________________
16
પક્ષમાં લેવા ઉદ્યમ કર્યો હતો. પ્રભુના અગીઆર ગણધરો પ્રથમ કિયાકાંડી બ્રાહ્મણો હતા અને પ્રભુના ઉપદેશથી અનુરજિત થઈ, પોતાના મોટા શિષ્યસમુદાયો સહિત તેમના શરણે આવ્યા હતા.
તે પછી ઘણા કાળ સુધી પ્રભુનું પ્રવર્તાવેલું શાસન વિજયવંતું-ચેતનવંતું રહ્યું. તેમણે મુક્તિનો અધિકાર મનુષ્ય માત્રને માટે સરખા હકથી સ્થાપિત કર્યો. પુરુષો અને સ્ત્રીઓ માટે સુમર્યાદિત, સુઘટિત અને ઉત્તમ વ્યવસ્થાપુરસૂર મઠોની સ્થાપના કરી. અને લોકોના રાગદ્વેષ સ્વચ્છેદે ન દોરાઈ જાય તે માટે વિકટ આચારમાર્ગની ઘટના કરી.
પ્રભુના ઉપદેશ-સ્વરૂપની મીમાંસામાં ઊતરવાનું અમોએ યોગ્ય ધાર્યું નથી, છતાં એટલું કહેવું જોઈએ કે તેમણે તે કાળમાં મુખ્ય બે વાત ઉપર વધારે ભાર મૂકી તેની અસર સમાજ ઉપર દૃઢપણે વિસ્તારી હતી. (૧) પ્રાણી માત્રને જીવવાનો એકસરખો હક્ક છે, માટે “જીવો અને જીવવા દો (Live and let live)નો સિદ્ધાંત અને (ર) પોતાના કલ્યાણ માટે કોઈ ઈતર બાહ્ય શક્તિ ઉપર કે તેના પ્રસાદ (favour) ઉપર આધાર કે અપેક્ષા ન રાખતાં સ્વશક્તિનું અવલંબન લેવાનો સિદ્ધાંત. આ બે સત્યોના પ્રકાશની તે યુગમાં અત્યંત જરૂર હતી. જો કે તે સત્યો તદન સાદાં અને એક બાળકથી પણ અજ્ઞાત ન રહી શકે તેવાં સર્વવિદિત છે, તો પણ જ્યારે તેવી સંભાવનાઓનો લોપ થવા બેઠો હોય છે, ત્યારે આખા દેશ બલકે આખા જગતને ઘણીવાર તેનું એક સાથે વિસ્મરણ થઈ જાય છે અથવા બીજી પ્રબલ વિરોધી ભાવનાઓની સત્તામાં તે કાળે પણ તેમજ થવા પામ્યું હતું. લોકો આત્મકલ્યાણના મુખ્ય નિશ્ચયોની અવગણના કરી, પોતાના હિત-સાધન તરીકે નાના મોટા અસંખ્ય દેવ દેવીઓને સંતુષ્ટ રાખવા માટે પ્રાણીહિંસાયુક્ત યજ્ઞ-યજ્ઞાદિકની શ્રમજાળમાં પડ્યા હતા. આ હિંસાપ્રધાન ધર્મને નામે ચાલતી કિયાઓ સામે મહાવીરે સખ્ત લડત ચલાવી જીવદયાનો સિદ્ધાંત ફેલાવ્યો, જે માટે અનંત મુંગા પ્રાણીઓ પોતાની મૂક વાણીમાં આજે પણ તે પ્રભુનો ઉપકાર ગાય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org