________________
શ્રી મહાવીર
ન્યાયપુર:સર યોગ્ય વાણીમાં દર્શાવી, તેઓ બેસી રહે તો તેઓ ખરેખર દુનિયાનું હિત જ કરે છે. પરંતુ તે સાથે તેઓ હજારો મનુષ્યોના હૃદયને અકારણ વિદીર્ણ અને છિન્નભિન્ન કરી નાખવાના કર્તવ્યને પણ એ ઈશ્વરી ફરજ તરીકે માને છે, અને સહુથી અધિક આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે મનુષ્યોના પ્રાણને અકારણ હણનાર કોઈ જુલમી રાજા ઇતિહાસમાં નિંદાય છે, ત્યારે પૂર્વે કહ્યા તેવા વિદ્વાનો મહાપુરુષ તરીકે અથવા દુનિયામાં સત્યનું સ્થાપન કરી જનાર તરીકે પૂજાય છે.
૪૮
મહાવીર પ્રભુએ પોતાનો સમુદાય, બીજા સંપ્રદાયોના સમુદાયના મુકાબલે સંખ્યામાં પાછળ રહી જાય તેની દરકાર કદી કરી નથી. માત્ર પોતાના સંબંધમાં આવનાર મનુષ્યોને તેમણે અત્યંત સરળપણે પ્રેમભાવ અને મિષ્ટ વાણીથી તેમના અધિકારને ઘટતો ઉપદેશ આપ્યો હતો. મહાવીર પ્રભુના અનુયાયીઓની સંખ્યા, ગોશાળા જેવા એક સામાન્ય પ્રવર્તકના અનુયાયીઓની સંખ્યા કરતાં પણ થોડી હતી, એ જ એમ દર્શાવી આપે છે કે પ્રભુએ કદી પણ પોતાનો વાડો વિસ્તારવા તરફ બીજાની માફક લક્ષ્ય રાખ્યું નહોતું. જો તેમણે તેવો આશય રાખ્યો હોત તો પોતાના અલૌકિક સામર્થ્ય વડે તેઓ પોતાને અનુસરનારાઓની મોટી સંખ્યા ઊભી કરી શક્યા હોત. પરંતુ તેમના ચારિત્ર ઉપરથી સાફ જણાઈ આવે છે કે તેઓએ પોતાના ઉપદેશરૂપી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org