરણ કરી તેજલેશ્યા સિદ્ધ કરી. તપના સામર્થ્યથી આવો પ્રભાવ મેળવી શકાય તેમાં કાંઈ જ શંકાનું કારણ નથી. તપ એટલે ઈચ્છાનો નિરોધ. આપણા મનનું સામર્થ્ય એટલું તો નિરવધિ છે કે જો તે સામર્થ્ય અનેક જાતની ઈચ્છાઓ, કામનાઓ, વાસનાઓ અને ખોટી હાયવરાળમાં વેરાઈ ન જતું હોય તો તે ગમે તેવું કાર્ય કરી શકવા શક્તિમાન છે. ઈચ્છા (desire) અને સંકલ્પ (will) માં ફેર એટલો જ છે કે, ઈચ્છાનું બળ છૂટું છવાયું વિખરાઈ ગયેલું હોય છે, ત્યારે સંકલ્પનું બળ કેન્દ્રીભૂત થઈ ઈષ્ટ પ્રયત્નમાં જ નિયુક્ત કરેલું હોય છે. છૂટીછવાયી અને છિન્નભિન્નપણે ઊડતી જતી ઈચ્છાઓની શક્તિને સંયમમાં રાખી તેનો વિરોધ કરવો એ જ 2010_03 Page #88 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર તપ છે. તત્ત્વાર્થ સૂત્રકાર પણ તપનું સ્વરૂપ આ જ રીતે દર્શાવે છે. વ્યવહાર તેમજ પરમાર્થમાં વિજય મેળવવાનું પરમ રહસ્ય એક જ છે અને તે એ કે નકામી ઈચ્છાઓ દ્વારા વેરાઈ જતું બળ એકત્ર કરી તેને ઇષ્ટ દિશામાં યોજવું. આ દિશામાં સહેજ પ્રયત્ન કરનાર પણ ઉત્તમ પરિણામને મેળવતા આપણે જોઈએ છીએ, તો પછી ગોશાળા જેવો પુરુષાર્થી મનુષ્ય છ માસ સુધી પોતાની ઇચ્છાઓ વિધિપૂર્વક સંવરી, તે એકત્ર થયેલા સામર્થ્યને અગ્નિના રૂપમાં પરિણમાવી શકે તેમાં કશું જ આશ્ચર્ય નથી. મનોદ્રવ્ય એ અત્યંત વેગવાન અને સૂક્ષ્મ શક્તિ(fine force)વાળું છે. કેળવાએલ સંકલ્પબળથી તે દ્રવ્યને અગ્નિરૂપે પરિણમાવી શકાય તેમાં બુદ્ધિ સાથે બંધબેસતું ન થાય તેવું કશું જ નથી. સિદ્ધિ મેળવ્યા પછી ઘણે પ્રસંગે મનુષ્યે તેની પૂર્વની ચિત્તનિર્મળતા રહેતી નથી. તેનો સ્વાર્થી અને પશુત્વનો અંશ પાછો સ્ફુરી નીકળે છે. ગોશાળે એટલી સિદ્ધિથી જ મહાવીર પ્રભુની બરાબરી કરવાનો વિચાર કર્યો. મહાવીર સર્વજ્ઞતા પ્રાપ્ત કરી તીર્થંકર થવાના હતા, એમ તેણે પ્રભુ પાસેથી સાંભળ્યું હતું. પોતામાં સર્વજ્ઞતાની ખામી હતી, તે ખોટ પૂરી પાડવા તેણે પાર્શ્વનાથ પ્રભુના ચારિત્રભ્રષ્ટ થએલા કેટલાક શિષ્યો પાસેથી અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન મેળવી લીધું અને એટલી લાયકાતથી પોતાને જિનેશ્વર કહેવરાવતો તે વિચરવા લાગ્યો. इच्छा निरोधस्तपः * 2010_03 ૬૭ Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ આઠમું સંગમનો ઘોર ઉપસર્ગ एकस्यां रात्रौ विंशत्या उपसर्गस्तेन कृतैः । मनागापि न चलितः સ્વામી - कल्पसूत्रसुबोधिका આ તરફ પ્રભુ વિહાર કરતા પેઢાળ ગામની નજીક પધાર્યા. એક શિલાતળ ઉપર જાનુ પર્યંત ભુજા લંબાવી ચિત્તની સ્થિરતાપૂર્વક અનિમેષપણે એક રુક્ષ દ્રવ્ય ઉપર દૃષ્ટિ સ્થાપી, કાયોત્સર્ગભાવે સમાધિસ્થપણે ઊભા રહ્યા. તે કાળની પ્રભુની પરમ ચારિત્રમય અવસ્થા સૌધર્મ દેવલોકના ઇન્દ્રે અવધિજ્ઞાન વડે જોઈ અને પોતાનો હૃદયગત વિશુદ્ધ ભક્તિભાવ દેવોની સભામાં જાહેર કર્યો. પ્રભુ જે પરમ અવ્યાબાધ સ્થિતિ પ્રાપ્ત કરવાના ક્રમ ઉપર હતા, તે સ્થિતિ પોતાના પદ કરતાં અનંતગુણ શ્રેષ્ઠ હતી, એમ ઇન્દ્ર સમજતો હતો; અને મહાવીર પ્રભુના ઉત્તરકાલીન ભવિષ્યમાં પ્રાપ્ત થવાના સુખનો પ્રકાર અને પ્રમાણ ઐન્દ્ર સુખના પ્રકાર અને પ્રમાણ કરતાં અનંતગુણ ઉચ્ચ હતો, જે સુખનું પરિણામ અંતે દુઃખમય છે - અને સુખની સ્મૃતિમાં દુઃખ જ છે - તે સુખ વાસ્તવમાં સુખ જ નથી; એમ ઇન્દ્ર સમજતો હોવાથી તેને પોતાની સ્થિતિમાં સુખમયતા ભાસતી બંધ પડી અને પ્રભુ જે રાહ ઉપર હતા તે જ સાચા સુખનો માર્ગ તેને જણાયો. - 2010_03 Page #90 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર તેનું પ્રત્યેક રોમ પ્રભુ પ્રત્યેના ભક્તિભાવ વડે પુલકિત થયું. તેણે પૃથ્વી ઉપર પોતાનું મસ્તિષ્ક લગાડી પ્રભુની શક્રસ્તવ વડે મનોમય સ્તુતિ કરી. ક્ષણવાર પોતાના વૈભવનું અભિમાન વિગલિત થઈ ગયું. પોતાના દુઃખપર્યવસાયી વર્તમાન સુખની ક્ષણિકતા તેને ખૂંચવા લાગી, પ્રભુ ઉન્નતિની છેવટની ભૂમિકા ભણી ત્વરાથી ધસતા હતા, તે જોઈ તેનું હૃદય હર્ષ અને અનુરાગથી ઊભરાઈ ગયું. ભક્તિમાં નિયમથી બે તત્ત્વો હોય જ છે - એક પોતાની પ્રાપ્ત સ્થિતિમાં અપૂર્ણતા અથવા જ ન્યૂનતાનો અનુભવ અને બીજું એ અપૂર્ણતા જેનામાં ટળી ગઈ હોય, તેનું સમ્યક્ પ્રકારે થતું ઓળખાણ. ભક્ત હંમેશાં પોતાનું ભક્તિના વિષય કરતાં લાઘવ સ્વીકારે છે. સ્કૂલ દૃષ્ટિથી અવલોકતાં ક્યાં પ્રભુનું તપથી જર્જરિત થયેલું શુષ્ક અને રસહીન તનુ અને ક્યાં ઇન્દ્રદેવનું પુણ્યપ્રતિભાના પ્રભાવથી આખા વિશ્વને આંજી નાંખે તેવું દૈવી શરીર ! ક્યાં પ્રભુની નિગ્રંથ નિષ્કિંચન અવસ્થા અને ક્યાં ઇન્દ્રનો અધિ રહિત સ્વર્ગીય વૈભવ ! એક કીડી સરખું ક્ષુદ્ર જંતુ પણ નિર્ભયપણે જેનું રુધિર ચૂસી શકે છે એવી ક્યાં વીરપ્રભુની નમ્રતા, સૌમ્યતા અને દીનતા અને કરોડો દેવોના પરિવારથી પરિવૃત થયેલ ભોગની મૂર્તિરૂપ ક્યાં ઈન્દ્ર ? છતાં આત્મદૃષ્ટિએ પ્રભુનો અધિકાર ઇન્દ્રના અધિકાર કરતા અનંતગુણ શ્રેષ્ઠ હતો. જેમ પ્રકાશ અને અંધકારનો મુકાબલો બની જ શકે નહીં તેમ એ બંનેના અધિકારની તુલના પણ બની જ શકે નહીં. કેમકે ઉભયનો સ્વભાવ, ગુણ, ધર્મ એ બધું જ ભિન્ન છે. ઇન્દ્રને આ અલૌકિક દૃષ્ટિનું સ્વરૂપ લક્ષ્યગત હતું. કેમકે તેનાં 2010_03 ૬૯ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શ્રી મહાવીર સ્થૂળતાનાં પડળો સમ્યજ્ઞાનના પ્રભાવથી ખસી ગયાં હતાં. ઈન્દ્ર ભરસભામાં પ્રભુના ધ્યાનની નિશ્ચળતા તથા અપ્રતિબંધતાની સ્તુતિ કરવાથી ત્યાં હાજર રહેલા દેવો માંહેનો એક સંગમ નામનો દુષ્ટ દેવ પ્રભુની આ સ્તુતિ સાંખી શક્યો નહીં. એક નિર્બળ જેવો મનુષ્ય ઈન્દ્ર દેવની આટલી પ્રશંસાનો વિષય થાય એ તેનાથી સહી શકાયું નહીં. પ્રભુના અંત:સ્થ પ્રભાવના સ્વરૂપને એ બાહ્યદષ્ટિ સંગમ સમજી શકતો નહોતો. પોતાના જેવા અતુલ અને પરાક્રમયુક્ત અને દેવતાઓને જન્મથી જ પ્રાપ્ત હોવા યોગ્ય સિદ્ધિઓવાળા દેવ આગળ એક લુક મનુષ્યની શું બિયાત છે ? એમ અભિમાનથી ગર્જતો તે પ્રભુ આગળ આવી પહોચ્યો. આ સંગમે પ્રભુને છ માસ પર્વત જે અસહ્ય કષ્ટ આપ્યું હતું, તેનું વર્ણન વાંચતાં હૃદય કંપી ઊઠે છે. અનેક જાતના મહાતીવ્ર અને વિષયુક્ત જંતુઓ વિફર્વી તેના વડે પ્રભુને ભયંકર કષ્ટ આપવામાં મણા રાખી નહીં. પરંતુ તે નિષ્કારણ જગતબંધુની આંખમાં લેશ પણ ક્રોધની લાલી આવી નહોતી. જે પ્રભુ એક સંકલ્પના હુરણ માત્રથી આખું લોકમંડળ વિખેરી નાખવા સમર્થ હતા, તે પ્રભુ સંગમની આ ધૃષ્ટતા, આત્મામાં કાંઈપણ ખેદ ઉપજાવ્યા વિના અવ્યગ્રપણે સહી રહ્યા હતા. કેમકે સહન કરવું એ જ ઉચ્ચગામી આત્માનું મહાવ્રત હોય છે. કર્મફળદાત્રી સત્તાની મહાનિયમની ગતિમાંથી છૂટવા પ્રયત્ન કરવો એ વ્યર્થ છે, એમ પ્રભુ જાણતા હતા. આ વિશ્વમાં કોઈ પણ 2010_03 Page #92 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર ૭૧ જાતનું કષ્ટ, આત્માએ તેનાં કારણો પૂર્વે પ્રગટાવ્યા વિના હોવું સંભવતું નથી. સંગમે પ્રભુને એટલો દારુણ ઘોર પરિસહ આપ્યો તે શું નિષ્કારણ હતો ? નહીં જ. પ્રભુએ પૂર્વ કાળે તેનાં કારણો રચેલાં હોવાં જ જોઈએ. એક શુદ્ર જંતુથી તે મહાનમાં મહાન કોટીના મનુષ્ય યા દેવ પર્યત જેને જેને સુખદુઃખાદિ પ્રાપ્ત થાય છે, તેને સુખદુઃખ તેમની પોતાની પૂર્વની યોગ્ય અથવા અયોગ્ય કૃતિથી જ થાય છે. સુખદુઃખનું કારણે તેમના કર્મ સિવાય અન્ય કશું જ હોવું સંભવતું નથી. કૃતનાશ અને અકૃત આગમ એવો આંધળો નિયમ કર્મફળપદાત્રી સત્તાને ત્યાં ચાલી શકે એવું ત્યાં અંધેર નથી અને એ અનાદિસિદ્ધ નિયમનું ઉલ્લંઘન કરવા દેવ, દાનવ, મનુષ્ય કે ઈશ્વર સરખા પણ સમર્થ નથી. નિર્દોષને દુઃખ અને સદોષને સુખ મળતું, આપણી અલ્પજ્ઞ દષ્ટિને કદી જણાય, પરંતુ તે માત્ર આપણી અલ્પજ્ઞતાનું જ પરિણામ છે. જેને જેને જ્યારે જ્યારે જે જે શુભાશુભ ફળો મળ્યાં છે, તેના માટે તેઓ લાયક હતા માટે જ મળ્યાં છે. વગર વાંકે ન્યાયાધીશના હાથથી ફાંસીના લાકડે વળગી માર્યા ગયાનાં ઉદાહરણ બને છે, પરંતુ તે મનુષ્ય ફાંસીને માટે અયોગ્ય હતો, છતાં માર્યો ગયો એમ હોતું નથી. ક્યા કર્મનું ફળ ક્યારે કેવા પ્રકારે મળે છે, તે આપણાં ચર્મચક્ષુઓ જોઈ શકતાં નથી. માટે જ આપણે આકળા બની બોલી ઉઠીએ છીએ કે “તે બિચારો નિર્દોષ હતો, છતાં માર્યો ગયો.” આપણે સ્મૃતિમાં રાખવું જોઈએ કે આ વિશ્વવ્યવસ્થામાં રતિપુર પણ અંધેર નભી શકતું નથી. પ્રત્યેક મનુષ્યને જે સુખ કે દુઃખ મળે 2010_03 Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૨ છે તેને માટે તે યોગ્ય જ છે માટે જ મળે છે. સૃષ્ટિની આદિથી તે આ ક્ષણ સુધીમાં એવો એક પણ બનાવ બન્યો નથી કે જે વિના કારણે થયો હોય અથવા બનવા યોગ્ય ન્હોતો છતાં બન્યો હોય. ફાંસીના લાકડે લટકનાર, તોપને મોઢે ચઢનાર, તલવારથી કપાઈ મરનાર, જળની રેલમાં તણાઈ જનાર કે અગ્નિમાં બળી મરનાર એ બધાએ પોતાનું મૃત્યુ પોતાની કૃતિ વડે જ ઉપાર્જેલ હોય છે. એ અપ્રતિહત કર્મના નિયમથી આત્માનું રક્ષણ કરવા કોઈ જ સમર્થ નથી. શ્રી મહાવીર સંગમના નિમિત્ત દ્વારા પ્રભુને ઉપસ્થિત થયેલ કનું વાસ્તવિક કારણ પ્રભુ જાણતા હતા. તેથી તેમને સંગમ ઉપર ક્રોધ કરવાનું કારણ રહ્યું નહોતું. તે તો બિચારો કર્મના મહાનિયમનું હથિયાર હતો. કષ્ટનાં કારણોને પ્રવર્તમાન કરનાર તેઓ પોતે જ હતા અને તેથી ખરી રીતે ક્રોધનો વિષય પણ પોતાનો આત્મા જ થવો જોઈએ એ સ્પષ્ટ હતું. પૂર્વે પોતે જ ગતિમાં મૂકેલ કારણો ફળરૂપ થવામાં સંગમ તો માત્ર સાધન જ હતો અને તેથી તે તો ઊલટો કુદરતનો હેતુ સિદ્ધ કરવામાં મદદગાર હતો. અમો પ્રભુની સ્તુતિ કરીએ છીએ તે એ જ કારણથી કે આ ઉપરોક્ત નિયમને લક્ષ્યમાં રાખી એક પ્રાકૃત મનુષ્યની માફક સંગમ ભણી તેઓ ચીડાયા નહોતા અને અવ્યાકુળપણે, ગતિમાન થયેલા કારણનો, ભોગ દ્વારા ક્ષય સાધી લીધો. એક સામાન્ય મનુષ્ય આવા પ્રસંગે શું કર્યું હોત અને પ્રભુએ શું કર્યું હતું એની જ્યારે તુલના કરીએ છીએ, ત્યારે પ્રભુની તે પરમ અવ્યગ્ર અને અનાકુળ 2010_03 Page #94 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર ચિત્તની સ્થિતિ પ્રત્યે હૃદયનો વિશુદ્ધ ભક્તિભાવ હૃરી ઊઠે છે. ધનવા યોગ્ય છે માટે જ બને છે” એ માત્ર એટલું બધું પ્રસિદ્ધ છે કે ગમે તેવો અજ્ઞાન મનુષ્ય પણ તેથી બિનવાકેફ નહીં જ હોય, છતાં અણીના પ્રસંગે કેટલા થોડા વીર આત્માઓ એ નિયમના જ્ઞાનને સફળ કરી શકે છે ? ધન્ય છે મહાવીર પ્રભુને કે જેઓ આવા વિકટ પ્રસંગમાં પણ વૈર્યને ન તજતાં સંગમ ભણી છેવટ સુધી સમભાવ સાચવી રહ્યા હતા અને કર્મની ઉદયમાન થયેલી ગતિ પ્રત્યે પોતાના રાગદ્વેષના પ્રત્યાઘાત ન આપતાં છેવટ સુધી ચિત્તની સમસ્થિતિ નિભાવ્ય ગયા હતા. તેઓએ ધાર્યું હોત તો સંગમના પરિસહથી ઊગરી શક્યા હોત, એટલું જ નહીં, પણ સંગમને પણ તેની નિર્દયતાનો બદલો આપ્યો હોત, પરંતુ તેનું પરિણામ શું આવત? એ જ કે પ્રકૃતિના મહાનિયમને, સંગમ કરતાં પણ એક મહાબળવાન સત્તા પ્રભુની સામે રોકવી પડત અને જ્યાં સુધી તેવો અવસર આવે ત્યાં સુધી પ્રભુને તેનો બદલો લેવા સંસારમાં રોકાવું પડતું. તે સાથે કુદરતના મહાનિયમની ગતિમાંથી છટકવાના પ્રયત્નમાં અંતર્ગત થતી ચિત્તની રાગદ્વેષયુક્ત ઉપસ્થિતિથી, તેમનું આત્મસામર્થ્ય પણ ઘટી જાત અને એથી પોતાની પ્રાપ્ત વિશુદ્ધિને એક વાર ગુમાવી બેસત. જ્ઞાની જનો લાભ શેમાં છે એ બહુ સારી રીતે જોઈ શકે છે. સંગમના પરિસહથી છટકી જવામાં જે તેમણે લાભ જોયો હોત તો તેમ કરવું તેમને માટે બહુ સુલભ હતું, પણ તેમ કરવામાં તેમને આખરે કેટલો ગેરલાભ 2010_03 Page #95 -------------------------------------------------------------------------- ________________ ७४ શ્રી મહાવીર હતો તે પણ આપણે જોયું છે. પ્રભુનું પ્રભુત્વ સંગમના ઉપસર્ગો સમભાવથી સહવામાં જ સમાયેલું હતું. જે કાળે સંગમ દ્વારા પ્રભુને શિરે ભીષણ કષ્ટ ગુજરતું હતું, તે વખતે ઈન્દ્ર પણ એ વાતથી અજ્ઞાત નહોતો અને તેણે ધાર્યું હોત તો સંગમના ત્રાસથી પ્રભુને બચાવી શક્યો હોત. પણ એવો નિયમ છે કે ઉચ્ચ શ્રેણીગત આત્માની ઇચ્છાને આખું વિશ્વ અનુસરવા માંડે છે. પ્રભુની ઈચ્છાથી ઈન્દ્રની ઈચ્છાનો વિરોધ બની શકે જ નહીં. આ બધું જોઈને ભક્તિના બાહુલ્યથી ઈન્દ્રનું હૃદય અત્યંત વેદાતું હતું. પરંતુ કર્મની ગતિને તેના ક્રમ ઉપરથી એક તસુ પણ ફેરવવા માટે તે અશક્ત હતો. તેણે સંગમમાં ઉપસર્ગથી પ્રભુને ઉગારી લેવા જે કાંઈ કર્યું હોત તો તે ઊલટું પ્રભુને તેમનું પૂર્ણત્વ મેળવવામાં અંતરાયભૂત થાત માટે જ નિરુપાયે, દુઃખિત ચિત્તથી આ ઉપસર્ગની પરંપરાને જોયા સિવાય તેના માટે કાંઈ જ ઉપાય નહોતો. સંગમે પ્રભુને જે કષ્ટ આપ્યું હતું, તેમાંથી આપણા માટે એક અત્યંત સુંદર શિક્ષણ ઉદ્દભવે છે. આદર્શ પુરુષોના જીવનમાં સર્વથી અગત્યના શિક્ષણીય વિભાગ માત્ર તેમનાં મહદ્ કર્તવ્યો જ નથી. પરંતુ તેમાંના અનેક ઝીણા ઝીણા પરોક્ષ પ્રસંગો પણ અત્યંત બોધદાયી હોય છે. સંગમે પ્રભુને જે ક્રમથી કલેશ આપ્યો હતો, તે ઉપરથી જણાય છે કે તે મનુષ્યહૃદયના ગુહ્ય મર્મોનો ઉત્તમ જ્ઞાતા હોવો જોઈએ. પ્રથમ તેણે પ્રભુને ધ્યાનથી ભ્રષ્ટ કરવા માટે શારીરિક વેદના આપવા - 2010_03 Page #96 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર માંડી અને જેમ જેમ તેમાં તે નિષ્ફળ થતો ગયો તેમ તેમ તેણે વેદનાને પ્રબળતર અને તીવ્રતર કરવા માંડી. મનુષ્યની કલ્પક શક્તિ વિનાશનાં જે જે સાધન યોજી શકે તે પ્રભુ પ્રત્યે યોજવામાં તેણે બાકી રાખી નહીં. છેવટે લોહનો અત્યંત ભારે વજનદાર એક ગોળો ઉપાડી તેણે પ્રભુના શિર ઉપર ફેંક્યો અને તેના આઘાતથી કહેવાય છે કે, પ્રભુ જાનુ પર્વત પૃથ્વીમાં ખેંચી ગયા હતા. આથી પણ જ્યારે તેમના દિવ્ય તનુને હાનિ પહોચવા પામી નહીં, ત્યારે ત્યાં જો કોઈ સંગમ કરતાં જૂન મતિ.કર્ષવાળો દેવ યા મનુષ્ય હોત તો જરૂર નિરાશ થઈ પાછો ફરત. પરંતુ સંગમ, મનુષ્યના અંત:કરણનો ઊંડો અભ્યાસી હતો. મનુષ્યહૃદયની નિર્બળ બાજુને તે ઓળખતો હતો અને કયા મર્મને સ્પર્શવાથી સામાન્ય જનો આપણને વશીભૂત થાય તે રહસ્ય તેને સુવિદિત હતું. ઘણા મહાન ગણાતા મનુષ્યોના મનનો કોઈ એકાદ અંશ એવો નિર્બળ અને સ્પર્શવેદ્ય હોય છે કે જો તે દિશાથી તેમને સ્પર્શવામાં આવે, તો તેઓ તુર્ત જ હારી જાય છે. સંગમે જ્યારે જોયું કે માત્ર કષ્ટ આપવાથી પ્રભુ પોતાના ક્રમ ઉપરથી ચલિત થાય તેમ નથી ત્યારે તેણે પ્રભુના શરીર પ્રદેશ ઉપરથી પોતાનો વ્યાપાર છોડી, માનસ પ્રદેશ ઉપર પોતાની યુક્તિઓ અજમાવવા માંડી અને તે સાથે ઉપસર્ગનું સ્વરૂપ પણ બદલી નાંખ્યું. તેણે જોયું કે કષ્ટ અથવા અશાતાની લાગણી પ્રભુને ભેદી શકવા સમર્થ નથી, તેથી તેણે નિર્ણય કર્યો કે પ્રતિકૂલ અને દુઃખદ ઉપસર્ગો આપવાથી મનુષ્યો ઊલટા વધારે અપ્રમત્ત અને સાવધાન રહે છે અને પોતાના વૃત્ત કે વર્ચસથી ભ્રષ્ટ 2010_03 Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર ન થવાય તે માટે ચાતુર્યથી પોતાનો બચાવ કરે છે. ખરું જ છે કે, પ્રત્યક્ષ અને સામો હુમલો કરવાથી દુશ્મનો ચેતી જઈ પોતનો બચાવ બહાદુરીથી અને ચીવટથી કરી શકે છે. આથી સંગમે હવે અનુકૂળ ઉપસર્ગનો માર્ગ લીધો. આ ઉપસર્ગ એવા પ્રકારનો હતો કે જો ત્યાં પ્રભુ કરતાં કોઈ ન્યૂન ર્દઢતા અને શક્તિવાળો મનુષ્ય હોત તો તે જાળમાં સપડાયા વિના ભાગ્યે જ રહેત. સંગમનો હેતુ માત્ર પ્રભુને તેમની પરમાત્મસ્વરૂપ પ્રત્યેની એકતાનતામાંથી ભ્રષ્ટ કરવાનો હતો અને તે માટે તેણે આ અનુકૂળ ઉપસર્ગનું મહાન પ્રબળ શસ્ત્ર, સહુ પાછળ અજમાવવાનું રાખ્યું હતું. તે જાણતો હતો કે દુઃખના પ્રસંગે દૃઢ રહેવાનો મનુષ્યહૃદયનો વેગ સ્વાભાવિક હોય છે, પણ સુખનાં ઉપકરણોમાં અને પ્રલોભનોની સામગ્રી વધુ પરિવેષ્ટિત સ્થિતિમાં તે બહુ સહેલાઈથી ભરમાઈને છક્કડ ખાઈ બેસે છે. ઇન્દ્રિય સુખોની જોગવાઈમાં એક એવી પ્રબળ આકર્ષણ શક્તિ છે કે દુઃખના પ્રસંગોથી નહીં તેટલું તેનાથી મનુષ્યહૃદય ફસાઈ જાય છે. દુ:ખ મનુષ્યને મજબૂત અને ટ્ટાર રાખી શકે છે, સુખ તેને નિર્બળ અને નાલાયક કરી મૂકે છે. પ્રતિકૂળ સંયોગોમાં જેઓએ પોતાની ટેક અને પ્રતિજ્ઞા `જાળવી રાખી હોય છે, તેઓ અનુકૂળ સંયોગો આવતાં તુર્તજ અસ્થિર મનના અને વ્રતભ્રષ્ટ થયાનાં અનેક ઉદાહરણો છે. દુ:ખના સંયોગો એ જ કર્તવ્ય માટે અનુકૂળ સ્થિતિ છે. આથી, પ્રતિકૂળ ઉપસર્ગ વડે પોતાના ઉદ્દેશમાં નિષ્ફળ થયેલ સંગમે હવે અનુકૂળ ઉપસર્ગ રચવા માંડ્યા. ૭૬ 2010_03 Page #98 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર ૭૭ તેને સંપૂર્ણ ખાત્રી હતી કે વિષયના સ્વરની મોહક મીઠાશથી મનુષ્ય પ્રાણીની તાકાત નથી કે તે આખરે ભોળવાયા વિના રહે. અઢી હજાર વર્ષ પૂર્વે પણ સ્પર્શેન્દ્રિયના વિષયનું જનહૃદય માટે આજના જેટલું જ પ્રબળ આકર્ષણ હતું. સંગમ જાણતો હતો કે વિષયસુખ આગળ ગમે તેવો મનુષ્ય ગુલામ બની બેસે છે અને બધા જ વિકટ મામલામાં નિશ્ચલ અને અડગ રહેલો વીરનર પણ ઇન્દ્રિયવિલાસના રસને ચૂસવા બેસી જાય છે. ઈન્દ્રિયોના પોકારમાં કોઈ એવું વિલક્ષણ માધુર્ય અનાદિકાળથી આત્મા અનુભવે છે કે એક વાર તેની મર્યાદામાં આવ્યા પછી તેને માટે તેમાંથી છૂટવાના સંભવો અધિક અધિક જૂન થતા જય છે. એક વાર તે ચીકાશમાં વનભ્રમર ચોટે છે કે પછી તેનાથી ઊડી શકવું મુશ્કેલ થઈ પડે છે. તેટલા જ માટે પ્રભુના સાચા ભક્તો હંમેશાં દુઃખવાળી સ્થિતિ જ પસંદ કરે છે. જે મહાત્માઓ પરમાત્મસ્વરૂપને મેળવવા સમર્થ છે, તેમને માટે આ જગતનો વૈભવ મેળવવો એ મોટી વાત હોતી નથી, પરંતુ તેઓની ઈશ્વર પ્રત્યે સૌ પહેલાં એ જ પ્રાર્થના હોય છે કે “હે નાથ ! દુઃખના મામલામાં હું મારું સ્વત્વ જાળવી શકવા સમર્થ છું, પણ અનુકૂળ અને વિષયયુક્ત સ્થિતિમાં રખેને મારું વ્રત હું ગુમાવી બેસું તેવો ભય રહે છે, તેથી મને તે પરિસ્થિતિથી બચાવી લેજે” સંગમ, આ નિર્બળતાના સ્વરૂપને જાણતો હતો અને તેથી હવે છેવટના પ્રયત્નરૂપે તેણે પ્રભુને વિષયોના માધુર્યમાં ખેંચી જઈ યોગભ્રષ્ટ કરવાની તજવીજ કરવા માંડી. પ્રથમ તેણે પોતાની 2010_03 Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર દૈવી સત્તાથી, વૃક્ષલતા વનકુંજના પ્રફુલ્લ પત્રપુંજથી વૃદ્ધિ પામી વિપુલ થયેલી વસંતઋતુનો પ્રસવ કર્યો અને તે સાથે પોતાનું પ્રચંડ સાહસ પ્રકાશતો, લલિત લલનાકુલના વદનકમલોને અનુસંધાન કરતો અને આનંદ વડે નૃત્યકેલી કરતો રતિપતિ પણ પ્રગટ થયો. પોતાના અનુપમ સૌંદર્યની ભૂરકીથી વિશ્વને વિમોહિત કરતી અનેક સુભગ રમણીઓએ પ્રભુની આસપાસ રાસમંડળની કેલી જમાવી. વિવિધ હાવભાવ, નવનવા દૃષ્ટિભાવ અને મોહક અંગવિક્ષેપથી તેઓ પોતાનો સુરતસંકેત વિસ્તારવા લાગી. વિવિધ મિષથી પોતાના અંગ વસ્ત્રને ચલિત કરી અને શિથિલ થયેલા કેશપાશને સુદૃઢ કરવાના બ્હાને ભુજાઓને ઊંચી કરી, પ્રભુને વિમુગ્ધ કરવાની જાળ બિછાવવા લાગી. કોઈ બાળાઓએ મન્મથના વિજયી મંત્રાસ્ત્ર જેવું દિવ્ય સંગીત છેડવા માંડ્યું અને કોઈ પ્રભુને ગાઢ આલિંગન આપી દીર્ઘ કાળના વિયોગજન્ય આતાપને શાંત કરવાની ચેષ્ટા કરવા લાગી. પરંતુ સંગમને ખબર નહોતી કે જે આત્મા ઉપર તે આ પોતાની બધી યુક્તિઓ અજમાવતો હતો, તે કોઈ સાધારણ સંન્યાસી કે સંસારથી ભાગી છૂટેલો ભીરુ મનુષ્ય નહોતો. સંસારની ઇન્દ્રજાળથી છેતરાવાની ભૂમિકા તો તેમણે ઘણા કાળ પહેલાં ઓળંગી લીધી હતી. વિષયોના સામર્થ્રોનો પરાજય તો તેઓ સંસારમાં જ સાધીને સાધુ થયા હતા. સંગમનું આખરે કશું જ વળ્યું નહીં. પ્રભુને ચલિત કરવાની તેની પ્રતિજ્ઞામાં તે આશાભગ્ન થયો. તેણે જોયું કે પ્રભુના ચિત્તનો એકે અંશ એવો નિર્બળ નથી ૭૮ 2010_03 Page #100 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર કે જ્યાંથી તે તેમના હૃદયમાં પ્રવેશ કરી તેમને યોગભ્રષ્ટ કરી શકે. મહાજનો પોતાના વર્ચના રક્ષણ માટે પ્રથમ તો વિષયને દાખલ થવાના બધા દ્વાર જ બંધ કરી દે છે. તેઓ જાણે છે કે એ કિલ્લામાં જો એક ઠેકાણે ગાબડું પડ્યું, તો આખો દુર્ગ ગબડી પડ્યા વિના રહેશે નહીં. તેઓ નિત્ય અપ્રમત્ત ઉપયોગે પોતાની વિશુદ્ધિનું રક્ષણ કરનારા હોય છે. તેમને આસક્તિના સ્વરૂપનું એવું સૂક્ષ્મ જ્ઞાન હોય છે કે તે મોહિની મૈયા ગમે તેવો વેશ ધારણ કરી તેમના અંતઃદ્વારમાં પ્રવેશ કરવાનો લાગ શોધે તો પણ તેમાં તે ફાવી શકતી નથી. મહાવીર પ્રભુ આ કોટીના પુરુષવર્ય હતા. સંગમની યુક્તિઓ કોઈ બિનઅનુભવી અને કાચા યોગીના સંબંધે સફળ થાત, પણ પ્રભુના સંબંધમાં તેનો બધો ઉદ્યોગ વ્યર્થ નિવડ્યો. તે પોતાનું મ્લાન અને આશાભગ્ન મોટું સંતાડતો પોતાના નિવાસસ્થાને ગયો. ૭૯ આથી સ્પષ્ટ થવા યોગ્ય છે કે અનુકૂળ સંયોગોમાં આપણો વિશુદ્ધિનો સંકલ્પ નિભાવવો એ, પ્રતિકૂળ સંયોગોમાં નિભાવવા કરતાં અધિક દુષ્કર છે. જેઓ તેવા પ્રલોભક નિમિત્તોમાં પોતાની વિમળતા સાચવી રાખે છે, તે જ ખરા વિજેતાઓ અને સામર્થ્યના સાચા દૃષ્ટાંતો छ विकारहेतौ सति विक्रियन्ते येषां न चेतसिं त एव धीराः । 2010_03 Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ નવમું ભાવના ભવનાશિની भाष्यते भववैराग्यादिसमुत्पाद्नाय पुनः पुनर्मनसि स्मरेणात्मा मोक्षाभिमुखी क्रियते यया सा भावना । (સંસાર) ભવ ઉપર વિરાગ ઉત્પન્ન કરવા માટે વારંવાર મનમાં જેનું સ્મરણ કરવામાં આવે અને તે દ્વારા આત્માને મોક્ષ સન્મુખ કરવામાં આવે તેનું નામ ભાવના. -શ્રી શાંતસુધારસ પ્રભુ ત્યાંથી વિહાર કરતા એકદા વૈશાલીમાં આવી પહોચ્યા. ત્યાં એક જિનદત્ત નામે દયાળુ અને સદ્દગુણી પરંતુ લક્ષ્મીના ક્ષયથી “જીર્ણ શ્રેષ્ઠી”ના ઉપનામને પામેલો એક ગરીબ શ્રાવક રહેતો હતો. તેને પ્રભુના આગમનની ખબર પડી અને તેઓ જે ઉપવનમાં ઉતર્યા હતા, ત્યાં જઈ અત્યંત ભક્તિથી દ્રવતા હૃદય વડે તેમની સ્તુતિ કરી. તેની એક ઉગ્ર ભાવના એ હતી કે પ્રભુ તેને ત્યાંથી એક વખત ભોજન ગ્રહણ કરી તેની ઈચ્છા પૂર્ણ કરે. આ ઉદ્દેશથી તેણે પોતાને ત્યાં પ્રાસુક અને પોતાની સંપત્તિ પ્રમાણે ઉત્તમ ભોજનો તૈયાર રાખ્યાં. દીક્ષા લીધા પછીનું, આ વિશાલા નગરીમાં પ્રભુ અગિયારમું ચાતુર્માસ તે વખતે નિર્ગમતા હતા અને ચાર માસના ઉપવાસનું જે વ્રત તેમણે રહ્યું હતું, તે વ્રતની સીમા જે દિવસે પૂર્ણ થવાની હતી તે દિવસે 2010_03 Page #102 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર ૮૧ ઉત્તમ ભોજનની સામગ્રી તૈયાર રાખી, જિનદત્ત શેઠ અત્યંત સુક્યથી પ્રભુના આગમનની રાહ જોતો હતો. પ્રભુ આજે મારે ત્યાંથી ભોજન ગ્રહણ કરી મને કૃતાર્થ કરશે, એવા ઊડા મનોભાવમાં તે નિમગ્ન હતો. પરંતુ તેના દુર્દેવથી કે ગમે તે કારણથી પણ પ્રભુ તેને ત્યાં ન જતાં નગરીના કોઈ બીજી ગૃહસ્થને ત્યાં પધાર્યા. આ બીજો ગૃહસ્થ તે વખતે એક નગરશેઠ અને મોટો ધનિક હતો. દ્રવ્યના અભિમાનથી તેની મતિ શુદ્ર અને સંકુચિત બની ગઈ હતી. નિષ્કચન અને શુષ્ક તનુવાળા પ્રભુને ભિક્ષાના અર્થી નિહાળી તેણે પોતાની સેવિકાને આજ્ઞા કરી કે આ ભિક્ષુકને ભિક્ષા આપી જલ્દી રજ આપ. દાસીએ શેઠની આજ્ઞાનુસાર ભિખારીને યોગ્ય, જેવું તેવું અન્ન છોરાવી પ્રભુને વિદાય કરી દીધા. તેમને તો ગમે તેવા અન્ન પ્રત્યે મનની સમાનતા હતી, પરંતુ આ તરફ જ્યારે ભાવિક જિનદત્તને ખબર પડી કે પ્રભુએ પેલા અભિમાની ધનિકને ત્યાંથી ભોજન ગ્રહણ કર્યું છે અને પોતાને ત્યાં આવવાના નથી ત્યારે તેને પોતાના મંદ ભાગ્ય ઉપર અત્યંત તિરસ્કાર છૂટ્યો. પ્રભુના સ્વરૂપનું ચિંતવન કરતો તે બિચારો તેમની મા–પ્રતીક્ષા કરતો હતો અને અત્યંત ભક્તિપરાયણ અને એકાગ્ર ચિત્તથી પ્રભુને ભોજન આપવા વડે પોતાનું જીવનસાફલ્ય કરવા ઈચ્છતો હતો. જિનદત્તની મનોભાવના અફળ રહેવાથી તેનું હૃદય કલેશના અગ્નિ વડે વિદગ્ધ રહ્યા કરતું હતું. પ્રભુ જે પરમપદ મેળવવાની ગતિમાં છે, તે ગતિમાં હું પણ મારા અન્ન વડે યત્કિંચિત 2010_03 Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રી મહાવીર સહાધ્ય આપી તે પદ પ્રત્યેની મારી પરાયણતા વ્યક્ત કરું, એવા પ્રગાઢ મનોરાગથી તેનું મન ઉલ્લસિત હતું. પરંતુ જયારે તેને જણાવ્યું કે, પોતાની ભાવના માત્ર ચિંતનાત્મક જ રહેવા પામી છે અને તે સંકીર્ણ મર્યાદાનું ઉલ્લંઘન કરી ક્રિયાત્મક થવા પામી નથી, ત્યારે પોતાના પ્રયત્નની ખામીને લીધે જ એમ થયું છે; એમ તેણે નિશ્ચય કર્યો. જે ઉચ્ચ ઉદ્દેશ માત્ર ભાવપર્યવસાયી જ રહે છે તેની કિંમત કશી જ નથી. પરંતુ કાર્યપર્યવસાયી થાય ત્યારે જ તેનું સંપૂર્ણ ફળ મળે છે, એમ જિનદત્તને જણાવ્યું. કે જિનદત્તનો ઉદ્યોગ માત્ર ભાવપર્યવસાયી અથવા ચિંતનાત્મક જ નહોતો. “આમ કરું તો ઠીક અને તેમ કરું તો ઠીક' એવી માત્ર મનોરથસૃષ્ટિ રચીને જ બેસી ન રહેતાં તેણે પોતાની ભાવનાને ક્રિયાત્મક કરવા બધી તૈયારી રાખી હતી. પરંતુ ઉત્તમ પુરુષો જ્યારે પોતાના ઉદ્દેશને દરેક પ્રયત્ન છતાં અપૂર્ણ કે અર્થપૂર્ણ જુએ છે ત્યારે તેઓ ત્યાં પોતાના પુરુષાર્થની જ જૂનતા નિહાળે છે. જિનદત્તે પોતાનો પ્રભુ તરફનો ભક્તિભાવ સ્પષ્ટ કરવાની તક ગુમાવી તે સંબંધમાં તેને અત્યંત પશ્ચાત્તાપ થવા લાગ્યો. તેવામાં તે નગરના ઉપકંઠ (suburb)માં પાર્શ્વનાથ પ્રભુના શિષ્યસમુદાયમાંહેના કોઈ પરમજ્ઞાની મહાત્મા પધાર્યા. દર્શને જતાં એક મુમુક્ષુએ તેમને વંદનાપૂર્વક પ્રભુના પારણા સંબંધી બધી હકીકત નિવેદન કરી પૂછ્યું કે, જિનદત્ત કે જે પ્રભુને કાંઈ ભોજન આપી શક્યો નથી અને નગરશેઠ કે જેના ગમે તેવા સુદ અન્નથી પણ પ્રભુનો 2010_03 Page #104 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર ઉદરાગ્નિ શાંત થવા પામ્યો હતો, તે બેમાંથી અધિક પુણ્ય કોણે ઉપાજર્યું છે ? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સ્વરૂપનો યથાતથ્ય વિવેક કરનાર તે મહાત્માએ ઉત્તરમાં કહ્યું કે, “પોતાની ઉગ્ર ભાવના વડે જે મહદ્ ફળ જિનદત્તે ઉપા છે તેનો અનંતમો અંશ પણ નગરશેઠે મેળવેલ નથી. નગરશેઠની ભાવનાહીન ક્રિયાનું ફળ અત્યંત સ્તોક અને નહિવત્ છે અને જિનદત્તે પોતાના પરમ વિશુદ્ધ પરિણામથી અને પ્રભુ પ્રત્યેના નિરવધિ ભક્તિભાવથી, અચ્યુત દેવલોકની ગતિનું ફળ મેળવ્યું છે. પ્રભુના ભોજનાર્થે આગમનની રાહ જોવાના કાળે તેના આત્મપરિણામ એટલી બધી ત્વરાથી ઉચ્ચ શ્રેણીમાં વહતા જતા હતા અને તે ભાવમાં ઉત્તરોત્તર તે એટલો બધો તદ્રુપ થતો જતો હતો કે જો તેટલી વારમાં તેણે પ્રભુનું બીજે સ્થળેથી ભોજન ગ્રહણ સાંભળી ચિત્તવિક્ષેપ ન અનુભવ્યો હોત તો, થોડી વાર પછી જિનદત્ત તે પરમ પદ મેળવત કે જે વીર પ્રભુ હજી એક વરસ પછી મેળવવાના હતા, પણ તેટલામાં તેની પરિણામધારા, પોતાની આશા નિષ્ફળ થયેથી જોઈ, તૂટી પડી અને તેથી તે પદ તત્કાળ ન મેળવતાં ઉચ્ચ દેવલોકની ગતિ ઉપાર્જ. - આ પ્રસંગમાંથી બે ગંભીર સત્યો ઉદ્ભવે છે : (૧) ભાવનાહીન ક્રિયાનું ફળ ઘણું જ અલ્પ છે અને (૨) કર્તવ્ય માટેના પુરુષાર્થ વિનાનો એકલો નિર્બળ મનોરથ પણ તેટલો જ નિષ્ફળ છે. જરા વિશેષ વિસ્તારથી આ મર્મને અધિક સ્પષ્ટ કરીએ. 2010_03 ૮૩ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શ્રી મહાવીર (૧) બંધનો નિર્ણાયક હેતુ પરિણામ અથવા ભાવના છે, કર્મ (action) નથી. એકલા કર્મથી આપણે આપણું કે કોઈનું કશું જ હિત કરી શકતા નથી. આપણા ગમે તેવા ભારે પ્રયત્નથી પણ આપણે કોઈનું સ્વલ્પ પણ દુઃખ ટાળી શકીએ તેમ નથી, એ હંમેશાં સ્મૃતિમાં રાખવાનું છે. વિશ્વ પ્રત્યે કાંઈ પણ પરોપકાર કરવામાં આપણે વિશ્વનું કલ્યાણ કરી નાખીએ છીએ, એમ જો કોઈ માનતું હોય તો તે ઠગાય છે. એટલું જ નહીં પણ પારકાનું હિત કરવારૂપ અભિમાનવાળી ભાવનાથી ઊલટો પોતે વિશેષ બંધાય છે. દુનિયા આપણા જેવા સુદ્ર જંતુઓના પરોપકારની રાહ જોઈ બેઠી નથી કે આપણે ખાલી તેવી અહંતાથી ફુલાઈએ ! ખરી રીતે મનુષ્યોનો પરોપકાર કરવાનો પ્રયત્ન બીજાના હિતનો નહીં પણ પોતાના હિતનો સાધક છે અને તે સ્વહિતના પ્રમાણનો આધાર, તે પરોપકારી કૃત્યના સ્થળ પ્રમાણ ઉપર નહીં, પણ જે સ્વાર્પણની ભાવનામાંથી તે કૃતિ ઉદ્દભવે છે તેના ઉપર છે. બીજું કાંઈ હિત થવું યા ન થવું તે તેમની પોતાની કર્મની વિચિત્રતા ઉપર આધાર રાખે છે. પરંતુ આપણા હિતકર ચિંતન અને કાર્યથી આપણને તો તેમાં અંતર્ગત રહેલા સ્વાર્થત્યાગના તારતમ્ય અનુસાર જરૂર ફળ મળે જ છે. આથી આપણને જે ફળ મળે છે, તે આપણી કૃતિમાંથી નહીં, પણ તે કૃતિના મૂળમાં તેના આત્મારૂપે રહેલી સ્વાર્પણની ભાવનામાંથી મળે છે. ઘણીવાર આપણાં કર્તવ્યો બીજને સુખરૂપ થઈ શકે તેટલાં સંપૂર્ણ અથવા પ્રબળ હોતાં નથી, 2010_03 Page #106 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર તેથી બીજાના સંબંધમાં કરેલો તેવો પરોપકારરૂપ પ્રયત્ન નિષ્ફળ જ જાય છે, પરંતુ પરોપકાર કરનારના તેના પ્રયત્નનું બીજ તેની સ્વાર્થત્યાગની ભાવનામાં હોવાથી તે તો શુભ ફળ મેળવે જ છે. જો તેમ ન હોત અને ફળનો આધાર માત્ર એકલી સ્થૂળ અને ભાવનાહીન કૃતિ ઉપર જ હોત તો આ વિશ્વમાં કોઈ દ્રવ્યહીન મનુષ્યથી પોતાનું કલ્યાણ બની જ શકત નહીં અને માત્ર એકલા ધની પુરુષો જ પોતાના દ્રવ્યના વ્યય વડે પારકાનું અને પોતાનું ખરું કલ્યાણ કરી શકત, અને તેમ થયેથી શાસ્ત્રકારોને પણ નિષ્કંચનત્વનો બોધ આપવાને બદલે ગમે તેમ કરી પુષ્કળ પઈસો ભેગો કરી પરમાર્થો કરવાનો એકાંત ઉપદેશ આપવો પડત. પરંતુ જ્યારે તેમ નથી ત્યારે આપણને સ્પષ્ટ થાય છે કે સ્વયં કૃતિમાં ફળદાયિત્વ નથી પણ તે કૃતિની પાછળ રહેલી પોતાની સ્વાર્થત્યાગની ભાવના સિવાયનો ત્યાગ એ ઘણીવાર અભિમાનનો પોષક થાય છે અને તેથી તે કૃતિ, તેના કરનારનું તેમ જ જેમના સંબંધે તે કરાય છે, તેમનું પણ હિત કરી શકતી નથી. દર્દી સામા મનુષ્યનો સત્કર્મનો ઉદય નજીક હોય તો તેના નિમિત્તે તે કૃતિ તેને ફળે છે. પરંતુ આપણને મળવાના ફળનો આધાર સામા મનુષ્યને તે કૃતિ સફળ થઈ છે કે નિષ્ફળ થઈ છે તે ઉપર નથી, પરંતુ તે કૃતિ આપણા કેટલા સ્વાર્થ-ત્યાગના પરિણામરૂપે છે તેના ઉપર છે. ટૂંકામાં, બીજાનો પરોપકાર કરવામાં મનુષ્ય પોતાનો જ ઉપકાર સુખરૂપ થવો યા ન થવો એ તેના પોતાના કર્મ ઉપર નિર્ભર 2010_03 ૮૫ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૬ છે. આત્માના વિકાસ અર્થે ત્યાગ એ અત્યંત આવશ્યક હોવાથી જ દાન આદિકનો આટલો બધો મહિમા શાસ્ત્રકારો ગાય છે. દાન પોતે કાંઈ જ મહત્ત્વની વસ્તુ નથી, પણ દાન થતાં પહેલાં થવો જોઈતો કૃપણતાનો-સંકીર્ણતાનો લોપ, એ જ ખરી મહત્ત્વની વસ્તુ છે. જો તેવો લોપ સધાયા વિના અન્ય ક્ષુદ્ર હેતુથી જો દાનરૂપ ક્રિયા પ્રગટે છે, તો તે દાન કરનારને ઊલટી હાનિ કરનાર છે, કેમકે તેવી ક્રિયાથી તેની કીર્તિ-લોભ આદિ હલકી વાસનાઓ પોષણ મેળવી બળવાન થાય છે. આમ હોવાથી જ મહાવીર પ્રભુ જેવા પરમ પુરુષને ભોજનનું દાન આપનાર નગરશેઠને જે ફળ મળ્યું તે માત્ર નહિવત્ જ હતું અને જિનદત્ત કે જે કશું જ આપી શક્યો નહોતો તેણે પોતાની ઉત્કૃષ્ટ ભાવના વડે ઉત્કૃષ્ટ ફળ મેળવ્યું હતું. શ્રી મહાવીર (૨) કર્તવ્ય અર્થે જે પ્રયત્ન આવશ્યક છે, તે પ્રયત્ન વિનાનો ખાલી મનોરથ પણ તેટલો જ ફળહીન છે. ગમે તેવી મહાન પારમાર્થિક ભાવના પણ જો માત્ર ચિંતનમાં જ અટકી રહે તો તે નકામા જેવી જ છે. ચિંતન(feeling)ને સંકલ્પ(willing)ના પ્રદેશમાં આગળ ધકેલાય અને ત્યાંથી કૃતિ(action)ની પૂર્ણતાએ લવાય, તો જ તે કૃતિના મૂળમાં રહેલું ચિંતન સફળ ગણી શકાય. ચિંતનનો મહિમા માત્ર કૃતિના એક સાધન તરીકે છે. જે ચિંતનને સંકલ્પ અને કૃતિ અનુસરતાં નથી, તે ચિંતન આપણને અને જગતને ઉભયને વ્યર્થ છે. કેમકે આપણે પારકાને દુ:ખે ગમે તેટલા દુ:ખી થઈને બેસી રહીએ 2010_03 Page #108 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર ૮૭ તો પણ તેમાં દુ:ખિતનું શું વળ્યું ? કદાચ તેવી શુભ લાગણીમાં કાંઈ તાણીતોડીને લાભ શોધવા જઈએ તો એટલું કહી શકાય કે તેથી આપણો સમભાવ (sympathy)નો અભ્યાસ વધે છે અને તેથી કલ્પના વડે જગતના દુ:ખની સાથે સંબંધમાં આવતા, આપણા સુખમાં ઉન્મત્ત બનતા અટકીએ છીએ અને દુઃખની વખતે કલ્પનામાં સહેલા દુઃખના અભ્યાસના બળથી, કાંઈક ટ્ટાર રહી શકીએ છીએ. પણ આ લાભ એ કાંઈ મહત્ત્વનો નથી અને મહત્ત્વનો ગણીએ તો પણ તે લાભ બીજી રીતે પણ મેળવી શકાય તેમ છે. આપણાથી વધારે સુખીના સુખની સાથે આપણા સુખનો મુકાબલો કરવાથી આપણી ઉન્મત્તતા અને મદ હેઠા બેસી જાય છે અને દુઃખની વખતે આપણા કરતાં વધારે દુઃખી જનોના દુઃખની સાથે આપણા દુ:ખનો મુકાબલો કરવાથી દુઃખમાં દબાઈ જતા અટકીએ છીએ અને સંતોષ માની રહી શકીએ છીએ, માટે માત્ર ભાવ અથવા ચિંતનાત્મકપણાની ભૂમિકા વળોટી કૃતિના પુણ્ય પ્રદેશમાં પ્રવેશવું એમાં જ ખરી ઉદારતા, હૃદયવિસ્તાર અને સ્વાર્થ-ત્યાગ સમાયેલ છે. કોઈને દુઃખી થતો જોઈને આપણામાં તેનું દુઃખ નિવારવાની શક્તિ હોય છતાં માત્ર તેના દુઃખ ભણી જોઈ ચિંતવીએ કે “અરેરે ! આ બિચારો કેવો પીડાય છે ?” તો આ ભાવના એ દયા નથી, પણ અદયા છે – નહીં નહી, નિર્દયતા છે. એટલે અંશે તેનું દુઃખ નિવારવાની આપણી શક્તિ વધારે તેટલે અંશે આપણી નિર્દયતા પણ વધારે ગણાવા યોગ્ય છે. આપણા સહજ પ્રયત્નથી 2010_03 Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શ્રી મહાવીર તેનું દુ:ખ ટળતું હોય અથવા જૂન થતું હોય છતાં આપણે તેની ઉપેક્ષા કરીએ અને માત્ર સમભાવ દર્શાવી ચાલ્યા જઈએ તો તેવા સમભાવ (!)ને દયાના નામથી સંબોધવું, એ દયાના વાસ્તવ સ્વરૂપની મશ્કરી કરવા તુલ્ય છે. ખરી દયાનો મનમાં ઉદય થાય તો કૃતિ શ્યા વિના તેને નિરાંત વળે જ નહીં. જેનો જેને “ભાવદયા” કહે છે તે ભાવના, આ કાળે લોકોના મનમાં એવી અસ્તવ્યસ્ત રૂપમાં રહી છે કે ઘણીવાર માત્ર હવાઈ કિલ્લા અને શેખચલ્લીપણાને ભાવદયાની સંજ્ઞાથી પ્રબોધવામાં આવે છે. પરંતુ ભાવદયાનું સ્વરૂપ તેવું નથી. બીજાના દુઃખની સ્થિતિનો તદ્રુપ અનુભવ, તે પછી તે સ્થિતિ પ્રત્યે આપણી સમદુ:ખિતા અથવા અનુકંપા (સામાના હૃદયકંપને આપણું હૃદય અનુસરે તે ક્રિયા) અને ત્યાર પછી હૃદયાર્દ્રતા અને ત્યાર પછી સ્વાર્થત્યાગ. એટલી હૃદયની સામગ્રીના સમુચ્ચયને ભાવદયા કહેવી જોઈએ. તેટલી સામગ્રી તૈયાર થયા પછી કૃતિ થવામાં કાંઈ જ વાર હોતી નથી. માત્ર એક ટકોરાની જ અપેક્ષા હોય છે. કૃતિનું ઉપાદાન કારણ, ઉપરોક્ત સામગ્રીનો સમૂહ જ છે, અર્થાત તે કૃતિનો પૂર્વ પર્યાય છે. એમ બનવા યોગ્ય છે કે એટલી સામગ્રી છતાં ઘણીવાર તેવા ભાવદયાવાળા મનુષ્યથી કૃતિના પ્રદેશમાં જવાતું નથી. કેમકે તેની કૃતિથી સામા મનુષ્યનું દુઃખ ટળે તેમ ન હોય તો તે કૃતિનો નિષ્ફળ વ્યય થાય છે અને તેથી તેની સારાસાર વિવેકશક્તિ તેને કૃતિમાં ઊતરતાં રોકે છે. છતાં તેવી ભાવદયાથી તેને તો જે 2010_03 Page #110 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર * ૮૮ ફળ મળવા યોગ્ય હોય છે, તે જ મળે છે. કૃતિ નથી બની શકી તેટલા કારણથી તેની ફળશક્તિમાં ન્યૂનતા રહેવા પામતી નથી. કેમકે કૃતિ ન થવામાં તેનો પ્રસાદ અથવા સ્વાર્થ હેતુરૂપ હોતો નથી. પરંતુ સામાં મનુષ્યના દુ:ખના મોટા પ્રમાણને પહોચી વળવા તેની યત્કિંચિત સામગ્રી અશક્ય હોય છે તે જ છે. મનોરથ અને યથાર્થ ભાવદયા વચ્ચે જે ભેદ છે તે આથી કાંઈક સ્પષ્ટ થશે. ટૂંકમાં, મનોરથ જ્યારે ચિંતન કરીને જ બેસી રહે છે ત્યારે ભાવદયા કૃતિ કરવા પર્વતના હૃદયવેગને વિસ્તારી શકે છે. મનોરથનું મૂળ ક્ષણિક આવેશમાં હોય છે, ત્યારે ભાવદયાનું બીજે સ્વાર્થત્યાગમાં હોય છે. મનોરથ એ અળપાઈ જવા નિમએલો ખાલી મનસ્તરંગ છે. ત્યારે ભાવદયાનો વેગ કૃતિ થયે જ વિરમે તેવો નિયત દિશામાં જ ગતિ કરનારો અને ઈષ્ટ હેતુનો સાધક હોય છે. 2010_03 Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ દશમું કર અને જો એક દિવસ પ્રભુ વિહાર કરતા કોઈ નગરની સમીપના વનમાં આવી ચડ્યા અને ત્યાં દેહ, વાણી અને મનના યોગનો નિરોધ કરી, આત્મસમાધિમાં સ્થિરપણે ઊભા હતા. તે રસ્તે થઈને પોતાના બે બળદોને દોરી જતો એક ભરવાડ નીકળ્યો. તે જ્યારે પ્રભુની પાસે આવ્યો, ત્યારે તેને કાંઈક પોતાનું બીજું કામ સાંભરી આવ્યું અને પોતાના બળદો પ્રભુના સર્વ પ્રકારના બાહ્ય યોગ, કાચબાના અંગની માફક સંવરિત હોવાથી તે ભરવાડના કહેવા ઉપર અથવા બળદ પોતાની સમીપમાં છે તે વાત ઉપર તેમનું ધ્યાન ન હતું. ભરવાડ એમ સમજેલ કે પ્રભુએ તેની ભલામણના પ્રત્યુત્તરમાં મૌન દાખવેલું, તે પોતાની ભલામણના સ્વીકાર તુલ્ય જ હતું. તે ભરવાડ જો પ્રભુના આત્માની સ્થિતિ સમજી શક્યો હોત તો પ્રભુને પ્રાપ્ત થવાના દુઃખદ પ્રસંગનો સંભવ એટલેથી જ અટકી જાત, પણ જેમ દુનિયાના સોએ નવાણું પ્રસંગોમાં વિરોધો ઊભા થવામાં એકબીજાની ગેરસમજૂતી એ જ કારણ છે, તેમ ભરવાડની બળદ સાચવવાની ભલામણના સંબંધમાં પણ બનવા પામ્યું. પ્રભુ એ બળદોની પાછળથી સંભાળ રાખશે અને તેમની તેમ કરવાની નામરજી હોત તો ભલામણના વખતે જ ના પાડી દેત; એવા ખ્યાલથી ભરવાડ, બળદોને પ્રભુની પાસે ઊભા 2010_03 Page #112 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર ૯૧ રાખી, પોતાના કામે ઉતાવળથી જતો રહ્યો. પ્રભુને તો ભરવાડ, બળદ કે ભલામણ ત્રણમાંથી એક વાતની ખબર નહોતી. બન્યું પણ એમજ કે બળદો પણ જુદી જુદી દિશામાં ચરવા માટે દૂર ચઢી ગયા. ઘણીવાર પછી ભરવાડ પાછો આવી જુએ છે તો બળદ નથી. પ્રભુને બળદના સંબંધમાં પૂછતાં તેમણે તો પૂર્વની જેમ પોતાની મન પ્રતિજ્ઞાને અનુસરી, કશો ઉત્તર આપ્યો નહીં. મૂર્ણ ભરવાડે આ ઉપરથી એમ માન્યું કે આમ નિરુત્તર રહેવામાં અને બળદનો યોગ્ય પત્તો નહીં આપવામાં પ્રભુની જરૂર બદદાનત હોવી જોઈએ. તેણે ફરી ફરી પ્રભુને પોતાના બળદનો પત્તો આપવા પૂછવા માંડ્યું, પરંતુ જ્યારે તેના બધા જ પ્રશ્નોના ઉત્તરમાં પ્રભુએ એનો એ જ મોનભાવ દાખવવા માંડ્યો, ત્યારે તેને અત્યંત ક્રોધ ચઢયો. પ્રભુ તો પોતાના સ્વરૂપમાં સંલીન હોવાથી તેમની આસપાસ જે કાંઈ થતું હતું, તેનું તેમને મુલ ભાન જ નહોતું. તેમના યોગ જો બાહ્યભાવે વર્તતા હોત તો આવી ગેરસમજુતી ઊભી થવાનો પ્રસંગ નિવારી શકાયો હોત અને પ્રભુ પોતે પણ પોતાના આવા અજ્ઞાત વર્તનથી ભરવાડના મનમાં ક્રોધ ઉપસ્થિત કરવામાં નિમિત્તરૂપ ન થયા હોત. પરંતુ આ પ્રસંગે આ ભરવાડ દ્વારા, કર્મફળપ્રદાત્રી સત્તાને, પ્રભુએ પૂર્વભવમાં ગતિમાં મૂકેલા દુઃખદ કારણને કાર્યરૂપ કરવાનો અવસર પાકી ચૂક્યો હતો. પ્રભુને આ પ્રસંગે પ્રાપ્ત થવાના કષ્ટનું કારણ તેમણે પૂર્વ વાસુદેવના ભવમાં એવી રીતે રચ્યું હતું કે તેઓ એક વાર નિદ્રાવશ થવાની 2010_03 Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર તૈયારીમાં હતા અને તે માટે પોતાની શય્યામાં જાગૃતપણે સૂતા હતા તે વખતે તેમનો શય્યાપાળક આ ભરવાડનો શરીરસ્થ આત્મા હતો. વાસુદેવે પોતાના શય્યાપાળકને આજ્ઞા કરી હતી કે “અત્યારે જે આ સંગીત વાદ્ય વિગેરે ચાલે છે તે બધું, જ્યારે મારી આંખ મળી જાય ત્યારે, તુર્ત બંધ કરાવી દેજે. માત્ર હું જાગું ત્યાં સુધી જ શરૂ રખાવજે.” પરંતુ સંગીતના ધ્વનિમાં લુબ્ધ થયેલા તે શય્યાપાળકે પોતાના આજ્ઞાપકની આજ્ઞાની અવજ્ઞાપૂર્વક તે નૃપતિના નિદ્રાવશ થયા પછી પણ સંગીત ચાલુ જ રખાવ્યું. ગાયકોએ પોતાનું સંગીત બંધ કરવાનો નિત્યનો વખત થતાં બંધ કરવાની આજ્ઞા માગી, પણ પેલા શવ્યાપાળકે તો રાગવશ થઈ તે શરૂ રાખવાની આજ્ઞા કરી. ગાયકો તો તે પ્રમાણે સવાર સુધી પોતાનું કામ લંબાવ્ય ગયા. વાસુદેવને જાગવાનો વખત થયો છે, તે વાતનો પણ શય્યાપાળકે અનાદર કરી, સંગીત ચાલુ જ રખાવ્યું. આખરે નૃપતિ જાગીને જુએ છે તો સૂર્યોદય થયા છતાં રાત્રીના પ્રથમ પ્રહરે ચાલતું હતું તેવું જ સંગીત ચાલતું રહ્યું હતું. તેમણે પૃચ્છા કરી તે ઉપરથી જણાયું કે શવ્યાપાલકે તેમને તેમ કરવા આજ્ઞા કરેલી હતી. આથી વાસુદેવને પોતાની આજ્ઞાની અવગણના કરવા સુધીની, પોતાના અનુચરની રાગાંધતા ઉપર ક્રોધ ચઢ્યો અને તેને બોલાવી મંગાવી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું, તે ઈન્દ્રિયના તૃપ્ત ઉપયોગનો સદંતર નાશ કરવા હુકમ કાઢયો. તેના કર્ણના ગોલકમાં સીસાનો ધગધગતો રસ રેડી પૂરી દેવામાં આવ્યા. આવું અત્યંત 2010_03 Page #114 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર ૯૩ નિર્દયતાભરેલું કાર્ય કરવામાં પૂર્વ ભવે વાસુદેવના શરીરમાં રહેલા પરંતુ આ કાળે પ્રભુના શરીરમાં વિરાજતા આત્માએ જે અત્યંત અને પ્રચંડ ઉગ્ર ભાવો સેવ્યા હતા, તેનો બદલો ભોગવવાનો અનિષ્ટ પ્રસંગ પ્રભુને આવી ચડ્યો. પ્રભુએ પૂર્વ ભાવે પોતાના રાજ્યના અભિમાનના છકથી જેમ એક સહેજ કોષોત્તેજક કારણની પોતાના સેવકના કર્ણમાં સીસુ રેડાવવા જેવું ભયંકર કાર્ય હતું, તેમ આ ભવે પણ પોતાના બળદનો પત્તો પ્રભુએ ન આપવાના સહેજ કારણથી કુપિત થઈ તે ભરવાડે, પ્રભુના જે કર્ણયમાં પોતાની આટલી આટલી પૃચ્છાની કશી જ અસર થતી ન હતી તે કર્ણમાં શરકર વૃક્ષની મેખો ઠોકી દીધી અને તેની કોઈને ખબર પડવા ન પામે અથવા તે પાછા કાઢવાની જલદી કારી ન ફાવે તે માટે વધારાના બહાર રહેતા ભાગો કાપી લીધા. પ્રભુ આવા બળવાન નિમિત્તથી પણ જરાયે પોતાના ક્ષમાવતથી ચલિત થયા નહીં. તેઓ જાણતા હતા કે આ વિશ્વમાં એક ફુરણ સરખું પણ, પૂર્વે રચાએલા કારણ વિના પ્રગટતું નથી. ભરવાડે પોતાને જે ઉગ્ર કષ્ટ આપ્યું તેમાં પણ પોતે જ કારણ હતા અને તે કારણ તે ભરવાડ દ્વારા તે કાળે ફળરૂપ થયું હતું, એ પ્રભુથી અજાણ્યું ન હતું. વાસુદેવના ભવમાં પ્રભુએ પોતાના સેવકના કર્ણમાં સીસું રેડાવતી વખતે જે મનોભાવ સેવી ભયંકર વેદનીય કર્મ ઉપામ્યું હતું, તે મનોભાવમાં મુખ્યપણે બે તત્ત્વો અંતર્ગત હતાં. (૧) પોતાની ઉપભોગ 2010_03 Page #115 -------------------------------------------------------------------------- ________________ ८४ શ્રી મહાવીર સામગ્રીનો અન્યના ઉપભોગ અર્થે ઉપભાગ થતો જોઈ પ્રગટેલી મમત્વ ભાવના (૨) અને અલબત્ત તે શવ્યાપાલકને પારકી સામગ્રીના તેવા ઉપભોગનો હક નહોતો, છતાં એક મનુષ્ય બીજના હક ઉપર આક્રમણ કરે તેના દડરૂપે તેવા આક્રમણનું સ્વરૂપ, વિસ્તાર કે પ્રકાર ઉપર લક્ષ્ય રાખ્યા વિના ક્ષણિક આવેગને વશ થઈ, પોતાને કોઈ જ પૂછનાર નથી એવા મદાંધપણાથી ગમે તેવી શિક્ષા કરી લેવાની ભાવના. પોતાની ઉપભોગ સામગ્રીનો સુખાસ્વાદ અન્ય વડે થતો જોઈ તેનો બદલો લેવા માટે જે વૃત્તિ ઉદ્દભવે છે, તેવી તીવ્રતા, ગાઢતા અને સ્થાયિત્વનું નિયામક તે ઉપભોગ સામગ્રીને વિષે રહેલું પોતાનું મમત્વ છે. મારા પુણ્યબળથી જે કાંઈ મને મળ્યું છે તેનો ભોક્તા મારા સિવાય અન્ય કોઈ જ ન થાય અને કદી મારી નજરચૂકનો લાભ લઈ, કોઈ તેનો અયોગ્ય રીતે ઉપભોગ કરી લે અથવા તે ભોગ્ય સામગ્રીને મારી પાસેથી છીનવી લે, તો તેની મરજી પડે તેવો બદલો, બને તેટલા આવેશથી હું લઉં એવો પામર હૃદયનો સ્વાભાવિક વેગ હોય છે. પરંતુ મનુષ્ય સરળપણે અને નિર્મળ બુદ્ધિથી વિચારી જુએ તો તેને જણાય કે જે વસ્તુને પોતાના પુણ્યબળથી જ ઉપસ્થિત થયેલી ગણે છે અને જેને તે માત્ર પોતાના જ ઉપભોગનું સાધન કહ્યું છે, તે વસ્તુનું સુખદાયીપણું ઘણાં આગંતુક કારણો ઉપર આધાર રાખતું હોય છે. અર્થાત તે વસ્તુની ભોગપ્રદાન શક્તિ ભોક્તા, જેને તેના ઉપભોગથી બાતલ રાખવા માગે છે તેમના ઉપર જ બહુધા 2010_03 Page #116 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર ૯૫ અવલંબી રહેલી હોય છે. વસ્તુનું સુખદાયીપણું જે અંશોના સમુચ્ચયથી ઉદ્દભવેલું છે, તે અંશોનો તિરસ્કાર કરવો એ મૂર્નાઈ છે અને આસપાસનો સમાજ એ પોતાના ઘણા વિષયોના સુખદાણાનું મુખ્ય અંગ હોવાથી સમાજ અને આપણા સુખનો અવયવ અવયવી સંબંધ છે - અર્થાત જનસમાજ એ આપણા સુખનું એક મુખ્ય ઘટક અથવા અંગ (constituent) છે. આપણી ઉપભોગ સામગ્રીના મૂલ્યનો કેટલે અંશે સમાજ ઉપર આધાર રહેલો છે, તેનું કિંચિત વિવરણ અત્ર અસ્થાને નહિ ગણાય. મનુષ્ય હૃદયના ગુપ્ત મર્મનું અવલોકન કરતાં જણાય છે કે સુંદર અથવા સુખદ વસ્તુનો ઉપભોગ કરવો તેટલાથી જ તેને પરિતૃપ્તિ થતી નથી, પરંતુ તે સાથે પોતાના સુખાનુભવનું બહારના જગતને પણ જ્ઞાન છે, એવું તે ભોક્તાને ભાન હોવું એમાં તેનું અડધો અડધ સુખ રહેલું હોય છે. સુંદર વસ્ત્રાલંકાર પહેરવામાં જે સુખ રહેલું હોય છે, તેનું પૃથક્કરણ કરી જોતાં જણાય છે કે, તે સુખનો જરા પણ અંશ તે વસ્ત્રાલંકારમાં સ્વતઃ રહેલો હોતો નથી. તેમાં સ્પર્શસુખનો પણ હક નથી, એટલું જ નહીં પણ ઊલટું તેથી શરીર ઉપર એક પ્રકારનું ઉપાધીરૂપ વળગણ જેવું લાગે છે. છતાં તેમાં જે સુખ અનુભવાય છે, તે “મને આવા સુંદર અલંકારમાં પરિવેષ્ટિત નિહાળી આસપાસના લોકો મને સુખી ગણશે.” તેવા ભાનમાં રહેલું છે. અલંકારને અંગે રહેતી આવી ભાવના બાદ કરવામાં આવે તો શેષમાં 2010_03 Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર ભાગ્યે જ કોઈ રહેવા પામશે અને આમ છે તેથી જ અલંકાર દ્વારા પોતાની સુખમય અવસ્થાનું જાહેરનામું ફેરવનારાઓ ઘરના ખાનગી ખૂણામાં તે અલંકારને એક બાજુએ મૂકી રાખે છે. આથી સ્પષ્ટ થાય છે કે દુનિયામાં પ્રાપ્ત થતું ઘણુંખરું સુખ એ, “આસપાસનું જનમંડળ મને સુખી માને” એના અભિમાનમાં જ સમાએલું હોય છે. જે તેની આસપાસ તેને સુખી ગણનાર કોઈ જ મનુષ્ય ન હોય તો અથવા પોતાની સુખમયતાના અભિમાનનું કશું જ નિમિત્ત ન હોય તો, તેની સુખસામગ્રીનું તેમજ તેના તે પુણ્યબળથી જે સામગ્રી તેને પ્રાપ્ત થઈ છે તેનું મૂલ્ય કશું જ રહેવા પામતું નથી. સુખી થવા માટે એકલી સુખસામગ્રીની જ નહીં, પણ પોતાને તેવી સામગ્રીથી સુખી માનનાર મંડળની પણ પ્રથમ આવશ્યકતા છે. જયારે આસપાસના જનમંડળ ઉપર પોતાના સુખનો આટલો બધો આધાર છે અર્થાત તે પોતાના સુખના આત્મા સમાન છે, તો પછી “મારી ઉપભોગ સામગ્રી ઉપર તેમનો કશો જ હક નથી અને મારા પુણ્યસંચયથી પ્રાપ્ત થયેલું સુખ હું એકલો જ ભોગવું” એવી ભાવના એ તેવું માનનારના હૃદયસંકોચ, પામરતા અને વિષયલાલસાના અતિશયપણાને જ સૂચવનાર છે. પોતાના પુણ્યબળનું અભિમાન રાખનારે સમજવું જોઈએ કે આખી દુનિયા એ માત્ર તમારા સુખ અર્થે ઘડવામાં આવી નથી અથવા તમારા પુણ્યબળમાંથી પ્રકટેલી નથી. પોતાના સુખાનુભવના મુખ્ય અંગરૂપ સમાજ પ્રત્યેની તિરસ્કાર વૃત્તિ, 2010_03 Page #118 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર ૯૭ એ આત્માની અધમ દશાનો જ પ્રકાર છે. પોતાની માલિકીની ચીજ પોતાના સિવાય બીજા કોઈને ભોગવવાનો હક નથી, એવો નિયમ રાજયકર્તી સત્તાએ માત્ર વ્યવહારમાં અવ્યવસ્થા થવા ન પામે એટલા જ માટે ઘડેલો છે. એ લૌકિક નિયમ, વિશ્વનું રાજયતંત્ર ચલાવનાર દિવ્ય સત્તાને લેશ પણ બંધનકર્તા નથી. અગવડને ખાતર ઉપજાવેલા ધારાધોરણોને પ્રકૃતિના મહારાજ્યમાં પ્રવર્તતા નિયમોરૂપે અથવા તેના પ્રતિનિધિરૂપે માની લેવાની ભૂલ બુદ્ધિમાનો કરતા નથી. પોતાના સ્વામીત્વની વસ્તુ ઉપર બીજાઓ આક્રમણ ન કરે તેવા નિયમો ઘડવામાં લૌકિક સત્તાનો હેતુ લોકોની સ્વાર્થ વૃત્તિને મર્યાદામાં રાખવાનો જ છે, પરંતુ ઈશ્વરના મહારાજયમાં તેવા સ્વાર્થોની ઝપાઝપી મુદ્દલ નથી, અને તેથી તેમાં પ્રવેશ કરવા ઈચ્છનારે પોતાની વસ્તુના ઉપભોગનો પોતાને જ સંપૂર્ણ હક છે અને બીજાને નથી, એવી સ્વાર્થવૃત્તિ ત્યજવી જોઈએ. પોતાની વસ્તુનો માલિકી હક પોતા સિવાય અન્ય કોઈને જ નથી એવું પ્રભુના ઘરનું ધોરણ હોત તો મહાવીર અને બુદ્ધ આદિ ઈશ્વર કોટિના પુરુષો તે નિયમનું ઉલ્લંઘન કદી જ કરતા નહીં. પરંતુ જયારે તેમણે પોતાનો માલિકી હક દુનિયાને વહેચી આપવામાં જ માનનાર આપણે પણ સ્વીકારવું જ પડશે કે, “મારી સુખ-સામગ્રીનો હું એકલો જ ઉપભોગ કરું” એવી સ્વાર્થભાવના આત્માનું અધ:પતન કરે છે. વાસુદેવના ભવમાં પોતાના શવ્યાપાલકના કર્ણમાં સીસું રેડવાની 2010_03 Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રી મહાવીર જે ક્રૂર શિક્ષા મહાવીર પ્રભુએ કરી હતી, તેમાં અંતર્ગત રહેલા ઉગ્ર નિજુર પરિણામ તે પણ તેમને આ ભવે ઉદય પામેલી પ્રચંડ વેદનીય પ્રકૃતિમાં હેતુરૂપ હતા. એક અલ્પ અપરાધ માટે ભયંકર દંડ કરવાના કાર્યમાં તે વાસુદેવની જે તીવ્ર સ્વાર્થભાવના અને ઘાતકી વૃત્તિ સમાયેલી હતી, તેના ફળરૂપે વર્તમાન ભવમાં મહાવીર પ્રભુને તેવી જ શિક્ષા સહન કરવી પડે તે નિસર્ગના નિયમને તદ્દન અનુરૂપ અને થવા યોગ્ય જ હતું, એમાં લેશ પણ શક નથી. પોતાને કોઈ જ પૂછનાર નથી અને પોતાના સેવકનું જીવનમરણ પોતાના હસ્તમાં સોપાયેલું છે, માટે રાગદ્વેષને અનુકૂળ આવે એવી સજ્જ કરી લેવી, એવી વૃત્તિ વાસુદેવને રાખવી ઘટતી નહોતી. તેમાં વિશેષ કરીને જ્યારે પોતાનો સેવક તે ફરમાવેલી શિક્ષાની વિરુદ્ધમાં પોતાનું કશું જ બળ અજમાવી શકે તેમ ન હતું અને પ્રત્યાઘાત કરવાની તેની લેશ પણ તક નહોતી, તે વખતે વાસુદેવે પોતાના વૈરની ભાવના ઉપર અંકુશ રાખવો જોઈતો હતો. જ્યારે સામો મનુષ્ય પોતાના વિરુદ્ધ કાંઈ જ હાથ ઉઠાવી શકે તેમ હોતું નથી ત્યારે તેના પ્રત્યે કામ લેવામાં મનુષ્ય બહુ વિવેક વાપરવાનો છે. પોતાના કાર્ય વિરુદ્ધ સામા મનુષ્યને વાંધો ઉઠાવવાની અથવા પોતાનું બળ અજમાવવાની તક પ્રાપ્ત હોય તો બંનેની વિરોધભરી લાગણી કેટલેક અંશે સ્થળ ભૂમિકા ઉપર અથડાઈને વિરમી જાય છે અને બહુ ઉગ્ર કર્મબંધ થતો નથી. પરંતુ જ્યાં તેમ હોતું નથી - અર્થાત એક પક્ષને મૂંગે મોઢે શિક્ષા જ સહન કરવાની હોય 2010_03 Page #120 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર છે ત્યાં તે શિક્ષા જો ગુન્હાના પ્રમાણ કે પ્રકારના ઉપરાંતની હોય છે તો તેનું વૈર, તે શિક્ષા સહનારના આત્માની સૂક્ષ્મ ભૂમિકા ઉપર ઉછરીને મોટું થાય છે; અને તેનું ફળ આખરે બહુ ભૂરું આવે છે. પ્રત્યાઘાતની સામા મનુષ્યને તક હોય છે તો તે વૈરભાવના કાંઈક સ્થૂળ કાર્ય દ્વારા શિથિલ પડી જવા પામે છે. પરંતુ તેમ જયાં હોતું નથી, ત્યાં વૈરવૃત્તિનું બળ સામા પક્ષની સૂક્ષ્મ ભૂમિકા (astralplane) ઉપર એકત્ર થાય છે અને તેના પરિપાકનો અવસર આવ્યું, તે શિક્ષા કરનાર, પછી એક આખી પ્રજા હોય કે એક જ મનુષ્ય હોય; તો પણ ભયંકર બદલો લીધા વિના વિરામ પામતું નથી. આમ હોવાથી કેટલાક સમજુ રાજાઓ દુશમનના કેદ થયેલા માણસો પ્રતિ ડહાપણભર્યું વર્તન ચલાવી તેમની સારી સંભાળ રાખે છે. અગર જે તે વખતે ધારે તો તે રાજ તે બધા મનુષ્યોને મારી નાખવા સમર્થ છે, તો પણ તેના તેવા કાર્ય સામે થવાની તે મનુષ્યોને તક ન હોવાથી, તેમ કરવામાં તે મહાન અનિષ્ટ ફળ જુએ છે. સત્તાહીન રંક મનુષ્યોને રીબાવવામાં અથવા તેમને તેમના અપરાધના પ્રમાણથી વધારે શિક્ષા કરવામાં, જે ભયંકર અનિષ્ટ રહેલું છે, તે આત્મજ્ઞ પુરુષો જ સારી રીતે સમજી શકે છે. સૂક્ષ્મ ભૂમિકા ઉપર તે વૈરની લાગણી કેવી રીતે પોષણ પામી વધે છે, તેનું સ્વરૂપ જેઓ જાણે છે, તેઓ જગતને વારંવાર એવા કાર્યથી ચેતવાની સલાહ આપતા ગયા છે. પોતાની શિક્ષા સામે વાંધો ઉઠાવવાને સત્તાહીન પ્રાણીઓના ઉષ્ણ નિશ્વાસમાં 2010_03 Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી મહાવીર લોહીને પણ ભસ્મીભૂત કરવાનો પ્રચંડ દાવાનળ ગુપ્તપણે સમાયેલો છે, એવી અનેક સંતપુરુષો વિશ્વને સંદેશો આપતા ગયા છે. ઇતિહાસનાં પૃષ્ઠો પણ એ જ સત્યની સાક્ષી પૂરતાં આપણી સામે પડ્યાં છે. અયોગ્ય દંડ આપવાની વૃત્તિથી આખી પ્રજા અને ખંડવ્યાપી રાજ્યસત્તાયે વિનાશ પામી ગઈ છે, તો એક પામર મનુષ્ય તેવી વૃત્તિના ઉગ્ર ફળથી કેમ બચી શકે ? વાસુદેવને તેવી શિક્ષા ફરમાવતી વખતે એવો જ ગર્વ રહેલો હતો કે મારા શાસનચક્રમાં આવેલા બધા જ મનુષ્યોને હું ધારું તેમ કરી શકું તેમ છું. મારા કાર્ય સામે માથું ઊંચકનારી ઈતર સત્તા આખા વિશ્વમાં કોઈ જ નથી, પણ તેના અભિમાનના આવેશમાં તે એટલું જોવું ભૂલી ગયા કે આ ભવ સિવાય અન્ય ભવ પણ છે અને આ ભવના કાર્યનું ફળ આગામી ભવમાં પણ મળે છે. સત્તા મનુષ્યને અંધ બનાવી મૂકે છે. તે કાળે તેને પૂર્વાપરનો નિર્મળ વિવેક રહેતો નથી. વાસુદેવને પણ તેમજ થયું હતું. પોતાની સત્તાને અંગે રહેલી વિવેક રાખવાની જવાબદારીનું ભાન તેઓ ભૂલી ગયા. પરિણામ એ આવ્યું કે આ ભવમાં-મહાવીર પ્રભુના દેહે, તેમને તેનો વિપાક શોષવો પડ્યો. કષ્ટ સહન કરવાનું જ જેનું વૃત્ત છે, તેવા વીરપ્રભુએ તે ગોવાળીઆનું કાર્ય શાંતિપૂર્વક સહી લીધું. ત્યાંથી વિહાર કરતા અનુક્રમે પ્રભુ એક નગરમાં પધાર્યા. ત્યાં એક ખરક નામના વૈદ્ય પ્રભુના શરીરની કાંતિ નિસ્તેજ જોઈ અનુમાન કર્યું કે તેમના શરીરમાં કાંઈક 2010_03 Page #122 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર ૧૦૧ શલ્ય હોવું જોઈએ. તપાસ કરતાં કર્ણમાં ખીલા હોવાનું જણાયું. સિદ્ધાર્થ નામના શ્રેષ્ઠીની મદદથી તે વૈધે પ્રભુના કર્ણમાંથી તે ખેચી કાઢયા. કહેવાય છે કે, તે વખતે જે વેદના પ્રભુને થઈ હતી તેના ઉત્કટપણાને લીધે તેમના મુખથી ભયંકર ચીસ પડી ગઈ હતી. પ્રભુને ઘણા ઉપસર્ગો વીત્યા હતા, છતાં તેમના મુખથી એક પણ કાયરપણાનો નિ:શ્વાસ નીકળ્યો નહોતો. પણ આ છેલ્લા ઉપસર્ગથી તેમનો ઉપયોગ કાંઈક શિથિલ થયો હતો અથવા દેહભાવ અવ્યક્તપણે ઉપસ્થિત થઈ ગયો હતો. ઘણાક એ વાતને અસંભવિત માને છે. તીર્થકરના મુખેથી તેવી ચીસ કદી જ પડે નહીં તેમ ઘણાંનું કહેવું છે. ગમે તેમ હો, પણ તે ઉપસર્ગ પ્રભુના બધાં કચ્છમાં સર્વથી અધિક તીવ્ર હતો. આ ઉત્કૃષ્ટ ઉપસર્ગ પછી પ્રભુને એક દુઃખ થયું નથી. દીક્ષાનાં સાડાબાર વર્ષ તે તેમના માટે કચ્છની પરંપરારૂપ જ હતાં. તે બાર વર્ષમાં સાડા અગિયાર વર્ષ અને પચીસ દિવસ તેઓ નિરાહાર રહ્યા હતા. છતાં ઉત્કૃષ્ટ પરાક્રમ, ક્ષમા, નિલભતા, આર્જવ, ગુપ્તિ અને ચિત્તપ્રસન્નતાપૂર્વક તેમણે તે બધું સહી લીધું હતું. જેમ સુગંધી દ્રવ્યને બાળવાથી અધિક સુગંધ આવે છે, તેમ પ્રભુ પણ વિશેષ વિશેષ પરિસહથી વિશેષમાં વિશેષ વિશુદ્ધ અને આત્મભાવ મેળવતા જતા હતા. કચ્છના પ્રસંગો એ દેહાધ્યાસથી મુક્ત થવાના પ્રસંગો છે. મૂર્ખ મનુષ્યો ઊલટા તેવે પ્રસંગે દેહ સંબંધી મમત્વ અને હાયવરાળ સેવી કર્મબંધ કરે છે અને દેહભાવને સજ્જડ બનાવે છે. વિવેકી અને મુમુક્ષુ 2010_03 Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જનો તેવા અવસરે દેહાદિક પોતાના નથી અને આત્મા અને દેહ તલવાર-મ્યાનની જેમ ભિન્ન છે, એવા અપરોક્ષ અનુભવો મેળવી લે છે. પ્રભુના કષ્ટના ઇતિહાસમાંથી આપણે જે શિક્ષણ લેવાનું છે, તે મુખ્યત્વે એ જ છે કે તેમણે તેવા નિમિત્તો પ્રાપ્ત થતાં દૈહિક વૃત્તિનો જય કરી તેનાથી પોતાનું અસંગપણું-ભિન્નપણું સમરસપણું સાધ્યું હતું. મૂર્છાભાવે દેહનાં કષ્ટોને આત્માનાં કષ્ટો તરીકે ગણ્યાં નહોતાં. જેમ કષ્ટો અધિક અધિક તીવ્ર બનતાં ગયાં તેમ તેમ તેમનો આત્મભાવ ગાઢ બનતો ગયો હતો. તે ઉપસર્ગો માત્ર પ્રભુને આત્મભાવના અભ્યાસ તરીકે જ પરિણમતા હતા. શ્રી મહાવીર કષ્ટ એ માત્ર મનુષ્યોને દુઃખ દેવા જ આવે છે તેમ માનવું ન જોઈએ. દુઃખ દેવા સાથે મનુષ્ય ધારે તો તે કો તેને ઘણાં કીમતી અભ્યાસપાઠો શીખવી શકે છે, કે જે સાધારણ સંયોગોમાં કદી શીખી શકાતા નથી. હૃદયગત અનુભવો મનુષ્ય દુઃખના પ્રસંગોમાંથી મેળવી શકે છે. જેમ એક પક્ષે બુદ્ધિનું શિક્ષણ મનુષ્યના કલ્યાણ માટે ઉપયોગી છે, તેમ અન્ય પક્ષે હૃદયનું શિક્ષણ પણ તેટલું જ ઉપયોગી છે. અને ખાસ કરીને આત્મશ્રેય સાધકને તો તે હૃદય શિક્ષણ જ મુખ્યપણે ઉપયોગી છે. આ શિક્ષણ, મોટે ભાગે દુઃખના પ્રસંગો જે અનુભવો આત્મા ઉપર મૂકતા જાય છે તેમાંથી મળતું હોવાથી દુ:ખ એ ધિક્કારવા યોગ્ય નથી. પરંતુ દુશ્મનના રૂપે મિત્રનું કામ કરતા હોવાથી ઊલટા તે આવકારવા યોગ્ય છે. માત્ર મનુષ્ય તેનો સદુપયોગ કરવાનો છે. 2010_03 Page #124 -------------------------------------------------------------------------- ________________ જીવનવિસ્તાર ૧૦૩ તે દુઃખાનુભવકાળે આપણને આપણી ભૂતકાળની ભૂલોનું ભાન થાય છે અને ભાવીમાં તેવી ભૂલો ન થાય માટે તેવા પ્રકારના સનિશ્ચયો બંધાય છે. સમજુ જનોને દુઃખથી આત્મા નિર્મળ અનુભવાય છે અને આત્મા ઉપરથી જાણે કેટલાંક ઘન આવરણો તૂટી પડતાં હોય તેમ જણાય છે. સાચી વસ્તુસ્થિતિનું, આત્મા-અનાત્માનું અને સંસારના સ્વરૂપનું તેને જ્ઞાન થાય છે. અનુકૂળ વેદનીયના-સુખના ઉદયકાળે ઉપરોક્ત અનુભવ થવો અસંભવિત નહીં તો અશક્ય તો છે જ. અને આવા ઉત્તમ અનુભવના નિમિત્તનો ઉપયોગ કરી તેમાંથી પોતાનું હિત સાધી લેવું એ મહાવીર પ્રભુના ચરિત્રમાંથી સતત વહેતો એક અતિ મૂલ્યવાન ઉપદેશ છે. મહાવીરના પગલે ચાલવાનો દાવો રાખનાર પ્રત્યેક મનુષ્ય તેમના જીવનમાંથી ઉદ્દભવતા આ મહાન શિક્ષણને સદાકાળ પોતાના હૃદયમાં સ્થાયી રાખવું જોઈએ. આ છેલ્લો ઉપસર્ગ સહન કર્યા પછી પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. કલ્પસૂત્રકારના અભિપ્રાય પ્રમાણે વૈશાખ શુદિ દશમને દિવસે, પાછલે પહોરે, વિજયમુહૂર્તમાં, જંભીક નામના ગામની બહાર, ઋજુવાલુકા નદીના તીર ઉપર વૈયાવર્ત નામના ચૈત્યની નજીક, શાલિવૃક્ષની છાયા તળે, ગોદુહ આસને બેસી શુકલધ્યાનને ભાવતા થકા, તે પ્રભુને, જે જ્ઞાનમાં સર્વ પ્રકારનાં જ્ઞાન પર્યવસિત થાય છે, તેવું સર્વ દ્રવ્યપર્યાયને ગ્રહણ કરનાર, બાધારહિત સંપૂર્ણ કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયું. 2010_03 Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી મહાવીર કેવલ્ય પ્રાપ્ત થયા પછી પ્રભુનું ચરિત્ર પરાત્મ કોટીનું થયું હોવાથી તે આપણી મતિ અને કલ્પનાની બહારના પ્રદેશનું છે. ત્યાર પછીથી તેમની છદ્મસ્થ ર્યા બંધ થઈ કેવળચર્ચા શરૂ થાય છે. અમે તે વિષયમાં ઉતરવા માગતા નથી. મનુષ્યના વર્તનમાંથી જ શિક્ષણ મેળવી શકે છે. ઈશ્વરના ચરિત્રને તે અનુસરી શકતો નથી અને અમારો લેખન ઉદ્દેશ માત્ર પ્રભુના મનુષ્ય તરીકેના જીવનપ્રસંગમાંથી ઉદ્દભવતો સાર ઉપજાવવાનો હોવાથી અમો પ્રભુના કૃતકૃત્ય થયા પછીના જીવનવિભાગમાં પ્રવેશતા નથી. 2010_03 Page #126 -------------------------------------------------------------------------- ________________ માતા દેવાનંદા (૧) જૈન શાસનની વિસ્તીર્ણ આકાશપટ ઉપર જે કેટલીક પવિત્ર સન્નારીઓ ગ્રહ-નક્ષત્ર કે તારલિયાનો પ્રકાશ પાથરી રહી છે તેમાં જો કોઈ તારલી ચમકદાર છતાં સંયમયુક્ત, દૂર દૂર છતાં દુન્યવી અને મનોરમ છતાં સાદી-સુરેખ હોય તો તે દેવાનંદા બ્રાહ્મણીની. નથી એને પોતાના પ્રકાશનું અભિમાન કે નથી એને પોતાનાં વિશિષ્ટ સ્થાન કે પ્રસિદ્ધિની પરવા. ત્રિશલા માતાને સૌ સંભારશે, એમને ઉદ્દેશીને ભક્તિભીની અંજલિઓ અપાશે. ત્રિશલા દેવી તો ભ0 મહાવીરની જનની ગણાય. દેવાનંદા કોણ ? એને કોઈ શા સારુ સંભારે ? સંભારે યા ન સંભારે પણ ૮૨ દિવસ સુધી જેણે ભo મહાવીરના ઘડાતા દેહનું લાલન-પાલન કર્યું છે તે દેવાનંદા માતાના પુણ્યનો પ્રકાશ, ભલે મંદમંદપણે પણ ચમકતો જ રહેવાનો. ભo મહાવીરના જીવનઘડતરના એક ઉપાદાનરૂપ ગણાવાનો. - ભ0 મહાવીર ત્રિશલા દેવીના ગર્ભમાં આવ્યા તે પહેલાં ૮૨ દિવસ સુધી દેવાનંદાના ગર્ભમાં રહ્યા હતા. પણ દેવાનંદા બ્રાહ્મણી હતી-ભિક્ષુક કુળની હતી એટલે ઈન્દ્ર પોતાના હરિણગમૈષી દેવનેએક દેવદૂતને મોકલી એના ગર્ભનું હરણ કરાવ્યું. ભગવાન મહાવીર બ્રાહ્મણીની કુક્ષિમાંથી ક્ષત્રિયાણીની કુક્ષિમાં આવ્યા. ત્રિશલા માતા 2010_03 Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ માતા દેવાનંદા ઈતિહાસમાં અમર અને આરાધ્ય બની ગયાં-દેવાનંદા માતા એક બાજુ રહ્યાં અને ભગવાન મહાવીરના ભક્તો પણ જાણે કે એમને ભૂલી ગયા. દેવાનંદાના પતિ ઋષભદત્ત બહુ સામાન્ય કોટીના બ્રાહ્મણ હતા. બ્રાહ્મણકુંડમાં રહેતા. દેવાનંદા પોતે જાલંધર કુળની ભાર્યા હતી. મહાવીર પ્રભુ જ્યારે દેવાનંદાના ગર્ભમાં આવ્યા અને સુભાગી માતાએ ભવ્ય ચૌદ સ્વપ્ન નિહાળ્યાં ત્યારે એ સ્વપ્નના અર્થ જાણી પતિપત્નીને પારાવાર આનંદ ઊપજેલો. ઘરઆંગણે કલ્પતરુ ઊગ્યો હોય એટલો સંતોષ થયેલો. બ્રાહ્મણ-બ્રાહ્મણીની ઋદ્ધિ કે સમૃદ્ધિની તો શી પરવા હોય ? એમનો અભિલાષ એટલો જ કે, “પોતાને ત્યાં આ ચૌદ સ્વપ્નસૂચિત એક એવો પરમ પ્રભાવી પુત્ર અવતરશે કે જે વેદનો પારગામી હશે, અદ્દભુત નિષ્ઠાવાળો હશે.” પણ એ ઉલ્લાસ ઠગારો નીવડ્યો. એમની બધી આશાઓ ધૂળમાં મળી ગઈ. પેલાં ભવ્ય અને સુભગ સ્વપ્ન પણ એક રાત્રિએ જ્યારે ભગવાનના ગર્ભનું હરણ થયું ત્યારે દેવાનંદાના મુખમાંથી પાછાં નીકળતાં દેખાયાં ! માતા દેવાનંદા એકદમ ઊઠીને બેઠાં થઈ ગયાં. એમનું સર્વસ્વ જાણે કે લૂંટાઈ જતું હોય એવું દુઃખ થયું. તે દિવસથી દેવાનંદા દુર્બળ અને જર્જરિત જેવાં દેખાવા લાગ્યાં. બ્રાહ્મણની આશાના અંકુર પણ કરમાઈને ખરી પડ્યા. 2010_03 Page #128 -------------------------------------------------------------------------- ________________ માતા દેવાનંદા પૂર્વભવનું એક પાપ આડે આવ્યું. દેવાનંદા અને ત્રિશલા પૂર્વભવમાં જ્યારે દેરાણી જેઠાણી હતાં ત્યારે દેવાનંદાએ ત્રિશલાનો એક રત્નકરંડિયો ચોર્યો હતો. માગવા છતાં ત્રિશલાને પાછો નહોતો આપ્યો. એ કર્મનો બદલો દેવાનંદાને આ ભવમાં મળ્યો. એનો ગર્ભ ઇન્દ્રે હરી લીધો અને ભ૦ મહાવીરે પણ પૂર્વભવમાં જાતિમદ કરેલો તેના પરિણામે એમને ભિક્ષુકની કુળવધૂના ગર્ભમાં બાસી દિવસ રહેવું પડ્યું. દેવાનંદા માતાના ગર્ભનું હરણ એ ઇન્દ્રનો સ્વેચ્છાચાર નહોતો. કર્મ અને તેના વિષાક અથવા કાર્યકારણની શૃંખલાનો જ એક અંકોડો માત્ર હતો. ચક્રવર્તીઓ અને તીર્થંકરો જેવા પ્રતાપી પુરુષોની માતાઓ જ જે સ્વપ્ન નિહાળી શકે તે સ્વપ્ન જોઈને રોમેરોમમાં હર્ષ પામેલી દેવાનંદાને એ આખી મનોરથોની સૃષ્ટિ વિલય પામતી જોયા પછી કેવો કારમો આઘાત થયો હશે ? માતા દેવાનંદા જો કઠણ હૈયાનાં ન હોત તો કદાચ એ આઘાતને લીધે વિહ્વળ બની ગયાં હોત. પણ આખરે પોતાના સંચિતોને જ દોષ દઈને એ બેસી રહ્યાં. માતા દેવાનંદાએ બહુ વલોપાત નથી કર્યો. પુત્રને બદલે પુત્રી અવતરી ત્યારે પણ એમણે સંતોષ અને તૃપ્તિ જ માણી છે. ૧૦૭ દેવાનંદા માતા જો આટલું જાણી શક્યાં હોત કે ક્ષત્રિયકુંડ ગ્રામના સિદ્ધાર્થ ક્ષત્રિયને ત્યાં જે પુત્રનો જન્મ થયો છે તે વસ્તુતઃ પોતાનો 2010_03 Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ માતા દેવાનંદા જ બાળ છે, તો કોઈક દિવસે આઘે ઊભા રહીને પણ એ પોતાના મટી ગયેલા બાળનું મો જોઈ શકત, ગૌરવથી પોતાના અંતરને ભરી દઈ શકત. પણ ક્ષત્રિયકુંડ અને બ્રાહ્મણકુંડ પાસે પાસે હોવા છતાં, ભગવાન મહાવીરના જન્મોત્સવથી માંડી દીક્ષા મહોત્સવ સુધીના અનેક પ્રસંગોમાં ક્યાંય દેવાનંદા માતા પ્રેક્ષક તરીકે આવ્યાં હોય એમ નથી લાગતું. ગામમાં જ્યારે વર્ધમાનકુંવરને અથવા તો મહાવીરને જોવા . માટે લોકોનાં ટોળાં ઉભરાતાં હશે ત્યારે પણ દેવાનંદા માતા તો ઘરનો ખૂણો ઝાલીને જ બેસી રહ્યાં હોય એમ જણાય છે. ગભપિહરણ પછી એમનો રસ અથવા આનંદ છેક સુકાઈ ગયો લાગે છે. બીજાના પરાક્રમી, તપસ્વી, જ્ઞાની પુત્રોની વાતો જ્યારે તેઓ સાંભળતાં હશે ત્યારે એમને ચૌદ સ્વપ્નસૂચિત પુત્રનું સ્મરણ થઈ આવતું હશે. દેવે પોતાને ઠગી છે એ કઠોર સત્યનું ભાન થતાં એ મમતાળુ માતાનું હૈયું અંદરથી કેવું વલોવાઈ જતું હશે તે એમના સિવાય બીજું કોણ સમજી શકે ? એટલે જ એમ લાગે છે કે ગભપહરણ પછી દેવાનંદા માતાએ અંતઃશોધન પાછળ એક માત્ર લક્ષ આપ્યું હશે. આખરે એક અકસ્માત બની જાય છે. વીરપ્રભુ વિહાર કરતાં એક દિવસે બ્રાહ્મણકુંડ ગામમાં આવે છે. ત્યાં બહુશાળ નામના ઉદ્યાનમાં દેવતાઓએ રચેલા ત્રણ ગઢવાળા સમવસરણમાં વ્યાખ્યાન 2010_03 Page #130 -------------------------------------------------------------------------- ________________ માતા દેવાનંદા ૧૦૯ આપવા પૂર્વાભિમુખે વિરાજે છે. દેવાનંદા અને ઋષભદત્ત પણ ત્યાં આવી ચડે છે. જેનું મોં પણ નથી જોયું, ગર્ભાવસ્થામાં પૂરો વિકાસ થાય તે પહેલાં જ જેનું અપહરણ થયું છે એવા પુત્રને માતા ઓળખી શકતી હશે ? ગમે તેમ હોય, પણ વાત્સલ્યમાં અદ્દભુત જાદુઈ શક્તિ છે એમ માન્યા વિના નથી ચાલતું. ભગવાન મહાવીરને જોતાં જ દેવાનંદા માતાની છાતીમાંથી દૂધની સેર ઊડે છે. માતાનો દેહ રોમાંચથી ઉભરાઈ જાય છે. ગૌતમસ્વામી પણ આ દશ્ય જોઈને વિસ્મય પામે છે. કોઈ દિવસ નહિ ને આજે એવું શું બન્યું કે એક અજાણી સ્ત્રીને પ્રભુ પ્રત્યે એટલું બધું વ્હાલ પ્રગટ્યું? “પ્રભુ ! આ દેવાનંદા કોણ છે ? એની દષ્ટિ દેવવધૂની જેમ નિર્નિમેષ કેમ થઈ ગઈ?” સંશય અને વિસ્મય પામેલા ગૌતમસ્વામીએ અંજલી જોડીને પ્રભુને પૂછ્યું. “દેવાનુપ્રિય ગૌતમ ! હું એ દેવાનંદાની કુક્ષીમાં જ બાસી દિવસ રહ્યો હતો. દેવલોકમાંથી ચ્યવીને હું ત્યાં જ આવ્યો હતો. દેવાનંદા પોતે નથી જાણતી પણ એનું સ્વાભાવિક વાત્સલ્ય છૂપું નથી રહી શકતું.” દેવાનંદા માતાને તે દિવસે પ્રથમ જાણ થઈ કે દેવોથી પૂજાતા, ચક્રવર્તી જેવા રાજવીઓથી સકારાતા અને પગલે પગલે પૃથ્વીને 2010_03 Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સુનંદા તીર્થસ્વરૂપ બનાવતા આ પુરુષ પોતાનો જ પુત્ર છે – વેદનો પારગામી બનશે એવી જે આશા રાખેલી તેને બદલે આજે સંસારને નવો સંદેશ સુણાવનાર આ પયગંબર પોતાનો જ પુત્ર છે. માતા દેવાનંદાને, ખોવાયેલી અદ્દભુત સમૃદ્ધિ અનાયાસે મળી ગઈ હોય - વ્યાજ સાથે મૂળ રકમ મળી ગઈ હોય એટલો આનંદ તે દિવસે થયો હશે. એ પછી પ્રભુની દેશના સાંભળી માતા દેવાનંદા અને ઋષભદત્ત દીક્ષા લે છે. બંને જણ મહાવ્રતને ઉજાળતાં, વિવિધ તપ અને જ્ઞાનાધ્યયન કરતાં, કેવળજ્ઞાન પામી, જીવનની છેલ્લી સિદ્ધિ-મુક્તિને વરે છે. (૨) માતા દેવાનંદાને પૂજનારી સુનંદાની વાત તમે સાંભળી છે ? દક્ષિણમાં-કર્ણાટકમાં જ્યારે જૈન ધર્મની ધજા રાજમહેલો ઉપર ફરકતી ત્યારે કાનડી સાહિત્યને જૈન સાહિત્યસ્વામીઓએ ખૂબ રસતરબોળ બનાવેલું. જૈન ઈતિહાસ અને કથાનુયોગનાં પાત્રો ઉપર ભક્તિ અને પ્રતિભાનાં પ્રકાશકિરણ પડેલાં. ભુલાયેલાં પાત્રોને પણ એ સાહિત્ય સજીવ બનાવેલાં. માતા દેવાનંદાની ભક્તિ-પૂજા કરનાર સુનંદાની એવી જ એક વાત ઉતારું. દધિમુખ પર્વતના શિખર ઉપર એક રમણીય દેરાસર હતું અને દેરાસરની પાસે જ એક જૈન આશ્રમ હતો. આશ્રમમાં શ્રાવિકાઓ 2010_03 Page #132 -------------------------------------------------------------------------- ________________ સુનંદા ૧૧ ૧ રહીને જ્ઞાનાર્જન સાથે તપ-સંયમની તાલીમ મેળવતી. પ્રેમાનંદા આ આશ્રમની મુખ્ય અધિકારિણી હતી. ગળથુથીમાંથી જ પ્રેમાનંદાને ત્યાગ-વિરાગના સંસ્કાર મળ્યા હતા. જન્મથી એ તપસ્વિની હતી. તે પોતે ક્રિયાકાંડમાં જેવી ચુસ્ત હતી તેવી જ બીજી બહેનો પાસે કડક નિયમપાલન કરાવતી. સાંસારિક વસ્ત્રોમાં, સાંસારિક પદ્ધતિએ આશ્રમમાં રહેવા છતાં દરેક બાઈ બની શકે એટલા અણિશુદ્ધ અણુવ્રતો પાળવા મંથન કરતી. ક્રમે ક્રમે મહાવ્રતો સુધી પહોચવાની સૌની મહત્ત્વાકાંક્ષા રહેતી. એ આશ્રમમાં સુનંદા શ્રાવિકા પ્રેમાનંદના જમણા હાથ રૂપ હતી. દેખાવે પણ એ સૌંદર્ય અને લાવણ્યથી ભરપૂર હતી. અરણ્યમાં પથરાયેલી એકલી કૌમુદી જેવી હૃદયંગમ લાગે તેવી જ આ આશ્રમમાં સુનંદાની સૌદર્યકળા સતત છવાયેલી રહેતી. આશ્રમની બીજી બહેનો સાથે એ રોજ દેરાસર જતી. નિયમ પ્રમાણે વીતરાગ પ્રભુની પૂજા-સ્તુતિ કરતી, પરંતુ દેવાનંદા માતા પ્રત્યેનો સુનંદાનો ભક્તિભાવ કાંઈક અજબ તરેહનો હતો. કોણ જાણે ક્યાંઈકથી એણે દેવાનંદા માતાની એક છબી મેળવી હતી. આ છબી સુનંદાનું સર્વસ્વ હતું. માતાપિતા કહો કે આત્મજન કહો, દેવી કહો કે અધિષ્ઠાત્રી કહો, પણ આ દેવાનંદા માતાની છબીમાં જ સુનંદાનું બધું સમાઈ જતું. વીતરાગ દેવની સ્તુતિ, પૂજા કરતી, પણ એ લગભગ '2010_03 Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સુનંદા નિષ્કામભાવે. સુનંદાને અંતર ખોલવાનું આ દુનિયામાં દેવાનંદા માતાની છબી સિવાય બીજું સાધન નહોતું. આનંદ કે શોકના અવસરે આ માતા પાસે પોતાનું હૈયું ઠલવતી. શોકના સમયે હતાશ ન થઈ જવાય, આનંદની પળોમાં ઉદ્ધત ન બની જવાય એટલા સારુ તે દેવાનંદા માતા પાસે ભક્તિભાવે મસ્તક નમાવતી-હર્ષ, શોક માતાના ચરણમાં નિવેદતી. આપણે ભલે એને છબી, તસબીર કે મૂર્તિ કહીએ, પણ સુનંદા તો દેવાનંદા માતા જીવતાં-જાગતાં હોય એમ જ માનતી. સવાર-સાંઝ એ દેવીની પાસે પ્રણિપાત કરી પોતાને કૃતકાર્ય સમજતી. એને પૂરો વિશ્વાસ હતો કે દુઃખ માત્રથી બચાવનાર, સીધો-સરળ રાહ બતાવનાર અને અણીને વખતે મદદ આપનાર આ માતા દેવાનંદા સિવાય બીજું કોઈ જ નથી. એક દિવસે પ્રાત:કાળે સુનંદા ઊંઘમાંથી જાગી ઊઠી. ઊઠતાંની સાથે જ નિયમ પ્રમાણે એણે માતા દેવાનંદાની છબીને બે હાથ જોડ્યા. ઘરમાંથી બહાર નીકળી આસપાસ જોયું તો ઉષાના નિર્મળ, શાંત પ્રકાશમાં આખું વિશ્વ સ્નાન કરતું નિહાળ્યું. સૃષ્ટિ તો એની એ જ હતી, પણ જદુગરના સ્પર્શ માત્રથી વસ્તુ માત્ર બદલાઈ જાય તેમ સુનંદાને આજે સૃષ્ટિની મનોહરતામાં જુદી જ આકર્ષકતા હોય એમ લાગ્યું. રોજ તો સુલિીલા જોઈને પોતાના કામે લાગી જતી. આજે ઉષાના મનોહર તેજમાં દધિમુખ પર્વતની તળેટીમાં આવેલા અમૃતપુરી ગામના એકે એક ખોરડા અને અગાસી ઉપર દેવાનંદાની દષ્ટિ રમી રહી. 2010_03 Page #134 -------------------------------------------------------------------------- ________________ સુનંદા ૧૧૩ છાપરા અને છતો ઉપર રમતી દષ્ટિ ધીમે ધીમે છાપરા અને છતો નીચે વસતાં કુટુંબોમાં પ્રવેશવા પ્રયત્ન કરવા લાગી. સુનંદાને થયું, આ છાપરા નીચે અસંખ્ય કુટુંબો એકબીજાની હૂંફમાં વસતાં હશે. માતા, પિતા, બહેન, બંધુ આદિ પરિવારથી વીંટળાયેલા ગૃહસ્થો અને ગૃહિણીઓ કલ્લોલ કરતાં હશે ! સુનંદાને આવી સાંસારિક લાગણી કોઈ દિવસ નહોતી સ્પર્શી. આજ સુધી માત્ર વ્રત, તપસ્યા અને આત્મચિંતા કરનારી સુનંદાના દિલમાં જાણે કે કૌટુંબિક લાગણી જન્મી. પણ સુનંદા સાવધ હતી. તરત જ અંગ ઉપર ચઢતા સાપને ઝટકીને નાસી જતી હોય તેમ તેણે ઊગતી સાંસારિક વાસનાને ઝટકી નાંખી. “અરે ! હું તો સાધ્વીજીના મહાવ્રતોને અનુસરવા મથનારી આશ્રમવાળા ! મારે વળી કૌટુંબિક જીવનનો મોહ કેવો ? સંસારમાં મારું કોણ ? આત્મા જ મારો સંગાથી ! આત્માના આનંદમાંથી જ બની શકે એટલું રસપાન કરવાનું ! હવે આ સ્થળે ઊભું રહેવું ઠીક નથી.” સાંસારિક વૃત્તિને પરમ શત્રુરૂપ સમજનારી સુનંદા ત્યાંથી એકદમ ચાલી નીકળી. લૂંટારાઓના હાથમાંથી બચવા જેમ આપણે ઘરની દીવાલોની અંદર કે ગઢની અંદર ભરાઈ બેસીએ તેમ સુનંદા પોતાની ઓરડીમાં આવી દેવાનંદા માતાની છબી સામે ધ્યાન ધરતી બેસી ગઈ 2010_03 Page #135 -------------------------------------------------------------------------- ________________ સુનંદા “માતા દેવાનંદા ! મને બચાવો ! સાંસારિક વૃત્તિનો અંકુર અકસ્માત જાગી પડ્યો છે. એ ઊંડા મૂળ નાખે તે પહેલાં મારો ઉદ્ધાર કરજો !” ૧૧૪ “પુત્રી ! નિશ્ચિંત રહેજે, તારું સુકાન મારા હાથમાં જ છે !" એવો ઉત્તર માતા દેવાનંદા તરફથી મળતો હોય એમ માની સુનંદા ત્યાંથી ઊઠી. એ વખતે એના મોં ઉપર વિજયનું આછું હાસ્ય ફરકી ઊઠ્યું. માતા દેવાનંદાના આશીર્વાદ પામેલી સુનંદા આશ્રમના કામકાજમાં પરોવાઈ ગઈ. મૃગને પોતાની નાભિમાં રહેલી કસ્તૂરીની વાસ ઉન્મત્ત બનાવે છે - એ સુવાસને શોધવા અરણ્યમાં ભટકે છે. એને ખબર નથી કે જેની પાછળ એ ભટકે છે તે વસ્તુ પોતાની જ પાસે છે. સુનંદાએ સાંસારિક વૃત્તિના પાશમાંથી છૂટવા ધર્મકરણીમાં મન પરોવ્યું, પણ અંતરમાંથી ઉદ્ભવેલી વાસનાને એમ નિર્મૂલ થોડી જ કરી શકાય ? પાણી ઉપર પથરાયેલી શેવાળને બે હાથવતી આથી ખસેડીએ ભલે, પણ પાછી એ જયાં હતી ત્યાં ફરી વળવાની. વૃત્તિઓનું પણ લગભગ એવું જ હોય છે. એને જેમ જેમ ખસેડવા માગીએ તેમ તેમ તે વધુ ઉગ્ર બનતી પાસે ને પાસે જ આવતી જાય. સુનંદા જેવી ભોળી આશ્રમબાળા એ વૃત્તિની સામે ક્યાં સુધી ઝીક ઝીલી શકે ? 2010_03 Page #136 -------------------------------------------------------------------------- ________________ સુનંદા ૧૧૫ - દિવસ આખો આશ્રમનાં નાનાવિધ કાર્યોમાં પસાર થઈ જતો. એ વખતે પેલી વૃત્તિ શમી ગઈ એમ લાગતું, પણ અવકાશ મળતાં છટકેલી કમાનની જેમ પેલી વાસના આ સુકુમાર બાળાના હૈયા ઉપર આઘાત કરી જતી. રાત્રિના વખતે જ્યારે તે નિરાંતે ઊધવા પ્રયત્ન કરતી, માતા દેવાનંદા અને ત્રિશલાના સ્મરણપૂર્વક નિદ્રાને આહવાન કરતી ત્યારે પણ શેતાનની જેમ સાંસારિકતાનો મોહ જાણે કે છાતી ઉપર ચડી બેસતો. અનુભવ વગરની, દોરવણી વગરની, માત્ર વાસનાઓને બળજોરીથી દબાવી દેવામાં જ માનનારી સુનંદા, રોજના આ આંતરવિપ્લવથી થાકી ગઈ. એક દિવસે તે પથારીમાંથી વહેલી ઊઠી, પર્વતના શિખર ઉપરથી ઉતરી તળાટમાંના શહેર તરફ ચાલી નીકળી. વાસનાથી ધકેલાતી ગભરૂ આશ્રમવાળા, પાણીનો પ્રવાહ જેમ નીચે પછડાય તેમ વગર વિચારે ચાલી નીકળી. નીકળતાં પહેલાં આશ્રમનો પોતાને સોંપાયેલો હિસાબ રીતસર લખી વાળ્યો. કોઠારની કુચીઓ અને હિસાબની ચોપડી પણ માતા દેવાનંદાની છબી પાસે મૂકી દીધાં. જતાં જતાં સુનંદા બોલી : “માતા ! સંસારના મોહરાજાએ આજે મારી ઉપર વિજય વતવ્યો છે. હું મોહરાજ સામે ઘણું મથી, પણ આખરે મારો પરાજય થયો છે. હું આપની વિદાય માગું છું. આપ કદાચ નારાજ થશો, પણ જ 2010_03 Page #137 -------------------------------------------------------------------------- ________________ સુનંદા મારી નિરુપાયતા હું કેવી રીતે વર્ણવું ? મોહને તજી શકી નહિ એટલે જ આ વસ્તુઓ આપની પાસે ધરી દઉં છું. હું સંસારના વમળમાં ઝુકું છું. હું જ્યાં હોઉં ત્યાં મારું રક્ષણ કરો.' ૧૧૬ આશ્રમથી માંડી તળાટી સુધીનો રસ્તો ઘણા વળાંક લેતો નીચે ઊતરતો હતો. તેથી સુનંદાને જરા વધુ વાર લાગી અને થાક પણ લાગ્યો. જેણે આશ્રમની બહાર કોઈ દિવસે ભાગ્યે જ પગ મૂક્યો હશે, તેને આજનો આ ભય અને સાહસથી ભરેલો શ્રમ વધારે કષ્ટમય લાગે એ સ્વાભાવિક છે. તળાટીની અડોઅડ એક નાનું સરોવર હતું અને એમાં કમળો ખૂબ ઊગી નીકળ્યાં હતાં. સૂર્યનાં કિરણોમાં સ્નાન કરવાની તાલાવેલી લાગી હોય તેમ કમળો માથાં નમાવીને એકબીજાની આગળ જવાની હરીફાઈ કરતાં હતાં. સરોવરના કિનારે એક પીપળાનું વૃક્ષ હતું અને થડ ફરતો એક વિશાળ ચોતરો બાંધેલો હતો. સુનંદા અહીં થાક ખાવા બેઠી. “નીકળી તો ખરી, પણ હવે ક્યાં જઈશ ?' એ પ્રશ્ન સુનંદાના મનમાં વધુ ઉગ્ર મંથન ચલાવી રહ્યો. “ક્યાં જઈશ ?” એમ નીકળતી વખતે જ થયેલું, પણ એ વખતે “નીચે પહોંચ્યા પછી જોઈ લેવાશે” એમ કહી મનને મનાવેલું, પણ હવે માત્ર તર્કનો આશ્રય નકામો '' 2010_03 Page #138 -------------------------------------------------------------------------- ________________ સુનંદા ૧૧૭ હતો. કઠોર સત્યનો સામનો કરવાનો પ્રસંગે ઉપસ્થિત થયો હતો. પાછી આશ્રમમાં જઉં ત્યારે ?” સંતોષકારક જવાબ ન મળવાથી સુનંદાએ પાછાં પગલાં ભરવાનો વિચાર પણ કરી જોયો. જે સાહસથી સુનંદા નીચે ઊતરી આવી હતી તે સાહસ મૂર્તિમંત બની જાણે ઠપકો આપતું હોય તેમ સુનંદાએ સાંભળ્યું. “પાછી જઈશ તો ત્યાં પણ મેણાંટોણાં જ સાંભળવાં પડશે. એક વાર રજ વિના નીચે ઊતરેલી તું પાછી ફરશે તો કાયમને માટે તારો કોઈ વિશ્વાસ નહિ કરે, માટે સાહસ ભેગું થોડું વધુ સાહસ કરી નાખ !” પણ બીજું કયું સાહસ કરવું તે સુનંદા નહોતી સમજતી. બાળક ગુસ્સે થઈને ઘરની બહાર નીકળી જાય અને તે પછી થોડી વારે માબાપ મનાવવા આવે એમ ઈચ્છે તેવી જ સુનંદાની અત્યારે સ્થિતિ થઈ હતી. જે આગળ જવાય કે ન પાછળ જવાય. એટલામાં એક ઘોડેસ્વાર બરાબર એ ઓટલા પાસે જ આવીને ઊભો રહી ગયો. તેણે સુનંદાને જોઈ : “અત્યારના પહોરમાં આ સ્ત્રી અહીં-નિર્જન સ્થાનમાં એકલી કાં બેઠી હશે ?” અસવારે પોતાના મનને પૂછ્યું. સુનંદા એટલી બધી વિચારગ્રસ્ત હતી કે પેલો યુવક ક્યારે ઘોડા ઉપરથી નીચે ઊતર્યો અને પાસે આવ્યો તેની એને કંઈ ગમ ન પડી. 2010_03 Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સુનંદા અચાનક સુનંદાએ આ શબ્દો સાંભળ્યા અને ચોંકી : કોણ છો તમે ? નિર્જન સ્થાનમાં એકલાં ક્યાં સુધી રહેશો ?” ગભરુ, શરમાળ સુનંદા પાસે એનો જવાબ નહોતો. ગભરાયેલ હરિણીની જેમ એ નીચું જોઈ રહી. યુવક એ બાળાની નિરાધારતા કળી ગયો. બોલ્યો : “મારે ત્યાં આવી શકશો ? મારાં મા-બાપ તમારો સારો સત્કાર કરશે અને ઘર બહુ આઘે નથી.” સુનંદાએ એ પ્રસ્તાવને મુંગી સમ્મતિ આપી. એ આશાનાં કિરણોને અવલંબી ઊભી થઈ અસવારની પાછળ પાછળ ચાલી નીકળી. 90 U18901 યુવાનનું નામ જયંત હતું. તળેટીની પાસે જ એનો ભવ્ય મહેલ હતો. છેલ્લાં કેટલાંક વર્ષો થયાં એ વ્યાપાર ખેડવા દેશાવરમાં ફરતો હતો. પોતાનાં વૃદ્ધ માતાપિતાને મળવા આજે એ ઘેર આવતો હતો એટલામાં રસ્તામાં જ સુનંદા સાથે ભેટો થઈ ગયો. જયંત અને સુનંદા મહેલના દરવાજા પાસે આવ્યાં. મહેલમાંની શાંતિ અને ઉદ્યાનની અવ્યવસ્થા જોતાં જ જયંતના દિલમાં એક ઊંડો પ્રાસકો પડ્યો. દરવાજાની સાંકળનો ખડખડાટ સાંભળી એક વૃદ્ધ નોકરે બારણાં ઉઘાડી નાખ્યાં. નોકરે પોતાના શેઠના પુત્રને પીછાની લીધો. પણ 2010_03 Page #140 -------------------------------------------------------------------------- ________________ સુનંદા ૧૧૯ એને કેવી રીતે આવકાર આપવો એ ન સમજાયું. એનું ગળું અત્યારે સુંધાતું હોય એમ લાગ્યું. ક્યાં છે મારા બાપુજી ? કેમ બધાં બારીબારણાં બંધ રાખવા પડ્યાં છે ?” મહેલનો નોકર-લાખો જવાબ આપવા માગતો હતો, પણ એની જીભ ન ઊપડી. એટલામાં તો જયંત અને સુનંદા મહેલના અંદરના પગથિયાં પાસે આવી પહોચ્યાં. લાખો હવે જ માંડ માંડી બોલી શક્યો : “શેઠ અને શેઠાણી સ્વર્ગે સીધાવ્યાં છે અને નોકર-ચાકરો વિદાય લઈને ચાલ્યા ગયા છે.” જયંતે એ માઠા સમાચાર પૈયેથી સાંભળી લીધા. પોતે જે વખતે પરદેશમાં વ્યાપાર ખેડતો હતો તે જ અરસામાં પોતાનાં વૃદ્ધ માતાપિતા સંસારની યાત્રા પૂરી કરીને સ્વર્ગે પહોચ્યાં હતાં એ સમાચારે જયંતને ઘડીભર શોકસ્તબ્ધ કરી મૂક્યો. પણ અત્યારે પોતે એકલો નથી. શોક કરવાનો આ સમય નથી, એટલે તરત જ તેણે હિંમત દાખવી લાખાને કહ્યું : “આ બાઈ આપણા મહેમાન છે. તું એમને નહાવા ધોવાની સગવડ કરી આપ, પછી ક્યાં રસોઈ કરવી તે સમજાવી દેજે !” સુનંદા તરફ જોઈને જયંત બોલ્યો : “કમનસીબે મારાં મા-બાપ મને એકલો-રઝળતો મૂકીને ચાલ્યાં ગયાં છે. તેઓ હોત તો તમારા 2010_03 Page #141 -------------------------------------------------------------------------- ________________ સુનંદા આદર-સત્કારમાં કે આતિથ્યમાં ખામી ન રહેવા દેત. હવે આ ઘર તમારું જ છે એમ માનજો. કોઈ વાતનો સંકોચ ન રાખશો. ’’ ૧૨૦ જયંતે સ્વર્ગસ્થ માતાની પેટીમાંથી કેટલાંક વસ્ત્રો કાઢીને સુનંદા પાસે મૂક્યાં. સુનંદા એમાંનાં એક-બે વસ્ત્રો લઈને નહાવા ગઈ અને બીજી તરફ જયંત પોતાની ઘરવખરી સંભાળવા ગયો. પ્રેમની દુનિયામાં વારંવાર મોટાં વાવાઝોડાં વીંઝાતાં આપણે જોઈએ છીએ. એ ઉપરથી જ્યાં વવાઝોડાં વહેતાં હોય ત્યાં જ પ્રેમનું ખરું રાજ્ય હોય એવી ભ્રમણા થઈ જાય છે. પ્રેમજગતમાં જેમ ઝંઝાવાત હોય છે તેમ મંદમંદ વહેતા શીતળ સુગંધમય સમીર પણ હોય છે. પ્રથમ દૃષ્ટિએ ઉદ્ભવતો પ્રેમ વાવાઝોડાના રૂપમાં પરિણમે છે. એમાંથી તોફાન જાગે છે - જાણે કે ઉલ્કાપાત કે ધરતીકંપ થયો હોય તેમ લાગે છે. ધીમે ધીમે વિસ્તરતો પ્રેમ સમી સાંઝના મંદ મંદ પવન સમો હોય છે. એમાં તોફાન, ઉન્માદ, અધીરાઈ નથી હોતી. એટલે એ જગતની આંખે બહુ નથી ચડતો. પ્રથમ દૃષ્ટિએ બંધાતો પ્રેમ આંધીની જેમ ચડી આવે છે અને પાછો અદૃશ્ય થઈ જાય છે. ક્રમે ક્રમે કેળવતો પ્રેમ રોજ રોજ સુખદ, સ્વાભાવિક અને ગંભીર બનતો જાય છે. સુનંદા અને જયંત વચ્ચેના પ્રેમે શીતળ-સુગંધી મંદ મંદ 2010_03 Page #142 -------------------------------------------------------------------------- ________________ સુનંદા ૧૨૧ વહેતા વાયુનું સ્વરૂપ લીધું. બંનેએ એક દિવસે વિધિપૂર્વક લગ્ન કર્યા અને કૌટુંબિક જીવન શરૂ કર્યું. દધિમુખ પર્વતના શિખર ઉપર ઊભા રહી, સુનંદાએ જે સાંસારિકતા અથવા કૌટુંબિકતાની સ્વપ્નજાળ રચી હતી, જે સ્વપ્નજળમાં મંત્રમુગ્ધ જેવી બની અહીં સુધી ખેચાઈ આવી હતી તે બંધનોના મોહમાં કોણ જાણે કેટલાંય વર્ષો નીકળી ગયાં. જયંત અને સુનંદાના સૂરીલા તેમજ તાલબદ્ધ જીવનમાંથી કોણ જાણે કેટલીયે રાગિણીઓ ઝરીને અનંતતામાં મળી ગઈ સ્વભાવે શુદ્ધ, બુદ્ધ અને મુક્ત આત્મા, વાસનાઓના વમળમાંથી કવચિત ઉપર આવે છે અને નિજસ્વભાવની કંઈક સ્મૃતિ જાગે છે અને જો સંસ્કારી જીવ હોય તો એ પળોનો સદુપયોગ કરી લે છે. ઘણે વર્ષે સુનંદાનો સંસ્કારી આત્મા ફરી એક વાર સાંસારિકતાના મોહમાંથી જાગૃત થયો. એને દધિમુખ પર્વત ઉપરનો આશ્રમ, નિરુપાધિક જીવન અને ઘડેલા ઉચ્ચ આદર્શો સાંભરી આવ્યા. દેવાનંદા જાણે કે એના અંતરમાં બારણાં ખખડાવતાં હોય – પાછી આશ્રમમાં ચાલી આવ - એમ પુનઃ પુનઃ કહેતાં હોય એમ એને લાગવા માંડ્યું. બીજની સલાહનો અસ્વીકાર કે અનાદર સુનંદા કરી શકે, પરંતુ દેવાનંદા માતાનો આદેશ અણસાંભળ્યો કેમ કરી શકે ? “સાચે જ મને માતા દેવાનંદા બોલાવે છે, ઘણાં વર્ષ આ 2010_03 Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સુનંદા માયાજાળમાં લપેટાઈ રહી. હવે મારે અહીંથી છૂટવું જ જોઈએ !” સુનંદા એક સવારે ઊઠતાવેત વિચારવા લાગી. બીજે ત્રીજે દિવસે એ સાદ, દેવાનંદા માતાનો આદેશ, વધુ ગંભીર અને હૃદયસ્પર્શી બન્યો. પ્રાત:કાળ પહેલાં જ સુનંદા જાગી ઊઠી હતી. જયંત અને બાળકો હજી નિદ્રાની મીઠી ગોદમાં પડ્યાં હતાં. ઘડીકવાર જયંત અને નિર્દોષ શિશુઓની સામે સુનંદાએ મીટ માંડી. છેલ્લે અમીપાન કરતી હોય તેમ ધરાઈ ધરાઈને બાળકોને નયન ભરીને નિહાળી લીધાં. એ પછી એકે એક આભૂષણ ઉતારીને જયંતની પથારી પાસે મૂક્યાં. પોતે જે વસ્ત્ર પહેરીને આશ્રમમાંથી નીકળી હતી તે વસ્ત્ર ફરી પાછું પહેરી લીધું. જયંતને સંબોધીને એક પત્ર પણ લખી નાખ્યો : “જયાંથી આવી હતી ત્યાં જ પાછી જઉં છું. દેવાનંદા માતા મને બોલાવે છે. એમનો સાદ સાંભળ્યા પછી કૌટુંબિક જીવનનો રસ ઊડી ગયો છે. બાળકોને સાચવજો. મારા પ્રત્યે જો સાચે જ મમતા હોય તો મારી શોધ કરવી માંડી વાળજો : સુનંદા.” જતાં જતાં ઊધતા જયંતને પ્રણામ કર્યા અને જે સમયે દધિમુખ પર્વતના શિખર ઉપરથી નીકળી હતી તે જ સમયે નગરમાંથી પર્વત ઉપર ચડવા ચાલી નીકળી. 2010_03 Page #144 -------------------------------------------------------------------------- ________________ સુનંદા કૌટુંબિક જીવનને આમ તિલાંજલી આપતાં સુનંદાને કંઈ સંક્ષોભ નહિ થયો હોય એમ ન કહેવાય. અંતરમાં રાગ ને ત્યાગ વચ્ચે યુદ્ધ જામ્યું હતું, પણ જેણે સર્વ કટોકટીઓને વિષે દેવાનંદા માતાના આદેશને જ નિર્ણયાત્મક માન્યો હોય તેને આખરી નિશ્ચય કરતાં વાર ન લાગે. ૧૨૩ જયંત જાગ્યો ત્યારે ઘરેણાં ને ચીઠી વાંચીને સ્તબ્ધ બની ગયો. સુનંદા આમ મધદરયે મૂકી જશે એવી કલ્પના નહોતી કરી. અને વધુ નવાઈની વાત તો એ હતી કે આટલા દિવસ સાથે વસવા છતાં સુનંદા ક્યાંથી આવી હતી તે પૂછવાનું જ જયંત ભૂલી ગયો હતો. સુનંદાએ પણ પ્રયત્નપૂર્વક એ વાત છુપાવી રાખી હતી. જયંતે સુનંદાની છેલ્લી ઇચ્છાને માન આપી તેની શોધ કરવાનું માંડી વાળ્યું. “આશ્રમ પાસે પહોંચીશ અને દરવાજા ઉઘડાવીશ ત્યારે બધી આશ્રમબહેનો ટોળે મળીને જ્યારે મને ઘેરી લેશે અને કૌતુકથી પ્રશ્ન ઉપર પ્રશ્ન પૂછશે ત્યારે હું એમને શું જવાબ આપીશ ?" આ એક જ મૂંઝવણ સુનંદાના દિલને વ્યથિત કરી રહી હતી. જવું જેટલું સહેલું હતું તેટલું પાછું વળવું કઠણ હતું. ખરી કસોટી હવે જ થવાની હતી, પણ સુનંદાને દેવાનંદા માતાને વિશે શ્રદ્ધા હતી. જ્યારે કંઈ જ ઉકેલ ન મળે ત્યારે એ માતા દેવાનંદાનો જાપ જપવા મંડી જતી. 2010_03 Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૪ સુનંદા માતાને ઘડીએ ઘડીએ યાદ કરતી સુનંદા આશ્રમના મુખ્ય દરવાજા પાસે આવી અને અમસ્થો હાથ જ અડાડ્યો એટલામાં આશ્રમનાં બારણાં ઊઘડી પડ્યાં. કોઈ દિવસ આટલો વહેલો આશ્રમનો દરવાજો નહોતો ઉઘડતો, “ખરેખર દેવાનંદા માતાએ જ મને મદદ કરવા આ બારણાં પહેલેથી જ ઉઘાડી રાખ્યાં હશે.” સુનંદાના દિલમાં હિંમતનું ઝરણું ફૂટી નીકળ્યું. પોતાની પુરાણી ઓરડી તરફ સુનંદાએ પગલાં માંડ્યાં. અંદર જઈને જુએ છે તો ઓરડી વાળીચોળીને બરાબર સાફ રાખી મૂકી હતી, પણ એ પછી, વર્ષો પહેલાં પોતે મૂકેલી વસ્તુઓને જેમની તેમ પડેલી જોઈને સુનંદાના આશ્ચર્યની સીમા જ ન રહી. જરૂર આ બધામાં માતાનો જ કંઈક દૈવી સંકેત હોવો જોઈએ ? દેવાનંદા માતાની પેલી જૂની છબી પાસે શિર નમાવી સુનંદા કહેવા લાગી : “મા ! હું આખરે આપના સાનિધ્યમાં આવી છું. મારી કસુર માફ કરશો.” એટલું કહીને સુનંદા માથું ઊંચકે છે. એટલામાં તો એ આખી ઓરડી જાણે કે પ્રકાશના પૂરથી છલકાઈ ગઈ. કોઈકના બે અતિ સુકોમળ હાથ સુનંદાના ખભા પર આવી પડ્યા હોય એમ એને લાગ્યું. એ પ્રકાશના પુંજમાંથી પ્રકટેલી એ દિવ્ય મૂર્તિ સુનંદાને કહી રહી : “બેટા ! મૂંઝાઈશ મા ! મેં તારી વતી બધાં આશ્રમનાં કામ 2010_03 Page #146 -------------------------------------------------------------------------- ________________ સુનંદા ૧ ૨૫ કર્યા છે. હવે તું આવી એટલે હું છૂટી થઈ જઉં છું. ચિંતા કરીશ મા !” સુનંદાની આંખોમાં આભારનાં આંસુ ઉભરાયાં. એ કહેવા જતી હતી : “માતા ! તમને મેં બહુ હેરાન કર્યા - હું આપની સદા ઝણી છું.” એટલામાં તો આશ્રમની એક બીજી બહેન દોડતી દોડતી આવીને સુનંદાને કહેવા લાગી : બહેન ! તમને માતા પ્રેમાનંદા બોલાવે છે.” સુનંદાએ આંખમાંનાં અશ્રુ લૂછી નાખ્યાં. તરત જ તે પ્રેમાનંદા પાસે પહોચી. પ્રેમાનંદાએ કહ્યું : “સુનંદા ! હવે પર્યુષણ પર્વને બહુ દિવસ નથી રહ્યા. આજથી જ આપણે એ પર્વાધિરાજ પર્વના સ્વાગતની તૈયારી કરવી જોઈએ. ક્યારે-ક્યાં-કેવા પ્રકારની પૂજાઓ ભણાવવી અને સૂત્રવાંચનની વ્યવસ્થા કઈ રીતે કરવી તે આપણે નક્કી કરવાનું છે. ગઈ કાલે જ હું તને પૂછવાની હતી, હું પણ ભૂલી ગઈ.” સુનંદા મનમાં બોલી : “પ્રેમાનંદાએ ગઈ કાલે પણ મને જોઈ હતી ? રોજ મને જોતી હશે ? જરૂર માતા દેવાનંદાનો જ આ પ્રતાપ હોવો જોઈએ ! માતા દેવાનંદા જ પોતાના ભક્તની વહારે આવ્યાં લાગે છે અને આટલા દિવસ એમણે મારા સ્વરૂપે મારીવતી આશ્રમનાં બધાં કામકાજ કર્યા લાગે છે !” 2010_03 Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સુનંદા સંવત્સરીના પવિત્ર દિવસે આશ્રમકન્યાઓએ ઉપવાસ કર્યા હતા - રોજની પ્રવૃત્તિ બંધ કરી, જિનેન્દ્ર ભગવાનના ગુણગાન ગાવા દેરાસરમાં એકઠી થઈ હતી. પ્રત્યેક બહેન પોતપોતાની શક્તિ અનુસાર નિવેદ્ય લઈ આવી હતી. ગરીબ સુનંદા પાસે ફૂટી બદામ પણ નહોતી. એ પરિગ્રહથી તદ્દન અજાણી હતી. જિનેન્દ્રદેવના ચરણે ધરવા સારુ પોતાની પાસે, પોતાનું કહી શકાય એવું શ્રીફળ પણ નથી એવું ભાન થતાં એની આંખની પાંપણો સહેજ ભીંજાઈ. ભીંજાયેલી આંખો પાલવથી લૂછી નાખી જયાં પોતાની આસપાસ નજર ફેરવે છે ત્યાં જ એનાં નાનાં બાળકો સાથે સુનંદાએ જયંતને ઊભેલો જોયો. જયંત અનાયાસે જ આજે આ આશ્રમના જિનચૈત્યમાં દર્શન માટે આવી ચડ્યો હતો. વીતરાગ ભગવાનને ત્રણેક ખમાસમણાં દઈ સુનંદા મનમાં જ બોલી : “ભગવાન ! મુજ રંકનાં અણમૂલાં રત્નો નૈવેદ્યના રૂપમાં સ્વીકારજો ! આ બાળકો ભણીગણીને ભારે તપસ્વી બને, આપના શાસન અને સિદ્ધાંતનો નિસ્પૃહપણે પ્રચાર કરે એવી શક્તિ પૂરજો !” એ જ વખતે આકાશમાં અણધાર્યો મેઘાડંબર જામ્યો અને સુનંદાને ‘તથાસ્તુ' સંભળાવવા માટે જ દેવદૂતની જેમ આવી ચઢયો હોય તેમ ભારે ગરવ સાથે પાણીની ધારાઓ વતી સંતપ્ત પૃથ્વીને તેણે તરબોળ બનાવી દીધી. 2010_03 Page #148 -------------------------------------------------------------------------- ________________ , << ՇՈՂուրդ ՀՂԻhՐՈՊԱզաոո, Girish Art Printery - 09327006400 2010_03