SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર મૂકી તે લબ્ધિ મેળવવાનો દૃઢ નિશ્ચય કર્યો. જે વિધિથી ગોશાળાએ તે લબ્ધિ મેળવી, એ જ વિધિ અત્યારે પણ ગ્રંથોમાં ઉપસ્થિત છે. માત્ર કર્તવ્યશીલ પુરુષોનો જ તોટો છે. કુર્મ ગામથી પ્રભુ ગોશાળા સહિત સિદ્ધાર્થપુર ગામ તરફ ચાલ્યા, પરંતુ ગોશાળાની તેજોલેશ્યા મેળવવાની ઈચ્છા વધતી જતી હતી. આસપાસના સમુદાયને અજાયબીમાં નાંખનારી એવી મહાલબ્ધિ મેળવવાની તેને તલપાપડ થવા લાગી. વિધિ તો તેણે પ્રભુ પાસેથી મેળવી લીધો હતો, તેથી શ્રાવસ્તી નામના ગામમાં તે પ્રભુથી છૂટો પડી ગયો અને છ માસ પર્યંત તે ગામમાં નિવાસ કરી, પ્રભુએ દર્શાવેલા વિધિ પ્રમાણે તપશ્ચરણ કરી તેજલેશ્યા સિદ્ધ કરી. તપના સામર્થ્યથી આવો પ્રભાવ મેળવી શકાય તેમાં કાંઈ જ શંકાનું કારણ નથી. તપ એટલે ઈચ્છાનો નિરોધ. આપણા મનનું સામર્થ્ય એટલું તો નિરવધિ છે કે જો તે સામર્થ્ય અનેક જાતની ઈચ્છાઓ, કામનાઓ, વાસનાઓ અને ખોટી હાયવરાળમાં વેરાઈ ન જતું હોય તો તે ગમે તેવું કાર્ય કરી શકવા શક્તિમાન છે. ઈચ્છા (desire) અને સંકલ્પ (will) માં ફેર એટલો જ છે કે, ઈચ્છાનું બળ છૂટું છવાયું વિખરાઈ ગયેલું હોય છે, ત્યારે સંકલ્પનું બળ કેન્દ્રીભૂત થઈ ઈષ્ટ પ્રયત્નમાં જ નિયુક્ત કરેલું હોય છે. છૂટીછવાયી અને છિન્નભિન્નપણે ઊડતી જતી ઈચ્છાઓની શક્તિને સંયમમાં રાખી તેનો વિરોધ કરવો એ જ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy