SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનવિસ્તાર ४७ મનમાં તે નિશ્ચય સંબંધે દુરાગ્રહ ઠસી ગયા પછી તેને સવળા રૂપમાં યથાયોગ્ય પ્રકારે જોવાનો સંભવ પણ જૂન થતો જાય છે. ભયંકર શસ્ત્રો વડે થતું યુદ્ધ અને મનુષ્યસંહાર જેમ અનિષ્ટ છે, તેમ વાણી વડે થતું યુદ્ધ પણ તેટલું જ અથવા તેથી પણ વધારે સિંઘ છે. કેમ કે છૂળ આઘાતની અસર સ્થૂળ દેહમાં જ પરિસમાપ્તિ પામે છે, પરંતુ વાણીના માર્મિક પ્રહારની અસર આત્માના અંત:તમ પ્રદેશ ઉપર સ્થાયી સંસ્કારરૂપે દીર્ધકાળ સુધી રહેવા પામે છે. આખી પૃથ્વીનો જમાનો નષ્ટ થઈ જાય અને બધે શાંતિનું મહારાજ્ય વિસ્તરે એ જેમ અત્યંત ઈચ્છવા યોગ્ય વસ્તુસ્થિતિ છે તેમ મર્મભેદક વાણીનાં યુદ્ધો પણ બંધ પડી આંતરિક શાંતિને સુબ્ધ કરનાર નિમિત્તોનો લય થાય એ પણ ઈચ્છવા યોગ્ય છે. બંનેથી થતી હાનિ અને તેનાં પરિણામો એકસરખાં દુઃખદ અને અનિષ્ટ છે. અને આમ છતાં આશ્ચર્ય જેવું તો એ છે કે સ્થળ યુદ્ધને ત્રાસદાયક ગણી વખોડી કાઢનાર વિદ્વાનો વાણીના યુદ્ધમાં રસભેર જોડાય છે. અને પોતાને જે નિશ્ચય અથવા સિદ્ધાંત સાચો ભાસ્યો હોય તે સિવાયના તમામ નિશ્ચયો અને સિદ્ધાંતો ઉપર, પોતાની પંડિતાઈની સરાણે ચઢાવી પાણીદાર બનાવેલા વાણીના શસ્ત્ર સહિત ઝનૂનીપણે તૂટી પડે છે. પોતાને જે વાત સાચી જણાઈ એનું જ પ્રતિપાદન કરી, અથવા તે સિવાયના સિદ્ધાંતોમાં ભાસ્યમાન થતી ખામીઓને Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy