SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનવિસ્તાર ૫૫ પણ એ જ સિદ્ધાંત હતો. ઘણાખરા નિયમો એ સહુને સાધારણપણે હતા. માત્ર વૃત્તાંતના આખ્યાનમાં ફેર છે... આજીવકો શરીરે નગ્ન રહેતા અને ઘણી આકરી તપશ્ચર્યા સેવતા... આપણે જોઈ શકીએ છીએ કે આજીવકોનો બુદ્ધના સમયમાં પણ એક પ્રભાવયુક્ત સંપ્રદાય હતો. પંખલી ગોશાળો તેમનો નેતા હતો અને તેની સાથે ગૌતમ બુદ્ધને એક વખતે ધાર્મિક તકરારમાં ઊતરવું પડ્યું હતું.” Ancient Civilization” નામના ગ્રંથમાં તેનો વિદ્વાન કર્તા લખે છે કે : Among the other sects of ascetics which flourished side by side with the Budhist and Nirgranthas (Jains) in the sixth century B.C. the Ajivakas founded by Gosala were the bess known in their day. Asoka named them in their inscriptions along with Brahmins and Nirgranthas. Gosal was therefore a rival of Buddh and Mahavir, but this sect has now ceased to exist. અર્થાત ઈસ્વીસન પૂર્વે છઠ્ઠા સૈકામાં બૌદ્ધો અને નિગ્રંથો (જૈનો)ની સાથે સાથે બીજા જે ત્યાગધર્મવાળા સંપ્રદાયો વસતા હતા, તેમાં તે વખતે ગોશાળાએ સ્થાપેલો આજીવક મત સહુથી વધારે પરિચિત હતો. બ્રાહ્મણો અને જૈનો સાથે તેમને પણ પોતાના શિલાલેખોમાં અશોક ગણતરીમાં લીધા છે. તે ઉપરથી ગોશાળો એ બુદ્ધ અને મહાનવીરનો પ્રતિસ્પર્ધી હતો, પરંતુ હવે તે સંપ્રદાય બંધ પડી ગયો છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy