________________
જીવનવિસ્તાર
૫૩
રજૂ કરે છે તે કોઈ રીતે સંતવ્ય નથી. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે ગોશાળાની જે ચેષ્ટા આલેખી છે તે જોતાં અજાણ્યા મનુષ્યને ગોશાળ સંબંધે એવો અભિપ્રાય બાંધવો પડે કે, તે કોઈ ગાંડાની ઇસ્પિતાલમાંથી ભાગી
"
છૂટેલો શખ્સ હોવો જોઈએ, પરંતુ મનુષ્યની સામાન્ય બુદ્ધિ તેને તેવો સ્વીકારવાની ના પાડે છે. આપણાં શાસ્ત્રો પણ જણાવે છે કે, સ્વયં મહાવીર કરતાં ગોશાળાનો અનુયાયી સમાજ મોટો હતો, જે કાળે બુદ્ધ, જૈન અને બ્રાહ્મણ વચ્ચે તીવ્ર રસાકસી ચાલતી હતી તે વખતે ખુદ મહાવીર કરતાં પણ ગોશાળાના અનુયાયીઓનું સંખ્યાધિક્ય હોવું એ`બીજું કાંઈ જ નહીં પણ તેની પ્રવર્તક શક્તિ અને લોકોના હૃદયને સ્પર્શી શકવાનું તેનું સામર્થ્ય સૂચવી આપે છે. જે પ્રભાવથી ગોશાળો આ કાર્ય કરી શક્યો, તે પ્રભાવની શ્રી હેમચંદ્રાચાર્યને ગોશાળો જે સ્વરૂપે ઈષ્ટ છે તે સાથે કેવા પ્રકારે સંગતિ સાધી આપવી તે સમજી શકાતું નથી. ગોશાળાને તેઓ લોકોની ગુપ્તપણે રતિક્રીડા જોનાર, વિકૃત વેષ ધારણ કરી કૌતુક કરનાર અને બીજાઓની અયોગ્ય પ્રકારે ઠઠ્ઠા-મશ્કરી કરવાથી જેનો તેનો ધરાઈને માર ખાનાર રૂપે ખડો કરે છે.
એક વખતે તો કોઈ વાસુદેવના મંદિરમાં પ્રભુ રાત્રીવાર રહેલા ત્યાં ગોશાળાએ, નિર્લજ્જપણે પ્રતિમાની સામે પુરુષચિહ્ન કરી ઊભો રહેવા જેટલી હદે ધૃષ્ટતા અને નીચતા દાખવ્યાનું શ્રી હેમચંદ્રાચાર્ય જણાવે છે, પરંતુ મહાવીર પ્રભુના સમયનું બુદ્ધ વિગેરેનું સમકાલીન
Jain Education International2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org