SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનવિસ્તાર બસ, આમ કરશો તો જ તમારું કલ્યાણ થવાનું છે અને આ રીતે વર્તશો તો જ તમારો ઉદય થશે, એમ છાતી ઠોકીને બોલનારા ઉપદેશકોની સંખ્યા પૂર્વે કોઈ પણ કાળ કરતાં આ કાળે વધારે હોવા છતાં, શા માટે ઘણા જ થોડા મનુષ્યોનું કલ્યાણ થતું જોવામાં આવે છે ? એનો જ્યારે વિચાર કરીએ છીએ, ત્યારે જણાય છે કે તેવો કલ્યાણનો ઉપદેશ કરનારાઓએ પોતાના ઉપદેશનો લેશ પણ રંગ પોતાના હૃદયને લાગવા દીધો હોતો નથી. જેમને પોતાના પરિવેશના કારણોથી ફરજિયાત બોધ આપવો પ્રાપ્ત થયો હોય છે, તેમને એ પ્રવૃત્તિ યંત્રવત્ થઈ પડી હોય છે અને તેથી શ્રોતૃવર્ગ ઉપર એવા બોધનું જે પરાવર્તન થાય છે,તે પણ અસરહીન અને મેઘધનુષ્યના રંગ જેવું ક્ષણસ્થાયી હોય છે. તે સિવાય જેમના હૃદયમાં કાંઈક ન્યૂનાધિક આવેગ પ્રગટેલો હોય છે, તેમણે પોતાના નિશ્ચયોને આચારબદ્ધ કરવા માટે ધૈર્ય અને સાહસ કરેલું હોતું નથી અને કાપવાના સો ગાઉમાંથી થોડાં-ઘણાં ડગલાં ભર્યા પછી થાકી ગયેલા છે. આટલો રસ્તો કાપ્યા પછી તેઓ પોતામાં અનુભવનો સૂર્ય સોળે કળાએ પ્રકટેલો માની લઈ તેનો પ્રકાશ પોતાના મૂર્ખ અને અજ્ઞાન બંધુઓને આપવા માટે કમર બાંધી બહાર નીકળી પડે છે. આ સમયે તેમને એવો તો આવેશ પ્રગટે છે કે જાણે આકાશપાતાળ એક કરી નાખું એમ તેમને થાય છે. ખાવુંપીવું પણ પોતાની ગાંડાઈના બેભાનમાં ભૂલી જાય છે. અને તાબૂતના દિવસોમાં ફરતા ઝનૂની મુસલમાનોની પેઠે પોતાનો Jain Education International 2010_03 For Private & Personal Use Only ૪૧ www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy