________________
પ્રકરણ આઠમું
સંગમનો ઘોર ઉપસર્ગ
एकस्यां रात्रौ विंशत्या उपसर्गस्तेन कृतैः । मनागापि न चलितः
સ્વામી
- कल्पसूत्रसुबोधिका
આ તરફ પ્રભુ વિહાર કરતા પેઢાળ ગામની નજીક પધાર્યા. એક શિલાતળ ઉપર જાનુ પર્યંત ભુજા લંબાવી ચિત્તની સ્થિરતાપૂર્વક અનિમેષપણે એક રુક્ષ દ્રવ્ય ઉપર દૃષ્ટિ સ્થાપી, કાયોત્સર્ગભાવે સમાધિસ્થપણે ઊભા રહ્યા. તે કાળની પ્રભુની પરમ ચારિત્રમય અવસ્થા સૌધર્મ દેવલોકના ઇન્દ્રે અવધિજ્ઞાન વડે જોઈ અને પોતાનો હૃદયગત વિશુદ્ધ ભક્તિભાવ દેવોની સભામાં જાહેર કર્યો. પ્રભુ જે પરમ અવ્યાબાધ સ્થિતિ પ્રાપ્ત કરવાના ક્રમ ઉપર હતા, તે સ્થિતિ પોતાના પદ કરતાં અનંતગુણ શ્રેષ્ઠ હતી, એમ ઇન્દ્ર સમજતો હતો; અને મહાવીર પ્રભુના ઉત્તરકાલીન ભવિષ્યમાં પ્રાપ્ત થવાના સુખનો પ્રકાર અને પ્રમાણ ઐન્દ્ર સુખના પ્રકાર અને પ્રમાણ કરતાં અનંતગુણ ઉચ્ચ હતો, જે સુખનું પરિણામ અંતે દુઃખમય છે - અને સુખની સ્મૃતિમાં દુઃખ જ છે - તે સુખ વાસ્તવમાં સુખ જ નથી; એમ ઇન્દ્ર સમજતો હોવાથી તેને પોતાની સ્થિતિમાં સુખમયતા ભાસતી બંધ પડી અને પ્રભુ જે રાહ ઉપર હતા તે જ સાચા સુખનો માર્ગ તેને જણાયો.
-
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org