________________
૧૦૪
શ્રી મહાવીર
કેવલ્ય પ્રાપ્ત થયા પછી પ્રભુનું ચરિત્ર પરાત્મ કોટીનું થયું હોવાથી તે આપણી મતિ અને કલ્પનાની બહારના પ્રદેશનું છે. ત્યાર પછીથી તેમની છદ્મસ્થ ર્યા બંધ થઈ કેવળચર્ચા શરૂ થાય છે. અમે તે વિષયમાં ઉતરવા માગતા નથી. મનુષ્યના વર્તનમાંથી જ શિક્ષણ મેળવી શકે છે. ઈશ્વરના ચરિત્રને તે અનુસરી શકતો નથી અને અમારો લેખન ઉદ્દેશ માત્ર પ્રભુના મનુષ્ય તરીકેના જીવનપ્રસંગમાંથી ઉદ્દભવતો સાર ઉપજાવવાનો હોવાથી અમો પ્રભુના કૃતકૃત્ય થયા પછીના જીવનવિભાગમાં પ્રવેશતા નથી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org