SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રી મહાવીર સાહિત્ય જોતાં ગોશાળો છેક આટલો બધો નષ્ટજ્ઞાન અને વિક્ષિપ્ત ચિત્તનો હોય એમ માની શકાતું નથી. તેણે તે કાળે પ્રવતવિલો આજીવક મત અત્યારે હિંદમાં લુપ્ત થઈ ગયો છે અને તેના શું મુખ્ય સિદ્ધાંતો હતા તે પણ ભાગ્યે જ કોઈના જાણવામાં છે, પરંતુ બુદ્ધ અને મહાવીર પ્રભુના કાળમાં અને છેવટે અશોક મહારાજના સમયમાં તે એક બળવાન પ્રચલિત મત હતો એવું પ્રો. કર્ન (Prof. Ken)નું માનવું છે. ખુદ અશોકે પણ ગોશાળાના આજીવક મત સંબંધમાં શિલાલેખો કોતરાવેલ છે. જીવદયા એ ગોશાળાના મુખ્ય સિદ્ધાંતોમાંનો એક હતો. આ સંબંધે મનોરંજન ઘોષ નામનો એક વિદ્વાન લખે છે “The history of the Ajivkas reveals the curious fact that sacredness of animal life was not the peculiar tener of Budhism alone but the religion of Sakyamuni shared it with the Ajivkas and the Nirgranthas. They had some tenets in common but differed in details... They were naked monks practising severe penances. We fine the Ajivkas an influential sect in existence even in the time of Buddha, Mokkali Gosala was the teacher of the Ajivakas with whom Gautam Buddha had a religious controversy." અર્થાત - “આજીવકોના ઈતિહાસમાંથી આપણને એક જાણવા જેવી એ હકીકત મળે છે કે, જીવદયા એ માત્ર બુદ્ધનો એકલાનો જ ખાસ સિદ્ધાંત નહોતો, પણ આજીવકો અને નિગ્રંથો (જૈનો)નો Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy