SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રી ભીમજીભાઈની લેખનશૈલીમાં રહેલી સરળતા, સચોટતા અને પ્રાસાદિકતા આપણું સહજ ધ્યાન ખેંચે છે, તેમનું સુમધુર ગદ્ય આજે પણ બહોળા વાંચક સમુદાયને આકર્ષી રહ્યું છે. આ રીતે મહાવીર જીવન વિસ્તારના પુન:પ્રકાશનને હું અત્તરથી આવકારું છું. પ્રસ્તુત જીવન-વિસ્તારની પુરવણીરૂપે દેવાનંદા તથા સુનંદાની કથાઓ આ પુસ્તકમાં સાંકળવામાં આવી છે, દેવાનંદાની કથા જૈન આગમોમાં દેવાનંદા વિશે આવતા ઉલ્લેખો ઉપર આધારિત છે. સુનંદાની કથા કેવળ કાલ્પનિક છે કે જૈન કથા-સાહિત્યનો કોઈ આધાર લઈને લખવામાં આવી છે તેની મને ખબર નથી. આ દેવાનંદા તથા સુનંદાનું પ્રકરણ આજથી ૧૫ વર્ષ પહેલાં પ્રગટ કરવામાં આવેલ ભગવાન મહાવીરના યુગની “મહા દેવીઓ' નામક પુસ્તકમાંથી ઉદ્ધત કરવામાં આવ્યું છે. શ્રી મહાવીર જીવનવિસ્તાર સાથે આ આખા પ્રકરણને કોઈ સીધો સંબંધ નથી અને તે વિષે મને કાંઈ વિશેષ કહેવાનું પ્રાપ્ત થતું નથી, સિવાય કે શ્રી ભીમજીભાઈની પ્રાસાદિક વાણીનો તેમજ કલ્પનાકુશળતાનો પ્રસ્તુત કથાનિરૂપણમાં પણ આપણને એટલો જ આનંદ અનુભવવા મળે છે. પરમાનંદ કુંવરજી કાપડિયા તા. ૧૭-૧૧-૫૮ ભાવનગર Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy